Friday, October 9, 2026
Home Blog Page 17

જામનગરમાં દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ જ પોલીસ બોલાવી, હિરજી મિસ્ત્રી રોડના એપાર્ટમેન્ટમાં ડ્રામા

0

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પકડાવ્યો

  • મધરાતે ઘરે આવી ઝઘડો કરતાં પત્નીએ ૧૧૨ પર કોલ કર્યો; પોલીસ સાથે પોલીસમથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પતિ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૮ જૂન ૨૬, જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો કરતાં પોલીસના હવાલે કરાવી દીધો હતો. એટલું જ નહીં, મહિલા પોલીસની જનરક્ષક વાહનમાં બેસીને પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, મોતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી એક મહિલાના પતિ દીપેનભાઈ ધોડકિયા મધરાતે દારૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેમણે પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કરતાં મહિલાએ રાત્રે લગભગ ૧૨:૪૭ વાગ્યે ૧૧૨ જનરક્ષક સેવાને ફોન કરી મદદ માગી હતી.બાદમાં જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પતિ-પત્ની બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં દીપેનભાઈની હાલત ચકાસવામાં આવતા તેમની જીભ થોથરાતી હોવાનું, આંખો લાલચોળ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂ પીવાની કોઈ કાયદેસર પરમીટ અંગે પૂછતાં તેમણે આવી કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું.આથી પોલીસે પંચનામું કરી દીપેનભાઈ ધોડકિયાની અટકાયત કરી હતી, અને તેની સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર : શોકના પ્રસંગે શરમજનક કૃત્ય : ઠેબામાં સસરાના દાડે આવેલા જેઠ-જેઠાણીએ ગર્ભવતીને મારી

0

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાના દાડાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને માર માર્યાની ફરિયાદ

  • પતિ અને જેઠ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ: વચ્ચે છોડાવવા પડતાં ફરિયાદી ગર્ભવતી મહિલાને પેટમાં લાત મારવાનો આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૬, જૂન ૨૬ જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે કુટુંબીજનો વચ્ચે થયેલા ઝઘડામાં ગર્ભવતી પરિણીતાને અને તેણીના પતિ અને જેઠ ને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ ઠેબા ગામમાં રહેતી ૩૪ વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે, અને હાલમાં ઘરકામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર તા.૪ જૂનના રોજ તેમના સસરા હરીશભાઈની ઉત્તરક્રિયા (દાડા)નો કાર્યક્રમ હોવાથી પરિવારના સભ્યો તેમના ઘરે એકત્ર થયા હતા. આ દરમિયાન તેમના દાદી વેજીબેનને તેડવા માટે કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને કુટુંબી સસરા મહેશભાઈ સવારે તેમના ઘરે આવ્યા હતા. દાદીએ બાદમાં આવવાની વાત કરતાં બંને પરત ફરી ગયા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ બપોરે આશરે સાડા બાર વાગ્યે જીતુભાઈ પીઠડીયા અને તેમની પત્ની જ્યોતીબેન ફરીથી ઘરે આવ્યા હતા અને કૃષ્ણાબેનના પતિ સાથે બોલાચાલી બાદ મારામારી શરૂ કરી હતી. દરમિયાન ક્રિષ્નાબેનના જેઠ ઉદયભાઈ વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝઘડો કરી માર મારવામાં આવ્યો હતો. કૃષ્ણાબેનના આક્ષેપ મુજબ તેઓ ઝઘડો છોડાવવા વચ્ચે પડતાં જીતુભાઈએ તેમના પેટના ભાગે લાત મારી હતી, જ્યારે જ્યોતીબેને ધક્કો મારતાં તેઓ જમીન પર પટકાયા હતા. બનાવમાં તેમને શરીરે ઇજા પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગર્ભવતી હોવાથી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.ફરિયાદ મુજબ આરોપીઓએ પતિ, જેઠ અને ફરિયાદી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે કૃષ્ણાબેને પોતાના કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને જેઠાણી જ્યોતીબેન પીઠડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક કરુણાંતિકા : જાણીતા રિસોર્ટના પુલમાં ડૂબી 9 વર્ષના બાળકનું મોત

0

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫, જૂન ૨૬  જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના નવ વર્ષના બાળકનું પાણીના સ્વિમિંગ પૂલમાં અકસ્માતે ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે કરુણતા છવાઈ છે.મૂળ ગાંધીનગર ના રહેવાસી અને અહીં હાલ તેમના કુટુંબીજનોને ત્યાં જામનગર ફરવા માટે આવેલો હર્ષ પરમાર નામનો ૯ વર્ષ નો બાળક અન્ય પરિવારજનો સાથે હોલીડે રિસોર્ટમાં નાહવા ગયા બાદ અકસ્માતે સ્વિમિંગ પૂલમાં પાણી પી જવાથી બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાથી સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.આ બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બાળકના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : જાંબુડાના પાટીયે સરાજાહેર હત્યાના પ્રયાસ મામલે બે ની અટકાયત

0

જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે એક હોટલ ખાતે થયેલી મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જૂન ૨૬, જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે પરમદીને રાત્રિના મારામારીનો બનાવ બન્યો હતો, અને એક યુવાન પર બે શખ્સો જીવલેણ હુમલો કરીને ભાગી છુટ્યા હતા, જે આરોપીઓને પકડી પાડવા માટે જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.ગત તા. ૦૨/૦૬/૨૦૨૬ના રોજ જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે ફરીયાદી ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા, રહે. નેવી મોડા, તા.-જી. જામનગર સાથે જૂની અદાવતના કારણે અલીયાગામના કિશન મકવાણા અને ઉત્તમ તન્નાએ મારામારી કરી હતી. આ બનાવ અંગે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯, ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૫૪, ૨૯૬(બી) તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ટેકનિકલ તેમજ માનવ બાતમીના આધારે બન્ને આરોપીઓ કિશન મકવાણા અને ઉત્તમ તન્ના ને શોધી કાઢ્યા હતા. જે બન્ને ની અટકાયત કરી લઈ વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

જામનગર જુના નાગના ગામે ખારેક તોડવાના મુદ્દે કિશોરને માર્યો, પગમાં ફ્રેક્ચર

0

જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે એક કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૪ જૂન ૨૬, જામનગરના જુના નાગના ગામ વિસ્તારમાં ખારેક તોડવાની બાબતે થયેલા ઝઘડામાં એક કિશોરને ગંભીર ઇજા પહોંચતાં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ જુના નાગના વિસ્તારમાં રહેતા મનોજભાઈ મગનભાઈ પરમારના પંદર વર્ષીય પુત્ર સહિત કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે નજીકની વાડીમાં ખારેક તોડવા ગયા હતા. આ દરમિયાન વાડીના માલિક ભરતભાઇ રાઠોડ નામના ખેડૂત શખ્સએ ગુસ્સે થઈ લાકડાના ધોકાથી એક ૧૫ વર્ષીય કિશોરને માર માર્યો હતો. હુમલામાં કિશોરના ડાબા પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૧૧૨૦૨૦૦૬૨૬૦૧૭૦/૨૦૨૬ BNS ૧૧૭(૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ખીમરાણા ગામ ની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માંગ

0

જામનગર તાલુકાના ખીમરાણા ગામ ની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માંગ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨ જૂન ૨૬ ખીમરાણા ગામ ખાતે બનેલી ઘટનાના અનુસંધાને યુથ કોંગ્રેસના આગેવાન દેવરાજ દિનેશભાઈ ગોહીલ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ સાથે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાએ જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાને સંબોધીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને જિલ્લામાં અનેક પ્રશ્નો અને શંકાઓ ઊભી થઈ રહી છે. કોંગ્રેસ પક્ષ કાયદાના શાસન અને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે, પરંતુ દરેક નાગરિકને નિષ્પક્ષ અને પારદર્શક તપાસનો અધિકાર પણ મળવો જોઈએ.આવેદનમાં જણાવાયું છે કે ઘટનાને લગતા વીડિયો પુરાવાઓ, ડિજિટલ રેકોર્ડિંગ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ સમગ્ર ઘટનાક્રમની તમામ દિશામાં તપાસ થવી જરૂરી છે. સાથે જ દેવરાજભાઈ ગોહીલે જાહેરમાં વીડિયો મારફતે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી અપીલ કરી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવી તમામ પુરાવાઓની વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવે તથા કોઈપણ પ્રકારના દબાણ કે પૂર્વગ્રહ વિના હકીકતોના આધારે નિર્ણય લેવામાં આવે. તપાસ દરમિયાન જો કોઈ ગેરસમજ, અતિશયોક્તિ અથવા તથ્યોનું ખોટું અર્થઘટન સામે આવે તો તે મુજબ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.સત્ય હકીકત બહાર આવે, કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય અને જનતાનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં ભરવા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને અપીલ કરી છે.

જામનગર સીટી “બી” પોલીસની કડક કાર્યવાહી ; ચેક રિટર્ન કેસમાં 10 આરોપી જેલ ભેગા

0

જામનગરના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ૧૩ સજા વોરંટની બજવણી

  • નાસતા-ફરતા ૧૦ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરતી જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨, જૂન ૨૬ જામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્તરાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ તથા જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવી ના માર્ગદર્શન મુજબ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. જી. કેશવાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. રાજ સાહેબ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ વિવિધ કોર્ટોમાંથી સજા પામેલા અને વોરંટ બાદ પણ નાસતા-ફરતા આરોપીઓ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે વિવિધ કોર્ટોના કુલ ૧૩ સજા વોરંટની બજવણી કરી ૧૦ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા હતા. આ તમામ આરોપીઓ સામે જામનગર તથા રાજકોટની વિવિધ અદાલતોમાં ચેક રિટર્ન સહિતના કેસોમાં સજા ફટકારવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ ૧. મનોજગીરી સુરેશગીરી ગોસાઈ, રહે. નવાગામ ઘેડ, જામનગ૨, ૨. વિજયભાઈ ડાયાભાઈ ગુજરાતી, રહે. નવાગામ ઘેડ, જામનગર, ૩. કેસુર દેવાયતભાઈ વારોતરીયા, રહે. અજંતા એલોસ એપાર્ટમેન્ટ, વિરલબાગ પાસે, જામનગર, ૪. રૂષીતભાઈ કાનજીભાઈ ગઢવી, રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર, ૫. પ્રફુલચંદ્ર અમૃતલાલ મદાણી, રહે. લોકરચના એપાર્ટમેન્ટ, જામનગ , ૬. મહમદ ફરીદ ફારુક ખુરેશી, રહે. ગુલાબનગર, જામનગર, ૭. નલીન બાબુભાઈ ચૌહાણ, રહે. સ્વામિનારાયણનગર, જામનગર,૮. સાગર ત્રિલોકભાઈ રાણા, રહે. નાગનાથ નાકા, જામનગર, ૯. વિવેક નવીનભાઈ સોલંકી, રહે. રાજપાર્ક, જામનગર, ૧૦. મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, રહે. ગુલાબનગર, જામનગર વિવિધ કોર્ટોના સજા વોરંટની બજવણી : આ કાર્યવાહી દરમિયાન ૪થી, ૫ મી અને ૭ મી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ રાજકોટની અદાલતના વિવિધ ફોજદારી કેસ નંબરો હેઠળ જારી કરાયેલા કુલ ૧૩ સજા વોરંટોની સફળ બજવણી કરવામાં આવી હતી.

જામનગરમાં ભાણેજને ઢીકાપાટુનો માર : મામા-મામી સહિત 4 સામે ફરિયાદ

0

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શખ્સોનો હુમલો

  • બોલાચાલી બાદ મામા, મામી અને બે અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ: ઇજાગ્રસ્ત ભાણેજને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ જૂન ૨૬, જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ભાનુશાળી પરિવારના આંતરિક વિવાદમાં સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર તેના મામા-મામી સહિત ચાર શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.પોલીસ ફરિયાદ મુજબ માસુમ નીતીનભાઈ નંદા નામના યુવકના મામા દિનેશભાઈ કનખરા અને તેમના ભાઈ વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને અણબનાવનો વ્યવહાર ચાલતો હતો. આ વિવાદનો અંત આવે અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તે હેતુથી માસુમભાઈ પોતાના મામા દિનેશભાઈ કનખરાના ઘરે સમજાવટ માટે ગયા હતા.આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા દિનેશભાઈ કનખરા અને તેમની પત્ની જાગૃતિબેન કનખરાએ માસુમભાઈ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ યશભાઈ પરેશભાઈ કનખરા અને ભવ્ય દિનેશભાઈ કનખરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેયે મળીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.ફરિયાદ અનુસાર આરોપીઓએ માસુમભાઈ સાથે જપાજપી કરી તેમને ઝાપટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન દિનેશભાઈ કનખરાએ છરી વડે જમણા પગના સાથળના પાછળના ભાગે ઘા મારતા માસુમભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, અને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.આ ઉપરાંત હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે દિનેશભાઈ કનખરા, જાગૃતિબેન કનખરા, યશભાઈ કનખરા અને ભવ્ય કનખરા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના મહિલા પોલીસ મથક બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો ઝાડ નીચે દબાઈ

0

જામનગરના મહિલા પોલીસ મથક બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો ઝાડ નીચે દબાઈ

  • ફાયર ટીમ અને સ્થાનિકોની મદદથી વાહન બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ તા. ૩૧ મે ૨૬ જામનગરના મહિલા પોલીસ મથક પર પરોઢિયે વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસ મથક ઉપરાંત બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો જીપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.મળતી માહિતી મુજબ મહિલા પોલીસ મથકની બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો જીપ નંબર જીજે-૧૮-જી.બી.-૫૫૫૪ ઉપર વિશાળ વૃક્ષ અને તેની ભારે ડાળીઓ ખાબકતાં વાહન ઝાડ નીચે દબાઈ ગયું હતું. વૃક્ષના ભારને કારણે બોલેરોના બોનેટ, છત, કાચ તેમજ અન્ય ભાગોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષની મોટી ડાળીઓ તથા થડને કરવતની મદદથી કાપી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.આ કામગીરી દરમિયાન અન્ય વ્યક્તિ અને પોલીસ સ્ટાફે સ્થળ પર હાજર રહી સહયોગ આપ્યો હતો અને ઝાડના કાટમાળમાંથી દબાયેલી બોલેરોને બહાર કાઢવાની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.૧ કલાકની જહેમત બાદ ફાયર ટીમે ઝાડનો કાટમાળ દૂર કરી સરકારી વાહનને બહાર કાઢ્યું હતું. સદભાગ્યે બનાવ સમયે વાહનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સરકારી વાહનને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.મહિલા પોલીસ મથક પર બનેલી આ ઘટનામાં ઇમારત સાથે સરકારી વાહનને થયેલા નુકસાનનો પણ તંત્ર દ્વારા અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામજોધપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે રેન્જ IG ની લાખ આંખ

0

જામનગર જિલ્લા ના જામજોધપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસનો સપાટો

  • શેઠવડાળા વિસ્તારમાંથી લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા : રૂ. ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧, મે ૨૬ રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજના વહન સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પર ઝડપી પાડી કુલ રૂ. ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી ખનીજ સંપત્તિની ચોરી અને બિનઅધિકૃત ખનન સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાતમીદારોના જાળાની મદદથી સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારના ભોજાબેડી ગામ તરફ જતાં માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં જી.જે.- ૧૦-એ.ટી.-૬૬૨૩ નંબરના ડમ્પરમાંથી અંદાજે ૨૩.૧૫ મેટ્રિક ટન, જી.જે.-૧૦-એ.ટી.-૬૬૨૪ નંબરના ડમ્પરમાંથી ૨૫.૧૨ મેટ્રિક ટન તથા જી.જે.-૧૦-એ.ટી. -૬૬૨૫ નંબરના ડમ્પરમાંથી ૨૨.૯૯ મેટ્રિક ટન લાઇમ સ્ટોનનું બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવ્યું હતું.ત્રણેય ડમ્પરોની કિંમત અંદાજે રૂ. ૨૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલિયા, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મીતેશભાઈ પટેલ તથા વાહનચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી.જપ્ત કરાયેલ મુદ્દામાલ તથા વાહનોને આગળની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.