Friday, October 9, 2026
Home Blog Page 16

સૂરજનો ”ઓવરટાઈમ” : ૨૧ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત

0

આગામી રવિવારે ૨૧ જૂન : વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૯ જૂન ૨૬: આવતી ૨૧ જૂનના રોજ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રી રહેશે. ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ દિવસને વિશેષ મહત્વ પ્રાપ્ત છે, કારણ કે આ દિવસે સૂર્ય તેની ઉત્તર તરફની આકાશી યાત્રાના સર્વોચ્ચ બિંદુએ પહોંચે છે.
ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્યનો રવિમાર્ગ (ક્રાંતિવૃત) અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ બિંદુઓને સંપાતબિંદુ કહેવામાં આવે છે. દર વર્ષે ૨૧ માર્ચે વસંતસંપાત અને ૨૩ સપ્ટેમ્બરે શરદસંપાત થાય છે, જ્યારે દિવસ અને રાત્રીની લંબાઈ લગભગ સમાન હોય છે.સૂર્ય ઉત્તરાયણ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ ખસતો જાય છે અને ૨૧ જૂનના રોજ તે આશરે ૨૩.૫ અંશના મહત્તમ ઉત્તર બિંદુએ પહોંચે છે. આ સ્થિતિને કર્કારંભ અથવા ગ્રીષ્મ અયનાંત (Summer Solstice) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દિવસનો સમયગાળો સૌથી વધુ અને રાત્રીનો સમયગાળો સૌથી ઓછો હોય છે.૨૨ જૂનથી સૂર્યની દક્ષિણ તરફની ગતિ શરૂ થતાં ઉત્તર ગોળાર્ધમાં દિવસો ધીમે ધીમે ટૂંકા અને રાત્રી લાંબી થતી જશે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની વિપરીત અસર જોવા મળશે.૨૧ જૂનના રોજ ઉત્તર ધ્રુવ પર સતત છ મહિનાના દિવસ દરમિયાન સૂર્ય તેની મહત્તમ ઊંચાઈએ જોવા મળશે, જ્યારે દક્ષિણ ધ્રુવ પર છ મહિનાની રાત્રીના મધ્યકાળનો દિવસ ગણાશે.
આ માહિતી જામનગર ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહ દ્વારા આપવામાં આવી છે.

જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ-ખૂન કેસમાં ચુકાદો : આરોપીને આજીવન કેદ, દંડ

જામનગરનાં બ્રાસપાર્ટ ના ઉદ્યોગપતિ ના સગીર પુત્ર ના અપહરણ, ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડ

  • મૂળ ફરિયાદી દ્વારા સ્પે પી.પી સાથે રાખવામાં આવેલ સિનિયર એડવોકેટ કોમલ ભટ્ટ તથા એડવોકેટ અશોક જોષીના અર્થાંગ પ્રયત્નો અને નિષ્ઠાભર્યા કાર્યથી આ કાયદાની બાહોશ ત્રિપુટીએ આરોપીને સજા અપાવવામાં સફળતા મેળવી.

  • ચકચારી કેશમાં સરકાર તરફે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાસાસ્ત્રી અનીલ દેશાઇની નીમણુક કરવામાં આવેલ

  • આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતીને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વિપ્રીત અસર પડે તેવી પુરી સંભાવના રહેલ છે. : સેસન્સ કોર્ટનું અવલોકન

  • કોર્ટે કુલ ૧૧૩ પાના નો વિસ્તૃત ચુકાદો ફરમાવેલ ; સમગ્ર ઘટનાથી હાલારમાં હાહાકાર મચીજવા પમેલ

દેશ દેવી ન્યુઝ તા ૧૮ જૂન ૨૬ આ કેશની હકીકત એવી છે કે , જામનગર શહેરમાં તારીખ ૩૧/૦૮/૨૦૧૬ ના રોજ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી શોની કિશોરભાઈ વીઠ્ઠલભાઇ થડેષ્વર ના શગીર પુત્ર કરણ કે જે જેતે સમયે સત્યસાઇ સ્કુલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો તેનું અપહણ કરી રુપીયા બે કરોડ ની ખંડણી માંગી સગીર કરણ નું ખુન નિપજાવવાના તથા સગીર કરણ નો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ અને આરોપી મયંક સંધાણી ની આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪ (ક) તથા આઇ.પી.સી કલમ ૪૦૪ નો ગુનો નોંધી જામનગર કોર્ટમાં કેશ દાખલ કરેલ આ ઘટનાથી હાલારમાં હાહાકાર મચીગયેલ સદર કેશ જામનગરના બીજા એડી. શેન્સ જજ ની કોર્ટમાં ચાલીજતાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સખત કેદની સજા ફરમાવેલી છેઆ કેશ બીજા એડીશ્નલ સેસન્સ જજ  વી.પી.અગરવાલ ની કોર્ટમાં ચાલીજતા કોર્ટે વિસ્તૃત ૧૧૩ પાના નું જજમેન્ટ ફરમાવેલ છે અને આરોપી મયંકને ખૂન,ખંડણી આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી કલમ ૪૦૪ માં બે (૨) વર્ષ ની સખત કેદની સજા ફરમાવેલ છે. અને આરોપી ને રુપીયા ૧,૧૦,૦૦૦/- અંકે રુપીયા નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરેતો વધુ કેદની સજા ફરમાવેલ છે આરોપી દંડ ભર્યેથી તેમાથી રુપીયા એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેષ્વર ને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.આ ચકચારી કેશમાં ફરીયાદ પક્ષે કુલ ૩૦ સાહેદો તપાસાયેલ અને કુલ ૮૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નીશંક પણે પુરવાર કરેલ છે.આ કેશમાં સરકાર પક્ષે ખાસ નિયત સ્પશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલ દેશાઇ ફરીયાદ પક્ષના કેશના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા વિવીધ હાઇકોર્ટ નાં ચુકાદાઓ રજુ કરેલ કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે,આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતી ને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપ્રીત અસર પડે તેવી પુરતી સંભાવના રહેલ છે તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છેઆ કેશમાં ગુજરાત સરકારે નામાંકિત સીનીયર એડવોકેટ તથા સૈરાષ્ટ્ર કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે યસસ્વી ફરજ બજાવતા અને ચકરારી કેશો માં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ અનીલભાઇ આર.દેશાઇ ને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુક આપેલ મુળ ફરીયાદી કીશોરભાઇ થડેષ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ.જોશી તથા અડવોકેટ શ્રીમતી કોમલબેન.એચ.ભટ્ટ રોકાયેલા હતા.

જામનગર જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, ૩શ્રમિક કાટમાળ નીચે દબાયા

0

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક કસ્ટમ હાઉસ વાળા જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, ૩શ્રમિક કાટમાળ નીચે દબાયા

  • ફાયરની ટિમ તેમજ એસ્ટેટ શાખા ની ટીમે ત્રણેય ને રેસ્ક્યુ કરી સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા: સઘન સરવાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, જૂન ૨૬ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ડિમોલિશન કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની છતનો એક ભાગ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલો શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવી દબાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.ઇજાગ્રસ્ત શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે વધુ ગંભીર જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કસ્ટમ હાઉસ વાળું જૂનું બિલ્ડીંગ તોડવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક અપાયો છે, અને તેના ૧૦ માણસો દ્વારા પાડતોડ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ઉપરની છતનો હિસ્સા પૂરતા દુર્ઘટના સર્જાઇ હતી, અને સુનિલ દિનેશભાઇ પરમાર (ઉંમર વર્ષ ૨૬) પ્રકાશ જીવાભાઈ ડાભી (ઉ.વ.૩૬) અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી (ઉંમર વર્ષ ૩૮) નામના ત્રણ શ્રમિકો દબાયા હતા, અને ત્રણેયને રેસ્ક્યુ કરી લઈ સારવારમાં ખસેડ્યા છે.જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સિક્યુરિટી ઇન્ચાર્જ અધિકારી અનવર ગજજણ ઉપરાંત ધમભા જાડેજા સહિતની ટિમો બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરાવી છે. અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવવામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડિમોલેશન કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાયા બાદ એકાએક વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, જેના કારણે આગળની ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકા ની કચેરીમાં બોમ્બ મુકાયા નો ધમકીભર્યો ઈ-મેલ મળતાં તંત્ર દોડતું થયું

0

જામનગર મહાનગર પાલિકા ની કચેરીમાં બોમ્બ મુકાયા નો ધમકીભર્યો ઈ-મેલ મળતાં તંત્ર દોડતું થયું

  • બોમ્બ સ્ક્વોડ, એલસીબી, એસઓજી અને ફાયરનો કાફલો તાત્કાલિક પહોંચ્યો; બિલ્ડિંગ ખાલી કરાવી સઘન તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૭ જૂન ૨૬, જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં બુધવારે સવારે ૧૦ વાગ્યાથી તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી.મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવા અંગેનો ઈ-મેલ દસ વાગ્યા આસપાસ કમિશનર કાર્યાલય ને મળતાં જ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક ગુના શાખા (એલસીબી), વિશેષ કામગીરી જૂથ (એસઓજી), ડોગ સ્ક્વોડ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સહિત તમામ પ્રવેશ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા અને કર્મચારીઓ, અધિકારીઓ તેમજ મુલાકાતીઓને બિલ્ડિંગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર કોર્પોરેશન કચેરી અને આસપાસના વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા મહાનગરપાલિકાની બિલ્ડિંગના દરેક માળ, વિભાગ, કચેરી, પાર્કિંગ વિસ્તાર તથા આસપાસના સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવે નહીં તે માટે અત્યંત સાવચેતી સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરક્ષા કારણોસર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા.અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારનું ચેકિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે. હાલ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે અને ઈ-મેલની સત્યતા અંગે પણ તકેદારીપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક તબક્કે આ ધમકીભર્યા ઈ-મેલને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ તથા સંબંધિત એજન્સીઓ વધુ તપાસ ચલાવી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી શાસક જૂથના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા વગેરે પણ મહાનગરપાલિકાના પટાંગણમાં આવી ગયા હતા, અને સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખી હતી.

જામનગર : કાલાવાડના સતીયા ગામે પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ , ધાતક હથિયારો ખેંચાયા : આરોપીઓ જામીન મુક્ત કરવા આદેશ

0

જામનગર ..કાલાવડના સતીયા ગામે પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખી મધરાતે ધાતક હથીયારો સાથે ગામમાં ટોળું ત્રાટકયુ હતું અને સમગ્ર ગામમાં હુલ્લડ મચાવી અને હુમલો કરવાના કેશમાં આરોપીઓને જામીન મુકત કરતી નામદાર અદાલત

  • યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં ૭ જેટલી ગાડીઓમાં જીવલેણ હથીયારો સાથે અનેક શખ્સોએ આવી , ગામમાં આતંક ફેલાવી અને મારી નાખવાના ઈરાદે ધાતકી હથીયારો વડે હુમલો કરેલ

  • કાલાવડ તાલુકાના સતીયા ગામનો ચકચારી બનાવ ૨૨ આરોપીઓ સામે કાવતરૂ રચી હુમલો કરવાની ફરીયાદ નોંધાયેલ

  • કોર્ટમાં ચાલેલા લાંબા કાનૂની જંગમાં ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીનમુક્ત કરવા આદેશ કર્યો

દેશ દેવી ન્યુઝ તા. ૧૬ જૂન ૨૬ આ કેશની હકિકત એવી છે કે, સતીયા ગામે વસવાટ કરતા ફરીયાદી મયુરભાઈ માલાને કુંટુંબી ફઈ લાભુબેનની દીકરી સાથે પ્રેમસંબંધ હોય, અને બંન્ને એકબીજા સાથે ભાગી ગયેલ હોય, ત્યારબાદ ભરવાડ સમાજના બંન્ને પક્ષે સમાધાનની મીટીંગ કરવામાં આવેલ અને આ સમાધાનની મીટીંગમાં ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદીના કાકા લખમણભાઈ માલા સાથે બોલાચાલી કરી અને તેમને ઝાપટ મારી દઈ અને આ સમાધાનની મીટીંગમાંથી જતાં રહેલ ત્યારબાદ રાત્રીના સમયે આ ભરતભાઈનો ફોન આવેલ અને ધમકી આપેલ કે, અમારી દીકરીને લઈ અને જતાં રહેલ છો તમે તૈયાર રહેજો તેવી ધમકીઓ આપી અને ફીલ્મીઢબે મોટરકારમાં આવી અને ૨૨ જેટલા આરોપીઓ મોટરકારમાં લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા લઈ અને આવેલ અને સમગ્ર ગામમાં આતંક ફેલાવેલ અને હથીયારો સાથે સતીયા ગામમાં હુલ્લડ મચાવેલઅને ફરીયાદીના કુંટુંબી બહેનના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદાથી પાઈપ મારેલ જેથી તેઓને ગંભીર ઈજાઓ થતાં તેઓ બેશુદ થઈ ગયેલ અને આ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલ અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ, જે બાબતનો ગુનો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ નોંધાવેલ, જેમાં આરોપી ચકુભાઈ ગોલતર તથા ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂએ જામીન મુક્ત થવાની અરજી દાખલ કરતા, તપાસ કરનાર પોલીસે નામ અદાલતમાં સોગંદનામું રજુ કરી અને વાંધા લીધેલ અને સરકાર પહે વાંધાઓ લેવામાં આવેલ કે, આરોપીઓએ નજીવી બાબતે ફરીયાદીના પરીવાર ઉપર હુમલો કરેલ છેઅને સમગ્ર પરીવાર સહિત આખા ગામને બાનમાં લીધેલ અને ગામમાં હુલ્લડ જેવી સ્થિતી પોતાનો ખોફ બતાવવા ઉભી કરી દીધેલ હતી અને આરોપીઓ ખુબજ જનુની હોય અને ફીલ્મી ઢબે ગામમાં ૭ જેટલી અલગ અલગ ગાડીમાં ટોળાને ટોળા આવેલ અને તમામ આરોપીઓ હથીયાર ધારણ કરી અને આવેલ હતા, તેમના બહેનને માથાના ભાગે ઈજાઓ કરી અને હત્યા કરવાની કોશીશ કરેલ છે, તો આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, અને આ બનાવનો વીડીયો પણ શોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર ગુનો ભારે હોય અને તપાસ બાકી છે અને હજુ આરોપીઓ પકડવાના બાકી છે, તેવા કારણોથી આરોપીના જામીન મુક્ત થવાના હકકો ઉપર તરાપ ન મારી શકાય, આમ તમામ દલીલો બાદ નામ.અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ચકુભાઈ ગોલતર, ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર, ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

0

જામનગર થી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જૂન ૨૬, જામનગર નજીક બાલાચડી બીચ વિસ્તારમાં દરિયામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના મચ્છીપીઠ વિસ્તારના રહેવાસી સલીમ અબાસભાઈ જખરા (ઉ.વ. ૪૦) પોતાના ઘરેથી ફરવા જવાનું કહી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ બાલાચડી બીચ પાસે આવેલા દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે ગારા-કીચડમાં ફસાઈ જતાં અને દરિયાના પાણીમાં ડૂબી જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તપાસ કરતાં સલીમ જખરાનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો દાખલો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં લગ્નના નામે દુષ્કર્મ : ફેરા નહીં ફરિયાદ

0

જામનગરમાં એક યુવતિ ને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • સતત એક વર્ષ સુધી યુવતીનું શોષણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો : જેલ હવાલે કરી દેવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જૂન્, ૨૬  જામનગર શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે.જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજવીરભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષીય શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપીનો જામનગરમાં જ રહેતી ૨૨ વર્ષીય યુવતી સાથે વર્ષ ૨૦૨૫ દરમિયાન પરિચય થયો હતો.પરિચય બાદ બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ વિકસ્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. લગ્નની લાલચ અને વચનો આપીને તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.લગભગ એક વર્ષથી વધુ સમય સુધી બંને સંપર્કમાં રહ્યા બાદ આરોપીએ એકાએક લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ યુવતીને પોતે ઠગાઈનો ભોગ બની હોવાની જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.યુવતીની ફરિયાદના આધારે સિટી બી. ડિવિઝન પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી દીધી હતી અને તેને અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ જેલ હવાલે કરી દેવાયો છે. પોલીસે ભોગ બનનાર ની તબીબી ચકાસણી કરી લીધા બાદ તેણીના પરિવાર સાથે મોકલી દેવાઇ છે.

જામનગર કાલાવડમાં એક લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ

0

કાલાવડમાં એક લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ ફાયરે બે ટેન્કર ની મદદથી આગ બુજાવી

  • ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અંદર રહેલું ટુ-વ્હીલર કે જેની પેટ્રોલની ટાંકી ફાટતાં આગ વધુ પ્રસરી: લાકડું-બાઈક ખાખ થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ જૂન ૨૬, જામનગર જિલ્લાના કાલાવડમાં સિનેમા રોડ પર આવેલા ગિરધરભાઈ વડગામાના લાકડાના ગોડાઉનમાં ગઈકાલે રાત્રિના બે વાગ્યાને ૨૦ મિનિટે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી તે બનાવ અંગે ગિરધરભાઈ દ્વારા કાલાવડ ની ફાયર શાખાને જાણ કરાતાં કાલાવડ ફાયર શાખાના ૯ જેટલાં જવાનો બે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત ત્રણ કલાકની જહેમત લઈને આગને સમયસર કાબુ લઈ લીધી હતી જેથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકી હતી.લાકડાના ગોડાઉનમાં એક બાઈક રાખેલું હતું સૌપ્રથમ નાની આગ લાગ્યા બાદ અચાનક બાઈકમાં રહેલી પેટ્રોલની ટાંકી ફાટી હતી, અને તેના કારણે ઝડપભેર આખા ગોદામમાં આ ફેલાઈ હતી, અને લાકડાના બેંચ તથા અન્ય જથ્થો વગેરે સળગી ઊઠ્યો હતો, અને મોટું સ્વરૂપ લઈ લીધું હતું. પરંતુ ફાયરે આગ સમયસર કાબુમાં લઈ લીધી હતી. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગર ખોડીયાર કોલોની પાસે વિદ્યાર્થીની અને તેણીની માતાને ઠોકરે લેનાર ટ્રક ચાલક સામે ફોજદારી

0

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર એક વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૦ જૂન ૨૬: જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે તેમની પુત્રીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયાર કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જીલુભા જાડેજાની પત્ની રોહિણીબા જાડેજા પોતાની પુત્રી કાવ્યાનીબાને સાથે લઈ એક્ટિવા નં. જી.જે.૧૦ડી.જી.૮૭૦૩ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ખોડીયાર કોલોની સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ સામે તથા અવધ હોન્ડા શોરૂમ નજીક પહોંચતા પાછળથી આવી રહેલા ડમ્પર (નં. જી.જે.૧૦ ટી.વાય.-૮૬૮૦ ના ચાલકે બેદરકારીપૂર્વક અને વધુ ઝડપે વાહન ચલાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતના કારણે રોહિણીબા અને તેમની પુત્રી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં રોહિણીબાને નાક અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત માથાના ભાગે સામાન્ય હેમરેજ તેમજ શરીરે અન્ય ઇજાઓ પણ થઈ હતી. પુત્રી કાવ્યાનીબાને પણ શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.બનાવ બાદ સ્થાનિક લોકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : ધ્રોલના પેટ્રોલ પંપ પર 14 .06 લાખની ઉચાપત : મેનેજર સામે ફોજદારી

0

જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા ૧૪.૦૬ લાખની ઉચાપતનો આક્ષેપ: મેનેજર સામે વિશ્વાસઘાત અને ધમકીની ફરિયાદ

  • રજા દરમિયાન સોંપાયેલા વહીવટમાં ગેરરીતિનો આરોપ; નોટરી લખાણ આપ્યા છતાં રકમ પરત નહી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯, જન ૨૬ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા ‘જય દ્વારકાધીશ પેટ્રોલિયમ’ પેટ્રોલ પંપમાં રૂપિયા ૧૪,૦૬,૮૫૭ની ઉચાપત થયાનો આક્ષેપ સામે આવ્યો છે. પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ લાલજીભાઈ પરમારે ધ્રોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પંપના કર્મચારી દાઉદશા અનવરશા શાહમદાર સામે વિશ્વાસઘાત અને ધમકી આપ્યાનો ગુનો નોંધાવાયો છે.ફરિયાદ મુજબ ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપનું સંચાલન ચાર ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ પેટ્રોલ પંપમાં મેનેજર નિશાંતભાઈ રજાએ જતા તા. ૦૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સમગ્ર વહીવટ દાઉદશા અનવરશા શાહમદારને સોંપવામાં આવ્યો હતો.આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલનું કુલ રૂપિયા ૪૪,૯૫,૩૬૮નું વેચાણ થયું હોવાનું હિસાબમાં સામે આવ્યું હતું, જ્યારે બેંક અને હિસાબમાં માત્ર ૩૦,૮૮,૫૧૧ જમા કરાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું. તપાસ કરતાં ૧૪,૦૬,૮૫૭ની રકમનો તફાવત સામે આવ્યો હતો.ભાગીદારોએ હિસાબ અંગે પૂછપરછ કરતાં દાઉદશાએ પોતાના ઉપયોગ માટે રકમ ખર્ચી નાખ્યાનું સ્વીકાર્યું હોવાનું *ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ દાઉદશા અને તેના ભાઈ રફીકશા અનવરશા શાહમદારે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નોટરી લખાણ કરી રકમ પરત આપવાની ખાતરી આપી હતી.જોકે નોટરીમાં દર્શાવેલ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રકમ પરત આપવામાં આવી નહોતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ રકમની ઉઘરાણી માટે સંપર્ક કરતાં આરોપી ગોળમટોળ જવાબ આપતો હતો અને બાદમાં “તમારાથી જે થાય તે કરી લેજો, રૂપિયા આપવાના નથી” કહી હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે આરોપી દાઉદશા અનવરશા શાહમદાર વિરુદ્ધ વિશ્વાસઘાત, ઉચાપત અને ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.