જામનગર નજીક ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં શ્રમિક પરિવારની ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મના બનાવથી ભારે ચકચાર
-
પોલીસે સીસીટીવી કેમેરા અને નંબર ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપી લીધો: વધુ પૂછપરછ બાદ જેલહવાલે કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, જૂન ૨૬ જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે તુરંત હરકતમાં આવી જઇ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરી દીધો છે.
પ્રાથમિક વિગતો મુજબ, પરપ્રાંતીય શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી ગામ વિસ્તારમાં હતી ત્યારે ગામના જ એક ૩૫ વર્ષીય શખ્સે તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે તુંરત એક્શન મોડમાં આવી જઈ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, તેમજ મોબાઇલ ઇન્ટેલિજન્સ ની મદદ લઈને આરોપીને શોધી કાઢ્યો હતો. પીડિત બાળકીની તબીબી તપાસ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ તેણીને રજા આપી દેવાતાં માતા સાથે મોકલી દેવામાં આવી હતી.
આ અંગે પીડિતાની માતાની ફરિયાદના આધારે પંચકોશી ‘બી’ ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની સમગ્ર પોલીસ ટીમે આરોપી સામે બળાત્કાર તેમજ પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલહવાલે કર્યો છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

બનાવની જાણ થતા ૧૧૨ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસશ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ જૂન ૨૬, જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ પર ઝૂપડાવાસીઓ ના કેટલાક તત્વોએ હુમલો કરતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા જગ્યા સુરક્ષિત કરવા માટે દિવાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અગાઉ ત્યાં વસવાટ કરતા કેટલાક ઝૂપડાવાસીઓએ નવા ફ્લાયઓવર નીચે આશ્રય લીધો હતો અને ત્યાં માલસામાન એકત્ર કરી ફરીથી વસવાટની વ્યવસ્થા શરૂ કરી હતી.
આ દબાણો દૂર કરવા માટે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી. દરમિયાન કેટલાક શખ્સો ઉશ્કેરાઈ જતા મનપાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ હુમલાખોરોએ કર્મચારીઓ પર મરચાં પાવડરનો સ્પ્રે છાંટ્યો હતો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ચેતનસિંહ જાડેજા, વિજય ઝાલા, વિજય ખરાડી અને મહિપત દાઉદીયા ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના ઇન્ચાર્જ અધિકારી અનવર ગજ્જણ સહિત અન્ય અધિકારીઓ તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર અંગે જરૂરી વ્યવસ્થા કરી હતી.
બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર બનાવ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
બનાવને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસ અને મનપાના અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળે છે. સીટીબી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે, અને હુમલાખોરોને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
