Friday, October 9, 2026
Home Blog Page 14

જામનગરના ગોકુલનગર ‘બી’ ઝોન માં શનીવારે પાણી વિતરણ બંધ રખાશે

0

જામનગર ના ગોકુલ નગર બી ઝોન માં શનીવારે પાણી વિતરણ બંધ રખાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯જુલાઈ ૨૬, જામનગર ના ગોકુલ નગર ઇએસઆરમાં ફ્લોમિટર અને વાલ્વ ની કામગીરી કરવામાં આવનાર હોવાથી બી ઝોન હેઠળ ના વિસ્તાર માં તા..૧૦ ના પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.૧૦/૦૭/૨૦૨૬ અને શુક્રવારે શહેર ના ગોકુલનગર ઈ.એસ.આર/ઝોન ની પ્રિમાઈસીસ માં મુખ્ય પાણી ની પાઈપ લાઈન ઉપર સ્કાડા ના ફલોમીટર, વાલ્વ બેસાડવા ની કામગીરી કરવાની છે.આથી, ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર ૧ થી ૩, શીવનગર-૨, શ્યામનગ૨, ખાખીનગર, રામનગર, શાયોના ગલી ડાબી બાજુ, નારાયણનગર, શ્રૃતિ પાર્ક સોસાયટી, કૈલાશનગર, મોહનનગર, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિધ્ધાર્થ નગર, પ્રમુખ પાર્ક, મયુર એવન્યુ, સ્વામીનારાયણ ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછી ના દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે.

જામનગરના યોગેશ્વરનગરમાં પાણીની પાઇપ લાઇનના વિવાદમાં પડોશીઓ વચ્ચે મારામારી

0

જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં પાણી ની પાઇપ લાઇનના વિવાદમાં પડોશીઓ વચ્ચે મારામારી, ત્રણ સામે ગુનો નોંધાયો

  • યોગેશ્વરનગર-૨માં પાણીની લાઇન માટે ખાડો ખોદવાની બાબતે તકરાર ઉગ્ર બની; લોખંડની સળીયા અને લાકડીથી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯, જુલાઈ ૨૬ જામનગરના યોગેશ્વરનગર-૨, શેરી નં. ૪ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે ખાડો ખોદવાની બાબતે થયેલી તકરાર મારામારીમાં પરિણમી હતી. આ અંગે *કિશોરસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ. ૨૯)એ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પાણીની લાઇન માટે ખાડો ખોદવામાં આવતા તેનો ખાર રાખીને પડોશમાં રહેતા અજયભાઈ ઉર્ફે અજલો બાવો, હિતેશ અજયભાઈ તથા અજયભાઈના ભાભીએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો.આરોપ છે કે હિતેશ અજયભાઈએ લોખંડની સળીયા વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી, જ્યારે અજયભાઈ ઉર્ફે અજલો બાવોએ ઢીકાપાટુનો માર માર્યો અને અજયભાઈના ભાભીએ લાકડી વડે શરીરે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ફરિયાદી કિશોરસિંહ જાડેજા ની ફરિયાદ ના આધારે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ રેકેટ : જામનગરના વધુ એક આરોપીનો રાજકોટની જેલમાંથી કબ્જે લેવાયો

0

જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનના રેકેટનો સાયબર ક્રાઈમ ની તપાસમાં વધુ એક પર્દાફાશ

  • મૂળ જામનગરના વધુ એક આરોપીનો રાજકોટની જેલમાંથી કબ્જે લેવાયો: તપાસનો વ્યાપ વધ્યો: અન્ય ની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૮ જુલાઈ ૨૬, જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી બહારના લોકો સાથે સંપર્કમાં રહેવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગરે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા તેને રાજકોટ જિલ્લા જેલમાંથી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી કબ્જે લેવામાં આવ્યો છે.જામનગર જિલ્લા જેલમાં બિનવારસી મોબાઇલ ફોન મળી આવતા આ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩, ૩૧૬(૨), ૬૧(૨) તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫(૧૨) મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ગુનાની આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા તથા તેમની ટીમે તા. ૧૨ માર્ચ, ૨૦૨૬થી તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાનના મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ રેકોર્ડ (સી.ડી.આર.) અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા બે આરોપીઓ, તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા એક આરોપી તેમજ જેલમાં ગેરકાયદેસર સિમકાર્ડ પહોંચાડનાર એક આરોપી જાફરઅલી ઉમરભાઈ સફિયા, મોઇન ઉમરભાઈ સફિયા, દિલીપ દિનેશભાઈ પરમાર અને ઇમ્તિયાઝ રહેમતુલ્લા મુદ્રાક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.પોલીસ રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં વધુ એક આરોપી સુરેશ મંગળભાઈ વાઘેલા, રહે. મુંબઈ દવા બજાર કોલોની વિસ્તાર), જામનગરનું નામ સામે આવ્યું હતું. પોક્સો કેસમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા આ આરોપીને હાલમાં રાજકોટ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની ટીમે કોર્ટની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજકોટ જિલ્લા જેલમાંથી તેનો કાયદેસર કબ્જો મેળવી જામનગર લાવવામાં આવ્યો છે, અને તેને પોલીસ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મોડી રાત્રિના સમયે પોતાના પરિવારજનો તથા અન્ય વ્યક્તિઓ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હતા. સમગ્ર કાવતરામાં અન્ય કેટલા કેદીઓ અને બહારના લોકો સંડોવાયેલા છે તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હજુ પણ ટેક્નિકલ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગેરકાયદેસર મોબાઇલ ફોન અને સિમકાર્ડ જેલ સુધી પહોંચાડનાર અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં એક યુવાન પર ચાર શખ્સો તુટી પડયા

0

જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ચાર સામે ગુનો નોંધાયો

  • બાઇક ચલાવવા મુદ્દે થયેલી જૂની બોલાચાલીનો ખાર રાખી લાકડાના ધોકા, સળીયા અને છરીથી હુમલો, મોબાઇલ તોડી જાનથી મારી નાખવાની ધમકી

  • આરોપી : – (૧) અશરફ સુમરા (૨) આફતાબ સુમરા  (૩) યુવી નામ થી ઓળખાતો ઇસમ (૪) અનીશ સુમરા રહે, ગુલાબનગર જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, જુલાઈ ૨૬ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ ગુલાબનગર આદિત્યપાર્ક શેરી નંબર–૨માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મોઈન હનીફભાઈ જીવરાણી (ઉંમર ૨૨) તા. ૬ જુલાઈની મધરાતે પોતાના મિત્ર સમીર સુમરા સાથે ગુલાબનગર સ્થિત તાજ હોટલ પાસે ચા પીવા ઊભા હતા. તે દરમિયાન અશરફ સુમરા લાકડાનો ધોકો, આફતાબ સુમરા લોખંડનો સળીયો તથા તેમની સાથે યુવી તરીકે ઓળખાતો શખ્સ અને અનીશ સુમરા ત્યાં આવી પહોંચ્યા હતા.આરોપીઓએ ફરિયાદીને મોટરસાયકલ ઝડપથી ચલાવવા મુદ્દે બોલાચાલી કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ વિરોધ કરતાં અશરફ સુમરાએ લાકડાના ધોકાથી માથાના ડાબા ભાગે કાન ઉપર ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ફરિયાદી પોતાના પિતાને ફોન કરવા જતા તેના હાથમાં રહેલા મોબાઇલ પર પણ ધોકાનો ઘા મારતા આશરે રૂ. ૧,૫૦૦ની કિંમતનો મોબાઇલ તૂટી ગયો હતો.
ફરિયાદી ત્યાંથી બચવા ભાગતા આફતાબ સુમરાએ લોખંડના સળીયાથી ડાબા પગના ગોઠણ નીચેના ભાગે ઘા માર્યો હતો. દરમિયાન યુવી તરીકે ઓળખાતા શખ્સે છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કરતાં ફરિયાદીએ છરી પકડી લેતા તેના જમણા હાથની આંગળીઓ અને અંગૂઠા નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન આશરે અગિયાર ટાંકા લેવા પડ્યા હતા. ડાબા પગમાં પણ ચાર જેટલા ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અનીશ સુમરાએ પણ ઢીંકા-પાટુનો માર માર્યો હતો.ફરિયાદીની બૂમાબૂમ સાંભળી લોકો ભેગા થતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જતાં જતાં અશરફ સુમરાએ ફરીથી વિસ્તારમાં મોટરસાયકલ ઝડપથી ચલાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીને મિત્ર સમીર સુમરા અને જુનેદ વાઘેરે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે લગભગ બે મહિના અગાઉ મોટરસાયકલ ચલાવવા મુદ્દે અશરફ સુમરા અને યુવી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૧), ૫૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જોડિયામાં ખાણ અધિકારી સાથે બબાલ પ્રકરણ : આરોપીના મકાનેથી રૂ. ૩.૮૦ લાખની વીજચોરી ઝડપાઈ

0

જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી રૂ. ૩.૮૦ લાખની વીજચોરી ઝડપાઈ

  • ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમ અને જોડિયા પોલીસની સંયુક્ત કાર્યવાહી

  • આરોપીનો ગુનાહિત ઇતિહાસ

  1. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગુનાહિત ષડયંત્ર સંબંધિત ગુનો નોંધાયેલ.
  2. પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને વીજચોરીનો ગુનો નોંધાયેલ. 
  3. પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ.
  4.  જોડિયા પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ તથા વીજચોરી સંબંધિત ગુનો નોંધાયેલ.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬, જુલાઈ ૨૬ જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. ૩.૮૦ લાખની વીજચોરી ઝડપાઈ છે.જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમે સંયુક્ત ચકાસણી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટના ગુનાના આરોપી રઝાકભાઈ ઉર્ફે એઝાઝ સુમારભાઈ ઝખરા, રહે. ધ્રાંગડા ગામ, તા. જી. જામનગરના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી.ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમે તપાસ દરમિયાન આરોપીના મકાનમાં ગેરકાયદેસર રીતે વીજચોરી થતી હોવાનું શોધી કાઢ્યું હતું. જેના આધારે પીજીવીસીએલ દ્વારા આશરે રૂ. ૩.૮૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરીને વીજ મીટર ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  પી. એન. ખાચર ના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ સ્ટાફ તથા ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટનામાં એક બસની હડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

0

જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટનામાં એક બસની હડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ જુલાઈ ૨૬, જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની દુઃખદ ઘટનામાં એક સગીરનું વિદ્યાર્થીનું કરુણ નીપજ્યું છે.મળતી માહિતી મુજબ મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂનભાઈ ઓડિયા (ઉંમર ૧૭ વર્ષ) છે. તે નાનકપુરી, પવન ચક્કી રોડ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ સરનામું ખોજા ચકલો, વરિયા મસ્જિદ પાસે, જામનગર હોવાનું અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા બસ ચાલકે અડફેટમાં લેતાં સગીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.અ બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને અકસ્માત સર્જી ફરાર થયેલી બસ તથા તેના ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે.આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

જામનગરમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ :જામજોધપુર નો શખ્સ ઉઠાવી ગયો

0

જામનગરમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ ; જામજોધપુર નો એક શખ્સ ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૪, જુલાઈ ૨૬  જામનગર શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીર તરુણીનું અપહરણ થયાની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જામજોધપુરમાં રહેતો એક શખ્સ સગીરાને ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે

જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતી અને બારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક તરુણી ગત ૧ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. ત્યારબાદ તરુણીની માતાની ફરિયાદના આધારે પોલીસે જામજોધપુર ના રહેવાસી હાર્દિક પાથર નામના આરોપી સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. ૧ જુલાઈના રોજ હાર્દિક નામનો શખ્સ ફરિયાદીની સગીરવયની દીકરીને ફોસલાવી વાલીપણામાંથી લઈ ગયો હતો. પરિવારજનોએ પોતાની રીતે સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સગીરાને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે સગીરાના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત આરોપીના સંભવિત ઠેકાણાઓ, તેના ઓળખીતાઓ અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સગીરાને સુરક્ષિત શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કામે લગાડી વધુ તપાસ શરૂ કરી છે.

જામનગરમાં બોગસ ચુંટણીકાર્ડ-દસ્તાવેજ કેસ: ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સેનેટ ચૂંટણીના 3 ડોકટર નિર્દોષ, અદાલતે છોડી મૂક્યા

0

“વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આર્યુવૈદીક યુનિવર્સીટી ની સેનેટની ચૂંટણીમાં બોગસ ચુંણીકાર્ડ બનાવી ખોટા દસ્તાવેજો બનાવી અને બોગસ વોટીંગ કરવાના કેશમાં ત્રણ ડોકટરને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામ.અદાલત“

  • ૨૪ વર્ષની કાનુની લડત બાદ ડોકટર્સને ન્યાય આપતી જામનગરની અદાલત

  • રાજકીય કીન્નાખોરીથી સેનેટની ચૂંણી જીતવા માટે ડોકટર્સને ખોટી રીતે ગુનામાં સંડોવી દીધેલ : ધારાશાસ્ત્રી :-રાજેશ ગોસાઈ  

દેશ દેવી ન્યુઝ તા. ૨ જુલાઈ ૨૬  આ કેશની હકિકત એવી છે કે, ગુજરાત આર્યુવૈદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદભાઈ બારાઈ  દ્વારા જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ નોંધાવેલ કે, સને ૨૦૦૨ ના રોજ ગુજરાત આર્યુવૈદીક યુની.માં સેનેટની ચુંટણી કે, જે અલગ અલગ જીલ્લામાં યોજાયેલ અને તેમાં મતદાન કરવામાં આવેલ તેમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્રો છપાવી અને અન્યના નામે ખોટું મતદાન કરી અને ચુંટણી જીતવાની કોશીશ કરેલ છે અને આ તમામ ખોટા ઓળખપત્રોના આધારે મતદાન કરેલ, જે મતદાન કાર્ડ મતગણતરી દરમ્યાન મતપેટીમાંથી નીકળતા જે તે વખતે મતદાન કમીટી દ્વારા તેવા ઓળખપત્રો કબજે કરી શીલ કરેલ અને ગુજરાતના ૨૩ સેન્ટર પર આ મતદાન કેન્દ્ર ખોલવામાં આવેલ જે પૈકી કુલ ૧૭૧ બોગસ ઓળખપત્રો મળેલ, અને તેથી ગુજરાત આર્યુવૈદીક યુની.એ વીજીલીયન્સ ઓફીસરોને તપાસ સોંપેલ અને તપાસના અંતે સેનેટની ચુંટણીના ઉમેદવારી નોંધાવનાર ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ વિગેરે સામે જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવી અને ચુંટણીમાં ગેરરીતી કરી અને ગુનાહિત કાવતરૂ રચવાનો ગુને નોંધાયેલ અને તેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ હતી,આ કેશ જામનગરમાં ખુબજ ચર્ચાસ્પદ થયેલ અને આ કેશ જામનગરની અદાલતમાં ચાલેલ અને તેમાં આર્યુવૈદીક યુર્નીવસીટીના રજીસ્ટ્રાર તેમજ મદદનીશ કુલસચીવની જુબાની લેવાયેલ, તેમજ તપાસમાં કુલ ૬૩ જેટલા સાક્ષી સાહેદોની જુબાની લેવામાં આવેલ, તેમાં અલગ અલગ જીલ્લાના ડોકટર્સ તથા તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવામાં આવેલ અને ૨૪ વર્ષના લાંબા સમય સુધી આ કાનુની ન્યાની લડત ચાલેલ અને તમામ પુરાવા બાદ આરોપી ડોકટર્સ તરફે દલીલો કરવામાં આવેલ કે, રાજકીય કન્નાખોરીથી ચુંટણીમાં જીતવા માટે આરોપીઓ ખોટી રીતે સંડોવી દીધેલ છે, અને આ ડોકટર્સ ભવિષ્યમાં પણ ચુંટણીમાં ઉભા ન રહે અને આ આર્યુવૈદીક યુનીર્વસીટીના કૌભાંડો અને ગેરરીતઓ બાબતે કોઈ રજુઆતો ન કરે તેટલા માત્ર આશયથી સંડોવી દીધેલ છે, આ તમામ રજુઆતો બાદ જામનગરની અદાલત દ્વારા આરોપીઓને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આરોપીઓની ૨૪ વર્ષની લડાઈના અંતે ન્યાય મળતા આરોપીઓના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે,

આ કેશમાં આરોપીઓ ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ તરફે વિદ્વાન વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

‘જામીન એ નિયમ’ સિદ્ધાંત : મોરબીના ચકચારી છેતરપિંડી કેસમાં પાર્થ મહેતાને હાઈકોર્ટની રાહત

બેંકમાં ગીરો મિલકત બારોબાર વેચી દેવાના કેસમાં ‘જામીન એ નિયમ’ ના સિદ્ધાંતને ધ્યાને રાખી હાઈકોર્ટનો ચુકાદો : એડવોકેટ રુદ્ર મહેતાની ધારદાર દલીલો કામે લાગી

  • મોરબીના ચકચારી છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને નામદાર ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે.

દેશ દેવી ન્યુઝ તા ૧ જુલાઈ ૨૬ આ કેસની હકીકત એવી છે કે મોરબી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં C.R. નં. 11189003260103/2026 થી નોંધાયેલા ગુનામાં આરોપી સહિત માતા-પિતા અને પુત્રએ મળીને કાવતરું રચ્યાનો આક્ષેપ છે. આરોપી ઓએ બેંકમાં ગીરો મુકેલી મિલકત બારોબાર અન્ય બે આસામી ઓને વેચાણ કરારથી પધરાવી દઈ રકમ મેળવી છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.હાઈકોર્ટમાં આરોપી પાર્થ મહેતા વતી એડવોકેટ રુદ્ર મનીષભાઈ મહેતા હાજર રહ્યા હતા. બચાવ પક્ષે ધારદાર દલીલો કરતા જણાવ્યું કે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો છે અને જામીનનો હક્કદાર છે.નામદાર હાઈકોર્ટે “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે” ના સુપ્રીમ કોર્ટના સુસ્થાપિત કાનૂની સિદ્ધાંતને ધ્યાને લીધો હતો. બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને રૂ. 25,000 ના વ્યક્તિગત બોન્ડ અને અન્ય યોગ્ય શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં જામનગરના જાણીતા એડવોકેટ મનીષ મહેતાના પુત્ર હાઇકોર્ટ પ્રેક્ટિસ કરતા રુદ્ર મનીષભાઈ મહેતા રોકાયેલા હતા

જામનગર જિલ્લાની તમામ શાળાઓમાં ૩૨ મુદ્દાની માર્ગદર્શિકા ફરજિયાત : DEO ની કડક તાકીદ

0

જામનગર જિલ્લાની તમામ શાળાઓમાં રાજ્ય સરકારની ૩૨ મુદ્દાની માર્ગદર્શિકાનો અમલ ફરજિયાત પણે કરાવવાનો જિલ્લા શિક્ષણાધિકારી નો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, જૂન ૨૬ જામનગર જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ૩૨ મુદ્દાની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા, શૈક્ષણિક વાતાવરણ, શાળાકીય શિસ્ત, સ્વચ્છતા, માનસિક આરોગ્ય અને બાળ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ૩૨ મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું પાલન દરેક શાળા માટે ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઇ.ઓ.) દ્વારા જામનગર જિલ્લાની તમામ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષણ સંસ્થાઓને આ માર્ગદર્શિકાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત, સ્વચ્છતા, શિક્ષકોની જવાબદારી, વાલીઓ સાથેનો સંકલન અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે નિયમિત દેખરેખ રાખવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપતા સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક માહોલ ઉભો કરવા, શાળા પરિસરમાં જરૂરી સુવિધાઓ જાળવવા, વિદ્યાર્થીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવા તેમજ વિવિધ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વ્યવહારમાં પણ દેખાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. આગામી સમયમાં આ અંગે મોનિટરિંગ અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી શકે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.