જામનગર ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

0
36934

જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

  • નાળિયેરની રેકડીમાં ડ્રિલ મશીનથી હોલ પાડતી વેળાએ વીજ કરંટ લાગ્યો, સારવાર મળે તે પહેલાં જ યુવાને દમ તોડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦, ઓગસ્ટ ૨૬ જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી નાળિયેરની રેકડીમાં હોલ પાડતી વેળાએ વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું.
પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ચુનાના ભઠ્ઠા, ઢોલીયાપીરની દરગાહ સામે રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા કૌશલ રવજીભાઈ ઢાપા (ઉ.વ.૨૨) મજૂરી કામ કરતા હતા. ગત તા.૮ ઓગસ્ટના સાંજના સમયે તેઓ પોતાના ઘરે નાળિયેરની રેકડીમાં હોલ પાડવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા.દરમિયાન ડ્રિલ મશીનની સ્વીચ ચાલુ કરતાં અચાનક વીજ શોક લાગતાં કૌશલભાઈ નીચે પડી ગયા હતા અને કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા રવજીભાઈ મગનભાઈ ઢાપાએ પોલીસમાં જાણ કરી હતી. સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.