Friday, October 9, 2026
Home Blog Page 9

જામનગર પોલીસના જાપ્તામાંથી બે દિવસ અગાઉ ફરાર “મિતલા” ને LCB એ દબોચ્યો

0

જામનગર પોલીસના જાપ્તામાંથી બે દિવસ પહેલાં નાસી ગયેલો આરોપી એલ.સી.બી. ના હાથે ઝડપાયો

  • જામનગર એલ.સી.બી.એ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૬, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને એલ.સી.બી. પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ જામનગર શહેર અને તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમિયાન એલ.સી.બી.ના સ્ટાફના સુમીતભાઈ શીયાર, ભયપલસિંહ જાડેજા તેમજ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના યશપાલસિંહ જાડેજા અને હર્ષદભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.મળેલી હકીકત મુજબ, જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫) મુજબના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ, ઉંમર ૧૯ વર્ષ, રહે. વુલનમિલ ખેતીવાડી, જામનગરને હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદી ફોટો તથા ફિંગરપ્રિન્ટ લેવડાવી પરત પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી મોટરસાયકલ પરથી નીચે ઉતરી નાસી ગયો હતો. આ બનાવ અંગે તા. ૧૭/૦૮/૨૦૨૬ના રોજ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આરોપીની સતત શોધખોળ દરમિયાન એલ.સી.બી.ની ટીમને આરોપી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ, ઉંમર ૧૯ વર્ષ, રહે. વુલનમિલ ખેતીવાડી, જામનગર સામે જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫) મુજબ, જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૬૨, ૬૧(૨) મુજબ તથા જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯, ૩૦૯(૬) વિગેરે મુજબના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આમ, પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

રામેશ્વર નગર : ‘બંને પગ ભાંગી નાખો’ કહી 4 શખ્સોએ પાઇપ-ધોકા અને છરીથી હુમલો કર્યો

0

જામનગર રામેશ્વર નગરમાં રૂ.૫ લાખની ઉઘરાણીના મામલે ડ્રાઇવર પર જીવલેણ હુમલો : પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • ‘બંને પગ ભાંગી નાખો, આખી જિંદગી ચાલવો ન જોઈએ’ કહી ચાર શખ્સોએ પાઇપ-ધોકા અને છરીથી માર માર્યો; હાથ- પગ માં ફ્રેક્ચર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૬, જામનગરમાં રૂ.૫ લાખની ઉઘરાણીના મામલે એક ડ્રાઇવર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી બંને પગ તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. હુમલામાં ઘવાયેલા જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (ઉ.વ.૪૨, રહે. ગાયત્રીનગર, શેરી નં.૩, સમેશ્વરનગર, જામનગર) હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફરિયાદ મુજબ, જયપાલસિંહે આશરે એક વર્ષ પહેલાં પોતાના મિત્ર મહીપાલસિંહ એ. રાણાને રૂ.૫ લાખ આપ્યા હતા. આ રકમ પરત મેળવવા માટે તેઓ અવારનવાર ફોન તથા રૂબરૂ ઉઘરાણી કરતા હતા. તા.૧૩ ઓગસ્ટના રોજ બપોરે મહીપાલસિંહે ફોન કરી પોતાની રાણા એન્ટરપ્રાઇઝની ઓફિસે બોલાવતાં જયપાલસિંહ એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યા હતા. જોકે, ઓફિસ બંધ હોવાથી તેઓ બહાર ઊભા હતા.તે દરમિયાન મહીપાલસિંહ રાણા સફેદ રંગની હાઇરાઇડર કાર તથા તેનો ભાઈ વિક્રમસિંહ રાણા અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે ત્યાં આવ્યા હતા. આરોપીઓના હાથમાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા હતા. ફરિયાદ મુજબ, મહીપાલસિંહે છરી જેવી વસ્તુ વડે જયપાલસિંહના જમણા હાથમાં ઘા કર્યો હતો, જ્યારે વિક્રમસિંહે લોખંડના પાઇપ વડે ડાબા પગના ઘૂંટણના ભાગે ફટકો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા.ત્યારબાદ મહીપાલસિંહે સાથીઓને ‘આના બંને પગ ભાંગી નાખો, આખી જિંદગી ચાલવો ન જોઈએ’ તેમ કહેતાં વિક્રમસિંહ તથા બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે બંને પગના ઘૂંટણ નીચેના ભાગે તેમજ ડાબા હાથમાં આડેધડ માર માર્યો હતો. હુમલામાં જયપાલસિંહને બંને પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હતી.જયપાલસિંહે દેકારો કરતાં મિત્ર દિવ્યરાજસિંહ જેઠવા દોડી આવતાં ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ દિવ્યરાજસિંહે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને પત્ની ભાવનાબા સાથે તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમ.એલ.સી. નં.૮૬૬૮/૨૦૨૬ હેઠળ સારવાર દરમિયાન તબીબોએ પગમાં ફ્રેક્ચર હોવાનું તથા હાથમાં પણ ફ્રેક્ચર થતાં ઓપરેશનની જરૂર હોવાનું જણાવ્યું હતું. જોકે, ફરિયાદી ડાયાબીટીસની બિમારીથી પીડાતા હોવાથી હાથનું ઓપરેશન હાલ કરવામાં આવ્યું નથી.રૂ.૫ લાખ પરત માંગતા હોવાથી મહીપાલસિંહે મનદુઃખ રાખી ભાઈ તથા બે અજાણ્યા શખ્સો સાથે મળી પાઇપ, ધોકા અને છરી વડે હુમલો કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર આવાસમાં મોબાઇલ નંબર માંગવા ગયેલા યુવકને ઢોરમાર, રૂપિયા 70 હજારની લૂંટનો આરોપ

0

જામનગરમાં વામ્બે આવાસમાં એક મહિલાના ઘરે મોબાઇલ નંબર લેવા ગયેલા યુવકને માર મારી રૂ.૭૦ હજાર પડાવ્યાનો આરોપ

  • ઘરમાં દરવાજો બંધ કરી મહિલાએ પતિ સાથે મળી ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ; ફોન પે મારફતે ત્રણ વખતમાં રકમ પડાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫, ઓગસ્ટ ૨૬ જામનગરના વામ્બે આવાસના આઠ માળિયામાં મોબાઇલ નંબર લેવા ગયેલા એક યુવકને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી મહિલાએ તેના પતિ સાથે મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ રીતે ભયભીત કરાયેલા યુવક પાસેથી ફોન પે મારફતે રૂ.૭૦ હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે જામનગરના ગાંધીનગર મોમાઇનગર શેરી નં.૫માં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના નાના રામપર ગામના દિનેશભાઈ હીરાભાઈ પઢારીયા (રબારી) (ઉંમર ૩૩)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ વાલસુરા ખાતે એસ.એસ.બી.માં નોકરી કરે છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા.૧૧ ઓગસ્ટના વહેલી સવારે આશરે ચાર વાગ્યાના અરસામાં દિનેશભાઈ વામ્બે આવાસના આઠ માળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતી ગુડી નામની મહિલાને ઓળખતા હોવાથી તેનો મોબાઇલ નંબર લેવા માટે તેઓ છઠ્ઠા માળે તેના ઘરે ગયા હતા. દિનેશભાઈ ઘરમાં પ્રવેશ્યા બાદ ગુડીએ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ અંદરના રૂમમાંથી ગુડીનો પતિ ફીરોજ મકરાણી બહાર આવ્યો હતો.બંનેએ દિનેશભાઈને અહીં શું કરવા આવ્યા છો તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને અહીંથી બચીને જવું હોય તો રૂ.૭૦ હજાર આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. દિનેશભાઈ પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે પોતાના મોબાઇલ પરથી પોતાના એસબીઆઈ ખાતામાંથી ફીરોજ મકરાણીના મોબાઇલ નંબર પર ફોન પે મારફતે પ્રથમ રૂ.૨૫ હજાર, બીજી વખત રૂ.૨૫ હજાર અને ત્રીજી વખત રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૭૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.રકમ મળ્યા બાદ બંનેએ તેમને ત્યાંથી જવા દીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘરે પહોંચ્યા બાદ તેમણે પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જોકે આબરૂ જવાની બીકે તે સમયે ફરિયાદ કરી ન હતી અને હવે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરી પોલીસ મથકે પહોંચ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પોલીસે મહિલાના પતિ ફીરોજ મકરાણી તથા ગુડી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૦૮(૪), ૩૦૮(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં નવજાત શિશુ પ્રકરણમાં અજાણી સ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

0

જામનગર જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડની લોબીમાંથી મળી આવેલા નવજાત શિશુના મૃતદેહના પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • અજાણી સ્ત્રી નવજાત બાળકને કપડામાં વીંટાળી સીડીઓ પાસે મૂકી ફરાર : હોસ્પિટલના ઇન્ચાર્જ નિવાસી તબીબી અધિકારીની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫, ઓગસ્ટ ૨૬ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના વોર્ડની લોબીમાં બીનવપરાશની સીડીઓની બાજુમાંથી તાજા જન્મેલા નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સિટી-બી ડિવિઝન પોલીસમાં અજાણી સ્ત્રી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૯૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.હોસ્પિટલના ઇન્ચાર્જ નિવાસી તબીબી અધિકારી ડો. તારીક યાસીનભાઈ બ્લોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તા. ૧૪ ઓગસ્ટના સવારે આશરે સવા આઠ વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલના ઇન્ચાર્જ નાયક હરેન્દ્રભાઈ જેઠવાએ ફોન કરી ગાયનેક વિભાગના વોર્ડની લોબીમાં બીનવપરાશની સીડીઓ પાસે તાજું નવજાત મૃત બાળક મળી આવ્યું હોવાની જાણ કરી હતી.આ અંગે ડો. બ્લોચે હોસ્પિટલમાં સુરક્ષા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ ઝાલાને સ્થળ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું. અર્જુનસિંહે સ્થળ પરથી ફોન કરી જાણ કરી હતી કે, ગુલાબી રંગના તથા ગ્રે રંગના ચેક્સવાળા કપડામાં વીંટાળેલું તાજું જન્મેલું નવજાત મૃત બાળક સીડીઓની બાજુમાં પડેલું છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ બનાવની જાણ તાત્કાલિક ૧૧૨માં કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં ડો. બ્લોચે ઉપરી અધિકારીને જાણ કરી પોતે પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કબજે કર્યો હતો.ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકના જન્મની હકીકત છુપાવવાના ઈરાદે મૃતદેહનો છૂપી રીતે નિકાલ કરવા માટે હોસ્પિટલની લોબીમાં સીડીઓ પાસે મૂકી દીધો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અજાણી સ્ત્રી સહિત તપાસમાં જે કોઈની સંડોવણી બહાર આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાર્ષિક ઇન્સ્પેકશનનો બીજો દિવસ : રેન્જ IGP નિર્લિપ્ત રાયે લીધી જામનગર જિલ્લા જેલની મુલાકાત

0

વાર્ષિક ઇન્સ્પેકશનનો બીજો દિવસ : રેન્જ આઈ.જી.પી નિર્લિપ્ત રાયે લીધી જામનગર જિલ્લા જેલની મુલાકાત

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ :ઓગસ્ટ ૨૬
જામનગર જિલ્લા જેલ ખાતે ચાલી રહેલા વાર્ષિક ઇન્સ્પેકશનના બીજા દિવસે રાજકોટ રેન્જના .આઈ.જી.પી. નિર્લિપ્ત રાયે જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. જિલ્લા જેલ ખાતે પહોંચેલા રેન્જ ડી.આઈ.જી. નિર્લિપ્ત રાયનું જેલર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જિલ્લા જેલનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે જેલ પરિસરની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જેલ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી હતી.
વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે જેલની સુરક્ષા વ્યવસ્થા, કેદીઓ માટેની સુવિધાઓ તેમજ જેલમાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે પણ રેન્જ .આઈ.જી. દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જેલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જોખમ ટળ્યું : જામનગર સેન્ટ્રલ બેંક પાસેનું જૂનું મકાન જમીનદોસ્ત

0

જામનગરમાં સેન્ટ્રલ બેંક પાસે જર્જરિત મકાનનું ડીમોલેશન કરી લેવાયું

  • ગઈકાલે દીવાલ ધરાશાયી થયા બાદ આજે મનપાની ટીમે મકાનના બાકી રહેલા જોખમી હિસ્સાને તોડી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૨ ઓગસ્ટ ૨૬: જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક નજીક કેસરિયા હનુમાન વારી શેરી અને રઘુનાથ ફળી વિસ્તારમાં ગઈકાલે જુનવાણી મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના બન્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા મકાનના બાકી રહેલા જર્જરિત અને જોખમી હિસ્સાને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગઈકાલની ઘટનાને પગલે મકાનની આસપાસના વિસ્તાર અંગે તકેદારી રાખવામાં આવી હતી. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને મકાનના બાકી રહેલા જોખમી ભાગનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા ટાળી શકાય. આ ડિમોલેશનની કામગીરી વેળાએ જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ બ્રાન્ચના અધિકારી ઊર્મિલ દેસાઈ અને અનિલ ભટ્ટ જાતે હાજર રહ્યા હતા, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારી યુવરાજસિંહ ઝાલા તેમજ તેઓની સમગ્ર ટીમ હાજર રહી હતી અને પોલીસ બંદોબસ્ત રાખીને સમગ્ર ડીમોલેશન હાથ ધરાયું હતું. સાવચેતીપૂર્વક કરેલી કામગીરીને કારણે આસપાસના વિસ્તારના અન્ય કોઈ મકાનોને કોઈ નુકસાની પહોંચી નથી. ઉપરાંત સાવ સાંકળી શેરી હોવાથી પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવતા કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

ACB લાંચ પ્રકરણ : જામનગર સબ ઓડીટર ‘દિગ્વિજય ગોસાઈ’ ની 12 જ દિવસમાં જેલમુક્તિ

0

જામનગરના ચકચારી ACB લાંચ કેસમાં જીલ્લા સહકારી મંડળીના સબ ઓડીટર દિગ્વિજયગીરી ગોસાઈને ફરીયાદના ૧૨ જ દિવસમાં જામીન મુકત કરતી અદાલત

  • ફાયનાન્સ લાયસન્સ રીન્યુઅલ કરાવવા માટે રૂા. ૧૪૦૦૦/-ની ગુગલપેઈથી લાંચ લીધેલ હોવાના આક્ષેપો હતા

  • ચાર્જશીટ પહેલા જ લાંચના અતી ચકચારી કેસમાં જામીન મુકિત

દેશ દેવી ન્યુઝ તા ૧૨ ઓગસ્ટ ૨૬ જામનગર ખાતે જીલ્લા સહકારી મંડળીના સબ ઓડીટર તરીકે ફરજ બજાવતા દિગ્વીજયગીરી ગોસાઈને લાંચના કેશમાં જામીન મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ, ફરીયાદી ધ્વારા નોંધવામાં આવેલ ફરીયાદ મુજબ ફાઈનાન્સનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી અને ફરીયાદી ધ્વારા ગુગલપેઈ મારફતે રકમ મોકલવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવેલ, આ ફરીયાદના આધારે એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દિગ્વીજયગીરી ગોસાઈની ધરપકડ કરવામાં આવેલ હતીઆ કેશમાં બાર જ દિવસ અગાઉ ૧૪૦૦૦ની લાંચ લેવામાં આક્ષેપોમાં દિગ્વીજયગીરી ગોસાઈની ધરપકડ કરવામાં આવેલ, જેથી તેમના દ્વારા જામીન મુકતી અંગેની અરજી દાખલ થતા સરકાર તરફે દલીલો થયેલ કે, કેશની તપાસ ખુબજ નાજુક તબકકે છે, અને પુરાવો એકત્ર કરવામાં આવી રહેલ છે, અને ચાર્જશીટ પણ થયેલન નથી, જેથી આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો હાલ જે આ રીતે લાંચયા અધીકારીઓ અને દુષણ સમાજમાં ફેલાયેલ છે, તેમાં ખુબજ અસર થશે અને કાયદાની કોઈ બીક રહેશે નહી, આ કામના મુખ્ય આરોપીએ હાલના આરોપી વતી ગુગલપેઈથી રકમ સ્વીકારે છે અને કાયદાનો કોઈ જ ડર રાખ્યા સિવાય ખુલ્લેઆમ આ રીતે લાંચની રકમ ડીઝીટલ સ્વરૂપે સ્વીકારેલ છે અને આ અંગે મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ્સ પણ કરવામાં આવેલ છે, જેથી પ્રથમ દર્શનીય રીતે આરોપી સામે ખુબજ ગંભીર પ્રકારનો ગુનો છે, જેથી આરોપીને જામીન આપવા જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, અને આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે, આરોપીની કોઈ જ સીધી સંડોવણી ન હોવાછતાં તેમની ધરપકડ કરવામાં આવેલ છે.આમ નામ.અદાલતે તમામ સંજોગો અને રેકર્ડ અને દલીલો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી દિગ્વીજયગીરી ગોસાઈ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ.રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત નાખવા, નીતેશ મુછડીયા, તથા કરણ પટેલ રોકાયેલા હતા.

જામનગર અંધાશ્રમ વિસ્તારમાં એક યુવતી પર બે શખ્સોએ આચાર્યું દુષ્કર્મ

0

જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં યુવતી પર અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર

  • મિત્રતા કેળવી પ્રથમ શખ્સે સંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ અન્ય શખ્સે પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું

  • સતત ધાક ધમકીઓના કારણે યુવતી મૌન રહી, પ્રેમલગ્ન બાદ જૂનો મામલો પોલીસ સમક્ષ આવ્યો: બન્ને ની પોલીસ દ્વારા અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૬, જામનગર શહેરના આવાસ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે પ્રતીક ગોસ્વામી અને અજય બરછા નામના બે શખ્સો સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આવાસ વિસ્તારમાં રહેતી વખતે તેની સાથે પ્રથમ પ્રતીક ગોસ્વામીએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી અજય બરછા નામનો લોહાણા શખ્સ પણ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ અલગ અલગ સમયે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.બંને શખ્સોએ ધમકી આપી હોવાથી યુવતી તે સમયે સમગ્ર મામલે મૌન રહી હતી. દરમિયાન યુવતીએ જામનગરના અન્ય એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન બાદ પણ અજય બરછા દ્વારા યુવતીના પતિને મોબાઈલ ફોન કરીને ગાળો આપી ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અગાઉ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અરજી કરવામાં આવી હતી.આ અરજીની તપાસ સિટી સી. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાળો અને ધમકી આપવાના આક્ષેપમાં પોલીસે અજેય બરછા સામે ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી દરમિયાન જૂના દુષ્કર્મનો મામલો પણ પોલીસ સમક્ષ આવ્યો હતો. યુવતી સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને પ્રતીક ગોસ્વામી તથા અજય બરછા સામે અલગ અલગ સમયે આવાસ વિસ્તાર તેમજ અન્ય સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી.યુવતીની ફરિયાદના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨)(એમ), ૫૪ અને ૩૫૧(૨) મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાંથી ૨૦ વર્ષની યુવતી એકાએક લાપતા બની

0

જામનગરમાંથી ૨૦ વર્ષની યુવતી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત : પોલીસે શોધખોળ શરૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૧ ઓગસ્ટ ૨૬: જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાંથી ૨૦ વર્ષની યુવતી ગુમ થયાની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ તબસુમ અશરફઅલી અન્સારી (ઉ.વ. ૨૦), રહે. ખડખડનગર, ચામુંડા પ્રોવિઝન સ્ટોર નજીક, માતૃ આશિષ શેરી નં. ૨ના છેડે, જામનગર, તા. ૮ ઓગસ્ટના રાત્રિના આશરે ૮ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ફર્યા નથી.ગુમ થયેલી તબસુમ મધ્યમ બાંધાની, ઘઉંવર્ણ ધરાવે છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ગુમનોંધ કરી તપાસ હાથ ધરી છે. યુવતી અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથક અથવા પરિવારજનોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

જામનગર ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

0

જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

  • નાળિયેરની રેકડીમાં ડ્રિલ મશીનથી હોલ પાડતી વેળાએ વીજ કરંટ લાગ્યો, સારવાર મળે તે પહેલાં જ યુવાને દમ તોડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦, ઓગસ્ટ ૨૬ જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી નાળિયેરની રેકડીમાં હોલ પાડતી વેળાએ વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું.
પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ચુનાના ભઠ્ઠા, ઢોલીયાપીરની દરગાહ સામે રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા કૌશલ રવજીભાઈ ઢાપા (ઉ.વ.૨૨) મજૂરી કામ કરતા હતા. ગત તા.૮ ઓગસ્ટના સાંજના સમયે તેઓ પોતાના ઘરે નાળિયેરની રેકડીમાં હોલ પાડવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા.દરમિયાન ડ્રિલ મશીનની સ્વીચ ચાલુ કરતાં અચાનક વીજ શોક લાગતાં કૌશલભાઈ નીચે પડી ગયા હતા અને કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા રવજીભાઈ મગનભાઈ ઢાપાએ પોલીસમાં જાણ કરી હતી. સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.