Friday, October 9, 2026
Home Blog Page 8

સિક્કા પોલીસની શાનદાર કામગીરી: 2 ચોરી ઉકેલી, 2.15 લાખનો મુદ્દામાલ રિકવર

0

સિક્કા પોલીસની સફળતા : ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી રૂ. ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે

  • બે આરોપીઓ ઝડપાયા, બે આરોપીઓ ફરાર : વીજ પોલમાંથી ચોરાયેલા એલ્યુમિનિયમના તાર અને ચોરીમાં વપરાયેલી રિક્ષા કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૬ : સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ પોલમાંથી એલ્યુમિનિયમના તારની ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી સિક્કા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બે આરોપીઓને ઝડપી લઈ આશરે રૂ. ૨,૧૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે સિક્કા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા આમીન બશીર ભાયા તથા નાઝ સિનેમા પાછળ રહેતા આદમ ઉર્ફે ઘેલો અબ્દુલ સુંભણિયાને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી સિક્કા કારાભુંગા શાળા પાસે તથા સિક્કા સોલ્ટ વિસ્તારમાં વીજ પોલમાંથી ચોરાયેલા અલગ-અલગ એલ્યુમિનિયમના તાર, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાયર કટર તેમજ ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. ૨,૧૫,૪૦૦ હોવાનું જાણવા મળે છે.આ ગુનામાં ઈસ્માઈલ અબ્દુલ સુભણિયા તથા રાજુભા લક્ષ્મણજી જાડેજા નામના બે આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ, જયદેવસિંહ ભરતસિંહ જાડેજા તેમજ પો.કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

જામનગર જિલ્લામાં તીનપતિ ના 4 દરોડા : 16 મહિલા-કિન્નર સહિત 29 ઝબ્બે

0

જામનગર જિલ્લામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમવાના 4 દરોડામાં ૨૯ ઝડપાયા, ૧૬ મહિલાઓ અને એક કિન્નર નો સમાવેશ

  • સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં જાહેરમાં જુગાર રમતા પોલીસની કાર્યવાહી; રૂ.૪૩,૨૫૦ની રોકડ કબજે, એક શખ્સ ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ ઓગસ્ટ ૨૬: જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા હતા. ચારેય સ્થળેથી કુલ ૨૯ શખ્સો ઝડપાયા હતા, જેમાં ૧૬ મહિલાઓ અને એક કિન્નરનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.૪૩,૨૫૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સણોસરાના દરોડામાં એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે.ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં પોમલાવાસવાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રમેશભાઈ બીજલભાઈ ડાભી (ઉ.વ.૫૦), મેરાભાઈ વાલજીભાઈ ડાભી (ઉ.વ.૩૨), દિનેશભાઈ ઉર્ફે મિથુન નાથાભાઈ વાઘેલા (ઉ.વ.૩૬), અરજણભાઈ વાલજીભાઈ ડાભી (ઉ.વ.૩૫), કુલદીપસિંહ કૃષ્ણસિંહ જાડેજા (ઉ.વ.૩૦), નવઘણ ઉર્ફે રવી આંબાભાઈ ઝાપડા (ઉ.વ.૨૬) અને ભરતભાઈ ઉર્ફે જગુ સામતભાઈ ઝાપડા (ઉ.વ.૨૦)ને ઝડપી લીધા હતા. જ્યારે વિશ્વરાજસિંહ ઉર્ફે રાજભા સહદેવસિંહ જાડેજા નાસી છૂટ્યો હતો. પોલીસે રોકડ રકમ તથા ગંજીપત્તાના પાનાં મળી રૂ.૧૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લાલપુરના ગોદાવરી ગામની સીમમાં ખરસ બા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા રાજેશ જગાભાઈ નાગેશ (ઉ.વ.૩૦), ભરત ઉર્ફે ભુપત અરજણભાઈ ડાંગર (ઉ.વ.૩૮), દેવાયત ઉર્ફે દેવા પુજાભાઈ સવલિયા (ઉ.વ.૪૧), જયેશ ઉર્ફે કાનો દેવાભાઈ બંધીયા (ઉ.વ.૩૦) અને નીલેશ પરબતભાઈ મારિયા (ઉ.વ.૨૧) ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી તથા સ્થળ પરથી કુલ રૂ.૧૪,૭૦૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.કાલાવડ ટાઉન પોલીસે કાશ્મીરપરામાં લાખાભાઈની દુકાન સામેની શેરીમાં તીનપત્તી રમતા છ મહિલા સહિત સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા મીરાબેન દિનેશભાઈ પરમાર, ભારતીબેન રાજેશભાઈ વાંસફોડીયા, રાજેશભાઈ પરસોતમભાઈ વાંસફોડીયા, મંજુબેન ભીખાભાઈ પરમાર, પુષ્પાબેન ચતુરભાઈ પરમાર, રેશમાબેન મુકેશભાઈ પરમાર અને વૈશાલી (કિન્નર) દિનેશભાઈ પરમાર પાસેથી રૂ.૧,૩૫૦ની રોકડ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કરવામાં આવ્યા હતા. તમામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેરના લાલવાડી આવાસ નજીક શીતલવન સોસાયટી શેરી નંબર-૩૩ના જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દસ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસે રેખાબેન વારા, ક્રિષ્નાબેન જમરીયા, મીતલબેન ગુજરાતી, સપનાબેન બાલા, મંજુલાબેન વાઘેલા, કાજલબેન ગોહિલ, કીરણબેન સોઢા, જાનકીબેન આહુજા, સરોજબેન પરમાર અને સંતોકબેન ઝરમરીયાને ઝડપી પાડી તેમની પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.૧૩,૧૦૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.

આમ, જામનગર શહેર-જિલ્લામાં તીનપત્તીના ચાર જુગાર દરોડામાં કુલ ૨૯ શખ્સો ઝડપાયા હતા, જેમાં ૧૬ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ.૪૩,૨૫૦ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સણોસરાના દરોડામાં એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર નવાગામ ઘેડ વિસ્તારમાં યુવક પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ ઝડપાયા

0

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં યુવક પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ ઝડપાયા

  • રૂ. ૨૫,૧૦૦નો હથિયારનો મુદ્દામાલ કબજે : એક યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

  • સીટી -બી “ડી” સ્ટાફના ક્રિપાલસિંહ સોઢા ,જયદીપસિંહ જાડેજા તથા કલ્પેશ અઘારાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૬, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં સ્મશાન તરફ જતા રોડ પર સર્વેલન્સ સ્ક્વોડે કાર્યવાહી કરી એક યુવકને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો.પોલીસના જણાવ્યા મુજબ, ફલ્લા ગામના રહેવાસી રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણીયાની પાસેથી કોઈપણ પ્રકારના પરવાના કે લાઇસન્સ વગર રાખવામાં આવેલી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૨૫,૦૦૦ તથા એક કારતૂસ કિંમત રૂ. ૧૦૦ મળી કુલ રૂ. ૨૫,૧૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)(એ) તથા ૨૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડીનારમાં જમીન રેકોર્ડ કૌભાંડ : બે નિવૃત્ત તલાટી સામે ગુનો

0

વાડીનાર જમીન રેકોર્ડ કૌભાંડ: ૭/૧૨ માં ડમી પાના ઉમેરી ગેરરીતિ આચરનાર ૨ નિવૃત્ત તલાટી સામે ફોજદારી ગુનો

  • ​૨૦૦૩ થી ૨૦૦૫ ના સમયગાળા દરમિયાન બોગસ દસ્તાવેજો ઊભા કર્યાનું ખુુલ્યું

  • ​ખંભાળિયા TDO ની ફરિયાદ પરથી વાડીનાર પોલીસે દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી : વધુ મોટા માથાના નામ ખૂલવાની આશંકા ?

દેશ દેવી ન્યુઝ ન્યૂઝ, ખંભાળિયા/વાડીનાર તા. ૨૪ ઓગસ્ટ ૨૬ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સરકારી રેવેન્યુ રેકોર્ડ સાથે છેડછાડ કરી બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી જમીનના રેકોર્ડમાં ઇરાદાપૂર્વક ડમી પાના ઉમેરી ગેરરીતિ આચરવા બદલ તત્કાલીન ૨ તલાટી કમ મંત્રીઓ સામે વાડીનાર પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

​પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી રેકોર્ડ બદલ્યો

મળતી વિગતો મુજબ, વાડીનાર ગામે વર્ષ ૨૦૦૩-૦૪ અને ૨૦૦૪-૦૫ દરમિયાન ફરજ બજાવતા તત્કાલીન તલાટી કમ મંત્રી બી. એન. વાઘેલા (ફરજ કાળ: ૦૧/૦૪/૨૦૦૩ થી ૨૨/૧૦/૨૦૦૩) અને સુરેશ એમ. મોટાણી (ફરજ કાળ: ૨૩/૧૦/૨૦૦૩ થી ૩૧/૦૩/૨૦૦૫) દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. આ બંને કર્મચારીઓએ વાડીનાર ગામના જૂના રેવેન્યુ સર્વે નંબર ૧૭૦ પૈકી તથા ૧૭૨ પૈકીના મૂળ રેકોર્ડ તેમજ ફેરફાર નોંધો સાથે ચેડાં કર્યા હતા.​તેઓએ ગામ નમૂના નંબર ૭/૧૨ તૈયાર કરતી વખતે ઇરાદાપૂર્વક બનાવટી ડમી પાના ઉમેરી જમીનના હક્ક-હિસ્સા, માલિકી અને બોજા સંબંધી વિગતોમાં ગેરકાયદેસર ફેરફારો કર્યા હતા. પોતાના જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરીને સરકારી દસ્તાવેજોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસે દસ્તાવેજો કબજે કરી તપાસ લંબાવીઆ સમગ્ર પ્રકરણ બહાર આવતા ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી (TDO) નવીનચંદ્ર બેડિયાાવદરા દ્વારા વાડીનાર પોલીસ સ્ટેશનમાં બંને નિવૃત્ત તલાટીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાડીનાર પોલીસે નિવૃત્ત થયેલા બંને અધિકારીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજો કબજે કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

જામનગરના શંકર ટેકરીમાં ઉછીના પૈસા પરત માંગતા આધેડની હત્યા

0

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા પરત માંગતા બોલાચાલી બાદ ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવાઈ

  • છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થતાં ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડનું ઘટનાસ્થળે જ મોત

  • માલુભા નો ચોક વિસ્તારમાં બનેલી ઘટનામાં હુશેન ઇસ્માઇલ સંધીએ હુમલો કર્યો હોવાની ફરિયાદ; સીટી-સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, ઓગસ્ટ ૨૬ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક શખ્સે આધેડને ગળાના ભાગે છરીના ઘા મારી દેતાં તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં હુશેન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.૧, પારસી કબ્રસ્તાન પાછળ રહેતા ચંદ્રસિંહ મેરુજીભાઈ રાઠોડ છેલ્લા દસ વર્ષથી લક્ષ્મીબેન લખુભાઈ ચૌહાણ સાથે રહેતા હતા. તા.૨૩ ના રોજ બપોરના સમયે લક્ષ્મીબેન ઘરકામ માટે બહાર ગયા હતા. સાંજે આશરે સાત વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે ચંદ્રસિંગ રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલી હતી.આ દરમિયાન પડોશમાં રહેતા મનીષે લક્ષ્મીબેનને જણાવ્યું હતું કે, સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં ચંદ્રસિંહનો મિત્ર હુશેન ઇસ્માઇલ સંધી એ તેમના ઘરે આવી ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. ચંદ્રસિંહે રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા હુશેને પોતાની પાસે રહેલી છરી વડે ચંદ્રસિંહના ગળાના ભાગે હુમલો કર્યો હોવાનું જણાવાયું હતું.

બનાવની જાણ થતાં લક્ષ્મીબેને પાડોશીના મોબાઇલ પરથી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં ચંદ્રસિંહનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે. બનાવનું ચોક્કસ કારણ, આરોપીની સંડોવણી અને અન્ય હકીકતો અંગે પોલીસ તપાસ ચાલુ છે.

જોડીયા વિજ લાઇન સામે ખેડૂતોની આરપાર ની લડાઈ : ર ની તબિયત લથડી

0

જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ : કુલ બે ઉપવાસીઓની તબિયત લથડી

  • ગાંધીચીંધ્યા માર્ગે ચાલતા આંદોલનનો આજે ચોથો દિવસ : સરપંચ સહિત સાત આગેવાનોના આમરણાંત ઉપવાસ, કાયમી ઉકેલની માંગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ :ઓગસ્ટ ૨૬ જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરીના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું ગાંધીચીંધ્યા માર્ગેનું શાંતિપૂર્ણ આંદોલન આજે ચોથા દિવસે પહોંચ્યું છે. રામદેવપીરજી મહારાજ મંદિર પરિસરમાં કિસાન સત્યાગ્રહ છાવણી ઊભી કરી સરપંચ સહિત ગામના સાત આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દરમિયાન પરમદીને એક ઉપવાસી ની તબિયત લથડયા બાદ ગઈકાલે વધુ એક ઉપવાસીની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ છવાયો હતો.ગામના હિત અને ખેડૂતોના અધિકાર માટે વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત આગેવાનોએ અન્નત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે. ઉપવાસ દરમિયાન તમામ આગેવાનો માત્ર પાણી પર રહ્યા હોવાનું જણાવાયું છે. ખેડૂતોની માંગણીઓ અંગે તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ આગેવાનોએ વ્યક્ત કર્યો છે.આ સત્યાગ્રહને સમર્થન આપવા આસપાસના લીંબુડા, અણદા, ભાદરા, કેશિયા અને રામપર સહિતના ગામોના ખેડૂતો પણ મોટી સંખ્યામાં વાવડી ખાતે પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલા ખેડૂતોનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાં અને પરંપરાગત સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ ખેતરોમાં વીજલાઈન અને થાંભલા નાખવાની કામગીરી અંગે ખેડૂતોની લાગણી અને રજૂઆતોને ધ્યાને લઈ તંત્ર તથા વીજ કંપનીએ ખેડૂતલક્ષી સંવાદ સાધવો જોઈએ અને કાયમી ઉકેલ લાવવો જોઈએ. સત્યાગ્રહ દરમિયાન નીરાભાઈ મારાજ નામના ખેડૂતની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ સર્જાયો હતો. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન વધુ એક ઉપવાસી ખેડૂત મહિપતભાઈ ડાંગરની તબિયત લથડતાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી.

‘માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ’

વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ અને ગાંધીચીંધ્યા માર્ગે ચાલતું શાંતિપૂર્ણ આંદોલન યથાવત્ રાખવામાં આવશે. આસપાસના ગામોના ખેડૂતોનું પણ સત્યાગ્રહને સતત સમર્થન મળી રહ્યું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

ભાવનગરના લઠ્ઠાકાંડ સામે જામનગર કોંગ્રેસનો નવતર વિરોધ

0

ભાવનગરના લઠ્ઠાકાંડ સામે જામનગર કોંગ્રેસનો નવતર વિરોધ

  • હાથમાં પાણીની થેલીઓ લઈ દેશી દારૂની કોથળીઓનો પ્રતિકાત્મક દેખાવ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૧ ઓગસ્ટ ૨૬ ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા જામનગરમાં પણ સંભળાયા છે. આ ઘટનાના વિરોધમાં જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલ ખાતે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં પ્લાસ્ટિકની પાણી ભરેલી થેલીઓ લઈને ઊભા રહીને જાણે દેશી દારૂની કોથળીઓ હોય તેવો પ્રતિકાત્મક દેખાવ કર્યો હતો.ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના વેચાણ અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ભાવનગરની લઠ્ઠાકાંડની ઘટનાને અત્યંત ગંભીર ગણાવી કોંગ્રેસે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માગ કરવામાં આવી હતી. ગૃહ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવી કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે, તેથી નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.હાથમાં પાણીની થેલીઓ લઈ તેને દેશી દારૂની કોથળીઓ તરીકે પ્રતિકાત્મક રીતે રજૂ કરીને કોંગ્રેસે લઠ્ઠાકાંડના મુદ્દે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. અનોખા વિરોધ પ્રદર્શનને પગલે લાલ બંગલા સર્કલ ખાતે લોકોમાં પણ આ વિરોધ ચર્ચાનો વિષય બન્યો હતો.

જામનગરની RTO કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો હેરાન-પરેશાન

0

જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાન

  • જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર અને વાહન વ્યવહાર અધિકારીને રજૂઆત

  • અકસમાત કે કાનૂની સ્થિતિમાં અગાઉના માલિકને ગંભીર મુશ્કેલી અને આર્થિક નુકસાન થવાની રાવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, ઓગસ્ટ ૨૬ જામનગર આરટીઓ કચેરીમાં વાહનના નામ ટ્રાન્સફર તેમજ હાયપોથેકેશન કેન્સલની કામગીરીમાં ટેકનિકલ મુશ્કેલીઓના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ સાથે જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર અને વાહન વ્યવહાર અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.વાહન માલિકીના ટ્રાન્સફર માટે અગાઉ ઓફલાઈન પ્રક્રિયાની સુવિધા હતી, પરંતુ હવે પ્રક્રિયા ઓનલાઈન કરી આધાર આધારિત ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માં નોંધાયેલી વિગતો અને આધારકાર્ડમાં દર્શાવાતી વિગતોના ફોર્મેટ અથવા નામમાં થોડો પણ તફાવત હોય તો ઓનલાઈન અરજી આગળ વધી શકતી નથી. પરિણામે વાહનના નામ ટ્રાન્સફરની કામગીરી અટકી રહી હોવાનું એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે.એસોસિએશનના જણાવ્યા મુજબ, વાહન સમયસર નવા માલિકના નામે ટ્રાન્સફર ન થાય તો અકસ્માત અથવા અન્ય કોઈ કાનૂની પરિસ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં અગાઉના માલિકને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત અગાઉના માલિકને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે. બીજી તરફ, નામ ટ્રાન્સફર ન થવાના કારણે નવા માલિકને બેન્ક લોન સહિતની પ્રક્રિયામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.મહત્વનું છે કે અગાઉ જામનગર આરટીઓ કચેરીમાં દરરોજ અંદાજે ૧૨૫થી ૧૫૦ જેટલી ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજીઓ આવતી હતી. જોકે, આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બન્યા બાદ અરજીઓની સંખ્યામાં અચાનક ઘટાડો નોંધાયો છે.

અગાઉ વાહન ટ્રાન્સફર માટે આધાર આધારિત કેવાયસી અથવા મોબાઇલ ઓટીપી એમ બે વિકલ્પ ઉપલબ્ધ હતા. હવે સિસ્ટમમાં ફેરફાર કરી વેચનાર વાહન માલિકના આધાર ઓટીપી મારફતે ઓથેન્ટિકેશન ફરજિયાત કરાયું છે. પરિણામે વાહન નોંધણીમાં નોંધાયેલા નામ અને આધારકાર્ડમાં દર્શાવાયેલા નામ વચ્ચે સામાન્ય તફાવત હોય તો પણ અરજીની ઓનલાઈન પ્રક્રિયા આગળ વધી શકતી નથી.આ સમસ્યાના કારણે વાહન માલિકો અને કન્સલ્ટન્ટો બંનેને મુશ્કેલી પડી રહી હોવાથી સિસ્ટમની ટેકનિકલ ખામીઓ દૂર કરી નામ ટ્રાન્સફરની કામગીરી સરળ બને તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.

જામનગરમાં કોન્ટ્રાક્ટરને ફોર્ચ્યુનર કાર આડે રાખી પાઈપ-છરીથી હુમલો : 4 સામે FIR

0

જામનગરમાં નવા ફ્લાયઓવર પર કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો: ફોર્ચ્યુનર કાર આડે રાખી પાઈપ-છરીથી હુમલો,

  • ચાર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧:ઓગસ્ટ ૨૬ જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર મચાવી છે. આ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિશ, મારામારી, ધમકી, એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શંકરટેકરી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રકાશભાઈ મગનભાઈ ગોહિલ (ઉ.વ.૪૩)ના ભાઈને ભીખુભાઈ નામના વ્યક્તિ પાસેથી નાણાં લેવાના હતા. આ નાણાં અપાવી દેવા માટે આરોપી હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને શીવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સાથે વાત થઈ હતી અને તેના ખર્ચ પેટે રૂ.૫ લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે, બાદમાં ફરિયાદીના ભાઈ અને ભીખુભાઈ વચ્ચે સમાધાન થઈ જતા આરોપીઓને નક્કી કરેલા રૂ.૫ લાખ આપવામાં આવ્યા ન હતા.આ બાબતે બંને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ધમકી આપી હતી અને ત્યારબાદ બંને પક્ષે મળેલી મીટિંગ દરમિયાન બોલાચાલી પણ થઈ હતી.આ બાબતનો ખાર રાખીને તા.૨૦ ઓગસ્ટના બપોરે આશરે અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની કાર લઈને સાત રસ્તા નવા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી નં.૧ હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને આરોપી નં.૨ શીવરાજસિંહ જાડેજા ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતા.બંનેએ પોતાની કાર ફરિયાદીની કાર આગળ ડિવાઈડર સાથે અથડાવી ફરિયાદીની કાર રોકી રસ્તામાં અવરોધ ઊભો કર્યો હતો. ત્યારબાદ બંને કારમાંથી નીચે ઉતર્યા હતા. આરોપી નં.૧એ લોખંડના પાઈપ વડે જ્યારે આરોપી નં.૨એ છરી વડે ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદાથી હુમલો કરી માર માર્યો હતો. આ દરમિયાન બંને સાથે એક્સેસ જેવા મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો પણ લાકડાના ધોકા લઈને આવી પહોંચ્યા હતા અને ચારેયે ભેગા મળી ફરિયાદીના હાથ, પગ અને કમરના ભાગે આડેધડ ઘા મારી ગંભીર તથા ફ્રેક્ચરની ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદી પ્રકાશભાઈ ગોહિલને જાતિથી અપમાનિત કરી ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સમાન ઈરાદાથી હુમલો કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આરોપ છે.આ બનાવ અંગે પ્રકાશભાઈ મગનભાઈ ગોહિલની ફરિયાદના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળ બી.એન.એસની કલમ ૧૦૯(૧), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૧૨૬(૨), ૩(૫), જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાની તપાસ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલા, ઇન્ચાર્જ એસ.સી.-એસ.ટી. સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુનામાં આરોપી તરીકે (૧) હાજી હમીર ખફી ઉર્ફે લાંબો, રહે. મસીતીયા ગામ અને (૨) શીવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રહે. જામનગર તથા બે અજાણ્યા શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસે આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર .. પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જવાના પ્રકરણમાં મહિલા જમાદાર સસ્પેન્ડ : SP નું આકરુ પગલું

0

જામનગરમાં ચાલુ સ્કૂટરમાંથી કૂદીને આરોપી ભાગી જવાના પ્રકરણમાં સિટી સી ડિવિઝનના એમઓબીની મહિલા જમાદાર સસ્પેન્ડ

  • ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીને માત્ર હોમગાર્ડના હવાલે સ્કૂટર પર મોકલાતાં એસ.પી. દ્વારા કડક પગલું લેવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦, ઓગસ્ટ ૨૬ જામનગરમાં બળજબરીથી નાણા કઢાવી લેવાના ગંભીર ગુનામાં ઝડપાયેલા આરોપીને ફોટા અને ફિંગરપ્રિન્ટ લેવા માટે એમઓબી શાખામાં લઈ ગયા બાદ પરત લઈ જતી વખતે આરોપી ચાલુ સ્કૂટરમાંથી કૂદીને સાગરીતની બાઈક પર બેસી ફરાર થઈ જવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે જામનગર જિલ્લા પોલીસ વડાએ સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગની મહિલા જમાદાર રાધાબેન ગોજીયાને સસ્પેન્ડ કરી દીધા છે.મળતી વિગતો મુજબ, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારિયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટની કાર્યવાહી માટે એમઓબી શાખામાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને પરત પોલીસ સ્ટેશન લઈ જવાની કામગીરી હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ત્રિવેદીને સોંપવામાં આવી હતી.

હોમગાર્ડ કર્મચારી આરોપી મીતને એક્સેસ સ્કૂટર પર પાછળ બેસાડીને પરત લઈ જઈ રહ્યા હતા. દરમિયાન એમ.પી. શાહ કોલેજના ખૂણા પાસે બેટરીની દુકાન નજીક બે-ત્રણ વાહનો વચ્ચે ટ્રાફિકમાં સ્કૂટરની ગતિ ધીમી થતાં આરોપીએ તક ઝડપી હતી. ચાલુ સ્કૂટર પરથી નીચે કૂદી પડ્યા બાદ પાછળથી આવી રહેલા પોતાના સાગરીત પ્રકાશ ઉર્ફે પકોની બાઈક પર બેસી ગયો હતો અને બંને આરોપીઓ પુલ પરથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના બાદ પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી અને એલસીબી પોલીસે આરોપી મીતને દ્વારકામાંથી ઝડપી પાડ્યો હતો. જેનો કબજો સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયા બાદ સીટી સી. ડિવિઝન પોલીસે ધરપકડ કરી લઇ તેને જેલ હવાલે કર્યો છે.બીજી તરફ, ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીને માત્ર એક હોમગાર્ડના હવાલે કરી સ્કૂટર પર લઈ જવાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. આરોપી ભાગી છૂટવાની ઘટનાને પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની ગંભીર બેદરકારી તરીકે જોવામાં આવી હતી.સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગની મહિલા જમાદાર રાધાબેન ગોજીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોપીને સુરક્ષિત રીતે લઈ જવાની જવાબદારી અને ઘટનામાં થયેલી બેદરકારી અંગેની કાર્યવાહી તરીકે આ સસ્પેન્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.