Friday, October 9, 2026
Home Blog Page 4

જામનગર તાલુકાના તલાટીઓનું નવું સમયપત્રક જાહેર: ગ્રામજનોને મહેસૂલી કામમાં સરળતા રહેશે

0

જામનગર તાલુકાના મહેસૂલી તલાટીઓનું ગામડાંઓની મુલાકાત અંગેનું નવું સમયપત્રક જાહેર

  • કલેક્ટર ની સૂચના પત્ર બાદ નિર્ણય : ૩ મહેસૂલી તલાટીઓને સોંપાયી ગામડાંઓની જવાબદારી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯,સપ્ટેમ્બર ૨૬ ગામડાંના નાગરિકોને પોતાના મહેસૂલી કામકાજ માટે તલાટીઓ કયા દિવસે ચોક્કસ કયા ગામે ઉપલબ્ધ રહેશે તેની સરળ અને સચોટ માહિતી મળી રહે તે માટે કલેક્ટરશ્રી જામનગરના નવા મહેસૂલી જોબ ચાર્ટ અંગેના સૂચના પત્ર અન્વયે જામનગર તાલુકામાં મહેસૂલી તલાટીઓની ગામડાંઓની મુલાકાત માટેનું નવું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.

જામનગર તાલુકા ખાતે ફરજ બજાવતા કુલ ૧૯ મહેસૂલી તલાટી પૈકી હાલ ૦૬ તલાટીશ્રીઓ આઈ.એલ.આર. કચેરી, જામનગર ખાતે તથા ૧૩ તલાટીશ્રીઓ તાલુકા કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ ૧૩ મહેસૂલી તલાટીશ્રીઓની આંતરિક ચાર્જ વ્યવસ્થા મુજબ સોમવારથી શનિવાર દરમિયાન પોતાના સેજાના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ ગામોની મુલાકાત અને હાજરી અંગેનું વિગતવાર સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.આ સમયપત્રક મુજબ વિવિધ તલાટીશ્રીઓ પોતાના મુખ્ય સેજા તથા ચાર્જ હેઠળના ગામોની નિયમિત મુલાકાત લેશે. જેમાં  જે.એમ.તાળા (મો. 9924820440 – મુખ્ય સેજો: ચંગા, ચાર્જ: ઠેબા, હર્ષદપુર) સોમવાર તથા મંગળવારે ચેલા, બુધવારે હર્ષદપુર, શુક્રવારે ઠેબા અને શનિવારે મોરકંડા ગામે હાજર રહેશે. સુશ્રી એન.કે.યાજ્ઞિક (મો. 9712122300 – મુખ્ય સેજો: આમરા, ચાર્જ: સિક્કા) સોમવાર અને મંગળવારે આમરા, બુધવારે જીવાપર, શુક્રવારે દોઢીયા અને શનિવારે ગાડુકા ગામે ઉપલબ્ધ રહેશે. સુશ્રી ડી.પી.મહેતા (મો. 9714458850 – મુખ્ય સેજો: વીજરખી) સોમવારે વીજરખી, મંગળવારે સપડા, બુધવારે મિયાત્રા, શુક્રવારે વીજરખી અને શનિવારે બાલંભડી ખાતે હાજર રહેશે. સુશ્રી એ.એચ.જોષી (મો. 8734816714 – મુખ્ય સેજો: મોડપર) સોમવાર, મંગળવાર અને બુધવારે મોડપર, શુક્રવારે મતવા અને શનિવારે નાના થાવરીયા ગામે હાજરી આપશે.  બી.કે.ભુંડિયા (મો. 7990796278 / 9737376940 – મુખ્ય સેજો: મોટી ખાવડી) સોમવારે મોટી ખાવડી, મંગળવારે સિક્કા, બુધવારે ગાગવા, શુક્રવારે હડમતીયા અને શનિવારે નાની માટલી ખાતે રહેશે. સુશ્રી આર.કે.ચુડાસમા (મો. 7984782394 – મુખ્ય સેજો: નારણપર) સોમવારે લાવડીયા, મંગળવારે દિગ્વિજયગ્રામ અને દરેડ, બુધવારે મકવાણા, શુક્રવારે સિક્કા, દિગ્વિજયગ્રામ તથા નારણપર અને શનિવારે ફાચરીયા, મુંગણી તથા દડીયા ગામે સેવાઓ આપશે.

તે જ રીતે, સુશ્રી ડી.જી.ચંડેરા (મો. 8758431888 – મુખ્ય સેજો: ખીમરાણા, ચાર્જ: જગા) સોમવારે બેરાજા અને પસાયા, મંગળવારે મેડી અને જગા, બુધવારે વરણા, ગુરુવારે મામલતદાર કચેરી જામનગર (ગ્રામ્ય) ખાતે મીટીંગમાં, શુક્રવારે ખીમરાણા અને સેખપાટ તથા શનિવારે ખીજડીયા અને હાપા ખાતે ઉપલબ્ધ રહેશે. શ્રી આર.વી.પરમાર (મો. 9824974548 – મુખ્ય સેજો: ફલ્લા) સોમવાર અને બુધવારે મોટી બાણુંગાર, મંગળવારે ફલ્લા, ગુરુવારે ફલ્લા અને વેરતિયા, શુક્રવારે મોટી બાણુંગાર અને ચાવડા તથા શનિવારે ફલ્લા અને લાખાણી મોટોવાસ ગામે હાજર રહેશે. શ્રી ડી.કે.દવે (મો. 9173460888 – મુખ્ય સેજો: જામવંથલી, ચાર્જ: લાખાણી મોટોવાસ) સોમવારે જામવંથલી અને મંગળવારે વિરપર ગામે ફરજ બજાવશે.  એન.એલ.કરમુર (મો. 8530278863 – મુખ્ય સેજો: અલીયા, ચાર્જ: ઘુતારપર) સોમવાર, બુધવાર અને શનિવારે અલીયા, મંગળવારે ઘુતારપર અને ઘુડશીયા તથા શુક્રવારે ઘુતારપર ગામે હાજર રહેશે. સુશ્રી બી.એમ.ખરા (મો. 9558159264 – મુખ્ય સેજો: મોટી ભલસાણ, ચાર્જ: વાગડીયા) સોમવારે મોટી ભલસાણ, મંગળવારે વાણિયાગામ, શુક્રવારે ચંદ્રાગા અને શનિવારે સુમરી ભલસાણ ખાતે ઉપલબ્ધ રહેશે.  ડી.એન.ઝાલા (મો. 8490996555 – મુખ્ય સેજો: નાઘેડી, ચાર્જ: ધુંવાવ) અને  વાય.એ.ઝાલા (મો. 97144238688 – મુખ્ય સેજો: લાખાબાવળ, ચાર્જ: વસઇ) સોમવારે ધુંવાવ, વિભાપર અને લાખાબાવળ, મંગળવારે નાઘેડી, ગોરધનપર, ચાંપાબેરાજા અને વાવબેરાજા, બુધવારે ખારાબેરાજા, વસઈ, રાવલસર અને બેડ, શુક્રવારે ઢિંચડા, શાપર અને સરમત તથા શનિવારે નવાનાગના, જુનાનાગના, કનસુમરા અને મસીતીયા ગામે હાજરી આપશે.આ નવું સમયપત્રક અમલમાં આવવાથી ગ્રામજનોને પોતાના મહેસૂલી પ્રશ્નો તેમજ વિવિધ દાખલા-પ્રમાણપત્રો અને કામકાજ માટે સંબંધિત તલાટીશ્રીઓનો સીધો સંપર્ક કરવામાં ખૂબ જ સરળતા રહેશે.

જામનગરમાં પત્રકાર કિંજલ કારસરીયા સામે નોંધાયેલી FIR રદ કરવા કલેક્ટરને રજૂઆત

0

પત્રકાર કિંજલ કારસરીયા સામે નોંધાયેલી FIR રદ કરવા કલેક્ટરને રજૂઆત

  • સમગ્ર મામલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Press Council of India) સમક્ષ રજૂઆત

  • મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને સંબોધન: ભવિષ્યમાં પત્રકારો કે જાગૃત નાગરિકો પર આવી અન્યાયી કાર્યવાહી ન થાય તે માટે અપીલ

  • પ્રજાકીય પ્રશ્નો ઉઠાવવા બદલ ખોટી ફરિયાદ નોંધાવી પત્રકારત્વનો અવાજ દબાવવાનો પ્રયાસ

  • એસ.ટી.ના અધિકારીઓ સામે તટસ્થ તપાસ અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ : આવેદનપત્રની નકલ જિલ્લા પોલીસવડાને પણ પાઠવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૯ સપ્ટેમ્બર ૨૬ જામનગર-કાલાવડ રૂટની એસ.ટી. બસને લગતા પ્રજાકીય પ્રશ્નોને સતત વાચા આપતા સ્થાનિક પત્રકાર અને જામનગર પત્રકાર મંડળના મંત્રી કિંજલ કારસરીયા વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ને પગલે પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. આ FIR તાત્કાલિક રદ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગર પત્રકાર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફત પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે પત્રકાર કિંજલ કારસરીયા છેલ્લા ઘણા સમયથી જામનગર-કાલાવડ રૂટની એસ.ટી. બસ સુવિધાને લગતા પ્રશ્નો અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ સ્થાનિક એસ.ટી. ડેપો અને ડિવિઝન કક્ષાએ સતત રજૂઆતો કરતા હતા.

આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે જામનગર એસ.ટી. ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના ઈશારે પત્રકારનો અવાજ દબાવવાના પ્રયાસરૂપે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નં. 11202008261767 હેઠળ પાયાવિહોણી ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કાર્યવાહીને લઈને પત્રકારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. પત્રકાર મંડળે માંગ કરી છે કે લોકપ્રશ્નો ઉઠાવનાર પત્રકાર વિરુદ્ધ નોંધાયેલી આ FIR તાત્કાલિક રદ કરવામાં આવે. સાથે જ પત્રકારત્વનો અવાજ દબાવવાનો પ્રયાસ કરનાર એસ.ટી. વિભાગના સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.ભવિષ્યમાં કોઈ જાગૃત નાગરિક કે પત્રકાર સામે આવી રીતે ખોટી કાર્યવાહી ન થાય તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે. આવેદનપત્રની એક નકલ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ યોગ્ય કાર્યવાહી માટે પાઠવવામાં આવી છે. સમગ્ર મામલે ત્વરિત અને ન્યાયી કાર્યવાહી કરવા જામનગર પત્રકાર મંડળે આગ્રહપૂર્વક માંગ કરી છે.

જામનગરમાં ધોળા દિવસે ઘાતકી હુમલો : ૬ આરોપીઓ ૩ દિવસમાં જામીન મુક્ત

0

સામાન્ય બોલાચાલીના ખારનો મામલો : ધોળા દિવસે લોખંડના પાઇપથી હુમલાના કેસમાં ૬  આરોપીઓને જામીન

  • સીસીટીવી ફૂટેજ અને ગુનાહિત ઇતિહાસની સરકારી વકીલની દલીલો સામે બચાવ પક્ષ રાજેશ ગોસાઈની રજૂઆતો કોર્ટે ગ્રાહ્ય રાખી

  • આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે અને પીડિત હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દેશ દેવી ન્યુઝ તા. ૧૮ સપ્ટેમ્બર ૨૬ જામનગરમાં સામાન્ય બોલાચાલીના ખારને લઈને ધોળા દિવસે ભીડભાડવાળા વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં ઝડપાયેલા છ આરોપીઓને અદાલતે શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગતો મુજબ, ગત તા. ૨૭-૦૮-૨૦૨૬ના રોજ ફરિયાદી ઇજાગ્રસ્ત સુલતાન ઇશાકભાઈ હાલાણી પોતાના ઘરની નજીક સોફા પર બેઠા હતા. એ દરમિયાન આરોપીઓએ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને એકસંપ કરી તેમના પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.આરોપીઓ તરફથી નિયમિત જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપીઓને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યા છે, બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાયેલી છે અને તપાસનો મહત્ત્વનો ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે. આરોપીઓ સ્થાનિક રહેવાસી હોવાથી ફરાર થઈ જવાની કે પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા નહીં હોવાનું પણ જણાવાયું હતું.બંને પક્ષોની દલીલો અને કેસના રેકોર્ડને ધ્યાનમાં લઈને જામનગરની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તમામ છ આરોપીઓને યોગ્ય શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ હિદાયત ફીરોજભાઈ સુધાગુનીયા, સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, સીકંદર મામદભાઈ કોચલીયા, અજરૂદ્દીન હાજીભાઈ મકવાણા અને હાસમ રફીકભાઈ ખેરાણી તરફે જાણીતા એડવોકેટ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા સહિતના તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામજોધપુરમાં વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: બે સ્થળેથી ૧૮ શખ્સો ઝડપાયા

0

જામજોધપુરમાં એક વાડીમાં જુગારધામ ધમધમતું હતું, બે સ્થળેથી ૧૮ શખ્સો ઝડપાયા

  • જામજોધપુરમાં બે ફિલ્ડમાં જુગાર રમતા ૧૨ સામે કાર્યવાહી, રૂ.૭.૫૬ લાખનો મુદ્દામાલ કબજે; લાલપુરના જશાપરમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ સપ્ટેમ્બર ૨૬,: જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૮ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારધામ ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે વાડીની બે અલગ-અલગ જગ્યાએ ચાલી રહેલા જુગારના અખાડામાંથી કુલ ૧૨ શખ્સોને ઝડપી લઈ રોકડ, મોબાઇલ, વાહનો સહિત કુલ રૂ.૭,૫૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે લાલપુરના જશાપર ગામના પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા હતા અને તેમની પાસેથી રૂ.૧૦,૫૦૦ રોકડ મળી આવી હતી.જામજોધપુર પોલીસને મળેલી બાતમીના આધારે તા.૧૭ સપ્ટેમ્બરની વહેલી સવારે કોટડા બાવીશી ગામે કીરીટભાઈ રવજીભાઈ કાલાવડીયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પહોંચતા વાડીમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. પોલીસે બે અલગ-અલગ ફિલ્ડમાં કાર્યવાહી કરી કુલ ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ ફિલ્ડમાંથી રૂ.૨૨,૩૦૦ રોકડ, ૫૨ ગંજીપત્તા, ચાર મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ રૂ.૭૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે બીજી ફિલ્ડમાંથી રૂ.૨,૧૨,૩૦૦ રોકડ, ૫૨ ગંજીપત્તા, પાંચ મોબાઇલ ફોન અને એક કાર મળી કુલ રૂ.૬,૮૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંને સ્થળનો કુલ મુદ્દામાલ રૂ.૭,૫૬,૬૦૦ થયો હતો.આ કાર્યવાહી અંગે કીરીટભાઈ રવજીભાઈ કાલાવડીયા સહિત કિશોરભાઈ દેવજીભાઈ ગડારા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ કણસાગરા, યોગેશ જગદીશભાઈ નગરીયા, મૌલિકભાઈ રમેશભાઈ કંટારીયા, હિતકુમાર અશ્વિનભાઈ ખાંટ, જસ્મીનભાઈ મનસુખભાઈ ઝાલાવડીયા, દીપકભાઈ ભગવાનભાઈ લાડાણી, નીતિનભાઈ દિનેશભાઈ કનેરીયા, હિતેશભાઈ ઠાકરશીભાઈ શાપરીયા, રીપલભાઈ મથુરભાઈ ભાલોડીયા અને રાજેશભાઈ શામજીભાઈ ભાલોડીયા સામે જુગાર ધારા કલમ ૪-૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.બીજી તરફ લાલપુર પોલીસે તા.૧૬ સપ્ટેમ્બરની રાત્રે જશાપર ગામના પાદરમાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧૦,૫૦૦ રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં મળી કુલ રૂ.૧૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં જયેશ નગાભાઈ બરાય, દીનેશ નથુભાઈ બરાઈ, કેશુર વિદુભાઈ જોગલ, પરાગ ધનજીભાઈ પરમાર, કેતન નરશીભાઈ નકુમ અને પાલાભાઈ રાજશીભાઈ નંદાણીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. લાલપુર પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં પોલીસકર્મી સહિત ૪ સામે વ્યાજખોરી-ખંડણીનો ગુનો,સુરેન્દ્રનગર SPના નેતૃત્વમાં SIT તપાસ

0

જામનગરના પોલીસકર્મી સહિત ચાર સામે વ્યાજખોરી-ખંડણીના આક્ષેપમાં ગુનો : સુરેન્દ્રનગર એસપીના નેતૃત્વમાં એસઆઈટી તપાસ

  • રૂ.૫૦ લાખ સામે રૂ.૧.૦૫ કરોડ ચૂકવ્યા છતાં રૂ.૨ કરોડના ચેક પડાવ્યાનો ફરિયાદીનો આક્ષેપ : જામનગરમાં આરોપીઓના રહેણાંકની તપાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૬, જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરી તથા બળજબરીથી નાણાં વસૂલવાના આક્ષેપો સાથે ગંભીર ફરિયાદ થતાં પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે.ફરિયાદી પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા (ઉ.વ.૩૨)ના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં રેતીની લીઝના કામ માટે તેમણે અજયસિંહ ઝાલા પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂ.૩૫ લાખ લીધા હતા. આ રકમ પેટે રૂ.૩૬.૦૫ લાખ ચૂકવી દીધા હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે. ત્યારબાદ જૂન-૨૦૨૫માં ફરી નાણાંની જરૂરિયાત ઊભી થતાં અજયસિંહે દર મહિને ૨૦ ટકા વ્યાજે વધુ રૂ.૧૫ લાખ આપ્યા હતા.ફરિયાદીના આક્ષેપ મુજબ, રૂ.૫૦ લાખની સામે રોકડ, ઓનલાઈન તથા આંગડિયા મારફતે અત્યાર સુધીમાં કુલ રૂ.૧,૦૫,૦૨,૦૦૦ ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં તેમની પાસેથી વધુ રકમની માગણી કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અજયસિંહ ઝાલા ઉપરાંત દિવ્યરાજસિંહ ગંભીરાસિંહ વાઢેર, અજયસિંહ જયેન્દ્રસિંહ વાઢેર અને યુવરાજસિંહ લાલુભા ઝાલા વડોદરા પહોંચ્યા હતા અને ફરિયાદીને ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીને વડોદરા કોર્ટમાં લઈ જઈ રૂ.૨ કરોડ હાથઉછીના લીધા હોવાના ત્રણ અલગ-અલગ નોટરાઇઝ્ડ લખાણ કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.આ લખાણોના આધારે રૂ.૨ કરોડની રકમના ચેક મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી કાયદેસરની નોટિસો પાઠવી વધુ દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવા ઉપરાંત ફરિયાદીના સગા-સંબંધીઓને પણ ફોન કરી ધમકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી પાસે સમગ્ર વ્યવહાર અંગેની વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ તથા આંગડિયાની પહોંચ સહિતના પુરાવા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) તથા નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન, સુરેન્દ્રનગર એસઆઈટીની ટીમે જામનગરમાં પહોંચી પોલીસકર્મી અજયસિંહ ઝાલા ઉપરાંત અજયસિંહ વાઢેર, યુવરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ વાઢેરના રહેણાંક સ્થળોએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આરોપીઓના રહેણાંક સહિત આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી જરૂરી નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રકરણમાં એસઆઈટી દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગામી દિવસોમાં વધુ કાનૂની કાર્યવાહી થવાની શક્યતા છે.

આપાતકાલીન સ્થિતિમાં અગ્રેસર રહેતા ‘ફ્રન્ટલાઇન વોરિયર’: DFO જયવીરસિંહ રાણાનો આવતીકાલે બર્થડે

જામનગરમાં આપાતકાલીન કામગીરીમાં હંમેશા અગ્રેસર રહેતા ફાયર શાખાના ડિવિઝનલ ફાયર ઓફિસર ( DFO) જયવીરસિંહ રાણાનો આવતીકાલે જન્મદિવસ

  • આગ, હોનારત કે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં જાનની પરવા કર્યા વિના ઘટના સ્થળે પહોંચી કામગીરી કરવાની આગવી ઓળખ

દેશ દેવી ન્યુઝ તા. ૧૬ સપ્ટેમ્બર ૨૬ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ડિવિઝનલ ફાયર ઓફિસર તથા જામનગર કોર્પોરેશન કર્મચારી કો.ઓ. મંડળીના વર્તમાન પ્રમુખ જયવીરસિંહ રાણાનો આજે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તા. ૧૭-૯-૧૯૮૨ ના રોજ જન્મેલા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના વતની જયવીરસિંહ રાણા કાલે ૪૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ તથા શુભેચ્છકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.જામનગર શહેરમાં ગમે ત્યારે આગ, હોનારત, વાવાઝોડું કે અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જયવીરસિંહ રાણા કામગીરીમાં અગ્રેસર રહે છે. ફાયર શાખાની ફરજ દરમિયાન અનેક વખત જોખમી પરિસ્થિતિમાં પણ જાનની પરવા કર્યા વિના ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.ફાયર શાખાની ફરજ ઉપરાંત જયવીરસિંહ રાણા વિવિધ સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે. આપાતકાલીન સમયે ઝડપી કામગીરી, ટીમ સાથે સંકલન અને સેવાભાવના કારણે તેઓ સહકર્મીઓ તથા વિવિધ સંસ્થાઓમાં આગવી ઓળખ ધરાવે છે.તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો તથા શુભેચ્છકો દ્વારા જયવીરસિંહ રાણાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમનો મોબાઈલ નંબર ૯૮૭૯૦ ૦૨૯૦૬ છે.

PM ના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

  • મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકેની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવાના કાર્યકાળને બિરદાવવા વિશેષ આયોજન

  • રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ભજન ક્લેમિંગ’ નામક ભજન સંધ્યાનું પણ આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરમાં આવતીકાલે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની તેમની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવાના કાર્યકાળ નિમિત્તે સ્નેહ, કૃતજ્ઞતા અને શુભકામનાઓ વ્યક્ત કરવા માટે વિશેષ કાર્યક્રમ ‘આશીર્વાદનો દીવડો’નું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ સાથે તેમની રાષ્ટ્રસેવાને બિરદાવવામાં આવશે. ‘આશીર્વાદનો દીવડો’ સ્નેહ, સંકલ્પ અને કૃતજ્ઞતાના પાવન અવસર તરીકે યોજાઈ રહ્યો છે.આ પ્રસંગે ‘ભજન ક્લેમિંગ’ નામક ભજન સંધ્યાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નાગરિકો, કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૭ વાગ્યે જામનગરના પી.એન. માર્ગ પર આવેલી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. આ પાવન અવસરે સૌની ઉપસ્થિતિ આનંદ અને ગૌરવનો અવસર બનશે.

જામનગર : ACBની કામગીરી સામે ખાનગી ફરીયાદમાં 3 પોલીસ અધિકારીઓ સામે સમન્સ કાઢવાનો હુકમ

0

જામનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી સામે ખાનગી ફરિયાદમાં ત્રણ પોલીસ અધિકારીઓને સમન્સ કાઢવાનો હુકમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૬, જામનગરની અદાલતે તત્કાલીન પો.સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, પી.આઈ. એસ.એચ. આચાર્ય અને તત્કાલીન પી.આઈ. પી.કે. લીલા સામે પ્રથમદર્શનીય ગુનો જણાતાં સમન્સ બજાવવાનો હુકમ કર્યો જામનગરની અદાલતમાં ફરિયાદી ચંદ્રવિજયસિંહ ઝાલા દ્વારા એવા મતલબની માંગણી અંગે ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુના રજિસ્ટર નંબર ૦૪/૨૦૧૯ના કામે સામેવાળા સામે ગુનો દાખલ થાય તે પહેલાં જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જણાવી ફરિયાદીએ પોતાના હિતને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.ફરિયાદ મુજબ, આ સમગ્ર કાર્યવાહી ગુનાની તપાસની કામગીરી સાથે જોડાયેલી ગણાવી સામેવાળાઓ સામે ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અદાલત સમક્ષ ફરિયાદી તરફથી વિવિધ દસ્તાવેજો તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓને ધ્યાને લેતાં અદાલતે તત્કાલીન પો.સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, તત્કાલીન પી.આઈ. એસ.એચ. આચાર્ય તેમજ તત્કાલીન પી.આઈ. પી.કે. લીલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૬ તથા ૧૧૪ હેઠળ પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું ઠરાવી, ફરિયાદના કામે ત્રણેય સામે સમન્સ કાઢવાનો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી ચંદ્રવિજયસિંહ ઝાલા તરફથી જામનગરના જાણીતા વકીલ કેતન આશર, દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

AIIMS ની ઓફર બાજુ પર મૂકી માતૃભૂમિનો પ્રેમ પસંદ કર્યો: જામનગરના નક્ષતરાજસિંહ જાડેજાની અનોખી સિદ્ધિ

0

જામનગરના હોનહાર વિદ્યાર્થી નક્ષતરાજસિંહ જાડેજાની પ્રેરણાદાયી સિદ્ધિ: AIIMSમાં પ્રવેશ મળવા છતાં હોમટાઉન જામનગરની MP શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ પસંદ કરી

  • નક્ષતરાજસિંહ જાડેજા ના પિતા PM જાડેજા (P. M Jadeja) એક મોટીવેશનલ સ્પીકર, લીડરશીપ કોચ અને કોર્પોરેટ ટ્રેનર તરીકે ખુબજ જાણીતા છે. 98252 20299

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ સપ્ટેમ્બર ૨૬ તાજેતરમાં જાહેર થયેલા મેડિકલ એડમિશનના પરિણામોમાં જામનગરના તેજસ્વી વિદ્યાર્થી નક્ષતરાજસિંહ જાડેજાએ ઓલ ઈન્ડિયા લેવલે ૧૦૭૩મો (1073) રેન્ક મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આટલો ઉત્કૃષ્ટ રેન્ક હોવાના કારણે દેશની પ્રતિષ્ઠિત AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) જેવી પ્રીમિયમ સંસ્થામાં MBBSમાં સરળતાથી પ્રવેશ મળી શકે તેમ હતો.આમ છતાં, નક્ષતરાજસિહજીએ પોતાની માતૃભૂમિ અને હોમટાઉન પ્રત્યેના વિશેષ પ્રેમ તેમજ સ્થાનિક સેવાના સંકલ્પ સાથે જામનગરની જ સુપ્રસિદ્ધ એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ પસંદ કરીને એક આગવો દાખલો બેસાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નક્ષતરાજસિંહના પરિવારમાં તબીબી સેવાનો પાયો પહેલેથી જ મજબૂત રહ્યો છે. તેમના બહેન ડો. કૃપાક્ષીબા જાડેજાએ પણ એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર ખાતેથી જ પોતાનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને તેમના પિતા પી. એમ. જાડેજા (P. M. Jadeja) એક જાણીતા મોટીવેશનલ સ્પીકર, લીડરશીપ કોચ અને કોર્પોરેટ ટ્રેનર તરીકે જાણીતા છે. તેઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને કોર્પોરેટ ક્ષેત્રે પર્સનાલિટી ડેવલપમેન્ટ, નેતૃત્વ અને સકારાત્મક વિચારસરણી પર પોતાના વ્યાખ્યાનો અને સેશન્સ આપવા માટે ઓળખાય છે. પરિવારની આ જ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા અને જામનગરની મેડિકલ કોલેજની ગુણવત્તા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા નક્ષતરાજસિહજીએ હોમટાઉનમાં જ રહીને ડોક્ટર બનવાનો નિર્ણય લીધો છે.​ઉચ્ચ રેન્ક મેળવ્યા બાદ પણ મેટ્રો સિટી કે બહારની મોટી સંસ્થાઓ તરફ જવાને બદલે જામનગરની સરકારી મેડિકલ કોલેજ પર પસંદગી ઉતારવાના આ નિર્ણયની તબીબી આલમ અને રાજપૂત સમાજ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે સરાહના થઈ રહી છે.

જામનગર મનપા દ્વારા નિર્મિત બે વિસર્જન કુંડ ખાતે શ્રદ્ધાભેર ગણેશ વિસર્જનનો પ્રારંભ

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ

  • સમર્પણ સર્કલ-બાયપાસ ચોકડી અને સરદાર રિવેરા સોસાયટી પાસે મહાનગરપાલિકાની વ્યવસ્થા : પૂજા-આરતી સાથે ભાવભેર વિઘ્નહર્તાને અપાઈ વિદાય

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫,સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા બંને વિશાળ વિસર્જન કુંડ ખાતે આજથી વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે જ વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓ લઈને સંચાલકો, આયોજકો તેમજ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરનારા ભક્તો બંને વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા.જામનગર મહાનગરપાલિકા દ્વારા સમર્પણ સર્કલથી બાયપાસ ચોકડી તરફ એરપોર્ટ રોડ પર તથા લાલપુર બાયપાસથી રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા સોસાયટીના અંદરના ભાગમાં બે વિશાળ કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. બંને સ્થળોએ ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન થઈ શકે તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વિસર્જન માટે આવતા ભક્તો મૂર્તિનું કુંડ ખાતે પૂજન-અર્ચન અને આરતી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વિઘ્નહર્તા દેવને ભાવભેર વિદાય આપી મૂર્તિનું વિસર્જન કુંડમાં કરવામાં આવી રહ્યું છે. બંને સ્થળોએ પાણી, લાઇટિંગ, પાર્કિંગ સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કુંડ આશરે ૫૦ મીટર લાંબા અને ૨૦ મીટર પહોળા છે અને છેવાડાના ભાગે આશરે ૧૦ ફૂટ ઊંડાઈ રાખવામાં આવી છે. કુંડમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા સહિતની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓ લઈને આવતા આયોજકો અને ભક્તો માટે બંને સ્થળોએ માર્ગદર્શન સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન નદી, તળાવ કે અન્ય જળાશયોમાં કરવાને બદલે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બંને વિસર્જન કુંડમાં જ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.