જામનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા ‘જ્ઞાનેશ કુમાર’ના પૂતળાનું દહન કરી વિરોધ
-
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા; ‘જ્ઞાનેશ કુમાર ક્યાં છુપાયા, ભાજપના દફ્તરમાં છુપાયા, મોદીજીની જેબમાં છુપાયા’ના નારા લગાવ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૬: વિજયાદશમીના પર્વ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં ‘જ્ઞાનેશ કુમાર’ના પૂતળાનું દહન કરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો કાર્યાલયના પટાંગણમાં એકત્રિત થયા હતા. આ દરમિયાન કાર્યકરોએ ‘જ્ઞાનેશ કુમાર ક્યાં છુપાયા, ભાજપના દફ્તરમાં છુપાયા, મોદીજીની જેબમાં છુપાયા’ સહિતના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.ત્યારબાદ કાર્યકરોએ ‘જ્ઞાનેશ કુમાર’ના પૂતળાનું દહન કર્યું હતું. વિજયાદશમીના પર્વે પૂતળાદહનના માધ્યમથી કોંગ્રેસે પોતાનો વિરોધ દર્શાવી વિશેષ પ્રકારનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચારથી રાજકીય માહોલ ગરમાયો હતો.


