જામનગરમાં ઉછીના નાણાં ન આપતા યુવકની ધોકા અને ઢીકાપાટુનો માર મારી હત્યા: ૪ સામે ગુનો નોંધાયો
-
દરેડ ગામના સ્મશાન પાસે બની ઘટના; પંચ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ સપ્ટેમ્બર ૨૬:જામનગર તાલુકાના દરેડ ગામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા એક યુવક પર લાકડીના ધોકા અને ઢીકાપાટુ વડે પ્રાણઘાતક હુમલો કરી તેની ક્રૂર હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, દરેડ ગામમાં ખોડિયાર મંદિર પાસે ભાડાની ખોલીમાં રહેતા અને મંજૂરી કામ કરતા સુગ્રીમકુમાર વર્મા (ઉ.વ. ૩૭, મૂળ રહે. બિહાર) ના સાળા સૂર્યકાન્ત ઉર્ફે સૂર્યા (ઉ.વ. ૨૮) ગત તા. ૨૪/૦૯/૨૦૨૬ના રોજ રાત્રિના સુમારે દરેડ ગામ વાછરા દાદાના મંદિર પહેલા આવેલા સ્મશાન પાસે પોતાના મિત્રો સાથે બેઠા હતા.
તે સમયે આરોપી વિમલ પરમારે સૂર્યકાન્ત પાસે વાપરવા માટે ઉછીના રૂપિયા માગ્યા હતા. જોકે સૂર્યકાન્તે નાણાં આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ અને વિરમ ઉર્ફે રાધે ભેગા મળીને સૂર્યકાન્ત પર લાકડીના ધોકા તથા ઢીકાપાટુ વડે તૂટી પડ્યા હતા. ત્યારબાદ રવિરાજસિંહ કંચવા નામના શખ્સે આવીને પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.આ ચારેય આરોપીઓએ સૂર્યકાન્તને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે મૃતકના બહેનોઈ સુગ્રીમકુમાર વર્માની ફરિયાદના આધારે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને ટીમ દ્વારા ચારેય આરોપીઓ—(૧) વિમલ પરમાર, (૨) ખોડાભાઈ ઉર્ફે ખોળુ, (૩) વિરમ ઉર્ફે રાધે, અને (૪) રવિરાજસિંહ કંચવા (તમામ રહે. દરેડ)—સામે BNS કલમ ૧૦૩(૧), ૩(૫) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર પોલીસે અગાઉ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી.નીચલી અદાલતમાં રાહત નહીં મળતાં ચારેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ સમક્ષ બચાવ પક્ષના વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ અદાલતે ચારેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
ભક્તિ, સંગીત અને ઉત્સાહથી સમગ્ર પ્રદર્શન મેદાન ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ સમયે વરસાદ શરૂ થતાં થોડા સમય માટે વિક્ષેપ સર્જાયો હતો. જોકે, આયોજકો દ્વારા કરવામાં આવેલી આગોતરી વ્યવસ્થાના કારણે વરસાદ બંધ થતાં જ મેદાનમાં તાત્કાલિક સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ધારિત આયોજન મુજબ કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ થયો હતો.
વરસાદનો ઉલ્લેખ કરતાં સાંસદ પૂનમબેન માડમે મંચ પરથી લાગણીસભર ટકોર કરી હતી કે, “હું આયોજન કરું અને વરસાદ આવે તો આવાં ૧૦૦ આયોજન કુરબાન છે.” મેઘરાજાની પધરામણી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયેલા રહેતાં તેમણે જનમેદનીના ઉત્સાહ અને સાથ બદલ લાગણી વ્યક્ત કરી હતી.‘નમો નાદ’માં જાણીતા કલાકારો ઇશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીએ ભજન તથા સંગીતની રમઝટ બોલાવી હતી. ભક્તિ સંગીતના તાલે શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ પણ લોકોની વચ્ચે પહોંચી ભજનના તાલે ઝૂમ્યાં હતાં. તેમને લોકો સાથે આ રીતે જોડાતાં જોઈ ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં.
ખાસ કરીને જામનગરના યુવાનો અને યુવતીઓમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાઓ ભક્તિસંગીતના તાલે ઝૂમ્યાં હતાં અને સાંસદ સાથે આનંદભેર કાર્યક્રમનો માણ્યો હતો.કાર્યક્રમને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી ઉત્સાહિત સાંસદ પૂનમબેન માડમે નવરાત્રિ પહેલાં ફરી એક વખત આવો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
ઝેન-ઝી સાથે ઝૂમ્યાં, સેલ્ફીનો પણ જમ્યો ક્રેઝ
