જામનગરમાં હવસખોરોની હેવાનિયત: સાડા બાર વર્ષની સગીરા પર બે વૃદ્ધોએ આચર્યું દુષ્કર્મ, મૃત બાળક જન્મતા ભાંડો ફૂટ્યો

0
295260

જામનગરમાં શરમનાક ઘટના: સાડા બાર વર્ષની સગીરા પર બે વૃદ્ધોએ દુષ્કર્મ ગુજાર્યું, અધૂરા માસે મૃત બાળકનો જન્મ થતાં ભાંડો ફૂટ્યો

  • ડીએનએ રિપોર્ટ અને સગીરાના નિવેદનના આધારે ૬૫ અને ૬૬ વર્ષના બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧નવેમ્બર ૨૬ જામનગર શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. માત્ર સાડા બાર વર્ષની વય ધરાવતી સગીરા પર બે વૃદ્ધ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી અને ગત ઓગસ્ટ મહિનાની બીજી તારીખે તેને પ્રસૂતિની પીડા ઉપડતાં છ માસના અધૂરા માસે જન્મેલા મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના અંતે ૬૫ તથા ૬૬ વર્ષના બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સાડા બાર વર્ષની સગીરા પર બે વૃદ્ધ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. ગત ઓગસ્ટ મહિનાની બીજી તારીખે સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં છ માસના અધૂરા માસે જન્મેલા મૃત બાળકનો જન્મ થયો હતો. આ બનાવ બાદ સમગ્ર મામલો પોલીસના ધ્યાન પર આવતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે સગીરાના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવી હતી અને ડીએનએ પરીક્ષણ માટે સગીરા, મૃત બાળક તથા શંકાસ્પદ બંને વૃદ્ધોના નમૂના લેવામાં આવ્યા હતા. ફોરેન્સિક તપાસના અહેવાલ અને સગીરાના નિવેદનના આધારે જુનસ એલિયાસ ચમડિયા (ઉંમર આશરે ૬૬ વર્ષ) તથા બશીર નૂરમામદ જોખિયા (ઉંમર આશરે ૬૫ વર્ષ)ની આ ગુનામાં સંડોવણી સામે આવતાં પોલીસે આજે બંનેની ધરપકડ કરી હતી.ધરપકડ બાદ બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતના હુકમથી બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભોગ બનેલી સગીરા હાલ પોતાની માતાના ઘરે રહેવા ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.જામનગર શહેરમાં સગીર વયની બાળકી સાથે બનેલી આ અત્યંત ગંભીર ઘટનાએ સમાજમાં ચિંતાની લાગણી ફેલાવી છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.