Friday, October 9, 2026
Home Blog Page 26

જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં યોજાયેલી મહાઆરતીમાં જિલ્લા કલેક્ટર પરિવાર સાથે જોડાયા

જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં ગઈકાલે હનુમાન જયંતિ નિમિતે યોજાયેલી મહાઆરતી માં જિલ્લા કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ એપ્રિલ ૨૬, જામનગરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિરે ગઈકાલે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના નવનિયુક્ત કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે હાજર રહ્યા હતા, અને બાલા હનુમાનજીના મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતું.જિલ્લા કલેક્ટર એ મંદિરે પહોંચી હનુમાનજીના દર્શન-પૂજનનો લાભ લીધો હતો અને જિલ્લામાં સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂનના મહાજાપ ને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

જામનગરમાં રૂપિયા ૪.૫૨ લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા

0

જામનગરમાં ACB નો સપાટો : રૂપિયા ૪.૫૨ લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ એપ્રિલ રડ, જામનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને રૂપિયા ૪,૫૨,૦૦૦ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપવામાં આવતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ, ફરીયાદીના મિત્રને લાખાબાવળ ગામ નજીક હાઇવે પર આવેલા રિસર્ચ સેન્ટર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. આ કામગીરીના બિલ મંજુર કરવા બદલ આરોપી મદદનીશ ઇજનેરે રૂપિયા ૪.૫૨ લાખની લાંચ માગી હતી.ફરીયાદી લાંચ આપવા તૈયાર ન થતાં તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી તથા તેમની ટીમ દ્વારા આયોજન બદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આજે તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબલ્યુ.બી. કચેરીમાં ટ્રેપ દરમિયાન આરોપીએ લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન મોબાઇલમાં થયેલી વાતચીતમાં લાંચ અંગેની કબૂલાત પણ નોંધાઈ હતી. તરત જ એ.સી.બી. ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.આ સફળ કામગીરી એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ છે અને આવા તત્વો હવે લાંબા સમય સુધી બચી શકશે નહીં.

જામનગર : ગાંધીનગર વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં તોડફોડ : 4 સામે ફરિયાદ

0

જામનગરમાં એક પાર્ટી પ્લોટમાં તોડફોડ અને ચોરી : અને રૂપિયા ૧.૩૫ લાખથી વધુનું નુકસાન : ૪ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧,એપ્રિલ ૨૬ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા આશાપુરા પાર્ટી પ્લોટમાં મધરાત્રી દરમિયાન તોડફોડ અને ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ૪ સામે ગુનો નોંધાયો છે.પોલીસ ફરિયાદ મુજબ, તા. ૩૧/૦૩/૨૦૨૬ના રોજ વહેલી સવારે ૦૩:૩૦ થી ૦૩:૪૫ વાગ્યાની વચ્ચે ગાંધીનગર શિવશાઇ સોસાયટી પાસે આવેલી પાર્ટી પ્લોટમાં આરોપીઓએ ઘૂસી તોડફોડ મચાવી હતી.

ફરિયાદી પ્રદીપસિંહ ભનુભા ચુડાશમા (ઉંમર ૩૪, ધંધો: પાર્ટી પ્લોટ અને મંડપ સર્વિસ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓ સાથે ચાર વર્ષ જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂની તકરારને કારણે આરોપીઓ વારંવાર બોલાચાલી કરતા હતા.ઘટના દિવસે આરોપીઓ ક્રીપાલસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા તથા એક અજાણ્યા ઇસમ—એ ગેરકાયદેસર રીતે પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો હતો. લાકડાના ઘોકા અને લોખંડના પાઇપ સાથે સજ્જ આરોપીઓએ ઓફિસમાં રાખેલા સામાનમાં તોડફોડ કરી હતી.

આ દરમિયાન એલ.જી. કંપનીનું ૩૨ ઇંચનું ટીવી, ફ્રિજ, એસી, બારીઓના કાચ અને કુલ ૪ સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. સાથે જ ડી.વી.આર. મશીન (આશરે રૂ. ૩૦,૦૦૦ કિંમતનું) ચોરી કરી લઈ ગયા હતા. કુલ મળીને આશરે રૂ. ૧,૩૫,૦૦૦ જેટલું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવમાં આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચરી તેમજ જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો. બનાવ બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૨), ૩૨૪(૫), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : કાલાવડના ખંઢેરા પાસે દિવ્યાંગ આધેડ અગ્નિસ્નાન કરી આપધાત

0

કાલાવડ નજીક ખંઢેરા પાસે દિવ્યાંગ આધેડ નો પોતાની કાયા પર જ્વલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧,એપ્રિલ ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી લેતાં ભડથું થઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે.પોલીસ માહિતી મુજબ તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજના સમય પહેલા કોઇપણ સમયે ખંઢેરા ગામથી વરુડીમાતા જવાના જુના માર્ગ પર દાવલશાહ પીરના રોજા સામે સરકારી ખરાબામાં આ બનાવ બન્યો હતો. મૃતકની ઓળખ જમનભાઈ ગાંડુભાઈ સોંડાગર (ઉ.વ. ૫૦) રહે. ખંઢેરા ગામ તરીકે થઈ છે. તેઓ જન્મથી જ વિકલાંગ હતા અને અવિવાહિત હતા. પ્રાથમિક માહિતી મુજબ તેઓ કડક સ્વભાવના હોવાથી કોઇ વાતે મનમાં લાગી આવતાં પોતાની જાતે શરીરે આગ લગાવી દીધી હતી, જેના કારણે તેઓ દાઝી જતાં તેમનું સ્થળ પરજ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એ.ડી. નંબર ૧૪/૨૦૨૬ મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૧૯૪ હેઠળ નોંધ કરવામાં આવી છે. અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન કે છૈયા આ મામલે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરના લીમડા લાઈનમાં ચોર સમજી આધેડને માર મારી ચાર વેપારીઓએ હત્યા નિપજાવી

0

જામનગરમાં અંબર ચોકડી પાસે બાવરીવાસમાંથી એક વ્યક્તિનું ચોરીની શંકા ના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ

  • બે બાઈકમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યા નો ગુન્હો નોંધ્યો : કેટલાક શકમંદો ને ઉઠાવીને પૂછપરછ

  • લીમડાલેન વિસ્તારમાં એક રેફ્રિજરેટરની દુકાનમાં કોપરની પાઇપની ચોરીનું આળ મૂકીને ઢોર માર માર્યા બાદ મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ એપ્રિલ ૨૬, જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં હત્યા ની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચોરીની શંકાને આધારે ચાર અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિનું અપહરણ કરી માર મારતાં તેનું મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના જમાઈની ફરિયાદ ના આધારે હત્યા અને અપહરણ સહિતની કલમો હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને કેટલાક શકમંદો ને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે.પોલીસ ફરિયાદ માં જાહેર થયા મુજબ તા. ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજના સમયે બે મોટરસાયકલમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો અંબર ચોકડી નજીક બાવરી વાસ વિસ્તારમાં રહેતા અને આ કેસના ફરીયાદી ઉદલ કનૈયાભાઈ પરમાર ના ઝૂંપડા સામે ફૂટપાથ પર બેઠેલા ફરિયાદી ના સસરા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી અને સંજય પાસે પહોંચ્યા હતા.
શરૂઆતમાં વાતચીત બાદ આરોપીઓએ અચાનક બંનેને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકની નળી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ આરોપીઓએ બંનેને બળજબરીપૂર્વક મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ બંનેને ગોંધી રાખી ફરીથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન રાજુભાઈ કોષ્ટિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સંજયને શરીરે ઈજાઓ થતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લીમડા લેન વિસ્તારમાં આવેલી ફ્રીજ , એસી. રીપેરીંગ ની દુકાનમાંથી એ.સી.ની પાઈપ (નળી) ચોરીની શંકાના આધારે આ કૃત્ય કર્યું હતું. ઇજાગ્રસ્ત રાજુભાઇને ત્યાં જ જાહેરમાં શેરીમાં છોડીને હુમલા કરો ભાગી છુટ્યા હતા. દરમિયાન મૃતકના સાળા તથા અન્ય પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ૧૦૮ ની મદદ લીધી હતી, અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો જેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને તેમાં પ્રાથમિક રિપોર્ટમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસ દ્વારા આ માંમલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે.લીમડાલેન વિસ્તારમાં આવેલી ફ્રીન એસી રીપેરીંગની દુકાનમાંથી કોપરના પાઇપની ચોરી થઈ હતી જેમાં મૃતક સામેલ હોવાનું અનુમાન લગાવીને આરોપીઓએ હુમલો કરી દીધો હતો, અને આખરે બનાવ અત્યારમાં પલટાયો છે એ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જામનગર ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે નિરીક્ષકો દ્વારા બે દિવસ સેન્સ લેવાશે

0

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા બુધવાર અને ગુરુવારે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧, માર્ચ ૨૬ જામનગર જિલ્લા ભાજપ ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ના ઉમેદવારો માટે “સેન્સ પ્રક્રિયા” યોજવામાં આવનાર છે. જે કાર્યકર્તાઓ, ઇચ્છુક ઉમેદવારો ઉપરોક્ત ચૂંટણી લડવા માગતા હોય, તેઓ આગામી બુધવારે અને ગુરુવારે નિયત સ્થળ મુજબ પોતાની સેન્સ રજૂ કરી શકશે.“સેન્સ પ્રક્રિયા” એ ભાજપની પારદર્શક અને સંગઠન આધારિત પરંપરા છે, જેમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ઇચ્છુક ઉમેદવારોની અભિપ્રાય અને રજૂઆતને મહત્વ આપવામાં આવે છે.આ સેન્સ પ્રક્રિયા અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય, જામનગર માં રાખવામાં આવી છે.જેમાં ગ્રુપ – ૧ માં મંડલ જોડિયા તાલુકો , જીલ્લા પંચાયત સીટ માં જોડિયા – પીઠડ , અને તમામ તાલુકા પંચાયત સીટ માટે તા ૧/૪/૨૬ ના સવારે ૧૦ થી ૧૨ , મંડળ ધ્રોલ તાલુકો , જિલ્લા પંચાયત સીટ ખારવા – લતીપર , તમામ તાલુકા પંચાયત સીટ તા.૧/૪/૨૬ ના બપોરે ૧ થી ૩, સિક્કા નગરપાલિકા વોર્ડ તમામ નગરપાલિકા સીટ ૧ થી ૭ તા.૧ ના બપોરે ૩ થી ૬, અને મંડળ જામનગર તાલુકો , આમરા, આલિયા ,બેડ.,ચેલા ,ધુવાવ , ધૂતારપર, ખીમરાણા અને મોરકંડા , તમામ તાલુકા પંચાયત સીટ માટે તા.૨/૪/૨૬ ના સવારે ૯ વાગ્યે સેન્સ લેવામાં આવશે.જ્યારે ગ્રુપ બી માં મંડલ કાલાવડ તાલુકો માટે જીલ્લા પંચાયત સીટ ખંઢેરા ,ખરેડી, નવાગામ અને નિકાવા , તા.પંચા.તમામ સીટ મમાટે તા.૧.૪.૨૬ ના સવારે ૧૦ થી ૧.૦૦ , મંડળ લાલપુર તાલુકો , જી.પંચો સીટ માં ભણગોર – લાલપુર પીપરટોડા – સીંગચ, તા. પંચાયત તમામ બેઠક માટે તા.૧ ના બપોરે ૨ થી ૫ , મંડળ જામજોધપુર તાલુકો ગીંગણી – સતાપર મોટી ગોપ – શેઠવડાળા , તમામ તાલુકા પંચાયત સીટ માટે તા.૨/૪/૨૬ ના સવારે ૯ વાગ્યે સેન્સ.લેવામાં આવશે.

જામનગર શહેરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા

0

જામનગર શહેરમાં  જયંતિની ભવ્ય ઉજવણીમહાવીર : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા

દેવી ન્યુઝ જામનગર તા ૩૧, માર્ચ ૨૬ જામનગર શહેરમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભક્તિપૂર્ણ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.સવારે ૭:૧૫ વાગ્યે શહેરના ૨૬ જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી પ્રસ્થાન થઈ હતી, અને પેલેસ દેરાસર ખાતે વિરામ પામી છે. રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, ૧૩ ફૂટના કાર્ટૂન પાત્ર માનવીઓ, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.રથયાત્રાનો માર્ગ શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે પૂર્ણ થઇ હતી.જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની નિશ્રામાં આજે સવારે ૯:૩૦ વાગ્યે ભક્તામર પાઠ બાદ પક્ષાલ પુજા અને કેસર પુજાનું આયોજન થયું હતું. ત્યારબાદ બપોરે ૨:૩૦ વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પુજા યોજાઇ છે.સાંજે ભક્તિભાવના દરમિયાન ૧૦૮ દીવાની આરતી અને મંગલ દીવડાના ચડાવા પણ કરવામાં આવશે, જે કાર્યક્રમનો આધ્યાત્મિક શિખર ગણાશે.આ રથયાત્રા અને ધાર્મિક પ્રસંગમાં શહેરના વિવિધ જૈન સંઘો અને સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં પિતાને લાકડીથી માર પડ્યો

0

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળક ના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ માર્ચ ૨૬ ,જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમતાં થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી સુધી પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જામનગરમાં ત્રણ માળિયા આવાસમાં રહેતા જાવીદભાઈ જીકર ચંગડા ના દિકરા સાથે ક્રિકેટ રમતાં આઝાદ રજાક સમા ફકીર સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરીયાદી તેમને સમજાવવા જતા આરોપી સાથે ઝઘડો થયો હતો.આ દરમિયાન આરોપી આઝાદ રજાક સમા એ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી અને લાકડી વડે માથાના ભાગે માર મારતા ફરીયાદીને લોહી નીકળે તેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધાયો છે.

જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં SCST પ્રમુખ બનશે

0

જામનગર જિલ્લા પંચાયત માં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯, માર્ચ ૨૬   રાજયની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી નજીક ના સમય માં યોજાનાર છે. ત્યારે રાજયના વિકાસ કમિશનર દ્વારા બેઠક મુજબ અનામત રોટેશન ની જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામતના ઉમેદવાર પ્રમુખપદ સંભાળશે જયારે દ્વારકામાં એસસી, એસટી નવા રોટેશન માં પ્રમુખ પદનો તાજ સંભાળશે. કેટલીક તાલુકા પંચાયતમાં રોટેશનમાં ફેરફાર થયા છે.જામનગર જિલ્લા પંચાયતમાં ગઇ ટર્મમાં મહિલા પ્રમુખપદે હતા હવે ફરી થી આ રોટેશન મુજબ ફેરફાર થશે. .જિલ્લાની છ તાલુકા પંચાયતના પ્રમુખપદની વાત કરીએ તો જામનગરમાં ઓબીસી પુરૂષ, કાલાવડ તા.પંચાયતમાં અનુ.જાતિ મહિલા, જામજોધપુરમાં ઓબીસી મહિલા, ધ્રોલમાં સામાન્ય પુરૂષ, જોડીયામાં સામાન્ય મહિલા, અને લાલપુર તા.પંચાયતમાં સામાન્ય પુરૂષને સતા સોંપવામાં આવશે.

જામનગર જિલ્લા પંચાયતના રાજકારણમાં પણ સળવળાટ થઇ ચુકયો છે કારણકે રોટેશન એવું આવ્યું છે કે મોટા ભાગના માંધાતાઓને બેઠક બદલવી પડશે. વળી આ વખત બીજી વખત મહિલા સતાનુ સુકાન સંભાળશે. એટલે જામનગર જિલ્લા પંચાયતના ૨૪ બેઠકના રાજકારણ માં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસસી, એસટીને પ્રમુખપદ આપવામાં આવશે .જેને કારણે રાજકારણમાં કંઇક નવા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ક્ષત્રિય, સતવારા, આહીર જ્ઞાતિના લોકો જોઈએ તેટલુ જોશથી ચુંટણીમાં કદાચ કામ ન કરે તેવી શક્યતા છે. હવે રોટેશન જાહેર થઈ ચુકયુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી છે. રોટેશન જાહેર થયા પછી મહાપાલિકા, જિલ્લા પંચાયત, અને તા.પંચાયતની અને નગરપાલિકાની ચુંટણીઓમાં ભારે ગરમાવો જોવા મળશે. કદાચ ત્રિપાંખીયો જંગ પણ ખેલાશે.

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ : 4 સામે FIR

0

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ : ચાર સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ માર્ચ ૨૬, જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ તેમજ છરી સહિતના અન્ય ધારદાર હથિયારો વડે જીવણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કપિલભાઈ વલ્લભભાઈ બાહુકિયા નામના ૩૫ વર્ષના યુવાને પોતાના માથા ઉપર તેમજ શરીરના અન્ય ભાગોમાં લોખંડના પાઇપ, છરી સહિતના ધાર દાર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે જામનગરના જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા, તેમજ તેઓના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.ઇજાગ્રસ્ત યુવાનને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેની સઘન સારવાર ચાલી રહી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી જયેન્દ્ર માનસુરીયા તેમજ ફરિયાદી કપિલ ભાઈ ને જામનગર તાલુકાના લોઠીયા ગામમાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા બાબતે સામાન્ય બોલા ચાલી અને ઝઘડો થયો હતો. તે વાતનું મન દુઃખ રાખીને કપિલ બાહુકીયા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન હુમલાખોરોએ આવીને અચાનક તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેથી તે લોહી લૂહાણ બન્યો હતો, અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમે તમામ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ૧૦૯ (૧) ,૧૧૮(૨) ,૧૧૫(૨) ,૩૫૨,૩૫૧(૩) ,૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને હાલ તેઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામ ની શોધખોળ ચલાવાઈ રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.