Friday, October 9, 2026
Home Blog Page 25

જામનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે પ્રચંડ વિરોધ

0

જામનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે પ્રચંડ વિરોધ : શહેર ભાજપ દ્વારા ધરણા કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮,એપ્રિલ ૨૬ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે જામનગર શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આ નિવેદનથી નારાજ થયેલા શહેરના નાગરિકો તેમજ શહેર ભાજપ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી ની રાહબરીમાં લાલ બંગલા સર્કલમાં ધરણા યોજાયા હતા. જેમાં શહેર ભાજપના અનેક કાર્યકર્તાઓ, હોદ્દેદારો પૂર્વ કોર્પોરેટરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને મૌન રહીને ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ હાથમાં બેનર પોસ્ટર સાથે કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે સામે પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં બહેનોની વિશેષ હાજરી જોવા મળી હતી.

જામનગરના વસઇ ગામની કરોડોની જમીન પ્રકરણમાં સિનિયર એડવોકેટ ના આગોતરા જામીન મંજુર

0

જામનગર : મહાજન પરીવારની કરોડો રૂપીયાની વસઈ ગામની જમીનના ખોટા કરાર કરી અને પુરાવામાં ઉપયોગમાં લેવાની ફરીયાદમાં સીનીયર વકીલને આગોતરા જામીન આપતી નામ.સેશન્સ અદાલત

  • સીનીયર સીટીઝન અને વિધવાના ખોટા અંગુઠા અને ખોટી સહીઓ કરી અને કરાર ઉભા કરી લીધેલ અને એડવોકેટે ખોટી ઓળખાણ પણ આપેલ હોવાના આક્ષેપો

  • સિનિયર વકીલના બચાવમાં વિદ્વન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ એપ્રિલ ૨૬ આ કેશની હકિકત એવી છે કે, સીકકા પોલીસ સ્ટેશનમાં ૭૩ વર્ષના નિવત અને વિધવા મહાજન સ્ત્રી રંજનબેન નરશીભાઈ સુમરીયાએ પોતાની ખેતીની જમીન વસઈ ગામે આવેલ હોય અને તે જમીન ખાતા નં.૮૭૫ થી નોંધાયેલ છે અને આ જમીનના રે.સ.નં.૧૭૭/૨ છે અને તે જમીનની બજાર કિંમત કરોડ ઉપરની હોય, જે જમીન અંગે નામ.અદાલતમાં ફરીયાદીના પતીએ જે તે વખતે સને ૧૯૮૧ માં કુલમુખત્યારનામું કરી આપેલ હોય, અને તેઓનું અવશાન થઈ ગયેલ હોય ત્યારબાદ આ જમીન ફરીયાદીએ વારસાઈ કરાવી અને પોતાના નામે કરાવેલ હોય, અને કુલ મુખત્યાર દ્વારા તેમના સામે દાવો કરેલ હોય તે દાવામાં કોઈ મનાઈ હુકમ ન હોય, અને મનાઈ હુકમ અંગેની કોઈ જ કાર્યવાહીઓ પણ થયેલ ન હોય, અને તે દાવો રદ કરવા માટે ફરીયાદીને તેમના પરીચીત વકીલને મળાવેલ અને તે વકીલે જામનગર મુકામે આવી અને તે દાવો ચાલે છે, તે દાવો રદ કરવાની કાર્યવાહીઓ કરવા બોલાવેલ અને ફરીયાદી અભણ હોય, અંગુંઠા કરતા હોય, તેઓ જામનગર મુકામે આવેલ અને તેઓની વકીલે ૧૦ થી ૧૫ કોરા કાગળમાં સહીઓ લઈ લીધેલ અને કોઈ નોટરી સમક્ષ દાવો રદ કરવાનું છે,તેવું સોગંદનામું કરવાનું જણાવી અને વકીલના રજીસ્ટરોમાં પણ સહીઓ લઈ લીધેલ તેમ જણાવતા ફરીયાદીએ સહીઓ કરી આપેલ, ત્યારબાદ ફરીયાદના દીકરી વેકેશનમાં હોય અને તેઓ જામનગર મુકામે આવતા તેમના ધ્યાનમાં આવેલ કે, કોઈ સવદાસ ભાઈએ ફરીયાદીના ખાતામાં ૧ લાખની રકમ જમાં કરાવેલ છે, તેના સાથે કોઈ જ વ્યવહાર ન હોવા છતાં રકમ જમાં કરાવેલ હોય, તે બાબતની અરજી પોલીસ સ્ટેશનમાં કરેલ અને તે સમયે ખોટી રીતે રકમ જમાં કરવામાં આવેલ છે, તેવું જણાવેલ હતું અને તે રકમ પરત કરી દીધેલ, ત્યારબાદ નામ.અદાલતમાં ચાલતા દાવા નં.૫૦/૨૦૨૫ માં સવદાસભાઈ નામના વ્યક્તિએ ફરીયાદીની સહી વાળો વેંચાણ કરાર રજુ કરેલ હોય, અને આ કરાર રૂા.૬૩ લાખનો હોય, અને આ કરારમાં ફરીયાદીના અંગુઠા છે અને તે ઓળખાવનાર તરીકે રણછોડભાઈ નરશીભાઈ પરસાણાની સહીઓ છે, તે સામે આવેલ અને અન્ય સાક્ષીમાં કીશોરભાઈ ગુસાઈ અને પુંજાભાઈ કરમુરની સહીઓ છે, તે ધ્યાને આવતા ફરીયાદીએ સિક્કા પોલીસ સ્ટેશન સમક્ષ આરોપી સવદાસભાઈ ચાવડા, કીશોરભાઈ ગુંસાઈ, પુંજાભાઈ કરમુર અને રણછોડભાઈ પરસાણા સામે ફરીયાદ નોંધાવતા, આરોપી રણછોડભાઈ પરસાણાએ નામ.અદાલત સમક્ષ તેમને ખોટી રીતે આરોપી બનાવેલ હોય જેથી આગોતરા જામીન અરજી દાખલ કરેલ,તેમાં ફરીયાદીએ અને સરકાર તરફે રજુઆતો કરવામાં આવેલ કે, ફરીયાદીની કરોડો રૂપીયાની જમીનનો બારોબાર સોદો કરી અને ખોટી રીતે કરાર કરાવી અને ખોટી ઓળખાણ આપવામાં આવેલ છે અને આરોપી વકીલ છે અને તેઓ આ ષડયંત્રમાં માસ્ટર માઈન્ડ અને એકસપર્ટ છે અને તેઓની ડાયરેકટ સંડોવણી છે, તેથી તેમની તપાસ બાકી છે, જેથી આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદ વંચાણે લેતા ફરીયાદી પોતે જ એવી કબુલાતો આપે છે કે, તેઓએ નોટરી સમક્ષ આવી અને સહીઓ કરેલ છે, અને હાલના આરોપીએ ફરીયાદીની કબુલાતો આપેલ છે, જેથી કોઈ ખોટી વ્યક્તિઓની કબુલાત આપેલ હોય તેવો કોઈ આક્ષેપ પણ નથી અને તેવો કોઈ ગુનો પણ નથી, તેમ છતાં ખોટી રીતે આરોપી તરીકે એક પ્રતિષ્ત એડવોકેટ ને જોડી દીધેલ છે અને વકીલ પોતે કાયદાનું પાલન કરવા અને નામ અદાલતની શરતોની ગરીમાં સમજતા હોય, જેથી તપાસ ચાલુ છે અને તપાસમાં સહકાર નહીં આપે અને હાજર રહેશે નહી અને પુરાવા સાથે ચેડા થશે તેવા કોઈ જ અનુમાનીત મુદાઓ ટકવાને પાત્ર નથી, તેથી આરોપીને જામીન આપવા જોઈએ, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી વકીલ આર.એન.પણસારાને આગોતરા જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી રણછોડભાઈ પણસારા તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર, નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં લગ્ન પહેલા મંગેતરનું કારસ્તાન સગીરાને કુવારી માતા બનાવી

0

જામનગરમાં એક સગીરા પોતાના જ મંગેતરના દુષ્કર્મ નો શિકાર બન્યા બાદ કુંવારી માતા બની જતાં ભારે ચકચાર

  • નિકાહ થવાના ૨૦ દિવસ પહેલાંજ સગીરાએ બાળકને જન્મ આપતાં સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો: આરોપી સામે ગુન્હો નોંધાયો

દેશ દેવી  ન્યુઝ જામનગર, તા. ૭, એપ્રિલ ૨૬ જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિકાહને માત્ર ૨૦ દિવસ બાકી હોવા છતાં સગીરાએ ગર્ભવતી બની ગયા બાદ એક બાળકને જન્મ આપતાં પરિવારજનો દંગ રહી ગયા હતા. સમગ્ર મામલે મંગેતર દ્વારા દુષ્કર્મ આચરાયાનું સામે આવતાં સગીરાની માતાની ફરિયાદ ના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડી લઈ જેલહવાલે કરી દેવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રાજકોટ રોડ વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ નજીકના વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક સાથે થઈ હતી. પરિવારના સભ્યો કામસર બહાર રહેતા હોવાથી સગીરા ઘણી વખત ઘરે એકલી રહેતી હતી. આ દરમિયાન મંગેતર વારંવાર ઘરે આવી તેણી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. અવારનવાર થતા દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. ગત મહિને પેટમાં દુખાવો ઉપડતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન ગર્ભાવસ્થા બહાર આવી હતી, અને પ્રસૂતિ દરમિયાન તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.આ ઘટના અંગે જાણ થતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. બાદમાં સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મંગેતર સામે દુષ્કર્મ તથા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો છે.આ ઘટનાએ વિસ્તારમાં તથા સમાજમાં ભારે ચકચાર મચાવી છે. હાલ સગીરા અને તેનો નવજાત પુત્ર સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.

જામનગરના ૨૮ વર્ષ જુના ધોકા અને પાઈપ વડે કરવામાં આવેલ હુમલાના ગુનામાં આરોપીઓ નિદોર્ષ

0

જામનગર ૨૮ વર્ષ જુના ધોકા અને પાઈપ વડે કરવામાં આવેલ હુમલા ના ગુનામાં આરોપીઓને નિદોર્ષ : જામનગર કોર્ટ

દેશ દેવી ન્યુઝ તા. ૭ એપ્રિલ ૨૬ આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીને તેમના મામા સાથે ન્યુ આરામ કોલોનીમાં આવેલ પ્લોટ અંગે મનદુઃખ ચાલતુ હોય અને આરોપી ગીરીશ વસંતરાય ગણત્રા ફરીયાદી ના મામાના દીકરાના મિત્ર થતા હોય જેથી આરોપી ગીરીશ વસંતરાય ગણત્રાએ ફરીયાદીને ધોકા વડે હાથમાં તથા વાંસાના ભાગે માર મારી ફેકચર ની ઈજા કરેલ તથા આરોપી અભલ કાસમ બુચડએ ફરીયાદી ને રીવોલ્વર બતાડી કહેલ કે ” જો ભાગ્યો છો તો જાનથી મારી નાખીશ” તેમ કહી રીવોલ્વરનો ખુંદો ફરીયાદીને માથામાં મારેલ તથા આરોપી મહેન્દ્ર કરશનભાઈ અજુડીયા તથા આરોપી અજીજ નુરમામદભાઈ ભાયા એ ફરીયાદી ને પગમાં તથા માથામાં તથા શરીરમાં આડેધડ માર મારેલ જેવા આક્ષેપો સાથે ફરીયાદીએ જામનગર સીટી “બી” પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આરોપીઓ સામ આઈ.પી.સી કલમ ૩૨૩ , ૩૨૪ ,૩૨૫ વીગેરે મુજબ નો ગુનો નોંધવામાં આવેલ જે ફરીયાદ ના આધારે તપાસ કરનાર અધીકારીએ તપાસના અંતે આઈ.પી.સી કલમ ૩૨૩ ,૩૨૪ , ૩૨૫ વીગેરે મુજબનું ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ.સદર ચાર્જસીટ ફાઈલ થયાબાદ મુળ ફરીયાદી દવારા આર્મસ એકટ તથા આઈ.પી.સી કલમ ૩૦૭ ના ઉમેરો કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ કરેલ જે અરજીઓ નામંજુર થયેલ સદર કેશ ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ દવારા મૈૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને ટ્રાયલના અંતે આરોપીઓ વિરૂધ્ધ નો કેશ શાબીત થયેલ હોય મહતમ સજા કરવા રજુઆત કરવામાં આવેલ. આરોપી પક્ષે આરોપી ગીરીશ ગણાત્રા તથા અભલ કાસમ બુચડ ના વકીલ અશોક અચ.જોશી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપીઓ નીદોષ છે અને ફરીયાદ પક્ષ પોતાનો કેશ શંકાથી પર શાબિત કરી શકેલ નથી જેથી આરોપીઓ ને નીર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત કરેલબંન્ને પક્ષોની દલોલો તથા મૈાખીક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વરા ફરીયાદી પોતાનો કેશ નીશંક પણે પુરવાર કરી શકેલ નહોય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે આરોપી ગીરીશ ગણાત્રા તથા અભલ કાસમ બુચડ તરફે વકીલ અશોક એચ. જોશી રોકાયેલ હતા

જામનગરના સોની વેપારી સાથે મિત્રતામાં સોનાનો ચેઈન , લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના પૈસાની પણ ઠગાઈ

0

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો : ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમ ના પૈસા ની પણ ઠગાઈ

  • પોતાના મિત્રને ફાઇનાન્સમાં અપાવેલું લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમ તથા પહેરવા માટે આપેલો સોનાનો ચેઇન મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ : ત્રણ સપ્તાહમાં બીજી ફરિયાદ 

  • આરોપી :- જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશભાઇ સોલંકી રહે.આણદાબાવા ચકલો ,તળાવફળી જામનગર મો.૭૫૬૭૭૭૭૭૦૭

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ એપ્રિલ ૨૬, જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો છે. મિત્રતાના દાવે પ્રસંગમાં પહેરવા માટે સોનાનો ચેઇન લઈ ગયો હતો, જયારે પુત્રને અપાવવા માટે લેપટોપ તથા સાઉન્ડ સિસ્ટમની ખરીદી કરાવ્યા બાદ પૈસા કે સોનાનો ચેઇન પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં વિશ્વાસઘાત અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.માહિતી મુજબ, ફરીયાદી હિમાંશુભાઈ જયંતીલાલ વજાણી (ઉ.વ. ૩૪), વ્યવસાયે સોની, પોતાની દુકાને બેઠા હતા ત્યારે ઓળખીતો આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશભાઈ સોલંકી તેમની પાસે આવ્યો હતો. આરોપીએ પોતાના દીકરાને લેપટોપ લેવા માટે નાણાંની તંગી હોવાનું કહી ફરીયાદી પાસેથી વિશ્વાસમાં લઈ આશરે રૂ. ૯૯,૯૯૯ કિંમતનું એપલ કંપનીનું લેપટોપ બજાજ ફાઈનાન્સ મારફતે અપાવ્યું હતું.આગળ, આરોપીએ લગ્ન પ્રસંગ માટે કહી ફરીયાદી પાસેથી આશરે ૧૦.૩૦ ગ્રામ વજનનો ૨૨ કેરેટ સોનાનો ચેઇન પણ લઈ ગયો હતો. ઉપરાંત, ફરીયાદીના નામે આઈડીએફસી બેંકમાંથી લોન લઈને ક્રોમા શોરૂમમાંથી જેબીએલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ પણ મેળવ્યું હતું.લોનના હપ્તા ચૂકવવાની જવાબદારી આરોપીએ લીધી હતી, પરંતુ માત્ર પ્રથમ રૂ. ૩,૫૦૦ નો હપ્તો ભર્યા બાદ બાકી હપ્તા ભરવાનો ઈનકાર કર્યો હતો. ફરીયાદીએ સોનાનો ચેન પરત માંગતા આરોપીએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે આરોપીએ વિશ્વાસઘાત કરી ફરીયાદીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું નોંધાયું છે.આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૫૨ અને ૩૫૧(૩) હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટર સહિત ૨૯ સામે ‘ગુજસીટોક’

0

જામનગર શહેરમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે સપાટો બોલાવ્યો : પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો ગાળિયો કસાયો

  • અતિ સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવનાર બન્ને ગેંગના ૨૯ જેટલા માથાભારે શખ્સો સામે ઐતિહાસિક કાર્યવાહી

  • પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના આરોપીઓ ની પોલીસ દ્વારા અટકાયત થી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ : અન્ય ને પકડવા દોડધામ..

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ એપ્રિલ ૨૬, ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ જામનગરમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જામનગર શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ ના પટણીવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બે જૂથો વચ્ચે થયેલી ભયાનક મારામારી અને જાહેરમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા.આ ઘટનાના પડઘા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, જેને પગલે એક્શન મોડમાં આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તાત્કાલિક જામનગર દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની મુલાકાતના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં પોલીસે માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા માટે એક અત્યંત કડક અને આક્રમક રણનીતિ ઘડી કાઢી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે શહેરમાં કાયદાનું શાસન પુનઃ પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે.

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના ભાગરૂપે, પોલીસે શહેરની શાંતિ ડોહળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ ( ગુજસીટોક) જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે.આ બે ગેંગમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ બંને જૂથો લાંબા સમયથી પોતાના વિસ્તારમાં આતંક અને ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા બંને ગેંગના મળીને કુલ ૨૯ જેટલા શખ્સોને નિશાન બનાવીને તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એક ગ્રુપના ૧૮ અને બીજા ગ્રુપના ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા મોટા પ્રમાણમાં આરોપીઓ સામે આ પ્રકારના આકરા કાયદાનો ઉપયોગ દર્શાવે છે કે પોલીસ હવે કોઈપણ ભોગે શહેરમાં ગેંગવોર કે આતંક સાંખી લેવાના મૂડમાં નથી.આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે રેન્જ આઈ.જી.ની સીધી અને સ્પષ્ટ સૂચનાઓ બાદ જામનગર પોલીસે વહેલી સવારથી જ અત્યંત ગુપ્ત અને સુનિયોજિત રીતે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી સહિત કેટલાક શખ્સોની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે. બીજી તરફ, અન્ય માથાભારે અલ્તાફ ખફી અને તેના મુખ્ય સાગરીતો અગાઉના ગુનાઓમાં પહેલેથી જ જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે, ત્યારે પોલીસે તેમની સામે જેલમાંથી જ ગુજસીટોક હેઠળની કાયદાકીય કાર્યવાહીનો સકંજો કસવાનું શરૂ કરી દીધું છે, જેથી તેઓ લાંબા સમય સુધી કાયદાની ચુંગાલમાંથી બહાર ન આવી શકે.નોંધનીય છે કે, રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો મહત્વપૂર્ણ ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી સૌથી મોટી ગુજસીટોકની કાર્યવાહી છે, જ્યારે જામનગર જિલ્લામાં તેમના નેતૃત્વ હેઠળ લેવાયેલું આ પ્રથમ અને સૌથી આકરું પગલું છે.

પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ અત્યંત કડક અને દાખલારૂપ પગલાંને કારણે સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્વો, લુખ્ખાતત્વો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસની આ ભીંસને પગલે શહેરના અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું તેમજ અન્ય તત્વો રડારમાં હોવાથી તેની સામે પણકડક કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે.

જામનગરના એક લૂંટના ગુન્હા માં ૫ વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ

0

જામનગરના એક લૂંટના ગુન્હા માં ૫ વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ

દેવી ન્યુઝ જામનગર તા ૪, એપ્રિલ ૨૬ જામનગર જિલ્લાના લૂંટના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને રાજકોટ રેન્જ પોલીસ ટિમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.રાજકોટ રેન્જ ના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ દ્વારા જાહેર કરાયેલા ઇનામી આરોપીઓને પ્રાથમિકતા આપીને શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.આ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી તથા બી.સી. મીયાત્રા સહિતની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.મળેલ બાતમીના આધારે રૂ.૧૦,૦૦૦ ના ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનિયા (રહે. પીપલવા, તા. કુકસી, જી. ધાર, મધ્યપ્રદેશ)ને દાહોદ હાઇવે પર રાબડાલ બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ આરોપી સામે જામનગર જિલ્લાના પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં (આઈપીસી કલમ ૩૯૫, ૩૯૭, ૧૨૦(બી)) વાડીમાં સુતા લોકો પર હુમલો કરી અંદાજે રૂ.૮.૫ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવાનો આરોપ છે.આરોપીને આગળની કાર્યવાહી માટે જામનગર પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર, પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તેમજ સ્ટાફના સંદીપસિંહ ઝાલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી

0

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી

દેવી ન્યુઝ જામનગર તા ૪, એપ્રિલ ૨૬ જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.જાહેર કરાયેલા ઉમેદવારોના નામ ની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. ૩માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં. ૪ – રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં. ૭ માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં. ૮ માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. ૮ માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. ૯ માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં. ૧૦માં કિરીટ દૌડિયા, વોર્ડ નં. ૧૩માં જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં. ૧૪ માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં. ૧૪ માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં. ૧૪ માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં. ૧૫ મા કંકૂબેન બારૈયા, અને વોર્ડ નં. ૧૬ માં રસિકભાઈ ગોહિલ વગેરે નો સમાવેશ થાય છે.આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જામનગરના ST ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓના હુમલામાં 7 સામે ફરિયાદ

0

જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓના હુમલા ના વિડીયો વાયરલ થયા બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

  • આરોપી :- (૧) શહેનાજબેન વસીમભાઇ ખફી (૨) રશીદાબેન ગુલઝારભાઇ ખફી (૩) અંજુમબેન અનવરભાઇ ખફી (૪) રાભીયાબેન શબીરભાઇ જુમાણી (૫) સમીમબેન શબીરભાઇ જુમાણી (૬) અનવર ઉર્ફે અનો કાસમભાઇ ખફી (૭) ઇકબાલ ઉર્ફે ઇકો કાસમભાઇ ખફી

  • શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને માર મારવા અંગે પત્ની, સાસુ, પાટલા સાસુ અને પૂર્વ મહિલા કોર્પોરેટર ના બે પુત્ર સહિત સાત સામે ફરિયાદ

  • શંકર ટેકરી વિસ્તારના કુખ્યાત તત્વો આઈજી નિર્લિપ્ત રાયની રડારમાં : ક્રાઈમ કુંડળી નો સર્વે શરૂ ?

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૬, જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલો આખરે સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યાં ઇજાગ્રસ્ત યુવાને પોતાના પર જુની અદાલતના મનદુઃખ ના કારણે હુમલો કરવા અંગે પોતાની પત્ની, સાસુ, પાટલા સાસુ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના બે પુત્રો સહિત સાત સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ સુત્રોના જણાવ્યા મુજબ શંકર ટેકરીના કુખ્યાત તત્વો ની ક્રાઇમ કુંડળીનો સંવેં શરૂ થયો છે. અને સમગ્ર મામલો બાહોશ અધિકારી નિર્લિત રાયના દરબારમાં પહોંચ્યો હોવાનું મનાઈ રહ્યું છે.આવનારા દિવસોમાં તવાઈ સર્જાય તો નવાઈ નહીં ?જામનગર શહેરમાં ગંભીર મારામારી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વસીમભાઈ સુમરાએ પોતાની પત્ની તથા સાસરીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વસીમભાઈ (ઉંમર ૩૫) અને તેમની પત્ની શહેનાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે બંને અલગ રહેતા હતા. તા. ૧૧/૦૪/૨૦૨૫ના રોજ સાંજે વસીમભાઈ એ.ટી.એમ.માં રૂપિયા ૫૦૦૦ જમા કરવા ગયા હતા, ત્યારે તેમની પત્ની શહેનાજ, સાસુ રસિદાબેન, અંજુમબેન સહિત પાંચ જેટલા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ઘેરીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ લાકડી, લોખંડના સાધનો તથા હાથથી માર મારી વસીમભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન ગાળો આપી અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવ દરમ્યાન આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વસીમભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબી આંખ, નાક, ખંભા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ નોંધાઈ હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ થયેલા વિવાદોના ખાર રાખીને પૂર્વ આયોજનથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં શહેનાઝબેન વસીમભાઈ, રસીદાબેન ગુલઝારભાઈ, અંજુમબેન અનવરભાઈ, રાભિયાબેન સબીરભાઈ, સમીમબેન શબ્બીરભાઈ, અનવર કાસમભાઇ ખફી અને ઈકબાલ ઉર્ફે ઇકો કસમભાઈ ખફી વગેરે સામે પોલીસે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી SVM શાળાની ફી વધારાના મુદ્દે NSUI ની આંદોલનની ચિમકી

0

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે NSUI ની જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત

  • એક સપ્તાહમાં કાર્યવાહી નહીં થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના દ્વારે ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩,એપ્રિલ ૨૬ જામનગર શહેરની એસવીએમ શાળાના સંચાલકો સામે વાલીઓમાં વધતા રોષને પગલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે. શાળા દ્વારા કરવામાં આવેલ ફી વધારો, અપારદર્શક વસૂલાત તથા અન્ય ગેરરીતિઓ મુદ્દે એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત અરજી પાઠવી છે. એનએસયુઆઈના જણાવ્યા મુજબ, શાળા દ્વારા નર્સરીથી ધોરણ ૧૦ સુધી સરેરાશ ૩૫ થી ૪૫ ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જે વાલીઓ માટે ભારે આર્થિક બોજરૂપ બન્યો છે. આ વધારાના યોગ્ય કારણો તથા પારદર્શિતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.આ ઉપરાંત, શાળા દ્વારા ફી અલગ અલગ શીર્ષક હેઠળ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો છે, જેમાં કાયદેસર ફી સિવાય “દાન” તરીકે પણ રકમ લેવામાં આવતી હોવાની શંકા છે. આ મામલે નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.કેમ્બ્રિજ પાઠ્યક્રમ અંગે પણ શાળા પર ભ્રામક માહિતી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળા સંપૂર્ણ કેમ્બ્રિજ પદ્ધતિનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં માત્ર એક જ પુસ્તક કેમ્બ્રિજનું છે, અને બાકીના પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના હોવાનું જણાવવામાં આવ્યું છે.તે ઉપરાંત, શાળા દ્વારા દિવસીય શાળા પદ્ધતિ ફરજિયાત બનાવવામાં આવી હોવાના મુદ્દે પણ વાલીઓમાં અસંતોષ છે, કારણ કે આ નિર્ણય માટે તેમની સંમતિ લેવામાં આવી નથી. કેમ્બ્રિજ કેન્દ્ર માટે અનુભવી અને લાયકાતપ્રાપ્ત શિક્ષક સ્ટાફની અછત હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.એનએસયુઆઈએ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક ડૉ. હેમાંગ પારેખ દ્વારા વાલીઓને છોડપત્ર (એલ.સી.) લઇ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે ગંભીર અને અન્યાયપૂર્ણ બાબત છે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત અરજી પાઠવી યોગ્ય તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.