Friday, October 9, 2026
Home Blog Page 27

જામનગરમાં મહિલાનો ગળે ટુપો દઈ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

0

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી પરપ્રાંતિય મહિલાનો ગળે ટુપો દઈ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

  • પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડતો થયો: મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવાયું: હત્યામાં અનૈતિક સંબંધો કારણભૂત

  • મૃતકનો પરિવાર બે દિવસ પહેલાં ગુમ થનારને શોધી રહ્યો હતો: દરમિયાન આજે પુત્રના મિત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસે હત્યા નો ગુન્હો નોંધ્યો

  • હત્યારા આરોપીએ રીંકી દેવી ના મૃતદેહને પોતાનાજ ઘરમાં સંતાડી પુત્ર સાથે શોધવામાં મદદનું નાટક કર્યું

  • રિન્કી દેવી સાથે અનૈતિક સંબંધો બાંધવા માટે તેણીના પુત્ર સાથે મિત્રતા કેળવીને ઘરમાં આવન જાવન કરતો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૬, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને સમગ્ર બનાવવામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતકના પતિનું અવસાન થયું હોવાથી પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહેતી હતી તે દરમિયાન તેના નજીકમાં રહેતા અને પોતાના પુત્ર ના મિત્ર એવા એક શખ્સના પરિચયમાં આવી હતી, અને બંને વચ્ચેના સંબંધો આ હત્યા પાછળ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મહિલા બે દિવસ પહેલા ગુમ થઈ હતી અને ગુમ થવા અંગે પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ આજે સવારે મૃતકના પુત્ર ના મિત્ર ના મકાનમાંથી મૃતદેહ મળી આવતાં સીટી સી. ડિવિઝન ની પોલીસ ટીમેં ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી મહિલાની હત્યાર નિપજાવનાર આરોપીને શકંજામાં લઈ લીધો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કી દેવી બનટુસિંહ કઠેરીયા નામની ૪૦ વર્ષની મહિલાનો મૃતદેહ આજે સવારે ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. સીટી સી. ડિવિઝનની પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક રીંકીદેવી આજથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી, જેથી તેના પુત્ર રોહિત કઠેરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, તેમજ પરિવારજનો તેણીને શોધી રહ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન રીન્કી દેવી કે જેના પતિનું ૨૦૨૧ ની સાલમાં હૃદય રોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું, અને તેણી પોતાના ત્રણ સંતાનો નીતિન કઠેરીયા (ઉંમર વર્ષ ૧૭) રોહિત કઠેરિયા (ઉંમર વર્ષ ૧૯) અને અંજલી કઠેરીયા (ઉ.વ.૬) સાથે ડિફેન્સ કોલોનીમાં જ રહેતી હતી, અને એક કારખાનામાં મજૂરી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. જેના ઘરની પાછળના ભાગમાં જ રહેતા વિજય વિઠલ ઓડિચ નામના શખ્સના પરિચયમાં આવી હતી, અને વિજય ઓડિચ કે જે રીન્કી દેવીના પુત્ર રોહિત સાથે મિત્રતા કેળવી લીધી હતી, અને તેના પરિચય ના લીધે ઘરે આવતો જતો રહેતો હતો.દરમિયાન વિજય ઓડિચના કાકાના ઘરમાંથી પિન્કી દેવી નો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ભારે હડકંપ મચી ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ હતી અને તેમાં જિંદગી દેવી અને વિજય ઓડિચ ના અનેતિક સંબંધ સામે આવ્યા હતા જે મહિલા વિજય ઓડિચ પાસે પૈસાની માંગણી કરતી હતી અને પોલીસમાં ફરિયાદ કરવાની પણ ચીમકી આપી હોવાથી તેનાથી છુટકારો મેળવવા માટે વિજય ઓડીચ છે .ગત્ ૨૩ મી તારીખે રાત્રિના ફેંકી દેવીને પોતાના નજીકના વિસ્તારમાં જ આવેલા કાકા ના ઘરે બોલાવી લીધી હતી અને ત્યાં તેણીનું ઘણું દબાવી હત્યા કરી નાખી હતી જે આજે મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે મૃતકના પુત્ર રોહિતની ફરિયાદના આધારે વિજય ઓડિચ સામે હત્યા અંગેનો અપરાધનો થયો છે અને તેની અટકાયત કરી લીધી છે.હત્યારા આરોપીએ રીંકી દેવી ના મૃતદેહને પોતાનાજ ઘરમાં સંતાડી પુત્ર સાથે શોધવામાં મદદનું નાટક કર્યું રિન્કી દેવી સાથે અનૈતિક સંબંધો બાંધવા માટે તેણીના પુત્ર સાથે મિત્રતા કેળવીને ઘરમાં આવન જાવન કરતો હતોડિફેન્સ કોલોની વિસ્તારમાં રીન્કી દેવી નામની મહિલાની હત્યા નિપજાવનારા આરોપી વિજય ઓડીચ કે જેણે મહિલાની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી, અને તેને કોથળામાં સંતાડીને કાકાના ઘરમાં રાખી દીધો હતો. ત્યારબાદ મૃતકનો પુત્ર રોહિત કે જે આરોપીએ તેની સાથે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા કેળવી હતી, અને મિત્રતાના બહાને જ તેના ઘરમાં અવર જવર કરતો હતો. જેણે રીંકી દેવીને શોધવા માટે બે દિવસથી નાટક કર્યું હતું. પોતે અનેક સ્થળે શોધખોળમાં રોહિતની સાથે જ રહ્યો હતો, પરંતુ આજે સવારે મકાનમાંથી દુર્ગંધ આવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને પોલીસે તપાસ કરતાં એક કોથળામાં રીંકીદેવી નો મૃતદેહ સંતાડેલો મળી આવ્યો હતો. જેથી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અને પોલીસ દ્વારા હત્યા અંગે અપરાધ નોંધી આરોપી વિજયને ઉઠાવી લેવાયો છે.

જામનગર સહિત રાજ્યના PSI માંથી પ્રમોશન પામેલા 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ

0

જામનગર સહિત રાજ્ય ના PSI માંથી પ્રમોશન પામેલા 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ :- જુવો લીસ્ટ

જામનગરના પટણીવાડ વિસ્તારમાં આવેલી ૩૬ રૂમ વાળી વ્હાઇટ હાઉસ નામક ગેરકાદેસર ઇમારતનું ડેમોલેશન

0

રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય ની જામનગરની મુલાકાત બાદ જામનગરનું પોલીસ તંત્ર એક્શન મોડમાં

  • ગત રાત્રે પટણીવાડ વિસ્તારમાં આવેલી ૩૬ રૂમ વાળી વ્હાઇટ હાઉસ નામક ગેરકાદેસર ઇમારતનું ડેમોલેશન હાથ ધરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૬, રાજકોટ રેન્જ ના આઈ.જી નિર્લિપ્ત રાય કે જેઓ ગઈકાલે સૌપ્રથમ વખત જામનગર શહેરના મહેમાન બન્યા હતા, અને જામનગર ની તેઓની મુલાકાત અને બેઠકોનો દોર હાથ ધરી લીધા બાદ સાંજના સમયે શહેરના વોર્ડ નંબર ૧૨ના અતિ સંવેદનશીલ વિસ્તારમાં જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, અને સ્થાનિક વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ તેઓને એક ગેરકાયદે ઇમારત ધ્યાનમાં આવી હતી.વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાતી ૩૬ રૂમ વાળી ઈમારત, કે જેને તોડી પાડવાનો આદેશ કરાયા બાદ મોડી રાત્રે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું, અને ગઈ રાત્રે જ તે બિલ્ડીંગ પર હથોડો વિઝવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય ની સૂચના થી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની એ ગઈકાલે મોડી રાત્રે જ ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને તોડી પાડવા માટેનો આદેશ કરાયો હતો, અને સીટી DySP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ.ડિવિઝન ના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેઓની ટીમ દ્વારા પટણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને તેઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને જેસીબીની મદદથી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

જામનગરમાં ભુજીયા કોઠાનાં લોકાપર્ણ પછી વકરતી ટ્રાફિક સમસ્યા

0

જામનગર ભુજીયા કોઠાનાં લોકાપર્ણ પછી વકરતી ટ્રાફિક સમસ્યા

  • જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે રસ્તો પહોળો કરવો જરુરી

  • ભુજીયા કોઠા સામેનું પાર્કીંગ બંધ હાલતમાં હોય રસ્તા પર વાહનોનાં ખડકલા

દેશ દેવી ન્યુઝ તા. ૨૫ માર્ચ ૨૬ જામનગરમાં તળાવની પાળે ભજીયા કોઠા સામે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી તરફથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તાનાં આરંભે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીની દિવાલથી રણમલ તળાવ ગેઇટ નં ૮ વચ્ચે થાંભલીઓ નાખી તથા ખુલ્લી ઝાપરી મૂકી દઇને ૫૦-૬૦ ફૂટ પહોળા રસ્તાને ૧૦ ફૂટનો કરી નાખવામાં આવ્યો છે.જેને કારણે આ રસ્તા પર એન્ટ્રી તથા એક્ઝીટ કરવામાં મંદિરોએ આવતા દર્શનાર્થીઓ તથા વાહનચાલકોને ભારે મુક્શેલી પડે છે. આ થાંભલીઓ હટાવી રસ્તાને પહોળો કરવા માટે કમિશ્નરને રજૂઆતો પણ થઇ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભુજીયા કોઠાનું લોકાર્પણ થતા પર્યટકોની ભીડ પણ અહીં થઇ રહી છે અને આડેધડ પાર્કીંગ થતા બાલા હનુમાન મંદિર તથા સત્યનારાયણ મંદિર આવતા જતા ભક્તોને ભારે હાલાકી થાય છે. ઉલ્લેખનીય છે કે ભુજીયા કોઠા સામે જ ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીની પાછળ તરફ તંત્ર દ્વારા એક અધિકૃત પાર્કિંગ બનાવવામાં આવ્યુ છે પરંતુ તંત્ર દ્વારા જ હાલ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જે આશ્ચર્યજનક છે અને અહી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.

જામનગરના સગીરા અપહરણ કેસમાં આરોપી યુવાનને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

0

જામનગરના સગીરા અપરણ ના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટ નો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ માર્ચ ૨૬ આ કેસની હકીકત એવી છે કે જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાંથી સતર વર્ષ અગ્યાર માસ અને અઠીયાવીસ દિવસની વયે સગીરાનુ અપહરણ થયેલ તે બનાવ અંગે સગીરાના પિતા દ્વારા જામનગર પંચકોશી- એ . ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએએનએસ કલમ ૧૩૦ (૨) , ૮૭ મુજબ ગુનો નોંધાવેલ હતો.અને તપાસની પોલીસ અધિકારી એ પોક્સો એકટ ની કલમનો ઉમેરો કર્યોં હતો તે બનાવની તપાસ દરમિયાન આશિષ મનોજભાઈ કણજારીયા નામના સથવારા યુવાનની પોલીસે ધરપકડ કરી હતી તે કેસ આરોપી દ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતાં એડિશનલ સેશન્સ જજ  દ્વારા આરોપી આશિષ મનોજભાઈ કણજારીયા ને રૂપિયા પચીસ હજાર ના જામીન મુક્ત કરવા હુકમ કરેલ આરોપી તરફે વકીલ હિતેશ સોનગરા તથા ચિરાગ કે સોનગરા રોકાયા હતા

જામનગરમાં હોટલ એકાઉન્ટન્ટની હત્યાના પ્રયાસમાં આરોપીનો જામીન પર છુટકારો

0

જામનગરના ચકચારી હોટલ વિશાલ ઇન્ટરનેશનલના મેનેજર ઉપર હત્યા પ્રયાસના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

  • આ બનાવ અંગે પોલીસે કિરીટ ભદ્રા સહિત ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

  • કોર્ટ માં ચાલેલા કાનૂની જંગમાં હાઇકોર્ટ અને સુપ્રીમના ચુકાદાઓ રજૂ કરાયા હતા

દેશ દેવી ન્યુઝ ૨૫ માર્ચ ૨૬ જામનગર આ કેસની વિગતોમાં આરોપીઓએ ફરિયાદી એકાઉન્ટને વિશાલ હોટેલ પર નહીં જવા બાબતે લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધમકી આપી હતી. ફરિયાદી એકાઉટન્ટે આરોપીની વાત નહીં માનતા આરોપીઓએ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીના શરીરના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને છાતીના ભાગે ગંભીર અને જીવલેણ ઇજા પહોચાડી હતી.આ બનાવ અંગે પોલીસે કિરીટભદ્રા સહિત તેર આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.આ કામના આરોપી વિપુલ હેમતભાઈ ઇસ્લાનીયા તેમના વકીલ મારફત જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી જેમાં મૂળ ફરિયાદી પક્ષ તરફથી લેખિત વાંધા અરજી કરવામાં આવેલ હતી પરંતુ આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ રાખતા આરોપીને ડિસ્ટ્રિક્ટ એંડ સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેસમાં આરોપી વિપુલ હેમતભાઈ ઇસ્લાનીયા તરફે વકીલ મનીષ ટી. મહેતા તથા સરફરાઝ એફ. સિપાઈમોગલ તથા રુદ્ર એમ. મહેતા રોકાયેલા હતા.

જામનગરમાં ધારાસભ્ય-બિલ્ડર દ્વારા કરાયેલી 3 ફરીયાદમાં આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

0

જામનગરમાં ચકચારી એવા સાઇબર ક્રાઇમના ત્રણ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને જામીન મુક્ત કરતી સ્થાનિક કોર્ટ

  • જામનગરના ધારાસભ્ય અને નામાકિંત બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ત્રણ અલગ-અલગ ફરિયાદોમા જામીન મુક્ત કરતી જામનગર કોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૪ માર્ચ ૨૬ આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર ના કેસ મુજબ ર હાલ વધતા જતાં સાઇબર ક્રાઈમના ગુન્હામા આરોપીઓ વિશાલ હેમતભાઈ કણસગરા અને પરષોતમભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી, હેમંતભાઈ કણસગરા અને કૌશિકભાઈ સખીયા દ્વારા સોસિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનના સાધનો દ્વારા ગુનાહિત કાવતરા રચી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ખંડણી લેવાના ઇરાદે વિશાલ હેમતભાઈ કણસગરા દ્વારા ફેસબુક અને ઇનસ્ટાગ્રામ જેવા સોસિયલ માધ્યમમાં આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ (AI) ની મદદથી ફરિયાદી સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર ની ભ્રામક માહિતી ફેલાવતા બદનક્ષી કારક ચિત્રો બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ હોય તેમજ લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી સંડોવી દેવાની ધમકીઓ આપેલ હોય અને જો પતાવટ કરવી હોય તો ૫૦ લાખની ખંડણી માંગી અવાર નવાર ફોન કોલ કરેલા હોય અને અમદાવાદના સાહેદ મોહમ્મદ સહલ મન્સૂરીને જમીન બાબતની પતાવટ માટે ફોન કોલ કરી ધમકીઓ આપેલ હોય અને ખંડણી પેટે બે લાખ રૂપિયા મેળવી ખંડણીનું ખૂબ મોટું રેકેટ ચલાવતા હોય તે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી ઉપરક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ સાઇબર ક્રાઈમ અને ઇન્ફોર્મેશન એક્ટની વિવિધ કલમો અન્વયે ગુન્હો દાખલ કરેલ હતોઆરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ જામનગર ગ્રામ્ય ધારાશભ્ય રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ તેમજ જામનગરના નામચિહ્ન બિલ્ડર જમનભાઈ સામજીભાઈ ફળદુ દ્વારાએ મુજબની ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ હેમતભાઈ કણસગરા અને તેમના સાગરીતો પરષોતમભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકીનાઓ દ્વારા ફરિયાદીઓની સામાજિક અને ધંધાકીય માહિતીઓ ભેગા કરી આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ (AI) ની મદદથી ફરિયાદીઓની બદનક્ષી થાય અને કોઈ પણ પ્રકારે ફરિયાદી પાસેથી પૈસા પડાવવાના ઇરાદે અને સસ્તી પ્રસિધ્ધિ મેળવવાના ઇરાદે ફરિયાદીઓના ફોટોગ્રાફ એડિટ કરી વિકૃત કરી તેઓની પ્રતિસ્થાને હાનિ પહોંચે તેવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવી અલગ અલગ વિડીયો બનાવી તેમાં લખી/ બોલી સુલેહશાંતિનો ભંગ થાય તે માટે ઉશ્કેરવા માટે ઉશ્કેરણી જનક લખાણ કરી આરોપી વિશાલ કણસગરા દ્વારા પોતાના ફેસબુક અને ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ હોય અને આરોપીઓએ એક બીજાને મદદ કરેલ હોય તે મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી ઉપરક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ સાઇબર ક્રાઈમ અને ઇન્ફોર્મેશન એક્ટની વિવિધ કલમો અન્વયે અલગ-અલગ બે ગુન્હાઓ દાખલ કરેલ હતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.જેથી આરોપી રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી દ્વારા સદરહુ ત્રણેય કેસોમાં નામદાર કોર્ટમાં તેમના વકીલ મારફત જામીન અરજીઓ મૂકવામાં આવેલ અને સદરહુ ત્રણેય જામીન અરજીમાં બંને પક્ષકારો દ્વારા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવેલ હોય અને અંતમાં જામનગર ગ્રામ્ય ધારાશભ્ય રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ તેમજ નામચિન બિલ્ડર જમનભાઈ સામજીભાઈ ફળદુ દ્વારા કરવામાં આવેલ ફરિયાદોમાં નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા તેમજ સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. ઉપરોક્ત કામે આરોપી રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા , ગિરધરભાઈ વાઘેલા, હરપાલસિંહ પી. ઝાલા , કેયૂર કે. અજુડિયા, નિલરાજસિંહ એન. જાડેજા, યશદીપસિંહ જે. ઝાલા રોકાયેલા હતા.

જામનગરમાં ૧૨ મા ધોરણની પરીક્ષા નું અંતિમ પેપર આપવા આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ

0

જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા નું અંતિમ પેપર આપવા આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • નગર ની એક મહિલા પોલીસ કર્મચારીના લિવિંગ પાર્ટનરે વિદ્યાર્થીનીને એક કારમાં બેસાડી નવા ઓવરબ્રિજ નીચે દુષ્કર્મ ગુજાર્યું : આરોપીની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૬, જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની, કે જે પોતાનું અંતિમ પેપર આપવા માટે આવી હતી, દરમિયાન જામનગરની જ એક મહિલા પોલીસ કર્મચારીના લિવિંગ પાર્ટનરે વિદ્યાર્થીનીને કારમાં બેસાડી નવા ઓવર બ્રિજ નીચે લઈ ગયો હતો, અને કાળા કાચ વાળી કારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલો સામે આવતાં આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની ધરપકડ કરી લઇ જેલ હવાલે કરાયો છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની કે જે બારમા ધોરણની પરીક્ષા આપવા માટે ગત ૧૬ મી તારીખે જામનગર આવી હતી, અને જામનગરના એસ.ટી. ડેપો પર ઉતરી હતી, જે દરમિયાન તેના સંપર્કમાં ચાર દિવસ પહેલા જ આવેલો ભરત ગોવિંદભાઈ બામરોટીયા કે જેણે વિદ્યાર્થીનીને એસ.ટી. ડેપો પરથી કારમાં બેસાડી હતી, ત્યારબાદ સાત રસ્તા થઈને નવા ઓર બ્રિજની નીચેના એક ખાંચામાં લઈ ગયો હતો.

જ્યાં કારના ડાર્ક કાચ ચડાવી વિદ્યાર્થીનીને ધાકધમકી આપી હતી, અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીને છોડીને પોતે ભાગી છૂટ્યો હતો.  જો કે હિંમત દાખવીને વિદ્યાર્થીની એ તે દિવસનું બપોરના સેશનમાં પોતાનું પેપર આપીને મોડી સાંજે બસમાં એસટી બસ મારફતે પોતાના ઘેર પહોંચી હતી, જ્યાં તેણીના ગળાના ભાગમાં ઇજાના નિશાનો જોયા હોવાથી માતા અને ભાઈ વગેરેને વિદ્યાર્થીનીની પૂછપરછ કરી હતી. દરમિયાન તેણીએ આખો મામલો જણાવી દેતાં પરિવારજનો હતપ્રભ બની ગયા હતા, અને મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા, અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટના જણાવી હતી.

આ સમગ્ર બનાવને લઈને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પરત ગોવિંદભાઈ બામરોટીયા સામે દુષ્કર્મ ગુજારવા અંગે ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર દલિત જ્ઞાતિની અને સગીર હોવાથી એસ્ટ્રોસિટી તેમજ પોકસો સહિતના કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, અને પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના આધારે આરોપી ભરત ગોવિંદભાઈ ને પકડી પાડ્યો હતો, અને તેનો મોબાઇલ ફોન અને બનાવના સમયે પહેરેલા કપડા તેમજ જે કારનો તેણે ઉપયોગ કર્યો હતો તે જી.જે. ૫ આરએફ ૯૬૫૯ નંબરની કાર કબજે કરી લીધી હતી. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે.

સમગ્ર મામલાની તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપી મિત રુદલાલ અને તેમના રાઇટર જયેશભાઈ ભીમાણી દ્વારા કરવામાં આવી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપી ગત ૧૨ મી તારીખે એસટી ડેપો પર આવ્યો હતો, અને વિદ્યાર્થીની ના સંપર્કમાં આવીને પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા. જે વિદ્યાર્થીને ૧૨ તારીખે પોતાના ઘેર પહોંચ્યા પછી શું કામ છે? તે અંગે મેસેજ કર્યો અને તેના જવાબના ભાગરૂપે ૧૬ મી તારીખે વિદ્યાર્થીની પરીક્ષા દેવા પરત આવી ત્યારે આરોપી ભરત બામરોટીયા પોતાની કાર લઈને એસ ટી ડેપો પર આવ્યો હતો, અને વિદ્યાર્થીનીને બેસાડી તેણી કંઈ સમજે તે પહેલા ધાકધમકી આપી ઓવર બ્રિઝ નીચે લઈ ગયો હતો, અને દુષ્કર્મ ગુજાર્યું હતું.

જ્યાં બંને વચ્ચે ખેંચતાણ થઈ હતી, જેમાં વિદ્યાર્થીની ને ગળાના ભાગે ઇજા થઈ હતી, જે ઈજાના કારણે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી ભરત બામરોટીયા કે જેના અગાઉ પ્રેમ લગ્ન થયા હતા, અને તે લગ્ન થકી તેને સંતાન પણ પ્રાપ્ત થયું હતું. પરંતુ પત્ની સાથે અણબનાવ બનતાં બંને છૂટા પડી ગયા હતા, અને પત્ની દ્વારા ભરણપોષણનો કેસ પણ કરવામાં આવ્યો છે. દરમિયાન તેણે પોતે જામનગરની એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી સંબંધ બાંધી લીધા હતા, અને હાલ તેની સાથે પોલીસ હેડક્વાર્ટર માં જ લિવિંગ પાર્ટનર તરીકે રહેતો હતો, અને કારની લે વેચ નો વ્યવસાય કરતો હતો. પોલીસ આ મામલામાં વધુ તપાસ ચલાવી રહી છે.

જામનગર નજીક ચેલા ચંગા પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલા ખટારાની ગુલાંટ

0

જામનગર નજીક ચેલા ચંગા પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલા ખટારાની ગુલાંટ : ટ્રક ચાલકને ઇજા : વાહન વ્યવહાર અવરોધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૬ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાંથી જી.જે. -૯ એ.વી. ૯૯૫૭ નંબરના મોટા હેવી ટ્રકમાં પીપીદાણા નો મોટો જથ્થો ભરીને જિલ્લા બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ચેલા-ચંગા ગામ પાસે એકાએક ટ્રક પલટી મારી ગયો હતો. રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઇ હતી, અને આગળ જઈ રહેલી એક કારનાચાલકે એકાએક ગોલાઈ લેતાં ટ્રક ચાલકે પોતાના ટ્રકને બ્રેક મારીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફૂલ લોડેડ હોવાના કારણે રોકાયો ન હતો, અને માર્ગ પર પલટી મારી ગયો હતો.જેથી તેમાં રહેલો પ્લાસ્ટિકના દાણાનો જથ્થો રોડ ઉપર ઢોળાયો હતો, જ્યારે ટ્રક ના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી.આ ટ્રક આડે પડખે થયો હોવાથી ચેલા ચંગા રોડ પરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેથી પોલીસ તંત્રએ દોડી જઇ કવાયત કરવી પડી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.

જામનગરના રાંદલનગરમાં એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતાં ભારે અરેરાટી

0

જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતાં ભારે અરેરાટી

  • માતાએ રાજકોટમાં રહેતા તેના સાસરા પક્ષના કુટુંબીઓને ત્યાં રોટલા ખાવા જવા માટેનો આગ્રહ રાખતાં યુવકને પસંદ ન હોવાથી આપઘાત કર્યો

  • ચાની લારી ચલાવતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો : પત્નીના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં તેણીના માથાનો સેંથો ભૂસાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૬ , જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના ૨૧ વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક એક માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. મૃતક યુવાન આવેશમાં આવીને પોતાના ઘેરથી નીકળી ગયો હતો, અને ટ્રેનના પાટા ઉપર ઉભો રહી ગયો હતો. જે દરમિયાન એકા એક ધસમસ્તી માલગાડી આવી ગઈ હતી, અને તેના દેહના બે ટુકડા થઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતક યુવાનના દેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ મૃતદેહ તેના પિતાને સોંપી દીધો હતો. પોલીસે મૃતક ના પિતા ભરતભાઈ કરસનભાઈ ડાંગરનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મૃતક હર્ષ ડાંગરના લગ્ન આજથી માત્ર ૩૭ દિવસ પહેલાં જ થયા હતા, અને લગ્ન બાદ પોતાના શાસરા પક્ષમાં રાજકોટમાં કુટુંબીઓને ત્યાં રોટલા ખાવા માટે જવાનું હતું, જેથી તેની માતાએ રાજકોટમાં જવાનું કહેતાં પુત્રને પસંદ પડ્યું ન હતું, અને તેને મનમાં લાગી આવ્યું હોવાથી માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો હતો.માલગાડીના લોકો પાયલોટ ને અચાનક ધ્યાનમાં આવ્યું હતું કે એક યુવાન પાટા પર અચાનક આવીને ઊભો રહી ગયો છે, પરંતુ કાંઈ સમજે તે પહેલાં તે માલગાડીની હડફેટમાં આવી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઇ છે. ચા ની લારી ચલાવતા ભરતભાઈ ડાંગર કે જેઓને સંતાનમાં એકનો એક પુત્ર હતો, અને હર્ષ ની પત્ની કે જેના હાથની હજુ મહેંદી સુકાઈ નથી, ત્યાં જ તેના માથાનો સેંથો ભૂસાયો છે તેથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.