Sunday, October 11, 2026
Home Blog Page 70

જામનગરના લાલ બંગલા સર્કલમાં AAP દ્વારા વિસાવદરની જીતના વધામણાં કરાયા

0

આમ આદમી પાર્ટી દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલમાં વિસાવદરની જીતના વધામણાં કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ જૂન ૨૫, વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ૧૪,૦૦૦ થી વધુ મતોની લીડથી વિજેતા બનતાં તેની જીતનો જશ્ન જામનગરમાં પણ મનાવવામાં આવ્યો હતો.જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ લાલ બંગલા સર્કલમાં આજે ‘આપ’ના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા, અને ઢોલ નગારા સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો, ઉપરાંત આતશબાજી કરીને એકબીજાના મીઠા-મોઢા કરાવાયા હતા.

જામનગર નવાગામ ધેડ વિસ્તારમાં ખવાસ યુવાનની અનૈતિક સંબંધોમાં હત્યા : બે સામે ફરિયાદ

0

જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના યુવાનની અનૈતિક સંબંધો ના કારણે હત્યા નીપજાવાતાં ભારે ચકચાર

  • પોલીસે મૃતક યુવાનના ભાણેજ ની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, જૂન ૨૫ જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના એક યુવાનની ધોળે દહાડે હત્યા નીપજાવાઇ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે નજીકમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા મિલન હેમતભાઈ પરમાર નામના ૪૩ વર્ષ યુવાન પર બપોરે બારેક વાગ્યાના અરસામાં કોઈ શખ્સ દ્વારા તિક્ષણ હથિયાર ના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવાઈ હતી.જે અંગેની જાણકારી મળતાં પરિવારજનોમાં ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. સૌપ્રથમ ૧૦૮ ની ટીમને બોલાવાઇ હતી, અને તેઓએ ઇજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો, અને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.જેથી શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ . એન. ઝાલા, સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી. પી. ઝા, તેમજ સ્ટાફના મુકેશ સિંહ રાણા, સલીમભાઈ વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાનના ભાણેજ યસ ગોહિલે જણાવ્યું હતું કે નજીકના વિસ્તારમાં જ રહેતા મયુર ગોહિલ અને તેની સાથેના સંજય નામના એક સાગરીતે આવીને મૃતક મિલન પરમાર પર હુમલો કરી દીધો હતો, અને હત્યા નીપજાવી છે.પોલીસની વિશેષ પુછપુરછમાં જણાવ્યા અનુસાર મૃતક યુવાન કે જેની પત્ની દક્ષા કે જેને છૂટાછેડા આપી દીધા હતા, અને આરોપી મયુર ગોહિલ સાથે છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી. ત્યારથી મૃતક યુવાન અને મયુર ગોહિલ સાથે તકરાર ચાલતી હતી. આજે સવારે મૃતક યુવાને પોતાની પૂર્વ પત્ની સાથે વાતચીત કરી હોવાથી આરોપીને પસન્દ ન હતું, અને તિક્ષણ હથિયાર સાથે પોતાના સાગરીતને લઈને મૃતક ને ઘેર ધસી આવ્યો હતો, અને હુમલો કરી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે યશ હસમુખ ગોહિલ ની ફરિયાદ ના આધારે આરોપી મયુર ગોહેલ અને સંજય સામે હત્યા અંગેની જુદી જુદી કલમ હેઠળ અપરાધ નોંધ્યો છે, અને બંને આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો

0

જામનગર વાસીઓ આનંદો : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પ્રથમ વરસાદે જ છલકાઇ જતાં શહેરીજનોમાં હરખ ની હેલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૩ જૂન ૨૫, જામનગરનો રાજાશાહી સમયનો અને એક માત્ર જામનગર મહાનગરપાલિકાની માલીકીનો અને શહેરની જીવાદોરી સમાન લાખો લોકોની તરસ છીપાવતો રણજીતસાગર ડેમ ગઈકાલે રાત્રે ૧૦.૪૫ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈને ઓવરફ્લો થઇ જતાં સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ચોમાસાની સિઝન ચાલુ થતાં ની સાથેજ પ્રથમ સંતોષજનક વરસાદમાં શહેરના મુખ્ય જળસ્ત્રોતનું છલકાઇ જવું એ કુદરતના આશીર્વાદ સમાન સાબિત થયું છે, જેના પગલે જામનગરવાસીઓની પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

જામનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સાર્વત્રિક બે થી સાડા છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના પગલે અનેક જળાશયોમાં પાણીની અવિરત અને પુષ્કળ આવક નોંધાઈ હતી. મોડી રાત્રિના સુમારે, જામનગરના રણજીતસાગર ડેમની પાળી ઉપરથી પાણી ઓવરફ્લો થઈને જઈ રહ્યું હતું જે સમાચાર જામનગરમાં વહેતા થયા હતા, અને કેટલાક નગરજનો સ્થળ પર પહોંચ્યા હતા, અને તેનો મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો. જે રાત્રીના સમયથી શહેરભરમાં વાયરલ થયો હતો, અને લોકોમાં હરખની હેલી જોવા મળી છે.

જામનગરમાં વેપાર- ઉદ્યોગ અને રમત ગમત-શિક્ષણના સર્વે અર્થે આવેલી ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ ટીમ ધારાસભ્યની મહેમાન બની

0

ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ વેપાર- ઉદ્યોગ અને રમત ગમત- શિક્ષણ ની બાબતના સર્વે અર્થે જામનગર આવી પહોંચી

  • જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે બંને દેશ વચ્ચેની વેપાર ઉદ્યોગ રમતગમત શિક્ષણ અને સ્વાસ્થ્ય ને લગત બાબતોની ચર્ચા થઈ

  • ધારાસભ્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના તમામ પ્રતિનિધિ મંડળને જામનગરના રણમલ લેક તેમજ લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૫, ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમત ગમત, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા થઈ હતી. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે તે સંદર્ભે વિશેષમાં વાતચીત થઈ હતી. અને બંને દેશના વિચારો નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. સાથો સાથ તમામ પ્રતિનિધિ મંડળને રણમલ લેક તથા લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત પણ કરાવી હતી.ઓસ્ટ્રેલિયન કોન્સ્યુઅલ જનરલ પોલ મર્ફી, કે જેઓ પશ્ચિમ ભારત ના ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યના કોન્સ્યુલેટ છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયાના વેપાર ઉદ્યોગ, રમતગમત સહિતના મુદ્દે ચર્ચા વિચારણા અને વિચારોનું આદાન પ્રદાન કરવા માટે જામનગરના મહેમાન બન્યા હતા.ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી ની સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર, ઉપરાંત ઓસ્ટ્રેલિયન જનરલ મુંબઈની વિદેશી બાબતો અને વેપાર જગતના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્મા સહિતની સમગ્ર ટીમ ગઈકાલે જામનગર આવી હતી, અને નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન સંપર્ક કાર્યાલય પર આવી પહોંચ્યા હતા, અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઉદ્યોગ વ્યાપાર રમત ગમત શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી બાબત ની ચર્ચા વિચારણા કરી હતી, અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સર્વે ઓસ્ટ્રેલિયા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે,જે અંગે વિશેષથી વાતચીત કરી હતી, અને બંને દેશ વચ્ચે એકબીજાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.તેઓની જામનગરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જામનગરની શાન એવા રણમલ લેક અને લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત કરાવી હતી, અને તેઓ લાખોટા મ્યુઝીયમ નિહાળીને અભિભૂત થયા હતા.આવેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, મહાનગરપાલિકા ના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગર ના ઇતિહાસ તેમજ લાખોટા મ્યુઝિયમ સંબંધે સંપૂર્ણ જાણકારી પણ આપી હતી.ઓસ્ટ્રેલિયાનું સર્વે પ્રતિનિધિ મંડળ જામનગર ની મુલાકાત થી અભિભૂત થયું હતું, અને બન્ને દેશ વચ્ચેના વિચારો નું આદાન-પ્રદાન કરવા બદલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તમામને જામનગરની પ્રચલિત વસ્તુઓની ભેટ સોગાદ પણ યાદગીરી રૂપે અપાઇ હતી.

જામનગરના ગોરધનપર ગામે બઘડાટી પ્રકરણમાં સામસામે ફરીયાદ નોંધાવાઈ

0

જામનગર નજીક ગોરધન પર ગામમાં રહેતા એક પ્રૌઢ ઉપર પરપ્રાંતીય શખ્સે છરી વડે હુમલો કરી ગળું કાપી નાખતાં ગંભીર ઇજા

  • ઘર પાસે અપશબ્દો બોલવા જેવી તકરારમાં પ્રાંતિય શખ્સ ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૫, જામનગર નજીક ગોરધનપર ગામમાં માધવ વિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે હંગામા મચી ગયો હતો, અને એક પર પ્રાંતીય શખ્સ દ્વારા પાડોશમાં રહેતા પ્રૌઢ ઉપર છરી જેવા ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી દેતાં ગળુ કપાયું હતું, અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઉપરાંત પર પ્રાંતીય શખ્સ દ્વારા પોતાના ઉપર પણ હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ગોરધનપર ગામમાં માધવ વિલા સોસાયટીમાં રહેતા આકાશ દુબે નામના પર પ્રાંતીય શખ્સ દ્વારા ગઈકાલે પાડોશમાં રહેતા રતનસિંહ ચાવડા વગેરેના મકાન પાસે ઊભા રહીને અપ શબ્દો ઉચ્ચારતો હોવાથી ઘરમાં હાજર રહેલા મહિલા સભ્યોએ અહીં ગાળો બોલવાની ના પાડી હતી. જેથી તેઓ સાથે જીભા જોડી કરી હતી.દરમિયાન મકાન માલિક રતનસિંહ હરિસિંહ ચાવડા અને તેનો પુત્ર યુવરાજસિંહ રતનસિંહ ચાવડા, ભત્રીજો અજયસિંહ ચાવડા તથા એક સાગરીત દોડી આવ્યા હતા, અને આકાશ દુબે પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતાં તેને પગમાં ઇજા થઇ હતી. દરમિયાન આકાશ દુબે ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલા છરી જેવા ધારદાર હથિયાર વડે રતનસિંહ ચાવડા ના ગળા ના ભાગે હુમલો કરી દેતાં તેનું ગળું કપાયું હતું, અને લોહીના ફુવારા ઉડયા હતા.જે બનાવ બાદ રતનસિંહ ચાવડાને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબી દ્વારા તાત્કાલિક અસરથી સર્જરી કરી દેવામાં આવી હતી, જેથી તેની હાલત હાલ સુધારા પર છે.આ બનાવની જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.ડી. ગાંભવા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સૌ પ્રથમ મહિપતસિંહ કનકસિંહ ચાવડા ની ફરીયાદના આધારે રતનસિંહ ચાવડા પર જીવલેણ હુમલો કરવા અંગે આકાશ દુબે સામે ગુનો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે આકાશ દુબે એ પણ પોતાના પર હુમલો કરવા અંગે ચાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરની જી જી હોસ્પિટલમાં વિષપાન અને મારામારી પ્રકરણમાં આખરે બે મહિલા સામે ફરિયાદ નોંધાઈ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની મહિલા સફાઈ કર્મચારીઓ વચ્ચેના ઝઘડાના પ્રકરણમાં આખરે બે મહિલાઓ સામે ગુનો નોંધાયો

  • કાયમી સફાઈ કામદાર મહિલા કર્મચારીને અન્ય બે મહિલા કર્મચારીઓ તરફથી ત્રાસ અપાતો હોવાથી વિષપાન કર્યું હતું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૫, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ પોતાની જ બે સાથી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લેવા અંગેના પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરાયા પછી બે સાથી મહિલા કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતી અને જીજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની ૫૦ વર્ષની સફાઈ કામદાર મહિલાએ ગત ૧.૫.૨૦૨૫ ના રોજ જી.જી. હોસ્પિટલમાં તેણીની બે સાથી મહિલા કર્મચારીઓના કથિત ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાજરી જમાદાર ની ઓફિસમાં પણ હંગામો થયો હતો, જે મામલે પોલીસ તપાસ કરવામાં આવી હતી, અને જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી અન્ય બે સફાઈ કામદાર મહિલાઓનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. ફરીદાબેન ને તેની સાથે જ કામ કરતી સુનંદાબેન બાગલે તથા જ્યાબેન હરીશભાઈ રાઠોડ કે જેઓએ જમાદાર ની ઓફિસમાં ઝપાઝપી કરી હતી, ઉપરાંત ચારિત્ર અંગેના આક્ષેપો કર્યા હતા, અને સમાજમાં બદનામી થાય તેવુ કૃત્ય કર્યું હોવાથી બંને સાથી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું.

સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી.સોઢા દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાયા બાદ ફરીદાબેન ની ફરિયાદ ના આધારે તેણીને બદલ અને સમાજમાં બદનામી થાય તેવું કૃત્ય કરવા અંગે સુનંદાબેન બાગલે અને જયાબેન રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર લાખોટા તળાવમાં ૭૦ વર્ષ ના બુઝુર્ગ અકસ્માતે પડી જતા દોડધામ

0

જામનગરમાં તળાવની પાળે ૭ નંબર ના ગેઇટ પાસે ૭૦ વર્ષ ના બુઝુર્ગ તળાવમાં પડી જતાં ફાયર ની ટીમેં જીવિત બહાર કાઢ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકા ના ફાયર બ્રિગેડના કંટ્રોલમાં આજે સવારે ૬.૨૦ વાગ્યા ના અરસામાં કોલ આવ્યો હતો, કે તળાવની પાળે ગેઇટ નંબર ૭ પાસે એક બુઝુર્ગ યોગા કરવા માટે આવ્યા હતા, અને અકસ્માતે તળાવના પાણીમાં પડી ગયા છે, જેથી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીમાં ઝંપલાવી દઈ બુઝુર્ગ  ને બચાવી લેવાયા હતા.

આ બનાવ બાદ ફાયર બ્રિગેડ ની ટુકડી દ્વારા ૧૦૮ ની ટીમને પણ જાણ કરાઈ હતી જેથી ૧૦૮ ની ટીમેં પાણીમાં પડેલા બુજુર્ગ ને બચાવી લીધા હતા, અને રેસ્ક્યુ કરી લઇ પાણીમાંથી બહાર ઉપર ખેંચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓનું નામ શંભુલાલ લાલજીભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૮૦) હોવાનું અને યોગા કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ બાદ પોલિસ ની ટુકડીને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને શંભુભાઈ ગોહિલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બધું સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે આ બનાવની જાણ થતા સીટીએ.ડિવિઝનનો પોલીસ કાફ્લો સૌપ્રથમ ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી.હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને બુઝુર્ગનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટરનો નવતર વિરોધ

0

જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડ ની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નો નવતર વિરોધ

  • નવાગામમાં ડીપી કપાતમાં ચાર ચાર પેઢી જુના મકાનો મનપાએ તોડી પાડ્યા હોવાથી મકાનનો મુખવટો પહેરી વિરોધ દર્શાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી, તે પહેલાં વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ બોર્ડની બહાર નવતર પ્રકારે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં નવાગામ ઘેડ મા ડી.પી.કપાત હેઠળ સંખ્યાબંધ મકાનો તોડી પાડ્યા હોવાથી પોતે મકાનનો મુખવટો પહેરીને બોર્ડમાં આવ્યા હતા.

છેલ્લી ચાર ચાર પેઢીથી જે લોકો પોતાના મકાન બનાવીને ત્યાં રહે છે, તે લોકોના મકાનો બળજબરીપૂર્વક કપાતના નામે પાડી નાખ્યા છે, તેઓને નવા મકાન આપવાની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોતે મકાનનો મુખવટો પહેરી ને આવ્યા હતા, ત્યારે તેમના અન્ય એક સાથીદારને સરકારના જેસીબી નો ફોટો પહેરાવ્યો હતો, જેના ઉપર ‘જેસીબી રૂપે સરકારી દાનવ’ લખેલું હતું. જ્યારે પોતે પહેરેલા મુખવટામાં ‘ગરીબોનું મહેનતનું ઘર’ લખાણ લખ્યું હતું.

આ પ્રકારે ના નવતર વિરોધને લઈને કુતુહલ પ્રસર્યું હતું.રચનાબેન નંદાણીયાએ જે લોકોના ઘર કપાતના નામે તોડી પાડવામાં આવ્યા છે, તેઓને તાત્કાલિક અસરથી નવા મકાનો આપવાની ઉગ્ર માંગણી કરી છે.

જામનગરમાં સીટી Dysp ની ટીમ દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ

0

જામનગરમાં સિટી Dysp ની ટીમ અને સિટી-C ડિવિઝન ની પોલીસ ટિમ દ્વારા ઓચિંતી નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે કેટલાંક વાહન ચાલકોનો ત્રાસ હોવાની અને બેફામ ગતિએ વાહન ચલાવતા હોવાની રાવ મળી હતી. આથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે બુધવારે રાત્રે શહેર ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા તેમજ સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સમર્પણ સર્કલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને વાહનચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ખુદ પેટ્રોલીંગમાં જોડાયા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસની ટીમની સાથે રહીને બેફામ સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો અને કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહન ચાલકો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન હોય, અથવા વાહનોમાં નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર જ કારમાંથી ડાર્ક ફિલ્મ ઉતરાવવામા આવી હતી. આમ ટ્રાફિક નિયમન નો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

જામનગર શિક્ષકના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા : વાલીઓએ LC કઢાવી લેવાની ચિમકી આપતા હડકંપ મચ્યો

0

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૮ માં શિક્ષકને સસ્પેન્ડ કરવાનું પ્રકરણ

  • વાલીઓ બાદ આજે વિદ્યાર્થીઓ પણ મેદાને પડ્યા : ૫૦૦ વિદ્યાર્થીઓ વાળી શાળામાં આજે હાજરી શૂન્ય : એક પણ વિદ્યાર્થી શાળામાં આવ્યો નહીં

  • શિક્ષક નું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો તમામ વિદ્યાર્થીઓ પોતાનું લિવિંગ સર્ટી કઢાવી લેશે તેવી ચીમકી અપાતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮, કે જે પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, તે શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરવાનો મામલો વધુ ગરમાયો છે. સૌ પ્રથમ શાળાના વાલીઓ મેદાને પડ્યા પછી આજે વિદ્યાર્થીઓએ પણ તેમાં ઝંપલાવ્યું છે, અને વિદ્યાર્થીઓએ આજે શાળામાં જવાનો બહિષ્કાર કર્યો છે.

૧૮ નંબરની શાળામાં આશરે ૫૦૦) જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ એક વિદ્યાર્થી આજે શાળામાં ગયો ન હતો, અને શાળાની હાજરી શૂન્ય રહી હતી. જેથી શિક્ષક ગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો માં ભારે ચર્ચા જાગી છે.

ઉપરોક્ત શાળાના વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું છે, કે જ્યાં સુધી શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા કે જેઓનું સસ્પેન્શન રદ નહીં થાય, ત્યાં સુધી લડત ચાલુ રહેશે, અને શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી જવાનો પણ આશ્ચર્યજનક કાર્યક્રમમાં આપશે, તેવી ચીમકી અપાઇ છે જેને લઈને ભારે દોડધામ થઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.