Sunday, October 11, 2026
Home Blog Page 71

જામનગર : ભોજાબેડી-શેઠવડાળા પંથકમાં ગેરકાયદે લાઇમ સ્ટોનનું વહન કરતા તત્વો સામે તંત્રની લાલ આંખ

0

લાલપુર પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર લાઇમ સ્ટોનનું વહન કરતા ૨ ટ્રેક્ટર જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ જૂન ૨૫, જિલ્લા કલેકટર  કેતન ઠક્કરની સૂચનાના પગલે, લાલપુર પ્રાંત અધિકારી અસવારે જામજોધપુર તાલુકામાં નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ફેરણી દરમિયાન, ભોજાબેડી-શેઠવડાળા રોડ પર ગેરકાયદેસર રીતે લાઈમ સ્ટોનનું વહન કરતા બે ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

લાલપુર પ્રાંત અધિકારી અસવાર તેમની ટીમ સાથે જામજોધપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અનધિકૃત ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત, ભોજાબેડી અને શેઠવડાળાને જોડતા માર્ગ પર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા બે ટ્રેક્ટરને અટકાવવામાં આવ્યા હતા. તપાસ કરતા જણાયું કે આ ટ્રેક્ટરમાં વહન થઈ રહેલો લાઈમ સ્ટોન કોઈપણ માન્ય પરવાનગી વગર લઈ જવામાં આવી રહ્યો હતો.જેથી તાત્કાલિક કાર્યવાહી કરતા, પ્રાંત અધિકારી અસવારે બંને ટ્રેક્ટરને સ્થળ પર જ સીઝ કર્યા હતા. વધુ કાયદેસરની કાર્યવાહી અને દંડનીય પ્રક્રિયા માટે આ બંને ટ્રેક્ટરને શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આ મામલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જામનગરમાં વધુ એક નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાસ : ૬ શખ્સો પકડાયા

0

જામનગર નજીક નેવી મોડા ગામમાં થી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી

  • નકલી ઇંગ્લિશ દારૂ બનાવી રહેલા જામનગર અને રાજસ્થાન સહિતના ૬ શખ્સો નીઅટકાયત : ૭.૨૮ લાખ નું નકલી દારૂ બનાવવાનું સાહિત્ય કબજે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જૂન ૨૫, જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત કરી લઈ બનાવટી વિદેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી, દારૂ ના પાઉચ, કાચની બોટલ, તથા સ્ટીકર, મિશ્રણયુક્ત પ્રવાહી સહિત રૂપિયા ૭.૨૮ લાખ ની માલમતા કબજે કરી છે, અને તમામ છ શખ્સોની જીણવટ ભરી પૂછપરછ હાથ ધરી છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર નજીક નેવી મોડા ગામમાં રહેતા હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સ ની વાડીમાં મકાનની અંદર નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, અને જામનગર તથા રાજસ્થાનના કેટલાક શખ્સો એકત્ર થઈને ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવી તેનું જામનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરે છે. તેવી બાતમીને આધારે એલસીબીના પી.આઈ. વી.એમ. લગારિયા અને તેઓની ટીમે દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન છ શખ્સો નકલી દારૂ બનાવવાનું કારસ્તાન ચલાવી રહેલા નજરે પડ્યા હતા. જેઓ કેમિકલ જેવું પ્રવાહી કે જેમાં ભેળસેળ કરીને ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ વગેરે પર ડુપ્લીકેટ સ્ટીકર નો ઉપયોગ કરી નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી એલસીબી ની ટુકડીએ ઉપરોક્ત નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવી રહેલા હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા ગીરા ઉવ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે. મોમાઇનગર શેરી નંબર-૫, સીટી બસ સ્ટોપની સામે, જામનગર (મુળ- નેવીમોડા તા.જી.જામનગર), (૨) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા ગીરા ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. રામેશ્વરનગર, નિર્મળનગર શેરી નંબર-૩ જામનગર, (૩) અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત ઉવ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. ચોહટન, મેધવાલોકા વાસ, તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન, (૪) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ રાજપુત ઉવ.૨૮ ધંધો મજુરી રહે. લોરડીગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન, (૫) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રાજપુત ઉવ.૪૩ ધંધો મજુરી રહે. બરેલાગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન, અને (૬) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ ઉવ.૨૪ ધંધો મજુરી રહે. બડલાગામ તા.હુરડા થાના ગુલાબપુરી જી.ભીલવાડા રાજસ્થાન વગેરેની અટકાયત કરી લીધી હતી.એલસીબી ની ટીમ દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવના સ્થળેથી દારૂના ચપલા (પાઉચ) નંગ-૧૦૫૬ તથા અન્ય પદાર્થ (કેમીકલ) તથા સાધન સામગ્રી મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ રૂ. ૭,૨૮,૪૫૦/- નો મુદામાલ કબજે કર્યો છે, અને પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં તમામ છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ, અને પૂર્વયોજિત કાવતરું ઘડી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવા સંદર્ભે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે તમામની વિશેષ પૂછપરછ ચલાવાઇ રહી છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દંપતીની જામનગર નિવાસ્થાને સજોડે અંતિમ યાત્રા નીકળી

0

અમદાવાદ ની ગોઝારી વિમાન દુર્ઘટના માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

  • મૃતક દંપત્તિની સજોડે નીકળેલી અંતિમ યાત્રામાં અશ્રુઓનો દરિયો છલકાયો: બન્નેના પરિવારજનોમાં ભારે કરુણાંતિકા છવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ જૂન ૨૫, અમદાવાદમાં ગત ૧૨.૬.૨૦૨૫ ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ દુર્ઘટના નો શિકાર બન્યા હતા, તેઓના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા બાદ બન્નેના પરિવારજનો દ્વારા આજે સવારે મૃતદેહોને જામનગર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરલ બાગ પાસે આવેલા શૈલેષભાઈ પરમાર ના નિવાસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે ભારે ગમગીની છવાઈ હતી, અને પરમાર પરિવાર અને બક્ષી પરિવારમાં અશ્રુઓનો દરિયો છલકાયો હતો.જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડન માં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને બનાવના દિવસે એટલેકે ૧૨.૬.૨૦૨૫ ના પરોઢિયે જ જામનગર થી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ એ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટો માં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં એક મુસાફર સિવાય તમામ લોકો ના મૃત્યુ થયા હતા.શૈલેષભાઈ અને નેહલબેન કે જે બંનેના પરિવારો જામનગરમાં રહે છે, તેઓના પરિવારના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. જે ગઈકાલે મેચ થઈ ગયા બાદ બંનેના મૃતદેહોને આજે વહેલી સવારે જામનગર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરલબાગ પાસે આવેલા શૈલેષભાઈ પરમારના નિવાસ્થાને બંનેની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં બક્ષી પરિવાર અને પરમાર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો, અને ભારે ગમગીની છવાઈ હતી.આજે સવારે ૧૧.૦૦ વાગ્યે બંનેની અંતિમયાત્રા એકી સાથે નીકળી હતી, અને જામનગરના આદર્શ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી, જેમાં બંનેના પરિવાર ઉપરાંત જામનગરના કેટલાક અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાજ્ય સરકાર ની ગાઈડ લાઇન મુજબ પરમાર પરિવારના નિવાસ્થાને મૃતદેહો ને લાવવામાં આવ્યા ત્યારથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો, અને મામલતદાર કચેરી ની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી.

જામનગરમાં એડવોકેટ ની પત્ની નો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગરમાં પ્રણામી ટાઉનશીપમાં રહેતા એક એડવોકેટ ની પત્ની એ પતિ સાથેના ઝઘડા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જૂન ૨૫, જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તાર માં રહેતા એક એડવોકેટ ની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક પ્રણામી ટાઉનશીપ શેરી નંબર -૬ માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા એડવોકેટ દિપકભાઈ દામજીભાઈ કટારમર કે જેઓના પત્ની હીનલબેન દીપકભાઈ કટારમલે ગઈકાલે રાત્રે પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે એડવોકેટ દીપકભાઈ કટારમલે પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પી.એસ.આઇ એલ. બી જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછ માં એડવોકેટ દિપકભાઈ અને તેમના પત્ની હિનલબેન વચ્ચે સાથે ઘરની બહાર જવા બાબતે બોલા ચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાતાં પત્નીએ આપઘાત કરી લીધો છે જે મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના બે મિત્રોને હથિયાર સાથે ફોટા- વિડીયો વાયરલ કરવા ભારે પડયા

0

જામનગર શહેર અને વિભાપર ના બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા

  • જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બંને સામે ગુનો નોંધી અટકાયત કરી લેવાઇ : ત્રણ હથિયાર કબજે થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જૂન ૨૫ , જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતા ના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને શિન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને બંને હથીયાર કબજે કરી લેવાયા છે. આ ઉપરાંત તેના જ મિત્ર એવા હાર્ડવેર ના વેપારી વિભાપર ના શખ્સ દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં એરગન દેખાડીને શિન સપાટા કર્યા હોવાથી સાયબર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા તેની અટકાયત કરી લઈ એર ગન સહિત ના ૩ હથિયાર કબજે કરી લેવામાં આવ્યા છે.

આ બનાવ ની વિગત એવી છે કે, આ કામેના આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ નારૂભા જાડેજા (રહે. મયુરનગર, શારદા સ્કુલ પાસે, જામનગર) વાળાએ પોતાના એક હાથમા ડબલ બેરલ ગન તથા બીજા હાથમા પિસ્ટલ વાળો ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી હતી.

આ ઉપરાંત આરોપી મિત રાજેશભાઇ ભીખાભાઇ પણસારા રહે. વિભાપર ગામ વાળાએ પોતાના હાથમા એરગન ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી બન્ને આરોપીઓએ જીલ્‍લા મેજી ના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સીટી સી. ડીવી. પો.સ્ટે.માં બંને આરોપીઓ સામે જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ગુના નોંધવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગીરથસિંહ જાડેજા જાતે ફરિયાદી બન્યા છે. પોલીસની ટીમ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ત્રણ હથિયાર કબજે કરી લેવાયા છે, જ્યારે વધુ પૂછપરછ અને આગળની તપાસ માટે બંને આરોપીઓનો કબજો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે, જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ ચલાવે છે.

જામનગરના ચકચારી સગીરા બળાત્કાર કેસ માં આરોપીઓને છોડી મૂકવા આદેશ

0

જામનગર માં ૧૬ વર્ષની સગીરાને બાવળના કાંટાની જાળમાં લઈ જઈ અને તેમના સાથે બળાત્કાર કરી અને વિડીયો શુંટીંગ કરી વાયરલ કરવાના કેસમાં આરોપીઓનો છુટકારો

  • બળાત્કારનો વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવેલ હતો

  • વિડીયો શુટીંગ કરાયું , વાયરલ થયું , કોને  કર્યુ છે અને ક્યા મોબાઇલમાં કરાયું છે તેના પુરાવા નથી : વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૭ જૂન ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા એવી ફરીયાદ દાખલ કરવામાં આવેલ કે, તેમની ૧૬ વર્ષની સગીર દિકરી જયારે કરીયાણું લેવા માટે ઘરેથી બહાર ગયેલ ત્યારે આરોપી નં.૧ વાળાએ તેમને લલચાવી અને ફોસલાવી અને તેમના સાથે લઈ ગયેલ અને તેમને બચુનગર પાછળ કાંટાની જાળમાં લઈ જઈ અને તેમના કપડા ઉતારી અને તેમના સાથે શરીર સંબંધ બાંધેલ અને આ દરમ્યાન આરોપી નં.૨ વાળાઓએ આ તમામ જે બનાવ બનેલ તેનું વિડીયો શુટીંગ કરેલ, અને ત્યારબાદ ભોગબનનારને તે કાંટાની જાળીમાં જ મુકી અને આરોપીઓ નાશી ભાગી ગયા હતા.

આરોપી નં.૨ વાળાઓએ આ વીડીયો શુટીગ વાયરલ કરતા ભોગબનનારના પિતાને આ બાબતની જાણ થતાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ, જે ફરીયાદ જાહેર થતાની સાથે આરોપીઓને અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ અને કેશ ચાલી ગયેલ, આ કેશ ચાલતા નામ.અદાલતમાં ભોગબનનાર, ડોકટર અને તમામ સાહેદ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ, જે તમામ સાક્ષી પુરાવાઓ લીધા બાદ કેશ દલીલ ઉપર આવતા નામ.અદાલતમાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ભોગબનનારની ઉમર ૧૬ વર્ષની છે અને આરોપીઓ તે જ ઠેકાણે વસવાટ કરતા હોય, ભોગબનનારની ઉમર અને તેમના પરીવારથી વાકેફ હોવા છતાં તેમની કુમળી ઉમરનો ગેરલાભ લઈ અને ભોગબનનાર જયારે કરીયાણું લેવા માટે ગયા હતા

ત્યારે તેમને પકડી લલચાવી ફોસલાવી અને તેમને કાંટાની જાળીમાં લઈ ગયા અને તેમના સાથે આરોપી નં.૧ વાળાઓએ બળાત્કાર હેવાનીયાતથી કરેલ અને આ બનાવ બનતા સમયે આરોપી નં.ર વાળાઓએ વીડીયો શુટીંગ કરેલ અને તે વીડીયો શુટીંગ વાયરલ કરવામાં આવેલ છે, આ બનાવમાં ભોગબનનારને બેસુદ હાલતમાં મુકી અને આરોપીઓ નાશી ભાગી ગયા હતા તે પણ રેકર્ડ ઉપર આવેલ છે, આ કૃત્ય ખુબજ હીન્યસ પ્રકારનું કૃત્ય છે, અને સગીરાએ જજ સાહેબ સમક્ષ પણ જે નિવેદન આપેલ છે અને ડોક્ટર સમક્ષ જે નિવેદન આપેલ છે, તે તમામ નિવેદનો સરખા જ છે, અને તેમાં કોઈ જ ફેરફાર નથી જેથી તમામ પુરાવાઓ એકબીજાને સાંકળે છે, જેથી આરોપીઓને કાયદામાં ફરમાવેલ આજીવન કેદની પુરેપુરી સજા કરવી જોઈએ, જેની સામે આરોપી નં.રના પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે વીડીયો શુટીંગ કરવામાં આવેલ છે, તે કયાં મોબાઈલમાં શુટીંગ કરવામાં આવેલ છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવેલ છે, અને કોના દ્વારા શુટીંગ કરવામાં આવેલ છે, તે ક્યાંય સમગ્ર ટ્રાયલ દરમ્યાન સચોટ પુરાવો કે, જે માની શકાય તેવો રેકર્ડ ઉપર આવેલ નથી, જેથી આરોપીએ આ કૃત્ય કરેલ છે, તેવું માની શકાય નહી અને જે જે જુબાનીઓ લેવામાં આવેલ છે, તેમાં માત્ર વિડીયો શુટીંગ થયું છે અને વાયરલ થયું છે આ સીવાય કોના દ્વારા કયાં અને કેવી રીતે અને ક્યાં મોબાઈલમાં થયેલ છે તે અંગેનો કોઈ જ પુરાવો આવેલ ન હોય, જેથી આરોપીને સજા થઈ શકે નહીં, આમ નામ.અદાલત દ્વારા સમગ્ર પુરાવો ધ્યાને લઈ અને આરોપીઓ તરફે થયેલ દલીલો ધ્યાને લઈ અને આરોપીને શંકાનો લાભ આપી અને છોડી મુકવાનો હુકમ કરેલ , આ કેશમાં આરોપીઓ તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાંથી ચાર મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ

0

જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તાર માંથી ચાર મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ

  • સીટી-સી ડિવિઝન સર્વેંલન્સ સ્ક્રોર્ડ ના વનરાજભાઈ ખવડ , મહાવિરસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજાની બાતમી

  • આરોપી :- (૧) બાબુભાઈ જેઠાભાઈ ઢચા રહે.તિરૂપતિ ન્યારા પંપનો ઢાળીયો ઉતરતા મહાદેવના મંદિર પાસે જામનગર (૨) દિપરાજ નાથાભાઈ માંતગ રહે.ઢીચડા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૫, જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર બેલડી સીટી સી. ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ છે, અને ચાર મોટરસાયકલ કબજે કરી લેવાયા છે. ઉપરાંત તેઓ પાસેથી અન્ય બે બાઈક પણ મળી આવ્યા છે. તે અંગેની પોલીસ વધુ પુછપરછ ચલાવી રહી છે. સમર્પણ સર્કલ વિસ્તારમાં તાજેતરમાં અલગ અલગ ચાર મોટર સાઈકલો ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેની મદદથી ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગરમાં તિરુપતિ વિસ્તારમાં રહેતા બાબુભાઈ જેઠાભાઈ ઢચા, તેમજ ઢીચડા ગામમાં રહેતા દીપરાજ નાથાભાઈ માતંગની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ઉપરોક્ત ચારેય મોટર સાયકલ કબજે કરી લીધા છે.

તેઓએ સમર્પણ સર્કલ પાસેથી ચારેય બાઈકની ચોરી કરી લીધી હોવાની કબુલાત આપી હતી, ઉપરાંત તેઓ પાસેથી વધુ બે મોટરસાયકલ આધાર પુરાવા વગરના મળી આવ્યા હતા. જે બંને વાહનો શક પડતી મિલકત તરીકે કબજે કરી લઈ તેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં પ્રથમ વરસાદની સાથે જ જળબંબાકાર જેવી સ્થિતિ

0

જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળના ગોલ્ડન સીટી વિસ્તારમાં પ્રથમ વરસાદની સાથે જ મોકાણ શરૂ

  • પાણી ના ખાબોચીયા ભરાઈ જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ : બાળકો સહિત સ્થાનિક રહેવાસીઓ થયા પરેશાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જૂન ર૫ જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું, પરંતુ કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સમસ્યા ની ભરમાર શરૂ થઈ છે. કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ગોલ્ડન સીટી વિસ્તાર જળબંબાકાર બન્યો છે. શહેરમાં માત્ર એક ઈંચ વરસાદ પડ્યો છે, પરંતુ ગોલ્ડન સીટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી છે, અને ના છૂટકે પાણી ના ખાબોચિયા માંથી પસાર થવું પડ્યું છે.

આ વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, અને માર્ગમાં મોટા ખાડા હોવાથી પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે, જેના કારણે વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાના તંત્રએ આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.

જામનગરમાં કારખાનેદારે ટેક્સ અધિકારીને ધક્કો મારી ઉધતાઈ ભર્યું વર્તન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

0

દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મનપાનો રૂપિયા ૬.૯૩ લાખનો વેરો નહીં ભરનાર કારખાનેદારે ટેક્સ અધિકારીને ધક્કો મારી ઉધતાઈ ભર્યું વર્તન કર્યું

  • જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારખાનેદાર સામે ફરજમાં રૂકાવટ અને ધાકધમકી આપવા અંગેનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે દરેડ જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં બાકી રોકાતા વેરા ની વસુલાતની કામગીરી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન એક કારખાનેદારે ટેક્સ અધિકારીને ધક્કો મારી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી, તેમજ અન્ય સ્ટાફને પણ ધાક ધમકી આપી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાથી તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસમથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ નંબર ૩૪૨૦ અને ૩૪૨૧ માં આવેલા ઓરેન્જ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં તેના માલિક મિતેષ ત્રિભોવનભાઈ ભાલોડીયા દ્વારા ગઈકાલે ટેક્સ ચૂકવવા બાબત તકરાર કરી હતી. કારખાને દારે જામનગર મહાનગરપાલિકાને ૬.૯૩ ૯૧૯ નો વેરો ચૂકવવાનો બાકી છે, જે નું ચેકીંગ કરવા માટે ગયેલી ટીમ સાથે કારખાને ભારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

ટેક્સ અધિકારી જીગ્નેશભાઈ નિર્મલ કે જેઓને કારખાનેદાર મિતેશ ભાલોડિયાએ ધક્કો મારી દીધો હતો, તેમજ અન્ય સ્ટાફ સાથે પણ બબાલ કરી હતી. જેથી સમગ્ર મામલોબ પંચકોસી બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કારખાનેદાર મિતેશ ભાલોડીયા સામે ફરિયાદ નોંધાવતતાં એમ એમ જાડેજાએ જીગ્નેશભાઈ નિર્મળ ની ફરિયાદ ના આધારે કારખાનેદાર સામે બીએનએસ કલમ ૨૨૧ મુજબ ગુનો નોંધ્યો છે. જે ફરિયાદ ને લઈને ઉદ્યોગ નગર વિસ્તારમાં સોપો પડી ગયો છે.

જામનગરમાં પ્રેમી એ પ્રેમિકાને મસ્તી મજાકમાં ખુરશી ફટકારી માર માર્યો

0

જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલાને મૈત્રી કરાર કરનાર પોતાના પ્રેમી સાથે થઈ તકરાર

  • મસ્તી મજાકમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને ખુરશી ફટકારી હુમલો કરી દઈ પતાવી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ જૂન ૨૫, જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના પ્રેમી મિત્રએ મસ્તી મજાકમાં માર મારી પતાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નંદનવન પાર્ક શેરી નંબર -૭ માં મહાદેવ મંદિર ની બાજુના વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની એક યુવતી કે જેણે ખંભાળિયામાં નગરનાકા વિસ્તારમાં રહેતા પારસગીરી રમેશગીરી ગોસ્વામી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા, અને તેની સાથે રહેતી હતી. દરમિયાન ગઈકાલે પ્રેમિકા ગઈકાલે જામનગરમાં પોતાના ઘેર હતી, દરમિયાન આરોપી પ્રેમી ત્યાં આવ્યો હતો, અને મશ્કરી મજાક કરવા લાગ્યો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આથી ઉસકેરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમિકા પર હુમલો કરી દીધો હતો, ઉપરાંત આડેધડ માર મારી તને આજે પતાવી નાખવી છે, તેવી ધમકીઓ ઉચ્ચારી હતી, જેથી પ્રેમિકા દ્વારા મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોતાના પ્રેમી એવા પારસગીરી રમીશગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બીએનએસ કલમ ૧૧૫(૨) ,૩૫૨ ,૩૫૧ (૩) તથા જીપીએકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.