Sunday, October 11, 2026
Home Blog Page 72

જામનગર ના બચુનગર વિસ્તારમાં ચાર ધાર્મિક સ્થળો દૂર કરાયા : મ્યુ.કમિશ્નર , SP , Dysp ખડેપગે રહ્યા

જામનગર ના બચુનગર વિસ્તારમાં ચાર ધાર્મિક સ્થળો પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવા કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુ નગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન શરૂ કરાયું છે, ત્યારે જુદા જુદા પ રહેણાક મકાનો ને દૂર કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે ધાર્મિક સ્થળો નો પણ સમાવેશ થાય છે.બચુ નગર સહિતના વિસ્તારમાં જુદા જુદા ચાર ધાર્મિક સ્થળો પણ દબાણ હટાવવા ની લાઇન દોરીમાં આવી જાય છે. જે તમામ સ્થળોને પણ ખસેડી લેવા માટેની આજે પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, અને ચારે સ્થળો પર ડી.વાય. એસ.પી. જે. એન. ઝાલા તથા મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા, અને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ધાર્મિક સ્થળો ના દબાણો હટાવી લેવા માટે ની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.

જામનગર ના કાલાવડમાં વકીલની હત્યાથી સનસની : એકને ઉઠાવી લેવાયો

0

જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રાત્રે એક એડવોકેટની હત્યા ની ઘટનાથી ભારે ચકચાર

  • એડવોકેટ ઘરનું તાળું ખોલી રહ્યા હતા જે દરમિયાન ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી દેતાં બનાવ હત્યામાં પલટાયો : આરોપીની પત્ની પર ખરાબ નજર રાખ્યાની આશંકા

  • આરોપી :- (૧) વૈભવ ચાવડા તથા (૨) યોગેસ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર રહે બન્ને-કાલાવડ 

  • હત્યારા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં નાકા બંધી કરાઈ : LCB એ એક શકમંદને ઉઠાવ્યો

  • જામનગરના વકીલ આલમ માં ઘેરા શોકની લાગણી : એડવોકેટનું જામનગરની જી.જી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૫, જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયા કે જેઓની ગઈકાલે રાત્રિના હત્યાની ઘટના સામે આવતાં ભારે હડકમ્પ મચી ગયો છે, અને વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. પોતાના ઘરનું તાળું ખોલવા જતા હતા, જે દરમિયાન ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. તેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા જિલ્લા ભરમાં નાકાબંધી કરાઈ છે. એલસીબી દ્વારા એક શખ્સ ને સકંજા માં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા અને કાલાવડ વકીલ મંડળ ના સેક્રેટરી જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયા કે જેઓ ગઈકાલે રાત્રિના ૧૧.૧૫ વાગ્યે પોતાના ઘરનું તાળું ખોલવા જઈ રહ્યા હતા. જે દરમિયાન ૨ શખ્સો ધસી આવ્યા હતા, અને તેમના ઉપર છરી વડે હુમલો કરી દેતાં તેઓ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા.

 આ બનાવની જાણ થતાં કાલાવડ માં ભારે દોડધામ થઈ હતી. એડવોકેટ ના ભાઈ આસિફભાઇ ડોડીયા વગેરે દ્વારા ઇજાગ્રસ્ત એડવોકેટ ને સારવાર માટે સૌપ્રથમ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓનો માત્ર મૃતદેહજ પહોંચ્યો હતો. જે બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડ ની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને બનાવના સ્થળે તેમજ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ એડવોકેટ ના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ને બનાવની જાણ થવાથી તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાના આદેશો કર્યા હતા.જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા ની આગેવાની હેઠળ પોલીસની મોટી ટુકડી આરોપીઓને શોધવા માટે રાત્રી ભર કોમ્બીન્ગમાં જોડાઈ હતી. એલસીબી ની ટીમ પણ કવાયત માં જોડાઈ હતી, અને એકાદ શકમંદ ને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.લાલો ખવાસ નામનો શખ્સ અને તેના સાગરીતો નું આ કારસ્તાન હોવાનું પ્રાથમીક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે.પોલીસ દ્વારા એડવોકેટ ઈમ્તિયાઝ ભાઈ ડોડીયા ના નાના આસિફભાઈ કેસરભાઇ ડોડીયા ની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ જૂની અદાવતનો આ બનાવ કારણ ભૂત હોવાનું અનુમાન લગાવી પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.જામનગરના વકીલ મંડળમાં આ ઘટનાની જાણ થવાથી ઘેર શોક ની લાગણી છવાઈ છે. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે એડવોકેટ ઈમ્તિયાઝભાઈ ડોડીયા ના મૃતદેહ ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની પેનલ મારફતે તેઓનું પોસ્ટમોર્ટમ કરાવવા આવી રહ્યું છે.આ ઘટના બાદ કાલાવડ માં રહેતા મૃતકના પરિવારજનો તેમજ વકીલ મંડળના સભ્યો જયારે જામનગર બાર એસો. ના હોદ્દેદારો વગેરે જી.જી. હોસ્પિટલના દ્વારે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

જામનગર સિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં એક વિદેશી નાગરિકનો આપઘાત

0

જામનગર નજીક સિક્કા ના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં એક વિદેશી નાગરિકનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • રશિયામાં પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અફેરને જાણકારી મળતાં મનમાં લાગી આવવાથી ગળાફાંસો ખાઈ જીવ દીધો

  • બેડી મરીન પોલીસ દ્વારા મૃતક વિદેશી નાગરિક નું પેનલ થી પી.એમ. કરાવાયા બાદ મૃતદેહને રશીયા મોકલવા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જૂન ર૫, જામનગર નજીકના દરિયામાં લાંગરેલી રશિયાની એક શીપમાં મિસ્ટર પીવનેકો દેમિત્રી નામના ૪૭ વર્ષના રશિયન નાગરીકે ગઈકાલે શીપ ની અંદર જ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.જે બનાવ અંગે જામનગરના એટલાન્ટિક શિપિંગ કંપનીના કર્મચારી યુવરાજસિંહ હરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ. પોપટ તેમજ રાઈટર એસ.કે. જાડેજા વગેરે દરિયામાં લાંગરેલી રશિયનશિપમાં પહોંચ્યા હતા, જ્યાંથી મૃતદેહનો કબજો સંભાળી જામનગર લઈ આવ્યા બાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, અને શીપિંગ એજન્ટના માધ્યમથી મૃતદેહને કોફીનમાં પેક કરીને રશીયા પરત મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન શિપના અન્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર મૃતક યુવાન કે જેની પત્ની સાથે વાંધો પડ્યો હતો, અને તેની પત્નીને રશિયામાં કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર હોવાનું જાણવા મળી જતાં વ્યથિત થઈને તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા તે અંગેની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા નું અભિયાન : જુના કપડાં માંથી બનાવાશે થેલી

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા નું અભિયાન : જુના કપડાં માંથી બનાવાશે થેલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૨ જન્ ૨૫, જામનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર ડી.એન. મોદી ની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ડી. એ. ઝાલા નાં માર્ગદર્શન હેઠળ ૫ જુન,વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે પ્લાસ્ટિક થી થતા પ્રદૂષણ નો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલી થી મુક્ત થાય તે માટે ‘માય થેલી ઇવેન્ટ’ નું આયોજન જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી.શાખા ની યોજનાનાં સ્વ સહાય જૂથો ની બહેનો દ્વારા તા. ૦૩/૦૬/૨૦૨૫ થી તા.૩૧/૧૦/૨૦૨૫ દરમ્યાન દર ગુરૂવાર તથા શુક્રવારનાં રોજ (બે દિવસ) સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ અને ૩:૦૦ થી ૬:૦૦ દરમ્યાન જુદા જુદા સ્થળો એ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કચ્છી રાજગોર બ્રહ્મ સમાજ ની વાડી ૩/ કામદાર કોલોની, ખોડિયાર કોલોની, રામેશ્વરનગર, માટેલ ચૌકમાં, સીએસસી સેન્ટર પાસે, જય માતાજી ઈમીટેશન, પટેલ કોલોની ૯ નંબર છેડે રજવાડા સાફાની બાજુમાં. “માય થેલી ‘ ઇવેન્ટ દરમ્યાન જાહેર જનતા દ્વારા જુના કપડા આપવામાં આવશે, તો તેમાંથી જૂથ ની બહેનો દ્વારા આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. આથી આ ઇવેન્ટનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને તેઓના સહયોગથી વધારાના કાપડમાંથી થેલી બનાવીને પ્લાસ્ટિકની થેલીનાં બદલે આ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો વપરાશ સંદતર બંધ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ થકી જામનગર શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુધ્ધ પર્યાવરણ પૂરું પાડવા તરફ પહેલ છે. તો આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા જામનગર શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ પિતા પુત્ર પર છરી વડે હુમલો : પાંચ શખ્સો સામે ફરિયાદ

0

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ પિતા પુત્ર પર છરી વડે હુમલો : પાંચ શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ જૂન ૨૫, જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હુસેન વલી મોહમ્મદભાઈ ઝેડા નામના ૪૦ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં જ રહેતા જાફર અબ્દુલભાઈ ખત્રી , કાસમ અબ્દુલભાઈ ખત્રી , સલીમ અબ્દુલભાઈ ખત્રી , હમીદ હુસેનભાઇ ખત્રી , અને સલમાન અબ્દુલભાઈ ખત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બંને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત આરોપીઓ ફરિયાદી હુશેનભાઇ ના પુત્ર ઉપર છરી વડે હુમલો કરી રહ્યા હતા, અને જુની અદાવતનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયો હતો. જેને પિતા સારવાર માટે લઈ આવતા હતા, જે દરમિયાન તેના ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

0

જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

  • પુરપાટ ઝડપે આવી રહેલા સ્કોર્પીયોના ચાલકે ડબલ સવારી એક્ટિવા ને હડફેટમાં લીધા બાદ એક મકાન ની દીવાલ માં ઘૂસ્યો

  • સ્કોર્પિયો ચાલક પીજીવીસીએલના એક થાંભલા ને પણ ઠોકર મારી દેતાં વિજ વાયર તૂટવાથી વીજ પુરવઠો ખોરવાયો: સ્કોર્પિયો ચાલક થયો પલાયન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂન ૨૫, જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક “હિટ એન્ડ રન” ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો કાર ના ચાલકે ઓવર સ્પીડ માં આવી ને એક એક્ટિવા સવાર બે તબીબી વિધાર્થીઓને ઠોકર મારી દીધા બાદ એક મકાન ની દીવાલ તોડી નાખી હતી.સ્કોર્પિયો ની ઠોકર વાગવાથી એકટીવા ના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે તેમાં બેઠેલા બે તબીબી વિદ્યાર્થીઓ કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નાઈટની ફરજ માં હતા, અને જામનગરના એસટી ડેપો પાસે નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી જી.જી. હોસ્પિટલ તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.જેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તાત્કાલિક અસરથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓને પગની ઢાંકણી સહિતમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્કોર્પિયો નો ચાલક એકટીવા ને ઠોકર માર્યા બાદ ગુરુદ્વારા ચોકડી પાસે આવેલા ખુશ્બુવાડી નામના બંગલાની દિવાલ સાથે ટકરાઈ ગયો હતો. જેથી બંગલાની દીવાલને નુકસાન થયું છે.ઉપરાંત ત્યાં જ આવેલો એક પી.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો કે જેને પણ સ્કોર્પિયો ની ઠોકર વાગી હોવાથી થાંભલો બેવડો વળી ગયો હતો, અને વીજવાયર તૂટ્યા હોવાથી આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જે બનાવની જાણ થતાં સૌપ્રથમ સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન સ્કોર્પિયો નો ચાલક તેમાંથી ઉતરીને રફુચક્કર થઈ ગયો હતો. આથી પોલીસે સ્કોર્પિયો ટોઇંગ કરી લઈ પોલીસ મથકે લઈ જવાયો છે, જ્યારે ઇજાગ્રસ્ત તબીબી વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સાથો સાથ પીજીવીસીએલ ની ટીમને પણ જાણ થઈ હોવાથી તેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને વીજવાયરો વગેરેની સમારકામની કાર્યવાહી હાથ ધરી લઈ, વીજ પુરવઠો પૂર્વત બનાવ્યો હતો. પોલીસ દ્વારા સ્કોર્પિયો ના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ ચલાવાઇ રહી છે. જે બનાવ સમયે વાહન ચાલક નશાયુક્ત હોવાનું પણ બનાવના સમયે પસાર થનાર વ્યક્તિનું કહેવું છે. જે સમગ્ર બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મીત મોરજરીયા નવી દિશા સાથે નવું જ ક્લેવર આપવામાં અગ્રેસર

0

જામનગરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મીત મોરજરીયા નવી દિશા સાથે નવું જ ક્લેવર આપવામાં અગ્રેસર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જૂન ૨૫, કોમર્શિયલ વ્હીકલ ફોરમ તે ૧૦૦થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો, ૫૦૦ થી વધુ સીએફઓ, ડીસીશન મેકર્સ તેમજ ૫૦ થી વધુ ઈનોવેટીવ ભાગીદારોને એક જ મંચ પર લાવતું વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ છે.જામનગરના શ્રી જલારામ ફ્રેઈટ કેરીયર્સ પ્રાઈવેટ લિમિટેડના ત્રીજી ૫ેઢીના સદસ્ય અને મેનેજીંગ ડાયરેક્ટર મીત મોરજરીયા તા. ૧૧-૦૬-૨૫ ના પૂણે માં યોજાનાર કોમર્શિયલ વ્હીકલ ફોરમ (સીવીએફ) ૨૦૨૫ માં ખાસ વક્તા તરીકે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના નક્શા ને એક નવા જ આધુનિક સ્વરૂપમાં રજુ કરનાર છે.

આ ફોરમ રાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મુખ્ય નાયકો, પોલીકેમર્સ, ટેકનોલોજી લીડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવતું ફોરમ છે. આ વખતના ફોરમમાં મીત મોરજરીયા ભારતીય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સૌથી મહત્ત્વના મુદ્દાઓ અને તેના ઉકેલ અંગે વિચાર-વિમર્શમાં પોતાનું માર્ગદર્શન આપશે. તેઓ ઉદ્યોગની પ્રાથમિક સમસ્યાઓ, નવી પેઢીના દૃષ્ટિકોણ અંગે પોતાના વિચારો રજુ કરશે. ખાસ કરીને એફટીએલ ટ્રાન્સપોર્ટ અને ડ્રાઈવર ઈકો સિસ્ટમના સુધારાના વિષય પર પોતાનું વિશ્લેષણ રજુ કરશે.

જામનગરની તેમની શ્રી જલારામ ફ્રેઈટ કેરીયર્સ કંપની આજના યુગમાં નવી ટેકનોલોજી અને પાથ બ્રેકીંગ બિઝનેસ મોડેલથી ઉદ્યોગમાં સફળતાના અને સિદ્ધિના નવા શિખરો સર કરી રહી છે. મીતભાઈ મોરજરીયાની કંપની હાલના યુગમાં નવી ઉર્જા, ટેકનોલોજી અને સ્ટ્રેટેજીક ઈન્ટેલિજન્સ સાથે ભારતના અગત્યના ફેરવાહક માર્ગો પર અસરકારક રીતે પ્રવૃત્ત છે. તેઓ ટ્રેડીશનલ ટ્રાન્સપોર્ટ મોડલને આધુનિક વિચારસરણી અને ઉચ્ચ માનવીય મૂલ્યો સાથે એક નવું આવકરણ આપતા ઉદ્યોગ નેતૃત્વના પ્રતિનિધિ છે. ડ્રાયવરોને શ્રમિક તરીકે નહીં, ભારતના ગ્રોથ પાર્ટનર તરીકે જોવાનો આ સમય છે. ઉદ્યોગની પાયા પર માનવ સંશાધન છે. તેના વિના રસ્તાઓ ગંતવ્ય સ્થળ સુધી પહોંચતા નથી. ભારતમાં દર વર્ષની અંદાજે ૨૨ ટકા ફીટ ડિલિવરી લોસીસ માત્ર ડ્રાયવર અભાવ અને પ્લાનીંગ ખામીના કારણે થાય છે ફક્ત ટેકનોલોજી નહીં, માનવીય મૂલ્યો પણ સમાનપણે મહત્ત્વના છે.

જામનગર : “છોટીકાશી” માં પરીણીતાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

0

સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

  • છોટીકાશી’ માં પરીણીતાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જૂન ૨૫ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં જેઠ મહિનાની પૂનમ અર્થાત વટ સાવિત્રી પૂનમની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દિને પરીણીત મહિલાઓ પતિનાં દિર્ધાયુષ્ય માટે તથા સુખી દામ્પત્ય જીવન માટે વડલાંનાં વૃક્ષનું પૂજન કરે છે. આ વર્ષે પણ આ પરંપરા નિભાવાઇ હતી. શહેરનાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરનાં પટાંગણમાં આવેલ વિરાટ વડલાઓનું પરીણીતાઓએ પૂજન કર્યુ હતું. બ્રાહ્મણો દ્વારા વિધીવત પૂજા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સહિત વડલાનાં વૃક્ષો ધરાવતા અન્ય દેવમંદિરોમાં પણ પરીણીતાઓએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે પંચાગ અનુસાર આવતીકાલે પણ પૂનમનું વ્રત કરવામાં આવશે તથા મંદિરોમાં પૂનમને અનુલક્ષીને ઉત્સવો ઉજવાશે.

જામજોધપુરના સમાણા ગામમાં બે રહેણાક મકાનોમાં ખાતર પાડનાર તુષાર ધામેચાને LCB એ દબોચી લીધો

0

જામજોધપુરના સમાણા ગામમાં બે રહેણાક મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા : રૂપિયા ૬.૮૫ લાખની ચોરીની બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

  • પ્રસન્ન્ય કામગીરી બદલ જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુ દ્વારા એલસીબી ટીમને 5100 નું ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

  • લૌકિક ક્રિયા માટે જામનગર ગયેલા એક પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું : બાજુના મકાનમાં પણ ચોરી : LCB ની ટીમે તુષાર હસમુખભાઈ ધામેચા નામના તસ્કરને સકંજામાં લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જૂન ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ બનાવી લીધું હતું, અને બંને મકાનોમાંથી કુલ રૂપિયા ૬,૮૫,૦૦૦ ની માલમાતાની ચોરી થયાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ એલસીબી ની ટુકડીઓ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને સકંજામાં લઈ લીધો છે. જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત બંને ચોરીનો ભેદ ઉકેલાયો છે.આ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા કે જેઓ લૌકિકક્રિયાના કામ માટે પોતાના પરિવાર સાથે જામનગર આવ્યા હતા, જે દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૬ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.આ ઉપરાંત બાજુમાં જ રહેતા મનિષાબેન નિલેશભાઈ ગોહિલ નામના મહિલાના મકાનમાંથી પણ રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જે બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉપરોક્ત બંને પોલીસ ફરિયાદ બાબતમાં શેઠ વડાળા પોલીસ ની ટીમ તપાસ ચલાવી રહી હતી, જેની તપાસમાં એલસીબી ની ટુકડી પણ જોડાઈ છે, અને એક સ્થાનિક તસ્કરને સકંજામાં લઈ લીધો છે, અને બંને ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને તસ્કરને ઝડપી મુદામાલ કબ્જે કર્યો હતો

જામનગર પોલિસે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન : મિલન કરાવી આપ્યું

0

જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન : મિલન કરાવી આપ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જૂન ૨૫, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મનો દિવ્યાંગ બાળકી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી, અને પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મળી આવી હતી. જે બાળકી માનસિક અસ્થિર અને પોતાના પરિવાર, રહેઠાણ વગેરે વિષે કશું જણાવી શકતી ન હતી, પરંતુ પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત સુધી રઝળપાટ કરીને આખરે તેણીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા, અને બાળકી નું પરિવાર સાથે પૂન:મિલન કરાવી દેતાં પરિવારજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા, અને પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.

જામનગરના પંચકોશી એ. ડીવી પો.સ્ટે વિસ્તારના ધુંવાવ ગામ પાસે એક ૧૪ વર્ષની બાળકી મેઇન રોડ પર ચાલીને નજરે આવતાં ધુંવાવ ગામના એક મુસ્લીમ આગેવાન દ્વારા પંચ એ. ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ. શેખ તેમજ પીએસઆઇ એ.આર. પરમાર તેમજ વુમન પો.હેડ કોન્સ્ટેબલ આર.આર. ગોજીયા વગેરેએ ધ્રુવાવ ખાતે ગયા હતા, ત્યાં બાળકી ને તેનું નામ-ઠામ તેમજ રહેઠાણ બાબતે પુછતાં તે યોગ્ય જવાબ ન આપી શકતાં તેમજ તેના કપડા લતા તેમજ તેની માાનસીક – શારિરિક પરિસ્થતી જોતા તે માનસીક રિતે અસ્થીર હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા તેણીના વાલી વારસની શોધ ખોળ કરવામાં આવી હતી. આમ લગભગ રાત્રી ના એક વાગ્યા આસપાસ આ બાળકીના માતા નો સંપર્ક થતાં તેમણે કહેલું કે તેઓની બાળકી માનસીક અસ્થીર છે, અને કયાંક ચાલી ગયેલી છે.

ત્યારબાદ આ બાળકીનો ફોટો તેમને બતાવતાં તેમણે કહેલું કે આ તેમની બાળકી હોય અને તેમની માતા શંકર ટેકરી ખાતે રહેતા હોવાથી પંચ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ બાળકીને તેની માતા પાસે લઇ જવામાં આવી હતી, ત્યારે બાળકી પણ તેની માતા ને ઓળખી ગઇ હતી, તેમજ માતા પણ પોતાની બાળકીને સહી સલામત પોતાને મળી ગયા ની ખુશી વ્યકત કરી હતી. આમ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી, જેથી પરિવારજનોએ પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.