Friday, October 9, 2026
Home Blog Page 410

જામનગરમાં માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો

0

જામનગરમાં માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો….

રિવાબા જાડેજા,ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની

• જામનગરમાં નોર્મલ ફી ભરી વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યૂશન કલાસીસ શરૂ કરાશે

જામનગરમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા તેમજ કોચિંગ ક્લાસીસના ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા..

જામનગર  પંથકના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે અને ઉત્તીર્ણ થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા….

• ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

રાજ્ય સરકારે gpsc તેમજ પીએસઆઇ કોન્સ્ટેબલ અને રેવન્યુ ખાતામાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ભરવાની જાહેર કરી છે… ત્યારે જામનગર પંથકના વિદ્યાર્થીઓ મોંઘા ક્લાસીસમાં ટ્યુશન લઈ શકતા નથી અને નોર્મલ ફી આ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે….

• જામનગર પથકમાં વિધાર્થીઓ પણ હવે કલાસ નવ ટુ અધિકારી બની શકશે

અન્ય જિલ્લાઓની સરખામણીમાં જામનગર જિલ્લામાં સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી જેના કારણે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકતા નથી…..

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે…હકુભા જાડેજા…

0

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે…હકુભા જાડેજા…

બાઈટ હકુભા જાડેજા,અન્ન અને પુરવઠા પ્રધાન

• જામનગર કોર્પોરેશનમાં 64 માંથી ૫૦ બેઠકો ભાજપને મળશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ આજે સબમીટ કર્યા છે…
તમામ ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત અને લેન્ડ રેકર્ડ કચેરી ખાતે પોતાના નામાંકન પત્ર સબમીટ કરી રહ્યા છે…

• યુવા ઉમેદવારોનો ક્રેઝ જામનગરમાં વધુ

જામનગર કોર્પોરેશનમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનો દબદબો છે અને આ વખતે પણ કોર્પોરેશનમાં ફરીથી ભગવો લહેરાય તેવી આશા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સેવી રહ્યા છે..

• ગત ચૂંટણીમાં 64માંથી 38 બેઠકો ભાજપને મળી હતી

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 64 માંથી 38 બેઠકો મળી હતી જોકે આ વખતે યુવા ઉમેદવારોએ મેદાનમાં ઉતરતા લોકોમાં બીજેપી નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે…. જેના કારણે ગત ટર્મ કરતાં આ ટર્મ માં ભાજપની બેઠકો વધશે….

• કોંગ્રેસના ઉમેદવારોને હજુ મેન્ડેટ મળ્યો નથી

સાથે સાથે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોંગ્રેસ પર કોમેન્ટ કરતાં કહ્યું છે કે હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ મળ્યા નથી ચૂંટણી કેમ જીતશે…..

ભાજપમાંથી રાજીનામુ આપનાર આહીર સમાજના પ્રમુખ કરશન કરમુરે AAPમાંથી ભર્યું ફોર્મ..

0

ભાજપમાંથી રાજીનામુ આપનાર આહીર સમાજના પ્રમુખ કરશન કરમુરે AAPમાંથી ભર્યું ફોર્મ..

બાઈટ:કરશન કરમુર,ઉમેદવાર AAP

• આહિર સમાચાર પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર આપમાં જોડાયા
• 2000 જેટલા સમર્થકો સાથે નામાંકન પત્ર ભર્યું
• છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કરસન કરમુર કોડ નંબર પાંચમાં છે વોટફેરવિટ

જામનગર: જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે ત્યારે ગઈકાલે જ ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર એ આમ આદમી પાર્ટીમાંથી નામાંકન પત્ર ભર્યું છે….. કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે…. જોકે આ વખતે ભાજપે તેમને ટિકિટ ના આપતા તેમણે નારાજગીમાં રાજીનામુ આપ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભરી ફરીથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે….

• ભાજપે અન્યાય કરતા ઝાડુ પકડ્યું કરશન કરમુરે

કરસન કરમુર  સવારે  11 વાગ્યે પોતાના 2000 જેટલા સમર્થકો સાથે બાઈક રેલી યોજી જિલ્લા પંચાયત ખાતે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા…. વોર્ડ નંબર 5 મા પોતાની ચેનલ વિજેતા બને તે માટેની તમામ તૈયારીઓ કરસન ભાઈ કરમુર શરૂ કર્યું છે…. જોકે કરસન કરમુર એ આમ આદમી પાર્ટી હતી નામાંકન પત્ર ભરતા કોડ નંબર પાંચમાં ભાજપ અને કોંગ્રેસ માટે જીત મેળવી અશક્ય બને ગઈ છે….

• વોર્ડ નંબર 5માં અન્ય પાર્ટીઓ માટે ચૂંટણી લડવી આશાન નથી

કારણકે કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી દર પાંચમાંથી ચૂંટાઈ આવે છે અને જામનગર આહીર સમાજના પ્રમુખ પણ તેઓ છે…. કરસન કરમુરના વોર્ડમાં લોકપ્રિયતા પણ ખૂબ છે જેના કારણે વોર્ડ નંબર 5 માં અન્ય પાર્ટીઓને ચૂંટણી લડવી અઘરી પડી શકે છે…..

જામનગર મહાનગરનો મહાસંગ્રામ….તમામ પાર્ટીઓએ ૪૨૭ ફોર્મ ભર્યા.

0

જામનગર મહાનગરનો મહાસંગ્રામ….તમામ પાર્ટીઓએ ૪૨૭ ફોર્મ ભર્યા….

જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠક માટે કુલ ૩૫૧ ઉમેદવાર દ્વારા ૪૨૭ ફોર્મ ભરાયા

ભાજપ ૬૪,

કોંગ્રેસ ૬૩,

આમ આદમી પાર્ટી પપ,

બસપા ૨૩

એનસીપી ૧૨ બેઠક પર મેદાનમાં આજે અંતિમ દિવસે ૩૪૦ ફોર્મ ભરાયા સૌથી વધુ ૩૫ ઉમેદવાર વોર્ડ નં.૧માં સૌથી ઓછા ૧૫ ઉમેદવાર વોર્ડ નં.૯ અને ૧૩માં ફોર્મ ભર્યા છે..

જામનગર કોર્પોરેશન ચૂંટણીમાં 5 પાર્ટીના ઉમેદવારોએ ભર્યા ફોર્મ…. ખરો જંગ કોંગ્રેસ ભાજપ વચ્ચે….

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો છેલ્લો દિવસ પૂર્ણ થયો છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જામશે જેમાં ભારતીય જનતા પાર્ટીના 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસના 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે એનસીપીના 12 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 55 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે…..

ભાજપ 64

કોંગ્રેસ 63

AAP 55

NCP 12

BSP  23

જામનગર મહાનગરપાલિકા માં 16 વોર્ડમાં 64 કોર્પોરેટરની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોટા ભાગના પક્ષોએ આ ચૂંટણીમાં 50 ટકા મહિલાઓને ટિકિટ આપી છે તો સમગ્ર ચૂંટણીમાં સિનિયર સિટીજનની અવગણના થઈ છે કારણકે કોઈ પાર્ટીએ સિનિયર સિટીઝનને ટિકિટ આપી નથી..

• વોર્ડ નંબર 9માં કોંગ્રેસનું ફોર્મ રદ થયું….
જામનગર કોર્પોરેશન ઇલેક્શનમાં વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે..મહિલા ઉમેદવાર જોશનાબહેન સોલંકીનું ફોર્મ રદ થયું છે…પાંચ મિનિટ લેટ થતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે…જો કે કોંગ્રેસે લીગલ રજુઆત કરી છે….

• જામનગરમાં કુલ ચાર સ્થળે ફોર્મ સ્વીકારવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામનગર શહેરમાં કુલ ચાર સ્થળે તમામ પાર્ટીના ઉમેડવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે….

(1)કલેકટર કચેરી

(2)પ્રાંત અધિકારીની કચેરી

(3)જિલ્લા પચાયત

(4)લેન્ડ રેકર્ડ કચેરી

• ફોર્મ ભરતી વખતે ઉમેદવારો સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા..

જામનગર માં જુદી જુદી ચાર જગ્યાએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવતા હતા જો કે કોરોના મહામારીને ભૂલીને જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળા સભા સરઘસ સાથે પહોંચ્યા હતા અને તમામ પાર્ટીના ઉમેદવારો પોતના સમર્થકો સાથે ઉમટ્યા હતા જેના કારણે સોશિયલ distanceનું ભાન રહ્યું ન હતું….

error: Copying and use of the content of the website is considered as illegal activity.