Friday, October 9, 2026
Home Blog Page 408

જામનગર મહાનગરપાલીકાની ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો તૈયાર.

0

જામનગર  મહાનગરપાલીકાની ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો તૈયાર.

 

જામનગર મહાપાલિકા દ્વારા ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો જાહેર કરવામાં આવ્યો છે. આ યોજનામાં સમાવિષ્ટ વિસ્તારના જમીન માલિકો અને હિત ધરાવતી વ્યકિતઓને મુસદાની સમજણ આપવા તેમજ સલાહ સુચનો મેળવવા જામ્યુકો દ્વારા આગામી ત્રણ માર્ચ બુધવારે મિટિંગનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત તમામ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

 

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અંતર્ગત જામગર મહાપાલિકા દ્વારા ટી.પી.સ્કિમ નં.20 નો કામચલાવ મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના રેવન્યુ સર્વે નં.240 504 થી 508, 515 થી 552, 560, 563,1258,1263,1500, 1508, 1512નો સમાવેશ થાય છે.

નગરરચના અધિનિયમ અંતર્ગત આ યોજનાના મુસદાની દરખાસ્તોની સમજણ આપવા લોકમત મેળવવા રેવન્યુ રેકર્ડસ મેળવવા તથા સલાહ-સુચનો મેળવવા માટે આ વિસ્તારમાં સમાવિષ્ટ જમીન માલિકો અને હિત ધરાવતી વ્યકિતઓની એક બેઠક આગામી 03 માર્ચ બુધવાર સવારે 11 કલાકે મહાપાલિકાના ફાયર બ્રિગેડ ટર્મીનલમાં યોજવામાં આવી છે. જે અંગે સંબંધિત તમામને જામ્યુકો દ્વારા નોટીસથી જાણ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં ટી.પી.સ્કિમને લગતું તમામ સાહિત્ય અને વિગતો પ્રસ્તુત કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ તેમના સલાહ સુચનો પણ મેળવવામાં આવશે.

ત્યારબાદ આ ટી.પી.સ્કિમને મંજૂરી માટે રાજય સરકારના ટાઉન પ્લાનિંગ મોકલવામાં આવશે.

ભાજપના કાર્યકર્તા અભિવાદન સમારોહમાં  “ભા”  ના ગઢમાં  “ભાઉં”  ની ૨૩ પંકિત ની ગર્વ ગાથા. 

0

ભાજપના કાર્યકર્તા અભિવાદન સમારોહમાં  “ભા”  ના ગઢમાં  “ભાઉં”  ની ૨૩ પંકિત ની ગર્વ ગાથા. 

 

શહેરના ગાંધીનગર વિશ્વકર્મા ની વાડી ખાતે ૭૮ અને ૭૯ વિધાનસભાનો કાર્યકર્તા અભિવાદન સંમારોહ યોજાણો.

મારૂં જામનગર જાજરમાન જામનગર ની ખૂબી ઓ દર્શાવતી પંક્તિઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરતા પાટીલ. 

 

૧. ગુજરાત રાજ્ય માં પહેલી સિમેન્ટ ફેક્ટરી . 

સિક્કા DCC 

 

૨. સૌરાષ્ટ્ર ની પહેલી કાપડ મિલ. DIGJAM 

 

૩. પૂરી દુનિયા માં માત્ર બે સોલેરિયમ માંથી એક જામનગર માં . ભારત અને એશિયા માં એકમાત્ર . 

 

૪. ગુજરાત ની પહેલી આર્યુવેદ  યુનિવર્સિટી . 

 

૫. ગુજરાત અને ભારત ભર માં સૌથી વધુ મિંઠું પકાવતું જામનગર . 

 

૬. સૌરાષ્ટ્ર નું પહેલું એરપોર્ટ જામનગર 

 

૭. સૌરાષ્ટ્ર ની પહેલી મેડિકલ કોલેજ જામનગર. M.P SHAH 

 

૮. જામનગર ના દરિયાકાંઠે ટાપુ ઓ ચાર જેટલા ટાપુ ઓ .

ભારત માં બીજે ક્યાંય નથી ટાપુઓ 

 

૯. થ્રી વિંગ્સ  આર્મી નેવી એરફોર્સ ગુજરાત ના ફકત જામનગર માં . 

 

૧૦. સરકારી  આર્યુવેદ  હોસ્પિટલ અને મેડિકલ એલોપથી હોસ્પિટલ ગુજરાત માં ફકત જામનગર માં . 

 

૧૧. દુનિયા ની સૌથી મોટી રિફાઈનરી . રિલાયન્સ 

 

૧૨. ભારત ભર માં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત માં છે અને જિલ્લા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો જામનગર નો છે પૂરા ભારત માં . 

 

૧૩.સૌથી પહેલા ગુજરાત ભર માંથી વધુ લોકો  વિદેશ જનારા જામનગર ના માજન ઓશવાળ જૈન આફ્રિકા ગયા . 

 

૧૪. ખીજડીયા પક્ષી અભયારણ્ય 

 

૧૫. શહેર ની મધ્ય માં  ચાર ભાગ માં એક તળાવ અને તળાવ વચ્ચે પાણી માં  મ્યુઝિયમ . 

 

૧૬. ગુજરાત નું પ્રથમ  સુખ ધામ જામનગર માં એવું  એવું હતું કે બહારગામ ના  લોકો ટુરિસ્ ટ જોવા આવતા . 

 

૧૭. પૂરા ભારત માં એક જ મર્દ રાજવી હતા જામનગર ના જામ સાહેબ કે જેને બીજા વિશ્વ યુધ્ધ માં પોલેન્ડ ના લોકો ને આશ્રય આપ્યો હતો .બ્રિટિશરો કે હિટલર થી ડર્યા વિના . 

 

૧૮. રાજા ઓ ના વિલીનીકરણ માં અખંડ ભારત માટે જામનગર ના રાજા એ પહેલાં નંબર નો અગત્ય નો ભાગ ભજવ્યો હતો અને સરદાર પટેલ ને કહ્યું કે આવો મારું રાજ્ય તમારા હાથ માં અખંડ ભારત માં ભેળવો . 

 

૧૯. ભારત માત્ર માં એક જ સૈનિક સ્કૂલ જ્યાં ત્રણેય પાંખો માં જવા વિદ્યાર્થી ઓ તૈયાર થતા હતા . 

 

૨૦. ગુજરાત ની પ્રથમ પવનચક્કી હતી. જે  પવનચક્કી   વિસ્તાર તરીકે આજે પણ ઓળખાય છે . 

 

૨૧. અને હવે બનશે વિશ્વ નું સૌથી મોટું . 

પ્રાણી સંગ્રાલય (ZOO) 

 

22. ગુજરાત માં બીજે ક્યાંય નથી પણ જામનગર માં છે ડિફેન્સ ની સ્કૂલ . 

 

23. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અખંડ રામધૂન માટે નામ ધરાવતું સુપ્રિધધ બાલા હનુમાન મંદિર 

ભારત દ્વારા પ્રથમ મિલિટરી એક્શનના વડા જામનગરી હતા. 

 

એમ્બેસેડર ગાડી પ્રથમ ઓખામાં બની હતી.

છેલ્લે છેલ્લે જલારામ બાપાને યાદ કરતા કહ્યું કે વિશ્વ વિખ્યાત ગીનીસ બુક માં નામ નોંધાયેલ તેવો રોટલો જલારામબાપા નું મંદીર હાપા પણ કેમ ભૂલાય. 

 

હજી પણ આવી તો ઘણી માહિતી છે….

હજુ બેચાર ખૂબી ઓ લખવાની કદાચ બાકી રહી ગયી હોય તેવું બને

ભલે રંગીલું ના હોય મારું જામનગર પણ રૂડું રૂપાળું છે .

જાજરમાન પણ .

 

જી.જી હોસ્પટલનું સ્કીન વિભાગ થયુ માનસીક..! બે મહિનામાં એક્સપાયર થઇ જનારી લાખો રૂપિયાની દવા ટોયલેટ પાસે ધૂળ ખાય છે.

0
  • જી.જી હોસ્પટલનું સ્કીન વિભાગ થયુ માનસીક..!
    બે મહિનામાં એક્સપાયર થઇ જનારી લાખો રૂપિયાની દવા ટોયલેટ પાસે ધૂળ ખાય છે.

જવાબદારને ખાનગી પ્રેક્ટીસમાંથી કુરશત નથી.!

મફત દવા ગરીબો દેવાની જગ્યાએ સડી થઈ રહી છે જરૂરિયાત મંદોને નાણાં ખર્ચીને ભારતી લેવાની ફરજ પડે છે.

સરકારને લાખોનો ધુંબો.. !

સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી જામનગરની જી.જી હોસ્પિટલનો અણઆવડતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સરકાર ગરીબોને મફત દવા મળી રહે તેના માટે કરોડો રૂપિયા ખર્ચે છે.

સરકાર દ્વારા જે દવા આપવામાં આવે છે તે દવા ગરીબ દર્દી સુધી વિતરણ કરવા ની જગ્યાએ એક્સપાયરી ડેટ સુધી પહોંચી જાય છતા વિતરણ કરવાની જગ્યાએ સાચવી રખાય છે.

કમીશનની લાલચે દર્દીને દવા દેવામાં આવતી નથી જેના કારણે દર્દીને નાછૂટકે બારથી લેવાની ફરજ પડે છે આવો એક વિશાળ જથ્થો સ્કીન વિભાગમાં આશ્ચર્ય રીતે સળી રહ્યો છે.

હવે આ લાખોની દવા એક બે મહિનામાં ફેકવાની અથવા  પરત મોકલવામાં આવશે આ જથ્થાનો સદઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે એક તપાસનો વિષય છે.

દરેડના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતી જામનગર પોલીસ.

0

દરેડના લેન્ડ ગ્રેબિગ પ્રકરણમાં હજાર પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતી જામનગર પોલીસ.

જામનગર શહેરના દરેડ માં જમીન કૌભાંડ નો પર્દાફાશ થયા બાદ લેન્ડ ગ્રેબિંગ ના કાયદા હેઠળ ગુનો નોંધાયા બાદ ધરપકડનો દોર શરૂ થતા મુખ્ય ભેજાબાજ વિજય માલાણી સહિત 49 ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એવા જયેશ પટેલ અને જાણીતા એડવોકેટ હિતેન અજુડિયા સહિત ૬૪ આરોપી પોલીસ ચોપડે ફરાર જાહેર થયેલ છે.

લન્ડ ગ્રેબિંગમાં  જામનગરના જાણીતા એડવોકેટ હિતેન અજુડીયા નું નામ ખુલતા વકીલ આલમમાં સારી એવી ચર્ચા જાગી છે.

આ સમગ્ર પ્રકરણમાં જામનગર પોલીસ દ્વારા કોર્ટ માં હજાર પાનાનું ચાર્જશીટ રજુ કરેલ છે.

ઉપરોક્ત પ્રકરણના  બાકી રહેતા તમામ ફરારી આરોપીને પકડવા  પોલીસ દ્વારા ચક્રો ગતિમાન  કર્યા છે.

બાળકો ની પાંખી હાજરી વચ્ચે ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ.

0

બાળકો ની પાંખી હાજરી વચ્ચે ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ.

શિક્ષણ મંત્રીની જાહેરાતના પગલે
સરકાર ની ગાઈડલાઈન મુજબ
આજથી ધોરણ ૬ થી ૮ ના શેક્ષણિક કાર્ય નો પ્રારંભ.

નવા સત્ર પહેલા ધોરણ ૧ થી ૫ ચાલુ થાય તેવી શક્યતા.

બાળકોના કલબલાટથી સાથે ખાનગી તેમજ પ્રાઇવેટ સ્કૂલો ગુંજી ઉઠશે.

કોરોના વાયરસના કારણે 25 માર્ચ 2020 થી થયેલા લોકડાઉન માં તમામ શૈક્ષણિક કાર્ય બંધ થયું હતું જે બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા વાલીગણ માં આનંદની લાગણી છવાઇ છે.

જામનગર સહિત રાજ્યભરમાં ગત તારીખ 11 જાન્યુઆરી ના રોજ ધોરણ ૧૦ થી ૧૨ અને તારીખ 1. ફેબ્રુઆરી ના રોજ  ૯થી ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

ધોરણ ૬ થી ૮ ના વર્ગો 18 ફેબ્રુઆરીથી ચાલુ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે.

જેથી જામનગરમાં આવેલી ખાનગી તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણે ધોરણના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પરંતુ વાણી ગણમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની પાંખી હાજરી સાથે સ્કૂલનો પ્રારંભ થયો છે.

ઘર કુટે ઘર જાય. જામનગર  કોંગ્રેસમાં ભંગાણ…. યુવક કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પચાયતના પૂર્વ ઉપપ્રમુખનું 

0

જામનગર કોંગ્રેસમાં ભંગાણ…. યુવક કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પચાયતના પૂર્વ ઉપપ્રમુખનું

• જામનગર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામા

જામનગર જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે…જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગી જોવા મળી છે…જેના પગલે જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીર, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવા દ્વારા રાજીનામુ આપી દેવામાં આવતા કોંગ્રેસમાં હડકંપ સર્જાયો છે…..

 

• જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ નું પ્રદર્શન સારું

 

કોંગ્રેસ ના જિલ્લા કક્ષાના બંને દિગગજ નેતા સાથે જામનગર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળ, જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયા, જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્ય, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલ, જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગર સહિત અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા રાજીનામા ધરી દેવામાં આવ્યા છે….

રાહુલ ગાંધીએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી પર જામનગર ભાજપે કર્યો વિરોધ..

0

 

રાહુલ ગાંધીએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી પર જામનગર ભાજપે કર્યો વિરોધ..

• જામનગરમા શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

 

• ટાઉનહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન

 

• રાહુલ ગાંધી દ્વારા ગુજરાતીઓના અપમાન મામલે વિરોધ

 

• કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરોધ પ્રદર્શનમાં જોડાયા

 

• સાંસદ પૂનમબેન માડમ પણ વિરોધ પ્રદર્શનમા જોડાયા

 

• શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધ પ્રદર્શનમાં જોડાયા

 

 

જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે શહેર કોંગ્રેસ કાર્યાલય સામે રાહુલ ગાંધી દ્વારા આસામમાં ગુજરાતીઓના કરવામાં આવેલા અપમાનના મામલે કેબિનેટ તેમજ રાજ્ય પ્રધાન તથા સાંસદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું…..

 

• જામનગરમા શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

 

 

કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં અસમ ખાતે ગુજરાત વિરોધી નિવેદનના મામલે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે….

 

• રાહુલ ગાંધી માફી માંગેના બેનરો સાથે સુત્રોચાર કરાયા

 

 

ત્યારે આજે જામનગર શહેરમાં પણ ટાઉનહોલ ખાતે આવેલ શહેર કોંગ્રેસ કાર્યાલયની સામે જામનગર શહેર અને જિલ્લા ભાજપે સાથે મળી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી, રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માંગે તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…રાહુલ ગાંધીના વિરોધ કાર્યક્રમમાં કેબિનેટપ્રધાન આર.સી.ફળદુ તેમજ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ અને જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધી હાઈ હાઈ ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું… જોકે ભાજપના વિરોધ પ્રદર્શન સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો….

શિક્ષણ મંત્રી ની મહત્વની જાહેરાત 18 ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યો શરૂ.

0
  • શિક્ષણ મંત્રી ની મહત્વની જાહેરાત 18 ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યો શરૂ.

    વાલીગણ આનંદ

    કોરોના વાયરસના કારણે 25 માર્ચ 2020 થી થયેલા લોકડાઉન માં તમામ શૈક્ષણિક કાર્ય બંધ થયું હતું જે બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે આજે રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવતા વાલીગણ માં આનંદની લાગણી છવાઇ છે.

    જામનગર સહિત રાજ્યભરમાં ગત તારીખ 11 જાન્યુઆરી ના રોજ ધોરણ ૧૦ થી ૧૨ અને તારીખ 1. ફેબ્રુઆરી ના રોજ  ૯થી ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

    આજે ધોરણ છ થી આઠ ના વર્ગો આગામી 18 ફેબ્રુઆરીથી ચાલુ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે.

    જેથી જામનગરમાં આવેલી ખાનગી તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણે ધોરણના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુરુદ્વાર ચોકડી પાસે વહેલી સવારે થયેલ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના ભયાનક CCTV ફૂટેજ આવ્યા સામે.

0

ગુરુદ્વાર ચોકડી પાસે વહેલી સવારે થયેલ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના ભયાનક CCTV ફૂટેજ આવ્યા સામે.

જામનગર શહેરના ગુરુદ્વાર ચોકડી પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે સાત રસ્તા થી ગુરુદ્વાર તરફ આવવાના રસ્તા ઉપર સ્પીડ બ્રેકર ધ્યાનમાં ન આવતા થયેલ અકસ્માત માં જીવ ગુમાવનાર યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવતા  કરૂણ દ્રશ્ય સર્જાયા.

જામનગરના સાત રસ્તા થી ગુરુદ્વાર સર્કલ આવા ના માર્ગે પરથી રાત્રે સાડા ત્રણ વાગ્યે જનતા ફાટક વિસ્તારના રોજી ટાવર ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા દિલીપસિંગ ધરમસિંગ ટમટા ઉંમર વર્ષ 22 પોતાના મોટરસાયકલ પર  ગુરુદ્વારા ચોકડી પાસે સ્પીડ બ્રેકર ભૂલી જતા ડિવાઈડર સાથે અથડાઈ પડતાં ચાલકનું  ઘટના સ્થળેજ  કમકમાટી ભર્યું મૃત્યુ થયું ત્યાંથી પસાર થતાં  કોઈ રાહદારીએ  108ને  જાણ કરતા એમ્બ્યુલન્સ  ઘટનાસ્થળે દોડી આવી જ્યાં એમ્બ્યુલન્સના સ્ટાફે ઇજાગ્રસ્ત ને  મૃત જાહેર કર્યો આ ગમખ્વાર અકસ્માત ના સીસી ટીવી ફૂટેજ સામે  આવતા ચકચાર મચી જવા પામેલ.

  જામનગરમાં કોવિડ વેક્સિન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો

0

 

જામનગરમાં કોવિડ વેક્સિન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો

• જામનગર કોવિડ વેકસીન અંગે સેમિનાર યોજાયો

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે આજરોજ કલેકટર શ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે નિષ્ણાંત ડોક્ટરો અને ફ્રન્ટલાઇન વર્કસ પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં રસી અંગેના લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં લોકોને મૂંઝવતા સામાન્ય પ્રશ્નો જેવા કે રસી કેટલા લાંબા સમય સુધી રક્ષણ આપે છે? રસીની અસરકારકતા અને પ્રમાણિકતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે? ક્યાં વ્યક્તિઓ રસીકરણને પાત્ર છે? આ માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા શું છે? જેવા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતા તેમજ રસીની આડઅસર, કો-મોર્બીડ લોકોની રસી લેવા અંગેની દુવિધાઓ અને રસી વિષે લોકોમાં ફેલાયેલી ગેર માન્યતાઓને ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.
કોરોના રસીકરણ ઝુંબેશનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે.

• લોકો ગેરમાન્યતામાં ન રહે…ભયમુક્ત બની રસી લો: કલેકટર

પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુકેલ છે, હાલ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે ત્યારે આ રસીની કોઈ જ આડઅસર જોવા મળી નથી તેમ જણાવી ડીન નંદીની દેસાઇએ કહ્યું હતું કે આ રસી ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, ૧૮ વર્ષથી નીચેના બાળકો અને ગર્ભાધાનનું આયોજન કરતા કપલ સિવાયના દરેક આ રસીકરણને પાત્ર છે.
રસીકરણની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપતા કમિશનરશ્રી સતીશ પટેલ અને ડી.ડી.ઓ વિપિન ગર્ગએ જણાવ્યું હતું કે, આ માટે નોંધણી થયેલ વ્યક્તિને કોવિન સોફ્ટવેર દ્વારા રસી મૂકવાના આગલા દિવસે જ મેસેજ કરવામાં આવે છે અને તારીખ અને સમય અનુસાર લાભાર્થીએ રસી માટે આધારકાર્ડ સિવાયના પણ પોતાના કોઈ એક ફોટો આઇડી જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જણાવેલ સ્થળ પર વેક્સિન લેવા જવાનું હોય છે. જામનગર શહેરમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર, એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે અને મહાનગરપાલિકાના ફાયર ટર્મીનલ ખાતે વેક્સિનેશનની કામગીરી ચાલુ છે.

• જામનગરમાં એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે વેકસીન આપવામાં આવી રહી છે….

આ વેક્સિનના પ્રથમ ડોઝ બાદ ૨૮ દિવસના સમયગાળા બાદ બીજા ડોઝ  માટે પણ આ જ રીતે પ્રક્રિયા કરવાની હોય છે. વેક્સિનની આડઅસરને લઈને મૂંઝવતા પ્રશ્નો અંગે ડો.ભદ્રેશ વ્યાસએ કહ્યું હતું કે, વેક્સિન સંપૂર્ણ સલામત છે એની કોઈ આડઅસર નથી પરંતુ કોઈપણ પ્રકારની વેક્સિનની અસર થતા જે સામાન્ય બાબતો જેમ કે સામાન્ય તાવ આવવો, થોડો સોજો આવવો કે ઠંડી લાગવી જેવી અસર થઈ શકે છે. જે ખુબ સામાન્ય બાબત છે. આ ઉપરાંત આ વેક્સિન બાદ કેટલા દિવસે શરીરમાં એન્ટીબોડી બને છે તે વિશે સ્પષ્ટતતા કરી હતી ક્રે, શરીરમાં પ્રથમ ડોઝ અને બીજા ડોઝમાં ૧૪ દિવસનો ગેપ રાખવામાં આવે છે અને સંપૂર્ણ સાયકલ પૂરી થયા બાદ એક મહિનાના સમયગાળામાં શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે આ વેક્સિન ઉપર થયેલ સંશોધન મુજબ આશરે આ વેક્સિનની અસર આશરે ૧ વર્ષ રહે છે. આ વેક્સિન નવા સ્ટ્રેઇન પર પણ એટલી જ અસરકારક છે તેમ ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ શ્રી વિનય કુમારે ઉમેર્યુ હતું.
વેક્સિન બાદ પણ જે તે વ્યક્તિ દ્વારા અન્ય કોઈપણ વ્યક્તિને ચેપ ન લાગે તે માટે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ વેક્સિન અતિ ગંભીર એલર્જી ધરાવતા લોકોને  આપવામાં આવતી નથી.

 

મોટી ઉંમરના લોકો માટે પણ આ વેક્સિન ખૂબ સલામત છે તેમ કહી રિટાયર એર કોમોડોર એસ.એસ. ત્યાગી અને અધિક નિવાસી કલેકટરએ ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે સ્વાનુભાવ વહેંચતા જણાવ્યું હતું કે, વેકસીન લીધા બાદ કોઈ આડઅસર જોવા મળી નથી, જીવન સામાન્ય જ રહ્યું છે પરંતુ આ વેક્સિન બાદ રોગ સામે લડવાની તાકાત સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે. તો અન્ય પણ વેક્સિન લઈ આ રોગથી મુક્ત થવા આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ રસી કોવિડ થયેલ વ્યક્તિએ લેવાય કે નહીં તે વિષે માર્ગદર્શન આપતા ડોક્ટર એસ.એસ.ચેટર્જીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યું છે, તેમને આ રસીની આવશ્યકતા નથી પરંતુ બે થી ત્રણ મહિનાના સમયગાળામાં જેમને કોરોના થયેલ હોય તેઓના શરીરમાં એન્ટીબોડી બનેલા હોય છે પરંતુ તે થોડા જ મહિનાઓમાં નાશ પામે છે, જ્યારે વેક્સિન દ્વારા મળેલ એન્ટીબોડી શરીરમાં ખૂબ લાંબા સમય સુધી સુરક્ષા આપે છે તેથી કોવિડ થયેલ વ્યક્તિએ પણ વેક્સિન લેવી જોઈએ.

આ પરિસંવાદમાં કલેકટર દ્વારા લોકોને મૂંઝવતા પ્રશ્નો નિષ્ણાંત ડોકટરો એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન  ડો. નંદીની દેસાઈ, કોરોના વેક્સિનેશન માટે નોડલ ડો. ભદ્રેશ વ્યાસ,  ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.વિનયકુમાર,  કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજી દ્વારા પ્રશ્નો વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ ઉપસ્થિત ફ્રન્ટલાઇન વર્કર્સ દ્વારા પણ તેમને મુંઝવતા પ્રશ્નો વિશે ડોક્ટરો સાથે પ્રશ્નોત્તરી સેશન યોજાયું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.