Friday, October 9, 2026
Home Blog Page 407

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આકરી કાર્યવાહી : શહેરમાં વધુ 12 મિલકત સીલ : વેરો ન ભરનારમાં ફફડાટ

0

‘જામ્યુકો’ મિલકત વેરા શાખાની આકરી કાર્યવાહી: શહેરમાં વધુ 12 મિલકત સીલ

જામનગર.

જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31-3-2020 સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલ્કતધારકોને નિયમાનુસા વોરંટ તથા અનુસુચિની બજવણી તેમજ વારંવાર રૂબરૂ જણાવવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર બાકીદારોની ગત સપ્તાહ દરમ્યાન કુલ-12 (બાર) મિલકતોને જપ્તી લેવામાં આવેલ છે.

તેમજ સ્થળ ઉપરથી રૂા.87.41.330ની વસુલાત કરવામાં આવેલ છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ 2020/21 સુધીમાં કુલ રૂા.56.51 કરોડની વસુલાત કરાઇ છે. ઉપરોકત્ત રીકવરી કામગીરી મ્યુનિ. કમિશ્ર્નરની સુચનાથી આસી. કમિશ્ર્નર (ટેક્સ) જીજ્ઞેશભાઇ નિર્મલ, ટેકસ ઓફીસર જી.જે.નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય તો જે આસામીઓએે બાકી મિલકત વેરો ન ભરેલ હોય તે ભરી દેવા તાકીદ કરાઇ છે.

મિલ્કતધારકનું નામ

(1)શ્રીનાથજી બિલ્ડવેલ, 8/0. રાજેન્દ્ર એ. ઠકરાર, જામનગર.

(ર)લક્ષ્મીદાસ સવજી,નાગનાથ ગેઇટ, ભોજવાણી બિલ્ડીંગ,જામનગર.

(3)કુકરૂદીન તૈયબઅલી વિ., ભાડુઆત-બિપિનચંદ્ર જયંતિલાલ સીમરીયા, ગ્રેઇન માર્કેટ, જામનગર.

(4) આદીનારાયણ વિરાન, બેડેશ્ર્વર-જામગનર.

(5) ચંચળબેન ધીરજલાલ શારડા તરૂલતા નીતા, ભાડુઆત-કહાન કમ્પ્યુટર ક્ધસલ્ટન્સી, સેક્ધડ ફલોર, એફ 1-4, ન્યુ સુપર માર્કેટ, જામનગર.

(6)દેવજી કારા ખીમસુર્યા,ભીમવાસ-1, જામનગર.

(7)મઘુકર ભરતકુમાર, ભાડુઆત-ઘીરજલાલ એન્ડ કંપની, ગ્રેઇન માર્કેટ, ચેમ્બર રોડ, જામનગર

(8) ભાડુઆત-સ્વસ્તિક ક્ધસ્ટ્રકશન, પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે, જામનગર.

(9) શ્રીનાથજી બિલ્ડવેલ, 8/0. રાજેન્દ્ર એ. ઠકરાર, ઇન્દ્રપ્રસ્થ, શોપ નં.334, પંચેશ્વર ટાવર રોડ, જામનગર,

(10) ભાડુઆત-કાનાભાઇ એચ. કંડોરીયા, પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે, જામનગર.

(11) ભાડુઆત-મયુર ટાઇમ્સ, ભાડુઆત

(12)જયોતિ ઇલે.પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે,જામનગર.

રાજયના કરવેરા વિનાના બજેટને આવકારતું જિલ્લા ભાજપ

0

રાજયના કરવેરા વિનાના બજેટને આવકારતું જિલ્લા ભાજપ
જામનગર 

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું 2,27,029 કરોડનું પુરાંતલક્ષી, વિકાસલક્ષી, આત્મનિર્ભરતા તરફ લઇ જનાર છતાં કોઇ નવા કરવેરા વગરના બજેટને ઉમળકાભેર આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો

કૃષી, શિક્ષણ, જળસંપતિ, રોજગારી, આધુનિકતા સહિત તમામ બાબતો પર વિશેષ ઘ્યાન
ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા આગામી વર્ષ માટે ઐતિહાસીક ગણાવી શકાય તેવું બજેટ રજૂ કરી ભાજપ સરકારના સૌનો સાથ સૌની વિકાસ ના મંત્રને દોહરાવ્યું હોવાનું જામનગર જિલ્લા ભાજપની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ વખત લાઇવ મોબાઇલ એપ્લીકેશન મારફત રાજયના લોકોએ બજેટને નિહાળ્યું તે ઘટના પણ ગૌરવપ્રદ કહી શકાય, વર્ષ 2021-22ના આ બજેટમાં કૃષી, શિક્ષણ, રોજગાર સહિત તમામ બાબતોને મહત્વ આપવામાં આવેલ છે.

વિશેષમાં જામનગર જિલ્લામાં શેખપાટમાં નવી જીઆઇડીસી માટે ફાળવણીની જાહેરાત, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ માટે ા. 25 કરોડની ફાળવણી, ધો. 10 થી 12ના 19 લાખ વિધાર્થીઓ માટે મફત પુસ્તકો સહિત શિક્ષણ માટે 32719 કરોડની જંગી ફાળવણી, કૃષી વિભાગમાં 7232 કરોડની જાહેરાતમાં રાજયના 4 લાખ ખેડુતોને બીયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટીકના બે ટબ વિનામુલ્યે આપવા, કોરોનામાં રાજયની આવક ઘટી હોવા છતાં કોઇપણ જાતના નવા કરવેરા વગરનું આ બજેટ ખરેખર આવકારદાયક છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઇ ભોજાણી,  પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઇ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી.બી. વસોયા, સુર્યકાંત મઢવી સહિતના આગેવાનોએ આ બજેટને ડીજીટલ બજેટ ને આવકારેલ છે.

કોરોના કાળમાં સરકારને વિવિધ વેરાની આવકમાં ઘટાડા છતાં સૌથી મોટું અને વિકાસલક્ષી બજેટ થી સૌનો સાથ – સૌનો વિકાસ – સૌનો વિશ્ર્વાસ ને સાર્થક કરતા તમામ વર્ગોને સમર્પીત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવવાના અભિગમ સાથેના ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટ રજુ કરવા બદલ આનંદની લાગણી વ્યકત કરવામાં આવેલ છે.

હાર્દિક પટેલને મોટી રાહત, કોર્ટે રાજ્ય બહાર જવા આપી મંજૂરી.

0

હાર્દિક પટેલને મોટી રાહત, કોર્ટે રાજ્ય બહાર જવા આપી મંજૂરી.

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે.

રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 

અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા.

રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા.

 

હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.

જામનગર શહેરમાં યોજાયો નશાયુક્ત અભિયાન હેઠળ તાલીમ કાર્યક્રમ.

0

જામનગર શહેરમાં યોજાયો નશાયુક્ત અભિયાન હેઠળ તાલીમ કાર્યક્રમ.

નશામુક્ત જામનગર અભિયાન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો 

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નશામુક્ત અભિયાનનો વાર્ષિક એક્શન પ્લાન 2020-2021 દેશના 272 સંવેદનશીલ જિલ્લાઓ માટે ઘડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, પોરબંદર, જામનગર, ભરૂચ એમ કુલ આઠ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નશામુકતજામનગર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજરોજ આ નશામુક્તિ અભિયાન જિલ્લામાં અમલીકરણ કરવા માટે જામનગર ખાતે સરકારના શિક્ષણ, આઇ.સી.ડી.એસ., મહિલા-બાળ વિભાગના કર્મીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અધિકારી, કર્મચારી,પદાધિકારીઓ અને નશાબંધી ક્ષેત્રે સંકળાયેલા કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે જાગૃતિલક્ષી તાલીમ કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ તકે, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયાએ કહ્યું હતું કે, ભૌતિકવાદ, સામાજિક રીતભાત અને જીવનશૈલીના બદલાવ સાથે વ્યક્તિના જીવનમાં નશો આવી જતી હોય છે, પરંતુ માનસિક વિચારધારા અને જીવનશૈલીમાં બદલાવ સાથે આ કુટેવમાંથી વ્યક્તિને બહાર લાવી શકાય છે.

બાળકો અને યુવા વર્ગ સાથે શિક્ષકો, આશા બહેનો ખૂબ નજીકથી જોડાયેલા છે ત્યારે ભવિષ્યની પેઢીમાં આ કુટેવ ન આવે સાથે જ યુવાવર્ગને આ કુટેવમાંથી બહાર લાવી શકવા શિક્ષકો સમર્થ છે.

વર્ષો અગાઉ ધર્મગુરુ અને આધ્યાત્મિક ગુરુઓએ સમાજને નશામુક્ત બનાવવા અનેક ઝુંબેશો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન આણ્યા છે, ત્યારે આવનાર પેઢી અને સંપૂર્ણ સમાજ તંદુરસ્ત બને તે માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન સરાહનીય છે.

તાલીમ કાર્યક્રમના હેતુ અને રૂપરેખા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન શેરસીયા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતો દ્વારા નશામુક્તિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નશામુકત જામનગર બનાવવા માટે જામનગર જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ પણ તાલીમ કાર્યક્રમ યોજાયેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડોડીયા, મદદનીશ નિયામકશ્રી રોજગાર શ્રી સાંડપા, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ચંદ્રેશ ભાભી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીશ્રી, નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષકશ્રી, પ્રોગ્રામ ઓફીસરશ્રી આઈ.સી.ડી.એસ અને અન્ય કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

સાંજે પીએમ મોદી ગુજરાતમાં: કેવડીયામાં સંરક્ષણ વડાઓની પરિષદ રહેશે ઉપસ્થિત રાજનાથસિંહ-અજીત ડાભોલનું આગમન: આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પહોંચ્યા

0

સાંજે પીએમ મોદી ગુજરાતમાં: કેવડીયામાં સંરક્ષણ વડાઓની પરિષદ રહેશે ઉપસ્થિત

રાજનાથસિંહ-અજીત ડાભોલનું આગમન: આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પહોંચ્યા

અમદાવાદ : વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આજે સાંજે અમદાવાદ આવીને કેવડિયા કોલોની જશે, જ્યાં રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ડિફેન્સના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.

કેવડિયામાં ત્રણ દિવસની રાષ્ટ્રીય જીડી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજનાથસિંહ કેવડિયાના મહેમાન બન્યાં છે. આ સ્થળે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

કેવડિયામાં ફરી એકવાર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ધમધમાટ શરૂ થયો છે. કેવડિયા સ્થિત ટેન્ટ સિટીમાં આગામી 3થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજવામાં આવી છે, જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. પીએમ મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રિ રોકાણ કર્યાં બાદ બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપ્ન સમારોહમાં હાજરી આપશે.

ડીજી કોન્ફરન્સ પૂર્વે દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી. હેલિકોપ્ટર દ્વારા સીધા કેવડિયા કોલોની પાસે હેલિપેડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિસ્તાર જોઇને ટેન્ટ સિટી હોલ સહિતની તમામ જગ્યાનું નિદર્શન કર્યું હતું. કેવડિયા સ્થિત ટેન્ટ સિટીમાં આ કોન્ફરન્સ યોજાઇ રહી છે જેમાં સંરક્ષણ મંત્રી સાથે રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરી રહ્યાં છે.

ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના સમાપ્ન સમારોહમાં આવી રહ્યાં છે. દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી વડોદરા એરપોર્ટથી ડેલીગેટ્સ સાથે હેલિકોપ્ટરના માધ્યમથી કેવડિયા પહોંચશે. આ કાર્યક્રમના કારણે ગરૂડેશ્વરના સમગ્ર વિસ્તારને ’નો ડ્રોન ઝોન’ જાહેર કરી દેવાયો છે અને સાતમી માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફાયર સેફટી વગરની શાળાઓ પર તવાઈ જે શાળાએ પાસે ફાયર સેફટીના ઉપકરણ વસાવેલ નથી તેની માથે લટકતી તલવાર.

0
  • ફાયર સેફટી વગરની શાળાઓ પર તવાઈ જે શાળાએ પાસે ફાયર સેફટીના ઉપકરણ વસાવેલ નથી તેની માથે લટકતી તલવાર.

• ફાયર સેફટી નહી તો માન્યતા નહી : હાઈકોર્ટ.

રાજ્ય ફાયર સેફ્ટીના અમલ માટે થયેલી જાહેરહિતની અરજીમાં ગુરૂવારના રોજ  ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કરતા જણાવેલ કે રાજ્યમાં ફાયર પ્રિવેન્શન અને સિસ્ટમ એક્ટ મુજબ ફાયર સેફટી નો ધરાવતી રાજ્યની 5199 સામે તાત્કાલિક પગલા લેવામાં આવે હાઈકોર્ટે શાળા સામે લાલ આંખ કરતા આદેશ કર્યો કે જો વહેલામાં વહેલી તકે ફાયર અંગેની ગાઈડ લાઈન નું પાલન કરવામાં નહિ આવે અને ફાયર સેફટી અંગેના ઉપકરણો વસાવવા નહીં આવે તે શાળાની માન્યતા રદ કરવામાં આવશે.

હાઈકોર્ટે કરેલ નિર્દેશ મુજબ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી.

1. શાળાઓ સેફ્ટીના મુદ્દે આગળ આવે.

2. સલામતી માટેના જરૂરી પગલાની જવાબદારી શાળા જાતે ઉપાડે.

3.  શાળામાં ફાયરસેફ્ટી બહુ જરૂરી કોઈ બાંધછોડ નહીં.

4. શાળા કેન્ટીનમાં એલપીજી ગેસ હોવાના કારણે આ દુર્ઘટના ને નકારી શકાય નહીં.

5. મોટાભાગની સ્કૂલમાં બેસવાની બેન્ચ ટેબલ ખુરશી બારી દરવાજા લાકડાના

6. શાળાઓની લેબમાં જવલનશીલ પ્રવાહી હોય તેથી પણ દુર્ઘટનાની સંભાવના.

7. શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભેગા થાય છે તેથી પણ જાનહાનિ  સંભાવના નકારી શકાય નહીં.

જામનગર શહેરની નવી ટીપી સ્કીમ તૈયાર કરતું જામનગર મહાનગર પાલીકા મુસદો તૈયાર પ્રકિયા પૂર્ણ કર્યા બાદ વાંધા સૂચનો માંગવામાં આવશે.

0

જામનગર શહેરની નવી ટીપી સ્કીમ તૈયાર કરતું જામનગર મહાનગર પાલીકા મુસદો તૈયાર પ્રકિયા પૂર્ણ કર્યા બાદ વાંધા સૂચનો માંગવામાં આવશે.

 

જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર
ટીપી સ્કીમ નંબર 20 બાદ 11,21 અને 23નો મુસદ્દો પણ તૈયાર.

 ટૂંક સમયમાં માંગવામાં આવશે વાંધા-સૂચનો 

ટીપી સ્કીમના આયોજનમાં રાજયમાં સૌથી પાછળ રહેલાં જામનગર મહાપાલિકાના સત્તાધિશોએ લાંબી કવાયત બાદ 4 નવી ટીપી સ્કીમ તૈયાર કરી લીધી છે.

ગત સપ્તાહે ટીપી સ્કીમ નંબર-20નો મુસદો તૈયાર કર્યા બાદ ટીપી સ્કીમ નંબર 11,21 અને 23 ના મુસદા પર તૈયાર કરી લેવામાં આવ્યા છે.

આ ટીપી સ્કીમમાં આવતી જમીનોના માલિકોની સભા યોજવાનો સિલસિલો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે શુક્રવાર સુધી ચાલશે.

જામનગર મહાપાલિકા દ્વારા નવી ચાર ટીપી સ્કીમ તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં આવતી જમીનોના માલિકોની સભા હાલ જામ્યુકોમાં આયોજિત થઇ રહી છે.

આ સભામાં ટીપી સ્કીમના ફાયદા અને સુવિધાઓની જાણકારી જમીન માલિકો અને લાગતા વળગતાઓને આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટીપી સ્કીમના મુસદા અંગે જાહેર વાંધા-સૂચનો માંગવામાં આવશે.

જેની સુનાવણી મ્યુનિસિપલ કમિશનર કરશે. ત્યારબાદ ચારેય ટીપી સ્કીમના મુસદાને આખરી મંજૂરી માટે રાજય સરકારને મોકલી આપવામાં આવશે.

આ સાથે જ ઘણા લાંબા સમય બાદ જામનગરને કોઇ નવી ટીપી સ્કીમ મળવાના સંજોગો ઉજળા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટીપી સ્કીમના આયોજનની બાબતમાં જામનગર મહાનગર રાજયના તમામ મહાનગરોમાં સૌથી પાછળ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ જેવા મહાનગરોની નવી-નવી ટીપી સ્કીમ ધડાધડ મંજુર થઇ રહી છે ત્યારે જામનગર હજુ નવી સ્કીમ રજૂ કરવાના તબકકામાં છે.

જામનગર સહિત રાજયની છ મનપાના મેયર સહિતના હોદ્દેદારોની વરણીની તૈયારી કરતું ભાજપ

0

જામનગર સહિત રાજયની છ મનપાના મેયર સહિતના હોદ્દેદારોની વરણીની તૈયારી કરતું ભાજપ

જામનગરને 12મી માર્ચે મળશે

નવા મેયર ખાસ બોર્ડમાં મેયર સહિત ડે.મેયર અને સ્ટે.કમીટી ચેરમેને સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર કરાશે નિમણુંક

જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થતાં મ્યુનિ. કમિશ્ર્નરને વહિવટદાર  નિમાયા હતા,ચૂંટણી પંચ દ્વારા 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવતા  જામનગરની 64 બેઠકમાંથી ભાજપે 50 બેઠકમાં વિજય પ્રાપ્ત કર્યો હતો જયારે કોંગ્રેસનસે ફાળે 11 અને ત્રણ બહુજન સમાજ પાર્ટીએ કબજે કરી હતી.

હવે આગામી તા.12ના રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે ખાસ બોર્ડ બોલાવશે જેમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પદની નિમણુંક કરવામાં આવશે.

ખાસ બોર્ડમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે.

મેયર પદ નિમાવની તારીખ જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જામનગર ઉપરાંત અમદાવાદને મળશે 10 માર્ચે નવા મેયર : 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક માં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે.

મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.

રાજકોટને મળશે 12 માર્ચે નવા મેયર.

<span;>સુરતને 12 માર્ચે મળશે નવા મેયર. ભાવનગર શહેરને મળશે 10 માર્ચે નવા મેયર સહિતના હોદ્દેદારો અને વડોદરાને 11 માર્ચે મળશે નવા મેયર.

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળોઃ જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી? શું હોઈ શકે કારણ.? 

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળોઃ જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી?

શું હોઈ શકે કારણ.? 

 

PM મોદીજીની દાઢીને લઇ વિવિધ અટકળ એક દિવસના લોકડાઉનને જાહેર કરવા માટે સંબોધન કર્યુ હતુ ત્યારથી લઇને હમણા સુધીના સમયમાં પીએમ મોદી જેટલી પણ વાર કેમેરા સામે આવ્યા છે.

 

સ્પષ્ટપણે જોવા મળ્યુ છે કે તેઓ દાઢી નથી કરાવી રહ્યા, તેમના દાઢી ના કરાવવા પાછળ કેટલીક અટકળો લાગી રહી છે.

 

લોકો તેને અલગ અલગ મુદ્દાઓ સાથે જોડવાના પ્રયાસો કરી હહ્યા છે.

 

પીએમ મોદીના વિરોધીઓ તેને પશ્ચિમ બંગાળના આવનાર વિધાનસભાના ઇલેકશન સાથે પણ જોડવા લાગ્યા પરંતુ તેમના દાઢી વધારવા પાછળના કારણનુ કારણ સ્પષ્ટ થઇ શકયુ નથી.

 

નિષ્ણાંતોના એક રિપોર્ટ પ્રમાણે, સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થે પીએમ મોદીની દાઢીને હવે રામ મંદિર સાથે જોડ્યુ છે અને સનાતન ધર્મની એક પરંપરાની વાત કરી છે.

 

જોકે આ કારણ કેટલુ સાચુ છે તે ચોક્કસ પ્રમાણે કહી ન શકાય, મિડીયા રિપોર્ટ્સ પ્રમાણે સ્વામીજી એ કહ્યુ કે પીએમ મોદીની દાઢી વધારવા પાછળનુ એક કારણ રામમંદિર પણ હોય શકે છે.

 

કેટલાક સમયથી રામ મંદિરનુ નિર્માણ એ બીજેપીની પ્રાથમિકતા રહી છે, ગત વર્ષે રામલલા બીરાજમાનના પક્ષમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ વર્ષેજ ઓગષ્ટમાં મોદીજીના હાથે ભૂમી પૂજન કરાવવામાં આવ્યુ હતુ

 

જો સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થની વાત સત્ય છે તો હવે સવાલ એ છે કે શુ પીએમ મોદી સાડા ત્રણ વર્ષ સુધી આ જ રીતે જોવા મળશે?

 

જો મંદિરની ડિઝાઇન કે અન્ય કોઇ બદલાવ કરવામાં આવ્યો તો આ સમય વધી પણ શકે છે તો શુ ત્યા સુધી મોદી દાઢી નહી જ કરાવે ?

 

સ્વામીજીએ કહ્યુ કે મંદિરના ભૂમિ પૂજનની સાથે જ મોદીજી મંદિરના નિર્માણને પૂરુ કરાવવા માટે  જવાબદાર છે.

 

મંદિરના નિર્માણને સુનિશ્યિત કરાવવાની જવાબદારી લીધી હોવાથી સનાતન ધર્મની પરંપરા અનુસાર તેઓ દાઢી નથી કપાવી રહ્યા.

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયું શરૂ.

0

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયું શરૂ.

જામનગરના વિભાપર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયું શરૂ.

જામનગર: જામનગર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે મતદાન શરૂ થયું. મતદારો મતદાન કરવા ઉમટ્યા..કોવિડ ગાઈડ લાઈનનું કરાઈ રહ્યું છે પાલન.

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પછી હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીના પણ બ્યૂગલ વાગી ગયા છે ત્યારે જિલ્લા પંચાયત ની 24 બેઠકો માટે તંત્ર દ્વારા ચૂંટણી ને આખરી ઓપ આપતા ઇવીએમ મશીન બૂથ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા અને આજે જામનગરના વિભાપર ખાતે મતદાન શરૂ થયું હતું.

જામનગર જિલ્લા પંચાયત ની 24 બેઠકો માટે નો ચૂંટણી જંગ આજે યોજાઇ રહ્યો છે જેની સાથે 6 તાલુકા પંચાયત ની 112 બેઠકો માટે પણ ચૂંટણી યોજાઇ રહી છે જેના માટે જામનગર જિલ્લા નું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું હતું.

જિલ્લા પંચાયત ની 24 બેઠકો માટે કુલ 82 ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા છે તેના માટે 5.43 લાખ મતદારો મતદાન કરશે સાથો સાથ જામનગર જિલ્લા ના 6 તાલુકા પંચાયત માં 112 બેઠકો પર 334 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણી માં જિલ્લા કલેકટર રવિશંકર ની રાહબરી હેઠળ 6 ડેપ્યુટી કલેકટર, 12 મામલતદાર ચૂંટણી ફરજ માં જોડાયા છે જ્યારે સમગ્ર જિલ્લા માં કુલ 705 બેલેટ યુનિટ સાથે 1410 ઇવીએમ મશીન ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને 71 વધારાના ઇવીએમ મશીન રાખવામા આવ્યા છે આ ઉપરાંત કોરોના મહામારી ને ધ્યાને રાખી ને દરેક બૂથ પર આરોગ્ય કર્મચારી તૈનાત રહેશે
અને મતદારો ને થર્મલ ગન થી ચેક કરી સેનિટાઇઝર અને હેન્ડ ગ્લોવ્ઝ સાથે જ એન્ટ્રી આપવામાં આવશે તેમજ છેલ્લી એક કલાક માં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ પીપીઇ કીટ સાથે મતદાન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

જામનગરના વિભાપર ખાતે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને મતદાનના મહાપર્વની શરૂઆત થઈ હતી. યુવા, વડીલ, ગૃહિણીઓ, પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે જોવા મળ્યા હતા. કોવિડ 19 ની ગાઈડ લાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાનની શાંતિપૂર્ણ શરૂઆત થઈ હતી…

error: Copying and use of the content of the website is considered as illegal activity.