Friday, October 9, 2026
Home Blog Page 406

દ્વારકાના જગતમંદિરે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ:યાત્રીકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે આગામી તા.27-28-29 માર્ચે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ

  1. દ્વારકાના જગતમંદિરે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ:યાત્રીકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ
    ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે આગામી તા.27-28-29 માર્ચે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા

શ્રી દ્વારકાધીશ મંદિર- દ્વારકામાં આગામી તા.27-28-29 માર્ચ, 2021 દરમિયાન ફુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવનાર છે.

આ ઉત્સવના દિવસો દરમિયાન રાજ્યભરમાંથી પદયાત્રિકો સંઘ લઇ દર્શને આવતા હોય છે. આ ઉત્સવ દરમિયાન ચારથી પાંચ દિવસમાં અંદાજીત 2.50 લાખ યાત્રિકો અવર જવર કરે છે.

જેના કારણે મંદિર તથા શહેરમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં અડચણ થાય તેવી શકયતા છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થાય તેવી સંભાવના છે.

આ તહેવારો દરમિયાન ડાકોર, ભવનાથ મંદિર, જુનાગઢમાં યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા જાહેરાત કરેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા શ્રી દ્વારકાધીશ મંદિરમાં હોળી/ફુલડોલ ઉત્સવ તા.27-28-29 માર્ચ, 2021 દરમિયાન પુજારીઓ, અગ્રણીઓ તથા પોલીસ વિભાગ સાથે પરામર્શ કરતા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નક્કી કરવામાં આવેલ છે.

જેની સર્વે યાત્રિકોએ નોંધ લેવી તેમજ દ્વારકા ખાતે આવતા પદયાત્રિક સંઘોને સંઘનું આયોજન ન કરવામાં આવે તેવી વિનંતી છે.

શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ -www.dwarkadhish.org ઉપર લાઇવ દર્શન સુવિધા ચાલુ છે. જેથી દરેક ભકતોએ લાઇવ દર્શનનો લાભ લેવા અનુરોધ છે.

જામનગર જીલ્લાના ખેડૂતે 1 વીઘામાંથી માત્ર 2 માસમાં 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન, 2 લાખથી વધુનું મેળવ્યું વળતર

0

જામનગર જીલ્લાના ખેડૂતે 1 વીઘામાંથી માત્ર 2 માસમાં 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન, 2 લાખથી વધુનું મેળવ્યું વળતર

નવા બાગાયતી પાકો અને વૈશ્વિક કક્ષાના એકઝોટીક વેજીટેબલ્સની ખેતી કરતા કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઇ જેસડીયા
સરકારની વાવણી થી વેચાણ સુધીની સહાયથી ખૂબ ઓછા સમય,ઓછી લાગત અને આધુનિક પધ્ધતિથી નવા પાકની ખેતી કરીમેળવી છે સમૃધ્ધિ: વિશાલભાઇ જેસડીયા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

રાજ્યમાં બાગાયત ખેતીને પ્રોત્સાહન મળે અને નવા-નવા પાકો દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત મહત્વના નિર્ણય લઇ નવી યોજનાઓ થકી ખેડૂતોને વાવણીથી વેચાણ સુધીની તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ અન્ય દેશોના, અન્ય રાજ્યોના નવા બાગાયતી પાકોની ખેતી ગુજરાતમાં કરી ગુણવત્તાલક્ષી ફળ/ફૂલોનું ઉત્પાદન કરીને વૈશ્વિક કક્ષાએ વેચાણ કરી રહ્યા છે. સતત નવા પ્રયોગો અને તેમાં મળતી રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે.
જામનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નવા-નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમ્રુદ્ધ ખેતી તરફ કરવામાં આવી રહેલી સરકારની પહેલને સહકાર આપવામાંઆવી રહ્યો છે. જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે.

કાલાવડના આણંદપર ગામના વિશાલભાઈ જેસડીયાએ પોતાના અભ્યાસને અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે.વિશાલભાઈએ એક વીઘામાં 6000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલ હતું.આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર એક મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઇ ગયું. આજે માત્ર એક વીઘાના વાવેતરમાંથી વિશાલભાઈએ3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે. જેમાંથી તેમણે રાજકોટ અને જામનગર જિલ્લામાં વેચાણ કરી અંદાજીત રૂ.2 લાખ 40 હજારજેટલો નફો મેળવી માત્ર બે મહિનામાં પોતાની આવકમાં વધારો કર્યો છે, આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કરેલો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે.

બી.એસ.સી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરેલ વિશાલભાઈએ ફર્ટિલાઇઝર કંપનીના રૂ.6 લાખ વાર્ષિક પેકેજની નોકરીને છોડીને અચાનક જ પારિવારિક ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે પણ તેમને ખૂબ સહકાર આપ્યો. બાગાયત વિભાગ દ્વારા જોડાયેલ ખેડૂતોને દર વર્ષે વિભાગ દ્વારા ખેતીલક્ષી પ્રવાસમાં લઇ જવામાં આવતા હોય છે. આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલની વાય. એસ. પરમાર યુનિવર્સિટીમાં સ્ટ્રોબેરીની જાતો વિશે વિશાલભાઈને વધુ જાણવા મળ્યું.

વિશાલભાઈ કહે છે કે મને એમ જ ખ્યાલ હતો કે,સ્ટ્રોબેરી મોટાભાગે ઠંડા પ્રદેશોમાં ઉત્પાદન કરી શકાય છે પરંતુ બાગાયત વિભાગના પ્રવાસ દ્વારા જાણવા મળ્યું કે, વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં પણ શિયાળુ પાકમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરી શકાય છે. વળી ન્યુટ્રીશનમેનેજમેન્ટ વિશે પણ વધુ ખ્યાલ હોવાથી આ પાકને જામનગરના અમારા ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવાનો અમે નિર્ણય લીધો. અમારા ખેતરમાં અમે વિન્ટર ડાઉન અને કેમેરોજા બે પ્રકારની સ્ટ્રોબેરીની જાતની વાવણી કરી છે, સાથે જ સ્ટ્રોબેરીએ માવજત માંગી લે તેવો પાક છે. જેમાં ફળોને જમીનનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. આ સમયે અમે સ્ટ્રોબેરીમાં મલ્ચીંગનો ઉપયોગ કર્યો, જેના કારણે લેબર કોસ્ટ પણ ઘટી, નિંદામણનો પ્રશ્ન પણ અમારે હલ થયો અને સાથે સ્ટ્રોબેરીને જોઈતો ભેજ, હવા અને જમીનનો સ્પર્શ થતો અટકાવી શક્યા.

કોઈપણ પાકમાં મલ્ચીંગ ખૂબ જ સારું પરિણામ આપે છે.નિંદામણનો અટકાવ, જંતુનાશકોનો ખૂબ ઓછો વપરાશ, ઓછા પાણીનો ઉપયોગ મલ્ચીંગમાં થાય છે. પાકોમાં મલ્ચીંગનો પ્રયોગ ખૂબ ઓછા રોકાણમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદનની ખાત્રી આપે છે.આમ, અન્ય ખેડૂતોને પણ પોતાનાપાકમાં મલ્ચીંગનો ઉપયોગ કરવાની વિશાલભાઇ સલાહ આપે છે. વિશાલભાઈ અને તેના ભાઈ જયેશભાઈ જેસડીયાદ્વારા પારિવારિક ખેતીને નવા આયામો પર લઈ જવા માટે આગામી દિવસોમાં સંપૂર્ણ ખેતી નવા બાગાયતી પાકો અને એક્ઝોટિક વેજીટેબલ તરફ લઈ જવાનો નિર્ધાર કરવામાંઆવ્યો છે.

વિશાલભાઈના પિતા લવજીભાઈ જેસડીયાની32વીઘા વિસ્તારમાં ખેતપ્રવૃતિ થકી અનેકવિધ પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં બાર વીઘા વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતી પણ કરવામાં આવે છે.આ ઉપરાંત જેસડીયા પરિવારે નર્સરીનો પ્રયોગ પણ અપનાવેલ છે, જેમાં ડ્રેગન ફ્રૂટના 65000 જેટલા રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બાગાયતી પાકો દ્વારા ખૂબ ઓછા સમયગાળામાં ખેડૂતો પોતાની આવક ખૂબ સારા પ્રમાણમાં વધારી શકે છે તેમ જણાવી વિશાલભાઈ અન્ય ખેડૂતોને પણ સંદેશ આપે છે કે, સરકાર ખેડૂતોને દરેક પગલે સહાય અને માર્ગદર્શન આપે છે

તેનો લાભ લઈ અન્ય ખેડૂતો પણ માત્ર પરંપરાગત પાકોના બદલે નવા પાકોના પ્રયોગો હાથ ધરીને નવીન ખેતી તરફ વળે તો ખેતી દરેક ખેડૂતને અતિ સમૃદ્ધ બનાવવા સક્ષમ છે તેનો પુરાવો અમે છીએ. તો અન્ય પણ આમાંથી પ્રેરણા લઇ આગળ વધે અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લે તો ગુજરાતના ખેડૂતને ક્યારે કોઇ અટકાવી શકે તેમ નથી.

 

જામનગરમાં શિવરાત્રિ નિમિતે મહાકાલ સેના દ્વારા બાર જ્યોતિલિંગ ની ઝાંખી કરાવતા શિવલિંગોનું આયોજન શિવનૃત્ય અને મહાઆરતી પણ યોજાશે : યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ

0

જામનગરમાં શિવરાત્રિ નિમિતે મહાકાલ સેના દ્વારા બાર જ્યોતિલિંગ ની ઝાંખી કરાવતા શિવલિંગોનું આયોજન શિવનૃત્ય અને મહાઆરતી પણ યોજાશે : યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

છોટીકાશી થી પ્રસિઘ્ધ જામનગર શહેર માં મહાકાલ સેના દ્વારા બૃક બોન્ડ ગ્રાઉન્ડ , ગાંધીનગર રોડ ખાતે આગામી તારીખ 11 માર્ચ મહાશિવરાત્રિ ના પર્વ નિમિતે શિવભક્તો માટે ભવ્ય શિવલિંગ અને બાર જ્યોતિલિંગ ના ઝાંખી ધરાવતા શિવલિંગો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તેની સાથે મહાશિવરાત્રિ ના પર્વ નિમિતે શિવ નૃત્ય અને મહાઆરતી નો લાભ લેવા મહાકાલ સેના દ્વારા સર્વે શિવભક્તો અને જનતા ને નિમંત્રણ પાઠવ્યું છે.આ મહોત્સવ માં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત કરણી સેના ગુજરાત મહિલા પાંખ પ્રદેશ અધ્યક્ષ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને ક્ષત્રિય યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

દેવ ભુમિ દ્વારકાના કલેકટરે ઉગામ્યું પાસાનું  શસ્ત્ર ભાણવડ પંથકના બે બુટલેગર શખ્સો પાસાના પાંજરે પુરાયા.

0

 

દેવ ભુમિ દ્વારકાના કલેકટરે ઉગામ્યું પાસાનું  શસ્ત્ર ભાણવડ પંથકના બે બુટલેગર શખ્સો પાસાના પાંજરે પુરાયા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-ખંભાળિયા

ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા (ઉ.વ. 32) તથા તાલુકાના રાણપર ગામના લાખા રામા કોડિયાતર (ઉ.વ. 42) નામના બે શખ્સો સામે અગાઉ સ્થાનિક પોલીસમાં દારૂ અંગેના ગુના નોંધાયા છે.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સુચના તથા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પી.એસ.આઇ. જે.જી. સોલંકી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર સમક્ષ મુકવામાં આવતા આ બંને માથાભારે શખ્સો સામે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા પાસા મંજૂર કરી હતી.

અને એલ.સી.બી. પી.આઇ. જે.એમ. ચાવડાએ આ બન્ને શખ્સો સામેનું પાસાનું વોરંટ મેળવી તેઓને સુરત તથા વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.

હાલારના સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસ-2021ની ઉજવણી કરાઈ

હાલારના સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસ-2021ની ઉજવણી કરાઈ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગર ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસ-2021ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી દેશના વિવિધ વિસ્તારના જનઔષધિ કેન્દ્રના સંચાલકો અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે જન ઔષધિ દિવસની થીમ ‘સેવા ભી ઓર રોજગાર ભી’ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી ચાલતી આ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી દવાઓ ખૂબ ઓછી કિંમતે મળી રહી છે.

મધ્યમ વર્ગને, ગરીબોને દવાઓ માટે ક્યારેય આર્થિક તકલીફો વેઠવી ન પડે તે માટે આ પરિયોજના હેઠળ હજુ પણ આગામી દિવસોમાં અનેક જન ઔષધિ કેન્દ્ર ખોલી જનસેવાનું કાર્ય કરવામાં આવશે. સાથે જ આ કેંદ્રો થકી અનેક નવી રોજગાર તકો ઉત્પન્ન થઇ છે.

જામનગર ખાતે પૂનમબેન માડમ દ્વારા નવા જનઔષધી કેન્દ્રને જનસેવા કેન્દ્ર તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, જે લોકોને રોજબરોજની દવાઓની આવશ્યકતા છે, તેમના આરોગ્યની દરકાર લઈ તેમને ઓછી કિંમતે દવાઓ મળી રહે અને આરોગ્યલક્ષી કોઈ સમાધાનઆર્થિક તકલીફોના કારણે ન કરવું પડેતે ધ્યાને લઇ પ્રધાનમંત્રીશ્રીએ જન ઔષધી કેન્દ્રના નિર્માણ થકી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કર્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ પરિવારના વડીલની જેમ દીકરીઓની કાળજી લીધી છે.ફીમેલહાઇજીન હોય કે ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય દરેક સમયે મહત્વના નિર્ણય લઇ તેમણે સ્ત્રી સ્વાસ્થ્યની ચિંતા કરી છે.

પ્રધાનમંત્રીશ્રી સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂતીથી આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે આ અભિયાનમાં મહિલાઓને સશક્ત કરવા માટે પરિવારો પણ સંકલ્પ કરે અને વધુ જાગૃત થાય એવી અભ્યર્થના સાંસદશ્રીએ વ્યક્ત કરી હતી. સાથે જ જેનેરિક મેડિસિન વિશે વધુ જાગૃતિ લાવી સાચા અર્થમાં જન ઔષધી કેન્દ્રને જન જન સાથે જોડવા માટેના પ્રયત્નો કરવા અને સ્વસ્થ જામનગર બનાવવા સાંસદશ્રીએ અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી સુરેશભાઈ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવાર, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખો વગેરે આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો ત્રીજો ગુનો નોંધાયો .માલધારી વૃદ્ધની કીમતી જમીન પચાવી પાડનારા શખ્સની ધરપકડની તજવીજ –

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો ત્રીજો ગુનો નોંધાયો .

માલધારી વૃદ્ધની કીમતી જમીન પચાવી પાડનારા શખ્સની ધરપકડની તજવીજ –

દેશદેવી ન્યુઝ-ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આશીયાવદર ગામે રહેતા અને ખેતી કામ કરતા અલાભાઈ મેરામણભાઈ કાલર નામના 60 વર્ષના રબારી વૃધ્ધે તેમની વડીલોપાર્જિત એવી સાડા બાર વિઘા ખેતીની જમીન આ જ ગામના ગગુભા કનુભા જાડેજા નામના શખ્સે પચાવી પાડી હોવાનું કલ્યાણપુર પોલીસમાં જાહેર કર્યું છે.

ફરિયાદી આલાભાઇ રબારી દ્વારા જાહેર થયેલી વિગત મુજબ તેમના સદગત પિતાશ્રીને વર્ષો અગાઉ સરકાર તરફથી માલધારી યોજના હેઠળ સાંથણીમાં પંદર એકર જમીન મળી હતી. સરવે નંબર 272 પૈકી 1 વાળી આ જમીન અલાભાઈના પિતા મેરામણભાઇ કાલર ખેડતા હતા તથા માલઢોર ચરાવતા હતા.

પિતાના અવસાન બાદ વર્ષ 1998માં અલાભાઈને ભાયુ ભાગ પેટે આવેલી સાડા અઢાર વીઘા જમીન પૈકી અગાઉ તેમના પિતાની હયાતીમાં આશીયાવદર ગામના ગગુભા કાનુભા જાડેજાએ સાડા બાર વિઘા જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો હતો.

જે તેઓ ખાલી કરતા ન હતા. તેમને ખાલી કરવાનું કહેતા ગગુભા તેઓ સાથે ઝઘડો કરતા અને ગગુભા ફરિયાદી આલાભાઇને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) ઉપરાંત ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ મુજબ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ રાયટર એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, હરદાસભાઇ ચાવડા દ્વારા હાથ ધરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આખા પરિવારને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપી 16 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂા.8.62 લાખની લુંટ કરતી પરપ્રાંતિય ટોળકીને ઝડપી લેતી જામનગર પોલીસ

0

જામનગર પંથકના ખોજાબેરાજામાં ઘરમાં ઘુસીને કરેલ લુંટનો ભેદ ઉકેલતી એલસીબી: ચારની ધરપકડ, બે ફરાર

આખા પરિવારને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપી 16 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂા.8.62 લાખની લુંટ કરતી પરપ્રાંતિય ટોળકીને ઝડપી લેતી જામનગર LCB

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર પંથકના ખોજાબેરાજા ગામમાં ગત તા.21-2-2021ના રોજ ઘરમાં ઘુસી 16 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂા.8.62 લાખની લુંટનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલી લીધો છે જેમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે અને બે ફરાર છે જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલ આરોપી

(1) જ્ઞાનસીગ બનસિંહ સુરબાન

(ર) કેરમસિંહ બાજુ ઉર્ફે બાજડો કલેસિંગ અલાવા

(3) ભીલુભાઇ ઉર્ફે બીલુ પ્યાલસીંગ બધેલ

(4) દીનેશ રમણભાઇ મીનાવા

ફરાર આરોપી
(1)ભવાન રાયસીંગ વસુનીયા

(ર) કરો જાલમ અલાવા આદીવાસી

આ અંગેની વધુ વિગત મુજબ, ગત તા.21/02/2021 ના રાત્રીના જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં રહેતા ફરીયાદી રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાના પરિવાર સાથે સુતા હોય તે દરમ્યાન રાત્રીના અજાણ્યા ઇસમો હથિયાર ધારણ કરી, ફરીયાદી તેમજ તેમના પરિવારવજનોને મારમારી ગંભીર રીતે માર મારીઅને તમામને મારી નાખવાની ધમકી આપી તેમના મકાનમાંથી રોકડ રૂપિયા રૂા.1.50 લાખ તથા સોનાના દાગીનાઓ કુલ 16 તોલા તથા બે મોબાઈલ ફોન તથા ફોર વ્હીલર કાર જીજે-12 બીઆર-0407 સહિતની મત્તા મળી કુલ રૂા. 8,6ર,000/- ધાડલુંટ કરી અને તમામને મકાનના રૂમમાં બંધ કરી નાસી ગયાનો બનાવ બન્યો હતો.

આ બનાવ અંગે જામનગર પંચકોષી બી ડીવીઝમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ લુંટ,ધાડ,બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રનની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી કે.જી.ચૌધરી નાઓએ એલ.સી.બી/ એબસ્કોન્ડર સ્કોડ ની અલગ અલગ ટીમોને કાર્યરત કરેલ હતી. આ ગુન્હાના કામે લુંટ ધાડમા ગયેલ ફોરવ્હિલ કાર કયા રસ્તે ગયેલ તે અંગે જીલ્લા તેમજ જીલ્લા બહારના હાઇવે રોડ ઉપરના તેમજ ટોલનાકાના સીસીટીવી ફટેજની ચકાસણી પો.સબ.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ અંગત બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.

આ દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા તથા નિર્મળસિંહ એસ.જાડેજાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે, આ ધાડલુંટને અંજામ આપવામા અગાઉ ફરીયાદીની વાડી ભાગમા રાખતા જ્ઞાનસીંગ બનસિંહ દેવકા રહે.બાણદાગામ તા.કુકશી જી.ધાર રાજય મધ્યપ્રદેશ વાળો સંડોવાયેલ છે. જે ઇસમ બોટાદ જીલ્લાના રાણપર તાલુકાના નાગનેશગામ પાસે મજુરીકામ કરે છે.તેવી હકિકત આધારે મજકુર ને પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ,તેમજ સદરહુ ગુનામા (1) દીનેશભાઇ રમણભાઇ મીનાવા (2) ભવાન રાયસીંગ વસુનીયા (3) બાજડો આદીવાસી રહે. બધોલી (4) બીલુ આદીવાસી (5) કરો આદીવાસી રહે. તમામ મધ્યપ્રદેશ વાળાની સંડોવણી ખુલવા પામેલ હતી.

આ કામે પકડકાયેલ આરોપી જ્ઞાનસીંગ અગાઉ ત્રણેક વર્ષ પહેલા વિક્રમભાઈની વાડીમાં બેએક મહીના સુધી ખેતીકામ કરી ગયેલ જેથી પોતે આ વિસ્તારથી માહીતગાર હોય અને તેના વતનમાં જતા આ કામના આરોપી દીનેશ તથા બાજડો તથા ભવાન ત્રણેય જણા મળેલ અને તેઓ ત્યા નાની મોટી રોકડ રૂપીયાની ચોરીઓ તેમજ વાહનચોરી કરતા હોય જેથી તેઓએ ગુજરાતમા કોઈ જગ્યાએ રોકડ રૂપીયા દાગીના હોય તો જણાવવા કહેલ અને આરોપી જ્ઞાનસીંગએ અગાઉ પોતે ખેતીકામ કરતા હોય તે વાડીમાં રોકડ રુપીયા દાગીના હોવાનુ જણાવેલ અને એકબીજા ફોન પર સંપર્કમાં રહેલ અને બનાવના આગલા દીવસે બધા આરોપીઓ એમ.પી.થી ગુજરાત આવેલ અને જામનગર સાત રસ્તા નજીક બધા ભેગા થયેલ અને લુંટ ધાડનો પ્લાન બનાવેલ અને ત્યાથી એક સી.એન.જી.રીક્ષા ભાડે કરી ખોજાબેરજા ગામે આવી અને ફરીયાદી વાડીમાં પગપાઉય ચાલીને મોડી રાત્રીના દોઢેક વાગ્યા પછી બધા સુઈ ગયેલ હોય ત્યારે આ ગુન્હાને અંજામ આપેલ હોય અને ફરીયાદીની વાડીમાથી તેઓની 20 કાર રજી.નંબર-61 12 82 0407 કિ.રૂ.1,50,000/-ની તથા મકાનમાંથી રોકડ રૂપીયા 1,50,000/- તથા સોનાના દાગીના જેમા ત્રણ ચેઈન આશરે ચાર તોલાના તથા એક પેન્ડેલ સેટ આશરે ત્રણ તોલાનુ તથા એક મંગલસુત્ર આશરે છ તોલાનુ તથા એક હાથનો પંજો જે આશરે બે તોલાનો તથા બે વીટી એક તોલાની જે મળી આશરે કુલ-16 તોલા જેની કી.રૂ.5,60,000/-ની તથા મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ રૂ.8,62,000/- ના માલ મતાની લુંટ કરી તમામને રૂમમા પુરી બહારથી બંધ કરી કાર સાથે નાસી ગયેલ અને લાલપુર ભાણવડ રોડથી ઉપલેટા રાજકોટ હાઈ વેથી ચોટીલા અમદાવાદ અને પાવાગઢ સુધી ગયેલ અને ત્યા કાર બીનવારસુ મુકી અને પોતાના વતનમાં જતા રહેલ હતા.

જામનગર મહાનગરપાલિકાએ કર્યું અક્કલનું પ્રદર્શન..? સ્વસ્તિક સોસાયટીમાં આવેલ બગીચામાં બનાવ્યા ૨- મહાકાય સોસિયા કુવા : નિર્કદન

0

જામનગર મહાનગરપાલિકાએ કર્યું અક્કલનું પ્રદર્શન..? સ્વસ્તિક સોસાયટીમાં આવેલ બગીચામાં બનાવ્યા ૨- મહાકાય સોસિયા કુવા : નિર્કદન

જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી માં આવેલ જામનગર મહાનગરપાલિકા હસ્તક ના ગાર્ડનમાં સોસીયા કુવા બની જતા આશ્ચર્ય ફેલાયું છે.

જામનગર શહેરના પોશ ગણાતા એવા સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં આવેલ મહાનગરપાલીકા હસ્તકના બગીચામાં નિર્કદન કાઢી નાખવાના સમ ખાધા હોય તેમ ખુદ મનપાએ ધોર ખોદી નાખી છે.

આંધળું શહેરીકરણ કારણે હાલના સમયમાં બાળકો તેમજ વૃદ્ધો માટે બાગ બગીચા કે રમત ગમત નું મેદાન રહ્યા નથી નવા બાગ બગીચાનું કોઈ આયોજન નથી.

સોસાયટીમાં જે  કોમન પ્લોટ આવેલા છે તેનો હક્ક માત્ર સોસાયટીનો છે. તેમા પણ બિલ્ડરે કબ્જા કરી લીધા છે આવા દબાળ દુર કરવાની મનપા પાસે કોઈ સતા નથી.! એવું ખુદ મનપાના અધીકારી ગાણું ગાય છે.

નાના નાના બાળકો ઘરઆંગણે રમી શકે તે માટેની જગ્યાની રહી નથી.

તેમા વહી સ્વસ્તિક સોસાયટી માં આવેલ બગીચામાં  ”બે”  મહાકાય સોસયા કુવા બનાવી નાખતા આશ્ચર્ય ફેલાયું છે.

ગત વર્ષે ભારી વરસાદના કારણે પોશ ગણાતા એવા સ્વસ્તિક સોસાયટીમાં કેળ-કેળ પાણી ભરાઇ જતા મનપાના અધિકારી – સ્ટાફ ધંધે લાગી ગયા હતા ચાલું વરસાદે પીદી લેવાઈ ગઈ હતી અને મનપાના ઉચ્ચ અધિકારી રાજકીય ઠપકાનો ભોગ પણ બનેલા.!

જામનગરના આ પોશ વિરતારમાં ભૂગર્ભ ગટરનું બાળ મરણ થયું છે.
ગટર માત્ર કાગળ પર રહી છે.
જામનગર મહાનગરપાલિકાની અણઆવડત ના વખાણ કરી એટલા ઓછા છે હમેશા ને માટે કોઇને કોઇ કારણસર વિવાદમાં ધેરાયેલી મનપાએ વિવાદનો નવો મધપુડો છેડયો છે.

<span;>કુંવાના મુદે દેશદેવી ન્યુઝે ગાર્ડન શાખાના કિશોર ચોહાણ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે.તેથી વરસાદના પાણીને આ સોસીયા કુંવા મારફત સ્ટોર કરી કંડીના બોર ચાર્જ કરવામાં આવશે.તેવો લુલ્લો બચાવ કરી ચાલતી પકડી.

જામનગર મહાનગરપાલિકા ને જામનગરની પ્રજા એટલી ચિંતા હોય તો પછી શહેરમાં અન્ય જગ્યાએ કેમ કંકીના બોર  સાંજા કરવાનો વિચાર કેમ “ન” આવ્યો

હાલ આ બગીચાના કુવા એ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે .

ખેતી બેંક ના બે કર્મચારી દ્વારા ૬ વર્ષના સમય ગાળામાં  અલગ-અલગ ખેડુત ના નામે  બે કરોડથી ઉપરનું કર્યુ કોભાંડ અંતે થઈ પોલીસ ફરીયાદ.

0

ખેતી બેંક ના બે કર્મચારી દ્વારા ૬ વર્ષના સમય ગાળામાં  અલગ-અલગ ખેડુત ના નામે  બે કરોડથી ઉપરનું કર્યુ કોભાંડ અંતે થઈ પોલીસ ફરીયાદ.

એક ચોકાવનારો કિસ્સો એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે, જેમાં જામનગરન શહેરની તળાવ નજીક આવેલ  જૂની આરટીઓ કચેરી નજીક આવેલ ખેતીબેન્કના અધિકારી અને કર્મચારીએ મળીને ખેતીબેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેરકાયદેસર વ્યવહાર કરી બે કરોડ ઉપરાંત રૂપિયાની ઉચાપત કરી આર્થિક કૌભાંડ આચર્યાનો મામલો લાંબા સમયની થી ગાજતો હતો અંતે તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમા બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તે બન્નેએ છેલ્લા છ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણની રકમ ઉપાડી કૌભાંડને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલ ખેતી બેંકમાં બેન્કના જ કર્મચારી અને અધિકારી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે

જે લાંબા સમયથી ગાજી રહેલા આ પ્રકરણમાં બેંકમાં ફરજ બજાવતા દિપકરામ જુગતરામ ભટ્ટ રહે.રોયલ ગ્રીન સોસાયટી ગાંધી ચોક ધ્રોલ જી.જામનગર તથા અને સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે.શીવશક્તી તીલજી પાર્ક શેરી.નં.૬ બ્લોક.નં.૮ ગુંજન વિહારની સામે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા આ બંને કર્મચારીઓએ વર્ષ 2014 થી 2020 સુધીએમ 6 વર્ષના સમયગાળામાં એકબીજાથી મેળાપીપણુ કરી અને એક કૌભાંડનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્લાન મુજબ બેંકના રેકર્ડમાં ચેકચાક, સુધારા વધારા કરી બેંકના સીરીયલ નંબર વાળા, સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો (દાખલા), ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી દીધા હતા.

ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો(દાખલા) આપી તેમાં સહી-સીક્કાઓ કરી ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો ખોટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ખેડુતોને આપી બેંકના રૂપીયા 2,04,21,997 ની રકમ પોતાના અંગત ફાયદા માટે ઉચાપત કરી, વિશ્વાઘાત, છેતરપીંડી આચરી હતી.આ આર્થિક કૌભાંડ અંગે ખેડૂતોની ફરિયાદ અને આંતરિક તપાસ બાદ બેંક મેનેજર વીરજી પ્રતાપજી ઠાકોરે બંને કર્મચારીઓ સામે સીટી એ ડીવીજન પોલીસમથક ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.જે.જલુ દ્વારા આ આર્થિક ગોટાળા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની સઘન ઝુંબેશ હાલ સુધીમાં 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કો-મોર્બીડ નાગરિકોએ રસી લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર

0

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની સઘન ઝુંબેશ હાલ સુધીમાં 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કો-મોર્બીડ નાગરિકોએ રસી લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર

લાલપુરના 102 વર્ષીય માણુંબાએ રસી લીધી, અન્યને પણ આપી પ્રેરણા સીથી કોઈ તકલીફ નથી, અન્ય પણ રસી લેવા આગળ આવે : માણુંબેન કગથરા

જામનગર,વૈશ્વિક મહામારી કોરોના સામે લડત આપવા હાલ સંપૂર્ણ ભારત દેશમાં રસીકરણની મહાઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી. હાલ બીજા તબક્કામાં 60 વર્ષથી વધુનાવરિષ્ઠ નાગરિકો તેમજ 45 થી 59 વર્ષ દરમિયાનના કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લામાં આ બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોનો ખૂબ સહકાર જોવા મળી રહ્યો છે.

1 માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કાના રસીકરણ ઝુંબેશમાં હાલ સુધીમાં જામનગર જિલ્લાના 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોએ રસી લઈ આ મહામારી સામે લડતમાં સહયોગ આપ્યો છે.

જેમાં 61 વર્ષથી લઈ અને 100 વર્ષથી વધુના વયોવૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ છે.
લાલપુરના 102 વર્ષીય માણુંબા એટલે કે માણુંબેન કાનજીભાઈ કગથરાએ રસી મુકાવી અને પોતાની તળપદી ભાષામાં અન્યને પ્રેરણા સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોરોના એ બધાને ખૂબ હેરાન કર્યા છે.

આ રસીથી કોરોના વયો જશે, આ રસીથી મને કોઈ તકલીફ થઈ નથી ત્યારે બીજાએ પણ આ રસી લેવી જોઈએ.

તો લાલપુરના જ રહેવાસી 80 વર્ષીય ભીમજીભાઇ ભાલાણી અને તેમના પત્ની કાંતાબેન ભાલાણીએ આજે સજોડે વેક્સીન લઈ કહ્યું કે, કોરોનાને કારણે બધા હેરાન થયા,આ રસીથી હવે કોઈ હેરાન નહીં થાય.અમે રસી લીધી અને બીજાએ પણ રસી લેવી જોઈએ.

રસીકરણ ઝુંબેશ અંગે વિસ્તૃત જાણકારી આપતા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લાલપુર ડો. કે. એન. કુડેચાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં અફવા અને ગેરસમજણના કારણે લોકોમાં ભય અને ખૂબ ખચકાટ હતો. પરંતુ ડોકટરો, આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા લોકોને સમજૂત કરવામાં આવ્યા છે અને હાલ પણ આશા બહેનો દ્વારા ઘરે-ઘરે સર્વે કરી વરિષ્ઠ નાગરિકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે. વળીરસી લીધેલ નાગરિકો થકી અન્યોને પ્રેરણા મળી અને રસી લીધેલ લોકોને કોઈ આડઅસર ન થતા, તેમણે આસપાસના લોકોને પણ વધુ સમજૂત કર્યા. આમ આજે એક જાગૃતિલક્ષી સાંકળના પ્રયત્નોથી સમાજમાંથી રસીકરણ માટે સહકાર અને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે.

લાલપુર તાલુકામાં રસીકરણની ઝુંબેશને ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે, હાલ સુધીમાં 972 જેટલા વરિષ્ઠ નાગરિકો જેમાં 80 વર્ષથી ઉપરના વયોવૃદ્ધોનો પણ સમાવેશ થાય છે તેમણે ઉત્સાહપૂર્વક રસી લીધી છે.
આ રોગ દ્વારા વધુ અસરકર્તા વર્ગ વરિષ્ઠ નાગરિકોનો જોવા મળ્યો છે ત્યારે મહામારી સામે લડત આપવા અને પોતાને સુરક્ષિત બનાવવા જામનગર જિલ્લામાં આ બીજા તબક્કાની રસીકરણ ઝુંબેશને વધુ સઘન અને ઘનિષ્ઠ બનાવવામાં આવી છે.

આ રસી લેવા માટે વરિષ્ઠ નાગરિકો આરોગ્ય સેતુ એપ અથવા તો કોવિન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે.આ ઉપરાંત જો કોઈ વરિષ્ઠ નાગરિકને રજીસ્ટ્રેશન અંગે કોઈ તકલીફ હોય તો તત્કાલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દરેક મૂંઝવણના અંત સાથે રસી લઈ શકશે. તો માણુંબાની વાતને યાદ રાખીએ જામનગરવાસીઓ… કોઈ તકલીફ નથી કોઈ આડઅસર નથી તો, માણુંબાની વાતને માનીએ અને વધુને વધુ આપણે રસીકરણ ઝુંબેશમાં જોડાઈને જામનગરને સુરક્ષિત બનાવવામાં સહકાર આપીએ.

error: Copying and use of the content of the website is considered as illegal activity.