Friday, October 9, 2026
Home Blog Page 405

હાર્દિક પટેલને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, કાયમી રાજ્ય બહાર જવાની અરજી રિજેક્ટ

0

હાર્દિક પટેલને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, કાયમી રાજ્ય બહાર જવાની અરજી રિજેક્ટ

આજે હાઇકોર્ટમાં આ સંદર્ભમાં હાર્દિકે કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે મંજૂરી આપી નથી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક:અમદાવાદ

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. હાર્દિક પટેલને રાજ્ય બહાર જવાની પરવાનગી અંગે આજે ઝટકો મળ્યો છે.

હાર્દિક પટેલને હાલમાં રાજ્ય બહાર જવા માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. ત્યારે હાર્દિકે રાજ્ય બહાર કાયમી પ્રવાસ કરવા માટે પરવાનગી માંગી હતી પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હોવાના અહેવાલ છે.

અગાઉ હાર્દિક પટેલ સેશન કોર્ટે અમદાવાદ ખાતે પંદર દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી હતી. આજે હાઇકોર્ટમાં આ સંદર્ભમાં હાર્દિકે કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે મંજૂરી આપી નથી.

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનાતમત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ થયો હતો અને તેમની ધરપકડ કરી અને તેમને સુરતની લાજપોર જેલમાં મૂકી દેવામાં આવ્યા હતા.

દરમિયાન તેમને જામીન મળ્યા બાદ પહેલાં ચોક્કસ સમય માટે રાજ્યની બહાર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યની બહાર જવા માટે પરવાનગી લેવાની શરત હતી.

અગાઉ પણ હાર્દિક અંગત અને રાજકીય પ્રવાસો માટે પરવાનગી માંગી બહાર ગયા હતા ત્યારે હવે તેમણે આ મુદ્દે કાયમી ધોરણે રાજ્ય બહાર જવાની પરવાનગી માંગી હતી ત્યારે કોર્ટે તેમની અરજી ફગાવી છે.

અમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી

0

અમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તેના બાદ આજે 3 મહાનગરોના મેયર તથા અન્ય સભાસદોના નામની જાહેરાત થઈ છે. અમદાવાદમાં કિરીટ પરમારને મેયર બનાવાયા. તો વડોદરામાં કેયુર રોકડિયાની પક્ષે પસંદગી કરી છે. તો ભાવનગરમાં કિર્તીબેન દાણીધારિયાની મેયર તરીકે વરણી કરાઈ છે.

ત્યારે આ મેયરના નામની જાહેરાતમાં યોગાનુયોગ સર્જાયો છે. ત્રણેય મેયરના નામ પર ‘ક’ પરથી છે. ત્યારે મહાનગરોમાં મેયરની પસંદગીમાં મિથુન રાશિનો દબદબો રહ્યો છે તેવુ કહી શકાય.

કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે.

ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે.

હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે.

શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ શાસકોની વરણી થઈ ગઈ છે. વોર્ડ નંબર આઠથી કોર્પોરેટર કેયુર રોકડિયાની મેયર તરીકે વરણી કરવામાં આવી છે.

જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની વરણી કરવામાં આવી છે. ડો.હિતેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી છે. આ તમામ લોકો હવે વડોદરા મહાનગર સેવાસદનની શાસન વ્યવસ્થા ચલાવશે.

ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. તો ભાવનગરના ડે.મેયર પદે કૃણાલ શાહની વરણી કરાઈ છે.

ભાવનગરના સ્ટે.કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયાની વરણી થઈ છે. ભાવનગર મનપાના દંડક પદે પંકજસિંહ ગોહિલની વરણી કરાઈ છે. ભાવનગરના નવા શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ બન્યા છે.

 

ખંભાળિયા સેશન્સ અદાલતનો ચુકાદો : પરિણીતાને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

0

ખંભાળિયા સેશન્સ અદાલતનો ચુકાદો : પરિણીતાને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

દેશદેવી ન્યુઝ નેટવર્ક- ખંભાળિયા

ખંભાળિયામાં રહેતી એક મુસ્લિમ પરિણીતાને તેણીના પતિએ કેરોસીન છાંટી, જીવતી સળગાવી દેતા હત્યાના આ બનાવમાં ખંભાળિયાની સેસન્સ અદાલતમાં આરોપી પતિને આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના નરશી ભુવન નજીક રહેતા અફસાના મહેબૂબ ખીરા નામના પરણિત મહિલાના પતિ મહેબૂબ જુનસ ખીરાને ગત તારીખ 14-2-2018 ના રોજ કામ માટે જવાનું હોવાથી સવારના સમયે ચા- નાસ્તો કરી લીધા બાદ પતિ મહેબૂબએ તેના પત્ની અફસાનાબેનને કહેલ કે “તું તારા મમ્મી-પપ્પા આવે ત્યારે સારું ખાવાનું બનાવે છે

અને મને સારું ખાવાનું બનાવી દેતી નથી”- તેમ કહી બિભત્સ ગાળો કાઢી, અને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી પતિ મહેબૂબએ અફસાનાબેનને “તું તારા મમ્મી પપ્પાના ઘરે ચાલી જા. નહીતર હું તને સળગાવીને મારી નાખીશ”- તેમ કહેતાં જેથી ફરિયાદી અફસાનાબેને ના કહેતા ઉશ્કેરાયેલા મહેબૂબએ રસોડામાં રહેલું કેરોસીનનું કેન લાવી, અને અફસાના ઉપર છાંટી, દીવાસળી ચાંપી દીધી હતી.

આ બનાવ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા અફસાનાબેનને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેણીએ ખંભાળિયાના પી.એસ.આઇ. કવિતાબેન ઠાકરીયાની રૂબરૂમાં ઉપરોક્ત સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ખંભાળિયા પોલીસે મહિલાના પતિ સામે આઇ.પી.સી. કલમ 307, 504, 498(ક) મુજબ ગુનો નોંધ્યો હતો.

સારવાર દરમિયાન ફરિયાદી મહિલાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ મરણોન્મુખ નિવેદન આપ્યા બાદ તારીખ 15 ફેબ્રુઆરી 2018 ના રોજ તેણીનું મૃત્યુ થયું હતું. જેથી પોલીસે આરોપી સામે હત્યાની કલમ 302 નો ઉમેરો કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે જરૂરી કાગળો તથા એફએસએલના રિપોર્ટ મેળવી આ અંગેનો કેસ ખંભાળિયા મુખ્ય સેશન્સ અદાલતમાં ચાલી જતા આ કેસમાં ફરિયાદી મહિલાના પિતાએ કેસને જરૂરી સમર્થન આપ્યું ન હતું. પરંતુ ફરિયાદીની ફરિયાદ તથા મરણોન્મુખ નિવેદન લેનારા મામલતદારની જુબાની અને અહીંના સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી મહેબૂબ જુસબ ખીરાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં તેને આજીવન કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

અમદાવાદ,વડોદરા અને ભાવનગર સહિતના મેયરની વરણી. ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની પણ જાહેરાત કરરાઇ.

અમદાવાદ,વડોદરા અને ભાવનગર સહિતના મેયરની વરણી.

ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની પણ જાહેરાત કરરાઇ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: અમદાવાદ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે ગીતાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે.

મેયર પદ માટે નામની જાહેરાત બાદ કિરીટ પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મારા નામની જાહેરાત કરીને ભારતીય જતા પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે, ચાલીમાં ભાડુઆત તરીકે રહેતો કાઉન્સિલર પણ મેયર બની શકે છે. નાના કાર્યકરની પણ પાર્ટીએ કદર કરી છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટે જણાવ્યું હતું કે, “પક્ષે મને જ જવાબદારી સોંપી છે તેને નિભાવવા માટે હું તૈયાર છું. અમારી પ્રાથમિકતા-નળ, ગટર અને પાણી રહેશે.

આ માટે જે કરવું પડશે તે કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં અમદાવાદ દેશભરમાં રોલ મોડલ બને તેવા કામ કરીશું.”

મેયર તરીકે પસંદગી પામેલા કિરીટ પરમાર છેલ્લી ત્રણ ટર્મથી ઠક્કરબાપા નગરમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવે છે. તેઓ સંઘ સાથે જોડાયેલા છે, એક નાના કાર્યકરમાંથી મેયર પદ સુધી પહોંચ્યા છે.

તેઓ વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે. તેઓને ગોરધન ઝડફિયા જૂથના માનવામાં આવે છે. જ્યારે ડેપ્યુટી મેયર બનેલા ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડમાંથી કાઉન્સિલર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. હિતેશ બારોટ થલટેજ વોર્ડમાંથી વિજેતા થયા છે.

હિતેશ બારોટ અમદાવાદ શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પદે રહી ચૂક્યા છે.

ભાવનગર:
ભાવનગર શહેરના મેયર પદે કિર્તીબેન દાણીધારિયાની પસંદગી કરવામાં આવી છે. જ્યાકે કૃણાલ શાહ ડેપ્યુટી મેયર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલિયાની વરણી કરવામાં આવી છે.

વડોદરા:
વડોદરાના મેયર પદે કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ છે.

 

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક એક પોલીસ સ્ટેશનના PSI એ PSO  સાથે ટેલિફોનિક વાતચીતમાં પરેડમાં ગયેલ જમાદારને પરત ફરવા બાબતે ફોન ઉપર ગાળો કાઢતા અને વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થતાં જિલ્લા પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક એક પોલીસ સ્ટેશનના PSI એ PSO  સાથે ટેલિફોનિક વાતચીતમાં પરેડમાં ગયેલ જમાદારને પરત ફરવા બાબતે ફોન ઉપર ગાળો કાઢતા અને વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થતાં જિલ્લા પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો છે.

હવે આ પીએસઆઇ વિરુદ્ધ અન્ય પોલીસ કર્મી પણ તોછડું વર્તન કરતા હોવાની અને ગાળો દેતા હોવાની છૂપી ફરિયાદો ઉચ્ચઅધિકારીઓ ને કરતા તેઓ પણ ચોંકી ઉઠયા છે.

આગામી દિવસોમાં પગલા લેવાની શક્યતા દર્શાવાઈ રહી છે

કથિત ઓડિયો ક્લિપમાં ફોજદાર જમાદારને ગાળો ભાંડતા હોવાનો ઉલ્લેખ સંભળાય છે.

ઓડિયોમાં પીએસઆઇ અને પી.એસ.ઓ વચ્ચે થયેલી વાતચીતની અક્ષરશ:

પી.એસ.ઓ : હાજી..?
પી.એસ.આઇ : હાજરમાં કોણ છે..?
પી.એસ.ઓ : હાજરમાંપોલીસ કર્મી નામ કહે છે
પી.એસ.આઇ :  પેલા ભાઈ ક્યાં છે.
પી.એસ.ઓ :  મને ફોન કર્યો હતો એ મને કહેતા ભૂલી ગયા એવો ફોન આવ્યો હતો વર્ધી એને દેવાની હતી પણ એને ફોન કર્યો હતો, એ નવા ટ્રેનિંગવાળા છોકરાઓને કરાઈ મૂકવા ગયા,એવું કીધું.
પીએસઆઇ : આને શું કરવા મોકલ્યો
પી.એસ.ઓ : હે..?
પી.એસ.આઇ અને કોણે મુક્યો… ( ગાળ ) કાઢી… કહીને જવું હોય તો.. (ગાળ).. કહીને જાને પોલીસ સ્ટેશન પર તો આપણે ગાંધીનગરનું એક કામ હતું જોડે જોડે પૂરું ન  કરી નાંખત.
પી.એસ.ઓ : અહિયાથી આઇતી ત્યા હેડ કવાટર્સ મુકવા અને હેડ કવાટર્સથી મોકલી દીધા છે પરેડમાં
પી.એસ.ઓ : હેડ કવાટર્સ થી..
પી.એસ.ઓ પરેડ ન કરવી હોય.. એટલે કદાચ મોકલી દીધા હોય.. આમાં એવું હોય ને..
પી.એસ.આઇ: એ… (ગાળ) ભાઈ કહીને ન જાય.. મારે ગાંધીનગર જવાનું છે..! તો આપણે પેલું એક હથિયાર લેવાનું હતું.. (ગાળ).. ચાલ કઈ વાંધો નહીં.. બીજું શું..?

જામનગરમાં મહા શિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન. પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરાશે.

0

જામનગરમાં મહા શિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન.

પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરાશે.

દેેેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર.
હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે બપોરે 3-30 વાગ્યે સિઘ્ધનાથ મંદિરથી શોભાયાત્રા નીકળી રાત્રે 12-30 વાગ્યે ભીડભંજન મહાદેવ મંદિરે પુર્ણ થશે : સવારે 10 થી 12 દરમ્યાન રજત મઢીત શિવજીના આસુતોષ સ્વપનું તેમજ પાલખીનું પુજન

રાત્રે મહાઆરતી

જામનગરમાં ગુવાર તા. 11ના રોજ મહા શિવરાત્રીના પવિત્ર દિવસે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, પ્રતી વર્ષની માફક આ વર્ષે પણ આ શોભાયાત્રા બપોરે 3-30 વાગ્યે સિઘ્ધનાથ મંદિરેથી નીકળી શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરશે અને રાત્રે 12-30 વાગ્યે ભીડભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થશે, સવારે પુજન અને સાંજે મહાઆરતીના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

હિન્દુ ઉત્સવ સમિતીના સ્વામી ચત્રભુજદાસજી મહારાજ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના રાજેશ ડી. વ્યાસ (મહાદેવ)ના નેજા હેઠળ દેવાધીદેવ ભગવાન શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રીના દિવસે સવારે 10 થી 12 દરમ્યાન રજત મઢીત શિવજીના આસુતોષ સ્વપનું ષોડસો પ્રચારે પૂજન, રજમત મઢીત પાલખીનું પુજન અને આરતી કરવામાં આવશે ત્યારબાદ મહાદેવની પાલખી સાથે સતત 39માં વર્ષે આ શિવ શોભાયાત્રા સિઘ્ધનાથ મંદિરથી નીકળશે, આ પાલખી પુજનમાં 11 દંપતીઓ પૂજન કરશે.

પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરવામાં આવશે. સિઘ્ધનાથ મંદિરેથી બપોરે 3-30 વાગ્યે આ શોભાયાત્રા રંગેચંગે નીકળશે જેમાં પિતાંબર પહેરીને જોડાશે, આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, ત્યારબાદ બેડી ગેઇટ, રણજીતરોડ, દિપક ટોકીઝ, ચાંદીબજાર, સેતાવાડ, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર થઇને ભીડભંજન મંદિરે પહોચશે ત્યાં રાત્ર મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે.

કોરોનાની ગાઇડલાઇનને અનુલક્ષીને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શોભાયાત્રાને સફળ બનાવવા કાર્યકરો જહેમત ઉઠાવી રયા છે, તાજેતરમાં મળેલી મિટીંગમાં શહેરમાં શિવ શોભાયાત્રા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ માસિક ધર્મમાં કોઇપણ સ્થળે મહિલાઓને બાકાત રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે:

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ

માસિક ધર્મમાં કોઇપણ સ્થળે મહિલાઓને બાકાત રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે:

કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : અમદાવાદ

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી.

આ ઘટના ગત ફેબ્રુઆરીમાં બની હતી. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે કોઇપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

આ અંગેની જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા ગઇકાલે એટલે સોમવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નિર્દેશ કર્યો હતો.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઇપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ. જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા તેનો પ્રચાર કરવો જોઇએ.

આ ઉપરાંત ટકોર કરતા જણાવ્યું હતું કે, શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ. આપણા સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ અંગે ચર્ચા કરવામાં અચકાય છે.

જેના કારણે કિશોરીઓ કે યુવતીઓ પાસે આ અંગેનું જ્ઞાન મર્યાદિત હોય છે. જોકે, ખંડપીઠે એ પણ કહ્યું હતું કે, આ નિર્દેશો અને અવલોકનો પ્રથમદર્શયની છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતા પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબજ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો અને હિતધારકો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય તે જરૂરી છે.

સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં

0

સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં

દેશદેવી ન્યુઝ નેટવર્ક: સુરત 

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. જો આ લહેર કાબૂમાં નહિ આવે તો કોરોનાની સુનામી આવશે.

ત્યારે ગત 24 કલાકમાં સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પાલિકાના 3 ઈજનેરોને રસી લીધા બાદ કોરોના થયો છે.

સુરમતાં 533 વિસ્તાર માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલની સ્થિતિએ, 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સાથે જ સુરતમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે. પાલિકા દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે. હાલ સુરતના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ છે.

આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર ક્ધટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનું શરૂ કરાયું છે.
સુરતમાં કોરોનો કહેર વકરી રહ્યો છે. રાંદેર અને અઠવા ઝોનમાં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે.

સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી રહી છે. અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે.

કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે વિધાનસભા ગેલેરીમાંથી છલાંગ મારવાની ઉચ્ચારી ધમકી

0

કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે વિધાનસભા ગેલેરીમાંથી છલાંગ મારવાની ઉચ્ચારી ધમકી

દેશદેવી ન્યુઝ નેટવર્ક : ગાંધીનગર

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યે ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ધમકી ઉચ્ચારી છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી હતી.

વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યની ફરિયાદને પગલે ગૃહમાં બેસાડી દીધા હતા. ધારાસભ્ય ઉપરની તરફ પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે.

ગીર સોમનાથના ગીર ગઢડા ગામમાં સિંહની પજવણી કરવી ભારે પડી, 6 આરોપીને આકરી સજા ફટાકરતી અદાલત

ગીર સોમનાથના ગીર ગઢડા ગામમાં સિંહની પજવણી કરવી ભારે પડી, 6 આરોપીને આકરી સજા ફટાકરતી અદાલત

ગીર સોમનાથ: ગીર સોમનાથના ગીર ગઢડામાં વનરાજની પજવણી કરવી છ આરોપીઓને ભારે પડી છે.

કોર્ટે સાતમાંથી છ આરોપીને સજા ફટકારી છે. જ્યારે એક વ્યક્તિનો નિર્દોશ છૂટકારો થયો છે. એક આરોપીને કોર્ટે એક વર્ષની, પાંચ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

મહત્વનું છે કે સિંહના ગેરકાયદે દર્શન માટે મુરઘીને સિંહ સામે રાખી સિંહ એનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા આ નબિરાઓના વીડિયો સામે આવ્યા હતા.
વિગત એવી છે કે, વર્ષ 2018ના મે મહિનાની 19મી તારીખે રાત્રે 1 વાગ્યે અને 10.00 કલાકે આરોપી ઇલ્યાસ અબદ્રેમાનની દીરના સેટલમેન્ટ વિસ્તાર ધ્રુંબકમાં આવેલી જમીનમાં 5 પ્રવાસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ પોતાના હાથમાં મરઘી રાખી અને સિંહણને લલચાવી અને અવારનવાર તેને મરઘીનું પ્રલોભન આપ્યું હતું. આ જઘન્ય ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

આ આરોપીઓ વિરૂદ્ધ વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટે આ કેસમાં આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથ, રવિ પાટડીયા, દિવ્યાંગ ગજ્જર, રથીન પટેલ, હરમડિયાના અબ્બાસ રીંગબ્લોચ, અલ્તાફ હૈદર બ્લોચને 3 વર્ષની સખત કેદની સજા અને આરોપી દીઠ 10,000 રૂપિયાનો દંડ ભરાવો હુકમ કર્યો છે. આ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપી ભોજદે ગેરીને એક વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે.

જ્યારે આરોપી હાસમ સીકંદર કોરેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.