Friday, October 9, 2026
Home Blog Page 404

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી

0

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી

દાંડી માર્ચની વર્ષગાંઠની ઉજવણી અને ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેના ઉપલક્ષ્યમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં, 12 માર્ચ 2021 ના રોજ ‘આઝદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગેસૈનિક સ્કૂલ બાલાચડીએ ભારતીય સ્વતંત્રતા ચળવળ પર એક ઇન્ટરેક્ટિવ સેશનનંા આયોજન કર્યું હતું, જે સામાજિક વિજ્ઞાન વિભાગના અઘ્યક્ષ શ્રી રાઘેશ પીઆર દ્વારા સારી રીતે રજૂ કરાયું હતું.

પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સ્વતંત્રતા ચળવળ વિશે અને આઝાદી પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનતી વિવિધ ઘટનાઓ વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે ક્રિએટિવ લેખન પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દસમા અને બારમાના કુલ 132 કેડેટ્સે પોસ્ટર બનાવીને, સંદેશાઓ દ્વારા શુભેચ્છા આપીને અને સૂત્રો લખીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેનું સંકલન અંગ્રેજી વિભાગના અધ્યાક્ષાશ્રીમતિ સુનિતા કાડેમનીએ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૈનિક સ્કૂલ બાલાચડીના વાઇસ પ્રિન્સિપલ લેફ્ટન્ટ કમાન્ડર મનુ અરોરાએ પોતાના સંબોધનમાંક્રાંતિકારીઓએ આઝાદી પ્રાપ્ત કરવા માટે આપેલા બલિદાનના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતા જાળવવાની નાગરિક તરીકેની તેમની ફરજ વિશે યાદ અપાવી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયામાં મોટી રેલ દુર્ઘટના સહેજ માં ટળી હતી. પેસેન્જર ટ્રેન પસાર થઇ ત્યાંરે જ વિજ વાયર તૂટતા ટ્રેનને રોકી દેવાય હતી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઇ હતી.

0

દેવભૂમિ દ્વારકાના  ભાટિયામાં મોટી રેલ દુર્ઘટના ટળી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક :ભાટીયા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયામાં મોટી રેલ દુર્ઘટના સહેજ માં ટળી હતી. પેસેન્જર ટ્રેન પસાર થઇ ત્યાંરે જ વિજ વાયર તૂટતા ટ્રેનને રોકી દેવાય હતી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભાટીયા હર્ષદ રોડ રેલવે સ્ટેશન ફાટક આગળ ઙૠટઈક નો ગાર્ડ વાયર રેલવેનો કેટનરી વાયર પર તૂટ્યો હતો. ત્યારે જ પેસેન્જર ટ્રેન ત્યાં થી પસાર થઇ હતી અને વાયરો ટ્રેનમાં ફસાયા હતા. જેથી ડ્રાઇવર સમય સુચકતા વાપરીને ટ્રેન રોકી દીધી હતી. જેથી મોટી જાનહાની થતા અટકી હતી.

આ બનાવ ની જાણ જતા રાજકોટ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક રેલ્વે પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રેલવેના ઍન્જીનમાં વાયરો વીટાતા આશરે દોઢ કલાક રેલવે ફાટક બંધ રાખવું પડ્યું હતું જેના કારણે વાહન-વ્યવહારને અસર પહોંચી હતી.

જામનગર મ્યુ.કોર્પો.ના સત્તાધીશોની વરણી મેયરનો તાજ બીનાબેન કોઠારીના શીરે ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કુસુમબેન પંડયા, શાસક પક્ષના નેતા તરીકે કેતન ગોસરાનીની નિમણુંક  સભ્ય માં પુથ્વીરાજસિહ ઝાલા તથા જયરાજસિંહ જાડેજાનો સમાવેશ.

0

જામનગર મ્યુ.કોર્પો.ના સત્તાધીશોની વરણી

મેયરનો તાજ બીનાબેન કોઠારીના શીરે ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા તરીકે નિમણુંક  સભ્ય માં પુથ્વીરાજસિહ ઝાલા તથા જયરાજસિંહ જાડેજાનો સમાવેશ.

દેશ દેવી ન્યુંઝ નેટવર્ક : જામનગર:

જામનગર મહાનગર પાલીકાની ચુંટણી યોજાયા બાદ  ભાજપને જંગી બહુમતી મળતા આજે જામનગર ખાતે જામનગર જીલ્લાના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી દ્વારા મેયર સહીતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે.

જયારે ડેપ્યુટી મેયર તરીકે તપનભાઇ પરમારની નિમણુંક કરાઇ છે.

જયારે જામનગર કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે મનીષ કટારીયા તથા દંડક તરીકે કેતન ગોસરાની અને શાસક પક્ષના નેતા તરીકે કુસુમબેન પંડયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

જામ્યુકો સ્ટેન્ડીંગ કમીટીના 12 સભ્યો
જયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ જોષી, કેશુભાઇ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, કિસનભાઇ માડમ, અરવિંદભાઇ સભાયા, દિવ્યેશભાઇ અકબરી, નિલેશભાઇ કગથરા, ક્રિષ્નાબેન સોઢા, બબીતાબેન લાલવાણી, મનીષભાઇ કટારીયા અને વિનોદભાઇ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે.

ભાટિયામાં મેલી વિદ્યા કરતા હોવાના આક્ષેપ સાથે આહિર મહિલા પર આહિર દંપતિ દ્વારા હુમલો

0

ભાટિયામાં મેલી વિદ્યા કરતા હોવાના આક્ષેપ સાથે આહિર મહિલા પર આહિર દંપતિ દ્વારા હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: ખંભાળીયા

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ભાવનાબેન હરદાસભાઈ પરબતભાઈ કરમુર નામના 39 વર્ષના આહીર મહિલા પર આ જ વિસ્તારમાં રહેતા કેશુભાઈ રામભાઈ ગોજીયા તથા તેમના પત્ની વિજુબહેને બિભત્સ ગાળો કાઢી, લોખંડની પટ્ટી વડે માથાના ભાગે ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપી દંપતીની દીકરીઓ બીમાર રહેતી હોય અને તેણી ઉપર ફરિયાદી ભાવનાબેન કાળી વિદ્યા કરતા હોવાના અવારનવાર આક્ષેપો વચ્ચે ગઈકાલે ગુરુવારે કેશુભાઈ તથા તેમના પત્ની વિજુબેનએ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં મહાશિવરાત્રિએ નિકળી ભવ્યાતિભવ્ય શિવ-શોભાયાત્રા.

0

જામનગરમાં મહાશિવરાત્રિએ નિકળી ભવ્યાતિભવ્ય શિવશોભાયાત્રા

હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે નગરમાં નિકળેલી શિવ શોભાયાત્રા ઉત્સાહભેર સંપન્ન

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી અને શિવભક્ત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રભુસેવાનો લીધો લ્હાવો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે ચાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બપોરે ચાર વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, ચાંદી બજાર, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 22 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની આશુતોષ સ્વરૂપની સુવર્ણ અલંકારોથી સજીત અને રજત મઢિત પાલખીના દર્શન માટે શહેરમાં તમામ સ્થળે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી.

સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે ચાર વાગ્યે શિવ શોભા યાત્રાનો પ્રારંભ થયો હતો. જયાં સાધુ-સંતો-મહંતો તેમજ જામનગર શહેરના રાજકીય આગેવાનો અને શહેરની જુદી-જુદી ધાર્મીક સંસ્થાના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ તકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી અને શિવભકતશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહાદેવની પાલખી ઉંચકી પ્રભુસેવાનો લ્હાવો લીધો હતો. શિવ શોભાયાત્રા નગર ભ્રમણ કરીને રાત્રીના ભીડભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રાના માર્ગ પર જુદા જુદા 72 સ્થળોએ ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરાયું હતું. શોભાયાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિક જગ્યાએ ભગવાન શિવજીની જુદી જુદી ઝાંખીના દર્શન સાથેના ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા.

શિવ શોભાયાત્રામાં ભગવાન શિવજીની પાલખી ઉપરાંત જુદા જુદા 21 થી વધુ ચલીત ફલોટસ જોડવામાં આવ્યા હતા અને શોભાયાત્રામાં જોડાનારા શિવભકતો દ્વારા હર હર મહાદેવના ગગન ભેદી નારાઓ ગજાવવામાં આવ્યા હતા અને ડી.જે. ના તાલે તલવાર રાસ, લેજીંમના દાવ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેને નિહાળવા અને ભગવાન શિવજીની પાલખીના દર્શન કરવા માટે શોભાયાત્રના સમગ્ર રૂટ પર ઠેર ઠેર ભાવીકોની ભીડ જોવા મળી હતી.

મહા શિવરાત્રિના પર્વને અનુલક્ષીને છોટી કાશીના તમામ શિવાલયોમાં પણ ચારેય પ્રહરની મહા આરતી કરવામાં આવી હતી અને રૂદ્રાભિષેક, જલાભિષેક દ્વારા ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરાયું હતું અને છોટી કાશીના તમામ શિવાલયોમાં સમગ્ર દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.

જામનગરમાં રાજયના કૃષિમંત્રીએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી

0

જામનગરમાં રાજયના કૃષિમંત્રીએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી

કોમોર્બીડ 45 થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ
રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ
કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: મંત્રી શ્રી આર.સી.ફળદુ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.

હાલ જામનગર ખાતે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષના કો-મોર્બીડ નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

આ તકે મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, રસી વિશ્વસનીય અને એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, આ રસીની મને કોઈ આડઅસર જોવા મળી નથી.આપણો દેશ રસી ઉત્પાદનમાં અને મેળવવામાં સફળ રહ્યો છે અને આ રસી કોરોના નિયંત્રણ માટે અસરકારક છે એટલા પ્રામાણિત આધારો સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ,કોઈ ભય વગર આ રસી મુકાવી દેશને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપીએ.

આ તકે અન્ન અને નાગરિક રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમખશ્રી વિમલભાઇ કગથરા,જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. શ્રી એસ.એસ.ચેટરજી વગેરે ડોક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણામાં બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે છેતરપીંડી

0

 

મહેસાણામાં બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે છેતરપીંડી

ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ
જોટાણા બેંક ઓફ બરોડાના મેનેજર વિરુધ ફરિયાદ
રૂપિયા એક લાખની એફ ડી કરાવવા ગયેલા નિવૃત્ત શિક્ષક આત્મારામભાઈ પટેલના પૈસા વીમા પોલીસીમાં રોકી દીધા

વીમા પોલીસીનો ટાર્ગેટ પૂરો કરવા ઠગાઈ આચરી હોવાની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: મહેસાણા 

ઘણી વખત બેંકમાં જતા ગ્રાહકો બેંક મેનેજર પર આંધળો વિશ્વાસ મુકીને બેંક મેનેજર દ્વારા આપેલી સલાહને જ સાચી માનીને ગ્રાહકો રોકાણ કરી ડેટા હોય છે.

અને બેંક મેનેજર કે કોઈ એજન્ટો દ્વારા મોટી મોટી સ્કીમોની લાલચ આપીને ટાર્ગેટ પૂરો કરવા ભોળા ગ્રાહકોને છેતરીને એફ ડી કે વીમો ઉતરાવી ડેટા હોય છે.

આવો જ એક કિસ્સો બન્યો છે, મહેસામમાં કે જ્યાં બેંક ઓફ બરોડાના મેનેજરે જ ઇન્ડિયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મી સાથે મળીને વિમાનો ટાર્ગેટ પૂરો કરવા ગ્રાહકોને બાટલીમાં ઉતારી દીધા.

મહેસાણાના જોટાણા તાલુકાના જાકાસણાના નિવૃત્ત શિક્ષક બેંક ઓફ બરોડામાં ગયા એફ ડી કરાવવા અને થઇ ગયું વીમામાં રોકાણ. આ તે કેવી રીતે બન્યું ? એ જાણીને તમને પણ નવાઈ લાગશે.

આ કોઈ સ્કીમ નથી કે, તમે એફ ડી માં રોકાણ કરો અને તમને વીમો પણ મળી જાય. અહી તો જોટાણાના બેંક ઓફ બરોડાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણાની કમાલ છે.

જાકાસણાના નિવૃત્ત શિક્ષક આત્મારામ પટેલ આ બેંકમાં પહોચ્યા એક લાખની એફ.ડી.કરાવવા. જ્યાં મેનેજર હિમાંશુએ એફ ડી ની જગ્યાએ વધુ પૈસાના વળતરની લાલચ આપીને હું કહું ત્યાં રોકાણ કરો એવી લાલચ આપી હતી.

ત્યારે એમની જ ઓફીસ માં ફસ્ટ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણાને બોલાવીને આત્મારામ પટેલની પાસબુક, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર મેળવી લીધો હતો. અને રૂપિયા એક લાખ પણ તેમના ખાતામાંથી ઉપડી ગયા હતા. જેના પંદર દિવસ બાદ આત્મારામ પટેલના ઘરે ઇન્ડિયા ફસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની ગેરંટેડ રીટાયમેન્ટ પ્લાન લીધા અંગેની પોલીસી બુક પહોચતા તેઓ ચોકી ઉઠ્યા હતા. એટલે કે, આત્મારામ ગયા હતા એફ ડી કરાવવા અને મળી ગયો રીટાયડ પ્લાન. અને પાંચ વર્ષ સુધી વાર્ષિક એક લાખ ભરવાના હોવાનું પણ જાણવા મળેલ. જેની તપાસ કરતા બેંક મેનેજર હિમાંશુ અને વીમા કંપનીના કર્મી હિમાંશુ એ મળીને ટાર્ગેટ પુરવો કરવા તેમની સાથે છેતરપીંડી કરી છે.

વધુ તપાસ કરતા એમના જેવા ઘણા લોકો પણ સામે આવ્યા હતા.

ફરિયાદી આત્મારામ પટેલને આ સમગ્ર મામલે જાણ થતા તપાસ કરતા જ બેંક ઓફ બરોડાના જોટાણા શાખાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણા અને ઇન્ડિયા ફસ્ટ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણા બંને એ ભેગા મળીને વીમા કંપનીના ટાર્ગેટ પુરા કરવા આ રીતે કોલો સાથે ઠગાઈ કરતા હતા. અને ઠગાઈની જાણ થતા ફરિયાદી આત્મારામ પટેલ સહીત અન્ય છેતરાયેલા લોકોએ પોતાના પૈસા પરત માંગેલા. અને પોતાના પૈસા પરત નહિ મળતા તેમની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા જ નિવૃત્ત શિક્ષક આત્મારામ પટેલે બેંક ઓફ બરોડાના જોટાણા શાખાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણા અને ઇન્ડીયા ફસ્ટ વીમા કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણા વિરુધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ આપી દીધી છે.

નિવૃત્ત શિક્ષક હોવા છતાં ભણેલા ગણેલા માણસોને પણ આ બેંક મેનેજરે ચૂનો લગાવી દીધો. તે પણ માત્ર ને માત્ર વિશ્વાસમાં ભોળવી લઈને. આત્મારામ કાકા બાપડા ગયા હતા એફ ડી કરાવવા અને વીમો પધરાવી દેતા ઉપરથી દર વર્ષે એક – એક લાખ પાંચ વર્ષ સુધી ભરવાનો પેન્શન પ્લાન પધરાવી દીધો. એટલે જ , કહેવામાં આવે છે કે, કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર કે સમ્ઝ્યા વગર સહી કરવી નહિ, કે કોઈ આપે એ પ્લાન સમઝ્યા વગર લેવો નહિ. કે પછી, કોઈની પર આંધળો વિશ્વાસ તો કદાપી કરવો નહિ.

આ કેસમાં બેંક મેનેજર અને વીમા કંપનીના કર્મી વિરુધ ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમથી દાંડીકૂચને પ્રસ્થાન કરાવશે

0

પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમથી દાંડીકૂચને પ્રસ્થાન કરાવશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

અમદાવાદ : ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે.

આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતની પહોંચ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક કરવા અને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શતાબ્દી સંકલ્પ 2047’ લેવડાવશે.

આગામી એક વર્ષ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, આત્મનિર્ભર ભારત, વિચાર, સિદ્ધિઓ અને ઉકેલ, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી 2.0 જેવી થીમ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાશે.

ગુજરાતમાં આ ઉજવણીને ભવ્ય રીતે મનાવવાના આયોજન રૂપે સમગ્ર રાજ્યમાં 75 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે.

આ હેતુસર સંબંધિત જિલ્લાઓના કલેકટરઓ અને વહિવટીતંત્ર વિવિધ કાર્યક્રમોની ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે.

અમદાવાદના મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં યુવાન પર હુમલો થતા ગુપ્ત ભાગે ગંભીર  ઇજા થતા બનાવ  હત્યામાં પલટાયો.

0

ભાવનગરમાં યુવાન પર હુમલો થતા ગુપ્ત ભાગે ગંભીર  ઇજા થતા બનાવ  હત્યામાં પલટાયો.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-ભાવનગર

ભાવનગરમાં યુવાનની ગુપ્ત ભાગે હુમલો કરી હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખુનનાં આ બનાવની વિગતો એવી છે કે વરતેજમાં શિવરજંની સોસાયટીમાં રહેતો અને છેલ્લા કેટલાક સમયથી મુંબઇમાં કોઇ ગામમાં રહી માટી કામ કરતાં હસમુખભાઇ બાબુભાઇ ડુંગરાળીયા ઉ.3પ ગઇ તા. 7 મીનાં રોજ કોઇ સબંધીને ત્યાં લૌકીક કામે વતન ભાવનગર – વરતેજમાં આવ્યો હતો.

હસમુખભાઇ વરતેજ બસ સ્ટેન્ડ નજીક ઉભો હતો ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેનાં ગુપ્ત ભાગે તેમજ બન્ને સાથળનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટયા હતાં.

ઇજાગ્રસ્ત હસમુખભાઇને બેભાન હાલતે અત્રેની સર ટી-હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નિપજતાં બનાવ ખુનમાં પરીણમ્યો છે.

આ બનાવ અંગે મૃતક યુવાનનાં પિતા બાબુભાઇ લવજીભાઇ ડુંગરાળીયાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની તપાસ વરતેજ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એચ. એ. જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગરના યુવાને આર્થિક સંકડામણથી રાજકોટમાં પીધી ફીનાઇલ.

0

જામનગરના યુવાને આર્થિક સંકડામણથી રાજકોટમાં પીધી ફીનાઇલ.


જામનગરના યુવાનને કરી આત્મહત્યાની કોશિષ કે નાટક.!

જામનગરમાં ફરી માથું ઉંચકતું  ‘વ્યાજકંવાદ’
કોઇનો ભોગ લેવાશે ત્યારે જ પોલીસ જાગશે?
જામનગરના યુવાને રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ફીનાઇલ પી લેતા દાખલ કરાયો

ઇરફાન શેખ નામના શખસે કારખાનુ અને મકાનના કાગળો અને 4 લાખ પડાવી લીધા છતા રપ લાખ માગતા હોવાનો આક્ષેપ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

જામનગરમાં વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારે રાજકોટ શાસ્ત્રીમેદાનમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ જામનગર ખોડીયાર કોલોનીમાં રહેત કારખાનેદાર વિશાલ હેમતભાઇ કણસાગરા (ઉ.ર7) એ રાજકોટ શાસ્ત્રીમેદાનમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિીટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં વિશાલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યાનું ખુલ્યુ છે વિશાલે જામનગર એસ.પી.ને કરેલી અરજીમાં જણાવ્યું છે.

કે, પોતે બ્રાસપાર્ટસનું કારખાનું ધરાવે છે. ધંધામાં ખોટ જતા પોતે મિત્રતાના નાતે ઇરફાન અકીલ ગફુરભાઇ શેખ પાસેથી હાથ ઉછીના પૈસા પિધેલ જે રકમ પોતે પરત ન કરી શકતા પોતે પોતાનું કારખાનુ઼ વેંચીને પૈસા ચુકવવાનું નકકી કરેલ.

બાદ કારખાનાનું વેચાતા તેના આવેલા પૈસામાંથી ઇરફાન શેખને પૈસા આપી દીધેલ છતા વ્યાજના વધુ રપ લાખ માંગી ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રાજુભાઇ સોલંકીએ વિશાલનું નિવેદન નોંધી જામનગર પોલીસને જાણ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.