Friday, October 9, 2026
Home Blog Page 403

હવે જો વૃદ્ધોને ઘરની બહાર કાઢ્યા તો જવું પડશે જેલની અંદર, ગુજરાતના DGPનો આદેશ.

0

વૃદ્ધોને ઘરની બહાર કાઢ્યા તો જવું પડશે જેલની અંદર, ગુજરાતના DGPનો આદેશ.

જાણી લેજો નિર્ણય
દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર.

વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે.

વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે

3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે

ભરણપોષણનો દાવો કરવા પોલીસ કરશે મદદ 

રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને લઇ DGPએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે. અને ભરણપોષણનો દાવો કરવા પોલીસ મદદ કરશે. વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી DGPએ આ નિર્ણય લીધો છે. અને અપનાપન યોજનાની વ્યવસ્થાનો અમલ કરવા સૂચના અપાઇ છે. 

રાત્રી કર્ફ્યુ અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલ

રાત્રી કર્ફ્યુ અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર:

ગુજરાત સહિત ભારતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરફ્ર્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં રાત્રી કર્ફ્યૂને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચોક્કસ સમયે નિર્ણય લેશે પરંતુ આ અંગે કેમેરા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યુ અંગે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં જોવા કતાર મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા લાઈન લગાવી રહ્યા છે.

શહેરમાં ફરી એકવાર 1 દિવસમાં 150 કોરોનાના કેસો નોંધાતા ફરી શહેરીજનો તેમજ તંત્રની ચિંતા વધી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરી તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે છે.

રાજકોટ માં તરુણીને ભગાડી જનાર 70 વર્ષનો ડોસો 30 વર્ષે ઝડપાયો ઝડપાયો, પણ તરૂણી મળી નથી 

રાજકોટ માં તરુણીને ભગાડી જનાર 70 વર્ષનો ડોસો 30 વર્ષે ઝડપાયો ઝડપાયો, પણ તરૂણી મળી નથી 

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ:

રાજકોટ ગ્રામ્ય પોલીસે 30 વર્ષ પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક ડોસાને ઝડપી પાડ્યો છે. આરોપી જ્યારે સગીરાને ભગાડી ગયો હતો ત્યારે તેને ઉંમર 40 વર્ષ હતી. હવે 30 વર્ષ બાદ તેની ધરપકડ થઈ છે એટલે કે હાલ તેની ઉંમર 70 વર્ષ છે. આરોપીને તરુણી થકી બે સંતાન પણ થયા હતા.

પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ તરુણી મળી આવી નથી. આ ઉપરાંત આરોપીએ એવી કેફિયત રજૂ કરી છે કે તરુણી થકી થયેલા બે સંતાનોનાં બીમારીથી મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના સુપેડી ગામેથી વર્ષ 1991ની સાલમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ધીરુભાઈ સોવસીયાને રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા 30 વર્ષ બાદ ઝડપાયેલા આરોપીને ધોરાજી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

1991ની સાલમાં આરોપી ધીરુ સગીરાના માતાપિતા સાથે મજૂરી કામ કરતો હતો. એટલું જ નહીં આરોપી સુપેડી ગામે તેમની બાજુમાં જ રહેતો હતો. આરોપી જ્યારે સગીરાને ભગાડીને લઈ ગયો હતો ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી.

એટલું જ નહીં તે, ત્રણ સંતાનનો પિતા પણ હતો. સગીરાને ભગાડીને તે સુરત પહોંચ્યો હતો.

જ્યાં તરુણી થકી તેને બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. પાંચેક વર્ષ સુધી તરુણી આરોપી સાથે રહી હતી. બાદમાં પોતાના બંને સંતાનોને આરોપી પાસે મૂકીને ક્યાંક જતી રહી હતી.

યુવતી છોડીને જતી રહ્યા બાદ આરોપી ધીરુ ઘણા વર્ષો સુધી સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં રહ્યો હતો. સમગ્ર મામલે ધોરાજી પોલીસમાં આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો.

પોલીસે પણ આરોપી ધીરુને શોધવા તેમજ તરુણીને શોધવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા, છતાં વર્ષો સુધી આરોપી કે તરુણીનો કોઈ પણ પત્તો મળ્યો ન હતો.
આ દરમિયાન રાજકોટ રૂરલ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ તરફથી તપાસ શરુ કરવામાં આવતા આરોપી કોટડા સાંગાણીના બિલેશ્વર મંદિર પાસે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી ધીરુ ત્યાંથી ઝડપાઇ ગયો હતો.

જોકે, ધીરુ જે તરુણીને પોતાની સાથે ભગાડી ગયો હતો તે સાથે જોવા મળી ન હતી.

આ કેસમાં પોલીસે તરુણે ક્યાં છે તેની તપાસ શરૂ કરી છે. આરોપીના રિમાન્ડ બાદ આ કેસમાં નવી વિગતો સામે આવી શકે છે.

સુરતમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતાં બંધ કરેલી હોસ્પિટલમાં ફરી 500 બેડ મૂકાશે

0

સુરતમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતાં બંધ કરેલી હોસ્પિટલમાં ફરી 500 બેડ મૂકાશે

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ માર્ચ ૨૧ શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.પ્રતિદિવસ શહેર સહિત જિલ્લામાં 200 વધુ કેસ સામે આવી રહ્યા છે.જ્યાં પાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.પાલિકા દ્વારા કોરોનાના વધતા કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

જેમાં પ્રતિદિવસ સુરતમાં 14 હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

આગામી દિવસોમાં કોરોનાના કેસો વધવાની શકયતા પાલિકાએ વ્યક્ત કરી છે.જેના પગલે સ્મીમેર હોસ્પિટલમાં બંધ કરાયેલ કોવિડ હોસ્પિટલ ફરી કાર્યરત કરવાની તૈયારી પાલિકાએ કરી છે.

સાથે જ અલગ અલગ સમાજના લોકો દ્વારા અગાઉ શરૂ કરાયેલા કોવિડ સેન્ટરો પણ શરૂ કરવાની તૈયારી રાખવા અંગે સૂચન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.બહારગામ અને ટ્રાવેલન્સ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ મળી રહ્યું છે.

જેના કારણે સુરતમાં કેસોનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.કોરોનાને નાથવામાં સુરતની જનતાનો સાથ સહકાર જરૂરી છે.

જેના વિના કોરોનાને નાથવો શક્ય નથી.પાલિકા દ્વારા સુરતની જનતાને ફરજિયાત માસ્ક,હેન્ડ સેનેટાઇઝર અને સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.

જોકે જે રીતે કેસ વધી રહિયા છે તેમાં પણ વિદેશી સ્ટેન આવિયા બાદ આ સૌથી ઝડપથી ફેલાઈ રહીયો છે તેને લઈને તંત્ર ક્ધટેટ મેન્ટ ઝોન વધરીયા છે

વિદેશ થી આવેલા અને તેના સંપર્કમાં આવેલા લોકો ના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવિયા છે આ ઉપરાંત જે રીતે સતત કેસ વધી રહ્યા છે.

સૌરાષ્ટ્ર માટે 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે.

સૌરાષ્ટ્ર માટે 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ :

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબ જ રાહતના સમાચાર છે આગામી 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે જેમાં વેરાવળ – અમરેલી, ભાવનગર – સુરેન્દ્રનગર અને ભાવનગર – મહુવા – ભાવનગર ટ્રેન શરૂ કરાશે

આ ત્રણેય વિશેષ ટ્રેનોનું ભાડુ મેઇલ-એકસપ્રેસ ટ્રેનની અનરીઝર્વેટ ટિકિટ જેટલું રહેશે. યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા તા.18મી થી ટ્રેન નંબર 09291 તથા 09292 વેરાવળ – અમરેલી – વેરાવળ દૈનિક વિશેષ (મીટર ગેજ) ટ્રેન શરૂ થનાર છે.
જેમાં વેરાવળ – અમરેલી દૈનિક વિશેષ ટ્રેન દરરોજ વેરાવળથી સવારે 9-45 વાગ્યે ઉપડશે અને બપોરે 2-50 વાગ્યે અમરેલી પહોંચશે.

તેમજ અમરેલીથી દરરોજ સવારે 8-45 વાગ્યે ઉપડશે અને બપોરે 1-45 વાગ્યે વેરાવળ પહોંચનાર છે. આ ટ્રેનો બન્ને દિશામાં સવની, તલાલા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસીયા નેસ, સતાધાર, વિસાવદર, જેતલવાડ, ભાદર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશનો પર રોકાણ કરશે.

આ ઉપરાંત ભાવનગર ડિવીઝન પર ત્રણ જોડી (અપ-ડાઉન) નવી પેસેન્જર ટ્રેનો દોડશે આ વિશેષ પેસેન્જર ટ્રેનોનું ભાડુ મેઇલ તથા એકસ-ેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ જેટલું રહેનાર છે. તા.18 ને ગુરૂવારથી શરૂ થનાર ત્રણ ટ્રેનોમાં (1) ટ્રેન નં. 09572 ભાવનગર – સુરેન્દ્રનગર દરરોજ 8-35 વાગ્યે ઉપડશે અને 12-35 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે.

તેમજ (2) ટ્રેન નંબર 9503 સુરેન્દ્રનગર – ભાવનગર દૈનિક વિશેષ સુરેન્દ્રનગરથી દરરોજ બપોરે 4-10 વાગ્યે ઉપડશે અને રાત્રીના 8-25 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

તથા (3) ટ્રેન નંબર 09525 તથા 09526 ભાવનગર – મહુવા – ભાવનગર દૈનિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 9-30 વાગ્યે ઉપડશે અને 2-10 વાગ્યે મહુવા પહોંચશે.

ખંભાળિયા નગરપાલિકાના નવા સત્તાધીશોની વરણી

0

ખંભાળિયા નગરપાલિકાના નવા સત્તાધીશોની વરણી

ભાવનાબેન પરમાર બન્યા નવા પ્રમુખ : ઉપપ્રમુખ તરીકે જગુભાઈ રાયચુરા ચૂંટાયા: કારોબારી કમિટીની જવાબદારી હિનાબેન આચાર્યને: શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા

‘
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 28 પૈકી 26 સભ્યો ભાજપના અને કોંગ્રેસ તથા બસપાના એક-એક સભ્ય ચૂંટાયા છે.

આગામી પાંચ વર્ષ માટે ચૂંટાયેલા આ સભ્યોમાં આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટેના પ્રમુખ- ઉપપ્રમુખ પદની ચુંટણી આજરોજ સોમવારે સવારે અગીયાર વાગ્યે યોજાઇ હતી.

ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા કે જેનો મુખ્ય એજન્ડા નવા પ્રમુખ- ઉપપ્રમુખની વરણી સાથેનો હતો, આ બેઠક ખંભાળિયા નગરપાલિકાના સભાગૃહ ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં નવા ચૂંટાયેલા તમામ 28 સભ્યો હાજર રહ્યા હતા.

ખંભાળિયા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શેખ ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે ભાજપના ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના નામની દરખાસ્ત વોર્ડ નંબર 6ના સભ્ય વિજયભાઈ નારણભાઇ કણજારીયાએ મૂકી હતી. જેને મુક્તાબેન કિશોરભાઈ નકુમે ટેકો આપ્યો હતો.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના સિનિયર સભ્ય રમેશભાઈ સુંદરજીભાઈ રાયચુરા (જગુભાઈ રાયચુરા) ના નામની દરખાસ્ત હિતેશભાઈ ગોકાણીએ મૂકી હતી. જેને રશ્મિબેન જયેશભાઈ ગોકાણીએ ટેકો આપ્યો હતો.

આમ, પાલિકાના પ્રમુખ તરીકે ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ (જગુભાઈ) રાયચુરાની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.

આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર સાતના સદસ્યા હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના નામની જાહેરાત કરાઇ હતી. આ સાથે શાસક પક્ષના નેતા તરીકે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ઘઘડા તથા દંડક તરીકે સોનલબેન નાથુભાઈ વાનરીયાની વરણી પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી.

આમ, એકંદર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી આ પ્રથમ સામાન્ય સભામાં મીટીંગ અંગેની કામગીરી કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસે કરી હતી. આ સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની નિમણુંક અંગેની વ્હિપ જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા સીલબંધ કવરમાં લાવવામાં આવી હતી. જેને જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાએ પ્રત્યેક સભ્યને આપી, અને આ વ્હીપની બજવણી કરી હતી.

પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વિધિ સંપન્ન થતા આ નવા સુકાનીઓ તથા હોદ્દેદારોની વિજય સરઘસ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, સહિતના હોદ્દેદારો પ્રારંભથી જ સાથે જોડાયા હતા. આ સમગ્ર ચૂંટણી દિવસ દરમ્યાન અહીંના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જામ્યુકો’ની કચેરીઓમાં મેયરનું સરપ્રાઇઝ ચેકિંગ!

0

‘જામ્યુકો’ની કચેરીઓમાં મેયરનું સરપ્રાઇઝ ચેકિંગ!

જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની ગત સપ્તાહે વરણી કરવામાં આવી હતી,

જેમાં બીનાબેન કોઠારીની મેયર તરીકે વરણી થઇ હતી, હવે મેયર બીનાબેને પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ એકશનમાં આવી ગયા છે.

સોમવારે સવારે જામ્યુકોની વિવિધ કચેરીઓમાં મેયરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન મેયરે કચેરી અને કર્મચારીઓના કામનું નિરિક્ષણ કર્યુ હતું અને તેમને લગતા સૂચનો આપ્યા હતા.

અમેરિકામાં પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

0

અમેરિકામાં પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક સુરત:

અમેરિકા માં કાયમી સ્થાયી થયેલા ભરથાણાના પટેલ દંપતિ પર એક અઠવાડિયા પહેલાં વિદેશ નાગરિકે ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પત્નીનું મોત થયું છે. પેટમાં ગોળી વાગ્યા બાદ પણ પતિને બચાવવા માટે ખેંચીને રસોડામાં ગઇ હતી. તેમછતાં હત્યાઓએ પતિના રૂમમાં ગોળી મારી હતી, જે આરપાર થઇ ગઇ હતી.

પત્ની જમીન પર ઢળી પડતાં ગોળી વાગી હોવાની ખબર પડી છે. દિલીપભાઇના ભરથાણાના મિત્ર મોહનભાઇ છીમકાભાઇ જે હાલ અમેરિકા માં છે તેમણે 5 માર્ચ શુક્રવારનીર આત્રે હત્યારા હકીમ ઇવાન પોતાના મિત્રોને લઇને મોટલના રૂમમાં રોકાયા હતા.
કોરોના મહામારીના કારણે અમેરિકામાં એક રૂમમાં એક જ વ્યક્તિને રહેવાની છૂટ છે. હકીમ ઇવાન પોતાના બંને મિત્રો સાથે રહેવાની જીદ કરી રહ્યો હતો.

દિલીપભાઇની પત્ની ઉષાબેનએ ઇન્ટરકોમ પર વાત કરીને રિસેપ્શન પર બોલાવ્યા તો હકીમ ઇવાન ઝઘડો કરવાનું શરૂ કર્યું. એક હત્યારાએ રિવોલ્વર વડે ઉષાબેનના પેટમાં ગોળી મારી હતી. ગોળી વાગ્યા બાદ ઉષાબેન પતિને ખેંચીને કિચન તરફ લઇ ગઇ.

ફાયરિંગની ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિવારજનો અને સંબંધીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા તેમના સંબંધી દ્વારા આ જાણકારી મળી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર છેલ્લા કેટલાય સમયથી ગોળીબારીની ઘટનાઓ સામે આવી છે.

દ્વારકાના દરિયામાં ફિશીંગ બોટમાં લાગી આગ : સાત માછીમારોનો બચાવ.

0

દ્વારકાના દરિયામાં ફિશીંગ બોટમાં લાગી આગ : સાત માછીમારોનો બચાવ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા :

દ્વારકાના નાવદ્રા બંદરથી આશરે 37 નોટીકલ માઈલ દુર હરસિધ્ધી નામની માછીમારી બોટ સાત ખલાસી સાથે માછીમારી કરવા દરિયા અંદર ગઈ હતી. અને તા.11.03.21ના રોજ અચાનક માછીમારી કરતા બોટમાં આગ લાગી હતી. વધારે પવન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

તે દરમિયાન સાંજે લગભગ 18.30 કલાકે ભારતીય તટરક્ષક દળના જહાજ રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, સાત ક્રૂ સાથેની ઈંઋઇ હરસિદ્ધિ બોટમાં આગ લાગી છે.

તેથી ઈંઈૠજ રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યા શોધ કરી અને તમામ સહાય પૂરી પાડવાના હેતુથી રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું.

અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી ઈંઋઇ ગાત્રાળ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તમામ સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, આગ ભયંકર સ્વરૂપ હોવાથી, હોડીને બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી. હોડીના એન્જીન રૂમમાં આગ લાગી હતી અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી બોટને બચાવી શકાઈ ન હતી.

સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન દ્વારા આજરોજ તા.12.03.21ના રોજ અંદાજે બપોરે ત્રણ કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના અડ્ડાઓ પર પોલીસની તવાઇ: 20ની ધરપકડ.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના અડ્ડાઓ પર પોલીસની તવાઇ: 20ની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: ખંભાળિયા :

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે સ્થાનિક પોલીસ સ્ટાફના કોન્સ. મનીષભા કેર તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા માંડણભા ડુડાભા સુમણીયા, રાજેશ પોલાભાઈ સોલંકી, ભીમજી કાનજીભાઈ સીણોજીયા નામ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,110/ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાણવડથી આશરે નવ કિલોમીટર દૂર ત્રણ પાટિયા વિસ્તારમાં વરલી મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા શિવા ગામના વિનોદ ભગવાનજીભાઈ સિસોદિયા નામના ત્રીસ વર્ષના આહીર યુવાનને પોલીસે રૂપિયા દસ હજારના એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 11,550/- ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી હિરેન આત્મારામભાઈ ગોંડલીયા નામના બાવાજી શખ્સને વરલી નો જુગાર રમતા રૂપિયા 3,250 રોકડા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11,250/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભાણવડના ત્રણ પાટીયા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે આઝાદનગર ખાતે રહેતા અને વાણંદ કામ કરતા વિપુલ હસમુખભાઈ જોટંગીયા નામના 39 વર્ષના યુવાનને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ, મોબાઇલ સહીત કુલ રૂ. 11,150 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દ્વારકાની એક હોટલ પાસેથી સ્થાનિક પોલીસે આદમખાન જમાલખાન પઠાણ અને સુરેશભાઈ પ્રાણજીવનભાઈ પોપટ નામના બે શખ્સોને ચલણી નોટના નંબર વડે એકી- બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 1,720/- નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

દ્વારકાના રેતવા પાડો વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે માલીબેન હીરાભાઈ માંગલીયા, જમુબેન પાલાભાઈ માંગલીયા, દેવીબેન ઘેલાભાઈ કારાણી, માયાબેન હેમતભાઈ કાપડી અને પાલાભાઇ વેજાભાઈ માંગલિયા નામના પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ, કુલ રૂપિયા 1,480 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે એક મંદિર પાસેથી સ્થાનિક પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા જીવીબેન નરશીભાઇ લોઢારીયા, વાલુબેન છગનભાઈ સોલંકી, શાંતુબેન ખીમજીભાઈ મોતીવરસ અને ગીતાબેન ભાવસંગભા માણેક નામના ચાર મહિલાઓને ઝડપી લઈ, કુલ રૂપિયા 2,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયા શહેરમાં એક શાળાની પાછળ ભર બપોરે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દેવા ઘેલાભાઈ ચૌહાણ, જયેશ નાથાભાઈ ચૌહાણ, સંજય અશોકભાઈ ત્રિવેદી અને રામજી ભુજાભાઈ રોસીયા નામના ચાર શખ્સો રૂપિયા 2,100ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.