Friday, October 9, 2026
Home Blog Page 402

હાર્દિક પટેલની રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સાથે સૂચક મુલાકાત

0

હાર્દિક પટેલની રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સાથે સૂચક મુલાકાત

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અત્યારે રાજસ્થાનની મુલાકાતે છે.

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને ગુજરાત જવાની મંજૂરી આપ્યા પછી તેણે રાજસ્થાનથી પોતાના પ્રવાસની શરૂઆત કરી છે.

હાર્દિક પટેલે રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સાથે મુલાકાત કરી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી.

અશોક ગેહલોત સાથેની મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસમાં ગેહલોતની એન્ટ્રીની વાત વચ્ચે હાર્દિકની ગેહલોત સાથે મુલાકાત થઈ હોવાથી તેને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.

ગુજરાતની એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી શકી નથી. એટલું જ નહીં, તાલુકા અને નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આવી જ હાલત કોર્પોરેશનોમાં પણ કોંગ્રેસની થઈ ગઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી પરાજય પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું છે. તેમજ ફરીથી અશોક ગેહલોતને ગુજરાતમાં ઉતારવામાં આવે તેવી ચર્ચાઓએ ચૂંટણી પછી જોર પકડ્યું છે. ત્યારે હાર્દિક પટેલની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા.

હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.

એરફોર્સનું ફાઈટર જેટ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ. ગુપ્તાનું મોત

0

એરફોર્સનું ફાઈટર જેટ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ. ગુપ્તાનું મોત

દેશ દેવી ન્યુઝ ૧૮ માર્ચ ૨૦૨૧ નવી દિલ્હી: એક ફાઈટર જેટ મિગ-21 ક્રેશ થયાના અહેવાલ છે. એરફોર્સ અનુસાર આ વિમાન મધ્ય ભારતમાં એક એરબેસ પર ક્રેશ થયું છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાનું મોત થયું છે. આ અકસ્માત ક્યાર કારણોસર થયો છે તેની તપાસ માટે કોર્ટ ઓફ ઇનક્વાયરીની રચના કરવામાં આવી છે.

વાયુસેનાએ નિવેદન બહાર પાડીને કહ્યું કે, આજે સવારે સેન્ટ્રલ ઇન્ડિયામાં એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે રવાના થવા દરમિયાન મિગ-21 વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થયા છે.

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું, ‘આ દુખદ દુર્ઘઠનામાં ભારતીય વાયુસેનાનએ પોતાના ગેપ્ટન એ. ગુપ્તાને ગુમાવ્યા છે.

ભારતીય વાયુસેના પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને દુખના આ સમયમાં પરિવારના સભ્યો સાથે મજબૂતીથી ઉભી છે. દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન: કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશે

0

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન: કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશે

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશેવડાપ્રધાને વધુમાં કહ્યું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ગામોમાં ફેલાયેલા કોરોનાને રોકવો મુશ્કેલ છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 17.નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનપર બુધવારે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જનતાને પેનિક મોડમાં નથી લાવવા પરંતુ કોરોનાની વેવને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે, દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. વડાપ્રધાને કહ્યું કે જો કોરોનાના આ વેવને અહીં રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ગામોમાં ફેલાયેલા કોરોનાને રોકવો મુશ્કેલ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જોઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા 10 ટકા સુધી પહોંચ્યા છે. તે બિલકુલ થવું ન જોઈએ. દેશમાં આપણે લોકો સરેરાશ 30 લાખ વેક્સીન ડોઝ આપી રહ્યા છે. એવામાં આ ઝડપથી વધવાનું છે અને વેક્સીનના બગાડને રોકવો પડશે.

મોદીએ આ ઉપરાંત કહ્યું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જોઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. છઝ-ઙઈછ ટેસ્ટની સંખ્યા 70 ટકાથી ઉપર લાવવી જોઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

ઙખની બેઠકમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ચીફ સેક્રેટરી ઉપસ્થિત છે. બીજી તરફ, છત્તીસગઢ તરફથી રાજ્યના સ્વાસ્ય્ખ મંત્રી ટીએસ સિંહ દેવ ઉપસ્થિત છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઈજ્ઞદશમ સ્થિતિ અને રસીકરણ પર પીએમ મોદીની સાથેની બેઠકમાં સામેલ નથી થયા. વડાપ્રધાનની બેઠક દરમિયાન તેઓ આસામ સ્થિત સિલપથાર વિધાનસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા હતા.

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં હિસ્સો નથી લઈ રહ્યા. તેઓ આસામના હિજાઈમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે.

સુરતમાં કોરોનાનો સપાટો: આજથી શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ. જો સાવચેતી નહી રાખવામાં આવે તો માઠા પરીણામ ભોગવવા પડશે.

0

સુરતમાં કોરોનાનો સપાટો: આજથી શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ.

સ્કૂલ, કોલેજો અને ક્લાસીસ સુપર સ્પ્રેડર બન્યા, તંત્ર તરફથી સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ્સ પણ બંધ કરાવા આદેશ કરાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭ મે ૨૧ સુરતમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને તંત્ર દ્વારા અનેક આદેશ કરવામાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બની ગયેલી શાળા, કોલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષક સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે. આથી જ તંત્ર દ્વારા આજથી આ તમામને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પહેલાની જેમ ઑનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે.

શાળા-કોલેજો ઉપરાંત તંત્રએ ગઈકાલે સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી. કાપડ માર્કેટમાં વેપારીઓ અને માર્કેટ વિભાગને પણ વિવિધ આદેશ કરાયા હતા. તેની સાથે સાથે બાગ-બગીચા, સ્વિમિંગ પૂલ અને મનપાનું પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવામાં આવ્યું છે.

તંત્રના આદેશ પ્રમાણે હાલ જે શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે ત્યાં કોરોના ગાઇડલાઇને અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા ચાલુ રાખવા દેવામાં આવશે. બાકી તમામ શાળા, કોલેજ અને ક્લાસીસ ઓનલાઈન ચલાવવા આદેશ કરવામાં આવ્યા છે. સાથે સાથે આજથી કોરોનાને લઇને રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ લગાવવામાં આવશે.

સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરી ગઝનવીને બિરદાવનાર યુટ્યુબર હરિયાણાથી ઝડપાયો

સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરી ગઝનવીને બિરદાવનાર યુટ્યુબર હરિયાણાથી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ગીરસોમનાથ
ગીર સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાનો એેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો. જેમાં એક વિધર્મી જણાતો યુવક સોમનાથના ઇતિહાસ અંગે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ બોલી રહ્યો હતો. આ વ્યક્તિ સામે સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.

મંગળવારે પોલીસ તપાસમાં આ યુવાનનું નામ ઇર્ષાદ રશીદ હોવાનું સામે આવ્યું હતું. આજે, બુધવારે આ યુવાનને હરિયાણાના પાણીપત નજીકથી ઝડપી પાડ્યો છે. આ યુવાનને ગીર સોમનાથ પોલીસે આજે સવારે છ વાગે ઝડપી પાડ્યો છે. તેને લઇને પોલીસ દિલ્હી પહોંચી છે.

આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી ’જમાતે આદિલા હિંદ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. તેના મોટી સંખ્યામાં ફોલોવર્સ પણ છે.

ગઝનવીને બિરદાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા આ યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આ યુટ્યુબરે અન્ય એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે માફી માંગતો દેખાય છે. આ વીડિયોમા તે જણાવે છે કે, હું 4 મે 2019માં ગુજરાતના સોમનાથમાં ફરવા ગયો હતો. ત્યાં અમે નાનો વીડિયો શૂટ કર્યો હતો

જેમાં માત્ર સોમનાથની પ્રસંશા કરવાનો પ્રયત્ન હતો. તો પણ આ વીડિયોથી કોઇપણ ભારતવાસીને કે ગુજરાતીભાઇઓની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગુ છું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ બુધવાર એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 22 સભ્યની સંખ્યા ધરાવતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં બહુમતી 12 સભ્યો ભાજપના હોવાથી અંતિમ ઘડીના કોઈ નોંધપાત્ર સખડ- ડખડ વગર ભાજપના આગામી અઢી વર્ષના નવા સુકાની તરીકે રાજીબેન મોરીને પ્રમુખ અને રિદ્ધિબા જાડેજાને ઉપ-પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ સવારે 11 વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાના અઘ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા અને ચૂંટણી અધિકારીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી નવા હોદ્દેદારોની આ ચૂંટણીમાં નવા વરાયેલા તમામ 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પૂર્વે બન્ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોતાના આગામી ઉમેદવારો અંગેના ફોર્મ ગઈકાલે મંગળવારે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની આગામી બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા અનામત હોવાથી અને તાજેતરની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર એવા ભાણવડની સણખલા બેઠક ઉપર વિજેતા બનેલા ભાજપના રાજીબેન વીરાભાઈ મોરી બિન હરીફ પ્રમુખ બની રહ્યા હતા. આ સાથે ગઈકાલે ભાજપ તરફે તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજાના પુત્રવધુ અને વર્તમાન સમસ્યા રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાનું નામ ઉપપ્રમુખ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફે વેજીબેન એભાભાઈ કરમુરનું ફોર્મ આવ્યું હતું.

આજની આ ચૂંટણીમાં બહુમતી મેળવી ભાજપના રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આમ, એકંદરે શાંતિપૂર્ણ તથા કોઈ પણ વિવાદ વગર સંપન્ન થઈ ગયેલી આ સમગ્ર ચૂંટણી કાર્યવાહીની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સંપન્ન થયા બાદ અધિકારીઓ તથા ઉપસ્થિતોએ વિજેતાઓને અભિનંદન સાથે આગામી સમયમાં તેઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ દ્વારા પણ મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી આગામી સમયમાં કરવામાં આવશે.

ભાણવડ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના વિશાળ જથ્થા સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

0

ભાણવડ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના વિશાળ જથ્થા સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાધન નશીલા પદાર્થોના સેવન તરફ વળી રહ્યા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે અહીંના જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના સમગ્ર પોલીસ તંત્રને કડક પગલા સાથે કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

જેના અનુસંધાને જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હરકતમાં આવી અને જરૂરી કામગીરી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે તે માટે એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મંગળવારે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગર તથા નિલેશભાઈ કારેણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના ત્રણ પાટિયા રોડ ઉપર આવેલા એક બસ સ્ટેન્ડ પાસે રહેલા મૂળ ભાણવડના રહીશ અને હાલ મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ખાતે રહેતા તથા કાપડનો ધંધો કરતાં મહંમદહુશેન અલી રિંડાણી નામના 54 વર્ષના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં પોપટ બનેલા આરોપી મહમદહુશેનએ પોતાની પાસે રહેલું એમ.ડી. ડ્રગ્સ પોલીસે કાઢી આપતાં પોલીસે 124.5 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 12,45,000 ની કિંમતના એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન રૂપિયા 750 રોકડા, ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની નાની – મોટી કોથળી, પાન મસાલા, વિગેરે મળી કુલ રૂપિયા 12 લાખ 51 હજાર 358 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ વિધિવત્ રીતે ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ પ્રકરણમાં થાણે વિસ્તારના નાલાસોપારાના રહીશ મુન્નાભાઈના માણસ સંતોષ તથા જામનગરના રહીશ અને ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા સિરાજ નામના બે શખ્સોના નામ પણ મદદગારી સબબ ખુલ્યા છે. જેને હાલ પોલીસે ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા આ શખ્સની વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.ડી. પરમારની ફરિયાદ પરથી એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓના સપ્લાય માટે આવી ચૂકેલો મહમદહુશેન પોતે પણ નશીલા માદક દ્રવ્યોના સેવનનો બંધાણી છે. એમ.ડી. ડ્રગ્સના બંધાણી પાન મસાલાની પડીકીમાં આ ડ્રગ્સ ભેળવીને લેતા હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જીના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, મહમદભાઈ બ્લોચ, અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, અરશીભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સુરેશભાઈ ગઢવી, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી, કિશોરભાઈ ડાંગર તથા રાકેશભાઈ સિધ્ધપુરા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના રાજમાર્ગ પર ભિખારી નો અડીંગો. નવયુક્ત મેયરને શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવાની તાતી જરૂર.

0

જામનગરના રાજમાર્ગ પર ભિખારી નો અડીંગો.

નવયુક્ત મેયરને શહેરમાં સરપ્રાઈઝ ચેકીગ કરવાની તાતી જરૂર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર.

જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગ પર ભિખારી નો કબ્જો.

તંત્ર પાસે ફુરસત નથી.!

જામનગર શહેરના મુખ્ય માર્ગ જેવા કે પ્રદર્શન ગ્રાઉન્ડ જજ બંગલાની સામે,પંડિત નહેરુ માર્ગ ડીકેવી સર્કલ , ભીંડ ભજન રોડ, ત્રણબત્તી, ટાઉન હોલ સર્કલ,લાખોટા તળાવ એસટી ડેપો સાત રસ્તા જાડા ની સામે, જી.જી.હોસ્પિટલની સામે હનુમાન ગેઇટની પાછળ , પવન ચક્કી જેવા રાજમાર્ગ પર ભીખારીઓ ના કબ્જા હોય તેવું લાગી રહ્યું છે.

જામનગરની સુંદરતાને બાનમાં લઇ લીધી હોય તેવું ચિત્ર વર્તાય રહ્યું છે.

ખાસ કરીને આયુર્વેદિક યુનિવર્સિટી ની આજુબાજુ જે ભિખારીઓ રોડ પર અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે તેના કારણે જામનગરની સુંદરતાની સાથોસાથ ઈમેજ પણ ખરાબ કરે છે આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ફોરેનર્સ આ ભિખારીઓને પાંચ રૂપિયા નું  બિસ્કીટ નું પેકેટ આપી સેલ્ફી લઇ પોતાના દેશ માં શેર કરે છે તેમાં એમ પણ લખે છે કે ગુજરાતના જામનગર માં બહુ ગરીબી છે.

આવા ભિક્ષુકો ના કારણે જામનગર ની છબી ખરડાઇ રહી છે.

શહેરના જાહેર રાજમાર્ગ પર સવારથી સાંજ સુધી ગાદલા ગોદળા ધોડીયુ ચુલા જેવી ધર-વખરી લઈને મહિનાઓ સુધી પડયા રહે છે છતાં તંત્રના ધ્યાને ન આવે તે બહુ ગંભીર બાબત કહેવાય ધનવંતરી ગ્રાઉન્ડ ની દીવાલે છેલ્લા કેટલાક સમયથી ભિખારીઓ એ અડીંગો જમાવીનેે ગંદકી ના ગઢ કરી જામનગરની સુંદરતા છીનવી રહ્યા છે.

છતા મનપાના આંખે પાટા છે. કે હમદર્દી. !

મ્યું. કમિશ્મર દિવસમાં ચાર વખત આ રોડ પરથી પસાર થાય છે પણ તેને રસ નથી.! હાલ તો જામનગરમાં ભિખારી રાજ હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા શહેરમાંથી ભિખારી નો કાયમી નિકાલ કરશે કે કેમ.! તે જોવાનું  રહ્યુંં

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓડિયો વાયરલ ગાળો ભણતા PSI સહિત 8 PSIની સામૂહિક બદલી.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓડિયો વાયરલ ગાળો ભણતા પીએસઆઈ સહિત આઠ પોલીસ સબ ઈન્સ.ની સામૂહિક બદલી.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક એક પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ પી.એસ.ઓ સાથે ટેલિફોનિક વાતચીતમાં પરેડમાં ગયેલ જમાદારને પરત ફરવા બાબતે ફોન ઉપર ગાળો કાઢતા અને વાતચીતનું રેકોર્ડિંગ આ અંગેનો અહેવાલ દેશ દેવી ન્યુઝ તારીખ 10 ના રોજ પ્રસિદ્ધ થયા બાદ દ્વારકા પોલીસ અધિક્ષકે તાત્કાલિક અસરથી ગાળો ભાંડનાર PSl સહિત આઠ ની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીઓના ઓર્ડર ગઈકાલે સોમવારે થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ સોમવારે જારી કરેલા આ સામુહિક ઓર્ડરમાં ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા એમ.ડી. મકવાણાની બદલી ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં, ઓખાના આર.એમ. મુંધવાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં, ભાણવડના જે.જી. સોલંકીને અહીંની રીડર શાખામાં, વાડીનાર મરીનના એ.આઇ. ચૌધરીને દ્વારકા, ભાટિયા આઉટ પોસ્ટના એન.એચ. જોશીને ભાણવડ, અહીંના મહિલા પોલીસ મથકના કે.એન. ઠાકરીયાને વાડીનાર મરીન, દ્વારકાના આર.એન. નોયડાને ભાણવડ તથા સલાયા મરીન પોલીસ મથકના પી.ડી. વાંદાને ભાટીયા આઉટ પોસ્ટ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓના નામની જાહેરાત:

0

જામનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓના નામની જાહેરાત

આવતીકાલે સત્તાવાર વરણી: પ્રમુખ તરીકે ધરશી ચનિયારા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન પરમારની વરણી, ભરત બોસદિયા કારોબારી અઘ્યક્ષ, લગધીરસિંહ જાડેજા શાસકપક્ષ નેતા

જામનગર: જામનગર જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપને 24માંથી 18 બેઠકો મળતા સત્તાના સુત્રો ભાજપ સંભાળશે. જેના સત્તાધીશોના નામની આજે જાહેરાત કરીદેવામાં આવી છે. જો કે, સત્તાવાર વરણી આવતીકાલે કરવામાં આવશે.

જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમસિંહ ચિનયારા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન પરમારની વરણી કરવામાં આવી છે જયારે લગધીરસિંહ જાડેજા શાસકપક્ષ નેતા બન્યા છે.

આવતીકાલ તા.17ના રોજ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા સેવા સદન ખાતે 11 વાગ્યે યોજાનાર છે જેમાં નવા વરણી પામેલ પદાધિકારીઓને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.