Friday, October 9, 2026
Home Blog Page 401

જામનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં જોડાવા માટે જીવદયાપ્રેમીઓને આહવાન.

0

જામનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં જોડાવા માટે જીવદયાપ્રેમીઓને આહવાન.

જામનગર.

અબોલ પશુ પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અટકાવવા/નિવારવા માટે જામનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના કરવામાં આવનાર છે.

સોસાયટીની રચનામાં પ્રાણીઓ ઉપર વધતા જતા શોષણ અટકાવવા જેવા કે અસહ્ય ભારનું વહન, ગેરકાયદેસર રીતે પશુઓનું થતું પરિવહન/ હેરફેર અને વ્યાપાર, ઘવાયેલા/માંદા પશુ-પ્રાણીઓની સેવા- સુશ્રુષા જેવા ઉમદા હેતુ સાથે સંકળાયેલા છે.

આ અન્વયે જે વ્યક્તિ જીવદયાનીપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને જેના નામે ગુનાહિત ઈતિહાસ ન હોય તેવા વ્યક્તિઓ આ સોસાયટીના સભ્ય બની શકે છે.

આ ઉમદા હેતુને ધ્યાને લઇ કલેક્ટરશ્રીની સુચના અનુસાર સોસાયટીની રચના માટે સામાન્ય સભ્યો તથા આજીવન સભ્યોની નોંધણી સહ ઉમેરવાની કામગીરી કરવામાં આવશે, જેમાં કાયમી સભ્યપદ (પેટ્રન)ની નોંધણી ફી રૂ.1000/- અને સામાન્ય સભ્યની નોંધણી ફી રૂ.100/-ની રહેશે તેમજ સામાન્ય સભ્યની મુદત 01 (એક) વર્ષની રહેશે.

સભ્યોની નોંધણી બાદ સોસાયટીના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.

આ સોસાયટીનું સભ્યપદ સ્વેચ્છાએ મેળવવા ઇચ્છતા લોકોએ સ્વ-હસ્તાક્ષરમાં અરજી કરી નાયબ પશુપાલન નિયામકશ્રી કચેરી, પશુપાલન શાખા, છઠ્ઠો માળ, જીલ્લા પંચાયત ભવન, જામનગરના સરનામે 10- દિવસમાં મોકલી આપવાની રહેશે. અરજીમાં પૂરું નામ, રહેઠાણનું સરનામું (સંપર્ક નંબર તથા ઇમેલ એડ્રેસ સાથે), કાયમી સરનામું, જન્મતારીખ, રાષ્ટ્રીયતા, સામાજિક મોભો, કોઈ સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકળાયેલા હોય તો તેનું નામ-સરનામું, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ હોય તો તેની વિગત, અન્ય આનુસંગિક માહિતી ફોર્મ સાથે બીડવાની રહેશે. સાથે જ કબૂલાતનામું, જેમાં હું કબૂલ કરું છું કે, મારા નામે કોઈ ગુનો નોંધાયેલ નથી.

તે રજુ કરી અરજી સાથે સભ્ય ફીની રકમ રોકડમાં ભરવાની રહેશે તેમ અધ્યક્ષ અને કલેક્ટરશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજયના કોર્પોરેટરોને મુખ્યમંત્રીની કડક સૂચના: કોન્ટ્રાક્ટગીરી કરશો તો રાજીનામુ લેતા નહિ અચકાઉં

0

રાજયના કોર્પોરેટરોને મુખ્યમંત્રીની કડક સૂચના: કોન્ટ્રાક્ટગીરી કરશો તો રાજીનામુ લેતા નહિ અચકાઉં

ગાંધીનગર :અમદાવાદ મહાનગરપાલિકામાં 160 કોર્પોરેટરો સાથે સત્તા મેળવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને પ્રમાણિકતાના પાઠ ભણાવ્યા.

ગાંધીનગરના ખાનગી ફાર્મમાં ભાજપના નવા કોર્પોરેટરોની ગઈકાલે મળેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી શિક્ષકની ભૂમિકામાં નજરે પડ્યા.

પોતાના વિસ્તૃત સંબોધનમાં તેમણે કોર્પોરેટરોને અનેક


સૂચનાઓ આપવા સાથે સફળ રાજકીય જીવન માટે મંત્ર પણ આપ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી એ પોતાનું ઉદાહરણ આપીને કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર કેવી રહી તે સમજાવ્યું.

પક્ષથી મોટું કોઈ નથી અને પક્ષના યોગદાનને યાદ રાખીને પ્રજાલક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને તૈયાર કર્યા.

મોટાભાગના કોર્પોરેટરો પહેલીવાર ચૂંટાયા હોવાથી રાજકીય કારકિર્દી લાંબી ચાલે અને સ્વચ્છ રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપ્યું.

મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકો નસીબદાર છો કારણકે 3 હજાર બાયોડેટામાંથી તમને ટીકીટ મળી અને પછી તમે જીત્યા. કાર્યકરો અને પક્ષના કારણે તમારી જીત થઈ છે.

ત્યારે કાર્યકરોને સાથે રાખીને ચાલવાની પહેલી ફરજ છે.

કાર્યકરોનું માન, સન્માન જળવાય તેની તકેદારી રાખવી. પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી અને કોન્ટ્રાકટર સિસ્ટમથી દૂર રહેવું.

જાહેર જીવનમાં પ્રામાણિકતાના રસ્તે ચાલવાથી જ સફળતા મળે, કદાચ સફળતા મોડી મળે પણ ચોક્કસ મળે છે. કોન્ટ્રાકટરગીરી કરતા જે પણ કોર્પોરેટર દેખાશે, તેનું રાજીનામું લેતા નહીં અચકાય તેવી પણ ચીમકી મુખ્યમંત્રીએ આપી હતી.

લખન પરમારે પોતાનું જીવન ટૂંકાવી ને અન્ય ત્રણને જીવતદાન આપતો ગયો

0

લખન પરમારે પોતાનું જીવન ટૂંકાવી ને અન્ય ત્રણને જીવતદાન આપતો ગયો

માતા-પિતા અને મંગેતર નો અંગદાન માટે નો ખુબ જ મહત્વનો નિર્ણય: અનેક લોકોએ અભિનંદન આપ્યા

જામનગર તા ૧૮, જામનગરના ખવાસ જ્ઞાતિનો આશાસ્પદ યુવાન લખન પરમાર કેજે પોતાની ટૂંકી ઝીંદગી છોડીને ચાલ્યો ગયો છે,

પરંતુ પોતાના શરીરના અવયવો મારફતે અન્ય ત્રણ વ્યક્તિઓ માં જીવિત રહ્યો છે, અને અલગ-અલગ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

લખન ના માતા પિતા તેમજ મંગેતર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.

જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં લખન દિનેશભાઇ પરમાર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરાયા પછી અને તેના અંગોનું દાન કર્યા પછી માત્ર ૨૭ વર્ષની ઉંમરે જ તેને મૃત જાહેર કરાયો હતો. લખનનું મૃત્યુ થયું છે. પરંતુ અન્ય ત્રણ વ્યક્તિઓ માં પોતે જીવિત રહ્યો છે. જેની બે કીડની અને લિવરનું દાન કર્યા પછી બ્લડ ગ્રુપ મેચ કરીને અમદાવાદ ની ટીમ દ્વારા અન્ય ત્રણ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી ત્રણ વ્યક્તિને નવજીવન અપાયા છે.

લખન પરમાર ના માતા-પિતા હર્ષિદાબેન અને દિનેશભાઈ ઉપરાંત તેની મંગેતર હેમાલી સોઢા કે જેઓ અકસ્માતના બનાવથી લઈને આજદિન સુધી લખન પરમાર ની સારવાર માટે ખડેપગે રહ્યા હતા. અને જ્યારે હવે તેનું જીવન શક્ય ન હતું ત્યારે અમદાવાદના તબીબોની સલાહ મુજબ અન્ય લોકોમાં જીવિત રહેવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણેએ આ બાબતે સહમતી આપી દીધા પછી ગઈ કાલે મોડી રાત્રે અંગદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને સાડા ચાર કલાક સુધી ઓપરેશન ની પ્રક્રિયા ચાલુ રહી હતી. જે દરમિયાન માતા પિતા અને મંગેતર આંખનું મટકું માર્યા વિના ઓપરેશન થિયેટરની બહાર ખડે પગે હાજર રહ્યા હતા, અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જેઓ ના આ નિર્ણયને મૃતકના સગા સંબંધીઓ અને અન્ય મિત્ર વર્તુળ વગેરે હર્ષ ભેર વધાવી લીધો હતો.

જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની તરુણી પર ૭૦ વર્ષના ઢગા સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર.

0

જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની તરુણી પર ૭૦ વર્ષના ઢગા સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર.

જામનગર તા ૧૮, જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી સોળ વર્ષની એક સગીરાને છેલ્લા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ૭૦ વર્ષના એક ઢગા સહિત ત્રણ શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી સોળ વર્ષની તરૂણીને સૌપ્રથમ ચિરાગ નામના એક શખ્સે પોતાના ઘરે લઈ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યાર પછી ધવલ નામના ૨૨ વર્ષના એક શખ્સે પણ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ને દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ ઘટના પછી સાધના કોલોની વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ નામના ૭૦ વર્ષ વયોવૃદ્ધએ પણ માત્ર સોળ વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી.

જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જી જી હોસ્પિટલમાં મોકલી આપી છે.

વિશ્વ ચકલી દિન નિમિત્તે પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ. 

0

વિશ્વ ચકલી દિન નિમિત્તે પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ. 

સમગ્ર  વિશ્વભરમાં 20 માર્ચ ચકલી દિન ની ઉજવણી કરવામાં આવે છે.

મોબાઇલ ટાવર અને હવા પ્રદૂષણ ને કારણે ચકલીઓ લુપ્ત થવાની આરે છે ત્યારે લોકોમાં ચકલીને બચાવવા માટે જાગૃતતા કેળવાય તેવા શુભ આશયથી પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ અને તેમના ગ્રુપ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ચકલીના માળા અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે તે ખૂબ પ્રશંસનીય કાર્ય છે.

ફિરોઝ ખાન પઠાણ અને તેની ટીમ દ્વારા સતત ૧૨ વર્ષથી નિશુલ્ક કુંડા અને  માળાનું વિતરણ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં બાર હજારથી પણ વધુ કુંડા અને માળાનું વિતરણ કરેલ છે.

તારીખ. 20 શનિવારના રોજ ડીકેવી સર્કલ ખાતે સવારે ૯ થી બપોરના ૧ર સુધી દાતાઓના સહયોગથી સેવાકીય કાર્ય સફળ બનાવવા વિશ્વાસ ઠક્કર અંકુર ગોહિલ વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

ખંભાળિયાના વૃદ્ધને મારી નાખવાની ધમકી: મહિલા સહિત ત્રણ કૌટુંબિક સગા સામે ફરિયાદ.

0

ખંભાળિયાના વૃદ્ધને મારી નાખવાની ધમકી: મહિલા સહિત ત્રણ કૌટુંબિક સગા સામે ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા તા.18

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા નથુભાઈ મેરામણભાઇ પિપરોતર નામના 62 વર્ષના વૃદ્ધને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લાલપરડા ગામના રહીશ રોહિત નગાભાઈ પિપરોતર, નગા મેરામણભાઇ પિપરોતર અને ભાવનાબેન નગાભાઈ પિપરોતર સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જમીન માપણી કરવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજી અંગેનો ખાર રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


 

લાલપુર પંથકમાં અજાણ્યા શખ્સની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખતા ચકચાર.

0

લાલપુર પંથકમાં અજાણ્યા શખ્સની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખતા ચકચાર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

તા.18
લાલપુર પંથકના પીપળી ગામે રેલ્વે સ્ટેશન વાળી સીમ બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા ઈસમોએ અજાણ્યા પુરૂષ ઉ.વ.પ0 થી 60 વર્ષ વાળાને માથાના ભાગે કોઈ વસ્તુ/પદાર્થ/હથીયાર વડે માર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યાની બનાવથી પંથકમાં ચકચાર મચીજવા પામી છે.

આ ઉપરાંત લાશ ઓળખાય નહીં તેમજ મરણજનારના મૃત્યુનુ કારણ જાણી શકાય નહી તે હેતુથી મરણજનારની લાશને સળગાવી નાંખી પુરાવાનો નાશ કરવાની પણ કોશીષ કરવામાં આવીછે.

આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ટીનુભા બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે જેના પરથી પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી 114 કરોડનો અધધ… દંડ વસૂલ્યો

0

રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી 114 કરોડનો અધધ… દંડ વસૂલ્યો.

ફક્ત અમદાવાદમાં જ 30 કરોડ દંડ વસૂલાયો: રાજકોટ મહાનગરપાલિકા હોવા છતાંય તેના કરતાં વધારે દંડ મહેસાણા, ખેડા, ભાવનગર અને કચ્છમાં વસૂલવામાં આવ્યો હોવાની સરકારની કબૂલાત

અમદાવાદ: માસ્ક ના પહેરનારા પાસેથી 1,000 રુપિયા દંડ લેવાના મુદ્દે હવે રાજકીય ઘમાસાણ શરુ થયું છે.

હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા કયા શહેરમાં કેટલા લોકો પાસેથી દંડ વસૂલાયો તેની માહિતી માગવામાં આવી હતી.

જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડામાં સૌથી વધુ દંડ અમદાવાદ અને સુરતમાં ઉઘરાવાયો છે.

જોકે, આશ્ચર્યજનક રીતે રાજકોટનો નંબર આ લિસ્ટમાં છેક આઠમા સ્થાને છે.

રાજકોટમાં કુલ જેટલો દંડ વસૂલાયો છે, તેના કરતાં તો તેનાથી ઓછી વસ્તી ધરાવતા ખેડા, મહેસાણા, ભાવનગર અને કચ્છમાં વધુ દંડની વસૂલાત કરાઈ છે.

સરકારે આજે કયા જિલ્લામાં 31 ડિસેમ્બર 2020 સુધીમાં કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેના આંકડા વિધાનસભામાં રજૂ કર્યા હતા.

જે અનુસાર, અમદાવાદમાં 5,04,282 લોકો પાસેથી દંડ પેટે કુલ 30 કરોડ, સાત લાખ, 32 હજાર 840 રુપિયાનો દંડ વસૂલાયો હતો. જ્યારે બીજા ક્રમે સુરત આવે છે, જ્યાં અમદાવાદથી અડધાથી પણ ઓછા 2,37,116 લોકો પાસેથી દંડ પેટે 11 કરોડ, 88 લાખ, બે હજાર 100 રુપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા.

નવાઈની વાત એ છે કે, રાજ્યના વડોદરા, રાજકોટ જેવા મહાનગરો કરતાં ખેડામાંથી વધુ લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે.

સરકારી આંકડા અનુસાર, ખેડામાં 1,51,077 લોકો પાસેથી દંડ પેટે 8 કરોડ 78 લાખ 59 હજાર 600 રુપિયા વસૂલવામાં આવ્યા હતા. જ્યારે વડોદરામાં 1,37,978 લોકો પાસેથી 9 કરોડ, 66 લાખ, 63 હજાર 300 રુપિયાનો દંડ વસૂલાયો હતો.

વડોદરા પછીના ક્રમે મહેસાણા, ભાવનગર અને કચ્છ આવે છે, જ્યાંથી અનુક્રમે 94,989, 90,656 અને 88,306 લોકો પાસેથી દંડ પેટે અનુક્રમે રુ. 5,05,45,200, 4,24,43,200 અને 3,30,48,300 રુપિયા વસૂલવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં છેક આઠમા નંબરે રહેલા રાજકોટમાં માત્ર 80,306 લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું છે.

આ લોકો પાસેથી ઉઘરાવાયેલા દંડની રકમ 2,79,91,600 રુપિયા જેટલી થવા જાય છે. રાજ્યના 33 જિલ્લામાં 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 23 લાખ, 31 હજાર, 068 લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ પેટે 114 કરોડ, 12 લાખ, 79 હજાર, 780 રુપિયા વસૂલવામાં આવ્યા હતા.

રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ ચૂકી જતાં તરૂણીની આત્મહત્યા!

0

રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ ચૂકી જતાં તરૂણીની આત્મહત્યા!

દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ:

શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે થોડા દિવસો પૂર્વે છાત્રાએ કરેલા આપઘાત મામલે પોલીસ તપાસમાં વિચારતા કરી મૂકે તેવી માહિતી બહાર આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઓનલાઇન અભ્યાસ ચૂકી જતા છાત્રાએ આપઘાત કર્યો હતો. નોંધનીય છે કે, આ તરૂણી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.

રાજકોટ શહેરમાં કોરોના મહામારી પગપેસરો કર્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. કોરોના મહામારીના કારણે ઓફલાઈન શિક્ષણ છે તે ઓનલાઈન બન્યું છે.

ત્યારે રાજકોટ શહેરના માર્કેટયાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી પ્રિયાએ ફેબ્રુઆરી માસમાં સવારે છ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટથી ગોંડલની સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં 20 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ નીપજયું હતું.
આ અંગે હવે બી ડિવિઝન પોલીસ મથકમાં એડી ટ્રાન્સફર કરાતા પીએસઆઇ એ.પી ગોહેલ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે પોલીસ દ્વારા મૃતકના માતા-પિતાના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની પૂછપરછમાં પ્રિયા બે બહેન અને એક ભાઈમાં મોટી હતી.

તેમજ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતા પાન બીડીનો ગલ્લો સંભાળે છે. આખા ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મૃતકના પિતા એકલા પર છે.

તો સાથે જ આખા ઘર વચ્ચે એક જ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન હોય જેના કારણે કોઈ એક સમયે ત્રણ ભાઈ-બહેન પૈકી એક જ વ્યક્તિ મોબાઈલના માધ્યમથી ઓનલાઇન ભણતરનો લાભ લઇ શકતો હતો.

ત્યારે 3 ભાઈ બહેન વચ્ચે એક જ મોબાઈલ હોવાના કારણે પ્રિયા ઘણી વખત પોતાના ઈમ્પોર્ટન્ટ ક્લાસ મિસ કરી જતી હતી. જેના કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી. ત્યારે ટેન્શનમાં આવી જઈ ઝેરી દવા પી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી: મુખ્યમંત્રી ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી એકશન મોડમાં, લોકો બિનજરૂરી બહાર ન નીકળે

0

લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી: મુખ્યમંત્રી
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી એકશન મોડમાં, લોકો બિનજરૂરી બહાર ન નીકળે

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કોરોનાની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હોસ્પિટલ માં બેડ તૈયાર રાખ્યા છે.

સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી.

આ ઉપરાંત શાળા-કોલેજો શરૂ રાખવી કે નહીં, તેમજ પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવું તે અંગે સરકાર બહુ ઝડપથી નિર્ણય કરશે તેમ મુખ્યમંત્રી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે પગલાં લેવાની સૂચના આપવાની સાથે સાથે વેક્સીનેશન વધારવાની વાત કરી છે.

હાલ ગુજરાતમાં દરરોજ ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ક્ષમતા બે ગણી કરવામાં આવશે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોનાના કેસ વધ્યા છે.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે દરરોજ કોરોના વાયરસના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની છ ગણી બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

હાલ રાજ્યમાં હાલ છ હજાર બેડ તૈયાર છે. ભૂતકાળમાં પણ બેડની કોઈ તકલીફ પડી ન હતી. નવી લહેરમાં પણ બેડની કોઈ તંગી નહીં આવે. જરૂરી પડશે તે રીતે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી છે.

માસ્કના નિયમનું કડકાથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો વધારે એકઠા થાય છે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં ફરથી લોકડાઉન લગાવવાની કોઈ વાત નથી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.