Friday, October 9, 2026
Home Blog Page 400

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 8 વિદ્યાર્થી થયા સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત

0

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 8 વિદ્યાર્થી થયા સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ત્યારે રાજકોટમાં 24 કલાકમાં 6 દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો છે.

જ્યારે આફ્રિકન વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 130 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવેલ કોવિડ સેન્ટરમાં આજે 6 દર્દીઓના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થતાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી અને તમામ પદાધિકારીઓને કોરોના ટેસ્ટ અને રસિકરણને લઈને લોકોને સમજાવવાના પ્રયાસ કરવા અપીલ કરી હતી.

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એકસાથે 8 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન કોરોના ગ્રસ્ત આફ્રિકન વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

આરોગ્ય અધિકારી ડો. લલીત વાઝાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

જે મોત થયા છે તેનો નિર્ણય ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જેમાં કોરોના થી મોત થયા છે કે પછી કો-મોર્બીડિટી થી મોત થયા છે તેનો નિર્ણય કરવામાં આવશે.

LLB ના વિદ્યાર્થીને માર મારી વીજશોક આપવાના પ્રકરણમાં કાલાવડના પી.આઈ. સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે નોંધાતો ગુનો.

LLB ના વિદ્યાર્થીને માર મારી વીજશોક આપવાના પ્રકરણમાં કાલાવડના પી.આઈ. સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે નોંધાતો ગુનો.

જામનગર :

જામનગર જિલ્લાના કાલાવડના એક યુવાનને પોલીસ મથકમાં લઈ જઈ માર મારી ઇલેક્ટ્રિક શાક આપવા અંગે તેમજ તેના પરિવારને પણ માર મારી પચાસ હજાર રૂપિયાની માગણી કરવા અંગેના ચકચારી પ્રકરણમાં જામનગરની અદાલતે પુરાવાઓ એકત્ર કર્યા પછી એક પીઆઈ અને બે પીએસઆઇ સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધતાં પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. જેમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારી ગુજસીટોકના આરોપી પણ સામેલ છે.

કાલાવડમાં રહેતા અને ’લો’નો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામના એક વ્યક્તિને ગત 12.9.2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તેણે જુદા જુદા 12 પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને 10.9.2015ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વીંછી, પીએસઆઈ બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરે દોઢ વાગ્યે તેના ઘરેથી જગાડી પત્ની તથા માતા-પિતાની હાજરીમાં ગાળો કાઢી મારફૂટ કરી હતી, અને 50 હજાર રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઇ જઇ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ ચૌધરી, અને સ્ટાફને સોંપી આપ્યો હતો.
ત્યાંથી પંચકોશી એ ડિવિઝનમાં લાવી અને પોલીસ સ્ટેશનમાં પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જે રૂપિયા આપવાની ના પાડતા પીએસઆઇ ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બંને હાથ પાછળ હાથકડીથી બાંધી ઇલેક્ટ્રિક શાક આપવામાં આવ્યા હતા. અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

ઉપરાંત પ્રાઇવેટ ભાગમાં પણ ઈલેક્ટ્રીક શાક આપ્યા હતા.

તે અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ પરથી અદાલત દ્વારા ફરિયાદીનું હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ફરિયાદ પરથી કોર્ટ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

જે ઇન્કવાયરી ના કામે અફઝલભાઈ તેના પિતા તૈયબભાઈ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમ જ જીજી હોસ્પિટલનાં તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે નિવેદનો પછી અને ફરિયાદમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બાટવા, પોલીસ કોસ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ, પોલીસ કર્મચારી અશોકભાઈ, કાલાવડ પોલીસ સ્ટેશનના પીઆઇ વીંછી, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઇવર જાનીભાઈ, પીએસઆઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઇટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા નિવૃત પોલીસ કર્મચારી વશરામ ભાઈ આહીર વગેરે સામે આઇપીસી કલમ 323,330,384,504, અને 114 મુજબના ગુના સબબનો કેસ નોંધવાનો હુકમ એડિશનલ ચીફ સેક્રેટરી પી.કે.જ્ઞાાનચંદાની દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2015માં કાલાવડમાં સોશ્યલ મીડિયા પર ધાર્મિક ઉશ્કેરણીજનક પોસ્ટ કર્યાના બનાવમાં એક ટોળાએ એક યુવકને માર માર્યો હતો. એમાં અફઝલ પણ આરોપી હતો. જોકે તેણે ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો.

આમ છતાં પોલીસ તેને ઉઠાવી ગઈ હતી. બાદમાં પંચકોશી પોલીસ મથકના ગુનામાં તેની અટકાયત બતાવી ટોર્ચર પર ઢાંકપિછોડાનો પોલીસે પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ.

0

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ…

બનાસકાંઠા :

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે.

આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે.

આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી- ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. મહત્તવનું છે કે, અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

ત્યારે તમામ ભક્તજનોએ આ અંગે હવે સાવચેતી રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે, દેશ અને રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે.

લોકો મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે.

કચ્છમાં જેસલ તોરલ મંદિરના વિકાસ માટે વધુ રૂ. 2.70 કરોડની ગ્રાન્ટ મંજુર.

0

કચ્છમાં જેસલ તોરલ મંદિરના વિકાસ માટે વધુ રૂ. 2.70 કરોડની ગ્રાન્ટ મંજુર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ભુજ :

ગુજરાતના પ્રવાસનનેવેગ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પ્રવર્તમાન સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયેલ છે.

પ્રવાસન ક્ષેત્રે ઉપલબ્ધ કરાવવામાં આવેલ પાયાની સુવિધાઓ, આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ તથા અન્ય પ્રવાસન પ્રવૃતિઓના વધી રહેલ વ્યાપને લીધે રાજયના તેમજ દેશ અને વિદેશના પ્રવાસીઓ કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આકર્ષણોથી માહિતગાર થાય તે માટે અવિરત પ્રયાશો હાથ ધરવામાં આવી રહ્યા છે.

અંજાર શહેર ખાતે જેસલ તોરલ મંદિરની ફેઝ-1 ની કામગીરી પૂર્ણ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે અંજાર તાલુકાના ઐતિહાસિક જેસલતોરલ મંદિર ફેઝ-2 ના વિકાસ માટે બે કરોડ સીત્તેર લાખ કરતાં વધુ રકમની પ્રવાસન વિભાગે મંજુરી આપી જરૂરી ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.

જેસલ તોરલ મંદિર ફેઝ-2 માટેના પ્રોજેકટની કામગીરી માટે ક્ધસલ્ટન્ટ આર્કિટેકટ તરીકે ચિંતન સચપરા આર્કિટેકટ, ભાવનગરની નિમણૂંક કરવામાં આવેલ છે, આ કામગીરીના અંદાજા બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.

અધિક્ષક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વર્તુળ નં.ર અમદાવાદ દ્વારા સદર કામોના નકશા અંદાજોને તાંત્રિક મંજુરી અમલીરણ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ, ભુજ-કચ્છને આપવામાં આવેલ. સદર કામોના તાંત્રિક અંદાજા પ્રદાન કરવામાં આવેલ છે.

જેથી સદર કામો માટે રૂ.2,70,12,147ની કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ,ભુજ-કચ્છને વહીવટી મંજુરી આપવામાં આવે છે.

ઐતિહાસિક જેસલ તોરલ મંદિરમાં સદર ગ્રાન્ટથી (1) પરીસરના બહારના ભાગે દુકાનદારો માટે અંદાજે 53 દુકાનો તેમજ તે માટે ઈલેકિટ્રક વર્ક (2) પરીસરના બહારના ભાગના મેદાનને બાઉન્ડ્રીવોલ (3) પરીસરની બહારના ભાગના મેદાનમાં પેવરબ્લોક (4) વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા (5) પ્રવાસીઓને રહેવા માટે ગેસ્ટ હાઉસ તથા પીવાના પાણીની વ્યવસ્થા (6) ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ માટે ઈલેકિટ્રક વર્ક (7) પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા (8) જેસલ તોરલ મંદિર ખાતે ઓર્નામેન્ટલ ગેટ (9) ગેટ માટે ઈલેકિટ્રક વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

કચ્છ જિલ્લાના ઐતિહાસિક મંદિર જેસલ તોરલ સમાધીનો વિકાસ થવાથી સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઇ છે.

જેસલ તોરલમંદિરના વિકાસથી દેશ-વિદેશનાપ્રવાસીઓ અંજાર શહેરના ઐતિહાસિક મંદિરથી માહિતગાર થશે. અંજાર શહેરની સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને શહેરનો વિકાસ થશે.

રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર પ્રવાસન વિભાગનો હવાલો સંભાળતા હોઇ, રાજયની સાથે સાથે કચ્છ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

જિલ્લાના અગ્રણીઓ અને લોકોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇચાવડા અને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરનો આભાર માનેલ છે.

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નીતિનભાઈ પટેલ.

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નીતિનભાઈ પટેલ.

સૌરાષ્ટ્રના 50 જળાશયો, 100 થી વધુ તળાવો અને 500 થી વધુ ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : અમદાવાદ તા.20
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું નીર આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

જે મુજબ સૌની યોજનાની ચારેય લીંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જુનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ચેકડેમો/તળાવો ભરવા માટે લીંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મીલીયન ઘનફુટ, લીંક-2 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1875 મીલીયન ઘનફુટ, લીંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મીલીયન ઘનફુટ, લીંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1050 મીલીયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મીલીયન ઘનફુટ મળી કુલ-4000 મીલીયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

જામનગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તાકીદની બેઠક યોજતા મેયર.

0

જામનગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તાકીદની બેઠક યોજતા મેયર.

લોકો વર્તમાન પરિસ્થિતીથી બિનજરૂરી રીતે ગભરાય નહીં, તંત્રને સાથ સહકાર આપે: બીનાબેન કોઠારી

જામનગર: હાલની કારોના વૈશ્વીક મહામારી પુરા વિશ્વમાં ફેલાયેલ છે, તેના અટકાયતી પગલાએ લેવાના ભાગરૂપે લોકોના આરોગ્યની સુખાકારી માટે મહાનગરપાલિકાની સ:વિશેષ જવાબદારી થાય છે,

ત્યારે મહાનગરપાલિકા નવનિયુકત મેયરશ્રી બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને તા.19/3/ર1ના રોજ મેયરશ્રીની ચેમ્બરમાં આરોગ્ય શાખાના અધિકારીશ્રી તેમજ ડે.કમિશ્નરશ્રીની હાજરીમાં એક તાકીદની મિટીંગનું આયોજન કરવામાં આવેલ.

મિટીંગમાં ચર્ચા દરમ્યાન આરોગ્ય શાખાની કામગીરી અંગે જણાવેલ કે,અત્યાર સુધી તા.18/3/ર1ની પરિસ્થિતીએ 60(સાંઈઠ) વર્ષથી ઉપરની ઉમરના સિનીયર સિટીઝનોને 1449 તથા 45 થી 59 વર્ષે સુધીના 2022 લોકોએ વેક્સીનેશન કરાવેલ છે.

દરેક ચુંટાયેલ સભ્યશ્રી પોતાના વોર્ડ વિસ્તારમાં જે 60 વર્ષથી ઉપરના નાગરિકો વસવાટ કરે છે, તેને વેકસીનેશન લેવડાવવા માટે કાઉન્સીલીંગ કરી વેકસીનેશન સુરક્ષીત છે, તે અંગે લોકોને વધુ જાગૃત કરવામાં આવશે.

શહેરના જે વિસ્તારમાં સતત અતિ ભીડભાડ રહેતી હાય તેવા જાહેર સ્થળોએ સતત મોનીટરીંગ કરવા તેમજ આવા જાહેર સ્થળોએ લોકો સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન કરે તે માટે લોકોના પણ જરૂરી સહકાર માંગવા, અને બિન જરૂરી લોકોમાં કોઈ ભય ન ફેલાય અને લોકોનું આરોગ્ય વધુ સારી રીતે જળવાય તે રીતે કામ કરવા અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ.

આ ઉપરાંત રેલ્વેસ્ટેશન તેમજ એરપોર્ટ પર બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા વ્યવસ્થા ગોઠવવા તેમજ બહારથી આવતા લોકોને સાથોસાથ હેરાનગતિ ન થાય તે અંગે સુચના આપવામાં આવેલ.

આ ઉપરાંત વૃધ્ધાશ્રમોમાં રહેતા દરેક સિનીયર સીટીઝનોને વેકસીનેશન આપવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકામાં અલગ-અલગ શાખામાં કામ અર્થે આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી.

શહેરના પ્રથમ નાગરિક તરીકે લોકોને અપીલ કરવામાં આવે છે કે,લોકો વર્તમાન પરિસ્થિતીથી બિનજરૂરી ગભરાશો નહિં, સરકારશ્રીની વખતો વખતની ગાઈડ લાઈનનું પાલન કરવા, સોશ્યલ ડીસ્ટેન્સ રાખવા,વારવાર હાથ સાબુથી ધાવા,બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા, તેમજ જે લોકો અન્ય શહેરો કે રાજયોમાંથી આવતા હોય તેઓને કોવીડ ટેસ્ટ કરાવવા મહાનગરપાલિકા પરિવાર વતી અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત બાકી રહેતા’ સિનીયર સીટીઝનોએ તેમજ કોમોરબીડીટી ધરાવતા 45 થી 59 સુધીની ઉમરના લોકોએ પણ વેક્સીનેશન કરાવવા જાહેર નમ્ર અપીલ કરવામાં આવે છે.

ઉપરોકત મિટીંગમાં મેયરશ્રી બીનાબેન કોઠારી,ડે.મેયરશ્રી તપનભાઈ પરમાર, સ્ટે.કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતાશ્રી કુસુમબેન પંડયા,દડકશ્રી કેતનભાઈ ગોસરાણી,ડે.કમિશ્નરશ્રી વસ્તાણી સાહેબ, આરોગ્ય અધિકારીશ્રી ડો.ત્શ્જુતાબેન જોષી, ડો.પંચાલભાઈ, વિગેરે ઉપસ્થિત રહેલ.

ધૈર્યરાજસિંહ રાઠોડના ઇન્જેક્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળવ્યા 10 લાખ.’

0

ધૈર્યરાજસિંહ રાઠોડના ઇન્જેક્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળવ્યા 10 લાખ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર

મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માત્ર 3 વર્ષના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે.

જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવું પડે તેમ છે. આ બાળકને નવજીવન મળે તે માટે અનેક સ્વૈચ્છિક અને સામાજીક તથા વ્યક્તિગત રીતે લોકો દ્વારા પહેલી અપીલ કરવામા આવી હતી. જેના માટે લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે .

માત્ર લોકો જ નહીં ઉધોગપતિઓ, ધારાસભ્યો પણ ફાળો આપી રહ્યા છે.

ટીપે ટીપે સરોવર ભરાય તેમ ધીમે ધીમે ફાળો એકઠો થઈ રહ્યો છે.

ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પોતાના રાહત ફંડમાંથી આ બાળકને મદદ કરવા માટે પત્રો લખ્યા હતા .

જે સંદર્ભે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ઘૈર્યરાજની મદદ માટે રુપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. માસૂમ ધૈર્યરાજને નવજીવન મળી રહે તે માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન મગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે .

જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે.

અંબર સિનેમાની બાજુમાં મોર્ડન માર્કેટના સેલરમાં આવેલ હર્ષ સીક્યુરીટી નામની પેઢીમાં કોઇ ટીંકણખોર આગ ચાંપી દેતા ચકચાર : પોલિસ ફરીયાદ.

0

અંબર સિનેમાની બાજુમાં મોર્ડન માર્કેટના સેલરમાં આવેલ હર્ષ સીક્યુરીટી નામની પેઢીમાં કોઇ ટીંકણખોર આગ ચાંપી દેતા ચકચાર : પોલિસ ફરીયાદ.

જામનગર ૧૯.
તા.૧૭ ગુરૂવાર ના રોજ જામનગર શહેરના અંબર ટોકીઝ ની બાજુમાં આવેલ મોર્ડન માર્કેટના સેલરમાં આવેલ હર્ષ સિક્યુરિટી સર્વિસની ઓફિસમાં કોઈ ટીંકણખોરે વહેલી સવારે આગ ચાપી દેતા ચકચાર મચી જવા પામેલ.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરના અંબર સિનેમા રોડ પર આવેલ મોર્ડન માર્કેટ માર્કેટ ના સેલર દુકાન નંબર 14 હર્ષ સિક્યુરિટી સર્વિસ નામની પેઢી માં વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી જવા પામેલ બાજુમાં આવેલ દુકાનદારો દ્વારા  સિક્યુરિટી પેઢીના માલિક પિયુષ લુદરીયા ને ફોન પર જાણ કરતા આજુબાજુ દુકાનદારના સહકારથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી.

આગ કાબુમાં લીધા બાદ દુકાન ના માલીકે ઇલેક્ટ્રિસિટી ચાલુ કરતા લાઈટ પંખા ચાલુ હાલતમાં મળી આવેલ.

દુકાનમાં જે રીતે આગ લાગેલ હતી તે જોતા કોઈ ટીંકળખોરે અંગત અદાવતમાં આગ ચાપી હોય તેવું પ્રાથમીક તપાસમાં જણાય આવેલ આગના કારણે ઓફીસનો માલસામાન ની સાથે ઉપયોગી ડોક્યુમેન્ટ બળીને રાખ થઈ જતા પચાસ હજારનું નુકસાન થયેલ.

સિક્યુરિટી પેઢીના માલિક દ્વારા જણાવવામાં આવેલ કે મોડલ માર્કેટના પાર્કિંગ દારૂ જુગાર નું આશ્રયસ્થાન છે આ માર્કેટમાં કોઈ સગવડ કે સુવિધા ન હોવાને કારણે અંધારી આલમમાં ફેરવાઇ ગયું છે.

છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓનો ત્રાસ વધી જવા પામેલ તેવામાં  પેઢીના માલીક દ્વારા પોતાની ફોર વ્હીલર પાર્ક કરેલી હોય અથવા તો  પોતાના  સ્વખર્ચે લાઈટ  ફીટીંગ કે કેમેરા રાખવામાં આવે તો પણ બીજે દિવસે તોડીને નુકસાન કરી માનસીક ત્રાસ આપવામાં આવતો 

એટલેથી સંતોષ ન થતાં લુખ્ખાઓએ દુકાનમાં આગ ચાપી દેતા આ બનાવે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે દુકાનના માલિકે આ અંગેની પોલીસ ફરિયાદ કરતા હનુમાન ગેઇટ ચોકીના રમેશ પરમાર ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ટૂંકા વસ્ત્રો પહેરનારને શામળાજી મંદિરમાં નહિ મળે પ્રવેશ.

0

ટૂંકા વસ્ત્રો પહેરનારને શામળાજી મંદિરમાં નહિ મળે પ્રવેશ.

અરવલ્લી :ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી શામળાજી મંદિર માં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે.

ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

જે સ્ત્રી અને પુરુષો બંનેને લાગુ પડશે. આ માટે મંદિરના બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે.

શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ.

તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. જોકે, સાથે જ ટ્રસ્ટે કહ્યું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.

આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય: ડીજીપી

0

આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય: ડીજીપી

અમદાવાદ :

કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે.

હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે.

તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે.

નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે.

દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે.

આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

વડોદરા પોલીસ ભવનમાં બેન્ડબાજા સાથે ડીજીપી આશિષ ભાટીયાનું સ્વાગત કરાયું હતું. પોલીસ ભવનમાં શી ટીમ માટે કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સાથે જ તેમણે શી ટીમની મહિલા પોલીસ જવાનોને બૂલેટ બાઈક પણ ફાળવી હતી. જેથી આ મહિલા જવાનો શહેરમાં પેટ્રોલિંગ કરવા માટે બાઈક પર નીકળશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.