Friday, October 9, 2026
Home Blog Page 399

રાજય સરકારના ખાનગી સ્કૂલોને અપાયેલા નવા પરિપત્ર મામલે વાલીઓ મૂંઝવણમાં..!

રાજય સરકારના ખાનગી સ્કૂલોને અપાયેલા નવા પરિપત્ર મામલે વાલીઓ મૂંઝવણમાં..!

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉ લાદવામાં આવતાં 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.

સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.

રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે.

પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે.

આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.

જેતલસરની દિકરી પર થયેલ જધન્ય અપરાધ મામલે જામનગર લેઉવા પટેલ સમાજ લાલધૂમ.

0

જેતલસરની દિકરી પર થયેલ જધન્ય અપરાધ મામલે જામનગર લેઉવા પટેલ સમાજ લાલધૂમ.

જેતલસરની 16વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારનારને ફાંસી જેવી આકરી સજા આપવા જામનગર લેઉવા પટેલ સમાજની માંગ : જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીને કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવાયું.

જામનગર.
જામનગરમાં જેતલસર ની સોળ વર્ષની તરુણી પર છરી વડે ઘરમાં ઘૂસી હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ફાંસી જેવી સજા થાય તે માટે લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સંબોધન આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જેતલસરમાં સૃષ્ટિ નામની 16 વર્ષની તરુણીનાં હત્યારાને ફાંસી જેવી આકરી સજા આપવા અંગે માંગણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની 16 વર્ષની સૃષ્ટી કિશોરભાઈ રૈયાણી નામની દીકરીની તાજેતરમાં જ ઘરમાં ઘુસી નિર્મમ હત્યા કરવામાં આવી છે

અસામાજિક, લુખ્ખા તત્વો દ્વારા બેરેહમીથી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઘરમાં જ લુખ્ખાએ આતંક મચાવી નાનાભાઈ ઉપર પણ હિચકારો હુમલો કરી સૃષ્ટી પર ઉપરાછાપરી છરીનાં અનેક ઘા ઝીંકી નિર્મમ અને ક્રૂર હત્યા નીપજાવી છે.

આ ઘટનાના સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે, શાંતિ અને સલામતી અનુભવતા ગુજરાતમાં હવેથી અસામાજિક તત્વો માથું ઉચકી બહેન દીકરીઓની ઈજ્જત આબરૂ પર ડોરો નાખી હત્યા જેવી ઘટનાને અંજામ આપે છે.

જે સભ્ય સમાજ માટે ખુબ જ વરવી બાબત કહી શકાય ત્યારે સૃષ્ટી નામની 16 વર્ષની દીકરી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. તેને તાત્કાલિક ન્યાય તંત્રમાં ફાંસી જેવી આકરી સજા અપાવી સમાજમાં આવારા તત્વોને ડામવા સરકાર દાખલો બેસાડે તેવી અમારી માંગણી છે.

આ સમગ્ર ઘટનાને લઈને સમાજમાં ભય અને અસલામતિનું વાતાવરણ ઉભું થયેલ છે. ગુજરાતમાં સંવેદનશિલતા અને એકતા તેમજ ભાઈચારા માટે મિશાલરૂપ સરકાર ખરા અર્થમાં આવા ગુનેગારોને ડામવા એક્શન મોડમાં આવશે.

તો જ, ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાયેલી રહેશે. આ જેતલસરની ઘટનાને લેઉવા પટેલ સમાજ- જામનગર સખત શબ્દોમાં વખોડે છે અને હત્યામાં સંડોવાયેલા ગુનેગારો કોઈ ને કોઈ કારણોસર છૂટી ન જાય તે માટે ઊંડાણ પૂર્વક ખાસ એજન્સી દ્વારા તપાસ કરાવી ગુનેગારોને તાત્કાલિક કડક માં કડક ફાંસી જેવી આકરી સજા થાય અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવા નમ્ર વિનંતી છે.

ભવિષ્યમાં અન્ય આવો કોઈ બનાવ ન બને તેમજ અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોમાં ફફળાટ સાથે ભય રહે માટે જરૂર જણાયે આ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલામાં વહેલી તકે આરોપીને ફાંસી જેવી આકરી સજા થાય તેવી અમારી માંગણી છે.

જેથી પીડિત પરિવારને જરૂરી સહાય અને સમયસર ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેમ જણાવવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનાને વખોડી જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, ઉપપ્રમુખ અરજણભાઈ સોજીત્રા, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી લવજીભાઈ વાદી, સહમંત્રી રમેશભાઈ વેકરિયા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ અને સમાજના મહિલા અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

શિક્ષકો માટે સારા સમાચાર : હવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભ મળવાનો ઠરાવ કરતી રાજય સરકાર.

0

શિક્ષકો માટે સારા સમાચાર : હવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભ મળવાનો ઠરાવ કરતી રાજય સરકાર.

છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા લડત ચલાવી સરકારને આ મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. સરકારે આ અંગે ખાતરી આપી હતી પણ કોઈ નિર્ણય નહોતો લીધો.

હવે રાજય સરકારે શિક્ષકોને આર્થિક ફાયદો થાય તેવો લીધો મોટો નિર્ણય લીધો છે.

અમદાવાદ: ગુજરાતની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય લઈને પ્રાથમિક સ્કૂલોના મુખ્ય શિક્ષક સહિત તમામ પ્રાથમિક શિક્ષકોને 9 વર્ષ પછીનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 રૂપિયા અપાશે. આ પહેલાં મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગમાં ગણવા બાબતે સરકારે ઠરાવ કર્યો હતો.

એ પછી હવે ઉચ્ચતર પગાર ધોરણ સાથે બઢતી નિયમો પણ સરકારે જાહેર કર્યા છે તેથી શિક્ષકોમાં આનંદની લાગણી છે.

મુખ્ય શિક્ષકને નાણા વિભાગે નક્કી કરેલ અનુસૂચિ મુજબનું દ્રિતિય રૂપિયા 4400 અને તૃતિય રૂપિયા 4600નું ઉચ્ચતર પગાર ધોરણ નોકરીના વિવિધ વર્ષના તબક્કે મળશે.

છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા લડત ચલાવી સરકારને આ મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી.

સરકારે આ અંગે ખાતરી આપી હતી પણ કોઈ નિર્ણય વહોતો લીધો. હવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભો મળશે એવો ઠરાવ કરાયો છે.

આ પહેલાં પ્રાથમિક શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષક તથા મુખ્ય શિક્ષક એમ બે જગ્યાઓ પર બઢતી મળતી રણ તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે વિસંગતતા ઉભી થઈ હતી.

આ નિયમની જોગવાઈ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની કેડર તરીકે પ્રાથમિક શિક્ષકોના બદલે મુખ્ય શિક્ષક સંવર્ગનો સમાવેશ કરવામા આવ્યો હતો પણ સીધી બઢતીની કોઈ જગ્યા રહેતી નહોતી.

આ ઉપરાંત મુખ્ય શિક્ષકની બઢતી પ્રાથમિક શિક્ષકો માટે સ્વૈચ્છિક હોઈ તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે વિસંગતતા ઉભી થઈ હતી.

આ વિસંગતતાઓ દૂર કરવા શિક્ષણ વિભાગે તાજેતરમાં ઠરાવ કરીને મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ વર્ગ-3માં ગણવા મંજૂરી આપી છે.

હવે આ વિવિધ જાહેરનામા અને ઠરાવો સાથે એક સમાનતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા બઢતીના નિયમો પણ જાહેર કરી દેવાયા છે અને સાથે 2010માં ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષની નોકરી બાદ હવે પ્રથમ ઉચ્ચતર પગારધોરણ 4200 ગ્રેડ પે પણ આપવા વિધિવત ઠરાવ થઈ ગયો છે.

પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મુખ્ય શિક્ષકનું પગાર ધોરણ મળશે. જે મુખ્ય શિક્ષક બઢતી મેળવવા માંગે તેમણે સંબધિત પરીક્ષા પાસ કરવાની રહેશે.

શિક્ષણ 2014માં વિભાગે મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવી સ્વૈસ્છિક હોઈ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તેમ ઠરાવ્યુ હતું. ત્યારબાદ મુખ્ય શિક્ષકના ભરતી નિયમો 2016 માં જાહેર કરવામા આવ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નીરિક્ષકના ભરતી નિયમો 2019માં જાહેર કરવામા આવ્યા.

જામનગર જિલ્લામાં કોવિડ ગાઈડલાઈનનો કડકાઇથી અમલ કરાવાશે: કલેકટર.

0

જામનગર જિલ્લામાં કોવિડ ગાઈડલાઈનનો કડકાઇથી અમલ કરાવાશે: કલેકટર.

લોકોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાયે તાત્કાલિક ટેસ્ટ કરાવવા કલેક્ટરશ્રીનો અનુરોધ.

જામનગર, જિલ્લા કલેકટરશ્રી રવિશંકરે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં વધતાં જતાં કોરોના કેસો પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા આગામી સમયમાં કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરેક નાગરિકો પોતાની નૈતિક જવાબદારી સમજી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તે હાલના સમયે ઇચ્છનીય છે.

જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ ઝડપથી વધી રહી છે.

જિલ્લાની વસતીના પ્રમાણમાં કોવિડ પોઝીટીવ કેસો ત્વરિત ગતિએ વધી રહ્યા છે.દરરોજ સરેરાશ 30જેટલા નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે.

આવા સંજોગોમા લોકો પણ કોરોનાથી નિર્ભિક બની જાહેરમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતા જોવા મળે છે.

ત્યારે સૌ નાગરિકોને જિલ્લા કલેકટરશ્રીએ ખાસ અનુરોધ કરતા કહ્યું હતું કે, લોકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ટેસ્ટ કરાવે અને સારવાર લે.

શહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડલાઈનનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવાશે.

તેમ જણાવતાં જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, પોલીસ તેમજ સંબંધિત વિભાગોને આ માટે જરૂરી સૂચના આપવામાં આવી છે.

જેનો તાત્કાલિક અસરથી જિલ્લામાં અમલ કરવામાં આવશે.

જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

0

જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

જામનગરના ધરારનગર પાસે આવેલ ડિફેન્સ કોલોની પાછળના વાડી વિસ્તારમાંથી અવાવરૃં કુવામાંથી એક અર્ધસળગેલી હાલતમાં માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

મોડીરાત્રે આ ઘટના અંગે જાણ થતાં જ સિટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.રાદડિયા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

1લી એપ્રિલ સુધી જામનગર માર્કેટિંગ યાર્ડ અને લાલપુર માર્કેટ યાર્ડ બંધ.

0

1લી એપ્રિલ સુધી જામનગર માર્કેટિંગ યાર્ડ અને લાલપુર માર્કેટ યાર્ડ બંધ.

જામનગર : હાપા માર્કેટીંગ યાર્ડ તા. ર4-માર્ચથી 1લી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવનાર છે.

આથી કોઈપણ જણસની હરાજી થશે નહીં. માર્ચ એન્ડીંગના કારણે વેપારી એસોસિએશનની માંગણીના અનુસંધાને હાપા માર્કેટ યાર્ડને તા. ર4-3-ર0ર1 થી તા. 1-4-ર0ર1 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

તા. ર-4-ર0ર1 થી યાર્ડમાં રાબેતા મુજબ કામકાજ થશે. તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.

લાલપુરના ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવે છે

કે વેપારી એસોસિએશન દ્વારા માર્ચ એન્ડીંગના હિસાબે તા. 24-3-21 થી તા. 1-4-21 સુધી માર્કેટીંગ યાર્ડનું હરાજીનું કામકાજ બંધ રહેશે.

તા. 2-4-21થી માર્કેટીંગ યાર્ડનું હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૃ થઈ જશે.

ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ: જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વાહનો માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા.

0

ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ: જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વાહનો માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા.

તા. 29 સુઘી વિવિઘ જાહેરનામાની થશે કડક અમલવારી –

ખંભાળિયા, સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોર સંગે હોળી- ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મ્ય છે.

ફૂલડોલ ઉત્સવની કૃષ્ણ સંગે ઉજવણી કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો મારફતે ઉપરાંત ચાલીને પણ સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

જુદા જુદા પ્રાંત, પ્રદેશો તથા જિલ્લાઓમાંથી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે ચાલીને આવતા પદયાત્રીઓ આ વખતે પણ આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર જિલ્લા સાથે દેશમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

જેને ધ્યાને લઈને તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી તારીખ 27 થી 29 માર્ચ સુધી સતત ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ માટે સદંતર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓ, પદયાત્રાળુઓ ઉપરાંત હરવા ફરવાની શોખીન જનતા ઊમટી રહેનાર છે.

દ્વારકા ખાતે આવી રહેલા પદયાત્રીઓની સુરક્ષા અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને વાહનોની ગતિમર્યાદા મુકરર કરવામાં આવી છે.

આ જાહેરનામામાં જણાવાયા મુજબ ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓ સાથે અકસ્માત ન સર્જાય તે હેતુથી (1) દેવભૂમિ દ્વારકાની હદ શરૂ થાય ત્યાંથી ખંભાળિયા, લીંબડી, ભાટીયા, કુરંગા, દ્વારકા રૂટ, (2) લીંબડી, રાણ, ગુરગઢ, દ્વારકાનો રૂટ, (3) દ્વારકા- મીઠાપુર- ઓખાનો રૂટ, (4) દ્વારકા- નાગેશ્વર- ઓખાનો રૂટ, (5) ભાટીયાથી હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂટ, (6) હર્ષદ માતાજી (ગાંધવી)- કુરાંગા- દ્વારકાના રૂટ પર પસાર થતા ધોરીમાર્ગ પર કોઈપણ વાહન ચાલકે પોતાનું વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા તેમજ દ્વારકા શહેરમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિમર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ હુકમ તા. 22 થી તા. 29 માર્ચ સુધી અમલી રહેશે. આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને લાગુ પડશે નહીં.

આ સાથે અન્ય એક જાહેરનામું બહાર પાડી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીંબડી- ગુરગઢ- દ્વારકાના માર્ગ પર વાહન પ્રતિબંધ અંગેનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. જેમાં જણાવાયા મુજબ ફૂલડોલ ઉત્સવમાં ચાલીને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીંબડી- કુરંગા- દ્વારકા રોડ ઉપર તારીખ 22 થી તારીખ 29 માર્ચ સુધી તમામ પ્રકારના ભારે વાહનો પસાર થવાની મનાઈ ફરમાવતો હુકમ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.

આ વિસ્તાર માટે ભારે વાહન માટે વૈકલ્પિક રસ્તા તરીકે વાયા ભાટીયા-કુરંગા- દ્વારકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હોળી- ધુળેટીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે. તેમ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રીઓ પણ ઉમટી રહ્યા છે. આટલું જ નહીં, માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા કેમ્પ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ માટે જિલ્લા તંત્ર-પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગર જીલ્લામાં એક જ દિવસમાં જિલ્લાના 9,900થી વધુ નાગરિકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી

0

જામનગર જીલ્લામાં એક જ દિવસમાં જિલ્લાના 9,900થી વધુ નાગરિકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી

જિલ્લા વહિવટી તંત્રની મેગા વેક્સિનેશન ડ્રાઈવને નાગરિકોનો બહોળો પ્રતિસાદ.

તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 272 સ્થળો પર કરાયું હતું વેક્સીનેશનનું આયોજન.

જામનગર, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત રવિવારના રોજ જામનગર જિલ્લાના વિવિધ 272 સ્થળે ખાસ ઝુંબેશના ભાગરૂપે કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં બહોળી સંખ્યામાં રસી લઈને જિલ્લાના પ્રબુદ્ધ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી છે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં તા.22 માર્ચના રોજ 9,911 કરતાં પણ વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

રાજ્યમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે.

એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકીય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી લેનાર દિલ્હી પબ્લિક સ્કૂલના શિક્ષણવિદ શ્રી દીપકભાઈ પુરોહિત કહે છે કે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત છે. અમે દંપતીએ જયારે રસી લીધી, સંપૂર્ણ સ્ટાફ દ્વારા ખૂબ જ સરળતાથી દરેક પ્રક્રિયામાં સહયોગ મળ્યો. આ ઉપરાંત મારા વયોવૃદ્ધ પિતાને રસી મુકાવવા સમયે રસીકરણ સ્થળ પરની સુવિધા, તત્કાલ રસીકરણની પ્રક્રિયા, રસીકરણ બાદ વેઇટિંગમાં ખાસ વ્યવસ્થાઓ હતી જેના થકી કોઈ મુશ્કેલી વગર સંપૂર્ણ પ્રક્રિયા અમે પૂર્ણ કરી શક્યા છીએ.

આ ઉપરાંત રસીકરણ સ્થળ પર આવવા-જવા માટે રીક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, આ દરેક વ્યવસ્થાઓ પ્રસંશનીય છે. વળી અમને રસીની કોઈ આડઅસર થઈ નથી તો જામનગરમાં દરેક વરિષ્ઠ નાગરિકોને આ રસી લઇ પોતે સુરક્ષિત થવા અને પરિવાર તેમજ સંપૂર્ણ જામનગર જિલ્લાને સુરક્ષિત બનાવવા માટે ખાસ અપીલ કરું છું.

સાથે જ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્તમ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપી તા.22 માર્ચના રોજ 9,911 જેટલા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. એટલે કે માત્ર એક જ દિવસમાં 9,911 જેટલા લોકોએ રસી લઈ જિલ્લામાં સૌથી વધુ રસીકરણનો વિક્રમ નોંધાવ્યો છે.

વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.

જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે જામનગરના ઉદ્યોગપતિઓની સંવેદના

0

જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે જામનગરના ઉદ્યોગપતિઓની સંવેદના

જય દ્વારકાધીશ મેટલ તથા હાઈટેક એક્સ્ટ્રુઝન દ્વારા રૂ. 3.62 લાખની સહાય અર્પણ કરાઈ
શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહી

જામનગર, ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ વર્ષીય બાળક ધૈર્યરાજસિંહના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ આજે પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે.

સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

ત્યારે જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શહેરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી શ્રી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક શ્રી રાજુભાઈ ગાગીયા દ્વારા ધેર્યરાજસિંહની મદદ માટે રૂ.2.51 લાખ તથા હાઈટેક એક્સ્ટ્રુઝનના માલિક શ્રી વસંતભાઈ કટારીયા દ્વારા રૂ.1.11 લાખની આર્થિક મદદ જાહેર કરી

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ.જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.

જામ્યુકોનું વર્ષ 2021-22 નું રૂા.610.49 કરોડનું કરવિહોણું બજેટ રજૂ

0

જામ્યુકોનું વર્ષ 2021-22 નું રૂા.610.49 કરોડનું કરવિહોણું બજેટ રજૂ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

જામનગર મહાપાલિકાનું ર0ર1-22 નું બજેટ આજે મ્યુ. કમિશ્નર સતીષ પટેલે સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયાને રજૂ કર્યું હતું,

જેમાં એકંદરે કુલ ખર્ચ 61ર.49 કરોડ, બંધ પુરાંત ર03.ર1 કરોડ, ઉઘડતી પુરાંત ર3ર.89 કરોડ અને એકંદરે કુલ ઉપજ પ8ર.71 કરોડ દશર્વિવામાં આવ્યા છે,

આ બજેટ સાધારણ કહી શકાય, કોઇપણ જાતના નવા વેરા નાખવામાં આવ્યા નથી,

ગુલાબનગર ખાતે જુનો સમ્પ, નલ સે જલ યોજનામાં રૂા. રપ કરોડ, સીસી અને ડામર રોડ માટે રપ કરોડ, લાલપુર બાયપાસ પાસે સર્મપણથી બેડી વીંગ રોડ હેડ કવાર્ટસ પાસે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જનતા ફાટક પાસે 6 આવાસ, હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન અને .4.પ0 કરોડના ખર્ચે મેટલ વાઇન્ડનીંગ કરવામાં આવશે,

ખાસ કરીને મિલ્કત વેરામાં ર006 પહેલા 100 ટકા વ્યાજ માફી અને ર006 પછી પ્રોપટી ટેકસમાં 9 ટકા લેખે વ્યાજ રાહત આપવા બજેટમાં ભલામણ કરવામાં આવી છે.

તમામ પ્રકારના ટેક્સ, પાણી ચાર્જ, મિલ્કત વેરા, ટાઉનહોલ ફી, કારખાના લાયસન્સ ફી, ઢોર ડબ્બા ચાર્જ સહિતના ચાર્જીસ ગયા વખતની જેમ રાખવામાં આવેલ છે.

સને 2020-21 દરમ્યાન પાણી પુરવઠાના કામો, અન્ડર ગ્રાઉન્ડ નેજ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના કામો, હાઉસીંગ સેલ, રસ્તાઓ, ફાયર અને ઇમરજન્સી સર્વિસના કામો, આગવી ઓળખના કામો અન્વયે ભુજીયા કોઠા રેસ્ટોરેશન-ક્ધઝવેશનના કામો પ્રગતિમાં છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.