Friday, October 9, 2026
Home Blog Page 398

જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં તા.10 એપ્રિલના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

0

જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં તા.10 એપ્રિલના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

જામનગર,નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર તા.10એપ્રિલ 2021ના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપત્ર કેસ, નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, વિજળી અને પાણી બિલ(સમાધાન પાત્ર ન હોય તે સિવાયના),કૌટુંબીક તકરારના કેસ,જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ(ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ), અન્ય સીવીલ કેસ(ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ વગેરે કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલ્સાના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોક્ત જણાવેલ પેન્ડીંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માગતા હોય તો તેઓના વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા અનુરોધ છે.

લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નીકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.

લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફોન નં. 0288-2550106 ઉપર સંપર્ક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળજામનગરના ઈ.સચિવશ્રીની યાદીમાં જણાવાયુ છે.

પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડને લઇને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ.

પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડને લઇને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ.

પાટણ: પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્ર્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વર્ષ 2018ની મેડિકલ પરીક્ષામાં ગોરખધંધાનો ખુલાસો થયો છે.

ત્રણ નાપાસ વિદ્યાર્થીની ઉત્તરવહી બદલી ખોટી રીતે પાસ કરાયાનો તપાસ કમિટીનો અહેવાલ રજૂ કર્યો હતો.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 2018માં લીધેલી એમ.બી.બી.એસ. ફર્સ્ટ યરની પરીક્ષામાં 3 નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા હોવાના આક્ષેપ મામલે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીનું મોટુ નિવેદન: હજુ અઠવાડિયું કેસ વધશે.

0

મુખ્યમંત્રી રૂપાણીનું મોટુ નિવેદન: હજુ અઠવાડિયું કેસ વધશે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ જેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રોજ રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે.

આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. 3 લાખ વેકસિન આપવાની મુહિમ છે.

વિધાનસભા સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.

રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ અને લોકો કોરોના ગાઇડલાઇનને ઘોળીને પી ગયા હતા. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

જેને લઈ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.

છેલ્લા બે મહિનાથી લાપતા કિશોરીને 2 સપ્તાહમાં શોધો, નહીં તો ડીસીપી કોર્ટ સમક્ષ હાજર થાય: ગુજરાત હાઇકોર્ટ

0

છેલ્લા બે મહિનાથી લાપતા કિશોરીને 2 સપ્તાહમાં શોધો, નહીં તો ડીસીપી કોર્ટ સમક્ષ હાજર થાય: ગુજરાત હાઇકોર્ટ

હાઈકોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 સપ્તાહમાં શોધી લાવો, નહીં તો ઝોન-6ના ડીસીપી એ.એમ.મુનિયા 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થાય.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ગત 18 જાન્યુઆરીના રોજ દસમા ધોરણમાં ભણતી 15 વર્ષની કિશોરી ગુમ થઇ હતી. જેની પોલીસને બે માસ બાદ પણ કોઇ ભાળ મળી નથી.

જેથી પિતાએ ગુજરાત હાઈકોર્ટમા હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેની બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી.

હાઈકોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 સપ્તાહમાં શોધી લાવો, નહીં તો ઝોન-6ના ઉઈઙ એ.એમ.મુનિયા 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થાય.

અરજદાર પિતાની રજૂઆત છે કે, તેમનો 13 વર્ષનો પુત્ર 18મી જાન્યુઆરીના રોજ તેમની પુત્રીને સવારે સાત વાગ્યે સ્કૂલે મૂકવા ગયો હતો.

બપોરે 12 વાગ્યે સ્કૂલે લેવા ગયો તો તે ત્યાં ન હતી. શિક્ષકોએ કહ્યું હતું કે, તે આજે સવારથી જ શાળામાં આવી નથી. પુત્રે પરિવારને જાણ કરી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્કૂલની આસપાસના વિસ્તાર તેમજ કાલુપુર રેલવે સ્ટેશન સુધી કિશોરીની કોઇ માહિતી ન મળતા પરિવારે આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી અરજદાર પિતાની કોર્ટમાં રજૂઆત હતી કે , ફરિયાદ કરી હોવાને લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે પોલીસ હજી સુધી આ છોકરી સુધી પહોંચી શકી નથી. તે કેવી પરિસ્થિતિમાં હશે તેની કાંઇ ખબર નથી અત્યારે તેનો જીવ જોખમમાં છે.
ેથી પિતા દ્વારા હેબિયસ કોર્પસની અરજી દ્વારા દાદ માગવામાં આવી છે. જેમા હાઇકોર્ટ પોલીસની કામગીરી પર નારાજગી દર્શાવી હતી.

ભાણવડમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ: જમીન પચાવી પાડી, મારી નાખવાની ધમકી આપતા ત્રણ શખ્સો સામે ગુનો.

0

ભાણવડમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ: જમીન પચાવી પાડી, મારી નાખવાની ધમકી આપતા ત્રણ શખ્સો સામે ગુનો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા સબબ બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચોખંડા ખાતે રહેતા એક વૃદ્ધની જમીન પચાવી પાડી અને જાનથી મારી નાખવાની ધમકી સબબ આ જ ગામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાબેના ચોખંડા ગામની જંગલવાડી સીમમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ભોજાભાઈ અરશીભાઈ ભાટુ નામના 70 વર્ષીય આહીર વૃદ્ધએ સંયુક્તમાં મોરઝર ગામની સીમના જુદા જુદા સર્વે નંબર વાળી જમીન મોરઝર ગામના આલાભાઈ બેચરભાઈ બગડા પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી, તા. 05/07/2012 ના રોજ રજીસ્ટ્રેશન નંબર 1096 થી ખરીદ કરી હતી. આ માટે તેમના દ્વારા રૂપિયા એક લાખ પણ ચૂકવવામાં આવ્યા હતા.

પરંતુ આ જમીન અંગે મોરઝર ગામના પીઠા આલાભાઈ બગડા, જયસુખ પીઠાભાઈ બગડા અને જીતેશ પીઠાભાઈ બગડા નામના ત્રણ કુટુંબી શખ્સોએ ફરિયાદી ભોજાભાઈ ભાટુની માલિકીની આ જમીનમાં તેમણે રૂ. વીસ હજારના ખર્ચે તેમણે કરેલો એક બોર બુરી દઈ, અને નુકશાની કરવા ઉપરાંત આ જમીનમાં પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનનું બાંધકામ પણ કરી લીધું હતું.

આ પરિસ્થિતિમાં ફરિયાદી ભોજાભાઈ આરોપીઓને સમજાવવા જતા તેઓએ ભોજાભાઈ તથા તેમની સાથે આવેલા સાહેદને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હતી. અને કિંમતી જગ્યા પર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 427, 506 (2), 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં પેઈડ ટીવી ચેનલને ફ્રી બતાવવા સબબ દુકાનદાર સહિતના શખ્સો સામે આઈ.ટી. એક્ટ સહિતનો ગુનો નોંધાયો.

0

ભાણવડમાં પેઈડ ટીવી ચેનલને ફ્રી બતાવવા સબબ દુકાનદાર સહિતના શખ્સો સામે આઈ.ટી. એક્ટ સહિતનો ગુનો નોંધાયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલ સામે અને પોલીસ ચોકી પાસે એ ટુ ઝેડ સ્ટોર નામની દુકાન ધરાવતા વિરાંગ વૈશ્નાની દ્વારા ફ્રી ટુ એરનું સેટઅપ ખરીદ કરી, સેટઅપ બોક્સની અંદર ઈઈ ઈઅખઉ સોફ્ટવેર નાખી, સોની ટીવીની 29 ચેનલો ઈઈ ઈઅખઉ સોફ્ટવેરથી પ્રસાયણ મેળવી, સોની કંપનીના પેઈડ ચેનલોને ફ્રીમાં સેટઅપ બોક્સ વાઇફાઇ સાથે કનેક્શન આપી આર્થિક લાભ મેળવી અને વેચાણ કરવાથી સોની ટીવીની ચેનલો વિનામુલ્યે પ્રસારણમાં આપી અને કંપનીનીને આર્થિક નુકશાની પહોંચાડી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મીડિયા કંપનીના ચેરમેન અને અંધેરી (ઇસ્ટ)- મુંબઈ ખાતે રહેતા અરુણભાઈ કમલાપ્રસાદ દુબેની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે એ ટુ ઝેડ સ્ટોરના માલિક વિરાંગ વૈશ્નાની તથા સેટઅપ બોક્સના ડીલર અને ઈઈ ઈઅખઉ નામના સોફ્ટવેરના આઈ-ડી પાસવર્ડ આપનાર સહિતના સંડોવાયેલા શખ્સો સામે આઇ.પી.સી. કલમ 406, 420, 426 તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડ નગરપાલિકાના ભાજપના આઠ સભ્યોને પક્ષમાં સસ્પેન્ડ.

0

ભાણવડ નગરપાલિકાના ભાજપના આઠ સભ્યોને પક્ષમાં સસ્પેન્ડ.

જામનગર: સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યો પાસે બળવો કરાવીને કોંગ્રેસે સત્તામાંથી દૂર કરીને ભાજપનું નાક વાઢી લીધું છે.

ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટોના ટેકાથી આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદા પરથી દૂર થતાં ભાજપ પાસેથી સતા ઝૂંટવાઇ ગઈ છે.

આ ઘટનાના કારણે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે 8 અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપે મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાણવડ નગરપાલિકામાં ભાજપના 16 અને કોંગ્રેસના 8 સભ્ય છે. ભાણવડ પાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ગોદાવરીબેન જમનાભાઈ કણઝારિયા પ્રમુખ તથા નરેન્દ્રસિંહ ભાટાણી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની વરણીના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ભાજપમાં ગજગ્રાહ ચાલતો હતો.

આ મુદ્દે છેલ્લા છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ્પ થઈ ગયો હતો. કોંગ્રેસે આ તકનો લાભ ઉઠાવી વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. બુધવારે ખાસ સામાન્ય સભા નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાની અધ્યક્ષતામાં ભાણવડ પાલિકામાં યોજાઈ હતી. આ સભામાં ભાજપના નારાજ 8 સભ્યોતથા કોંગ્રેસના 8 મળી કુલ 16 સભ્યોના ટેકાથી અવિશ્વાસનો ઠરાવ પાસ થતાં પ્રમુખ-ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા છે.

 

ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના સભ્ય મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાએ પક્ષના વ્હીપનો અનાદર કરી મતદાન કરતા પ્રદેશ ભાજપ દ્વારા તમામને તાકીદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

જામનગરમાં લાખો રૂપીયાનું ફૂલેકું ફેરવારનાર આસ્થા કંપનીના ડાયરકેટરોને બે વર્ષની સજા ફટકારતી અદાલત.૨૬ આસામીઓએ કરેલ ફરીયાદમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

0

જામનગરમાં લાખો રૂપીયાનું ફૂલેકું ફેરવારનાર કંપનીના ડાયરકેટરોને બે વર્ષની સજા ફટકારતી અદાલત.

જામનગર કોર્ટનો મહત્વનો ચુકાદો.

છેતરપીંડી ક્રનાર અસ્થા ઇન્ટરનેશન લીમીટેડ વિરુઘ્ધ થયેલ ચેક રીર્ટનની અલગ અલગ 26 આસામીઓ દ્વારા કરાયેલ તમામ ફરીયાદોમાં કંપનીના ડાયરેકટરોને ર વર્ષની સજાનો હુકમ કરતી કોર્ટ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

જામનગર લીમડા લાઇન ખાતે સને 2012 માં આસ્થા ઇન્ટરનેશલ લીમીટેડ દ્વારા ઓફીસ ખોલી જામનગરા ની પબ્લીકને આસ્થા ગ્રુપ ઓફ કંપનીસ માં રોકાણ કરીયે મોટુ વળતર અપવમાં આવસે તેવી જાહેરાતો કરી જેના થી પ્રેરાયને જામનગરના ઘણા વ્યક્તી ઓ દ્વારા આસ્થા કંપનીમાં રોકાણ કરેલ જે બાદ અચાનક આસ્થા કંપની દ્વારા ‘ગુજરાત સમાચાર’માં તા. 12/05/2012 ના રોજ કંપની નાણાકીય ખોટ ના કારણે આગળ ચાલી શકે તેમ નથી

જેથી યુનીત બુક કરાવનાર સભ્યોને રોકાણ મુજબની રકમ કંપની પાછી ચુકવા માંગે છે તેવી જાહેરાત આપેલ અને રોકાણ કરનારાઓને તેની રોકાણની રકમ પરત ચુકવવા આસ્થા કંપનીના ડાયરેકટરો દ્વારા દરેક રોકાણકારોને તેની રોકાણ ની રકમનાં પરત ચૂકવણી માટે ચેકો આપવા માં આવેલ અને જે બાદ રાતો રાત કંપની દ્વારા ઓફીસ બંધ કરી દેવામાં આવેલ અને રોકાણ કારોને આપેલ ચેકો પણ રીર્ટન થતા આવુ રોકાણ કરનાર અલગ અલગ રદ વ્યક્તીઓ દ્વારા પોતાના વકીલ શ્રી ચંદ્રેશ એન. મોતા મારફતે કંપની તથા તેના બંને ડાયરેક્ટર વિરુધ્ધ ચેક રીર્ટનની ફરીયાદો દાખલ કરેલ જે ફરીયાદો ચાલી જતા ફરીયાદીની ના વકીલ ની દલીલો તથા રજુ કરેલ પુરાવાઓ ધ્યાને લઈ આ  26 આસમીઓ જેમા
(1) વિપુલ જે બોરસદીયા-રૂા. ર,01,537
(ર) દીપક એમ. સધરીયા-રૂા. ર,07,093/-
(3 નયનાબેન પ્રભુભાઇ ભદ્રા-રૂા.પ2.9પ0-
(4) જલ્પાબેન પીયુશભાઇ દેવાણી -રૂા..45,000-
(5) રહેમતબેન જમાલભાઇ પટણી -રૂા.98950/-
(6) નયનાબેન જયપ્રકાશ પટેલ-રૂા.1.19,310/-
(7 જયસુખલાલ બી. પટેલ -રૂા.60,000/-
(8) જુનેદ સલીમભાઇ ખીલજી -રૂા.52.465
(9 સંજય બાબુભાઇ તરવિયા -રૂા.1.72.224
(10) કિશોર બાબુભાઇ તરવિયા -રૂા.32.292
(11) ઘ્યાલભાઇ મધુભાઇ કણજાર -રૂા.35,781/-
(1ર) શિવ નારાયાણ વિશ્વકર્મા -રૂા.રર.3ર6/-
(13) મહમ્મદ બીનઉમરભાઇ મસ્કતી -રૂા.52.465
(14) મનીષાબેન એમ. પટેલ. -રૂા. 60,000/-
(15) શબીર જે. સુમરા -રૂા. 56,950/-
(16) ફાઝલમમદ એમ. માકડીયા -રૂા.1.95,960/-
(17) કલ્પેશભાઇ પરસોતમભાઇ -રૂા. 86,076/-
(18) પ્રઘ્યુમન એમ. માકડ-રૂા. 79.635/-
(19) યછુબ હુશેન ખુરેશી -રૂા.30.272/-
(20) ધરમદ્ર શ્રીરામ નિર્મલ-રૂા.56,950/-
(ર1) પંજા અબદુલ રજાક -રૂા. 14,508/-
(રર) મહમ્મદ સીદીક અબદુલ રજાક -રૂા.20,987
(23) જ્યોતિ અશ્વીનસિહ -રૂા.1ર,ર3ર/-
(ર4) અશ્વીનસિહ નાથુભા -રૂા.–
(રપ) પુષ્પા રણછોડ અશ્વાર -રૂા.40,000/-
(ર6) જયેશ નરશી કટારીયા -રૂા.56,950/-

ના કુલ 26 ચેક રીર્ટના કેસોમાં દરેકમાં નામદાર પ માં એડી.ચીફ.જ્યુડીશીયલ શ્રી આર.બી.જોષી સાહેબે આસ્થા કંપની તથા તેના બંને ડાયરેક્ટર ને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં ર વર્ષની સજા તથા દરેક કેસ ની ચેક ની રકમથી બમણી રકમનો દંડ ભરવાનો આરોપીઓ વિરુઘ્ધ હુકમ કરેલ છે દંડ ની રકમ ના ભરેતો 6 માસ ની સજા નો હુકમ કરેલ છે.

આસ્થા કંપની વિરઘ્ધના આ ચકચારી પ્રકરણમાં ર6 ફરીયાદીઓ કે જેમાં સજા કરવામાં આવેલ છે તે દરેક તરફે વકીલ શ્રી ચંદ્રેશ એન મોતા તથા મૌત્રી એમ.ભુત રોકાયેલા હતા.

મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા ‘આપ’માં જોડાતા ભાજપમાં ભડકો.

0

મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા ‘આપ’માં જોડાતા ભાજપમાં ભડકો.

પંચમહાલ :

માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણી ની જાહેરાત કરી હતી.

આગામી 17 એપ્રિલ રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. એક સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે.

મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણી માં ત્રિકોણીય જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ બાદ આપ પણ ઉમેદવાર મેદાનમાં ઉમેદવાર ઉતારવા સક્રિય બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરાયો છે.

મોરવા હડફના ખૂંદરા ગામે કાર્યકર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સંનિષ્ઠ અગ્રણી સહિત કુલ 300 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અંર ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ડામોર સહિત કેટલાક ભાજપ સમાર્થીત સરપંચ, કોંગ્રેસના પણ કેટલાક પૂર્વ હોદ્દેદારો આપમાં જોડાયા છે. ત્યારે પંમચહાલની પેટાચૂંટણી પહેલા સર્જાતી આ સ્થિતિ ભાજપ માટે મોટા ઝટકા સમાન છે. ભાજપમાં ગઈકાલે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 21 ઇચ્છુકોએ ટિકિટની માંગણી કરી છે.

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, 80% દંડની રકમ વસુલાઇ નથી!

0

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, 80% દંડની રકમ વસુલાઇ નથી!

ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી ચાલી રહી છે.

ગઇકાલેે વિવિધ વિભાગના મંત્રીઓ દ્વારા પ્રશ્નોના જવાબ રજુ કરવામાં આવ્યા જેમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ કેટલા ઈ મેમા દ્વારા પૈસૈ વસુલવામાં આવ્યા, રાજ્યમાં અકસ્માતથી રોજ કેટલા લોકોના મોત થાય છે.

રોડ સેફ્ટી, ખનીજ માફિયાઓ પાસેથી કેટલો દંડ વસુલાયો, રોરો ફેરી ખર્ચ તથા લાંચીયા બાબુઓ પાસેથી કેટલી અપ્રમામસર મિલકત ઝડપી પાડવામાં આવી તેવા અનેક પ્રશ્ર્નો પર સરકારે પોતાના જવાબ રજુ કર્યા હતા.

રાજ્યમાં બે વર્ષમાં 72.60 લાખથી વધુ ઈ-મેમા ઈસ્યુ કરાયા. રાજ્યમાં બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 72 લાખ 60 હજાર 552 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી 270 કરોડ 80 લાખ 2 હજાર 258 રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે 2 કરોડ 67 લાખ 5 હજાર 890 રૂપિયા વસુલવાના બાકી છે.

ઈ-મેમો ઈસ્યૂ કર્યા બાદ 80% દંડની રકમ વસુલવામાં આવી નથી. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 26 લાખ 72 હજાર 509 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા, જ્યારે બીજા નંબરે રાજકોટમાં 17 લાખ 83 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા જ્યારે ત્રીજા નંબરે વડોદરા શહેરમાં 13 લાખ 54 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા.

કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારનો લેખિત જવાબ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગના 26.67 લાખ ઈ-મેમો ઈસ્યુ થયા છે.

2 વર્ષમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ મામલે રૂ.19.78 કરોડ દંડ જમા થયો. જો કે રૂ. 79.80 કરોડ નો દંડ વસુલવાનો હજુ પણ બાકી છે. આ મામલે નિયમિત રીવ્યુ કરવામાં આવતો હોવાનો સરકારે જવાબ આપ્યો છે. બાકી રકમ વસૂલવા સરકાર પગલાં ભરતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.