Friday, October 9, 2026
Home Blog Page 397

રાજકોટ ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા ફરાર પ્રકરણમાં એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીનોં ભોગ. 

રાજકોટ ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા ફરાર પ્રકરણમાં એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીનોં ભોગ. 

દેશ દેવી ન્યુઝ નેટવર્ક

નિખિલ ડોંગા ને બુધવારના રોજ પાલારા જેલમાંથી મોઢાના કેન્સરની સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવ્યા બાદ ધુળેટી રાત્રે રાત્રિએ નાસી છૂટેલો ગોંડલનો ગેંગસ્ટાર હજુ પકડયો નથી તો બીજી તરફ નિખિલ દોંગા નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં બેસીને ભાગ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. 

આ કિસ્સામાં જાપ્તામાં રહેલા પી.એસ.આઇ કોન્સ્ટેબલ સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ છે 

નિખિલે ભાગતી વખતે બ્લેક વાઈટ ટીશર્ટ પહેર્યા હતા અને હાથ પર પાટો બાંધ્યો હતો ભરત નામના જે શખ્સ દ્વારા પીએસઆઇ ગાગલને જ્યુસ લઇને આવું તેમ પૂછવા ફોન કરવામાં આવ્યો હતો તે મોબાઇલ નંબરની પણ તપાસ કરવામાં આવી રહી છે દરમિયાન એવો સવાલ ઉઠ્યો કે નિખિલ ખરેખર બીમાર હતો કે કેમ.!  આ સમગ્ર કાવતરામાં કોને કોને ભૂંડી ભૂમિકા ભજવી છે એતો નિખિલ પકડાઈ પછી જ  બહાર આવવા પામશે.

હોસ્પિટલ માં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ ની પોલીસ દ્વારા ચકાસણી કરાઇ હતી જેમાં નિખિલ  એક અજાણ્યા શખ્સ સાથે રાત્રિના ૧: ૧પ આરશામાં વાજપેયી ગેટ પાસેથી હોસ્પિટલની બહાર રહેલો દેખાય છે. 

આ બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આઈપીસીની કલમ ૨૨૩, ૨૨૪. અને ૨૨૫ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ બનાવે ગુજરાત ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે

 

હાપા સ્ટેશન પાસે મહિલાની હત્યાની કોશીષ આઠ શખ્સો સામે ફરિયાદ.

0

હાપા સ્ટેશન પાસે મહિલાની હત્યાની કોશીષ આઠ શખ્સો સામે ફરિયાદ.

હાપા ગામમાં આઠ શખ્સોએ ઘરમાં ધુસી ત્રણ મહિલા સહિત ચાર પર કર્યા ખુની હુમલો કરી મકાનમાં કરી તોડફોડ.

હાપા માં જૂની અદાવતનો ખાર રાખી આઠ ચારણ શખશો મહિલાના ઘરમાં ઘૂસી માર્યો મરણતોલ માર.

જામનગરના આપ આ ગામમાં રવિ અશોક ભાઈ મકવાણા પર અગાઉની માથાકૂટ નો ખાર રાખી સોમરાજ નાગાજણ ,અમરા નાગાજણ,રાજશી આલા વીર ચારણ નામના શખ્સોએ હુમલો કર્યો હતો જેની સાથે અન્ય પાંચ શખ્સો આવ્યા હતા.

તે તમામ રવિભાઈ ના ઘરમાં ઘૂસી છરી પાઇપ વિજયા હતા આ વેળાએ વચ્ચે પડનાર રવિના માતાને માથાના ભાગમાં ગંભીર ઇજા કરવા ઉપરાંત તેઓના દાંત આરોપીએ પાડી નાખ્યા હતા તેમજ બે અન્ય મહિલાઓને પણ મરણતોલ માર માર્યો હતો પોલીસે હત્યાનો પ્રયાસ શહીત ની કલમ મુજબ આઈપીસી- કલમ ૩૦૭,૩૨૬ ,૩૨૪ ,૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪ (ખ) ૪૨૭ ,૪૫૨, પ૦૬ (ર) અને જીપીએક્ટ ૧૩૫(૧) કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

કિરીટ જોશીની હત્યાના આરોપી  જયેશ પટેલ સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ.

0

કિરીટ જોશીની હત્યાના આરોપી  જયેશ પટેલ સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ જામનગર 30.
જામનગરના ચર્ચાસ્પદ કિરીટ જોશી હત્યાકાંડ ના આરોપી જયેશ પટેલ સહિત પકડાયેલા ત્રણેય આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવા નું સામે આવતા ચાર ની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ચકચારી પ્રકરણમાં જામનગર પોલીસ દ્વારા ટુકડી બનાવી જુદા જુદા રાજ્યોમાં તપાસ આદરવામાં આવી હતી દરમિયાન ખુલ્લી વિગતોના આધારે સીટી એ ડીવીઝન માં ગુનો દાખલ કરી તપાસ  આગળ આવી છે.

જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી જયેશ પટેલ ની ગુનાખોરી ને નાબુદ કરવા તપાસ નો ધમાલ ચલાવવામાં આવ્યો હતો કિરીટ જોશી હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીને ૧૨ દિવસના રિમાન્ડ સાથે જુદી જુદી દિશામાં તપાસનો દોર આગળ વધાર્યો છે.

પકડાયેલા આરોપીઓએ કિરીટ જોશી ની હત્યા બાદ ચાર દેશ અને સાત રાજ્યોમાં રોકાયા હોવાનું કબૂલાત આપી હતી તપાસમાં આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજ ઉપયોગ  કરી પાસપોર્ટ બનાવ્યાનું તપાસમાં ખોલવા પામેલ આથી જયેશ પટેલ અને હત્યા કેસના ત્રણેય આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ સીટી એ ડીવીઝન માં તમામ આરોપી સામે આઈપીસી કલમ -120 (બી), ૪ર૦,૪૬૫,૪૬૮, ૪૭૧ મુજબ ફરીયાદ  દાખલ કરવામાં આવી છે.

જામનગરના  મસીતીયામાં હજરત કમરૂદ્દીન શાહ બાબા ના 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે યોજાણી અશ્વ રેસ :- દેશ દેવી ન્યુઝ જામનગર

0

જામનગરના  મસીતીયામાં હજરત કમરૂદ્દીન શાહ બાબા ના 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે યોજાણી અશ્વ રેસ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર ર૯

જામનગર શહેર નજીક આવેલા મસીતીયા ગામમાં દર વર્ષની જેમ આ આ વર્ષે પણ ઉર્ષની રંગેચંગે ઉજવણી કરાઈ.

જામનગર શહેર નજીક આવેલ મસીતીયા ગામ માં આજરોજ વહેલી સવારે હઝરત કમરૂદ્દીન શાહ બાબા ની 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે અશ્વરેસ નું આયોજન કરવામાં આવેલ હાલ કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇ આયોજન ફક્ત ગામ પૂરતું મર્યાદિત રાખવામાં આવેલ હતું તેમાં મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભર ભાગ લીધેલ.

મસીતીયા ગામ માં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબા ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને દાતાશ્રીઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ આયોજન રાખવામાં આવતું હોય છે.

પરંતુ આ વખતે કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ ને આ કાર્યક્રમ ફક્ત ગ્રામજનો પૂરતો રાખેલ અને તેમાં અશ્વરેસનું આયોજન કરેલ આ રેસમાં ભાગ લેનાર વિજેતાને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવેલ.

જામનગર અને જોડિયાના ૩ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને 10 – 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ :- દેશ દેવી ન્યુઝ જામનગર

0

જામનગર અને જોડિયાના ૩ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને 10 – 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ.

(૧). ચાર વર્ષ પહેલા નોંધાઇ ફરિયાદ સગીર યુવતિનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું

જામનગર શહેરના શંકર ટેકરી અને ગુલાબ નગર વિસ્તારમાંથી ચાર વર્ષ પહેલા બે સગીરા તથા જોડિયા તાલુકામાં થી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ ત્રણેય કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીને દસ -દસ વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષની પુત્રી ને વર્ષ 2016માં સાગર કરસનભાઈ સોલંકી નામનો શખસ લલચાવી ફોસલાવી અપરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. સાગરે તે બાબતની વાત કરવા ગયેલ સગીરાના પરિવારને હડધૂત કર્યાની પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે આથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

(ર).  જોડિયા તાલુકામાંથી વર્ષ 2017માં શ્રમિક પરિવારની સગીર પુત્રીનું રાહુલ ગોલાભાઇ પરમાર નામનો શખસ અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારીયાની ફરીયાદ હતી

(3). જામનગરના ગુલાબ નગર વિસ્તાર રહેતા એક પરિવારની 17 વર્ષની પુત્રીને ચારેક વર્ષ પહેલા ગણેશ માનસિંગ કંસારા નામનો સખસ અપહરણ કરી લઈ જઈ તેણે પર વારંવાર  દુષ્કર્મ ગુજાર્યું હતું આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દુષ્કર્મના આ ત્રણેય કેસ પોસ્કો અદાલતમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ   કે.આર રબારીએ આરોપી સામે રજૂ થયેલા પુરાવા જુબાની અને તબીબી અભિપ્રાય ને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીને તકસીરવાન  ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.

હોળી નાની પણ ફાયદા મોટા: લીમડાલાઇન પટેલ મિત્રમંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

0

હોળી નાની પણ ફાયદા મોટા: લીમડાલાઇન પટેલ મિત્રમંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

પર્યાવરણમાં સંદેશાના ભાગરૂપે જામનગરના લીમડા લાઈનમાં પટેલ ગરબી મંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

જામનગર શહેરમાં હોલિકા દહનની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે તેમાં જામનગરના અલગ અલગ વિસ્તાર ના શેરી – મહોલ્લા ના મિત્ર મંડળના યુવકો ઉત્સાહ હોળીની ઉજવણી કરવામાં આવે છે તેમાં ગુજરાત ભરમાં પ્રખ્યાત એવી ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતી હોલિકા દહન જામનગરમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે

પરંતુ આ વખતે હોળીકા દહન માં લાકડા ની જગ્યાએ ગોબર સ્ટીક નો ઉપયોગ જોવા મળ્યો તેમાં ખાસ કરીને લીમડા લાઈન પટેલ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ હોળીકા દહન માં છાણા લાકડા ના ઉપયોગની સાથે ગાયના ગોબરમાંથી બનાવેલ ગોબર સ્ટીક નો ઉપયોગ કરી ખાસ લોકોને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો છે ગોબર સ્ટિક માંથી બનાવેલ હોળીકા પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સાથો-સાથ ધેધુર વૃક્ષનું નિકંદન નીકળતા પણ અટકશે અને વાઇરસ નાબુદ થશે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો ગોબર સ્ટીક નો ઉપયોગ વધુ કરી રહ્યા છે આ જોતા લાકડા નુ સ્થાન ગાયના ગોબરમાંથી બનતી ગોબર સ્ટીક લઈ લેશે  અને  આવનારા વર્ષમાં વૈદિક હોળીનો ટ્રેન્ટ વધશે.

જામનગર : મોડી રાત્રે પાંચ યુવાનો પર ખુની હુમલોઃ એક ગંભીર

0

જામનગર : મોડી રાત્રે પાંચ યુવાનો પર ખુની હુમલોઃ એક ગંભીર

જામનગર : જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં ગત મોડી રાત્રીના પાંચ યુવાનો પર જુની અદાવતમાં  તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પાંચેય યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકની હાલત  ગંભીર હોવાનું જાણવા  મળ્યું છે.

જામનગરમાં  ગત રાત્રે 11 વાગ્યે રામેશ્ર્વરનગર વિસ્તારમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારા મારી કરી હતી. આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરી ના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે આરોપીઓ પુવાનને મારવા માટે છરી સહિત ના હથીયારો સાથે હોસ્પિટલમાં ધુ્સી જતા હોસ્પિટલમાં થોડી ક્ષણો માટે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આ બનાવે જામનગરમાં સારી એવી ચર્ચા જગાવી છે જયારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં  આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર કાલાવડના ભાવભી ખીજડીયા નજીક  બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત એક નું મોત

0

જામનગર કાલાવડના ભાવભી ખીજડીયા નજીક 
બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત એક નું મોત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર

જામનગરના કાલાવડ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કારમાં બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડેલ તેમાં બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલ તેમાંથી એક નું મોત થયેલ હોય અન્ય બે વ્યકિતને માથાના ભાગે ગંભીર  ઇજા થવાથી સીટી સ્કેન માં હેમરેજ હોવાનું ડોક્ટરે જણાવતા વધુ સારવાર અર્થે જામનગર બહારની હોસ્પીટલમાં ખસડેલ.

પ્રાપ્ત વિગત મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં ભોગ બનનાર બે નાના બાળકો અને એક બાળકી નોં ચમત્કારિક બચાવ થયેલ હોય તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત જી.જી હોસ્પિટલ લઇ આવતા બાળકોની ચિચયાટીથી વાતાવરણ શોકમય બની ગયું

મનપા સીવીલ શાખાએ  કાગળ ઉપર કરી કળા. કોન્ટ્રાક્ટર ને રાજી કરવાનો કારસો.!

0

મનપા સીવીલ શાખાએ  કાગળ ઉપર કરી કળા.
કોન્ટ્રાક્ટર ને રાજી કરવાનો કારસો.!

વિશાલ હોટલ પાસેના ટીપી પ્લોટમાં કેરણ  “ન” નાખવા બદલ એસ્ટેટે વસુલ્યો દંડ અને બીજે દિવસે સીવીલ શાખાએ આપી કાગળ પર  મંજુરી.!

જામનગર. ૨૭
શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મનપાના ટીપી પ્લોટ ને ગટરનો કાદો કીચડ કેરણ થી ઉકરડો કરતા કોન્ટ્રાક્ટરો.

શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મહાનગરપાલિકાના ટીપી પ્લોટમાં ઠલવાતા કેરણના ઢંગલા ના ગંદકી રાજ સામે કમિશનર બન્યા મુક બંધીર.!

જામનગર શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મહાનગરપાલિકાના  ૯૮ નંબરના ટીપી પ્લોટ માં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર કેરણ ઠલવાતા આ ટીપી  પ્લોટમાં ૪ થી ૫ ફૂટના ઢગલા થઈ જવાના કારણે ગંદકીના ગઢ જામી ગયા છે. તેવી લોક ફરીયાા ઉઠવા પામેલ છતા તંત્ર ધોર નિંદ્રામાં.

વિશાલ હોટલ ની બાજુમાં મહાનગર પાલિકાનો ટીપી નો પ્લોટ આવેલો છે તેમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કેરણ ડમ્પ કરવામાં આવે છે જેના કારણે આજુબાજુના વિસ્તાર કરતા ૮ થી ૧૦ ફૂટ ઊંચા ટેકરાઓ થઈ ગયેલ છે

વિશાલ હોટલની બાજુમાં વરસાદી પાણીની કેનાલ આવેલી છે જે કેનાલ જો સાફ ”ન”  થાય તો આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળી શકે તેમ છે  અને હાલની પરિસ્થિતિ જોતા આ ઢગલાઓ વચ્ચેથી કેનાલ સફાઇ થઇ શકે તેવી પરિસ્થિતિ નથી.

નવાઈ વાત તો એ છે કે આ ટીપી  પ્લોટ મા કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં  આવતી કેરણના મુદે મનપાની એસ્ટેટ દ્વારા ટ્રેક્ટરો જપ્ત કરી દંડની વસૂલાત કરવામાં આવેલ પરંતુ બીજા દિવસે મનપાની સિવિલ શાખાએ મનપાની સિવિલ ખાતે કરી કાગળ ઉપર કડા કોન્ટ્રાક્ટરોને કાગળ ઉપર કેરણ નાખવાની લેખિત મંજૂરી આપી દેતાં આશ્ચર્ય ફેલાયું છે.

બીજી બાજુ ચાર પાચ ફુટ કેરળના ઢગલાઓના કારણે અસામાજિક પ્રવૃતિ પણ વધી જવા પામેલ હોય આ વિસ્તારના લતાવાસીઓએ રાત્રીના સમય અહિથી પસાર થવું મુશ્કેલ અને ડરામણું લાગી રહ્યું છે.

કેરણની સાથો સાથ ગટરની કેનાલ સાફ કરેલ કાદો કીચડ આ પ્લોટ માં ઠલવાના  કારણે ગંદકીથી ખદબદતા પ્લોટમાં થર પર થર થઈ જતા ઢગલાઓ ડુંગરાળ વિરતારમાં ફેરવાઇ ગયો છે  જેના કારણે આજુબાજુની સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ દબાઇ ગયેલ હોય પરીણામે એટલી હદે ગંદકી થવા પામેલ કે આજુબાજુ ના રહેવાસીઓએ બારી દરવાજા ખોલવા મુશ્કેલ થઈ રહ્યા છે.

કેરણ નાંખવાની મુદ્દે જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર શૈલેષ જોષી સાથે ટેલિફોનિક વાતમાં તેઓએ જણાવેલ કે કોન્ટ્રાક્ટરને કેરણ નાખવાની મંજૂરી આપવામાં આવેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લેવલીંગ પણ કરી આપશે તેવી લેખિત બાહેંધરી આપેલ છે.

દ્વારકા જગત મંદિર ને લાગ્યા કોરોનાના તાળા ભક્તો માટે ત્રણ દિવસ મંદિર બંધ.

0

દ્વારકા ને લાગ્યા કોરોના તાળા.!

પવિત્ર યાત્રાધામ દ્વારકા જગત મંદિર ભક્તો માટે ત્રણ દિવસ બંધ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: દેવભૂમિ દ્વારકા.

હોળીના આ રંગોના પર્વમાં ભગવાન સાથે ભકતો ઉત્સવ ઉજવીને ભકિતના રંગમાં રંગાય છે. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતીને ધ્યાનેમાં લેતા તંત્ર દ્વારા ત્રણ દિવસ માટે ભકતોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તા. 27, 28 અને 29 માર્ચના 2021 એમ ત્રણ દિવસ ભકતોને મંદિરમાં પ્રવેશ મળી શકશે નહીં. દર વર્ષો લાખોની સંખ્યામાં ભકતો ફૂલડોલ ઉત્સવ માટે દ્વારકા પગપાળા કરી આવતા હોય છે.

પરંતુ આ વખતે મંદિરના દ્વાર ભકતો માટે બંધ રહેશે. તે માટેની તંત્ર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે. ફૂલડોલ દરમિયાન ત્રણ દિવસ મંદિર ભકતો માટે બંધ રહેવાનુ તંત્ર દ્વારા અગાઉથી જાહેર કરતા શુક્રવાર સુધીમાં આશરે અડધા લાખથી વધુ લોકો પગપાળા યાત્રા કરીને ભગવાન દ્વારકાધીશજીના દર્શન કર્યા.

દ્વારકાધીશ મંદિરમાં દર વખતે ભીડ થાય ત્યારે સુરક્ષા વધારવામાં આવે છે. પરંતુ આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા વધારવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં 2 ડી.વાય.એસ.પી ,3 પી.આઈ,10 પી.એસ.આઈ સહિત 250 જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે. તેમજ 100 પોલીસ જવાનો અને 100 જેટલા ગ્રામ્ય રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ બજાવશે.

આ ઉપરાંત મંદિરની આસપાસ ભીડ ના થાય તે માટે હાલથી બેરીકેટ અને રેલિંગ મુકવામાં આવી છે. મંદિરમાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ સાદગીપુર્વક પુજારી પરીવાર અને મંદિર ટ્રસ્ટ તેમજ વ્યવસ્થાપક સમિતી દ્વારા ઉજવાશે.

દ્વારકા શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરાશે ચેકપોસ્ટ પર સુરક્ષા જવાનો વધારે મુકીને બહારથી પ્રવાસીઓને મંદિર બંધ હોવાથી પરત જવા અપીલ કરાશે.

સાથે જ શહેરના મંદિર તરફના આંતરીક માર્ગો માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ત્રણ દિવસ તહેવાર દરમિયાન મંદિર બંધ રહેતા ત્યારબાદના દિવસોમાં પણ વધુ સંખ્યામાં ભકતો દ્વારકા આવે તેનુ અનુમાન છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા આગામી થોડા દિવસો સુધી દ્વારકામાં રાખવામાં આવશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.