Friday, October 9, 2026
Home Blog Page 396

સૈનિક સ્કૂલ બાલાચડી શૈક્ષણિક વર્ષ 2021-22ની મેડિકલ પરીક્ષા માટે પ્રારંભિક કોલ લિસ્ટ જાહેર.

0

સૈનિક સ્કૂલ બાલાચડી શૈક્ષણિક વર્ષ 2021-22ની મેડિકલ પરીક્ષા માટે પ્રારંભિક કોલ લિસ્ટ જાહેર.

જામનગર  સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજાયેલ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2020-21ની પ્રારંભિક કોલ  સૂચિ સૈનિક સ્કૂલ બાલાચડી ની વેબસાઇટ  www.ssbalachadi.org  પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રારંભિક કોલ સૂચિ વર્ગ-જાતિ પ્રમાણે જે તે શ્રેણીના ઉમેદવારોના ક્રમિક રોલ નંબર પ્રમાણે છે.

દરેક ખાલી જગ્યા દીઠ ત્રણગણા ઉમેદવારોને મેડિકલ પરીક્ષાથી પસાર થવું જરૂરી છે. વધારે માહિતી માટે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ પર જવા સૈનિક સ્કુલ બાલાચડીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

અંતિમ મેરિટ લિસ્ટ મે-2021(આશરે), સૈનિક સ્કૂલબાલાચડી દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોની મેડિકલ પરીક્ષા પૂર્ણ થયા પછી પ્રકાશિત કરવામાં આવશે.

ગામડામાં રહેતાં પટેલ પરિવારના ઘરે પોલીસના દરોડા, 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા.

0

ગામડામાં રહેતાં પટેલ પરિવારના ઘરે પોલીસના દરોડા, 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા.

આણંદ જિલ્લાનાં ખંભાતમાંથી એક આશ્ચર્ય ચકિત કરનારી ઘટના સામે આવી છે. ગામડામાં રહેતા એક પટેલ પરિવારના ઘરે અચાનક આવી ચઢેલી પોલીસે દરોડા પાડતા થોડા ઘણા નહી પરંતુ 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આ રૂપિયા અંગે પોલીસે પટેલ પરિવારના મોભીને આવકના સ્રોત અંગે પૂછતાછ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આખરે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જોકે, સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.

ગુજરાતના બગીચા તરીકે ઓળખાતું ચરોતર આર્થિક રીતે સુખી સંપન્ન છે તેમાં બે મત નથી. અહીંયા તમાકુના ઉત્પાદન અને વિદેશો સાથેના વ્યવહારોના કારણે આર્થિક રીતે સમૃદ્ધ લોકોનો મોટા પ્રમાણમાં વસવાટ છે.

જિલ્લાના અનેક ગામમાં બેંકો પાસે કરોડોની થાપણો પડી છે અને તેના દાખલા દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા છે પરંતુ તેવામાં પણ ગઈસાલે આણંદના ખંભાતના ખરરાપાટમાં એક ચકચારી ઘટના ઘટી છે.

અહીંયા અમદાવાદી ખડકીમાં રહેતા રાજેશ પટેલના ઘરે ગઈકાલે આણંદ એસઓજીએ બાતમીના આધારે દરોડા કર્યા હતા. આ દરોડામાં રાજેશ પટેલના ઘરમાંથી રૂપિયા 3.25 કરોડની બિન-હિસાબી રોકડ મળી આવી હતી. પોલીસે તેમને આવકના સ્રોત અંગે પૂછ્યું હતું ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આખરે જિલ્લા પોલીસ વડા રાજીયનને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે સીઆરપીસીની કલમ 102 અંતર્ગત રોકડા રૂપિયાનો કબ્જો લઈને ગુનો નોંધ્યો છે.

પોલીસે ગુનો નોંધી અને ઇનકમટેક્સ વિભાગને સંબંધિત રોકડ અંગે માહિતી આપી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાજેશ પટેલ સુખી સમ્પન પરિવારનાં છે.

તેઓ વ્યવસાયે ખેડૂત કમ કેમિકલ કંપનીમાં ભાદીગાર છે અને તેમનો પુત્ર લંડનમાં રહે છે ત્યારે આ પૈસા બિનહિસાબી હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી છે. હવે આ મામલે આગામી સમયમાં આયકર વિભાગની તપાસમાં પૈસાના સ્રોત વિશે શું તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું.પોલીસ રાજેશ પટેલના ઘરેથી 500 અને 2000 રૂપિયાના બંડલો વિમલના થેલામાં ભરીને અને અન્ય એક થેલામાં ભરીને લઈ આવી હતી. આટલી મોટી રકમ રોકડમાં એક સાથે જોઈને પોલીસના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમના માટે પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો.

જામનગર જિલ્લા જેલના 100 કેદીઓને પણ કોરોના વેક્સિન અપાઇ

0

જામનગર જિલ્લા જેલના 100 કેદીઓને પણ કોરોના વેક્સિન અપાઇ.

જામનગર,હાલમાં ફેલાયેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના અનુસંધાને જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લાજેલના ઇન્ચાર્જ .અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલીકાના સહયોગથી જામનગર જિલ્લા જેલ ખાતેજેલના બંદિવાનોને કોવિડ-19 પ્રતિરોધક રસીકરણ કેમ્પનુંઆયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં 84 જેલના કાચા આરોપી,15પાકા કેદી, તથા પાસા અટકાયતી હેઠળના 01 એમ કુલ મળી 100 બંદિવાનોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

આ કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.ધારાબેન ત્રિવેદી તથા મેડીકલ સ્ટાફ,જામનગર જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા, જનરલ સુબેદારશ્રી બાબુભાઇ જી.પરમાર,ફિઝીશ્યન શ્રી ડો.સી.એસ.ડાંગેરા, ડો.મલય આચાર્ય,ડો.સુનિલ પ્રસાદ તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

કોરોનાના કેસોની વધતા કેસને લઇ જીલ્લા કલેકટર યોજી સમિક્ષા બેઠક

0

કોરોનાના કેસોની વધતા કેસને લઇ જીલ્લા કલેકટર યોજી સમિક્ષા બેઠક.

જિલ્લા કલેકટરની બેઠકનો દોર શરૂ. વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના

જામનગર : કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા જામનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાને લઇ જી.જી. હોસ્પિટલ ખાતે વોર્ડની સુવિધાઓ, આવશ્યક દવાઓ વગેરે બાબતો હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટશ્રી દિપક તિવારી, ડીન શ્રી નંદિની દેસાઈ, કોરોનાના નોડલ ડોકટર શ્રી એસ.એસ.ચેટરજી, ડોક્ટર શ્રી મનીષ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાયટો ભાંગરો.! અધૂરા પરિપત્રથી  દોડધામ.

0

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાયટો ભાંગરો.! અધૂરા પરિપત્રથી  દોડધામ.

શહેરના PHC સેન્ટરના ડોક્ટરો પણ અજાણ.!

જામનગર શહેર તેમજ જિલ્લાની ગ્રાન્ટેડ અનેે નોન ગ્રાન્ટે શાળામાં ૪૫ વર્ષથી ઉપરના  સંચાલક અને સ્ટાફે  કોરોના વેક્સિન લેવા અંગે આરોગ્ય વિભાગની સુચના બાદ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ તા.૧-૪-૨૦ર૧ રોજ વેકસીન લેવા અંગેનો પરીપત્ર જાહેર કરેલો અને જામનગરના તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાા સંચાલકોને તથા સ્ટાફે વેક્સિન લેવા અંગેની જાણ કરવામાં આવેલ પરંતુ આ પરીપત્રમાં ફક્ત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો ઉલ્લેખ કરતા શિક્ષકો તથા સંચાલકોને વેકસીન આપવા અંગે શહેરની આરોગ્ય શાખા દ્વિધામાં પડી ગઈ.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ ના તમામ શાળા સંચાલક – સ્ટાફે  કોરોના વેક્સીન લેવા અંગે તારીખ 1-4 -2021  રોજ  પત્રક્રમાર્ક : પરચ/ કોરોના વેકસીન /2021/20501 થી સુચના આપવામાં આવેલ પરંતુ સંદર્ભ માં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નો ઉલ્લેખ કરતો પરિપત્ર હોવાથી શાળાના સ્ટાફ અને સંચાલકોને મહાનગરપાલિકા હેઠળ આવેલા આરોગ્ય સેન્ટરમાં કોરોના વેક્સિન લેવા માટે જતા ધરમના ધક્કા થયા છે.

કારણકે મહાનગરપાલિકા હેઠળના આરોગ્ય શાખાએ જણાવેલ કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જે પરિપત્ર જાહેર કરેલ છે તેમાં ફક્ત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નો ઉલ્લેખ કરેલો છે.

ખરેખર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ સંદર્ભમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા એમ બંનેનો ઉલ્લેખ કરવો જોઈએ જેથી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો જે વિસ્તાર હેઠળ આવતા હોય ત્યાં આસાનીથી કોરોનાની રસી લઇ શકે આવા સિંગલ પરિપત્રથી શિક્ષકગણ અને સ્ટાફને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક અને સ્ટાફ ને કોરોના વેક્સિન લેવા અંગેનો આવો કોઈ પરિપત્ર થયો છે કે કેમ.! તેનાથી પીએચસી સેન્ટર ના ડોક્ટર પણ  અજાણ છે.!

હાલ શિક્ષણ વિભાગે કરેલ અક્કલનું પ્રદર્શન અને  અધુરા પરિપત્રે શિક્ષણ જગતમાં દોડધામ મચાવી દીધી છે.

10 એપ્રિલ પછી સ્કૂલ શરૂ કરવી અશક્ય ઓનલાઇન જ ભણવું પડશે.

10 એપ્રિલ પછી સ્કૂલ શરૂ કરવી અશક્ય ઓનલાઇન જ ભણવું પડશે.

સમગ્ર ગુજરાતમાં સતત વધતા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યાને કારણે 10 એપ્રિલ બાદ સ્કૂલ શરૂ કરવું શક્યતા નહિવત છે.

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન બાદ લાંબા ગાળે સ્કૂલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી પરંતું કોરોનાના કેસને ધ્યાનમાં લઇ 10 એપ્રિલ સુધી  સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો હતો.

સંક્રમણ ને કારણે સરકાર દ્વારા અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં સ્કૂલોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું તેમાં ખાસ કરીને અમદાવાદ સુરત હાલ પણ કોરોના કેસની સંખ્યા દરરોજ ખૂબ જ વધી રહી છે આ સ્થિતિ જોતા 10 એપ્રિલે કુલો શરૂ કરવી શક્યતા નથી આથી વિદ્યાર્થીઓને ઓનલાઇન જ અભ્યાસ કરાવાશે.

પરીક્ષા અંગે શિક્ષણ વિભાગ ની ગાઈડલાઈન પ્રમાણે  કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા બાળકો સિવાય તમામ બાળકોને ઘરે પહોંચાડશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હવે આગામી સમયમાં સરકાર દ્વારા નવી તારીખની જાહેરાત થઈ શકે છે.

લગ્નના નામે ઠગાઈ કરી મહાજનના દોઢ લાખ ખંખેરી લુટેરી દુલ્હન ફરાર.

0

લગ્નના નામે ઠગાઈ કરી મહાજનના દોઢ લાખ ખંખેરી લુટેરી દુલ્હન ફરાર.

નાગપુરની યુવતી અને કાના છીકારીના ર સહિત ૩ સામે પોલીસ ફરીયાદ

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા માજન યુવાન પાસેથી દોઢ લાખની રકમ લઈને મૈત્રી કરાર કરી નાગપુરની યુવતીને ત્રણ દિવસ રાખ્યા બાદ મદદ કરનાર આરોપીઓ લઈ જઈ ને વિશ્વાસઘાત કર્યા નું બહાર આવ્યું છે.

જામનગર ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા રાત ચેમ્બર નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા પ્રિતેશ ધીરજલાલ શાહ નામના ૪૧ વર્ષીય મહાજન યુવાન ના લગ્ન માટે લાલપુર તાલુકા કાના છીકારી ગામમાં રહેતા કેટલાક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી જેમાં કાના છીકારી ગામના વિજયભાઈ બારોટ એ પોતાના ધ્યાનમાં મહારાષ્ટ્ર નાગપુર ની યુવતી હોવાનું જણાવ્યું હતું લગ્નવાંછુક પ્રિતેશભાઇ રસ દાખવતા વિજયભાઇ તથા તેમના પત્ની કાજલ બારોટ નાગપુરના મમતા પુર રોડ પર વિદ્યાયક ભવન પાસે રહેતા પાયલબેન પ્રદીપભાઈ બંસોડ નો સંપર્ક કરાવ્યો હતો. પાયલબેન એ મહારાષ્ટ્રના ચંદ્રપુર ના સાવરકર નગર માં વસવાટ કરતા પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.

ત્યાર પછી વિજયભાઈ અને તેના પત્ની કાજલ બારોટ લગ્ન માટે રૂ દોઢ લાખ આપવાના થશે એમ કહી પ્રિતેશ ભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો બાદમાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ પાયલ અને પ્રિતેશ ના મૈત્રી કરાર કરાવ્યા અને કોર્ટ મેરેજ કરાવી આપવાની ખાતરી આપી મૈત્રી કરાર બાદ પાયલ રણછોડ ત્રણ દિવસ પ્રિતેશભાઈ ના ઘરે રોકાઇ હતી પછી કાજલ અને વિજય પ્રિતેશભાઇ ના ઘરે આવી પાયલ ને પોતાની સાથે લઈ ગયા હતા જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તેને લાવવાનો પ્રિતેશભાઈ એ ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયત્ન નિષ્ફળ જતા લગ્નના નામે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી એકબીજાને મદદ કરી હતી

આ બનાવ અંગે હિતેશ સાહેબ સીટી-સી ડિવિઝનમાં મહારાષ્ટ્રના પાયલ પ્રદીપ બંસોડ, વિજય બારોટ, કાજલ બારોટ તથા તપાસમાં જે કોઈના નામ ખૂલે તે તમામ સામે IPC કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદના આધારે પીએસઆઇ આડેદરા દ્વારા તપાસ ચલાવી રહી છે.

દરબારગઢ પાસે યુવાન પર ધોકા તલવારથી હુમલો.

0

દરબારગઢ પાસે યુવાન પર ધોકા તલવારથી હુમલો.

અગાઉની બોલાચાલીનો  ખાર કારણભૂત.
જામનગરના કાલાવડ નાકા બહારની અમન સોસાયટી  રહેતા એક યુવાનને અગાઉ સામે જોવાની બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી ગઇરાત્રે આ યુવાન દરબાર ગઢ વિસ્તારમાં પાન ખાવા માટે આવ્યા હતા ત્યારે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સે  ત્રિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસે ઇજાગ્રસ્ત સલમાન ભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર કાલાવડ નાકા બહાર વિસ્તારમાં આવેલી અમન સોસાયટી શેરી નંબર 3 ના બ્લોક નંબર 47 માં રહેતો સંધિ યુવાને દાઉદ અગાઉ તેમના વિસ્તારમાં રહેતા જાવેદ ઈસ્માઈભાઈ ખફી સાથે સામુ જોવા ની બાબતે બોલાચાલી થઈ હતી આ બાબતનો ખાર રાખી જાવેદ તથા તેના સાગરીતો એ સલમાન પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ધોકો ફટકારી હેમરેજકરી નાખ્યું હતું અને તલવારથી ડાબા હાથમાં ગંભીર ઇજા કરી હતી નજીવી બાબતે થયેલ હીચકારા હુમલામાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ.

હુમલાનો ભોગ બનનાર સલમાન ચૌહાણને સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડેલ જ્યાં હાજર ડોક્ટરે માથાના ભાગે ગંભીર ઇજા થવાનું જણાવતા વધુ સારવાર માટે ન્યુરોસર્જન ડો.રૂપારેલીયા હોસ્પિટલ ખાતે તાબડતોબ ખસડેલ.

સલમાન ચૌહાણ ના નિવેદન પરથી પી.એસ.આઇ વી.કે રાતિયા એ આરોપીઓ સામે IPC- કલમ 323, ૩૨૪, ૩૨૬, ૫૦૪,૧૧૪ જીપી એક્ટ ની કલમ 135 (૧) હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતમાં લવજેહાદનો કાયદો મંજૂર : વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 પસાર.

ગુજરાતમાં લવજેહાદનો કાયદો મંજૂર : વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 પસાર.

આજે વિધાનસભા ગૃહ માં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 મંજૂર કરવામાં આવ્યું છે લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા યાદી તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે આ બીલમાં થયેલી જોગવાઈ મુજબ હવે બળજબરીપૂર્વક કરવામાં આવે આવેલી ધર્મ પરિવર્તન શિક્ષાના પાત્ર ગુનો બનશે.

વિધાનસભા ગ્રુપમાં રજૂ થયેલા બીજા એક માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 પ્રલોભન બળ અથવા બીજા કપટ યુક્ત સાધનો મારફતે કરાયેલા ધર્મ પરિવર્તનની ખોટાટ નામ ધારણ કરાવી ને ધર્મ પરિવર્તનના બનાવો બને છે હાલમાં સ્ત્રીને લલચાવી લગ્ન રક્ષણ માટે બિલ બનાવવામાં આવ્યું છે. 

આવા લવ જેહાદના કિસ્સામાં નવી કલમ 3-ક દાખલ કરવામાં આવનાર છે. જેને લઇને ભોગ બનનાર કોઈપણ નારાજ વ્યક્તિ માતા-પિતા ભાઈ બહેન લોહીના સંબંધ અથવા દત્તક વિધાન થી સગપણ ધરાવતી કોઈપણ વ્યક્તિ માહિતી નો અહેવાલ આપતાની જ સાથે જ એફઆઇઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુના કરવામાં મદદગારી કરનાર સામે પણ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને રોકવા માટે ધાર્મિક સંસ્થાઓ ધારાસભ્યો વગેરે દ્વારા અનેક રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે. જેને લઇને આજે વિધાનસભાગૃહમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે.ઘોટિયાએ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી.

0

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે.ઘોટિયાએ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી.

દેશ દેવી ન્યુઝ : ગુરુવાર, 01 એપ્રિલ 2021

દક્ષિણ  પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ  એસ.કે. ઘોટિયા PVSM AVSM ADC અને એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયાએ 31 માર્ચ 2021ના રોજ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

જામનગર એર ફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી જ્યોતિ દેશવાલે તેમનું સ્વાગત કર્યું હતું.

AOC-ઇન-Cને તેમના આગમન સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એર માર્શલને સ્ટેશનની હાલની પરિચાલન તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અને સ્ટેશન દ્વારા કરવામાં આવતી પૂર્વતૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટેશનના વિવિધ પરિચાલનઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું હતું અને રાષ્ટ્રની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે આ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. સ્ટેશન ખાતે વાયુ યોદ્ધાઓ દ્વારા કરવામાં આવેલા કેટલાક આવિષ્કારોની પણ તેમણે પ્રશંસા કરી હતી

આ મુલાકત દરમિયાન, એર માર્શલે વાયુ યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો હતો અને તમામ સંભવિત ઘટનાઓને નિયંત્રણમાં લેવા માટે તેમને સંપૂર્ણ સજ્જ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તમામ સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશિલ અભિગમની જરૂરિયાત હોવાની બાબતને રેખાંકિત કરી હતી.

તેમણે તમામ કર્મીઓને પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા માટે અને એરોસ્પેસની સલામતી, માર્ગ સલામતી તેમજ સાઇબર સલામતીના તમામ ધોરણોનું હંમેશા પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.