Friday, October 9, 2026
Home Blog Page 395

મહેસાણાના મહંતે સમાધિમાં દેહત્યાગની જાહેરાત કરી પરંતુ ભગવાન લેવા “ન” આવતા માંગી લોકોની માફી.

0

મહેસાણાના મહંત સમાધિમાં દેહત્યાગ ન કરી શક્યા, લોકોની માફી માંગી

માફી માંગીને કહ્યું, ’હું ભક્તિ છોડી દઇશ, સજા ભોગવવા તૈયાર’

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂનેએ રવિવારે રાતે 11 કલાકે સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જોકે, તેનો નાટ્યાત્મક અંત આવ્યો છે અને તે સમાધિ લઇ શક્યા નથી.

મહંત રાતે 10થી 11 વાગ્યા સુધી મંચ પર ધ્યાનમાં શાંત બેઠા હતા. પરંતુ કલાક બાદ પણ સમાધિ ન થતા અંતે બોલ્યા હતા. હવે ખાડો કરી આપો હું સમાધિ લેવા તૈયાર છું. મને કુદરતી રીતે અનુભવ થયો હતો કે જીવ ચાલ્યો જશે પરંતુ એવું ન થયું. હું ભક્તોની માફી માંગુ છું. કાનૂની જે કાંઇપણ સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે હું ભક્તિ છોડી દઇશ.આજના બનાવથી મને ખૂબ દુ:ખ થયું છે. ગમે તેમ કરી મને સમાધિ આપો તેવી મહંતે અપીલ કરી હતી.

આ ઘટનાને પગલે વિજ્ઞાન જાથાની ટીમ અને ગામના તલાટીએ આ મહંત પર ગુનો દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર પોતાના તરંગોને કારણે દેહત્યાગની જાહેરાત કરે અને હજારો લોકોને ભ્રમમાં નાંખે, અંધશ્રદ્ધા ફેલાવે તે માફ કરવા યોગ્ય નથી. સૌપ્રથમ તો તેણે સમાધિની જાહેરાત કરી છે તે જ ગુનો છે. આજે વિજ્ઞાન જાથા એસપી અને કલેક્ટરને રજૂઆત કરીશું કે, આની સામે પહેલા ગુનો દાખલ કરો, અમે ફરિયાદી થવા માટે તૈયાર છીએ. કોઇપણ મંજૂરી લીધા વગર આટલા બધા લોકોને ભેગા કર્યા છે, કોરોનાની ગાઇડલાઇનના નિયમોના ધજીયા ઉડાવ્યા છે. સામાન્ય કોઇપણ માણસ હોય તો તંત્ર તેની પર કાર્યવાહી કરે છે તો આવા બનાવોમાં પણ કાર્યવાહી થવી જોઇએ.

નોંધનીય છે કે, છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી હતી. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે બે વર્ષ પહેલા જ આ અંગેની જાહેરાત કરી હતી.

જોકે, મહંતના પરિવારજનોએ અપીલ કરી હતી કે, મહંતે સમાધિ ન લેવી જોઈએ. આવા મહાપુરૂષની દેશને જરૂર છે એટલે અમે મહંતને સમાધિ ન લેવા માટેની અપીલ કરીએ છીએ. જોકે, સ્થળ પર આવેલા જિલ્લા પોલીસ વડાનું પણ કહેવું છે કે, મહંતે કોઈપણ પ્રકારનો ખાડો કરીને સમાધિ લેવાના નથી.

કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે નોડેલ અધિકારીની નિમણુંક અંગે બેઠક યોજાઇ.

0

કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે નોડેલ અધિકારીની નિમણુંક અંગે બેઠક યોજાઇ.

જામનગર, રાજયમાં નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રાજય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે તબીબી કામગીરીનું સુપરવિઝન, દેખરેખ, સંકલન તેમજ આનુષાંગિક કામગીરી માટે નાયબ વન સંરક્ષક, દેવભૂમિ દ્વારકા સામાજીક વનીકરણ વિભાગ, શ્રી આર. ધનપાલ (આઇ.એફ.એસ.)ની નિમણુંક કરેલ છે.

જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યું કે, હાલમાં જિલ્લામાં વધી રહેલકોરોનાના કેસોને ધ્યાને લેતા જિલ્લાના વર્ગ-1 કક્ષાના અધિકારીઓને કોવિડ અંગેની જુદી જુદી કામગીરીઓ અંગેના નોડેલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે.

રાજય સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર જિલ્લામાં કોવિડ કેર સેન્ટર, ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર અને જરૂર પડે ત્યારે સમરસ હોસ્ટેલની અંદર પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના થયા તો તે માટેનું આગાઉથીએ આયોજન કરવા અંગે જિલ્લાના આરોગ્ય તથા અન્ય અધિકારીશ્રીઓને સુચન કરેલ હતું.

આ બેઠકમાં મ્યુનિશીપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપેન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ,નાયબ વન સંરક્ષક અને કોવિડ કેર સેન્ટરના નોડેલ અધિકારીશ્રી આર. ધનપાલ, જિલ્લાના આરોગ્ય વિભાગના તથા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગરના રણજીત રોડ પર ફૂટપાથ અને પાર્કિંગ નકશામાંથી ગુમ.!

0

જામનગરના રણજીત રોડ પર ફૂટપાથ અને પાર્કિંગ નકશામાંથી ગુમ.

જામનગર શહેરના રણજીત રોડ પરની ટ્રાફિક સમસ્યા અને બકાલા રેકડીના ત્રાસ થી શહેર દરેક નાગરિક  પરિચિત છે હવે આ વાત કંઈ નવી રહી નથી.

છેલ્લા ઘણા સમયથી જામનગરના રણજીત રોડ પરની માં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે છાશવારે ચક્કાજામ અને ટ્રાફિક સર્જાયા એવા દ્રશ્યો જોવા મળે છે છતાં કોઇ કાયમી ઉકેલ નહી

પહેલે બકાલા માર્કેટ દરબાર ગઢ સુધી જ મર્યાદિત હતી પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષના સમયગાળામાં આ બકાલા માર્કેટ દરબારગઢ થી માંડી અને પંજાબ બેંક સુધી ખડકાઈ ગઈ છે.

આ રોડ ઉપર સરકારી તેમજ સહકારી ૭ થી ૮  બેંકો આવેલી છે તેવામાં બેંકમાં ક્લિયરિંગ માટે આવતા સરકારી તેમજ પ્રાઇવેટ વાહનો બેંક માં આવતા ગ્રાહકો, નાગરીકો, સિનિયર સિટીઝનો પોતાના વાહનો પાર્ક કરવા જાય તો જાય ક્યાં કારણકે પાર્કિંગની જગ્યા બકાલા માર્કેટમાં ફેરવાઈ ગઈ છે  અને ફૂટપાથ પર વેપારીઓનો કબ્જા કરી લીધા છે.

રાજા શાહી સમયમાં ગ્રાહકને ઊભા રહેવા માટેના ઓટલા હતા તેને દુકાનદારોએ આગળ ખેચી શટર મારી કવર કરી લીધા એટલે ઓટલા ઉપર ઊભા રહેવાવારો નાગરિક સીધો ફૂટપાથ જતો રહે આટલાથી સંતોષ ન થતા દુકાનદાર દ્વારા પોતાની દુકાન માલસામાન ફૂટ પર ગોઠવી ફૂટપાથ પર કબ્જા કરી લીધા છે.

1. સાયકલ સ્ટોર વારાએ વેચાણની ૧૦૦ સાયકલ જાહેર પાર્કિંગમાં ગોઠવી ધંધો શરૂ કરી દીધો છે અને ફૂટપાથ ઉપર સાયકલ રીપેરીંગ કરે છે.

2. ટીવી ફ્રીઝ ની દુકાન ધારક પોતાનો દુકાનનો માલ ફૂટપાથ ઉપર રાખી માલ નું પ્રદર્શન કરે છે.

3. ચાની હોટલ વાળો ફૂટપાથ ઉપર કાઉન્ટર રાખી કપ- રકાબી વિછરવાનો ઓટલો કરી નાખેલ છે સાથો સાથે ગંદકી ફેલાવે છે.

4. ઠંડા પીણા કોલ્ડ્રિંક્સ ધારકે ફૂટ પર શેરડી રસના ચિચોડા નાખી મસમોટું દબાણ કરી ન્યુસન્સ ફેલાવે છે.

5.બાકી રહેતા દુકાનદાર પોતાની દુકાનના ગ્રાહક દુકાનમાં સહેલાઈથી આવી શકે માટે લોખંડની ગ્રીલ નાખી પોતાની જીરીયાત મુજબનું દબાણ ઉભું કરે છે.

તંત્રની આડોળાઈને કારણે આનો ભોગ માત્ર  રાહદારી અને વાહન માલિક બને છે કારણકે પાર્કિંગ અને ફૂટપાથ પર કબજા અને દબાણ થવાના કારણે વાહન માલિકોને નાછૂટકે પોતાના વાહન રોડ ઉપર પાર્ક કરવાની ફરજ પડે છે અને પાછા આવીને જુએ ત્યારે તો વાહન ટોઇંગ કરી લેવામાં  અને દંડ વસૂલાત કરવામાં આવે છે એટલે નિર્ભય તંત્રના પાપે નાગરીકોને બેવડો માર.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આળસ ખંખેરશે કે પછી આંખ આડા કાન કરી મુકપ્રેક્ષક બનીને તમાશો જોયા કરશે.

ભાણવડ પંથકમાં જુગારના અડ્ડા પર પોલીસની તવાઇ રૂા.6.80 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

0

ભાણવડ પંથકમાં જુગારના અડ્ડા પર પોલીસની તવાઇ: રૂા.6.80 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

ખંભાળિયા : ભાણવડ પંથકમાં દારૂ જુગારની પ્રવૃત્તિ સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોષી તથા સ્ટાફ દ્વારા શનિવારે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્થાનિક સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ માડમ થતા કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના કરાર સીમ વિસ્તારમાં રહેતા મયુર મુરુભાઈ પાલાભાઈ ગાગીયાની કબજા ભોગવટાની વાડીમાં ગત રાત્રીના આશરે એકાદ વાગ્યે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ગંજીપત્તા વળે જુગાર રમી રહેલા બાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં આ જુગારનો અખાડો કાટકોલા ગામના રહીશ એવા સરપંચ યોગેશ દાનાભાઈ કરમુર તથા મંગા અરશીભાઈ કરમુર નામના બે શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને રોકડ રકમ વડે પાટલો નામનો જુગાર રમી- રમાડીને નાલ ઉઘરાવીને આ અખાડો ચલાવવામાં આવતો હતો.

આ સ્થળે જુગાર રમી રહેલા લાલપુરના અનિલ બાબુભાઈ ભૂત, અશોકભારથી રમણીકભારથી ગોસ્વામી, તરસાઈ ગામના સાગર જનકભાઈ ચુડાસમા, જીગ્નેશ ગોરધનભાઈ ચુડાસમા, પ્રવીણ કારાભાઈ બગીયા, દિનેશ નારણભાઈ વાઢીયા, પુનિત કનુભાઈ મકવાણા, નાગજી ઉર્ફે નાગાજણ ખીમજીભાઈ વાઢીયા, કાટકોલા ગામના માલદે લાખાભાઈ ભાટીયા અને હેમત પાલાભાઈ ગાગીયા, વાસજાળીયા ગામના દિનેશ કેશવભાઈ ડાભી અને મુકેશ જયંતીલાલ કક્કડ નામના કુલ બાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂપિયા 63,300/- રોકડા, રૂપિયા 22,000/- ની કિંમતના ચૌદ નંગ મોબાઈલ ફોન તથા રૂ. 95,000/- ની કિંમતની ચાર નંગ મોટરસાયકલ ઉપરાંત રૂ. પાંચ લાખની કિંમતની બે મોટરકાર વિગેરે મળી કુલ રૂપિયા 6,80,300/- નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી દરમ્યાન કાટકોલા ગામના રહીશ એવા યોગેશ દાનાભાઈ કરમુર, મંગા અરશીભાઈ કરમુર, મયુર દાનાભાઈ કરમુર તથા ગોકુલ ઉર્ફે ગોગો લખુભાઇ કોળી સહિતના કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેથી પોલીસે આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કામગીરી ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોશી  તેમજ  સર્વેલન્સ ટીમ ના એ.એસ.આઈ. એલ.એલ. ગઢવી, જયદેવસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, પરેશભાઈ સાંજવા, કનુભાઈ મકવાણા, દુદાભાઈ લુવા, પબાભાઈ કોડીયાતર, ખીમાભાઈ, કિશોરસિંહ, ભરતભાઈ, વિપુલભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

નાના એવા કાટકોલા ગામમાં મોડી રાત્રીના સમયે ધમધમતા જુગારના અખાડા પર પોલીસની આ કડક કાર્યવાહીએ જુગારી તત્વોમાં દોડધામ પ્રસરાવી હતી

ભાણવડની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં વપરાતું સોનોગ્રાફી મશીન સીલ કરતું આરોગ્ય વિભાગ

0

ભાણવડની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં વપરાતું સોનોગ્રાફી મશીન સીલ કરતું આરોગ્ય વિભાગ.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સંચાલક નિશિત આર. મોદીની હોસ્પિટલ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાઈ છે.

આ હોસ્પિટલમાં વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નિલેશ ગોરાણીયાને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા અગાઉ મંજૂરી આપવામાં આવેલ હતી. આ કાયદા હેઠળ કરતી વખતે ડોક્ટર નિલેશ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ- એફ અને નિભાવવામાં આવતા રેકોર્ડમાં ક્ષતિઓ જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અપ્રોપ્રિયેટ ઓથોરિટી અને જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચના મુજબ શનિવારે સબ ડીસ્ટ્રીક એપ્રોપિયેટ ઓથોરિટી અને ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચોને સાથે રાખી અને હોસ્પિટલના ક્ષતિવાળા રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સોનોગ્રાફી મશીનને કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં, વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નિલેશ ગોરાણીયાને મોદી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા  પી.સી. એન્ડ  પી.એન.ડી.ટી. એકટ ની જોગવાઈઓ તથા નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવે છે.

ઉપરોક્ત હોસ્પિટલને આ અગાઉ પણ બે વખત તાકીદ કરી, નોટિસો અપાઈ હોવાનું જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગની આ કડક કામગીરીએ રજીસ્ટર નિભાવવામાં બેદરકાર તબીબોમાં દોડધામ પ્રસરાવી છે.

આજે કોરોનાની રસી લેવા હકુભાનો અનુરોધ.

0

આજે કોરોનાની રસી લેવા હકુભાનો અનુરોધ.

આજે જામનગરના 8 સ્થળો પર કોરોના વેક્સીન આપવાનો કેમ્પનું આયોજન.

જામનગર વાસીઓ વધુમાં વધુ લાભ લીએ તેવી આશા.

શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરદ્વારા જામ્યુકોના સહયોગથી આયોજન.

જામનગર : 4

શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્રારા મહાનગરપાલિકાના સહયોગથી આવતીકાલે તા.04/04/2021ને રવિવાના શહેરના 8 સ્થળો પર  કોરોના મહામારીની વેક્સીન આપવાનો કેમ્પ યોજાયેલ છે જેમાં ૪પ વર્ષથી ઉપરની ઉમરના તમામ નાગિરકો ભાઈઓ-બહેનો તેમજ કોઈ વિશેષ  બિમારી ધરાવતા કોઈપણ ઉમરના ભાઈઓ-બહેનોને વેક્સીન આપવામાં આવશે.

ઉપરોક્ત કેમ્પમાં શહેરના વેક્સીન લેવાને પાત્ર ભાઈઓ-બહેનો પોતાના આધારકાર્ડ કે અન્ય કોઈ ઓળખના પુરાવા તેમજ માંદગીના કિસ્સામાં તે અંગેના પ્રમાણપત્ર સાથે ઉપસ્થિત થઈ વેક્સીન લેવા શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તેમજ  રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા(હકુભા)એ જાહેર અપીલ કરેલ છે.

1 . વોર્ડનં. 1 માં શ્રી ખોડીયાર  માતાજીનું મંદિર, એસ.એસ.બી. ટ્રેનીંગ સેન્ટર સામે વાલસુરા રોડ, જામનગર બપોરે 3 કલાકે થી

2. વોર્ડનં.2 માં શ્રી અંકલેશ્ર્વર મહાદેવ મંદિર, ધરાનગર -2, ગોલ્ડનસીટીની બાજુમાં, જામનગર બપોરે 3 કલાકે થી

3. વોર્ડનં.3માં પંચાણભાઈ શામજીભાઈ કડવા પટેલ સેવા સમાજ, વિકાસગૃહ ચોક, જામનગ2 બપોરે  3 કલાકે થી

4 . વોર્ડનં.4 કિલ્લોલ વિદ્યાલય, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, જામનગર  સવારે 10 કલાકે થી

પ.  વોર્ડનં.પ ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 સુધી

6. વોર્ડનં.6, વુલનમિલની ચાલી, હિન્દી સ્કુલ, દિગ્જામ મીલ પાછળ, જામનગ2 બપોરે 3 કલાકે થી

7. વોર્ડનં.11 હાપા, ચામુંડા માતાજી મંદિર, જામનગર બપોરે  3 કલાકે થી

8.  વોર્ડનં.૧પ, સુર્યદિપ હાઈસ્કુલ, રડાર રોડ, ગોકુલનગર, જામનગર બપો 3 કલાકે થી

ધ્રોલ નજીક ટ્રેકટરને ટેન્કરે હડફેટે લેતા બેના મોત.

0

ધ્રોલ નજીક ટ્રેકટરને ટેન્કરે હડફેટે લેતા બેના મોત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ધ્રોલ તા. 3
ધ્રોલના ત્રીકોણ બાગ પાસે આજે વહેલી સવારે 4.30 વાગ્યે ધ્રોલ તરફ આવી રહેલા ટ્રેકટરને પાછળથી પુરપાટ આવી રહેલા ટેન્કરે ઠોકર મારતા ટ્રેકટરમાં બેઠેલા બે વ્યકિતઓ નીચે પછડાઇ ગયેલ અને તેના ઉપર ટ્રેકટરનું મોટુ વીલ ફરી વળતા બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજેલ. તાલુકાના દેડકદડ ગામના ખેડૂત ભૂપતભાઇ લાભાભાઇ કાદરીયા (ઉ.વ.45) તથા મયુર મગનભાઇ જીતુભાઇ બાધેડ (ઉ.વ.31)નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજેલ. તેમજ આ ટ્રેકટરને ઠોકર લાગતા ટ્રેકટર ચાલુ એ ચાલુ ત્રીકોણ બાગથી 400 મીટર જેટલા અંતરે મામલતદાર કેચરી સુધી પહોંચી ગયેલ અને ત્યાં બાજુની ફૂટપાથ ઉપર ચડી જતા ત્યાં અટકાયેલ.

આ અકસ્માતમાં ટેન્કરના યુ.પી.21 સી.એન. 1265 તથા ટ્રેકટર નં. જી.આર.આઇ. 9606 માં ખેડૂત તેના ચણા ભરીને ધ્રોલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવી રહેલ હતો. પરંતુ કમનસીબે અકસ્માતમાં ખેડુત તથા તેના મજુરના મૃત્યુ નિપજયા. આ મજુરી કામ કરતા મગનભાઇ જીતુભાઇ બાધેડ પાંચ સંતાનોના પિતા હતા. જે પાંચ બાળકો નોધારા થયેલ છે.

આ ગંભીર અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક ટેન્કર મુકીને નાસી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની વધુ તપાસ ધ્રોલ પોલીસ ચલાવી રહેલ છે.

જામનગર ખાતે ધર્મેન્દ્રસિંહ જાડેજા ની હાજરીમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માટે મેગા કેમ્પ યોજાયા

0

જામનગર ખાતે ધર્મેન્દ્રસિંહ જાડેજા ની હાજરીમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માટે મેગા કેમ્પ યોજાયા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ.

700થીવધુ લોકોનું રજીસ્ટ્રેશન.. વધુમાં વધુ નાગરિકોને વેકસીન લેવા મંત્રીશ્રી હકુભાનો અનુરોધ.

જામનગરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ રહયા છે. વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સહયોગ સાધી ઝુંબેશ હાથ ધરી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન ક્ધયા છાત્રાલય ખાતે વિસ્તારના 400થી વધુ લોકોને તેમજ જૈન સોશ્યલ ગ્રુપ જામનગર, નવાનગર અને સંગીની ફોરમ, નવાનગર તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શ્રી લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે 300થી વધુ લોકોને કોરોના વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તારના 45 વર્ષથી વધુના લોકોને રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

આ તકે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે.

ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે જામનગરના જૈન ક્ધયા છાત્રાલય અને ખાતે 400 થી વધુ અને લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે 300થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેના આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ રસીલે પોતે પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ અનુરોધ કર્યો હતો.

મેયર શ્રી બીનાબેન કોઠારીએ જામનગરના લોકોને આ સમગ્ર આયોજનનો લાભ લઇ, રસી લઇ પોતાને સુરક્ષિત કરવા માટે અપીલ સહ કહ્યું હતું કે, કોઈપણ જાતના ડર વગર લોકો રસીકરણ ઝુંબેશમાં જોડાય અને કોરોનાને હરાવવામાં સહયોગ આપે ત્યારે જ જીતશે જામનગર અને હારશે કોરોના.આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ,જૈન સોશ્યલ ગ્રુપ જામનગર નવાનગરના પ્રમુખ શ્રી મુકેશભાઈ સુતરીયા, સેક્રેટરીશ્રી મુગટ શાહ અને જોઇન્ટ સેક્રેટરી સુનિતાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કલ્યાણપુરમાં નોંધાયેલા દુષ્કર્મના પ્રકરણમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારતી સ્પે. પોક્સો અદાલત.

0

કલ્યાણપુરમાં નોંધાયેલા દુષ્કર્મના પ્રકરણમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારતી સ્પે. પોક્સો અદાલત.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની સગીર પુત્રીને અપહરણ કરીને લઇ ગયા બાદ દુષ્કર્મ આચરવાની અંગેના ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા દસ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કરાયો છે.

આ પ્રકરણની વિગત મુજબ ચોટીલા ખાતે રહેતા બલભદ્ર ઉર્ફે કૃણાલ જયંતિદાસ ગોંડલીયા નામના એક શખ્સ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને ગત તારીખ 25-10-2017 ના રોજ લઈ ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આરોપી શખ્સે સગીરાને જુદા-જુદા સ્થળોએ લઈ જઈ અને તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી કલ્યાણપુર પોલીસે આરોપી બલભદ્ર ઉર્ફે કૃણાલ ગોંડલીયા સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376, 114 તથા પોકસો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણમાં સગીરાની જરૂરી મેડિકલ તપાસ તથા પુરાવાઓ વિગેરે સાથેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા આ કેસ અંગે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલતના જજ શ્રી ડી.ડી બુદ્ધદેવ સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓ, તથા 15 સાક્ષીઓ વિગેરેની દલીલો ધ્યાનમાં લઈ અને અદાલત દ્વારા બલભદ્ર ઉર્ફે કૃણાલ જયંતિદાસ ગોંડલીયાને આરોપી જાહેર કરી, તેને જુદી જુદી કલમો હેઠળ કુલ દસ વર્ષની સખત સજા તથા રૂપિયા 10 હજારનો રોકડ દંડ અને જો તે દંડ ન ભરે તો વધુ એક વર્ષની જેલની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

આ પ્રકરણમાં જે તે સમયે આરોપી શખ્સને મદદગારી કરવા સબબ તેના માતા પિતાનું નામ પણ ફરિયાદમાં જાહેર થયું હતું.,

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને રાજ્યના ગૃહવિભાગ તરફથી નવા વાહનોની ફાળવણી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને રાજ્યના ગૃહવિભાગ તરફથી નવા વાહનોની ફાળવણી

દ્વારકાધીશ જગતમંદિર -શારદાપીઠ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમાં પુજારી દ્વારા પુજા અર્ચના કરવામાં આવી.

દ્વારકા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી નવા છ પી.સી.આર. વાન, પાંચ, મોબાઇલ વાન તેમજ આઠ બાઇકની ફાળવણી કરવામાં આવી છે.

ફાળવાયેલ આ તમામ વાહનોને દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં જિલ્લા પોલીસ વડાસુનીલ જોષી તેમજ ડીવાયએસપી અધિકારીગણની ઉપસ્થિતીમાં વાહનોનું શુભમુહુર્ત પૂજન અર્ચન શાસ્ત્રોકત વિધિ અનુસાર પુજારી પરિવાર દ્વારા કરાવ્યું હતું. આ ઉપરાંત દ્વારકાધીશના આશીર્વાદ સમાન દ્વારકાધીશનું ઉપરણુ આપી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

ફેળવાયેલ વાહનો પૈકી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી તથા મંદિરના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડા, ડી.વાય.એસ.પી. ચેતન ખટાણા, એસ.ઓ.જી પી.આઇ.આઇ.ઉ એ.ડી.પરમાર, મંદિરના પી.એસ.આઇ જી.જે.ઝાલા તેમજ સ્ટાફને ફાળવવામાં આવ્યા હતા.

પોલીસ વિભાગને ફાળવાયેલ નવા વાહનો અંગે પુજારીઓને શુકન માટે પ્રસાદી આપી મીઠુ મોઢુ કરાવી ખુશી વ્યકત કરાઇ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.