Friday, October 9, 2026
Home Blog Page 394

ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી સખી વનસ્ટોપ સેન્ટર.

ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી સખી વનસ્ટોપ સેન્ટર.

ખંભાળીયા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન

જામનગર: જામનગર જીલ્લાના ચેલા ગામમાં રહેતા માંનસિક રીતે પીડિત બહેન પોતાના ઘરેથી તારીખ 04/04/2021 ના બપોરના સમયે ઘરે કોઇને જાણ કર્યા વીના નીકળી ગયેલા અને ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામમાં આવી ગયેલા જે દરમિયાન વિરમદળ ગામના કોઇ અજાણયા વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરેલ જે અંતગર્ત પિડીતા બહેન પાસે કોઇના સંપર્ક નંબર ના હોવાથી તથા આશ્રયની જરૂરીયાત હોવાથી તારીખ 04/04/2021ના રોજ રાતના 10:23 કલાકે સખી વન સ્ટોપ સેંન્ટર પર લઇ આવેલ અને બહેનને સેંન્ટર પર આશ્રય આપવામાં આવેલ જે દરમિયાન બહેન દ્વારા જાણવા મળેલ કે તેઓ જામનગર જીલ્લાના દરેડ ગામના રહેવાસી છે.

ત્યાર બાદ દ્વારકા જીલ્લાના મહિલા અને બાળ અધીકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેંન્ટરના કર્મચારીઓ દ્વારા દરેડ ગામના સરપચંશ્રીનો સંપર્ક કરેલ અને તેમના દ્વારા જાણવા મળેલ કે બહેન મૂળ જામનગરના ચેલા ગામના વતની છે તથા તેમણે પિડીતા બહેનના ભાઇ સાથે વાત કરાવેલ જે દરમિયાન બહેનના ભાઇ સાથે વાત કરી ખંભાળીયા સખી વન સ્ટોપ સેંન્ટર પર તારીખ 05/04/2021 ના રોજ બોલાવેલ અને બહેનના ભાઇ દ્વારા જાણવા મળેલ કે પિડીતા બહેનની થોડા વર્ષ પહેલા સારવાર કરાવેલ છે તથા બહેનની આશરે 12 થી માંનસિક સ્થિતિ સારી ના રહેતી હોય જેથી વાંરવાર ઘરેથી નીકળી જાય છે સખી વન સ્ટોપ સેંન્ટર દ્વારા પિડીતા બહેનનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ. પિડીતા બહેનના પરીવારે સખી વન સ્ટોપ સેંન્ટરના કર્મચારીઓનો આભાર માન્યોલ હતો.

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતિ પર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતિ પર હિચકારો હુમલો : ચાર સામે ફરિયાદ

જામનગર: જામનગરના સુભાષ પાર્ક શેરી નંબર 1 માં રહેતી ભાનુબેન સોલંકી ઉમર વર્ષ 27 નામની યુવતીએ સીટી-સી ડિવિઝનમાં કિશન અરવિંદ નાખવા. પૂજાબેન કિશન નાખવા. (રહે, બંને સુભાષ પરા શેરી નંબર એક) દિગ્વિજય પ્લોટ 49 રોડ, મંદિર પાસે રહેતા સુરેશ કનખરા, માયાબેન સુરેશ કનખરા આચાર્યની વિરૂદ્ધ  આઈપીસીની કલમ 323, 114 તથા જી.પી.એ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ફરિયાદી તથા આરોપીના સંબંધી હિરેન નાખવા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંને લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપીઓને આ સંબંધ પસંદ ન હોય જે બાબતનો ખાર રાખીને ગઈકાલે આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી સુરેશે મુઠથી ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી તેમજ માયાબેને લાકડાના ધોકા વડે હુમલો કરીને પગની ઘૂંટીમાં ઈજા કરી એક-બીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

દ્વારકા જિલ્લામાં કોરોના કાળમાં જુગાર ની મોજ માણતી પાના પ્રેમી ૭ મહીલા સહિત ૧ર ઝડપાયા

0

દ્વારકા જિલ્લામાં કોરોના કાળમાં જુગાર ની મોજ માણતી પાના પ્રેમી ૭ મહીલા સહિત ૧ર ઝડપાયા

દેવભૂમી દ્વારકા જિલ્લામાં કોરોના કાળમાં પણ જુગારની મોજ માણતી સાત મહિલાઓ સહિત બાર ઝડપાતા અફડાતફડીનો માહોલ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : દ્વારકા તાલુકાના મેવાસા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે વાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, બાવળ નીચે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા સુમરાભા પબુભા કેર, મીયાભા હધુભા માણેક, કારુભા પુંજાભા સુમાણી, મેરૂભા વાલાભા માણેક અને ભાયાભા રાયદેભા કેર નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,270/- નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય એક જુગાર દરોડામાં ભાણવડ પોલીસે ટાઉન વિસ્તારમાંથી રમીલાબેન રસિકભાઈ વારંગિયા, જાનુબેન ભીખુભાઈ ઉર્ફે ઈશાકભાઈ હિંગોરા, ભાનુબેન માલદેભાઈ સિંગરખીયા, શેરબાનુ મહેબુબભાઇ રફાઈ, વાલીબેન મનુભાઈ સોરઠીયા, રોશનબેન ઓસમાણભાઈ હિંગોરા, અને અમીનાબેન મામદભાઈ સમા નામના સાત મહિલાઓને ઝડપી લઇ રૂપિયા 2,400/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારમાં એકલા જતી વખતે પણ માસ્ક પહેરી રાખવું જરૂરી : હાઇકોર્ટનો ચુકાદો

કારમાં એકલા જતી વખતે પણ માસ્ક પહેરી રાખવું જરૂરી: હાઇકોર્ટનો ચુકાદો

દિલ્હી હાઇકોર્ટના ન્યાયધીશ પ્રતિભા એમ. સિંઘે આ અંગે એકલા ડ્રાઇવ કરતા લોકોને દંડવા કે નહીં તે બાબતે દાખલ થયેલી અરજીના સંદર્ભે આવો નિર્ણય સંભળાવ્યો હતો.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી હાઇકોર્ટે મહત્તવપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે માસ્કને સુરક્ષા કવચ ગણાવતા કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ એકલો જ કાર ડ્રાઇવકરે છે તો પણ તેણે માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે જ કોર્ટે કારના “જાહેર જગ્યા” કહી છે. હાઇકોર્ટે કહ્યુ કે, માસ્ક સુરક્ષા કવચની જેમ કામ કરે છે, જે કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.

દિલ્હી હાઇકોર્ટે આ આદેશ એકલા વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવાના દંડને પડકારતી અરજીના સંદર્ભમાં આપ્યો હતો. કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતુ કે, કોરોના વાયરસ મહામારી વખતે માસ્ક એક સુરક્ષા કવચ છે. જજ પ્રતિભા એમ સિંઘે આ અંગે એકલા ડ્રાઇવ કરતા લોકોને દંડવા કે નહીં તે બાબતે દાખલ થયેલી અરજીના સંદર્ભે આવો નિર્ણય સંભળાવ્યો હતો.

“જો તમે કારમાં એકલા છો તો માસ્ક પહેરવામાં વાંધો શું છે? આ તમારી સુરક્ષા માટે છે. કોરોના મહામારી વધારે વકરી છે. કોઈ વ્યક્તિએ રસી લીધી હોય કે ન લીધી હતો, તેણે માસ્ક પહેરવું જોઈએ. સામાન્ય રીતે કાર જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહે છે ત્યારે ડ્રાઇવર કારનો ગ્લાસ નીચે ઉતારતો હોય છે. કોરોના વાયરસ એટલો ચેપી છે કે તે આ સમયે પણ લાગી શકે છે. કોઈ પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે,” તેમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું.

ગોંધી રાખી માર મારવા બાબતે LCBના ત્રણ કર્મચારી વિરૂધ્ધ ગુનો દાખલ.

0

ગોંધી રાખી માર મારવા બાબતે LCBના ત્રણ કર્મચારી વિરૂધ્ધ ગુનો દાખલ.

જામનગરમાં એલસીબીના ત્રણ કર્મચારીએ ઉપાડી જઇ ગુનો કબૂલ કરવા મારકૂટ કરી  ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા આ અંગે 2018માં જામનગરની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે હાલ ગુજસીટોક ના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ નો આદેશ કર્યો છે.

શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પ્રણામીનગર પાસે રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા એ  તારીખ 29 -8 -2018 ના રોજ પાંચ વાગ્યાના સુમારે એલસીબીના એ.એસ.આઈ વશરામભાઈ આહીર પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મિતેશ પટેલ કારમાં બેસાડી એલ.સી.બી લઈ ગયા હતા.

જ્યા ધાક-ધમકી આપી તેના સાળા જયરાજસિંહ સોઢા એ કરેલી પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારકૂટ કરી પટ્ટા વડે મારમારી ઇલેક્ટ્રિક શોક આપ્યા હતા.

તારીખ 31- 8-2018 ના રોજ જામીન પર મુક્ત કરીને ધમકી આપી હતી તેણે જી.જી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જામનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

તે ચાલી જતા લાંબા સમય બાદ કોર્ટે હાલ ગુજસીટોક ના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી વશરામ આહીર મિતેશ પટેલ અને કમલેશ રબારી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા સીટી – એ ડીવીઝન એ ગુનો નોંધી તપાસ શરૂ કરતાં જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહાવીરસિંહને એલ.સી.બીમાં લઇ ગયા બાદ ગાળો કાઢી મારકૂટ ચાલુ કરી હતી જે પછી બંને હાથ પાછળ હથકડી બાંધી જમીન પર સુવડાવી જાડા પટ્ટા વડે હાથના અંગૂઠા તથા ગુપ્ત ભાગે રિંગ પહેરાવી ઈલેક્ટ્રીક શોક આપ્યો હતો જેનાથી મહાવીરસિંહ અર્ધ બેભાન થઈ ગયા હતા જામીન ઉપર મુક્ત થયા બાદ જામનગરની જી.જી હોસપીટલ માં સારવાર લીધેલ સારવાર બાદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની  કોર્ટના આદેશથી CRPC-154 મુજબ એફઆરઆઇ દાખલ કરી દેવામાં આવી છે જેને જામનગર માં સારી એવી ચર્ચા જગાવી છે.

જામનગર સહિત રાજયના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 સુધી રહેશે નાઈટ કર્ફ્યૂ: મુખ્યમંત્રીની જાહેરાત

જામનગર સહિત રાજયના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 સુધી રહેશે નાઈટ કરર્ફ્યૂ: મુખ્યમંત્રીની જાહેરાત.

લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી : રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ થઇ છે. 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.

20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યૂ.
અમદાવાદ
રાજકોટ
વડોદરા
સુરત
જૂનાગઢ
ગાંધીનગર
જામનગર
ભાવનગર
મહેસાણા
પાટણ
આણંદ
નડીયાદ
મોરબી
ગોધરા
ભૂજ
ભરૂચ
દાહોદ
ગાંધીધામ
સુરેન્દ્રનગર
અમરેલી.

લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે. શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે. અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત 30 એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને જામનગર મહાનગરપાલિકના સહયોગથી જામનગર શહેરના વોર્ડ નંબર 3 તથા 4માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.

0

ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને જામનગર મહાનગરપાલિકના સહયોગથી
જામનગર શહેરના વોર્ડ નંબર 3 તથા 4માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.

કોરોના પ્રતિરોધક રસી જઆપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે: રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 3 અને 4ના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી105 વર્ષના વયોવૃધ્ધ નરશીભાઇ સામાણીએ રસી મુકાવી અન્યોને પ્રોત્સાહીત કરતા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજય સરકારવતી અભિનંદન પાઠાવ્યા

વેકસીનેશન કરાવી કોરોના મહામારી સામે લડવા રાજયમંત્રીશ્રીનો જામનગરના નાગરિકોને અનુરોધ

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર 3 અને 4માંવેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- 3 અને 4માં રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકશીન આપવામાં આવે છેતેમ જણાવતા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે.

ત્યારેહાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી જઆપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથાપોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવાઅનુરોધ કર્યો હતો.

વોર્ડ નંબર-3માં પટેલ સમાજ ખાતે રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાણી નરશીભાઇ દેવશીભાઇ ઉમર વર્ષ 105ના વયોવૃધ્ધે રસી લીધેલ હતી. આ તકે રાજયમંત્રીશ્રી જાડેજા દ્વારા વયોવૃધ્ધ નરશીભાઇને કોરોના સામેના જંગમાં આગળ આવી રસી લેવા અને અન્ય લોકોને રસી મુકાવી પ્રોત્સાહિત કરવા બદલ રાજય સરકારવતી અભિનંદન પાઠવ્યા હતા.

આ કેમ્પમાં વોર્ડ નંબર – 3ના કોર્પોરેટરો સર્વશ્રી સુભાષભાઇ જોષી, અલ્કાબા જાડેજા, પરાગભાઇ પોપટ, પન્નાબેન કટારીયા, પૂર્વ મેયર શ્રી દિનેશભાઇ પટેલ, વોર્ડ નંબર – 3ના પ્રમુખશ્રી અશ્વિનભાઇ છાપીયા, મહામંત્રીશ્રી નરેન્દ્ર ગઢવી,વોર્ડ નંબર – 4ના કોર્પોરેટર સર્વશ્રી પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, ઝડીબેન સરવૈયા, વોર્ડ નંબર – 4 ના પ્રમુખશ્રી વિજયસિંહ ગોહિલ, કિલ્લોલ સ્કુલના  ધનશ્યામસિંહ ઝાલા તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

દહેજ ભૂખ્યા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આયખું ટુંકાવ્યું : પતિ સામે ફરિયાદ

0

દહેજ ભૂખ્યા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આયખું ટુંકાવ્યું : પતિ સામે ફરિયાદ

ખંભાળિયાના ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક યુવાન દ્વારા પોતાની પત્ની પાસે દહેજની માંગણી કરી, ત્રાસ ગુજારવામાં આવતા આખરે કંટાળીને તેની પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ કાનજીભાઈ રત્નાગર નામના 56 વર્ષીય એક પ્રૌઢની 27 વર્ષીય પુત્રી હેતલબેનના લગ્ન થોડા સમય પૂર્વે દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના સૂરજકરાડી ખાતે રહેતા નિતીન પીઠાભાઇ શ્રીમાળી સાથે થયા હતા.

નિતીન દ્વારા તેઓના લગ્ન જીવન દરમિયાન હેતલબેનને “તું તારા બાપના ઘરેથી કરિયાવરમાં કંઈ લાવી નથી”- તેમ કહી, નાની-નાની બાબતે મેણાં-ટોણાં મારી અને ઝઘડા કરી, શારીરિક રીતે માર મારવામાં આવતો હતો. આટલું જ નહીં, નિતીન દ્વારા પોતાની પત્નીને કરિયાવર લાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેણીના પિતા પરસોત્તમભાઈએ નિતીનને બાઈક લેવા માટે 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા.

આમ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે નીતિન પીઠાભાઈ શ્રીમાળી સામે આઈ.પી.સી. કલમ 306, 498 (ક) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં કફયું તૈયારી…?

ગુજરાતમાં કરફ્યની તૈયારી…?

ગુજરાત હાઈકોર્ટની ટકોર પછી રાજય સરકાર 3-4 દિવસનો કરફ્યુ -લોકડાઉન લાદે તેવી પ્રબળ સંભાવના

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી લોકડાઉન લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટનું અવલોકન અત્યંત ગંભીર છે અને વિજય રૂપાણી સરકાર આ અવલોકનને ધ્યાને લઈને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો શરૂ થઈ છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છ. હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાને રોકી શકાય.

હાઈકોર્ટના આ આદેશને પગલે ગુજરાતમાં લોકડાઉન લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર ઝડપથી નિર્ણય લે એવી પણ શક્યતા છે.

આ પહેલાં ગયા સપ્તાહે પણ ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ હતી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું.

રૂપાણી સરકાર સતત લોકડાઉન લાદવાનો ઈન્કાર કરે છે પણ હાઈકોર્ટની ટકોર બાદ સ્થિતી બદલાઈ ગઈ છે. હાઈકોર્ટે આડકતરી રીતે સરકારને લોકડાઉન કે કરફ્યુ બંનેમાંથી એક લાદવા કહી જ દીધું છે એ જોતાં ગુજરાતમાં લોકડાઉન લદાઈ શકે છે.

જી.જી.હોસ્પિટલમાં પ્રાઈવેટ સિક્યુરિટી સુપરવાઇઝર પોતાની ઓફિસમાં દારૂના નશામાં ચકચૂર હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ.

0

જી.જી.હોસ્પિટલમાં પ્રાઈવેટ સિક્યુરિટી સુપરવાઇઝર પોતાની ઓફિસમાં દારૂના નશામાં ચકચૂર હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ.

સમગ્ર ઘટનાનો વિડીઓ દેશ દેવી ન્યુઝ પાસે હોય તેમા સિક્યુરિટી સુપરવાઇઝર નશામાં બફાટ કરતો નજરે પડેલ છે.

જામનગર શહેરની જીજી હોસ્પિટલ હંમેશાંને માટે વિવાદોથી ઘેરાયેલી રહે છે.તેવામાં દારૂ પીધેલો સુપરવાઇઝર રંગે હાથે પકડાઈ જતા ખળભળાટ.

જામનગર શહેરની જી.જી સૌરાષ્ટ્રની નંબર વન અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ હાલ ચર્ચામાં છે હોસ્પિટલની અંદર સુરક્ષા અને વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ ફાળવવામાં આવી છે.

પરંતુ જેના પર જવાબદારી છે તેવા સિક્યુરિટી સુપરવાઇઝર દરરોજ હોસ્પિટલ પ્રશાસને ફાળવેલ સિક્યુરિટી ઓફિસમાં બેસીને દારૂ પીવે અને ફુલ દારૂના નશામાં ચકચુર થઈ ડોલતા ડોલતા ગાર્ડ ની હાજરી પૂરે તેવામાં હાજરી માટે આવતા લેડીઝ ગાર્ડ પણ આવતા અચકાય છે.

આવો જ બનાવ જામનગરની જી.જી.હોસ્પિટલમાં બનવા પામેલ ગતરાત્રે દેશ દેવી ન્યુઝ પાસે આવેલ વીડીઓમાં  સિક્યુરિટી સુપરવાઇઝર દારૂના નશામાં બફાટ કરતો અને ડોલા ખાતો હોય રંગે હાથે પકડાઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.

જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની ગેરવર્તણૂકની અને દાદાગીરી ની અનેક ફરીયાદો ઉઠી છે. પરંતુ ગતરાત્રે વિડિયો હોસ્પિટલના ટોમા વોર્ડ નજીક આવેલા સિક્યુરિટી ઓફિસમાં ભુપતભાઈ નામનો શખ્સ ચિક્કાર દારૂના નશા માં વહીવટ કરતો હોવાની જાણ થઈ હતી અને હાજરી પુરવા માટે આવતી મહિલા ગાર્ડ ને પોતાનું મોઢું ઢાંકવાનો વારો આવ્યો કારણકે સિક્યુરિટી ઓફીસ એટલી હદે દારૂથી ગંધાતી હતી અને સુપરવાઇઝર નશા માં સરખું બોલી તો ઠીક ઉભા પણ રહી શકતા નહોતા.

દારૂ પિધાની ફરિયાદ કાંઈ નવી નથી અગાઉ  પણ એજન્સીને ચેતવણી આપવામાં આવી હતી.

જીજી હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડ ચાલુ ફરજે દારૂ પીતા હોવાની તે ગત 4 ફેબ્રુઆરી 2020 માં તબીબી અધિક્ષક એ એજન્સીને લેખિત ચેતવણી આપી હતી હોસ્પિટલમાં વિવિધ વિભાગો માં કામ લેવા માટે સિક્યુરિટી ગાર્ડની  સેવા લેવામાં આવે છે તે સિક્યુરિટી ગાર્ડ  ચાલુ ફરજે માદક પદાર્થોનું સેવન કરતા હોય તો તેને તાત્કાલિક ફરજ પરથી દૂર કરો અને ભવિષ્યમાં જો કોઈ બનાવ ન બને  તેના માટે એજન્સીએ તકેદારી રાખવાની રહેશે અને તો ફરિયાદો આવશે અને બનાવ બનશેતો એજન્સી નોં કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.

હવે જોવાનું રહ્યું કે હોસ્પિટલ પ્રશાસન આ મામલે શું પગલાં લેશે કે પછી ફક્ત કાગળ ઉપર તાકીદ દઈ સંતોષ માની લેશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.