Friday, October 9, 2026
Home Blog Page 393

જામનગર ખાતે યોજાનાર આર્મી ભરતીની લેખિત પરીક્ષા કોરોના મહામારીને કારણે હાલમાં મોકુફ.

0

જામનગર ખાતે યોજાનાર આર્મી ભરતીની લેખિત પરીક્ષા કોરોના મહામારીને કારણે હાલમાં મોકુફ રખાઇ.

દેવભૂમિ દ્વારકા, જિલ્લા રોજગારની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અન્ય જીલ્લા અને કચ્છ-ભુજના ઉમેદવારોએ આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરના તા.09-04-2021ના પત્ર અન્વયે દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલી-2021 માં પાસ થયેલ ઉમેદવારો માટે આર્મી ભરતીની લેખિત પરીક્ષા કે જે તા.25-04-2021ના રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે યોજવાનું આયોજન હતું

એ લેખિત પરીક્ષા હાલ કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ ના હિસાબે મોકૂફ રાખવામાં આવેલ છે.આર્મી ભરતી રેલી-2021 ની લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર થતા તેની જાહેરાત છાપા તથા સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે.

ઉપરોક્ત બાબત દેવભૂમિ દ્વારકા જીલ્લાના તેમજ સૌરાષ્ટના અન્ય જીલ્લા અને કચ્છ-ભુજ ના ઉમેદવારોને જણાવવામાં આવે છે.

રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રણજીતસાગર વિસ્તારમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

0

રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રણજીતસાગર વિસ્તારમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર

તા.09.04.2021ના રોજ શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ અને જામનગર મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે45 વર્ષથી ઉપરના નાગરિકો માટેરણજિત સાગર રોડ પર “કોવિડ -19 રસીકરણ મેગા કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ હતું.

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએઅનુરોધ કરતાં શહેરના રણજીતસાગર રહેતા વિસ્તારના 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

આ કેમ્પમાં ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર,સ્ટેન્ડિંગ કમિટીચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટરશ્રી વોર્ડ નંબર 15 શ્રીમતી હર્ષાબા જાડેજા, શહેર મંત્રીશ્રી પરેશભાઈ દોમડીયા, શ્રીરાજુભાઈ પાઘડાર, રાજુભાઈ અજૂડીયા, જયેશભાઇ દોમડીયા, મહેશભાઈ રૂપાપરા, બ્રિજેશ કાછડીયા, ગૌતમભાઈ વેકરીયા, વોર્ડ પ્રમુખ 16 તથા વિસ્તારના સર્વ મહાનુભાવ તથા ખોડલધામ સમિતિના કાર્યકર વલ્લભભાઈ બી. મુંગરા, દિનેશભાઈ દોંગા, લવજીભાઈ વાદી, ચમનભાઈ વસોયા, પરેશભાઈ અમિપરા, હરિભાઈ રાબડીયા, રામજીભાઈ ગઢીયા, આશાબેન પટેલ, પુષ્પાબેન મુંગરા, લલિતાબેન ગઢિયા, નિશાબેન ભંડેરી તથા ખોડલધામ સમિતિના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સત્યમ કોલોનીમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આયખું ટુકાવ્યું

0

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં અગમ્યકારણોસર યુવાને આયખું ટુકાવ્યું

જામનગરના સત્યમ કોલોનીમાં પરિવાર એપાર્ટમેન્ટ વિંગ નં.ઈ ફ્લેટ નંબર 301 ખાતે રહેતા અને નોકરી કરતા સમીરભાઈ સુમનભાઈ મોરી ઉંમર વર્ષ 35 નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે હોલના પંખાની હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે માણાવદર તાલુકાના લીંબુડા ગામમાં રહેતા સુમન સામજીભાઇ મોરી દ્વારા સીટી-સી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે, આપઘાતના બનાવથી શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ફરીયાદ કરતો નહી એમ કહી ઓખામાં વકીલનો કાઠલો પકડીને આપી ધમકી

0

ઓખામાં અકસ્માત સર્જી, ફરિયાદ કરવાની ના કહી અને સુરજકરાડી વકીલને ધમકી આપતા બાઈક ચાલક સામે ગુનો.

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમભાઈ મામદભાઈ ઘાવડા નામના 44 વર્ષના મુસ્લિમ યુવાન શુક્રવારે એક હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37એચ. 4564 નંબરના મોટરસાયકલ ચાલકે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો.

જેથી સલીમભાઈને નાની- મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે આરોપી બાઈક ચાલક દ્વારા ફરિયાદ નહીં કરવા તથા માર મારવાની ધમકી આપી, નાસી જતાં આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે બાઈક ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 506 (2), તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવા વાલીઓની માગ

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવા વાલીઓની માગ

ઓલ ગુજરાત વાલી મંડળે પત્ર લખીને સીએમ રૂપાણીને રજૂઆત કરી : ધો. 9 અને 11ના મુખ્ય ત્રણ વિષયોની પરીક્ષા ઓનલાઇન લેવા રજૂઆત.

અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન લઈને બાકીના વિષયો ગુણ પ્રથમ સત્રાંતના મૂલ્યાંકન પરથી આપી દેવાની રજૂઆત કરી છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણ હજી વધશે તેવી ભીતિને પગલે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવા માગ કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ છે. મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. જેને જોતાં હાલમાં 10 મેથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સ્કૂલનો સ્ટાફ સંક્રમિત થાય તેવી દહેશત છે.

બીજી લહેરમાં કોરોના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક વોર્ડ ઊભો કરવાની ફરજ પડી રહી છે. જેથી વાલી મંડળની માગણી છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવે. ઉપરાંત વૈકલ્પિક વિષયોની પરીક્ષા પણ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં જ જૂન માસમાં લેવામાં આવવી જોઈએ. દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ દરેક વિદ્યાર્થીઓને રહેમ રાહે પાસ કરી દેવામાં અને કોઈ બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે પણ વાલી મંડળે રજૂઆત કરી છે.

દારૂ પીને ધમાલ મચાવનાર PSI ની અટાકયત

0

દારૂ પીને ધમાલ મચાવનાર પીએસઆઇની અટાકયત

પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે.

જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે.

રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? રાજ્યના સરહદી અરવલ્લી જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

મેઘરજના ઇસરીના પીએસઆઇ બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલાપીએસઆઇ જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે.

આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય જિલ્લા એસ.પી. સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે.

જામનગરની સજૂબા સ્કૂલ પાસે વાહન ટોઇંગ મામલે થયેલ બબાલ મુદ્દે દંપતી સામે ફરિયાદ

0

જામનગરની સજૂબા સ્કૂલ પાસે વાહન ટોઇંગ મામલે થયેલ બબાલ મુદ્દે દંપતી સામે ફરિયાદ

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક દિપક ટોકીઝ પાસે વાહન અડચણરૂપ હોય તે અંગેની કામગીરી દરમિયાન ટ્રાફિક જમાદારની ફરજમાં રૂકાવટ કરીને ઝપાઝપી તેમજ માર માર્યા આ અંગેનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો જે બનાવમાં ફરજમાં રૂકાવટ કર્યાની દંપતી સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ટ્રાફિક શાખાના એએસઆઈ રાજેશ દયાળજીભાઈ મેરાણીની પાઇલોટ વાહન ટુ અને થ્રી વેલમાં નો પાર્કિંગ વાહન અડચણરૂપ હોય તેને દૂર કરવાની કાયદેસરની ફરજમાં ગઈકાલે હતા.

દિપક ટોકિજ નજીક સજુબા સ્કૂલના ગેટ પાસે આ અંગેની કાયદેસરની કામગીરીમાં ટ્રાફિક જમાદાર હતા એ દરમિયાન સંજયભાઈ અને અન્ય એ ફરિયાદી રાજેશભાઇ સાથે ઝપાઝપી, બોલાચાલી કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જાપટો મારી આરોપીઓ એકબીજાને મદદગારી કરીને ટ્રાફિક પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે ટ્રાફિક એસઆઈ રાજેશભાઈ એ ડિવિઝન સંજય રામનાથ પાલ અને ભાનુબેન સંજયભાઈ ની વિરુધ્ધ આઇપીસીની કલમ 332, 186, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

નાના બાળકને સાથે રાખી પોતાની ફરજ નિભાવતી જામનગરની મહિલા પોલીસ કર્મીને સલામ.

0

નાના બાળકને સાથે રાખી પોતાની ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મીને સલામ.

ધમધમતા તડકા અને કોરોના કાળ જેવા કપરા સમયમાં નાના બાળકને સાથે રાખી પોતાની ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મીને સો સલામ.

પોલીસ નું નામ પડતાં જ લોકોના મનમાં ખરાબ છાપ ઉભી થઈ જાય છે પરંતુ એવું નથી ઘણા પોલીસકર્મીઓ પોતાની નિષ્ઠા અને ફરજને મહત્વ આપે છે તેમાંય ખાસ કરીને મહિલાઓ ઘર સંભાળવાની સાથે પોલીસ ફરજ માટે સતત સજ્જ રહેવું પડતું હોય છે ત્યારે જામનગરની આવી આવી જ એક મહિલા પોલીસ કર્મચારી પોતાના છ માસના બાળકને સાથે રાખી ફરજ બજાવતી કેમેરામાં કેદ થઈ છે.

જામનગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ કેદી પાર્ટીની ફરજ સોંપવામાં આવી હતી ત્યારે આ મહિલા પોલીસ કર્મચારી એ પોતાના છ માસના બાળકને સાથે રાખી કોરોના કાળ અને ધમધમતા તડકામાં  પોતાની ફરજ પર હાજર થઈ હતી.

જિલ્લા જેલમાંથી પુરુષ કેદીઓની સાથે મહિલા કેદીઓને પણ કોર્ટ સમક્ષ હાજરી/ તારીખ સંદર્ભે લાવવામાં આવતી હોય છે તેમાં કેદી પાર્ટીમાં આરામના હથિયારધારી પોલીસમેન સાથે મહિલા પોલીસ કર્મીની ફાળવણી કરવામાં આવતી હોય છે.

તાજેતરમાં જ આવો એક પ્રસંગ પ્રકાશમાં આવેલ જામનગરમાં જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીઓને તારીખ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવતા હોય છે  કેદીઓમાં પુરૂષની સાથે મહિલા કેદીઓનો સમાવેશ થતો હોય છે તેના માટે સરકાર દ્વારા મહિલા પોલીસ કર્મી ની ફાળવણી કરવામાં આવતી હોય છે.

કેદી પાર્ટીની બસમાંથી છ માસના બાળકને તેળીને ઉતરતા કેદીઓના સગા સંબધીની ભીડ અને વાહનોના ઘોંઘાટ વચ્ચે બાળક આરામથી સુતું નજરે પડેલ બીજી બાજુ બળતા તાપ અને કોરોના જેવા કપરા સમયમાં આ બાળક તેની માતાની સાથે પોતે પણ ફરજમાં સહકાર આપી રહ્યું  તેવું લાગી રહ્યું હતું ત્યારે આ આ બાળકને સૂતેલ જોઈ હરકોઈ લાગણી વરસાવી રહ્યું હતું

જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત અને એક ઇજા.

જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત અને એક ઇજા.

જામનગરના ખંભાળિયા હાઇવે પર પડાણા પાટીયા પાસે મુરલીધર હોટેલ નજીક રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી ડ્રાઈવરનું ઘટનાસ્થળ વ જ મોત નીપજયું હતુ અને એની સાથેના એક વ્યકિત ને ઇજા થવાથી બન્ને ને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 50 વર્ષના અજાણ્યા વ્યકિત ઉપરાંત તેની સાથેના ઝારખંડના 27 વર્ષીય યુવાન રીસાલત ખલિફાને સિક્કાની 108 દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર થી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત થતા ટ્રકમાં ફસાયેલા બન્નેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજયના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ

રાજયના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ.

ગાંધીનગર :રૂપાણી સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તો આ સાથે જ ભાજપના નેતા આઈ કે જાડેજા કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો હોવાથી તેઓ પણ યુએન હોસ્પિટલમાં દાખલ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ગુજરાતના અનેક ધારાસભ્યો, સાંસદ અને દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપીને આસપાસના લોકોને ટેસ્ટ કરાવી લેવા સૂચના આપી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.