Friday, October 9, 2026
Home Blog Page 392

કચ્છ માતાના મઢમાં ઘટસ્થાપન સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

0

કચ્છ માતાના મઢમાં ઘટસ્થાપન સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

ભુજ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્યે પરંપરા અનુસાર ઘટસ્થાપનની વિધિ સાથે જ ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થયો છે.

ગાદીપતિ રાજાનાવા યોગેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. જોકે, કોરોનાને કારણે ફરી એક વખત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ હોઈ સાદગીપૂર્ણ માહોલમાં આ વિધિ યોજાઈ હતી.

ગુજરાત યુનિવર્સીટીનો મોટો નિર્ણય યુ.જી. અને પી.જી. ના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિક્ષાનો વિકલ્પ અપાશે.

ગુજરાત યુનિવર્સીટીનો મોટો નિર્ણય : યુ.જી. અને પી.જી. ના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિક્ષાનો વિકલ્પ અપાશે.

30મી એપ્રિલ સુધી કોલેજો નહીં શરૂ કરવા અંગે સરકારના નિર્ણય બાદ ગુજરાત યુનિવર્સીટીની જાહેરાત.

ગાંધીનગર: કોરોનાના વધતાં જતાં કહેરને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે આજે રાજયની કોલેજોમાં પણ ઓફલાઇન શૈક્ષણિક કાર્ય 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના પગલે ગુજરાત યુનિવર્સીટી દ્વારા અન્ડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાની આજે મોડીસાંજે નિર્ણય કર્યો છે. જો કે લો ફેકલ્ટીને આમાંથી બાકાત રાખવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા સેમેસ્ટરની એક વિષયની પરીક્ષા લીધા બાદ શિક્ષણમંત્રીએ 10મી એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય બંધની જાહેરાત કરતાં બાકીના વિષયોની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી.

આ પરીક્ષા 10મી એપ્રિલ પછી તા.12મી એપ્રિલથી લેવાનુ નક્કી કર્યુ હતુ. જોકે, કોરોના મહામારી વધતાં યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. તે પણ રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

હવે સરકાર દ્વારા 30મી એપ્રિલ સુધી કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓફલાઇન ન બોલાવવા તાકીદ કરી છે.

આ સ્થિતિમાં 30મી એપ્રિલ સુધી કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનુ નથી જેથી પહેલા સેમેસ્ટરની બાકીના વિષયોની પરીક્ષા હવે 30મી એપ્રિલ સુધી ઓફલાઇન સીસ્ટમથી લઇ શકાય તેમ નથી. જેના કારણે હવે આગામી દિવસોમા આ પરીક્ષા માત્ર ઓનલાઇનથી લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે પછી વિદ્યાર્થીઓને ઓફલાઇન એક્ઝામ આપવી છે કે ઓનલાઇન તેનો વિકલ્પ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામ માટેની તૈયારી દર્શાવશે તેઓની પરીક્ષા 30મી એપ્રિલ પહેલા પૂરી કરી દેવામાં આવશે.

અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ ઓફલાઇનનો વિકલ્પ આપશે તેમની પરીક્ષા 30મી પછી પરિસ્થિતિ સુધરે ત્યારબાદ લેવામાં આવશે.

આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1 ઉપરાંત આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં સેમેસ્ટ 4 અને 6ની બાકી રહેલી પરીક્ષાઓમાં પણ ઓનલાઇન-ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે. ઓનલાઇન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી કરી દેવામાં આવશે.

એક વિષયની પરીક્ષા ઓફલાઇન પ્રમાણે આપી ચુકેલા વિદ્યાર્થીઓને પણ હવે બાકીના વિષયો માટે ઓફલાઇન અને ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ આપવામાં આવશે.

હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન.

હવે રાજ્યમાં સરકારી અને ખાનગી ઑફિસમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે, લગ્નમાં માત્ર 50 વ્યક્તિની મર્યાદા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુક ઉપર લાઇવ થઇ કરી જાહેરાત.

હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન.

રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેરમાં ઉજવણી પર અને ટોળા એકઠાં કરવા પ્રતિબંધ.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે હાઇકોર્ટે ઝાટકી લીધા બાદ આજે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લાઇવ દ્વારા સરકારનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તબીબોને અનુરોધ છે કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકાર ગેમ તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કર્યા છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટા નિયમો જાહેર કર્યા છે.

હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે.
50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર કરવામાં આવ્યો છે.

લગ્નમાં જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા 50 વ્યકિતની કરવામાં આવી છે.

જાહેરમાં રાજકીય/સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ , જન્મદિવસની ઉજવણી સહિતના મેળાવડાઓ બંધ.

મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ અને ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ એકત્રીત થઇ શકશે નહીં
રાજયના તમામ ધાર્મિક સ્થાનો આગામી તા.30-4-2021 સુધી બંધ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉ મેર્યુ કે રાજ્યમાં હવે પછી આગામી એપ્રિલ- મે માસ દરમિયાન યોજાનારા તમામ ધાર્મિક કાર્યક્રમોનાં તમામ ધર્મોનાં મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે અને તમામ ધર્મો સરકારને સાથ આપે એવી અપીલ કરવામાં આવે છે.

એપ્રિલમાં 2.14 લાખ રેમડેસિવીર આવ્યા અને સરકારે છેલ્લા 10 દિવસમાં સવા લાખ આપ્યા. સરકાર ચારેય તરફથી રિસોર્સિમાંથી ભેગા કરી અને સવા 3 લાખ ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલનું હબ હોવાના કારણે અમને પણ રોજ બહાર આવે છે. રેમડેસિવીર રોજના 25,000 સરકારને મળે છે. સરકારે લગભગ દર્દીઓ સુધી પહોંચાડવામાં સફળ થયા છે. ઝાયડસને અભિનંદન આપ્યા છે.

રેમડેસિવીર ઇન્જેક્શન કોરોનાના દરેક દર્દીઓ માટે નથી. જેમને શ્વાસની તકલીફ છે. કોમોર્બિડિટી નથી. ત્યારે સરકારે પ્રાયોરિટી નક્કી કરી છે. કોવિડ-19ના સિરિયસ પેશન્ટને પહેલાં ઇન્જેક્શન આપવામાં આવે. કેસ વધતા જાય છે કે ઝડપથી કંટ્રોલમાં આવી રહ્યા છે પરંતુ માની લો કે કેસ નથી કાબૂ વધતા તો આપડા હાથમાં આવેલા શસ્ત્રનો આપણે ઉપયોગ કરવાનો છે.

સરકારે પાછલા 10 દિવસમાં 15,000 બેડની સંખ્યા વધારી છે. સંજીવની રથની સંખ્યા વધારી છે અને 1500 રથ અમદાવાદમાં સારવાર માટે એકઠાં કર્યા છે. રોજ અમે 20,000 ફોન એકઠાં કરી અને સારવાર કરી રહ્યા છે.

વડોદરામાં 250 સંજીવની રથ અને 34 ધનવંતરી રથ આપવામાં આવી છે અમદાવાદના જીએમડીસીના ક્ધવેનશમાં 900 બેડની મોટી હોસ્પિટલ ઊભી કરી છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર મને વિશ્વાસ છે તેઓ મંજૂરી આપશે.

સુરતે છેલ્લા 15 દિવસમાં 3000 બેડ વધાર્યા છે. બેડ વધારવાની સાથે તબીબોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાબડતોડ ભરતી કરી છે. રાજકોટમાં 63 ધનવંતરી રથ અને 25 સંજીવની રથ ચાલે છે. રાજકોટમાં આગામી 10 દિવસમાં 2400 બેડ વધારી રહ્યા છે.

સરકારે આરટીપીસીઆરના ટેસ્ટ વધાર્યા છે. 60,000 આરટીપીસીઆર ટેસ્ટ અને 24 કલાકમાં આનો રિપોર્ટ મળે ત્યારે રાજ્યમાં 60,000 ટેસ્ટના 24 કલાકમાં પરિણામ મળે એવી વ્યવસ્થા સરકાર કરી રહી છે. ઓક્સીજનની માંગ વધી ગઈ કારણ કે અમે ઑક્સીજન બેડ વધી ગયા એટલે વપરાશ વધ્યો તો એની સામે ઓક્સીજનની પણ 70 ટકા રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે. 600 ટનનો વપરાશ થયો છે કારણ કે ઑક્સીજનનો બેડનો ઉપયોગ વધ્યો છે.

દ્વારકા જીલ્લાના બે શખ્સો પાસાના પાંજરે પુરાયા

0

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે શખ્સો સામે પાસાના પાંજરે પુરાયા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા :

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા બે શખ્સો સામે જિલ્લા પોલીસ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામી, જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ એલ.સી.બી. પોલીસે આ બન્ને શખ્સોને વડોદરા તથા સુરતની જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા હાજાભા પાલાભા સુમણીયા (ઉ.વ. 30) તથા મીઠાપુરના રહીશ માપભા ઉર્ફે માપલો વીરાભા સુમણીયા (ઉ.વ. 28) નામના બે શખ્સો સામે સ્થાનિક પોલીસમાં મારામારી સહિતના વિવિધ ગુનાઓ સમયાંતરે નોંધાવવામાં આવ્યા છે.

ગુનાહીત ઈતિહાસ ધરાવતા માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી દરમ્યાન મીઠાપુરના પી.આઇ. જે.કે. ડાંગર તથા ઓખા મરીનના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવેલા જરૂરી કાગળો સંદર્ભે પાસા અંગેની સવિસ્તૃત દરખાસ્ત અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીના સમક્ષ મુકવામાં આવતા તેમના દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

ઉપરોક્ત બંને શખ્સોને અનુક્રમે વડોદરા તથા સુરત જેલ હવાલે મોકલવાની તજવીજ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા ટીમ સાથે સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તરીકે કરવામાં આવી છે.

લોકડાઉન વિકલ્પ નથી ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે રાજ્ય સરકારે આપ્યો હાઈકોર્ટને જવાબ

રાજયમાં લોકડાઉન લાદવા મુદ્દે હાઇકોર્ટમાં રાજય સરકારે આપ્યો જવાબ…

લોકડાઉન વિકલ્પ નથી, ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે

સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વકર્યો છે. રોજ કોરોનાના કેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી શરૂ કરી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે. દરમિયાન રૂપાણી સરકારે આજે હાઈકોર્ટમાં કહ્યું લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ.

ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

ચીફ જસ્ટિસે કહ્યું, તમે કહો છો એ ઠીક છે પણ સ્થિતિ ખરાબ છે. તમે જે ચિત્ર બતાવો છો એને જોતા અમે આજે આ બેન્ચ બોલાવવાની જરૂર નથી એવું લાગે. પણ એવું નથી સ્થિતિ ખરાબ છે. બીજા રાજ્યોમાં શું ચાલે છે એની સરખામણીના કરો. ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની ચિંતા કરવાની જરૂર છે.

અમે કેન્દ્ર સરકારને પણ કહીશું કે દેશભરની સાથે ગુજરાતમાં પણ જરૂર હોય તેમાં મદદ કરે.
અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?

ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.

લોકોને સરકાર પર ભરોસો રહ્યો નથી.! લોકોમાં વિશ્વાસ જગાડો હાઇકોર્ટની ટકોર

0

લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો: હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગ હાઇકોર્ટમાં થયેલ સુઆમોટોની વધુ સુનાવણી 15મી એપ્રીલે…!

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે.

ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા હતા.

સુનાવણીમાં સરકાર અને હાઇકોર્ટે અનેક મુદ્દે પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે.

હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. આ હાલાકી સાથે આપણે જીવવું પડશે એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારો.સરકાર સારું કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે. લોકોને વિશ્વાસ અપાવો અને અમને સારું ના લગાડશો લોકો એટલેકે જનતાને સારું કામ કરીને આપો.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, રેમેડસિવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

ગુજરાતની સરખામનીમાં મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપનીઓ ઇન્જેકશન બનાવે છે છતાં ત્યાં લાંબી લાઈનો નથી.

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી કે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે.

ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. મોબાઈલ વાનથી સારવાર કરી છે. 141 પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપી છે.

નર્સિંગ હોમને પણ કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કર્યા છે. એક દિવસમાં 1087 બેડના કોવિડ સેન્ટર ઉભા કર્યા છે.હોસ્ટેલ ને પણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 70 ટકા ઓક્સિજન એ હેલ્થ સેકટર માટે રિઝર્વ રાખ્યા છે. 50 ટકા સરકારી કર્મચારીઓને કોવિડ થઈ ગયો છે. જ્યારે 17 હજારથી વધુ બેડ સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાલી છે.

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝિગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે.

વીઆઇપીની જેમ સામાન્ય માણસને ટેસ્ટનો રિપોર્ટ કેમ જલ્દી નથી મળતો હાઇકોર્ટે જવાબ આપતા જણાવ્યું કે, કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી.

ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે. સામાન્ય માણસને ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે કેમ મળે છે. ટઈંઙ લોકોને રિઝલ્ટ જલ્દી મળી જાય છે સામાન્ય લોકોને કેમ જલ્દી મળતા નથી.

જામનગરના સત્યમ અંડરબ્રિજ પાસેથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો ૯ પંટરના નામ ખુલતા ફફડાટ.

0

જામનગરના સત્યમ અંડરબ્રિજ પાસેથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો ૯ પંટરના નામ ખુલતા ફફડાટ.

જામનગરમાં રહેણાંક મકાનમાંથી પોલીસે ક્રિકેટનો ડબ્બો પકડી પાડી ટીવી મોબાઈલ રોકડ સહિત થઈ 26800 ની માતા કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે આઈપીએલ મેચ પર રમાઇ રહેલા જુગારમાં નવ પંટર ના નામ ખુલ્યા છે.

શહેરના સત્યમ બ્રિજ પાસે મયુર પાર્કમાં રહેતા મહિપત વાઘેલા ઉમર વર્ષ 49 નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે શનિવાર રાત્રે દરોડો પાડતા મહિપત પોતાના મકાનમાં ભારતમાં રમાયેલી આઈપીએલ 20 – 20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ ટીવી માં નિહાળી મોબાઇલ ફોનથી રણફેર અને મેચના હારજીત ના પરિણામ પર ક્રિકેટ નો ડબ્બો ચલાવતા રંગેહાથે ઝડપી લીધો હતો

પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ.11800 ટીવી મોબાઇલ સહિત 26800ની મતા કબજે કરી હતી દરોડા દરમિયાન અસલમ, કિશન ઉર્ફે ભૂરો, રમેશ, દેવેન્દ્ર, પટેલ, સેનીલ, પ્રફુલ, જીગો, નામના શખ્સના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આમ ક્રિકેટ ના ડબ્બા ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે ત્યારે મેચ પર જુગાર રમતા સટોડિયા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ડબ્બા સંચાલકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરામાં પ્રેમ સંબધમાં થઈ દરબારની હત્યા

0

કાલાવડના ખીમાણી સણોસરામાં ક્ષત્રિય યુવાનની હત્યાથી ચકચાર.

દગો ના થયો  કોઈનો સગો

ગામની સીમમાં હત્યાના બનાવથી ચકચાર
ચાર શખસોએ કાવતરૂ રચી યુવાનનું ઢીમ ઢાળી દીધું!

આરોપીની બહેનનો મૃતક સાથે પ્રેમ સંબંધની ખબર પડતા ક્ષત્રિય યુવાનનું ચારેય શખસોએ વાડી કામ તમામ કરી નાંખ્યું!

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ ખીમાણી સણોસરા ગામમાં એક ક્ષત્રિય યુવાનની હત્યાના બનાવથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચાર આરોપીમાંથી ક્ષત્રિય યુવાનને ગામની સીમમાં આવેલ વાડીએ બોલાવી જીવલેણ હુમલો કરી મોતને ઘાટને ઉતારી દેવાયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ ચકચારી ઘટનાની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, મુળ છોટા ઉદેપુર ગામના રહેવાસી હાલ ખીમાણી સણોસરામાં નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની વાડીમાં રહેતા અને વાડીએ કામ કરતા હોય સવજીભાઇ માધાભાઇ બારીયાનાયક, ગુંજીબેન સવજીભાઇ બારીયાનાયક (3)સીમીબેન ભાવેશભાઇ બારીયાનાયક અને નાનીબેનસવજીભાઇ બારીયાનાયકે કાવતરૂ રચીને મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા જાડેજા (ઉ.વ.-38)નામના યુવાનની હત્યા નિપજાવી દીધી હતી.

આ અંગેની વધુ જાણવા મળતી માહિતી પ્રમાણે, મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા જાડેજા (ઉ.વ.-38) વાળા વિરમભાઇના મિત્ર થતા હોય જેથી તેની સાથે અવાર નવાર વાડીએ જવાનુ થતુ હોય જે દરમ્યાન મહાવીરસિંહ તથા આરોપી યુવતિ નાનીબેન વચ્ચે આશરે છેલ્લા છએક માસથી પ્રેમ સબંધ થઇ ગયેલ હોય જે પ્રેમ સબંધ તેના ઘરનાઓને ખબર પડી ગયેલ હોય જેથી આરોપીઓએ એક સંપ કરી મહાવીરસિંહ ને મારી નાખવાનુ ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું.

નાનીબેન તથા મૃતક મહાવીરસિંહ જાડેજા તા.10/04/2021 ના બોપોરના આશરે બેએક વાગ્યે વાડીએ મળેલ ત્યારે નાનીબેને મહાવીરસિંહને આજેરાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજે તેવી વાત કરી હતી.

ત્યારે મહાવીરસિંહ રાત્રીના સાડા આઠેક વાગ્યે યુવતિને મળવા પહોંચ્યા હતા, જયાં ચારેય આરોપીઓ પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હોય અને તમામ આરોપીઓએ મહાવીરસિંહ જાડેજાને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી નાળા(રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી તમામ આરોપીઓએ લાકડાના ધોકા વડે મરણજનારને આશરે સતત અડધો કલાક જીવલેણ રીતે માર માર્યો હતો. હત્યા કરવાના ઇરાદાથી ચારેય આરોપીઓએ માર મારતા મહાવીરસિંહ જાડેજાનું મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે ચારેય આરોપીઓ વિરૂઘ્ધ ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ જાડેજાએ  પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇ.પી.કો કલમ . કલમ-120(બી),302, 504,341 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ (કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.જી.જામનગર) ચલાવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિ અન્વયે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

0

જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિ અન્વયે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

મંત્રી શ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં કોવિડની સ્થિતિ અન્વયે બેઠક યોજાઇ.

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ શ્રી પૂનમબેન માડમ બેઠકમાં જોડાયા.

કલેકટરશ્રી રવિશંકરે જિલ્લાની વર્તમાન પરિસ્થિતિનો આપ્યો ચિતાર રાજ્ય સરકાર દ્વારા વધુ બેડ, ઓક્સિજન વ્યવસ્થાઓનું થશે નિર્માણ.

જામનગર, સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે જામનગર ખાતે પણ હાલમાં વધતા કેસોને ધ્યાને લઇ કૃષિ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ શ્રી પૂનમબેન માડમ જોડાયા હતા.

આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા,વોર્ડ, બેડ,ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેકટરશ્રી રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારશ્રીના સહયોગ સાથે વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે તેમ જણાવી કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજીએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે.સાથે જ જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે હાલ જામનગર જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ,ઓક્સિજન, નર્સ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે તેમ ડિનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું. આ તકે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમ, રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં કોઇ પણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું.

સરકારશ્રી દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી જામનગર જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.હાલ જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.તો આયુર્વેદ યુનિવર્સીટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.આ ઉપરાંત સંક્રમિત બંદિવાનો માટે પણ સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરી દરેક સ્તરે સંક્રમિત દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કામગીરી અને નવી વ્યવસ્થાઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં જામનગર ખાતે 1200 બેડની વ્યવસ્થાઓ છે જેને વધારીને આગામી દિવસોમાં વધુ 500 બેડના નિર્માણ સાથે 1700 બેડ સુધી લઇ જવામાં આવશે આ માટેની આવશ્યક તમામ પ્રક્રિયા માટે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રીએ તત્કાલ કામગીરી હાથ ધરી હતી.

ભાણવડ તાલુકાના ગામો સ્વેચ્છિક લોકડાઉન માટે આવ્યા સામે.

0

કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા ભાણવડ તાલુકાના જાગૃત ગામના લોકોનો સહિયારો પ્રયાસ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દેવભૂમિ દ્વારકા

સમગ્ર વિશ્વ માં હાલ કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે.

આ મહામારી થી બચવા માસ્ક, સોશ્યલ ડિસ્ટનસિંગ, સેનિટાઇઝેશન અને વેકસીનેશન જ ઉપાય છે.

ભાણવડ તાલુકામાં કોરોના વાયરસે દેખા દેતા આગમચેતીના ભાગરૂપે જુદા જુદા ગામે સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરેલ છે.

ભાણવડ તાલુકા ના સઈ દેવળીયા, કાટકોલા , ગુંદલા, ફતેપુર જેવા ગામો એ સ્વૈચ્છીક લોકડાઉન શરૂ કરી કોરોના મહામારીથી ગામ જનોને સુરક્ષિત રાખવા પ્રયાસ કરેલ છે. વધુમાં ગામમાં 45 વર્ષ થી ઉપરના તમામના રસીકરણ માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.