Friday, October 9, 2026
Home Blog Page 391

સેતાવાડ ભગવાનદાસ બાપુની શેરીમાં ભનુ દાવડા આઈપીએલ પર ક્રિકેટનો જુગાર રમાડતો ઝડપાયો

0

સેતાવાડ ભગવાનદાસ બાપુની શેરીમાં ભનુ દાવડા આઈપીએલ પર ક્રિકેટનો જુગાર રમાડતો ઝડપાયો.

જામનગર: આઇપીએલના મેચ રમાતો જુગાર ઝડપાયો.

જામનગર: જામનગરના ખારવા ચકલા રોડ ભગવાનદાસ બાપુની શેરીમાં રહેતા ભનુ બાબુભાઈ દાવડા ઉમર 53 નામ નો સત્સંગ મોબાઈલ માં આઇડી ડાઉનલોડ કરીને હાલમાં રમાતી ટી 20 ક્રિકેટ મેચના રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચ પર સટ્ટો રમતો હોવાની હકીકતના આધારે સિટી પોલીસે ચાંદી બજાર બુગદો નજીકથી પકડી પાડયો હતો અને એક મોબાઇલ, રોકડા 5000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રિકેટ સટ્ટાના સોદાઓ શેતાવાડમાં રહેતા હાર્દિક સોની ઉર્ફે ટકાબાપુ પાસે કરાવી જુગાર રમવા આઈડી આપી ગુનો કર્યો હતો દરમિયાનમાં સિટી એ પોલીસમાં બંનેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

૧૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે.

0

 ૧૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે.

જામનગર, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા. 17 એપ્રિલ 2021ના રોજ સવારે 11.00 કલાકે જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.

જામનગરના વામ્બે આવાસમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ

0

જામનગરના વામ્બે આવાસમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ.

જામનગરના મયુર નગર રોડ વામ્બે આવાસ નવા ત્રણ માળિયા બ્લોક નંબર 11 /22 ખાતે રહેતી વર્ષાબા ચંદ્રસિંહ પરમાર, અંધાશ્રમ આવાસ પાસે રહેતી પ્રસનબા વિક્રમસિંહ જાડેજા, કચ્છ માંડવી ની ગાયત્રીબેન ભરત કોળી, વામ્બે આવાસ નવા ત્રણ માળિયા બ્લોક 9 માં રહેતી પૂજાબેન દીપક યાદવ, શાંતિનગર માં રહેતી ઉલ્લાબા રાજેન્દ્રસિંહ ઝાલા, ગાંધીનગરમાં રહેતી વિજુબા મનુભા ચુડાસમા, મચ્છર નગરમાં રહેતી વર્ષાબેન ઈશન પરમારને નવા ત્રણ માળીયા આવાસ ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂપિયા 11350 અને જુગારના સાહિત્ય સાથે અટકાયત કરવામાં આવી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો નોંધવા પરેશ ધાનાણીએ કરી હાઈકોર્ટમાં અરજી.

0

સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો નોંધવા પરેશ ધાનાણીએ કરી હાઈકોર્ટમાં અરજી.

સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરતા પરેશ ધાનાણી.

અમદાવાદ : તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાના હોમટાઉન સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરી હતી. જેના બાદ રાજકારણ ગરમાયુ હતું. પ્રદેશ અધ્યક્ષ ક્યાંથી અને કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને તેઓ કેવી રીતે આ રીતે ઈન્જેક્શન વહેંચી શકે તે મુદ્દે તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં સીઆર પાટીલના રેમડેસિવિર ઇન્જેકશન મુ્દ્દે અરજી કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાણાનીએ હાઈકોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી છે. સુરતમાં સી.આર પાટીલે ઈન્જેક્શનનો જથ્થો ફાળવાતા વભ માં અરજી કરાઈ છે. સીઆર પાટીલ સામે થયેલી અરજીમાં અનેક સવાલો ઉઠાવાયા છે. ફાર્મસીના લાઇસન્સ સિવાય કોઈપણ વ્યક્તિ રેમડેસિવિરના કમ્પાઉન્ડ, મિક્સર અને દવા રાખી શકે નહિ, મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર લખી શકે અને પોતાની પાસે રાખી શકે. દરેક વ્યક્તિ આ દવા મેન્યુફેક્ચર કરી શકતું નથી, ત્યારે પ્રદેશ પ્રમુખ પાસે આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેવા સવાલો અરજીમાં કરાયા છે.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. સાથે જ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે.

સીઆર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. જેમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવીનો પણ ઉલ્લેખ કરાયો છે. બંને સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય ધો.10-12ની પરીક્ષા સ્થગિત અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો.10-12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા ઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન:સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

ઑફલાઇન શિક્ષણ બંધ
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

જામનગર શહેરની આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો-સગર્ભા માટેનો પ્રોટીન પાવડરની તસ્કરીનું કૌભાંડ.

0

જામનગર શહેરની આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો-સગર્ભા માટેનો પ્રોટીન પાવડરની તસ્કરીનું કૌભાંડ.

આંગણવાડીના કુપોષિત બાળકો- સર્ગભાસ્ત્રીના પોષણ માટે આપવામાં આવતા પ્રોટીન પાઉડર ને બારોબાર વેચી મારવાનું કોભાંડનોં પર્દાફાસ.

આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તો કઈક ને રેલો આવે તેમ છે અને કઈક ના તપેલા ચઢી જાપ તેમ છે.!

માણસો કોરોનાના આવા કપરા સમયમાં એક બાજુ લોકો મરી રહયા છે બીજી બાજુુ માણસો કમાવાનું છોડતા નથી.

આંગણવાડીમાં રાજ્ય સરકાર દ્વારા બાળકો- સર્ગભાના પોષણ માટે આપવામાં આવતા પ્રોટીન પાઉડર ની તસ્કરી.

જામનગર શહેરના મનપા ની ICDS હસ્તક ના આંગણવાડી માં રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા સ્ત્રી અને બાળકોને પોષણ માટે આપવામાં આવતા ટીએચઆર પ્રોટીન પાવડરની તસ્કરી કરતા આગણવાડી કાર્યકર રંગે હાથે પકડાઈ જતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.

દેશ દેવી ન્યુઝ ના પાસેના વિડીઓમાં (સ્ટિંગ ઓપરેશનમાં) જામનગર શહેરના સાત રસ્તા નજીક આવેલ આંગણવાડી માં સરકાર દ્વારા આપવામાં આવતા THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર નું બારોબાર ઢોર માલિકોને વેચાણ કરવામાં આવતું હોવાની લોક ફરિયાદ ઉઠવા પામેલ  હતી અને રાત્રીના ભાગે THR પ્રોટીન પાવડરની તસ્કરી નોં પર્દાફાસ થયો છે.!

રાજ્ય સરકાર દ્વારા નાના બાળકોને તથા સગર્ભા સ્ત્રી ના પોષણ માટે આપવામાં આવતા THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર ને બારોબાર ઢોર માલિકોને વેચી મારવાનું કૌભાંડ નો પર્દાફાશ કેમેરામાં કેદ થતા નાસભાગ મચી જવા પામેલ અને ભાગાભાગી અને માફા-માફીના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્ય સરકાર ના મહિલા  અને  બાળવિકાસ  વિભાગ દ્વારા આંગણવાડી હેઠળ જે કોઈ કુપોષિત બાળક, સગર્ભા સ્ત્રી,કિશોરી હોય કે આંગણવાડીમાં આવતાં નાના બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તેના માટે સરકાર દ્વારા ગ્રામ્ય – શહેરની દરેક આંગણવાડીને આઇસીડીએસ ના માધ્યમથી THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર નું વિતરણ કરવામાં આવતું હોય છે.

પરંતુ આ THR પાવડર ને ફરજિયાત બાળકોને તથા સગર્ભા સ્ત્રીને કિશોરીને આપવાની જગ્યાએ તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ત્રણ ભાગમાં વહેચણી કરેલ છે.જેમા ૬ માસથી ૩ વર્ષ સુધીના તમામ સામાન્ય અને અતિ ઓછા વજનવાળા બાળકો સગર્ભા સ્ત્રીઓ માતાઓ અને કિશોરી લાભાર્થીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ THR (ટેક હોમ રોશન) તરીકે આપવામાં આવે છે.

બાલ શક્તિ : છ માસથી ત્રણ વર્ષના વય જુથના બાળકો નું પોષણ સ્તર ઉંચુ લાવવા માટે જેમને પoo કિલો કેલેરી અને ૧ર-૧પ ગ્રામ પ્રોટીન મળી રહે તે માટે બાલ શક્તિ ના પ૦૦ ગ્રામ ના ૭ પેકેટ આપવામાં આવે છે અને અતિશય ઓછો વજન હોય તેને ૮૦૦ કિલોકેલેરી અને ૨૦-૨૫ ગ્રામ પ્રોટીન મળી  રહે માટે પoo ગ્રામના ૧૦ આપવામાં આવતા હોય છે.

માતૃશક્તિ : પૂરક પોષણ યોજના હેઠળ ધાત્રી માતાને ૬૦૦ ગેલેરી અને ૧૮-ર૦  પ્રોટીન મળી રહે માટે એક કિલોગ્રામ ના ચાર પેકેટ આપવામાં આવે છે.

પૂણાશક્તિ : યોજના હેઠળ કિશોરીઓને ૬૦૦ કેલરી અને ૧૮-૨૦ પ્રોટીન મળી રહે તેવા પૂર્ણ શક્તિ ના એક કિલોગ્રામ ના ચાર પેકેટ ટેક હોમ રેશન તરીકે આપવામાં આવે છે.

પરંતુ આ THR પાવડર ને ફરજિયાત બાળકોને તથા સગર્ભા સ્ત્રીને કિશોરી ને આપવાની જગ્યાએ તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.

ગુજસીટોકના આરોપી નિલેશ ટોલીયા અતુલ ભંડેરી અને વશરામ આહિર સહિત ૧ર આરોપી સામે ૩ હજાર પાનાનું ચાર્જશીટ.

0

ગુજસીટોકના આરોપી નિલેશ ટોલીયા અતુલ ભંડેરી અને વશરામ આહિર સહિત ૧ર આરોપી સામે ૩ હજાર પાનાનું ચાર્જશીટ.

જામીનનો માર્ગ મોકળો..!
ઓક્ટોબરમાં ગુનો નોંધાયા બાદ પોલીસની અદાલતી પ્રક્રિયા પ કરોડની રિકવરી ૧૦૦ થી વધુના નિવેદન ઇલેક્ટ્રોનિક પુરાવા.

ગત ઓકટોબર માસમાં જામનગરના 15 આરોપી સામે ૧૭૫ દિવસ બાદ ત્રણ હજાર પાનાનું કદાવર ચાર્જશીટ તાજેતરમાં જ ગુજસીટોક અદાલતમાં રજૂ કર્યું છે.

તેમાં ૫ કરોડની રિકવરી ૧૦૦થી વધુ સાહિદોના નિવેદન ઇલેક્ટ્રોનિક પુરાવા સહિતની વિગત નો સમાવિષ્ટ હોવાનો ઉલ્લેખ કરાયો છે

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના નેટવર્ક ને તોડી પાડવા પોલીસે ગુપ્તરાહે તપાસ હાથ ધર્યા બાદ તારીખ 15 ઓક્ટોબર 2020 ના રોજ એલસીબી પી.આઈ કે.જી ચૌધરીની ફરિયાદ પરથી 14 આરોપી સામે જામનગરમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો હતો.

તેમાં અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ થવા પામી હતી તેના રિમાન્ડ બાદ આરોપીઓ પૈકી બિલ્ડર નિલેશ ટોલીયા, કોર્પોરેટર અતુલ ભંડેરી નિવૃત્ત પોલીસ કર્મી વશરામ આહીર પ્રવીણ ચોવટીયા અનિલ પરમાર મુકેશ અભંગી શેરબજારનો ધંધાર્થી પ્રફુલ પોપટ હુંડિયામણ નો ધંધાર્થી જીગર ઉર્ફે જીમી આડતીયા જામનગરની જેલમાં ધકેલાયા બાદ આ કેસમાં ઝડપાયેલા યશપાલ જાડેજા જશપાલ જાડેજા એડવોકેટ માનસતા અને જાન્યુઆરી માસમાં પકડાયેલા અનિલ ડાંગરિયા ને જામનગરની જેલમાં મોકલાયા હતા.

તમામ સામે હાલ કેસના તપાસનીસ ડીવાયએસપી નિતેશ પાંડે દ્વારા ચાર્જશીટ રજૂ કરાયું છે પોલીસ દ્વારા સુનિલ ચાંગાણી જયેશ પટેલ રમેશ અભંગી ને ફરાર ગણીને તેની સામે ચાર્જશીટની પ્રક્રિયા બાકી રાખી છે આગામી સમયમાં પોલીસ દ્વારા પુરવણી ચાર્જશીટ કરવામાં આવશે.

ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકુફ

ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ.

ગાંધીનગર દેશભરની સાથે રાજ્યમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ એક તરફ મહેનત કરી રહ્યાં તો બીજી તરફ પરીક્ષા ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તેની પર ઘણાં પ્રશ્નચિહ્નો છે.

હાલ ગુજરાતનાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલા 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાવવાની હતી.

શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ 15-04-21થી 30-04-21ના સમયગાળાને બદલે શાળાઓએ આ પરીક્ષા એસ.એસ.સી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ત્રણ દિવસમાં લેવાની રહેશે. આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢતી પત્નિ.

0

પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢતી પત્નિ.

વધુ એક ‘આડા સંબંધ’નો કરૂણ અંજામ

વલસાડ : પારડી તાલુકાના સરોધી ગામે રહેતી ત્રણ સંતાનની જનેતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિ ની ઠંડે કલેજે હત્યા કરી આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિની લાશને રેલવે ટ્રેક ઉપર રાત્રી દરમિયાન નાખી દેવામાં આવી હતી જો કે બીજા દિવસે સવારે રેલવે ટ્રેક ઉપરથી પારડી પોલીસને મળેલી ક્ષત વિક્ષત હાલતમાં લાશ બાદ પોલીસે આ સમગ્ર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા હત્યા કરી હોવાની શંકા બહાર આવી હતી અને જે બાદ મૃતક પતિના પત્ની તેમજ તેના પ્રેમીની પોલીસે અટક કરી પૂછપરછ કરતા આખરે પોલીસને હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી.

જો કે આ હત્યા બાબતે આજે વલસાડ જિલ્લા એસપી કચેરી ખાતે એક પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલી માહિતી અનુસાર પારડી તાલુકાના સરોધી ગામે રહેતી મનીષા નામની મહિલા વાપીની મેરીલ લાઈફ કંપની માં નોકરી કરતી હતી .

જોકે આ નોકરી દરમિયાન તેના એક સહકર્મી દર્શન પટેલ સાથે તેની આંખ મળી જતા બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા તો રાત્રી દરમિયાન પ્રેમી મનીષા ને મળવા માટે તેના ઘરે પણ આવતો હતો જેને લઇને મનીષા ના પતિ સાથે મનીષા વચ્ચે બોલાચાલી અને ઝઘડો રોજીંદા બની ગયા હતા અને આ ઘર કંકાસ ને કારણે કંટાળી ગયેલી મનીષાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનું કાંટો કાઢી નાખવા માટે એક પ્લાન ઘડ્યો હતો અને તે મુજબ ગત તારીખ 6/4/21 ના રોજ રાત્રી દરમિયાન મનીષા નો પતિ ઘરમાં ઊંઘતો હતો તે સમયે તેનો પ્રેમી ત્યાં પહોંચી પતિ ને માથાના ભાગે લાકડાના ફટકા મારી બેહોશ કરી નાખ્યા બાદ મનીષા એ આપેલી દોરી દ્વારા પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી વળી આ હત્યામાં બંનેનું નામ ન આવે તે માટે પ્રેમની ઇકો કારમાં પતિની લાશને લઈ વડવાળા ભગવાન વચ્ચે રેલવે ટ્રેક ઉપર અવાવરું જગ્યામાં પતિની લાશને રેલવે ટ્રેક ઉપર સુવડાવી દીધી હતી.

જેના કારણે ટ્રેન લાશ ઉપર થી પસાર થતા પતિ લાશ ક્ષત-વિક્ષત હાલતમાં પોલીસને મળી આવી હતી એટલે પોલીસ તપાસમાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું સાથે-સાથે પોતાનું બાઇક પણ રેલવે ટ્રેક પર લાવીને મૂકી દેવામાં આવ્યું હતું જોકે પોલીસને જ્યારે લાશ મળી ત્યારે તેને ઓળખી શકાય તે હાલતમાં ન હતી પરંતુ તેના કપડાં ના આધારે મૃતકની પત્નીને બોલાવ્યા બાદ તેનો પતિ હોવાનું તેણે કબૂલ્યું હતું પરંતુ તેમ છતાં પણ પોલીસને આ સમગ્ર બાબતે હત્યા થઇ હોવાની શંકા જતા પોલીસે તે તરફ તપાસનો દોર શરૂ કર્યો હતો અને બાદમાં તેમને મહત્ત્વની કડી હાથ લાગી હતી જે બાદ પોલીસે પ્રથમ મનીષા અને તે બાદ તેના પ્રેમીની પોલીસે અટક કરી હતી જે બાદ મનીષા અને તેના પ્રેમીની ઉલટ તપાસ કરતા આખરે મનીષા ભાંગી પડી હતી અને તેણે પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કર્યો હતો અને હત્યા કરતી વખતે મનીષા ની પુત્રી એ જોતાં પુત્રી ને પણ ધાકધમકી આપી હતી અને પુત્રી ને કહ્યું કે પોલીસે અને કોઈને પણ હત્યા વિશે કહ્યું તો તને પણ મારી નાખવાની ધમકી આપી હતી આમ રેલવે ટ્રેક ઉપરથી મળી આવેલી લાશ પારડી પોલીસે ભેદ ઉકેલી કાઢયો હતો.

જામનગર ગાંધીનગર વિસ્તારમાં મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત.

0

જામનગર ગાંધીનગર વિસ્તારમાં મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત.

જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના ના કેસ અને મૃતકોની સંખ્યાના કારણે ગાંધીનગર સ્થિત સ્મશાન ગૃહ – મોક્ષ મંદિરમાં ગેસ આધારિત વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે.
હાલમાં કોરોના મહામારીના કારણે મૃત્યુ આંક વધ્યો છે, અને સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં અવરોધ ઊભા થયા છે.

સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં અંત્યેષ્ટિ માટે કતારો લાગી છે, અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં કલાકોની પ્રતિક્ષા અનિવાર્ય બની રહી છે, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિદાહ માટે સ્વજનો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જામનગરના એક સ્મશાન ગૃહ દ્વારા વિશેષ સવલત ઊભી કરવામાં આવી છે.

શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં વિદ્યુત ભઠ્ઠી તો વર્ષોથી કાર્યરત છે જ, …પરંતુ વધારાની સુવિધારુપે અહીં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત થઈ રહી છે.

સમાજના સમય-શકિતનો બચાવ તો થશે જ સાથોસાથ પર્યાવરણ બચાવવા તરફી પણ આવકારદાયક પગલું બની રહેશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.