Friday, October 9, 2026
Home Blog Page 390

સાથે મળીને કોરોના ને હરાવીશું જામનગર ખાતે કોવિડ દર્દીઓ માટે નવા 370 ઓક્સિજન સજ્જ બેડ અને 400 બેડની કોવિડ કેર સેન્ટરની તૈયારીઓ પૂરજોશમાં.

0

જામનગર ખાતે કોવિડ દર્દીઓ માટે નવા 370 ઓક્સિજન સજ્જ બેડ અને 400 બેડની કોવિડ કેર સેન્ટરની તૈયારીઓ પૂરજોશમાં.

ડેન્ટલ, આયુર્વદ અને મેન્ટલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સાથે સુસજ્જ 370 પથારીની વ્યવસ્થાઓનું નિર્માણ.

જામનગર,હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે.

ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વર્ષ 2020માં 1200 બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલ હતું. જેમાં સંક્રમણમાં ખૂબ વધારો થવાથી હાલ 1608 બેડ સુધીની વ્યવસ્થાઓ નિર્મિત કરી દર્દીને સારવાર આપવામાંઆવી રહી છે.

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જામનગર ખાતે હાલ જામનગર જિલ્લા સિવાયના મોરબી, રાજકોટ જિલ્લાના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા,પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના દર્દીઓ પણ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે.

આ સમયમાં દરેક દર્દીની જિંદગીને બચાવવાની પ્રાથમિકતા સાથે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે હાલ ચાર બિલ્ડિંગમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન, વેન્ટિલેટર વગેરે સારવાર માટેની સર્વે આવશ્યક સાધન સુવિધા સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ દિનપ્રતિદિન દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે 17 એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરમાં વધુ 370 ઓક્સિજનની સુવિધાયુક્ત પથારીની વ્યવસ્થાના નિર્માણ અંગે જાહેરાત કરી હતી, જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.

તંત્ર દ્વારા જામનગર શહેરમાં સરકારી ડેન્ટલ હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સાથે સુસજજ પથારી વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ દર્દીઓના પરિજનોને પણ ત્યાં કોઇપણ તકલીફ ન રહે તે માટે હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન કાઉન્ટરની તમામ સગવડો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ દર્દીને સારવારલક્ષી કોઈપણ તકલીફ ઉત્પન્ન ન થાય તે માટે જી.જી.હોસ્પિટલ ખાતે ચાર અલગ-અલગ બિલ્ડિંગમાં થઈ ને કુલ 1608 બેડની વ્યવસ્થા થઈ ચૂકી છે. આ ઉપરાંત ઓક્સિજનના અભાવે વેઇટિંગમાં એમ્બ્યુલન્સમાં રહેલ કોઈ દર્દીને પણ તકલીફ ન પડે તે માટે દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને તત્કાલ સારવાર શરૂ કરી દેવામાં આવે છે.

આ ઉપરાંત બીજા તબક્કામાં ડેન્ટલ હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલને પણ ઓક્સિજન સાથે સુસજ્જ બેડમાં પરિવર્તિત કરવાની સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે, પરંતુ ક્ધસલ્ટન્ટસ, દર્દીની સ્થિતિ અને પરિજનોની સવલતોને ધ્યાને રાખીને આગામી સમયમાં દર્દીઓને તબક્કાવાર ત્યાં શિફ્ટ કરવામાંઆવશે.

આ ઉપરાંત જી.જી.હોસ્પિટલમાંથી શિફ્ટ કરાયેલ નોન કોવિડ સેવાઓ પણ આયુર્વેદ હોસ્પિટલના સંકુલમાં કાર્યરત છે, જ્યાં મેડિસિન વિભાગના ડોક્ટરો દર્દીઓની સેવામાં રત છે.વળી જે દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, તેમને સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.

જેમાં જામનગર ખાતે હાલ ઈ.એસ.આઇ.એસ હોસ્પિટલમાં 25 બેડ કાર્યરત હતા જેમાં ઉમેરો કરી સમરસ હોસ્ટેલમાં નવા 400 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. જિલ્લાના તમામ ડોક્ટર, પેરામેડિકલ, સર્વે આરોગ્ય કર્મીઓ ખૂબ ઉત્સાહપૂર્વક દર્દીઓની સેવામાં સમર્પિત છે.

પરંતુ આ સાથે જ જો જામનગરવાસીઓનો પણ સહયોગ મળે તો આ મહામારીને અટકાવવામાં સફળતા મળશે તેમ ઉમેરી ડિનશ્રીએ લોકોને ઘરમાં રહી સ્વસ્થ રહેવા માટે અપીલ કરી હતી.

ખંભાળિયા પંથકમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો : બે લાખના મુદ્દામાલ સાથે 8 ની ધરપકડ.

0

ખંભાળિયા પંથકમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો : બે લાખના મુદ્દામાલ સાથે 8 ની ધરપકડ.

ખંભાળિયા: ખંભાળિયાથી આશરે 23 કિલોમીટર દૂર તાલુકાના ગોલણ શેરડી ગામે સ્થાનિક પોલીસે રાત્રિના સમયે દરોડો પાડી, આ જ ગામના રહીશ હદુ નથુ રૂડાચ નામના 60 વર્ષના ગઢવી વૃધ્ધ દ્વારા મઝલા સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીના મકાનમાં બહારથી માણસો એકત્ર કરી, અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા દરોડાની કાર્યવાહી કરી હતી.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા હદુ નથુ રૂદાચ, રણમલ જીવણ જામ (રહે. માડી), રમેશ લખમણ ગાગલિયા (રહે. રાવલ), પરબત રણમલ મોઢવાડિયા (રહે. રાવલ), નાગાજણ સામત મુન (રહે. કોટડીયા), રાજા પબા ડેર (રહે. મોટી ખોખરી), નંગા ગીગાભાઈ ગોરાણીયા (રહે. રાવલ) અને પાલા સીદાભાઈ રૂડાચ (રહે. ભારા બેરાજા) નામના કુલ આઠ શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂપિયા 57,950 રોકડા તથા રૂ. સતર હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 1.25 લાખની કિંમતની પાંચ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,99,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક મહિનાથી નાશી ગયેલ પ્રેમી પંખીડાએ વૃક્ષની ડાળી સાથે લટકી સજોડે આપઘાત.

0

એક મહિનાથી નાશી ગયેલ પ્રેમી પંખીડાએ વૃક્ષની ડાળી સાથે લટકી સજોડે આપઘાત.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ગળેફાંસો ખાવાના બનાવો પણ વધતા જઈ રહ્યા છે. ખાસ કરી પ્રેમ પ્રકરણમાં અવાર-નવાર આવા બનાવો આચરવામાં આવતા હોય છે ત્યારે વધુ એક દેદાદરા ગામની સીમમાં આવો બનાવ સામે આવ્યો છે લખતર તાલુકામાં વસવાટ કરતા પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી નાખયુ છે.

ત્યારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની વઢવાણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ જ તપાસ હાથ ધરી હતી.વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં એક યુવતી અને યુવક ઝાડ ઉપર લટકતા હોવાની બાતમી વઢવાણ પી.એસ.આઇ.ડી.ડી. ચુડાસમાને મળતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે બંન્નેને ઝાડ ઉપરથી ઉતારીને હોસ્પીટલમાં પી.એમ.માટે લઇ જઇ ઓળખ શરૂ કરી હતી.જેમાં આ બંન્ને લખતરના હોવાનુ અને બે માસ પહેલા જ મૈત્રી કરાર કર્યા હતા.

આ બંન્નેની ઓળખ કરતા સહયોગ વિદ્યાલયની પાછળ બરોલીયા રમેશ તુલસીદાસ (ઉવ.30 ) અને વિરમગામી મીરાબેન પરભુભાઇ (ઉવ. 26) હોવાનું જાણવા મળ્યુ હતુ. આમ મૈત્રી કરાર કર્યા શા માટે બંન્નેએ એક સાથે આત્મહત્યા કરી એ બાબતની આગળની તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બંનેની લાશને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક મહિના પહેલા અપરણિત બાવાજી યુવક અને એક બાળકની માતા દેવીપૂજક યુવતિ નાસી ગયા હતા. તેમણે દોરડા વડે વૃક્ષની ડાળી સાથે લટકી જઇ સજોડે આપઘાત કરી લીધો છે.

જામનગરના મેહુલનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો રણજીતસાગર ડેમ માં નહાવા પડ્યા પછી એકની મળી લાશ એક લાપત્તા.

0

જામનગરના મેહુલનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો રણજીતસાગર ડેમ માં નહાવા પડ્યા પછી એકની મળી લાશ એક લાપત્તા.

પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા બોટ મારફતે વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

જામનગર તા ૧૯, જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો રવિવારે બપોરે રણજીતસાગર ડેમ પર ફરવા ગયા હતા, અને પીપરટોડા તરફ જવાના માર્ગે રણજીતસાગર ડેમ ના પાણી માં ન્હાવા પડ્યા હતા. જ્યાં તેઓ ડેમ ના પાણીમાં લાપતા બની ગયા હતા. જે અંગેની પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. મોડી રાત સુધી પણ સર્ચ કર્યા પછી બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેથી આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ બપોર સુધી તેઓનો કોઈ પત્તો સાંભળ્યો નથી.

જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા રણછોડભાઈ મગનભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૫) અને જેકી જેન્તીભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ બંને જામનગર થી રણજીત સાગર ડેમ પર રવિવારની રજાના દિવસે ફરવા માટે ગયા હતા, અને બપોરે ચારેક વાગ્યાના અરસામાં પીપરટોડા ગામ તરફ જવાના માર્ગ પાસેના રણજીતસાગર ડેમ ના પાણી ના ભાગમાં નહાવા માટે પડ્યા હતા. જ્યાં એકાએક બંને પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

આ સમયે બુમાબુમ થવાથી ત્યાંથી પસાર થનાર વ્યક્તિ એ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી પોલીસ ટુકડી તેમજ ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ સૌપ્રથમ જે સ્થળે બનાવ બન્યો હતો. ત્યાં શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને યુવાનો લાપતા બની ગયા હોવાથી રેસ્ક્યુ બોટ ને પાણીમાં ઉતારી હતી. અને રાત્રીના નવ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અને ડેમનો આસપાસનો મોટાભાગનો વિસ્તાર શોધી લીધો હતો. પરંતુ બંને યુવાનોનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. જેથી મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી આજે સોમવારે સવારે ફાયર બ્રિગેડના વધુ જવાનો ની ટુકડી જુદી જુદી બે રેસ્ક્યુ બોટ સાથે રણજીતસાગર ડેમ વિસ્તાર ના પાણી ને ફંફોળી રહી છે. પરંતુ બપોર સુધી બન્ને યુવાનો નો કોઇ પત્તો સાંપડ્યો નથી. અને સર્ચ ઓપરેશન અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે.

બંને લાપતા બની ગયેલા યુવાનો ને લઈને તેઓના પરિવાર માં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રાજયમાં 260 પદ પર કોઈ પણ પરીક્ષા વગર થશે સીધી ભરતી..

રાજયમાં 260 પદ પર કોઈ પણ પરીક્ષા વગર થશે સીધી ભરતી..

અટકેલી સરકારી ભરતી વચ્ચે સરકારનો મોટો નિર્ણય : 3-6 મહિના સુધી હંગામી ધોરણે નિયુક્તિ અપાશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની ખુબ જ વિકટ સ્થિતીનું સર્જન થયું છે. ગાંધીનગરનાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ નહી મળી રહ્યા હોવાની મોટી ફરિયાદો ઉઠી રહી છે. કોરોનાની વિકટ સ્થિતીમાં તમામ સરકારી ભરતીઓ અટકેલી છે. તેવામાં સરકાર દ્વારા તત્કાલ અસરથી નવી ભરતી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પરીક્ષા વગર સીધી જ ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે આ ભરતી હંગામી ધોરણે રહેશે. 3-6 મહિના સુધી હંગામી ધોરણે નિયુક્તિ આપવામાં આવશે.

અમદાવાદમાં સરકાર દ્વારા નવી 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેમાં જરૂરી સ્ટાફ માટે વિવિધ પદો પર જગ્યા બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે સરકાર દ્વારા તત્કાલ અસરથી ભરતી માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ફિઝિશિયન, પલ્મોનેરી ચેસ્ટ, ઇએમડી, એનેશ્થેશિયા, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફિઝિશિયન આસિસ્ટન, હોસ્પિટલ એડમિનિસ્ટર, બાયોમેડિકલ એન્જિનિયર, લેબોરેટરી ટેક્નીશિયનના પદ પર કુલ 262 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની 900 બેડની હોસ્પિટલમાં આ તમામ સ્ટાફે ફરજ બજાવવાની રહેશે.

જામનગર જીલ્લામાં જુગારીયાઓ ઉપર તવાઇ: ત્રણ દરોડામાં 11ની ધરપકડ.

0

જામનગર જીલ્લામાં જુગારીયાઓ ઉપર તવાઇ: ત્રણ દરોડામાં 11ની ધરપકડ.

જામનગર: જામનગર જીલ્લામાં પોલીસે જુગારીયાઉપર તવાઇ બોલાવતા કુલ 3 દરોડામાં 11 શખસની ધરપકડ કરવામાં આવી છે.

જોડીયા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  કુન્નડગામ  પાટી સીમ  આરોપી  હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયાના વાડીએ ઓરડમાં બહારથી અન્ય આરોપીઓ અશોકભાઈ ધનજીભાઈ ભીમાણી, લાભુભારથી બચુભારથી ગોસાઈ , ધીરજલાલ છગનભાઈ ભીમાણી, જયેશભાઈ માનસંગભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા, રે. કુન્નડ ગામવાળાને બહારથી બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.63,400/- તથા છ મોબાઈલ ફોન કિંમત રૂ.7000, તથા ચાર મોટરસાયકલ કિંમત રૂ.1,00,000/- મળી કુલ રૂ.1,70,400/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

બીજા દરોડામાં મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામ જવાના રસ્તે પીઠાપીરની જગ્યાની બાજુમાં આવેલ ગાયત્રી હોટલના ખુલ્લા પાર્કિંગ પાસે લાઈટના અજવાળે આરોપીઓ રવિરાજસિંહ વિરાજી જાડેજા, કમલેશભાઈ ઘોઘુભાઈ લાલવાણી, ખોડુભાઈ સોમાભાઈ લાલવાણી એ ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.11,250/ – ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

આ ઉપરાંત અન્ય એક દરોડામાં મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. લખમણભાઈ મંગાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જય માતાજી હોટલ પાછળ, ખુલ્લા માં જાહેરમાં લાઈટના અજવાળે આરોપીઓ મનસુખ ઘોઘુભાઈ લાલવાણી, નાગજીભાઈ મોહનભાઈ લાલવાણી, જીવરાજ સોમાભાઈ લાલવાણી, એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.10,120/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ખંભાળિયામાં બ્લેકમેઈલ કરી પરણિત યુવતી પર દુષ્કર્મ : કૌટુંબિક પરણિત શખ્સ સામે ગુનો.

0

ખંભાળિયામાં બ્લેકમેઈલ કરી પરણિત યુવતી પર દુષ્કર્મ કૌટુંબિક પરણિત શખ્સ સામે ગુનો.

ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીક આવેલા એક વાડી વિસ્તારમાં રહેતા પરિણીત એવા એક શખ્સ દ્વારા તેના કૌટુંબિક એવી એક પરણિત યુવતી પર દુષ્કર્મ ગુજારવાના સબબ અહીંની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી પર આ જ વિસ્તારના રહીશ એવા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા પરિણીતાને બ્લેકમેઈલ કરી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, અવાર નવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભોગ બનનારના કૌટુંબિક સગા ત્રણ સંતાનોના પિતા વશરામ કછટીયા દ્વારા આ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે  આઈ.પી.સી. કલમ 376,  506 (2),  વિગેરે મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

કોરોના દર્દીને રાહત આપતો નિર્ણય HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો વધુ લેતા પકડાયા તો ખેર નહી.

0

HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો.

કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો નિર્ણય.

કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના નિયત ભાવથી વધારે લેતા જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે.

ગાંધીનગર : ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન- HRCT THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે.

કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે ઇંછઈઝ સિટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.

જામનગર શહેર-જીલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં કોર કમીટીની બેઠક યોજાઇ.

0

જામનગર શહેર-જીલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં કોર કમીટીની બેઠક યોજાઇ.

જામનગર : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.

આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમ માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, મહાનગરપાલિકા કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી,રેન્જ આઇજીશ્રી , જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

જામનગરના ચકચારી ગુજસીટોકમાં વધુ એકનું નામ ખુલ્યું.

0

ચકચારી ગુજસીટોકમાં વધુ એકનું નામ ખુલ્યુ.

જામનગરના ભૂમાફિયા મહેશ પટેલના નેટવર્ક ને તોડવા માટે ખાસ પોલીસની ટીમ દ્વારા ગુજસીટોકનો  ગુનો નોંધી અત્યાર સુધીમાં ૧૨ શખ્સો ને ઝડપી પાડયા છે તેમાં ભૂમાફિયા સહિત ત્રણ શખ્સો ફરાર છે જેમાં વધુ એક શખ્સનું નામ ખુલતા આરોપીનો આંક ૧૬ થયો છે.

જામનગરમાં જયેશ પટેલના ક્રાઈમ નેટવર્કને તોડવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના ૧૨ સખ્સોની જેતે સમયે ધરપકડ કરી હતી.

ત્યારબાદ વકીલ વીએલ માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિતના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં વધુ એક સખ્સ એવા મહેશ છૈયાની સંડોવણી ખુલતા હાલ તેને ફરાર જાહેર કરેલ આ  કેસના તપાસનીસ ડીવાયએસપી નિતેશ પાંડે સહિત ની ટીમે વિશેષ  તપાસ હાથ ધરી છે કેસમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ થવા પામી છે.

આ કેસના મુખ્ય આરોપી ભૂમાફિયા જયેશ પટેલ પણ લન્ડન માં પકડાઈ ચૂકેલ છે જેને ભારત લાવવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે આ કેસમાં બે શખ્સો રમેશ અભંગી અને સુનીલ ચાંગાણીનો પતો પોલીસ  મેળવી શકી નથી તેમા ચોથો આરોપી મહેશ છૈયાને ફરાર જાહેર કર્યો છે.

 

error: Copying and use of the content of the website is considered as illegal activity.