Friday, October 9, 2026
Home Blog Page 389

ભાદરાના પાટીયે દારૂ ઢીંચી ગાડી ચલાવતો જામનગરનો બેન્ક કર્મચારી ઝડપાયો.

0

ભાદરાના પાટીયે દારૂ ઢીંચી ગાડી ચલાવતો જામનગરનો બેન્ક કર્મચારી ઝડપાયો.

જામનગર: જામનગર બેડીના નાકે,સુપર માર્કીટની સામે રહેતા અને યશ બેન્કમાં પ્રાઇવેટ નોકરી કરતા હીરેનભાઇ જગદીશભાઇ દવેને ગત રાત્રે જોડિયાના ભાદરા ગામના પાટીયા પાસેથી ફોરવ્હીલ કાર વાઇટ કલરની એસન્ટ રજી નં-જીજે-10- ડીઇ-3717 ની ચલાવી જાહેરમાં નિકળતા પોલીસે તેને આંતરી તેને ચલાસી લેતા આ શખસ ગેરકાયદેસર રીતે દારૂ પીધેલ હોય અને પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હોય જેથી પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધરાર પ્રેમમાં મળ્યું મોત : જામનગરમાં ધરારના પ્રેમી દેવરને ભાભીએ ઉતાર્યો મોતને ઘાટ.

0

જામનગરમાં ધરારના પ્રેમી દેવરને ભાભીએ ઉતાર્યો મોતને ઘાટ.

ગુલાબનગર વિસ્તારમાં દેવર-ભાભી વચ્ચે છરીથી સામ-સામા પ્રહાર, દેવરનું મોત ભાભી ઘાયલ.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગર શહેરમાં હાલ ચાલી રહેલ કોરોના કટોકટી વચ્ચે હત્યાના સમાચારે શહેરભરમાં ચકચાર જગાવી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાતનગરમાં એક તરફી પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારના પ્રભાત નગરમાં આંગણવાડી સામે રહેતા હેતલબેન કેશુભાઈ પરમાર નામની દેવીપૂજક મહિલા સાથે કીશન ફતુંભાઈ પરમાર (કૌટુંબિક દિયર)ને એક તરફી પ્રેમ હોય અને અવાર-નવાર તે મહિલાને પોતાના સાથે પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો, જેનાથી કંટાળીને આજે હેતલબેને તેને ઘરે બોલાવ્યો હતો અને વાત-વાતમાં મામલો ઉશ્કેરણીજનક બની જતા આ બંને મહિલા અને પુરૂષે એક બીજા પર છરીના ઘાની સામ-સામો હુમલો કર્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ નિપજયું હતું જયારે મહિલા હેતલબેનને પણ છરીના ઘા લાગતા તે ઘાયલ છે અને સારવાર માટે  જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ અંગેના સમાચાર પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગયો છે, આ અંગેની વિસ્તૃત વિગત મેળવાઇ રહી છે.

કોરોના દર્દી માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય RT-PCR “ન” હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ શકાશે.

રાજય સરકારનો મોટો નિર્ણય: RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ શકાશે.

ગાંધીનગર: રાજ્યમાં જ્યારે કોરોના મહામારીના કહેર વ્યાપી રહ્યો છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો.

જેમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શ અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં મહત્ત્વનાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે.

હવે કોરોનાના દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ નહીં હોય તો સિટી સ્કેનના રિપોર્ટનાં આધારે પણ દાખલ કરી શકાશે. આ સાથે અન્ય નિર્ણય લેવાયો છે કે, રેમડેસિવીર ઇન્જેક્શનો માટે પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં ઓક્સિજનના કુલ ઉત્પાદન સામે વપરાશ વધારે હોવાની વાત પણ ચર્ચાઇ હતી. આ સાથે રેમડેસિવીરની અછત અંગે પણ ચર્ચા થઇ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે.

નોંધનીય છે, કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા એકથી બે દિવસનો સમય લાગી રહ્યો છે. ત્યારે જો સિટી સ્કેનનો રિપોર્ટમાં ગંભીરતા જણાતી હોય તો તેના આધારે પણ દર્દીને સારવાર આપી શકાશે. જેના કારણે દર્દીની સારવારમાં થોડું પણ મોડું ન થાય અને સારવાર શરૂ થઇ જાય.

દેવભૂમિ દ્વારકાના દેવળિયામાં અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાયો આરોપી વેજા માડમ ફરાર!

0

દેવભૂમિ દ્વારકાના દેવળિયામાં અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાય, પણ આરોપી ફરાર!

દ્વારકા: કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે સ્થાનિક પોલીસે વિદેશી દારૂ અંગે એક આસામીના પડતર મકાનમાં દરોડો પાડી આ સ્થળેથી 38 બોટલ વિદેશી દારૂ તથા 61 બીયરના ટીન મળી કુલ રૂપિયા 21,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દારૂનો જથ્થો આ જ ગામના વેજા રામદે માડમ નામના શખ્સ દ્વારા રાખવામાં આવ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

પરંતુ આ સ્થળે વેજા માડમ પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય એક દરોડામાં મીઠાપુરના આરંભડા વિસ્તારમાં હાઈવે માર્ગ પરથી પસાર થતી જી.જે. 06 જે.ઈ. 4644 નંબર ફોર્ડ ફીગો મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ કારની ડેકીમાં એક બાચકામાં છુપાવીને લઈ જવાતા એકસો લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર તથા બે હજારની કિંમતના દારૂ સાથે ઓખાના રહીશ રાજેશ હરીશભાઇ રામપરીયા (ઉ.વ. 24) નામના શખ્સની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જામનગરના હાપામાં નગરસેવિકાના પતિ સહિત 3 લોકો ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ.

0

જામનગરના હાપામાં નગરસેવિકાના પતિ સહિત 3 લોકો ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ.

જામનગર: જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં એક ફ્રૂટના વેપારીની પેઢી પર ચાર શખ્સોએ ધમાલ મચાવી હતી, અને ફ્રૂટના વેપારી અને રાજકીય આગેવાન સહિત ત્રણ પર હુમલો કરી દેવાયો હતો. જ્યારે મોબાઇલ ફોન તેમજ ફ્રુટ ના બોક્ષ વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ કરાઇ છે.

જામનગરમાં હુન્નરશાળા વિસ્તારમાં રહેતા અને હાપા માર્કેટિંગ યાર્ડ માં ફ્રૂટ નો વેપાર કરતા જેકીભાઈ જીતુભાઈ લાલવાણી નામના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના તેમજ રાજકિય આગેવાન એવા મુકેશભાઈ લાલવાણી (જામનગર વોર્ડ નં.13 બબીતાબેન લાલવાણીના પતિ) અને પરમાનંદ ભાઈ લાલવાણી વગેરે ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાના ફ્રુટના બોક્સના ઘા કરી દઇ નકશાની કરવા અંગે તેમજ મોબાઇલ ફોન પણ તોડી નાંખી કુલ રૂપિયા 10 હજારનું નુકસાન પહોંચાડવા અંગે કમલેશ ઉર્ફે બંશી ભગવાનજી દાઉદીયા, ધર્મેશ ઉર્ફે ભૂરો ભગવાનજી દાઉદીયા, કિસન ઉર્ફે શની કાનજીભાઈ અને નાનજીભાઈ કાલિદાસ દાઉદીયા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ચારેય આરોપીઓ જામનગરમાં સુભાષ શાકમાર્કેટ આસપાસના વિસ્તારમાં રહે છે અને ફ્રૂટના વેપારીઓને ત્યાં મજૂરી કામ કરે છે. જે આરોપીઓએ લાકડી સાથે વેપારીની દુકાને આવી મજૂરીના પૈસા વધારવા બાબતે ઝઘડો કર્યો હતો, અને ઝપાઝપી કરી હુમલો કરી દીધો હતો.

પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323,427,504,506-2,114  અને  જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વેપારી ને સામાન્ય ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. સીટી એ ડીવીઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

જોગવડમાં જૂની અદાવતનો ખાર રાખી બ્રાહ્મણ પરિવાર ઉપર ૬ શખ્સોનો હિચકારો હુમલો.

0

જોગવડમાં જૂની અદાવતનો ખાર રાખી બ્રાહ્મણ પરિવાર ઉપર ૬ શખ્સોનો હિચકારો હુમલો.

6 શખસોએ ઘરમાં ઘુસી આતંક મચાવ્યો : માતા-પીતા અને પુત્રને બેફામ માર માર્યાની પોલીસ ફરિયાદ.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના લાલપુર પંથકના જોગવડ ગામમાં રાજગોર પાળામાં રહેતા પ્રકાશભાઇ સુભાષભાઇ મથ્થરના બ્રાહ્મણ યુવાનની આજ ગામના (1) ધવલ જીતાભાઈ વાસુ (2) નરેન્દ્ર વાસુ (3) જીતા મારાજ (4) હર્ષ વાસુ (5) વિજય ભટ (6) જયેશ ભટ સાથે આજથી પાંચ છ મહીના પહેલા સામ સામે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી તા.19-4 ના રાત્રીના સમયે ધવલ, નરેન્દ્ર, જીતાભાઇ, હર્ષ, વિજય અને જયેશે ગેરકાયદે મંડળી રચી પ્રાણ ઘાતક હથીયારો લોખંડ નો પાઈપ તેમજ લાકડીઓ જેવા હથીયારો સાથે પ્રકાશભાઇના રહેણાંક મકાનમાં મકાનમાં જબરદસતીથી ઘુસી જઇ પ્રકાશભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં તેમને ડાબા પગમાં તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થઇ હતી, આ ઉપરાંત ઉપરોકત્ત આરોપીઓએ પ્રકાશભાઇના પિતા સુભાષભાઈ ઉપર પણ લાકડીઓ વડે અને તેમના માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઉપરોકત્ત બનાવ અંગે પ્રકાશભાઇ સુભાષભાઇ મથ્થર મેઘર પોલીસ સ્ટેશનમાં (1) ધવલ જીતાભાઈ વાસુ (2) નરેન્દ્ર વાસુ (3) જીતા મારાજ (4) હર્ષ વાસુ (5) વિજય ભટ (6) જયેશ ભટ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ઉપરોકત્ત 6 આરોપીઓ વિરૂઘ્ધ આઈપીસી કલમ 143,147,148,149,326,325,323 , 452 જી એક્ટ ની કલમ 135 (1) તેમજ ડીઝાસ્ટર મેનેજ્મેંટ એક્ટ 2005 ની કલમ 51(બી) તેમજ મહામારી 1897 ની કલમ (3) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ મેઘપર પડાણા પો.સ્ટેશનના પીએસઆઇ કે.આર. સીસોદીયા ચલાવી રહ્યા છે.

કોરોનાથી ડરી સંક્રમિત દર્દીની સમરસ હોસ્ટેલના પાંચમાં માળેથી છલાંગ મારી કરી આત્મહત્યા.

0

રાજકોટમાં વધુ એક કોરોના સંક્રમિત દર્દીની આત્મહત્યા.

મહિલાએ લગાવી મોતની છલાંગ : પોઝિટિવ આવેલા અને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવેલા મહિલાએ સવારના ચાર વાગ્યા ના અરસામાં પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મઘાતી પગલું ભર્યું.

રાજકોટ : કોરોના સામે લડવામાં તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે. બીજી તરફ કોરોના ના કારણે લોકોની હિંમત પણ ભાંગી રહી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે ગોંડલના વાસાવડ ગામે દરગાહની અંદર કોરોના સંક્રમિત દર્દીએ જીવનથી કંટાળી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી હતી. ત્યારે આજરોજ રાજકોટમાં ( રિપોર્ટ પોઝિટિવ આવેલા અને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવેલી મહિલાએ સવારના ચાર વાગ્યા ના અરસામાં પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના એક કાળો કેર વર્તાવ્યો હોય તે પ્રકારનું ચિત્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ઉપસી આવી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓના એક બાદ એક આત્મઘાતી પગલાંના બનાવો સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટી ના નીરૂબેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સોમવારના રોજ સમરસ હોસ્ટેલ માં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેઓએ પાંચ માળની બાલ્કનીમાંથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

સમગ્ર મામલાની જાણ ડોક્ટર સહિતના સ્ટાફ ને થતા તેઓ દોડી ગયા હતાં અને ત્યારબાદ યુનિવર્સિટી પોલીસને ઘટના મામલે જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી.

સમગ્ર મામલે નીરૂબેનની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. નાઈટ ડ્યુટી માં ફરજ બજાવી રહેલા ડોક્ટર અંકુર પટેલ દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીઓ જે પ્રકારે પોતાની હિંમત ગુમાવીને આપઘાત કરી રહ્યા છે તેના કારણે ગંભીર પ્રકારની ચિંતા ઉભી થઇ છે.

જામનગરમાં લાલપુર બાયપાસ સહિત વધુ 10 હોટલ-દુકાનો 3 થી 7 દિવસ માટે સીલ.

0

જામનગરમાં વધુ 10 હોટલ-દુકાનો 3 થી 7 દિવસ માટે સીલ.

જામનગર : જામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે થી વાહનોની મોટા પ્રમાણમાં અવર- જવર થતી હોવાથી ખાણીપીણીના અનેક ધંધાર્થીઓ ને ત્યાં ભીડ એકઠી થતી હોય છે.

લાલપુર બાયપાસ ચોકડી પાસે અલગ-અલગ ખાણીપીણી, ઠંડા પીણા, પાન મસાલા વગેરેની દુકાનો આવેલી છે. તેમજ હોટલો પણ આવેલી છે. જ્યાં ગઈકાલે સાંજે ગ્રામ્ય વિસ્તારના મામલતદાર, પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ તથા અન્ય સ્ટાફ વગેરેએ ચેકિંગ હાથ ધરતા સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો.

જેથી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી ભીડ એકઠી કરવામાં આવતી હોય તેવી તમામ આઠ દુકાનોને 3 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત બે હોટલને સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે જેના અનુસંધાને અને લોકોની ભીડ એકઠી ના થાય તે અનુસંધાને તંત્ર દ્વારા અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

જામનગર સહિત ગુજરાતમાં 14 દિવસનું લોકડાઉન લદાય તેવા ભણકારા.

0

ગુજરાતમાં 14 દિવસનું લોકડાઉન લદાય તેવા ભણકારા.

મેડિકલ એસોસિએશને કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે, કોરોનાના કેસ કાબુ કરવા 14 દિવસનું લોકડાઉન લગાવવું જરૂરી છે. સરકારે આ બાતે વિચારવું જોઈએ. ટેસ્ટ વધારવાની જરૂર છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાના કેસ વધતાં ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ દરમિયાન કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યમાં લોકડાઉન આવશે કે નહીં તેનો નિર્ણય આવી શકે છે.

ગુજરાત મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, 14 દિવસનું લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબતે વિચારે. મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં ટેસ્ટ વધારવાની જરૂરિયાત છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડ અને દવાઓની પણ જરૂરિયાત છે તેથી તેને માટે સમય મળી જશે.આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ વધારવા એ હાલના સમયની જરૂરિયાત છે અને અમે હોસ્પિટલોમાં ઓક્સિજન તથા બેડ વધારી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું કે, લોકડાઉન લાદવા વિશે ઘણાં સૂચનો આવ્યાં છે પણ લોકડાઉનથી ફાયદો થશે કે નહીં એ નક્કી નથી. રાજ્યમાં નાઈટ કરફ્યુ લગાવવાથી કોઈ ખાસ ફાયદો નહિ થયો હોવાનું સરકારે કહ્યું હતું.

સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.

પોલીસમાં નોકરી આપવાની લાલચે વાડીનાર નજીકના ટીંબળી ગામના કુમારને જીગ્નેશએ માર્યો ૩ લાખનો ધુંબો.

0

ખંભાળિયા : પોલીસની નોકરી આપવાની લાલચે યુવાન પાસેથી રૂા.૩ લાખ પડાવી લેવાયા!

જામનગર: ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા કુમારસિંહ ઉમેદસિંહ જાડેજા નામનો 24 વર્ષનો યુવાન સાથે અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકનો રહીશ જીગ્નેશ મનસુખભાઈ આરંભડીયા નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો.

જીગ્નેશ આરંભડીયાએ પોતાના સંપર્ક તથા આવડત મારફતે કુમારસિંહ જાડેજાને પોલીસ ખાતામાં હેડ કોસ્ટેબલ તરીકેની નોકરી અપાવવાની પ્રપોઝલ મુકી હતી. આ નોકરી માટે કુમારસિંહએ રૂપિયા સાત લાખ આપવા પડશે તેમ જણાવી, જીગ્નેશ દ્વારા કુમારસિંહ જાડેજાના નામનો ડુપ્લીકેટ કોલ લેટર જેવું સાહિત્ય તેને વોટ્સએપ મારફતે અપાવી અને તેને વિશ્વાસમાં લીધો હતો.

છેલ્લા પાંચેક માસથી ચાલતી આ ચર્ચામાં કુમારસિંહ જાડેજાએ જીગ્નેશ આરંભડિયાને થોડા સમય પૂર્વે જામનગર માર્ગ પર રૂપિયા સાડા ત્રણ લાખ રોકડા આપ્યા હતા. બાદમાં નોકરી કે કોઈ નક્કર ઓર્ડર ન આવતા આખરે કુમારસિંહને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતાં તેમણે ખંભાળિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ખંભાળિયા પોલીસે જીગ્નેશ મનસુખલાલ આરંભડીયા  સામે આઈ.પી.સી. કલમ 406, 465, 468, તથા 470 મુજબ ગુનો નોંધી આરોપી શખસની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના પી.એસ આઈ. પી.એ. જાડેજા ચલાવી રહ્યા છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિવિધ પ્રકારના કામ રાખતા જીગ્નેશ આરંભડીયા દ્વારા અન્ય એક યુવાનને પણ પોલીસમાં નોકરી અપાવવા સામે રોકડ રકમ અંગેની ઓફર કરી હતી. પરંતુ અહીં તેની કારી ફાવી ન હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.