Friday, October 9, 2026
Home Blog Page 388

જામનગરમાં આવતીકાલથી ‘મીની લોકડાઉન’  જીલ્લા કલેકટરે બહાર પાડ્યું નવું જાહેરનામું.

0

જામનગરમાં આવતીકાલથી ‘મીની લોકડાઉન’  જીલ્લા કલેકટરે બહાર પાડ્યું નવું જાહેરનામું.

જામનગરમાં આવતીકાલથી તમામ દુકાનો, લારી ગલ્લા, શોપીંગ મોલ સહિતની વ્યાપારિક પ્રવૃતિઓ બંધ.

જીવન જરૂરી વસ્તુઓ જેમ કે કરીયાણાની દુકાન, શાકભાજીના વેપારી, મેડીકલ સ્ટોલ સહિતના ખુલ્લા રાખી શકાશે.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

આજે રાજય સરકાર દ્વારા મીની લોકડાઉનની જાહેરાત કરાઇ જે સંબંધે જામનગર જીલ્લા કલેકટર રવિશંકર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જામનગર શહેરમાં આવતીકાલથી તમામ દુકાનો, લારી ગલ્લાઓ, શોપીંગ મોલ સહિતની વેપારી પ્રવૃતિઓ બંધ રાખવા આદેશ કરાયો છે.
જાહેરનામામાં જણાવ્યું છે કે રાત્રી કફર્યુ દરમ્યાન રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનું ચુસ્ત પાલન થશે. કોઇએ બીનજરૂરી ઘરની બહાર કે જાહેર જગ્યામાં નીકળવું નહીં નહીતર પોલીસ નિયમ મુજબ કાર્યવાહી કરશે.

આ ઉપરાંત જામનગર શહેરમાં તમામ આર્થિક, વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજય સંસ્થાઓ, તમામ લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, અઠવાડિક ગુજરી બજારો, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ,  વોટર પાર્ક,  જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલુન સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રાખવા આદેશ કરાયો છે.
રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના રહેશે પરંતુ રેસ્ટોન્ટમાં ટેક અવેની સુવિધા આપી શકાશે.

તમામ માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે પરંતુ યાર્ડમાં શાકભાજી અને ફળફળાદીનું વેચાણ ચાલુ રહેશે.

અંતિમ ક્રિયા માટે 20 લોકોની મંજૂરી અપાઇ છે.
ઉપરાંત સરકારી-અર્ધ સરકારી સહિતની તમામ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સુનિશ્ર્ચિત કરવાનો રહેશે.

તમામ પ્રકારના રાજકીય સામાજિક, ધાર્મિક સાંસ્કૃતિક મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

સ્પોર્ટ સ્ટેડીયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રમત ગમત ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો પર જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

દૈનિક પુજા વિધિ ધાર્મિક સ્થાનના સંચાલકો કે પુજારીઓ કરી શકશે.

પબ્લીક બસ ટ્રાન્સપોર્ટમાં મહતમ 50 ટકા પેસેન્જરની કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે.
અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી સુચનાનું પાલન કરવાનું રહેશે.

ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રીતે ચાલુ રહેશે. જો કે તેમાં કોરોનાની ગાઇડ લાઇન છે તેનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ પણ યથાવત રીતે ચાલુ રહેશે.

લગ્ન-પ્રસંગમાં 50 લોકોની જ હાજરી તથા અંતિમવિધિમાં 20 લોકોની હાજરીના નિયંત્રણો મૂકાયા હતા તે ચાલુ રહેશે.

આવતીકાલથી તા.પમે સુધીમાં મીની લોકડાઉનમાં અનાજ-કરીયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદીની દુકાનો, મેડીકલ સ્ટોર, મીલ પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો, મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ ચાલુ રહેશે.

આ ઉપરાંત તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રહેશે.

સરકારના જાહેરનામા મુજબ ઘર-ઘર ટીફીન સેવા ચાલુ રહેશે. ઉપરાંત તમામ પ્રકારના પેટ્રોલ-ડીઝલના પંપ, એલપીજી ડિસ્ટ્રીબ્યુશન સેવા ચાલુ રહેશે. પોસ્ટ અને કુરિયર તથા ખાનગી સિકયુરીટી સેવા ચાલુ રહેશે.

પશુ આહાર, ઘાસચારો, પશુ દવાખાના તથા સંબંધીત સેવાઓ તથા પ્રેસ કંટ્રોલ અને આવશ્યક સેવાનો પુરવઠો ચાલુ રહેશે.

પાણી વિતરણ સેવા પણ યથાવત રહેશે. આંતર રાજય, આંતર જિલ્લા, આંતર શહેર ટ્રાન્સપોર્ટ સેવા યથાવત રહેશે.

તમામ ઔદ્યોગિક એકમોને કાચો માલ પૂરો પાડતાં એકમો અને દુકાનો ચાલુ રહેશે. એટીએમ સહિતની તમામ બેંકીંગ સેવા પણ યથાવત રહેશે. તમામ સરકારી, અર્ધ સરકારી સહિતની ખાનગી અને જાહેર કંપનીઓ રીપેરીંગ સેવાઓ, સ્ટોક એકસચેન્જ અને બ્રોકર્સની ઓફિસો, વીમા કંપનીઓ આ તમામ ચાલુ રહેશે. પરંતુ તેમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી જ મર્યાદીત રાખી શકાશે. અનાજ તથા મસાલા દળવાની ઘંટીઓ ચાલુ રહેશે.

પ્રિન્ટ, ટેલીવિઝન અને ડિજીટલ મીડિયા યથાવત રીતે કામ કરશે.

સરકારની ગાઈડ લાઈન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક, સંબધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરિંગ હાઉસ, એ.ટી.એસી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને લાગુ પડશે નહીં.

લોકો હોસ્પિટલની બહાર મરી રહ્યા છે હાઇકોર્ટમાં વકિલે જોડયા બે હાથ કરી વિનંતી 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.

0

લોકો હોસ્પિટલની બહાર મરી રહ્યા છે હાઇકોર્ટમાં વકિલે બે હાથ જોડી કરી વિનંતી…..108 મુદ્દે ઓર્ડર પાસ કરો.

એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ

એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે. હાલ 5000 મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે

અમદાવાદ :રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો ઙઈંક પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું 74 પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને આરટીપીસીઆર મામલે રજુઆત કરી છે. હાઈકોર્ટમાં હાલ ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે.

એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી સારવાર માટે આવે છે, જ્યારે અમદાવાદની હોસ્પિટલમાં માત્ર ફળભ ની હદમાં રહેતા લોકોને તેમના રહેઠાણના પુરાવા જોઈ સારવાર આપવામાં આવે છે. તેમણે 5 હોસ્પિટલની વાત કરતા જણાવ્યુ કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 20% બેડ સરકારી છે તેની ટકવારી વધારીને 50% કરવી જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે.

આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં નિયમો બદલવા જોઈએ.

એડવોકેટ એસોસિયેશન વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી કે, સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં 108 માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. 108 સિવાય આવતા દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહિ. 900 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.

સુઓમોટોની ચાલી રહેલી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરૂ કરવાનો મુદ્દો ઉછાળ્યો, જેમાં 600 બેડની કેપેસિટી છે. એડવોકેટ એસોસિયેસન વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરતા જણાવ્યું કે, અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો છઝઙઈછ રિપોર્ટ મરજિયાત કર્યો હતો. આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે.

તો એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે. હાલ 5000 મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુશન ઇસ્યુના કારણે ઓક્સિજનની અછત છે. રાજ્યની તમામ મોટી હોસ્પિટલને હાઇકોર્ટ ડાયરેક્શન આપે છે. પોતાનું પીસીએ પ્લાન્ટ ઉભું કરે. 2 સપ્તાહમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થઇ શકે છે.

જામનગર સહિત રાજ્યભરમાં કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસવા આદેશો છૂટ્યા. 

0

જામનગર સહિત રાજ્યભરમાં કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસવા આદેશો છૂટ્યા. 

સુરતની આયુષ હોસ્પિટલ માં આગની ઘટના બાદ સરકાર એક્શનમાં.

સુરતમાં આયુષ હોસ્પિટલ ના આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગતા 19 ક્રિટીકલ દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. 

આ આગ ની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડ માં આવી ગઈ હતી રાજ્ય સરકારે ગુજરાત ની તમામ કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસણી કરવા આદેશ કર્યો હતો

ગુજરાતમાં હોસ્પિટલમાં આગ દુર્ઘટના હવે કાંઈ નવી વાત રહી નથી સુરતની ઘટના રે રાજ્ય સરકારને દોડતી કરી દીધી છે આજની ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાત ની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસવા માટે આદેશ કર્યા હતો સરકારે સુચના આપી છે કે જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવેલ ન હોય અને ફાયર NOC ન હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે. 

હાઇકોર્ટની ગાઇડલાઇન અને સરકારની વારંવાર સૂચનાને અવગણતી ખાનગી હોસ્પિટલ પર  કાયદેસરની કાર્યવાહીના એધાંણ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે લોકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવેલ હોય અને છતાય ફાયર સેફટી ના ઉપકરણો વસાવેલ ન હોય તેઓનું લિસ્ટ બનાવીને સરકારના ધ્યાને મુકવામાં આવશે તેવામાં મેડિક્લ લાયસન્સ અને બિલ્ડીંગ યુઝ પ્રમાણપત્ર રદ સુધીની કાર્યવાહી થશે. સરકારના આદેશ છૂટતા હોસ્પિટલ સંચાલક માં દોડાદોડી થવા પામી છે.

 

“ભા” ના ઉમદા કાર્યને ખોબલે ખોબલે વધાવતા “ભાઉં”

0

કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં સી.આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ.

જામનગર, કોરોના મહામારીમાં જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એંડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરની રાજપૂત બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવ્યું હતું.

જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ કોવિડ મહામારીમાં મદદરૂપ થવા બદલ તમામ રક્તદાતાઓનો આ તકે આભાર વ્યકત કર્યો હતો. રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ કેમ્પમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેંડિંગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, મંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, ભાજપ મહામંત્રીશ્રી વિજયસિહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા,પૂર્વ શાસકપક્ષના નેતા શ્રી દિવ્યેશ અકબરી, રાજુભાઇ, રાજપૂત સમાજના પ્રમુખશ્રી પી.એ.જાડેજા ભાજપના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગરના હાપાથી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ મારફત રવાના.

0

જામનગરના હાપાથી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ મારફત રવાના.

જામનગરના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ BWT વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલી ત્રણ ટેન્કર લઈને 26 એપ્રિલ, 2021 ના રોજ મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે.

જામનગર : કોવિડ મહામારીમાં કેટલીક તબીબી પરિસ્થિતિની સારવારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા એ એક મુખ્ય તત્વ છે. ભારતીય રેલ્વે મિશન મોડ પર આગામી 24 કલાકમાં 140 ખઝ થી વધુ લિક્વિડ ઓક્સિજન પહોંચાડશે. અત્યાર સુધીમાં ઓક્સિજન એક્સપ્રેસ મુંબઈ અને વિશાખાપટ્ટનમ વાયા નાગપુર અને નાસિક તથા લખનઉ વચ્ચે દોડાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં લગભગ 150 ટન લિક્વિડ ઓક્સિજન ધરાવતા કુલ 10 ક્ધટેનર પરિવહન કરવામાં આવ્યાં છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ અનુસાર 25 એપ્રિલ, 2021 ના રોજ 18.03 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ ઇઠઝ વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલી ત્રણ ટેન્કર લઈને 26 એપ્રિલ, 2021 ના રોજ મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે. આ ઓક્સિજન ટેન્કર મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. લગભગ 44 ટન લીકવિડ મેડિકલ ઓક્સિજન વહન કરવામાં આવેલ આ ઓક્સિજન એક્સપ્રેસ 860 કિ.મી.નું અંતર પસાર કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે.

ઓક્સિજન એક્સપ્રેસની સરળ ગતિવિધિ માટે ટૂંકા સમયમાં હાપા ગુડ્સ શેડમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વાયા વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત અને વસઈ રોડ થઈને રેલ સ્તરથી ટેન્કરોની ઉંચાઈ, સમય-સમય પર દબાણ નું નિરીક્ષણ જેવા તમામ સલામતી પરિમાણોને ધ્યાનમાં રાખીને ચાલશે.
પરિસ્થિતિની ઉપલબ્ધતા અને આવશ્યકતાને જોતા ઓક્સિજન એક્સપ્રેસની ઝડપી ગતિ માટે ક્લિયર માર્ગ પ્રદાન કરવામાં આવ્યો છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા, રેલ્વે સુનિશ્ચિત કરી રહ્યું છે કે દેશભરના કોવિડ -19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં આવે જેથી જરૂરીયાતમંદોને રાહત મળી શકે.

લિક્વિડ ઓક્સિજન ને ક્રાયોજેનિક કાર્ગો તરીકે પરિવહન કરવામાં તે મહત્તમ ગતિ, મહત્તમ પ્રવેગ અને અધોગતિ તથા પ્રવાહી ઓક્સિજન ટેન્કરની ઉપલબ્ધતા અને લોડિંગ રેમ્પ્સ વગેરે જેવી મર્યાદાઓ શામેલ છે. માર્ગમાં વિવિધ રસ્તા, નીચલા પુલો અને પદયાત્રીઓના પુલોને કારણે ઉપલબ્ધ મહત્તમ મંજૂરીને ધ્યાનમાં રાખીને ટ્રેનના રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ, તબીબી સાધનો વગેરેની સપ્લાય માટે વિશેષ પાર્સલ ટ્રેનો નું સંચાલન હોય કે કિસાન રેલ ચલાવીને ખેડૂતોને મદદ કરવાનું હોય અને હવે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન કરીને ભારતીય રેલ્વે તમામ પડકારો નો સામનો અને ભારતના લોકોને તમામ સંભવિત મદદ કરી રહી છે.

રેલ્વે હંમેશાં દેશની સેવા કરવા માટે અને ખાસ કરીને કટોકટી દરમિયાન હંમેશા તત્પર રહે છે. રેલ્વે એ હંમેશા અને ખાસ કરીને કટોકટી દરમિયાન દેશની સેવા કરવાનું ચાલુ રાખ્યું છે.

આજે જામનગરવાસીઓ પ્રભુ મહાવીર સ્વામીના 2619 માં જન્મ કલ્યાણકની ઊજવણી ઘરે રહીને કરશે.

0

આજે  જામનગરવાસીઓ મહાવીર જયંતિની ઘરે રહીને ઉજવણી કરશે.

આજે પ્રભુ મહાવીર સ્વામીના 2619 માં જન્મ કલ્યાણકની ઊજવણી થશે.

સમગ્ર વિશ્વને સુખ શાંતિ અને આરોગ્ય માટે અહિંસાનો ઉત્તમ માર્ગ પ્રદાન કરનાર મહાવીર સ્વામીની જન્મ જયંતીની ઉજવણી થશે.

હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે અને દરેકને આવા કપડાં કાળથી મુક્તિ જોઈએ છે અને મહાવીર સ્વામી ભગવાને કહ્યું હતું કે સમસ્ત જીવો અને પ્રકૃતિ ને તમે શાતા આપશો તો જ તમે તેને પામશો.

અનેક સંતો કહેતા આવ્યા છે કે સ્વાર્થ માટે વ્યાપક રીતે થતી જીવહિંસા અથવા થવા દેવાતી જીવહિંસા અંતે મહામારી નોતરે છે. તે સત્ય છે.

કતલખાનાથી માંડી વૃક્ષોની કત્લેઆમ નિર્દોષ મુક પ્રાણીઓ પ્રતિ ક્રૂરતા આચરનાર મનુષ્ય પાસે સત્તા સંપત્તિ ગમે તેટલી મેળવે તો પણ શાતા ( સ્વાસ્થ્ય સુખ ) નથી મળતી વિદેશમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે તેના કારણોમાં  દિનપ્રતિદિન વધતી જતી હિંસા છે.

પ્રભુ મહાવીર સ્વામીએ સમગ્ર માનવજાતને એક મંત્ર આપ્યો છે કે  પ્રકૃતિ જીવન રક્ષા નું મહત્વ  સમજો તો જ શાંતિ મળશે.

કલ્યાણપુરનો ફરારી બુટલેગર એક વર્ષે જામનગરથી ઝડપાયો.

0

કલ્યાણપુરનો ફરારી બુટલેગર એક વર્ષે ઝડપાયો.

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકામાં આશરે એક વર્ષ પહેલા વિદેશી દારૂ અંગે નોંધાયેલા એક ગુનામાં જે- તે સમયે મૂળ ભાટીયામાં શ્રીજી સોસાયટી ખાતે રહેતા સાગર કારાભાઈ નંદાણીયા નામના 27 વર્ષિય આહીર નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.
છેલ્લા એકાદ વર્ષથી ફરાર એવા આ શખ્સ અંગે અહીંના જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોસ્ટેબલ મશરીભાઇ આહિર તથા લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલ જામનગરના  ખોડિયાર કોલોની  મેહુલનગર વિસ્તારમાં રહેતા ઉપરોક્ત અને અત્રે જામનગર હાઈવે પર ગોકુલ હોટલ આગળથી પોલીસે ઝડપી લીધો હતો.

ઝડપાયેલા શખ્સના કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી સાથે આ શખ્સનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. ગળચર, પી.સી.સિંગરખીયા, દેવશીભાઇ ગોજિયા, બિપીનભાઈ જોગલ,  અજીતભાઈ બારોટ,  સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા,  સહદેવસિંહ જાડેજા,  બલભદ્રસિંહ ગોહીલ,  જીતુભાઈ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા,  મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા ભાજપના નેતા ફરાર જો 15 દિવસમાં નહિ ઝડપાય તો ભાગેડુ જાહેર કરી મિલકત જપ્ત કરાશે.

0

રાજકોટ માં ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા ભાજપના ફરાર નેતા 15 દિવસમાં નહિ ઝડપાય તો ભાગેડુ જાહેર કરી મિલકત કબજે કરાશે.

જો સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાય તો સીઆરપીસીની કલમ 82 અને 83 મુજબ તેને ભાગેડુ જાહેર કરી તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ઓળખાવનાર ભાજપના વોર્ડ નંબર 15 ના પ્રભારી સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાઈ તો તેને ભાગેડું જાહેર કરવામાં આવશે.

તો સાથે જ તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વપરાશમાં લેવામાં આવતા ટોસીલીઝૂમેબ નામના ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં નોંધાઇ હતી.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સંજય ગોસ્વામી તેમજ તેના સાગરીત મયુર ગોસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે અંતર્ગત પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મયુર ગોસાઈની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ વોર્ડ નંબર 15 ના પ્રભારી સંજય ગોસ્વામી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના નામે દર્દીના સગા પાસેથી રુપિયા આવતા હોવાની ફરિયાદમાં આરોપી સંજય ગોસ્વામી ફરાર છે.

જેને ઝડપી પાડવા માટે રાજકોટ શહેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. જો સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાય તો સીઆરપીસીની કલમ 82 અને 83 મુજબ તેને ભાગેડુ જાહેર કરી તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

8 એપ્રિલથી 12 એપ્રિલના સમય દરમ્યાન જેન્તીભાઈ ત્રિભુવનભાઈ શિશાંગીયાની ભાણેજ ઉર્મિલાબેન કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેની સારવાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સમયે મયુર હસમુખભાઈ ગોસાઈ નામના વ્યક્તિએ ફોન કરી કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક અસરથી ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. જ્યારે કે ફોન ઉપર ડોક્ટર તરીકે સંજય બચુભાઈ ગોસ્વામીએ પોતાની ઓળખ આપી દર્દીને તાત્કાલિક ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.
જેથી કોરોના પોઝિટિવ દર્દીના સગા જેન્તીભાઈએ ઇન્જેક્શન બાબતે તપાસ કરી હતી પરંતુ ઇન્જેક્શન મળ્યું ન હતું. તેમણે મયુર ગોસાઈને ફોન કરી ઇન્જેક્શન નહીં મળેલ તેવી વાત કહી હતી. ત્યારબાદ મયુર ગોસાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ઇન્જેક્શન ડોક્ટર બહારથી મંગાવી દર્દીને આપી દેશે તો ચાલશે? ત્યારે જેન્તીભાઈ વિશ્વાસમાં આવી જતા તેમણે હા પાડી હતી.

ત્યારબાદ મયુર ગોસાઈ અને સંજય ગોસ્વામી દર્દી ઊર્મિલા બેનને ઇન્જેક્શન આપી દીધેલ છે. જે ઇન્જેક્શનના 45,000 તથા અનુકૂળતાએ બીજી રકમ આપવાનું જેન્તીભાઈને જણાવ્યું હતું.

ધ્રોલમાં માનસીક બિમારીથી કંટાળી કારોનાગ્રસ્ત રાજપુત પરિણીતાએ કરી આત્મહત્યા.

0

ધ્રોલમાં માનસીક બિમારીથી કંટાળી કારોનાગ્રસ્ત રાજપુત પરિણીતાએ કરી આત્મહત્યા.

કોરોના મહામારી વચ્ચે વધતા જતા આત્મહત્યાના બનાવમાં હતાશ થઇ મોત વાલુ કરતા દર્દીઓ.

જામનગર: જામનગર જીલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ ખાતે રહેતી ધર્મિષ્ઠાબા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામની 40 વર્ષીય મહિલા છેલ્લા બે વર્ષી માનસીક બીમાર હોય અને તેઓની જામનગર ખાતે દવા ચાલું હોય અને તેઓનો થોડા દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવેલ હોય અને તેવો માનસીક બીમારીથી  કંટાળી જઇ પોતાની જાતે પોતાના ઘરે તા.23-4-21 ના શુક્રવારે સવારે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનું મૃતકના પતિ ધર્મેન્દ્રસિંહ ટેમુભા ગોહીલએ પોલીસમાં જાહેર કર્યુ છે.

આ કેસની વધુ તપાસ ધ્રોલ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. ડી.એ.રાઠોડ ચલાવી રહ્યા છે.

જામનગરમાં જુગારના ચાર દરોડા દિવ્યાંગ સહિત ૨૪ પન્ટરો ઝડપાયા.

0

જામનગરમાં જુગારીયાઓ ઉપર તવાઇ: ચાર દરોડામાં 24 ઝડપાયા.

જામનગર : જામનગર પોલીસે જુગારીયાઓ ઉપર તવાઇ બોલાવતા કુલ ચાર દરોડામાં લંગડા લુલા સહિત 24 વ્યક્તિને ઝડપી લીધા હતા.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિનોદભાઈ જેશાભાઈ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, સાધના કોલોની, બીજા ઢાળીયાની સામેની બાજુમાં રોડ પર આરોપી સદામહુશેન કાસમભાઈ ખીરા, જીતેન્દ્રભાઈ હોતચંદભાઈ હરવાણી, દિલીપભાઈ બચુભાઈ ભટ્ટી, રતન આરમુગમ મોદલીયા, ચલણી નોટો વડે એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.1760/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બીજા દરોડામાં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સલીમ હુશેન નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ આગળ રેલ્વેના પાટાની બાજુમાં ગણપતનગર, રમા અલ્તાફ સમાન મકાન પાસે, જામનગર માં આરોપીઓ અલ્તાફ અબ્દુલભાઈ સમા, આસીફ જુસબભાઈ સમા, રાણશી કેશુભાઈ સંધીયા, નયનાબેન રાજેશભાઈ બાબુલાલ બામણીયા, મીનાબા ધીરૂભા જોરૂભા ચુડાસમા, હર્ષિદાબેન મંગાભા હિરાભાઈ પરમાર, સોનલબેન ગોવિંદભાઈ ખાખરીયા, ફરીદાબેન શબીરભાઈ ભગાડ વાઘેરા  રે. જામનગરવાળા જાહેરમાં રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર47પ0/- સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

આ ઉપાંત અન્ય એક દરોડામાં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વનરાજ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, નીલકમલ સોસાયટી શેરી નં.-પ માં આરોપીઓ કાળુભા માધવસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ માણેકલાલ કુંડલીયા, એજાજભાઈ મહમદભાઈ રાજકોટીયા, સફીકભાઈ મામદભાઈ ટીટોળી, અલીભાઈ મુસાભાઈ મનોરીયા, સેજાજ ઓસમાણભાઈ નગીનાવાડી, મહેશભાઈ જેન્તીભાઈ પારેખ, ગંગારામભાઈ રાજુમલ તન્ના, જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.14,100/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જયારે ચોથા દરોડામાં જામનગર તાલુકાના લાવડીયા ગામ માં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કાનજીભાઈ મનસુખભાઈ ચાંદ્રા, અશોક વનરાવનભાઈ ગંઢા, ભુપતભાઈ ભાઈલાલભાઈ ભાનુશાલી, અને ધીરજલાલ ગોકળભાઈ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,600ની ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.