Friday, October 9, 2026
Home Blog Page 387

જામનગર જીલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ.

0

જામનગર જીલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

ગ્રામીણ ક્ષેત્રે સઘન આરોગ્ય તપાસ અને આઇસોલેશનની વ્યવસ્થાઓ મજબુત કરવા તાકીદ કરતા મંત્રી શ્રી આર.સી.ફળદુ

કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરતા રાજ્યમંત્રીશ્રી ધર્મેદ્રસિંહ જાડેજા

જામનગર, મંત્રી શ્રી આર.સી. ફ્ળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકોયોજાઇ હતી.જે બેઠકમાં રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા અને શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરી જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિને નિયંત્રિત કરવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે હાલ આપણે સૌ કોવિડની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે સંવાદ થકી સામે આવતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું એ આજના સમયની માંગ છે.કઈ રીતે આ કપરા સમયમાં ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં સૌએ કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.અને સમાજના સૂચનો અને લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ સત્વરે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.તેમજ જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય સેવા સુદ્રઢ બને તેમજ આરોગ્ય વિભાગની ટીમો ગ્રામીણ ક્ષેત્રે ઘરે ઘરે જઈ લોકોની આરોગ્ય તપાસ કરે અને પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક અસરથી અલગ તારવી તેમને આઇસોલેટ કરે તે અંગે તાકીદ કરી હતી.હાલના તબક્કે લોક જાગૃતિ તથા લોક ભાગીદારી ખૂબ મહત્વની છે.આ કામગીરીમાં જો લોક ભાગીદારી ભળસે તો ધાર્યું પરિણામ મળી શકશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રીશ્રી ધર્મેદ્રસિંહ જાડેજાએ આ તકે કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.સાથે સાથે જિલ્લામા ઓક્સિજનની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે તંત્રને સુચન કર્યુ હતુ તેમજ ડીનશ્રી સાથે જી.જી.હોસ્પિટલની વ્યવસ્થાઓ અંગે જરૂરી ચર્ચા કરી સમીક્ષા કરી હતી.

જામનગર શહેરી વિસ્તારની કોવિડ સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે હાલ 3190પોઝિટિવ દર્દીઓમાંથી 2591દર્દીઓ હોમ આઇસોલેટ છે.જેમનું આરોગ્ય ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.મહાનગરપાલિકા દ્વારા હોમ આઇશોલેશનમાં રહેલા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે દિશામાં સતત કામગીરી શરૂ છે.શહેરમાં મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા નવી નિમણુંકો અંગે કાર્યવાહી કરાઈ રહી છે.

શહેરમાં 18ધન્વંતરિ રથો રોજે રોજ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી રહ્યા છે.જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે ત્યાં માસ કેમ્પેઇન હાથ ધરી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.7 સંજીવની રથ, 18ધન્વંતરિ રથ તેમજ 108એમ્બ્યુલન્સના સહયોગથી લોકોને ઘરે જ સારવાર ઉપલબ્ધ કારવાઈ રહી છે.હાલ રેપીડ એન્ટીજન તેમજ િિાંભટિેસ્ટ મળી દૈનિક 3500જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તેમજ જિલ્લા કલેક્ટરશ્રીના સહયોગથી બનાવવામાં આવેલી 14જેટલી ટીમો શહેરમાં સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરાવવા કાર્યરત છે.સાથે સાથે શહેરમાં વેકસીનેશન, ઓક્સિજન ની સ્થિતિ, જરૂરી દવાઓ વગેરે અંગેની વિગતો પુરી પાડી હતી.આ તકે કમિશનરશ્રીએ વધુમાં વધુ સમાજ તેમજ સામાજિક સંસ્થાઓને કોવિડ મહામારીમાં પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અપીલ કરી હતી.
જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારો અંગેની કોવિડ સ્થિતિ વિશે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં 1418એક્ટિવ કેસ છે જેમાંથી 1145દર્દીઓ હોમ આઇસોલેટ છે જયારે 273દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.મુખ્યમંત્રીશ્રીના સૂચન મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 9પી.એચ.સી. ખાતે 173બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે સાથે 130બેડ ઓક્સિજન સાથેના પણ તાકીદે ઉભા કરવામાં આવ્યા છે.તેમજ દરેક ગામોમાં આઇશોલેશન સેન્ટર ઉભા કરવા અંગેની પ્રક્રિયા હાલ શરૂ છે તેમ જણાવી ધન્વંતરિ રથ, વેકસીનેશનની કામગીરી, ઓક્સિજનની સુવિધા, ટેસ્ટીંગ તથા આવશ્યક દવાઓની સ્થિતિ અંગેની વિગતો પુરી પાડી હતી.

બેઠકમાં ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રેમડેસેવીર ઇન્જેક્શન, ઓક્સિજન, જરૂરી દવાઓ, આરોગ્ય કેન્દ્રો ખાતે આઇશોલેશન બેડની સંખ્યા વધારવી સહિતના સૂચનો મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.

મંત્રીશ્રી આર.સી. ફળદુ તથા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદાધિકારી તથા અધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ કોવિડ નિયંત્રણ અંગેની રજૂઆતો તથા સૂચનો સાંભળ્યા હતા અને સત્વરે સૂચનો પરત્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજને આ સ્થિતિમાંથી ઉગારવો એ આપણો ધર્મ અને આપણું ઉત્તર દાયિત્વ છે.આપણે પૂર્ણ નિષ્ઠાથી આપણી ફરજ નિભાવશું તો ચોક્કસપણે આ મહામારી પર વહેલી તકે વિજય મેળવી શકીશું.
પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથેની બેઠક બાદ મંત્રીશ્રી ફળદુએ જી. જી. હોસ્પિટલના આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં ડીન શ્રીમતી નંદિની દેસાઈ દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજનની સ્થિતિ, બેડની સંખ્યા, આવશ્યક દવાઓ સહિતની બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં મેયર શ્રી બીનાબહેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઇ હિંડોચા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેંદ્ર સરવૈયા, શહેર પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગરતથા જિલ્લા અને શહેરના અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સત્યમ કોલોની પાસે આવેલ આવાસમાં અડધી રાત્રે પડી જનતા રેડ 404 માં રહેતો કેતન ઘર વખરી સાથે 201માંથી ઝડપાયો.

0

સત્યમ કોલોની પાસે આવેલ આવાસમાં અડધી રાત્રે પડી જનતા રેડ 404 માં રહેતો કેતન ઘર વખરી સાથે 201માંથી ઝડપાયો.

સત્યમ કોલોની પાસે આવેલ મનપા હસ્તકના LIG-2 આવાસના મકાન નં 201 માં પડી અડધી રાત્રે જનતા રેડ.

જામનગર મહાનગરપાલિકાની હાઉસિંગ શાખાનું ચીર હરણ.!

હંમેશાંને માટે ચર્ચામાં રહેતું આવાસ ફરી ચડયું ચર્ચાના ચાકળે.

આવાસની A-1 વીંગના ચોથા માળે ફ્લેટ નં 404 માં રહેતો કેતન ખાંટ 201 માં ઘરવખરી સાથે ઝડપાયો પુછપરછમાં મોજશોખ માટે તાળા તોડયાનું કબૂલ્યું.!

જામનગર સત્યમ કોલોની પાસે આવેલ સરદાર પટેલ એલ.આઈ.જી-ર આવાસમાં ચોથા માળે રહેતો કેતન ખાંટ નામનો વ્યક્તિ મનપાની માલિકી હસ્તકના ફ્લેટ નં 201 માં  છેલ્લા છ મહિનાથી ગેરકાયદેસર રીતે તાળા તોડીને રહેતો એસોસિએશનના રંગે હાથે ઝડપાઈ જતા અફડાતફડી જેવો માહોલ સર્જાય હતો.

અડધી રાત્રે પડેલી જનતા રેડમાં તાળા તોડનાર આસામી અશોભનીય હાલતમાં મૂકાઈ જતા ભાગાભાગી ના દ્રશ્યો જોવા મળેલ.

જામનગર શહેરના સત્યમ કોલોની પાસે આવેલ મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઈ.જી-2 આવાસ યોજના માં ગત રાત્રીના આવાસ એસોસિએશન દ્વારા જનતા રેડ કરી ગેરકાયદેસર રહેતા કેતન ખાંટ નામના  શખ્સને પકડી પાડ્યો હતો અને ઘરનું વિડિયો રેકોર્ડિંગ કરી બાદમાં એસોસિએશન દ્વારા રાત્રે જામનગર મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગના અશોક જોષીને ગેરકાયદેસર તાળા તોડીને રહેતા આસામી અંગેની ફરીયાદ કરેલ પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આખરે એસોસિએશન દ્વારા આજરોજ હાઉસિંગના કંટ્રોલીંગ અને સિટી એન્જિનિયર શૈલેષ જોષી સમક્ષ ફરિયાદ કરતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવા સિક્યુરિટી ઓફિસરને પત્ર લખી જાણ કરવામાં આવેલ અને હાઉસિંગ શાખાના અશોક જોષી ને રોજકામ કરી જવાબદાર સામે પગલા લેવા જણાવેલ.

આ મુદ્દા એ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડેલ છે. બીજી બાજુ મનપાના ગોબરા વહીવટની ટીકા થઈ રહી છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની અરજીઓ હવે ઓનલાઈન પોર્ટલ iORA પર રજૂ કરવાની રહેશે.

0

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની અરજીઓ હવે ઓનલાઈન પોર્ટલ iORA પર રજૂ કરવાની રહેશે.

જામનગર તા. ૨૯ એપ્રિલ, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળની અરજી નિયત નમૂનામાં જરૂરી વિગતો દર્શાવી કલેક્ટર કચેરીને ટપાલથી કે રૂબરૂ રજૂ કરવા અંગે અરજદારોને જાણ કરાઈ હતી.

પરંતુ હાલ સરકારશ્રીના આદેશ અનુસાર અરજદારોએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) ૨૦૨૦ તેમજ તેના કાયદા હેઠળની અરજી ઓનલાઈન પોર્ટલ IORA (integrated online revenue application) પર એટલે કે iora.gujarat.gov.in પર કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

IORA પર અરજી બાબતે અરજદારોએ નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે.

અરજદારે iora.gujarat.gov.in પર “ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળની અરજી” તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

અરજદારને જરૂરી માહિતીના આદાન-પ્રદાન માટે અરજદારના મોબાઈલ નંબર તથા ઈ-મેઇલનું રજીસ્ટ્રેશન/વેરિફિકેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન બાદ ઓનલાઈન અરજી માટે જરૂરી વિગતો ભરવાની રહેશે તથા અરજીના આધાર એવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કર્યા બાદ નિયત ફી રૂ.૨૦૦૦ ઓનલાઇન જમા કરાવવાની રહેશે.

ઓનલાઈન અરજી બાદ સહીવાળી અસલ અરજી તથા અન્ય દસ્તાવેજો કલેકટર કચેરી ખાતે દિન-૪ માં જમા કરાવવાના રહેશે.

રાજકોટના ફરારી શખસને ઝડપી લેતી જામનગર SOG.

0

રાજકોટના ફરારી શખસને ઝડપી લેતી જામનગર SOG.

જામનગર : જામજોધપુરના જીણાવારી ગામ પાસેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીઘો હતો. એકાદ વર્ષ પૂર્વેના ગુનામાં નાસતા-ફરતા આ આરોપીને જામજોધપુર પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે જેને જરૂરી પ્રક્રિયાના અંતે રાજકોટ પોલીસને સોંપી દેવાશે.

જામનગર એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી.વીંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વતળે પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

ત્યારે પોલીસ ટીમને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો એક આરોપી જામજોધપુર નજીક જીણાવારી ગામ પાસે જંગલ ખાતાની રાવટી નજીક આંટા ફેરા કરી રહયો હોવાની બાતમી મળી હતીજેના આધારે પોલીસે ત્વરીત ધસી જઇ નાસતા ફરતા આરોપી પ્રવિણ ગોવિંદભાઇ કારેણાને પકડી પાડી પાડયો હતો.

પ્રાથમિક પુછપરછ બાદ પોલીસે તેનો કબજો જામજોધપુર પોલીસ મથકને સુપરત કર્યો હતો.આ પકડાયેલો આરોપી એકાદ વર્ષ પુર્વે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો રહયો હોવાનુ બહાર આવ્યુ હતુ.

ગુજરાત માટે દુઃખદ સમાચાર 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે.

બેડ ન્યુઝ: ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે.

ગુજરાતમાં રસીનો જથ્થો આવ્યો નથી. તે આવશે તે પછી જ રસીકરણ ફરીથી શરૂ થશે.

ફરીથી વેક્સીનેશન ક્યારે શરૂ થશે તે અંગે જલ્દી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે

ગાંધીનગર :1 મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા સમાચાર સામ આવ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનુ વેક્સીનેશન ચાલુ રહેશે.

આરોગ્ય વિભાગના સૂત્ર દ્વારા આ માહિતી મળી છે કે, કેન્દ્રમાથી ગુજરાતને વેક્સીનનો જે જથ્થો મોકલવાનો હતો, તે હજી આવ્યો નથી. તેથી ગુજરાતમાં 1 તારીખથી 18 થી વધુની ઉંમરના માટે વેક્સીનેશન શરૂ નહિ થઈ શકે. ફરીથી વેક્સીનેશન ક્યારે શરૂ થશે તે અંગે જલ્દી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે. જોકે, 45 વર્ષથી ઉપરનાનો રસીકરણનો કાર્યક્રમ ચાલુ રહેશે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

ગુજરાતમાં જથ્થો આવ્યા બાદ જ વેક્સીનેશનની કામગીરી ફરીથી શરૂ થશે. જોકે, હાલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તો ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, દેશના ત્રણ રાજ્યોએ વેક્સીનેશન કાર્યક્રમ અટકાવવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર રાજ્યોને પણ વેક્સીનનો જથ્થો મળ્યો નથી. વેક્સીનનો ઉપલબ્ધ જથ્થો આ રાજ્યોમાં પહોંચ્યો નથી. ગુજરાતમાં પણ જથ્થો આવ્યો નથી. તે આવશે તે પછી જ રસીકરણ ફરીથી શરૂ થશે.

આ જત્થો આવવતા એક સપ્તાહ જેટલો સમય લાગશે. જે પ્રમાણે જરૂરિયાત છે તે પ્રમાણે જથ્થો ઉપલબ્ધ નથી. સાથે જ કેન્દ્ર સરકાર પાસે પણ ઓછો જથ્થો છે. તેથી રાજ્યો પાસે હજી રસીનો જત્થો પહોંચ્યો નથી. હાલ, ગુજરાતમાં 45 વર્ષના ઉપરના લોકોનુ રસીકરણ કાર્યક્રમ છે તે ચાલુ રહેશે.

ગોંડલના સિહની ગર્જના ગાંધીનગરમાં સંભળાણી.

ગોંડલના સિહની ગર્જના ગાંધીનગરમાં સંભળાણી.

હાલની કોરોના મહામારી ના ભરડામાં માણસો હોમાઈ રહ્યા છે ત્યારે જે ને  ખોબલે ખોબલે મત આપેલ છે તેવો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. હોસ્પિટલમાં ડોકાવું તો ઠીક પણ ટેલીફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી તેને ગોંડલના સિંહ પાસેથી શીખ લેવા જેવી ખરી

ગોંડલ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અવારનવાર ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો હોય તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન જલ્લાદ પ્રમાણે મળતા ન હોય તેના કારણે કોરોના દર્દીની હાલત કફોડી બની રહી હોય તે મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વહીવટી તંત્રના પસીના છોડાવી દીધા છે.

જયરાજસિંહ જાડેજાએ રાજકોટ કલેકટર કચેરી સામે જ આમરણ ઉપવાસની ચીમકી આપવામાં આવતા ગાંધીનગર સહિતનું વહીવટ તંત્ર  ઘણધણી ઉઠયું હતું.

રાજકોટ કલેકટર એ તાત્કાલિક અસરથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર ની મીટીંગ બોલાવી મધ્યસ્થી કરી ગોંડલ શહેર ને ઓક્સિજનનો પૂરતો જથ્થો અને રેમડેસિવીર ઇન્જેક્શન મળતા રહેશે તેવી ખાતરી આપ્યા બાદ આંદોલન મોકૂફ રહ્યું હતું

આ બનાવના પગલે રાજકોટ કલેકટર રેમ્યા મોહનની જયરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી બાદમાં કલેક્ટરે જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર જે.કે.પટેલ ની મીટીંગ બોલાવીને જણાવેલ કે ગોંડલ શહેરને પૂરતું ઓક્સિજન અને ઇન્જેક્શન જથ્થો મળતો રહેશે તેવી ખાતરી બાદ જયરાજસિંહ જાડેજાએ આંદોલન મોકૂફ રાખ્યું હતું અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

જામનગરની વહારે આવ્યા મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે.

0

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીને જામનગરમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા કરેલા અનુરોધનો ત્વરિત પ્રતિસાદ.

400 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ આગામી રવિવાર સુધીમાં કાર્યરત કરી દેવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને મુખ્યમંત્રીશ્રી સમક્ષ તત્પરતા દર્શાવી.

400 બેડ ની ક્ષમતા ની હોસ્પિટલ શરુ થયા બાદ વધુ 600 બેડ સાથેની સંપૂર્ણ 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનતી ત્વરાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકાદ સપ્તાહમાં શરૂ કરવા પૂર્ણ પ્રયાસરત રહેશે.

હોસ્પિટલ માટે જરૂરી સાધન સામગ્રી-ઇક્વિપમેન્ટસ-આનુષાંગિક વ્યવસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે – માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર સહયોગ આપશે.

જામનગર – દેવભૂમિ દ્વારકા – પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે.

જામનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી.

તેમણે મુખ્યમંત્રીશ્રીની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

શ્રી મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે.

ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણત: પ્રયાસરત રહેશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે.

અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે.

જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં 400 બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ 600 બેડ સાથે એમ કુલ 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.

દ્વારકાની યુવતીના ફોટા અભદ્ર રીતેે વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ.

0

દ્વારકાની યુવતીના ફોટા અભદ્ર રીતેે વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ.

ખંભાળિયા :દ્વારકામાં રહેતી એક યુવતીના ફોટાને ફેક આઈ.ડી. મારફતે વાયરલ કરવા બદલ એક શખ્સ સામે ધોરણસર ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતી 23 વર્ષીય એક યુવતીના ફોટાને ચોક્કસ પ્રકારની ફેક આઈ.ડી. બનાવી કોઈ શખ્સે તેને ઇન્ટરનેટ મારફતે વાયરલ કરી, આ યુવતીની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે ભોગ બનનાર યુવતી દ્વારા અહીંના સાયબર સેલ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસે ચોક્કસ આઈ.ડી. ધારક સામે આઈ.પી.સી. કલમ 501 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પાંચ વર્ષ પહેલા થયેલ મર્ડરનું જુનાગઢમાં પુનરાવર્તન

જુનાગઢમાં માત્ર ત્રણ હજાર રૂપિયા માટે યુવકની ક્રુર હત્યા, કુહાડીના 17થી વધારે ઘા ઝીંકતો શખસ સીસીટીવીમાં કેદ જામનગરમાં જોગસ પાર્ક પાસે થયેલ મર્ડર ની યાદ તાજી કરાવી દીધી.

જૂનાગઢ: જૂનાગઢમાં મંગળવારે એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા મામલે હવે નવા ખુલાસા થયા છે. આ ઉપરાંત હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવકને કુહાડીના 17થી વધારે ઘા ઝીંકીને પતાવી દેવાયો હતો. એવી માહિતી મળી છે કે યુવાનની હત્યા ત્રણ હજાર રૂપિયા માટે કરી નાખવામાં આવી હતી. આ મામલે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે અરેરાટી જન્માવે તેવા છે.

સીસીટીવીમાં યુવકને રસ્તા પર પડેલો જોઈ શકાય છે. યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બાઇકને પણ જોઈ શકાય છે.

આ અંગે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના હાથમાં કુડાહી વડે જમીન પર પડેલા વ્યક્તિ પર સતત પ્રહાર કરી રહ્યો છે. આ દરમિયાન નજીકમાં એક રિક્ષા ઊભેલી હોય છે.

યુવક પર હુમલો થતો જોઈને રિક્ષા ચાલક ત્યાંથી ભાગી જાય છે. આ દરમિયાન હત્યારો કુડાડીથી સતત વાર કરી રહ્યો છે.

આ દરમિયાન એક મહિલાને પણ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. જે હત્યારાને કંઈક કહે છે અને બાદમાં ત્યાંથી ચાલી જાય છે. હત્યારો એટલો ક્રૂર છે કે એક પછી એક કુહાડીનો પ્રહાર કરતો જાય છે. સીસીટીવી ફૂટેજમાં મૃતકના શરીરના ટૂકડા પથરાયેલા જોઈ શકાય છે.

મંગળવારે જૂનાગઢના ભરડાવાવ પાસે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પ્રાથમિક વિગતો ઉપર મરનાર યુવક ગિરનારના ડોળી એસોસિએશનના પ્રમુખનો ભત્રીજો છે.

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે ત્યારે મૃતક યુવકનું નામ રાજુ બાવળિયા હોવાનું સામે આવ્યું છે. રાજુના કાકા ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ છે અને કોઈ અદાવતમાં જ તેની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

કોરોના ને લઈ જામનગર સહિત ગુજરાત માટે રાહતના સમાચાર.

જામનગર સહિત ગુજરાત માટે રાહતના સમાચાર ગુજરાતમાં નવા કેસ વધવાની ગતિ ઘટી 10-15 દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ : નિષ્ણાંતોનું મંતવ્ય.

રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા 5.24 લાખથયા તેમાથી 3.90 દર્દી સાજા થયા.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14352  કેસ નોંધાયા હતા તેની સામે 7803 સાજા થઇકોરોના ને માત આપી તેમજ મંગળવારે  170 ના મોત થયા છે.

સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે.

કોરોનાના સુનામી વચ્ચે જામનગર  સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

જામનગર સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે.

જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી જશે.

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત રાજ્યભરમાં વધી રહેલા કેસો વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓ ટ્રાયઝમાં આવ્યા હતા. 17 એપ્રિલે 1200 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં સૌથી વધુ 399 દર્દીઓ આવ્યા હતા, 17 એપ્રિલ બાદ સતત ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

તેમણે કહ્યું કે, આ સિવાય સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે.

રાજ્યમાં ગઈકાલે એટલે 26 એપ્રિલે 14,340 કેસો નોંધાયા હતા, જ્યારે 25 એપ્રિલે 14,296 કેસ, 24 એપ્રિલે 14,097 કેસ, 23 એપ્રિલે 13,803 કેસ, 22 એપ્રિલે 13,105 કેસ

error: Copying and use of the content of the website is considered as illegal activity.