Friday, October 9, 2026
Home Blog Page 386

જામનગરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો : 3 ની ધરપકડ મોટા માથા સહિત ૧૬ આરોપી ફરાર.

જામનગરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો : 3 ની ધરપકડ ૧૬ આરોપી ફરાર

શહેરના નાગરચકલામાં સરાના કુવા પાસે ક્રીકેટના કંટ્રોલ રૂમ પર પોલીસનો દરોડો.

રૂા.36,000/- તથા ક્રીકેટના સટ્ટાનું સાહિત્ય/મોબાઇલ મળી કુલ રૂા.61.000નો મુદ્દામાલ જપ્ત.

ક્રિકેટના જુગાર પર જામનગર પેરોલ/ફર્લો સ્ક્વોડની તવાઇ.

જામનગર : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલ.સી.બી. પો.ઈન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો. હેંડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચ તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ નાઓને હકીકત મળેલ કે, જામનગર નાગરચકલા સરા ના કુવા વાળી શેરીમાં રહેતો તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા પોતાના રહેણાક મકાને આઇપીએલ 20-20 કિક્રેટ ટુનામેન્ટની મેચો ટીવી ઉપર નીહાળી મોબાઇલ ફોનથી રન ફેર, બેટીંગ, વીકેટ, સેસન તથા મેચના હારજીતના પરીણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે છે, અને હાલ આ ક્રીકેટનો સટ્ટો રમવાનું ચાલુ છે જે હકીકતના આધારે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા.

(1) તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા (ઉ.વ.-59 ધંધો- ટ્યુશન ક્લાસ રહેવાસી- સરા નો કુવો નાગર યકલો જામનગર.

(2) અનીલ અર્જુનભાધ દુલાણી (ધંધો- વેપાર રહેવાસી સુંદરમ કોલોની પુષ્કર એપાર્ટમેન્ટ બીજા માળે રૂમ ન.20ર નેશનલ કોલેજ પાછળ ચકલો જામનગર.

( 3) સુરેશ ઉર્ફે એસ.એસ. રીજુમલ કુકડીયા(ધંધો- બકાલાનો વેપાર રહેવાસી જોલી બંગલા દિપ્લોટ શેરી નં.66 ની બાજુમા લીલાશાહ ધર્મશાળા જામનગર)ને ઝડપી લેવાયા હતા.

આ દરોડામાં રોકડા રૂા.36000/- તથા ક્રીકેટનુ સાહીત્ય ટીવી/સેટટોપ બોક્ષ તથા મોબાઇલ કુલ રૂ-61000/ ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉપરોકત્ત ત્રણ ઇસમ સાથે મોબાઇલ ઉપર ક્રિકેટનો જુગાર રમતા કુલ 16 ઇસમને ફરારી જાહેર કરવામાં આવેલ છે.

ઉપરોકત્ત ત્રણેય ઇસમને પો. સબ ઈન્સ. એ.એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણન તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાંગરનાઓએ કરેલ છે.

ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ જવાનો સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટનો આદેશ.

ક્રાઈમ બ્રાન્ચના બે જવાનો સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટનો આદેશ.

અમને દારૂની બાતમી મળી છે એમ કહી બે વર્ષ પહેલા ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી પડી મોંઘી.

ગેરકાયદેસર ઘરમાં ઘુસી મહિલા સાથે ઝઘડો કરતા સીસીટીવીમાં થયા કેદ.

રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા મહેશભાઈ મઢ અને નિશાંત ભાઈ તા.૧૬-૧૦-૨૦૧૯ના રોજ શહેરના સામા કાંઠે રહેતા ચંદુભાઈ લક્ષ્મણભાઈ ટોપિયા ના ઘરમાં ધુસી તેના પત્ની ગીતાબેન હાજર હોય તેને પુછતા તારા પતિ ચંદુ ટોપીયાને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મોબાઇલ ફોન પડાવી લઇ ગાળો આપી મારકૂટ કરી તારા પતિને દારૂ માં ફિટ ન કરવો હોય તો રૂપિયા પચાસ હજાર આપવા પડશે જે બાબતે ઘરમાં મુકેલ સીસીટીવીમાં કેદ થઇ ગયા હોય.

આ તમામ હકીકત બાબતે ચંદુભાઈ ટોપિયા ના પત્ની ગીતાબેન ટોપિયા અગાઉ તમામ આધાર પુરાવા સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા ગયા હતા પરંતું ત્યારે જે તે  સમયના અધિકારીએ ફરિયાદ ન લેતા આખરે ગીતાબેને પોતાના વકીલ મારફત તા.૧૮-૧૦ – ૨૦૧૯ના રોજ રાજકોટ કોર્ટમાં બંને પોલીસમેન સામે ગુનો દાખલ કરવા અરજ ગુજારેલ હતી.

આ કેસમાં પુરાવા પરથી એડવોકેટ ધારદાર દલીલ કરતા ૧૬માં એડી.જયું. મેજીસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરી ક્રાઈમ બ્રાન્ચના જમાદાર સહિત બંને પોલીસમેનને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવ્યો હતો આ બનાવના પગલે શહેરમાં સારી એવી ચર્ચા જગાવી છે.

જોડિયાના બાલંભામાં ઉપસરપંચની જાહેરમાં થઈ ગોળીમારી હત્યા.

જોડિયા પંથકમાં જૂની અદાવતમાં ખેલાયો ખુની ખેલ: ઉપસરપંચની હત્યા.

જોડિયાના બાલંભમાં જૂની અદાવતમાં ફાયરીંગ કરી એકની હત્યા, એક ઘાયલ.

મૃતકનો ભાઇ નિલેશ માલવીયા ઘાયલ : તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો.

ફાયરીંગના આરોપી અયુબ-અસગરને ઝડપી લેવા પોલીસ તપાસનો ધમધમાટ.

એલસીબી-એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના.

દેશદેવી ન્યૂઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના જોડિયા પંથકના બાલંભા ગામમાં જુની અદાવતમાં ખુની ખેલ ખેલાયા સમાચાર મળ્યા છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, જોડિયા પંથકના બાલંભા ગામના ઉપસરપંચ કાંતિભાઇ માલવીયા ઉપર અયુબ અને અસગર નામના બે વ્યક્તિએ ફાયરીંગ કરી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને શરીરમાં ગોળી ગંભીર રીતે લાગતા તેમનું મૃત્યુ નિપજયું હતું, જયારે કાંતિભાઇની સાથે રહેલા નિલેશભાઇ માલવીયા પણ આ ફાયરીંગ કાંડમાં ઘાયલ થતા તેમને સારવાર અર્થે જામનગર ની જી.જી હોસ્પિટલમાં લઈ આવ્યા છે.

નાના એવા ગામમાં ફાયરીંગકાંડ અને હત્યાના મામલામાં ચકચાર મચી જવા પામી છે.

જયારે આ ચકચાર જનક બનાવની જાણ થતા જામનગર પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને એલસીબી, એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્ક્વોડનો કાફલો ઘટના સ્થળે પહોંચવા અને આરોપીઓને ઝડપી લેવા રવાના થઇ ગયો છે.

સાવધાન..બજારમાં ફરી રહી હોય શકે છે નકલી ‘રેમડેસિવિર’

સાવધાન..બજારમાં ફરી રહી હોય શકે છે નકલી ‘રેમડેસિવિર’

સુરતમાંથી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, 55 હજાર બોટલ મળી, 58 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનિય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી લીધા

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ કરી મહામારી મહાકૌભાંડની જાણકારી આપી: પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો.

ગાંધીનગર : રાજ્ય સહિત દેશભરમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસિવિરની કાળાબજારીના મોટા પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપી છે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે.

આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા.

આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનિય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ઓલપાડમાં તો રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે મોરબીમાં 1 કલાક પહેલા કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં 1117 ઈન્જેક્શન મળી આવ્યા હતા. આમ પોલીસે 55 હજાર જેટલા ઈન્જેક્શન ઝડપી પાડ્યા છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. ત્યારે મોરબી પોલીસે 1 કલાક પહેલા જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈન્જેકશનના જથ્થામાં કાળા બજાર કરવની વિકૃત માનસિકતાથી પૈસા કમાવાની વૃત્તિથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. જેનું સતત મોનીટરીંગ કરતા હતા. આ ઉપરાંત કેટલાક અન્ય ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમદેસિવિરના ભળતાં રેપર લગાવી નકલી ઈન્જેકશનના માધ્યમથી પૈસા કમાવવાનો ધંધો ચાલતો હતો. આ નકલી રેમદેસિવિર માનવ વધ જેવો હીન પ્રયાસ વિકૃત માનસિકતા વાળા લોકો કરી રહ્યા હતા. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. અને પોલીસ પ્રશાસન એ 23 જેટલા ગુનામાં 57 લોકોની ધરપકડ કરી. જેમાં અમદાવાદમાં નકલી રેમડેસિવિર વેચવામાં ઈન્જેકશન ની સીસીપર સ્ટીકર લગાડી વેચાતું હતું જેમાં 8 લોકોની ધરપકડ કરી છે. વડોદરામાં 45 ઈન્જેકશન માટે 8.58 લાખના તેમજ સુરત, રાજકોટ, ભરૂચ, મોરબીમાંથી પણ આ કેસની વિગતો સામે આવી છે. આવા ગુનાહિત તત્વો સામે પ્રિવેશન ઓફ કાલાબજારી એક્ટ, પાસા એક્ટઅને ઈંઙઈ 308 માનવ વધ જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ, 420અને 405, ભેળસેળ અંગેની 274 અને 275 જેવા ગુના લગાડવામાં આવશે. તેમજ ષડયંત્ર રચી લોકોની મજબૂરીનો લાભ લઇ મોતના સોદાગર જેવા લોકો સામે કડકાઇથી સજા કરાશે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા એ જણાવ્યું કે અમદાવાદ અને વડોદરા માં નકલી રેમદેસિવિરના કેસ સામે આવ્યા તે લાઈન પર મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાહુલ લુવાણા તેના વે સાગરિતો સાથે રેમડેસિવિર વેચી રહ્યાની માહિતી મળી હતી. તેમની પાસેથી 40 નગ ઈન્જેકશન અને 2 લાખ કેસ મળી આવ્યા હતા. મોરબીના આ માણસોની પૂછપરછ કરતા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં દરોડા પડતા મહમદ અસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરી પાસેથી 1117 ઈન્જેકશન મળ્યા અને 17 લાખ કેસ મળ્યા પૂછપરછ કરતા બોગસ ઈન્જેકશન હોવાનો પર્દાફાશ થયો હતો. પૂછપરછ કરતા સુરતના કૌશલ વોરાનું નામ સામે આવ્યું. જે અડજનનો રહેવાસી છે તેનો ભાગીદાર પુનિત શાહ જે મુંબઇનો રહેવાસી છે.

ગુજરાતની વધુ એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગમાં 18 મોત અનેક દાજ્યા ન્યાયીક તપાસના આદેશ.

0

ગુજરાતની વધુ એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગમાં 18 મોત અનેક દાજ્યા ન્યાયીક તપાસના આદેશ.

પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ : મુખ્યમંત્રીએ મૃતકોનાં વારસને 4 લાખની સહાય જાહેરાત કરી
ભરૂચ : રાજ્યમાં વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. મૃતકોમાં દર્દી અને સ્ટાફનો સમાવેશ તાય છે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. ગત મધ્યરાત્રિએ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટ અથવા તો ઑક્સીજન લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા આઈસીયુના દર્દી નર્સ સહિત 18 વ્યક્તિનાં કરૂણ મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આઈસીયુમાં વેન્ટિલેટર સહિતનો સામાન જે પ્રકારે બળેલી હાલતમાં જોવા મળે છે તેને જોતા આગની ભયાનકતાનો ચિતાર મળી શકે છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વીટર પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

રાજ્યમાં વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આ દર્દીઓમાં 16 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના વારસને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે.

જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભમાં ઉત્સાહભેર જોડાતા યુવાનો.

જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભ.

18 વર્ષથી 44 વર્ષના યુવાનો માટે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શરૂ કરાયેલ કોરોના રોગ પ્રતિકારક વેક્સિંગ નો પ્રારંભમાં ઉત્સાહભેર જોડાતા યુવાનો.

કામદાર કોલોની ખાતે આવેલ કામદાર આરોગ્ય કેન્દ્રમાં લોકો સોશિયલ distanceની લગાવી લાઇનો 

18 થી 44 વર્ષંના વયજૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે

ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત.
જામનગર આજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તા. 1લી મેથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

જેમાં જામનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ જામનગર જિલ્લામાં આજથી કોવિડ પ્રતિરોધક રસીકરણ અભિયાનના ચોથા તબકકાનો પ્રારંભ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજ ગુજરાતના સ્થાપના દિન નિમીતેે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આજથી 18થી 44 વયજૂથના વેક્સિનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. જે યુવાનોએ ભજ્ઞૂશક્ષ.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જખજ મળશે, અને જખજમાં દર્શાવેલા સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી.

જામનગરમાં યુ.પીના મહંતના પોસ્ટર છાપનાર નાંમાકીત પ્લેઝર કલર લેબના મેનેજર કેતન પટેલની ધરપકડ. 

જામનગરમાં યુ.પીના મહંતના પોસ્ટર છાપનાર પ્લેઝર કલર લેબના મેનેજર ની ધરપકડ. 

કોમી એખલાસ ડહોળવાનો પ્રયાસ કર્યાના ગુનામાં પોલીસની ઉડાણ પુર્વકની તપાસ. 

૨૪૦૦ જેવી મામુલી રકમ કમાવા માટે હિન્દુ સમાજની લાગણીની પરવાહ કર્યા વગર પોસ્ટર છાપનાર પ્લેઝર કલર કલર લેબનો મેનેજર પાંજરે પુરાતા ચારો તરફ ફીટકાર વરસી રહયો છે. 

જામનગર દરબારગઢનામાં પાંચ હાટડી વિસ્તારમાં અમુક ટીંકણખોરે ઉત્તર પ્રદેશના એક મંહત વિરુદ્ધ અણછાજતું લખાણ લખી જાહેરમાં પોસ્ટર ચિપકાવી કોમી ઉશ્કેરણી જનક કૃત્ય કરવા બદલ જામનગર પોલીસે બે સખ્સો સામે ફરીયાદ નોંધી હતી. 

જો કે તપાસ દરમિયાન આ પોસ્ટર શહેરની જાણીતી કલર લેબમાં છપાયા હોવાનું સામે આવતા પોલીસે કલર લેબના મેનેજરને મદદગારીમાં લઇ ધરપકડ કરી હતી. 

જામનગર શહેરના પાંચહાટડી થી ભોયવાડા તરફ જતા રોડ પર ગત તારીખ ૨૦ ના રોજ રાત્રે કોઇ અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીત નું લખાણ લખી નરસિંહાનંદ મહારાજના પોસ્ટરો ચોટાડી પોસ્ટરમાં ગુસ્તાખ કી એક સઝા સર તન સે જુદા તેમજ ફોટાની નીચેના ભાગે હરામ કી પૈદાઇશ ગુસ્તાખ આતંકવાદી નરસિંહા નંદ એમ લખી શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યોની રવિભાઇ વિનોદભાઇ જેઠવાએ સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 153 (ક), 295(ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી-Aના  પીઆઈ એમ. જે જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધર હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજની ખરાઇ કરતા અને આ અંગે સ્થાનિકોની પુછપરછના આધારે તપાસ કરતા આ ઉપરાંત વિડીઓમાં દેખાતા પાંચ સગીર સહીત નવની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ સખ્સોની પૂછપરછમાં સામે આવેલ વિગતો મુજબ આરોપીઓએ શહેરની જાણીતી પ્લેઝર કલર લેબમાં છપાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પીએસઆઈ મોઢવાડિયાએ કલરલેબમાં તપાસ કરી હતી. 

જેમાં મેનેજર કેતન પટેલે રૂપિયા ૨૪૦૦ માં ૩૦૦ કોપી છપી દીધી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે મેનેજર કેતન પટેલની ધરપકડ કરી લોકઅપના દર્શન કરાવ્યા હતા.

ચોહાણ ફળીનો ધીરેન ફલ નિકળ્યો ક્રિકેટનો જુગારી અને દારૂના બુટલેગર.

0

જામનગરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો અને પાંચ નંગ બોટલ સાથે ધીરેન ઉર્ફે માડમ હીમતલાલ ફલ ઝડપાયો.

નવાનગર હાઇસ્કુલ પાસે થી ક્રીકેટનો ડબ્બો પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ.

જામનગર: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના અને એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા-ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી આરોપી તથા પ્રોઠી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ હંશરાજભાઇ વૈષ્ણવ ને મળેલ હકીકત કે જામનગરના નવાનગર હાઇસ્કુલ પાસે સુપર માર્કેટના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર મોબાઇલ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ધીરેન ઉર્ફે માડમ હીમતલાલ ફલને રૂા.5100/ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કેસમાં ભાણુભા નામના શખસને ફરારી દર્શાવેલ છે. ઝડપાયેલ શખસને જામનગર સીટી એ ડીવી પો.સ્ટે સોપી આપેલ છે.

બીજો દરોડામાં સુરેન્દ્રસિંહ ચોહાણને હકીકત મળેલ કે ધીરેન ઉર્ફે માડમ હીમતલાલ ફલ નામનો શખ્સ વાઈટ કલર ના એક્ટિવામાં દારૂની હેરાફેરી કરતો નંગ-પ બોટલ કિ. રૂ. ૨ooo  સાથે રંગે હાથે ઝડપાઇ જતા બોટલ તથા એકટીવા સહિત ર૭ooo ના મુદામાલ સાથે પકડી પાડેલ જયારે દારૂ સપ્લાઇ કરનાર મુનો કોળી રહે.ધુવાવ નાકા શાક માકેર્ટ જામનગર ને ફરારી જાહેર કરેલ આગળનીી કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચરે આરોપીને  પંચકોશી એ ડિવિઝન પો.સ્ટે ખાતે ગુનો રેર્કર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ કરેલ છે.

જામનગરની જયશ્રી ટોકીઝ પાસે જાહેરમાં ક્રિકેટનો જુગાર રમતો ચૌહાણ ફળીનો પ્રશાંત પુરબીયા ઝડપાયો.

0

જામનગરની જયશ્રી ટોકીઝ પાસે જાહેરમાં ક્રિકેટનો જુગાર રમતો ચૌહાણ ફળીનો પ્રશાંત પુરબીયા ઝડપાયો.

જામનગર પેરોલ ફર્લો સ્કોડનો સપાટો.

યશ મોબાઇલ વાળા આર.કે. સહિત અન્ય એક શખસ ફરાર.

જામનગર: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના અને એલ.સી.બી પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા-ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી આરોપી તથા પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ. મેઠુલભાઇ કનુભાઇ ગઢવી ને મળેલ ખાનગી બાતમીના આધારે શહેરના બેડીગેઇટ વિસ્તારમાં જયશ્રી ટોકીઝ પાસે જાહેરમાં મોબાઇલ ઉ5ર ક્રીકેટનો રન-ફેર નો જુગાર રમતા પ્રશાંત પ્રતાપભાઇ ચૌહાણ નામના શખસને રૂા.54.100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ કેસમાં રાજેશભાઇ ગોહીલ (આર. કે) યસ મોબાઇલ વાળા અને રવી રહે હાલ દુબઇને ફરારી દર્શાવવામાં આવેલ છે. ઉપરોકત્ત શખસ પ્રશાંતને જામનગર સીટી એ ડીવી પો.સ્ટે સોપી આપેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા. ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ,એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ કરેલ છે.

સરકારી કર્મચારીઓમાં આનંદો 50 ટકા સ્ટાફ સાથે કામગીરી ઉપરાંત દર શનિ-રવિ રજા રહેશે.

સરકારી કર્મચારીઓમાં આનંદો 50 ટકા સ્ટાફ સાથે કામગીરી ઉપરાંત દર શનિ-રવિ રજા રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના કાળ દરમિયાન પેદા થયેલી સ્થિતીને થ્યાને રાખીને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સરકારી કર્મચારીઓમાં વધી રહેલા સંક્રમણને કાબુમાં લેવા માટે પણ કેટલાક નક્કર પગલા ઉઠાવવામાં આવ્યા હતા.

રાજ્યની સરકારી કચેરીઓમાં તારીખ 15મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં અને અધિકારી- કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.

રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી  50 % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી 50 % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. જેથી સરકારી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારી કર્મચારીઓ માં કોરોના સંક્રમણ પણ ખુબ જ વધી રહ્યું છે જેના કારણે કર્મચારીઓમાં પણ કચેરીએ જવા બાબતે ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય ની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્મણ વધુ ફેલાય નહીં અને અધિકારી કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.