Friday, October 9, 2026
Home Blog Page 385

જામનગરમાં 12મે સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય.

જામનગરમાં 12મે સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો.

કડક નિયંત્રણો સાથે રાજયના વધુ 7 શહેરો સહિત 6 થી 12 મે સુધી 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે

જામનગર: આવતીકાલે રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી હોય ત્યારે રાત્રિ કરફયુ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી જેમાં જામનગર સહિત રાજયના 29 શહેરમાં રાત્રી કરફ્યુ 12મી મે સુધી લંબાવવમાં આવ્યો છે જયારે રાત્રી કરફ્યુમાં વધુ સાત શહેરનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા છે.
આ પહેલા આજે બપોર પહેલા જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ. જૂનાગઢની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી રૂપાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે અઘિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

અઠવાડીયા પહેલા રાજ્ય સરકારે કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે.

ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય.
≠================≠=============
અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો
================≠============
તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.
================≠============
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે* *અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
================≠============
૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
================≠============
ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.
================≠============
નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના
================≠============
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.
================≠============
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
================≠============
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
================≠============
અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
================≠============
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
================≠============
તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
================≠============
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

રાજય સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું : એડવોકેટ એસોસિએશન.

હાઇકોર્ટ સમક્ષ રાજયમાં લોકડાઉન નાંખવા વકિલ એસો.ની પ્રબળ માંગ.

રાજય સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું : એડવોકેટ એસોસિએશન.

રાજયમાં કોરોના પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં સુનાવણી. 

હાઇકોર્ટ સમક્ષ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે, આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ.

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે.

ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિશેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને આરટીપીસીઆર ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ.

એડવોકેટ એસોસિયેશનના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે, રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી.આરટીપીસીઆર રિપોર્ટ માટે 3 થી 4 દિવસ સુધી રાહ જોવી પડે છે. કલેક્ટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો છે. તો બીજી તરફ, 45 વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેક્સીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું તેની પાછળનું કારણ સમજ નથી પડતી. માત્ર પ્રેસનોટ મારફતે લોકોને જાણ કરી દેવામાં આવી છે.

વેક્સીનેશનને લઈને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચતી નથી. ક્યારે મળશે અને કેવી રીતે મળશે તેની માહિતી સરકાર પાસે પણ નથી.

સાથે જ ઓક્સિજનની ઓક્સિજનના જથ્થા વિશે પણ એસોસિયેશને રજૂઆત કરી કે, ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી. 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન બાકી છે, છતાં હાલ તેમને વેક્સિન આપવાની બંધ કરી દેવામાં આવી છે.

તો હાઇકોર્ટ સમક્ષ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બોપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે મળે છે. ધન્વંતરિ રથની કામગીરી માટે જાહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

જામનગરમાં આજે રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન.

જામનગરમાં આજે રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન.

મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલી ઇ-ઉદ્દઘાટન કરાશે.

જામનગર: જામનગરમાં દિન-પ્રતિદીન વધી રહેલા કોરના સંક્રમણને ખાળવા તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે ત્યારે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ પણ સરકારની મદદ આવી છે. જામનગર જીલ્લામાં કાર્યરત એવી વિશ્ર્વની મહાકાય કંપની રિલાયન્સ પણ આ મહામારીમાં મદદ કરવા પાછળ નથી રહી, થોડા દિવસ અગાઉ જ રિલાયન્સ દ્વારા શહેરમાં કોવીડ હોસ્પિટલના નિર્માણની જોહરાત કરી હતી જે આજથી શરૂ થઇ રહી છે.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આજે સાંજે 5.15 કલાકે જામનગર ખાતેની રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, રીલાયન્સ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

જામનગરમાં ભરત અને લલિત નામના શખસ સામે દુકાન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ.

જામનગરમાં બે શખસ સામે દુકાન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ.

 દેશ દેવી ન્યુઝ જામનગર.

કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયા ગામમાં રહેતા ખેડૂત રમેશભાઈ તુલસીભાઈ વાદી ઉંમર વર્ષ 42 દ્વારા સીટી-સી ડિવિઝનમાં જામનગર ની સાધના કોલોની બ્લોક નંબર એમ /3836 માં રહેતા ભરત સવજી વઘાસિયા અને હાલ શ્યામધામ ચોક વિભાગ-1, સુરત ખાતે રહેતા લલિત સવજી વઘાસિયાની વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધેયક 2020 ની જુદી-જુદી કલમ અનુસાર ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રમેશભાઈ ની દુકાન સર્વોદય સોસાયટીમાં પૂર્વ તરફથી પહેલી દુકાન સીટ નંબર 342 જેના સિટી સરવે નંબર 5209 પેકી ના પ્રોપર્ટીકાર્ડ મુજબની 110 ચોરસ ફુટ આશરે કિંમત 700000 વાળી દુકાન આ કામના આરોપીને ઓળખાણ અને સંબંધના નાંતે વાપરવા-ધંધો કરવા માટે ભાડા વગર આપી હતી.

આ દુકાન લલિતભાઈને આપેલ હતી અને તેઓએ આ દુકાન ફરિયાદીની જાણ બહાર આરોપી ભરત વઘાસીયાને કબજો આપી સુરત જતા રહેતા. ફરિયાદીએ દુકાન ખાલી કરવાનું જણાવ્યું હતું દરમિયાનમાં આરોપીઓએ રૂપિયા આપો તો દુકાન ખાલી કરી આપું તેમ કહ્યા દુકાન ખાલી કરતા ન હોય અને ગેરકાયદે કબજો રાખી પૈસા પડાવવાની કોશિશ કરી એકબીજાને મદદગારી કરી હતી.

દરમિયાનમાં રમેશભાઈએ આ મામલે કલેકટર સમક્ષ અરજી કરી હતી અને જે અંગેની તપાસમાં વિગતો બહાર આવતા સીટી-સી ડિવિઝનમાં ભરત અને લલિતની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ શહેર ડીવાયએસપી નિતેશ પાંડે દ્વારા ચલાવવામાં આવી રહી છે.

કલ્યાણપુરની સતવારા પરિણીતાને જામનગર રહેતા પતિ દ્વારા જાન મારી નાખવાની ધમકી.

કલ્યાણપુરમાં સતવારા પરિણીતાને જામનગર રહેતા પતિ દ્વારા જાન મારી નાખવાની ધમકી.

ત્રાસ ગુજારવા સબબ ત્રણ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઇ.

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના સીમ વિસ્તાર ખાતે રહેતા અને ત્રીકમભાઈ કણજારીયાના પુત્રી જસુમતીબેન ઉર્ફે જશુબેન પ્રવીણભાઈ સોનગરા નામના 40 વર્ષીય દ્વારા મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગરના પાણખાણ વિસ્તારમાં ગોકુલનગર ખાતે રહેતા પતિ પ્રવીણભાઈ ભીખાભાઈ સોનગરા દ્વારા “બાળકોને કંઈ કહેવું નહીં”- તેમ કહી, ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણા મારી, બિભત્સ ગાળો કાઢવામાં આવતી હતી.

એટલું જ નહીં, ફરિયાદી જસુમતીબેનના જામનગર ખાતે રહેતા જેઠ કાંતિભાઈ ભીખાભાઈ સોનગરા તથા જેઠાણી ભાવનાબેન કાંતિભાઈ સોનગરા દ્વારા પણ તેણીના પતિને ચઢામણી કરી, ઝઘડો કરી, પતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રાસ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસે ત્રણેય સાસરીયા સામે આઇપીસી કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવે જામનગર સહિત રાજયમાં લોકડાઉન’ કે ‘અનલોકડાઉન’, સાંજે જાહેરાત.

હવે રાજયમાં લોકડાઉન’ કે ‘અનલોકડાઉન’, સાંજે જાહેરાત.

આવતીકાલથી રાત્રિ કરફ્યૂની અવધિ સમાપ્ત.

સરકારની ટાસ્ક ફોર્સના એક સભ્યએ પ રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી

રાજ્યમાં કુલ કેસોનો આંકડો 6,07,422 સુધી પહોંચ્યો.

રાજ્યમાં કોરોનાએ કુલ 7648 લોકોનો ભોગ લીધો
4,52,275 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં.

હાલ ગુજરાતમાં 1,47,499થી વધુ એક્ટિવ કેસ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. જોકે તેમ છતાં હજુ તેનો કહેર ઓછો થયો નથી. હાલ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. એટલું જ નહીં,કેટલાંય શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન છે તેમ છતાંય કોરોનાના કાબૂ બહાર છે. ગુજરાતના ટોચના અખબાર ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારે હવે ગુજરાતભરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વધુને વધુ વકરી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસોનો આંકડો 6,07,422 સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ 7648 લોકોનો ભોગ લીધો છે. 4,52,275 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલમાં ગુજરાતમાં 1,47,499 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. અત્યારે એવી સ્થિતી છેકે, દર્દીઓને હોસ્પિટલમાં પથારી મળી રહી નથી. હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે જેના કારણે દર્દીઓને દાખલ કરાતાં નથી. ખાનગી હોસ્પિટલો જ નહીં, 900 બેડની હોસ્પિટલ,એસવીપી,શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ય નો-બેડના પાટિયા ઝુલી રહ્યાં છે. આ સ્થિતીને કારણે કેટલાંય દર્દીઓ ઘેર જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. શહેરો જ નહીં, ગામડાઓમાં ય કોરોનાની સ્થિતી વધુ બગડી છે.

હવે ડોક્ટરો,વેપારી સંગઠનો,ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ચાલીને ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ઓડિશા,રાજસ્થાન, હરિયાણા,મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તો સંપૂર્ણ લોકડાઉન લદાયુ છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા કરી છે. ટાસ્ક ફોર્સના એક સભ્યએ પણ જણાવ્યું કે,રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી છે. કેમકે, રાત્રિ કરફ્યૂ, સ્વયંભૂ લોકડાઉનના નિયંત્રણો લદાયા પછીય કોરોનાની સ્થિતીમાં કોઇ ફેર પડયો નથી.

ભાજપના ધારાસભ્યો-નેતા અને કાર્યકરોને ગરીબોને અનાજ,ભોજન પુરુ પાડવા સૂચના અપાઇ છે. ગામડાઓમાં કોવિડ કેર પણ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યાં છે. તા.5મીએ રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. સરકારે રાત્રિ કરફ્યૂની અવધિ લંબાવાવવાને બદલે સંપૂર્ણ લોકડાઉન કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.

ઓખા મંડળના ભીમરાણામાં સગીર પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ : ચકચાર

ઓખા મંડળના ભીમરાણામાં સગીર પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા:

મીઠાપુરના ભીમરાણા ગામે 11 વર્ષના બાળક ઉપર શખ્સે મોઢે મુંગો આપી હરણ કરી લઇ જઇ સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચરતાં ચકચાર જાગી છે. મીઠાપુરના 11 વર્ષના સગીર બાળકને ગામમાં જ રહેતો ભાવેશ પરમાર (દેવીપુજક) નામનો શખ્સ ઓળખતો હોઇ ગઇકાલે સગીર ભાવેશના ઘર પાસેથી નિકળતાં તેણે મોઢે આડે મુંગો દઇ પોતાના ઘરમાં લઇ જઇ પલંગ ઉપર સુવડાવી તેમના ઉપર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચરતાં બાળક ગભરાઇ જઇ તમામ સઘડી હકિકત પરિવારને જણાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સગીર બાળકના પિતાની ફરીયાદ પરથી પોલીસે ભાવેશ દેવીપુજક સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે શખ્સ સામે ફીટકાર વરસી રહયો છે.

હવાઈ ચોકના ભાનુશાળી વાડમાં વકીલ પર બે શખ્સનો ધોકા પાઇપ વડે હુમલો. 

હવાઈચોકના ભાનુશાળી વાડમાં વકીલ પર બે શખ્સનો ધોકા પાઇપ વડે હુમલો. 

ભાનુશાળી વાડમાં વકીલ પર થઈ ધોકાવારી.

જામનગરના હવાઈ ચોક ભાનુશાળી વાડ શેરી નંબર-૧ મા રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા પંકજ અરવિંદભાઈ લહેરું એ ગઈકાલ સીટી એ ડિવિઝનમાં અજય ઉર્ફે લાલો ભરત કનખરા અને ગોપાલ ભરત કનખરા રહે બંને ભાનુશાળી વાડની સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર ના હવાઈ ચોક માં આવેલ ભાનુશાળી વાડ શેરી નંબર એકમાં માતૃ કૃપા નામના મકાનમાં વસવાટ કરતા  અને એડવોકેટ તરીકે વ્યવસાય કરતા પંકજ ભાઈ અરવિંદભાઈ લહેરુ શનિવારે રાત્રે દસ વાગ્યે પોતાના ઘરના દરવાજે સાળા તથા પિતા સાથે ઉભા રહી વાતો કરતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા અજય ભરતભાઈ કનખરા ઉર્ફે લાલો ગોપાલ ભરતભાઈ કનખરા નામના બે શખ્સે ઘોકા તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો.

આ વેળાએ અરવિંદભાઈ તથા પંકજભાઈ ના સાળાએ વરચે પડી તેઓને બચાવ્યા હતા બાદમાં હુમલાખોરો કેમ છે મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

બંને હુમલાખોર સામે દોઢ વર્ષ પહેલા અન્ય એક યુવાન પર હુમલો કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીને બાર એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું તેનો ખાર રાખી એડવોકેટ પંકજ નેહરુ ઉપર હુમલો થયો હતો તેમ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સીટી એ ડીવીઝનએ પંકજભાઈ ની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કોરોનામાં રૂપિયા કાઇ કામ નથી આવતા ભાઇ.. કહી….બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો થયો વાયરલ.

કોરોનામાં રૂપિયા કાઇ કામ નથી આવતા ભાઇ.. કહી….બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો થયો વાયરલ.

ભરૂચ: કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો.

આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.

આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. ’કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.

આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ સજ્જ, જનપ્રતિનિધિઓ જનતાની પડખે -મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

આરોગ્યકર્મીઓની રાત દિવસની અવિરત સેવાને બિરદાવતા રાજ્યમંત્રીશ્રી.

રાજ્યમંત્રીશ્રીએ જિલ્લા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી.

જામનગર તા. ૩ મે, આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મંત્રીશ્રીએ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ૮ કલાકના સ્થાને આપ સૌ હાલ ૧૨ કલાકથી વધુ ફરજ બજાવો છો, આપના પરિવારને મુકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનિય છે.

આ તકે, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન મહામારીનો બીજો તબક્કો આપણે ધાર્યો હતો તેના કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણની ગતિ વધુ છે. આ સમયે જરૂરી છે કે, તમામે તમામ લોકો એ બાબતની પૂરી તકેદારી રાખે કે સંક્રમણ આગળ વધે નહીં. આ સાથે જ મંત્રીશ્રીએ હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સતત સંપર્કમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવીર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથે જ મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી કે, વર્તમાન મહામારીમાં અમે જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની પડખે ઊભા રહ્યા છીએ અને ઊભા રહીશું, લોકો જરા પણ ડરે નહીં. જામનગર ખાતે વ્યવસ્થામાં કોઈ ઉણપ આવશે નહીં પરંતુ સાથે જ જરૂરી છે કે, લોકો જાગૃત રહે અમને- તંત્રને સાથ આપે અને મહામારીને રોકવા માટે જે તકેદારીઓ સૂચવવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન કરે. હાલ ઓક્સિજનનો જથ્થો પુરતો મળી રહ્યો હોવા છતાં ૨૪ કલાકમાં મૃત્યુ દર ઘટાડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ આ બીમારીના છેલ્લા સ્ટેજમાં એટલે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ થયા બાદ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ સમયે જામનગરના તમામ લોકોને ખાસ અનુરોધ છે કે, જો આપને જરાપણ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક અસરથી તબીબનો સંપર્ક કરો અન્ય લોકોથી અંતર રાખો અને પોતાની સામાજિક જવાબદારીને પૂર્ણપણે નિભાવો….
તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા રાતદિવસ તમામ વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,પરંતુ જો જનતા જનાર્દનનો સાથ નહિ હોય તો આ મહામારી સામેના જંગમાં આપણે જીતી શકીશું નહીં. આ માટે તમામ લોકો હિંમત રાખી જરા પણ ડરે નહીં. તકેદારીથી આ મહામારી સામે લડત આપશે તો આપણી જીત થશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને આ મહામારી સામેના જંગમાં સહયોગ આપવા અને નજીકના ભવિષ્યમાં આ મહામારીને માત આપવા આશા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે આ સમયે જે લોકો મૃતદેહને ઘરે લઈ જાય તે કિટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજ્યમંત્રીશ્રીએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે. હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, પરંતુ આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે.

આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, નાયબ કલેક્ટરશ્રી ઉપાધ્યાય, પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર, ડીનશ્રી નંદીની દેસાઇ, સુપ્રિટેંડન્ટ શ્રી ડો.તિવારી, કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી, એડિશનલ સુપ્રિટેંડન્ટ શ્રી ડો.વસાવડા વગેરે અધિકારી ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.