Friday, October 9, 2026
Home Blog Page 384

જામનગરની સ્વામીનારાયણ હોસ્પિટલનું રેમડેસિવિર કૌભાંડ.! મૃતકના દર્દીના નામે મંગાવામાં આવતા ઇન્જેક્શન.

જાણો સ્વામીનારાયણ હોસ્પિટલનું રેમડેસિવિર કૌભાંડ.!

સ્વામિનારાયણ  કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ અંગે પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા ગુરુવારે સાંજથી મોડી રાત સુધી કર્યું ચેકિંગ. 

મૃતક દર્દીના નામે સતત ત્રણ દિવસ રેમડેસિવિર ઇન્જેક્શન માંગ્યા. 

જામનગર એરપોર્ટ પાસે આવેલ સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલમાં મૃતક અને ડીસ્ચાર્જ દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતા હોવાનો ભાંડાફોડ થતા સનસનાટી મચી જવા પામી છે 

ગુરુવારે સાંજે પ્રાંત અધિકારી આસ્થા બેન ડાંગરે ઓચિંતું ઇન્સપેકસન હાથ ધર્યું હતું તો ત્યાથી રર  રેમડેસિવિર નો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે નિયમ અનુસાર કાર્યવાહી કરવા જામનગર મહાનગર પાલિકાને જાણ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ હોસ્પિટલ માં બે દિવસ પહેલા રેન્ડમ ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું નામ હજુ કરી મૃતક વ્યક્તિના નામે રેમડેસિવિર ઇન્જેકશનની ઇન્ડેન્ટ કરવામાં આવી હતી. પ્રશાસનને લાગ્યું કે કદાચ એક દિવસ ભૂલ થઈ હશે. પરંતુ આ સિલસિલો સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા ગુરુવારે સાંજે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગંભીર બાબત તો એ છે કે જે દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે એમના નામે પણ હજુ ઇન્ડેન્ટ માંગવામાં આવે છે.

વાત અહીંથી અટકતી નથી પણ હોસ્પિટલે કરેલ ઇલેક્ટ્રોનિક પત્ર વ્યવહારમાં જાણવા મળ્યું કે હોસ્પિટલ પાસે ૨૨. રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો પડયો છે.

સ્વામિનારાયણ હોસ્પિટલ માં સતત ત્રણ-ચાર કલાક ચાલેલ ચેકિંગમાં ગેરરીતિ સામે આવતા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે જામનગર મહાનગરપાલિકા ને હોસ્પિટલ સામે પગલાં લેવા સુચના આપવામાં આવી છે.

મહામારીમાં જામનગર એન.એસ.યુ.આઇ.અને યુવક કોંગ્રેસનો સેવાયજ્ઞ.

મહામારીમાં જામનગર એન.એસ.યુ.આઇ.અને યુવક કોંગ્રેસનો સેવાયજ્ઞ.

કોરોના દર્દીઓ માટે વિનામૂલ્યે ઓકિસજન સિલિન્ડરના ફલો મીટરનું વિતરણ.

‘હોમ કોરોન્ટાઇન’ દર્દીને પણ આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અત્યાર સુધી 178 વ્યક્તિઓને ઓક્સિજન ફ્લોમિટર પોહચાડાયા.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

હાલ કોરોનાએ જામનગર શહેરમાં પોતાનું બિહામણું અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જામનગરમાં પોતાની સરવાર માટે આવી રહ્યા છે.ત્યારે કોરોનાના દર્દીઓ માટે ઓકિસજન સિલિન્ડર અને તેના ફલો મિટરની ખાસ જરૂરિયાત પડતી હોય છે.

હાલના સમયમાં ઓકિસજનની માંગ ખુબ મોટાં પ્રમાણમાં વધી છે. ત્યારે જામનગર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા કોરોના દર્દીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે જેમાં ઓક્સિજન ફલોમિટર વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

જામનગર શહેરમાં છેલ્લા 6 દિવસ થી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરી એવા ફ્લોમીટર(વાલ્વ)ની જરૂરતમંદ લોકો સુધી વિના મૂલ્યે પહોંચાડવાની સેવા કરવામાં આવી રહી છે અને વ્યવસ્થા લોકો માટે ચાલુ જ છે. જે વ્યક્તિ ઘરે કોરોન્ટાઇન હોઈ તેમને ફ્લોમિટર ની જરૂર હોય તેઓએ (પરત આપવા ની શરતે) નીચે દર્શાવેલ નામ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અત્યાર સુધી 178 વ્યક્તિઓને ઓક્સિજન ફ્લોમિટર પોહચાડવામાં આવ્યા છે.

ડો તોસિફખાન પઠાણ- પ્રમુખ, યુવક કોંગ્રેસ જામનગર : 88660 55555
શક્તિસિંહ જેઠવા- મંત્રી,યુવક કોંગ્રેસ ગુજરાત: 93268 11111
માહિપાલસિંહ જાડેજા-પ્રમુખ,એન.એસ.યુ.આઇ. જામનગર : 95585 49999
રવીરાજસિંહ ગોહિલ- ઉપપ્રમુખ,યુવક કોંગ્રેસ જામનગર: 8140409854

જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ-માંગણી કરતા યુવાનને ઝડપી પાડતી બોટાદ LCB.

જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ-માંગણી કરતા યુવાનને ઝડપી પાડતી  બોટાદ LCB.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

બોટાદ એલસીબી પોલીસે એક યુવકની અટકાયત કરી છે. આ યુવકે જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને હેરાન કરતો હતો. યુવક પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને વોટ્સએપના માધ્યમથી બીભત્સ મેસેજ કરીને પરેશાન કરતો હતો. આ મામલે પોલીસે મહિલાઓને પરેશાન કરનાર ઇસમની ધરપકડ કરીને બોટાદનો એક તથા રાજકોટ સિટી ક્રાઈમના ત્રણ એમ કુલ ચાર ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બોટાદ તથા ગઢડા ખાતેના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતેના મહિલા કાઉન્સેલરોને મોબાઇલના વોટ્સઅપ એપ્લિકેશન મારફતે એક શખ્સ બીભત્સ મેસેજ કરતો હતો અને બીભત્સ માંગણી કરતો હતો. આ ઉપરાંત વ્યક્તિ ગંદી ગાળો લખીને મોકલતો હતો. આ મામલે બોટાદ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.

આ ગુનાની ગંભારતાને ધ્યાનમાં રાખીને બોટાદના LCB પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામીએ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી ટેક્નિકલ સેલની મદદ લીધી હતી. વોટ્સએપ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાયેલા નંબરોની ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ વિગતો મેળવતા આ ગુના સંદર્ભે બોટાદ ખાતે રહેતા મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા (ઉં.વ. 20)ની ધરપકડ કરી છે. મહેશ મૂળ રાણપુર તાલુકાના બુબાવાવ ગામનો રહેવાશી છે.

યુવકની પૂછપરછ કરતા તેણે ગુનાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે યુવક પાસેથી જુદી જુદી કંપનીના સીમકાર્ડ તથા મોબાઇલ નંગ-04 કિંમત 10,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે યુવકની આગવે ઢબે પૂછપરછ કરતા બોટાદ અને ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલરો સિવાય ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના આશરે 40 જેટલા મહિલા કાઉન્સેલરોને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરી હોવાનું સ્વીકાર્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળીયામાં આહીર યુવાનની ઘાતકી હત્યાથી ચકચાર.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળીયામાં આહીર યુવાનની ઘાતકી હત્યાથી ચકચાર.

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રીના સમયે એક આહીર યુવાનની કરપીણ હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. આ સંદર્ભે પોલીસ કાફલા એ ઘટનાસ્થળે દોડી જઈ હત્યારાઓની શોધખોળ આદરી છે.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે એક વાળી વિસ્તારમાં રહેતા છગન દેવાભાઇ વરુ નામના આશરે 35 વર્ષના એક યુવાનનો લોહી નીતરતો મૃતદેહ સાંપડયો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને જાણ કરાતા તેઓ પણ આ સ્થળે પહોંચી ગયા હતા

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક છગનભાઈના માથામાં લોખંડના કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે બેફામ માર મારી, તેની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. જે હથિયાર ઘટનાસ્થળેથી મળી આવ્યાનું પણ જાણવા મળેલ છે.

આ સમગ્ર બનાવ અંગે એફએસએલ તથા ડોગ સ્કવોર્ડ નિષ્ણાતોની સેવાઓ લઈ અને તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. મૃતક છગનભાઈ વરુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ફફડાટ : વન વિભાગના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ.

સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ફફડાટ : વન વિભાગના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ.

ગાંધીનગર : હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી પ્રાણીપ્રેમીઓ સતર્ક બન્યા છે. ત્યારે આ મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહોનું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

સિંહોનાં કેર ટેકર્સ, જંગલ ટ્રેકર અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ કરવામા આવશે. જરૂર ન હોય ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

દેશમાં પહેલીવાર એવુ બન્યું છે કે, પ્રાણીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય. હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલમાં એકસાથે 8 સિંહો કોરોના સંક્રમિત થયા હોય. 29 એપ્રિલના રોજ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડર મોલેક્યુલર બાયોલોજીએ નહેરુ ઝુઓલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટમાં 8 સિંહો પોઝિટિવ થયા છે.

જામનગર એલસીબીનો સપાટો : પટેલ કોલોની શેરી નંબર 7-8 રાજપથ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો : પાંચ ઝડપાયા, બે ફરાર.

જામનગર એલસીબીનો સપાટો : પટેલ કોલોની શેરી નંબર 7-8 રાજપથ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો : પાંચ ઝડપાયા, બે ફરાર.

રોકડ રૂા.29.500, બે બાઇક અને પાંચ મોબાઇલ મળી રૂા.1.5 લાખનો મુદ્દામાલ જપ્ત

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. કે.જી. ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા  પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયસિહ ઝાલા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા પટેલ કોલોની શેરી નંબર 7 – 8 વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં  આરોપી સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબારના રહેણાંક ફલેટમાં ચાલી રહેલા જુગાર ઉપર પોલીસે દરોડા પાડ્યો હતો, આ જુગારના દરોડામાં રોકડ રૂા. 29.500/-, બે મો.સા. કિ. રૂ. 60,000/- તથા પાચ મોબાઇલ ફોન કિ.રૂ. 16000/- તથા ગંજીપતાના પાના મળી કુલ રૂા.1.5 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

જયારે જુગાર રમી રહેલા
(1) સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબાર રહે. પટેલ કોલોની શેરી નંબર 7-8, રાજપથ એપાર્ટમેન્ટ જામનગર.
(ર) પ્રતાપસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. નવાગામધેડ, બાપુનગર શેરી નંબર-4, દવાખાના પાસે, જામનગર.
(3) મુકેશભાઇ મંગલદાસ મોદી રહે. પટેલ કોલોની શેરી નંબર-2, રોડ નંબર-ર, જામનગર
(4) દિનેશભાઇ શરદભાઇ શીંગાળા રહે. નવાગામધેડ, ગોપાલચોક, જામનગર
(5) રમેશભાઇ નાનજીભાઇ ડાભી રહે. પટેલ કોલોની શેરી નંબર-9 ના છેડે શાંતીનગર શેરી નંબર-ર જામનગર ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે
(1) હરપાલસિંહ જાડેજા રહે. નવાઞામધેડ, જામનગર
(2) સાગરભાઇ રાઠોડ કોળી રહે. નવાગામધેડ, ખડખડનગર જામનગર
બે શખસ ફરાર થવામાં સફળ થયા હતા જેને ઝડપી લેવા પોલીસ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી. શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા, રઘ્યુભા પરમાર. ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંફ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

રાજકોટનો અજીબો કિસ્સો, મસાણેથી મડદુ આવ્યું પાછું.!

રાજકોટનો અજીબો કિસ્સો, મસાણેથી મડદુ પાછુ આવ્યું!

પોતાના સ્વજનમાં જીવ હોય તેવો ભાસ થતા સ્મશાનેથી મૃતદેહને પરત હોસ્પિટલે લવાયો, ફરી તબીબોએ ફરી વખત મૃત જાહેર કર્યા.

રાજકોટ: રાજકોટમાં એક અજીક કિસ્સા સામે આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી જીવિત હોવાનો ભ્રમ થયા બાદ સ્વજનો તેને સ્મશાનથી હોસ્પિટલ પરત લાવ્યા હતા. અહીં તપાસ બાદ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ફરી વખત મૃત જાહેર કર્યો. જે બાદમાં ફરીથી મૃતકની ડેડબોડીને અંતિમવિધિ માટે મોટા મોવા સ્મશાન ખાતે મોકલી આપવામાં આવી હતી. ડોક્ટરે બીજી વખતે મૃત જાહેર કરતા જ પરિવારમાં પોતાનું સ્વજન જીવિત હોવાની જે આશા જન્મી હતી તે ફરીથી મરી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલનાં કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે કોરોના સંક્રમિત રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 43 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા-સંબંધીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને અંતિમવિધિ માટે રામનાથપરા મુક્તિધામ ખાતે મોકલવામાં આવ્યો હતો.

દરમિયાન રામનાથપરા મુક્તિધામ ખાતે મૃતકનાં સગા-સંબંધીઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે પરિવારજનોને મૃતક વ્યક્તિ જીવિત હોવાનો ભ્રમ થતાં તેના મૃતદેહને ફરી પાછો સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

આ સમયે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃતકનાં મૃતદેહને તપાસી તેને ફરી એક વખત મરણ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાની જાણ થતા ડોક્ટર કિયાડા સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

આ સમયે મૃતકના સ્વજનોને તબીબોએ જણાવ્યું હતું કે, આ રીગોર મોર્ટીસે પોસ્ટમર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારને કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાઈ આવતી જોવા મળે છે. જેના કારણે પરિવારજનોને પોતાનું મૃત્યુ પામેલ સ્વજન જીવિત હોવાનો ભ્રમ થાય છે.

દરમિયાન મૃતદેહને ફરી વખત અંતિમવિધિ માટે સ્મશાને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ રામનાથપરા મુક્તિધામની જગ્યાએ મૃતદેહની અંતિમવિધિ મોટા મોવા સ્મશાન ખાતે થઈ હતી.

ખંભાળિયા પંથકમાં વધુ એક સાયબર ક્રાઇમ: સોશ્યલ મીડિયમાં ફેંક આઈ.ડી. બનાવી બદનામ કરનાર શખસ સામે ફરિયાદ.

ખંભાળિયા પંથકમાં વધુ એક સાયબર ક્રાઇમ: સોશ્યલ મીડિયમાં ફેંક આઈ.ડી. બનાવી બદનામ કરનાર શખસ સામે ફરિયાદ.

ખંભાળિયા: ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શિરેશ્વર નગર ખાતે રહેતા કલ્પેશ પરાગભાઈ કણજારીયા નામના 20 વર્ષીય યુવાને અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા પ્રફુલ રાજેશભાઈ નકુમ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ચોક્કસ આઈડી મારફતે બદનામ કરવાનું કૃત્ય કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી કલ્પેશ દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી પ્રફુલ કે જે ચોક્કસ નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતો હોય, તેણે પોતાની ઓળખ છુપાવીને અલગ નામથી ફરિયાદીના એકાઉન્ટ જેવા ભળતા નામથી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અને આ એકાઉન્ટ દ્વારા તેમને બદનામ કરવાના ઈરાદાથી ફરિયાદી તથા અન્ય પરિવારજનોના એકાઉન્ટમાં જેમ ફાવે તેમ બિભત્સ ગાળોના મેસેજ મોકલ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયાના પી.આઈ. વી.વી.વાગડિયા દ્વારા આરોપી અંગેની ચોક્કસ કડીઓ મેળવી અને આઈ.પી.સી. કલમ 501, 504 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં જૂની અદાવતમાં 3 શખસ પર હુમલો: 7 સુમરા શખ્સ સામે ફરિયાદ

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં જૂની અદાવતમાં 3 શખસ પર હુમલો : 7 સુમરા શખ્સ સામે ફરિયાદ

જામનગર : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં જુના મનદુ:ખ ના કારણે બે જૂથ વચ્ચે તકરાર થયા પછી ત્રણ યુવાનો પર તલવાર -છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જે હુમલા અંગે સાત શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી જૂના આવાસ બ્લોક નંબર 46/1 માં રહેતા ઈકબાલભાઈ સમા નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર સાહિલ તથા અન્ય એક યુવાન પર તલવાર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સદામ સુમરા, સલીમ સુમરા, ઈમ્તિયાઝ ઉર્ફે સમીર, અબ્દુલ કરીમ સુમરા, અફઝલ ઉર્ફે ટીડો, નોસાદ ઉર્ફે જોકર, અને આબિદ વાઘેર વગેરે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી સમીર અને સાહિલ વગેરે આવાસ કોલોની વિસ્તારમાં પોતાના ઘર નજીક બેઠા હતા, જે દરમિયાન તમામ આરોપીઓએ હથિયાર સાથે આવી જૂની અદાવતનું મનદુખ રાખી ને હિચકારો હુમલો કરી દીધો હતો.

જેમાં ત્રણેયને નાની-મોટી ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે સાતેય આરોપીઓ સામે હુમલા અને રાયોટીંગનો ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.

પાઇપ ફટકારતી લફરાબાજ પત્ની, પટ્ટેથી મારતા સંતાનોથી કંટાળી મિસ્ત્રીએ કર્યો આપઘાત : લખી ચાર પાનાની સ્યુસાઇટ નોટ

લફરાબાજ પત્નીના આડાસંબંધનો ભોગ બનતો પતિ.

રાજકોટના મિસ્ત્રીએ અસહ્ય ત્રાસથી ટ્રેન હેઠળ ઝંપલાવ્યું: લખી ચાર પાનાની સ્યુસાઇડ નોટ અને કહ્યું બધાને સજા કરજો.

કમિશનરને સંબોધીને સ્યુસાઇટ નોટ લખી પ્રોઢનો આપઘાત.

પત્નીના આડાસંબંધ અને પુત્રોના મારથી કંટાળી ગયો છું મને ન્યાય આપજો.

મંગળવારે સવારે ટ્રેન હેઠળ પડતું મુકી એક પ્રોઢે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી તપાસ દરમિયાન પોલીસને મૃતક પાસેથી ચાર પેઇજ ની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપઘાત કરનાર મવડી વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો કોન્ટ્રાકટ રાખતા જયસુખભાઇ લક્ષ્મણભાઈ વડોદરિયા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્યુસાઇટ નોટ પોલીસ કમિશનરને સંબોધીને લખવામાં આવી હતી જેમાં લખ્યું છે કે મારી પત્ની જયશ્રી ને ગોકુલ્પરા ના મેરુ ફાંગલીયા સાથે આડા સંબંધ છે જેથી પત્ની મેરુ સાથે મળી બાપદાદાનું મકાન રૂ.૧.૮૦ લાખમાં પડાવી લીધુ છે એટલું જ નહીં મારા બંને પુત્ર સુમિત અને વિરમ કોઈ કારણ વગર ઢોર માર મારતા હતા.

પત્ની અને પુત્ર બે પુત્રોએ છેલ્લા બે દિવસથી રૂમમાં બંધ કરી પ્લાસ્ટિક ના પાઇપ અને પટ્ટાથી બેફામ માર માર્યો છે જેમાં મારમાં મારા છ જેટલા દાંત પડી ગયા છે અને પોતાને પાંચ દિવસથી ખાવાનું પણ આપ્યું નથી આમ તેના ત્રાસથી કંટાળી ગયો છું એટલે આપઘાત કરવા જઈ રહ્યો છું મારા આપઘાત પાછળ મારી પત્ની જયશ્રી અને બે પુત્ર સુમીત અને વિરમ જવાબદાર છે.

મારો કેસ ઈમાનદાર પોલીસને અધિકારીને સોંપી પત્ની જયશ્રી ને કડક સજા કરાવજો અને બંને પુત્રોને ટુકડા કરી સરઘસ કાઢી સજા અપાવજો મારુ પોસ્ટમોર્ટમ કરાવું છું એટલે ખ્યાલ આવશે કે મને કેટલો માર મારેલ છે.

હવે મેરુ સાથે જિંદગી કાળજે તને મેરુ બહુ ગમતો હતો ને.

જયસુખભાઇએ વેદનાથી લખેલ સ્યુસાઇટ નોટમાં પત્ની જય શ્રી ને સંબોધીને લખ્યું હતું કે તે મારી વાત માની હોત તો હું આજે આ પગલું ન ભરત તું આઝાદ છે હવે મેરુ સાથે જિંદગી કાઢજે એ તારો જાનુ છે. મારો મોબાઇલ મારી ભત્રીજી ને નીલમને આપવો અને મારી બાઈક મારા ભત્રીજા અમી ને આપી દેજો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.