Friday, October 9, 2026
Home Blog Page 409

હર્ષિત ઝાખરીયા સહીત  ર  સામે ફરીયાદ દ્વારકાના પ્રોઢ ને મળી ધમકી: પૈસા નહીં આપો તો બદનામ કરીશ

0

દ્વારકાના હષિત ઝાખરીયા સહીત- ર સામે ફરીયાદ

દ્વારકાના પ્રોઢ ને મળી ધમકી:
પૈસા નહીં આપો તો બદનામ કરીશ

પૈસા કમાવા નો નવો કીમિયો

દ્વારકાના પ્રૌઢને બ્લેક મેઇલિંગ કરી પૈસા પડાવામા મામલે બે શખ્સ સામે ફરીયાદ નોંધાવાઈ છે. વર્તમાન પત્રમાં ખોટા સમાચાર છાપીને ધમકી આપી રૂ.૧:૯૦ લાખની માંગણી કરી હોવા અંગે હષિત ઝાંખરીયા અને ઇબ્રાહિમ ઉર્ફે  ગફાર બાપુ ઈલિયાસ  કુરેશી સામે  બુધવારે  પોલીસે ગુનો નોંધ્યો છે આ પ્રકરણમાં એસ.પી થી માંડીને રેન્જ આઇજી સુધી ફરિયાદ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં રહેતા ભાગવત પ્રસાદ પાઢ પાસે પૈસા કઢાવવાના ઇરાદે કોઈ ટ્રસ્ટ કે અને જમીનનો વેચેલ હોવા છતાં કે ખોટા દસ્તાવેજ નો બનાવેલ હોવા નું જાણતા છતાં તેને બદનામી થાય તે માટે બદનક્ષીકાર ખોટા સમાચાર વર્તમાન પત્રમાં છાપી ધમકી આપી રૂપિયા ૧.૯૦ લાખ કઢાવી લેવા માંગણી કર્યા ની પોલીસ મથકમાં હર્ષિત ઝાખરીયા અને ઈબ્રાહીમ  ઉર્ફે ઈલિયાસ બાપુ કુરેશી વિરુદ્ધ ફરિયાદ આવી છે.

૪૦ ફૂટની ઉંચાઈથી પડેલ બાળક નોં ચમત્કારિક બચાવ.

0

૪૦ ફૂટની ઉંચાઈથી પડેલ બાળક નોં ચમત્કારિક બચાવ.

जाको राखे साईया मार सके ना कोई
આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે.

જામનગર શહેરના રામેશ્વરનગર પાછળ આવેલ વિનાયક પાર્ક શેરી નંબર – ૪  ખાતે રહેતા સૂર્યદીપ સિહ વાઢેરના નામનો ૧૧ વર્ષનો બાળક પોતાના ઘરે છત પર પતંગ ઉડાડતી વેળાયે  ૪૦ ફૂટની ઉંચાઈથી પગ લપસતા નીચે પડી જતા આકસ્મિક બચાવ થયો છે.

જામનગર શહેરના રામેશ્વર નગર  વિનાયક પાર્ક  શેરી નંબર 4 ખાતે વિચિત્ર બનાવ પ્રકાશમાં આવેલ ગોંડલ એસ.આર.પી ખાતે  ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ વાઢેર નો ૧૧ વર્ષનો પુત્ર પતંગ ઉડાડતી વખતે પગ લપસતા ૪૦ ફુટની ઉચાઈએથી નીચે પટકાતા પહેલા માળની બારીના રવેશ માં અટકાઈ જતા ચમત્કારિક બચાઉ થયેલ આજુબાજુ ના પડોશ ની મદદથી બાળકને હેમખેમ નીચે ઉતારી સારવાર અર્થ જી.જી હોસ્પિટલ ખાતે ખસેડલ હાલ ફરજ પરના ડો.નાજણાવ્યા મુજબ બાળક ભયમુક્ત છે.

ખંભાળીયા ખાતે શિક્ષકને માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના બનાવમાં પોલિસ કર્મચારીને 2 વર્ષની કેદની સજા તથા રૂ.૧૫૦૦નો દંડ ફટકારતી કોર્ટ

0

*ખંભાળિયા*

*ખંભાળીયા ખાતે શિક્ષકને માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના બનાવમાં 2 વર્ષની કેદની સજા તથા રૂ.૧૫૦૦નો દંડ ફટકારતી કોર્ટ*

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા ખાતે વર્ષ 2019માં ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ પાસે ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ આરોપી નિલેશ સુકાભાઇ ગોજીયા, પો.કો. ખંભાળીયા પોલીસ સ્‍ટેશન તથા ભીમશી મુરૂભાઇ ગોજીયા, પો.કો.ખંભાળીયા પોલીસ સ્‍ટેશનનાઓએ આ કામના ફરિયાદી અને વડત્રા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્નિનભાઇ મોહનભાઇ જોશીને ઉપરોકત પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારી, બળજબરીપૂર્વક રૂ.૧૦,૦૦૦ પડાવી લેવા બાબતની થયેલ ફરિયાદ અંગેનો કેસ અત્રેની ચીફ જયુડીશ્યલ મેજીસ્‍ટ્રેટ કોર્ટ,(શ્રી ડી.જે.પરમાર સાહેબની કોર્ટ ખંભાળીયા)માં ચાલી જતાં, નામ. કોર્ટે ઉપરોકત બન્‍ને આરોપી પોલીસ કર્મચારીઓને ઇ.પી.કો.કલમ 387 અને 114ના ગુનામાં તકસીરવાન ઠરાવી પ્રત્‍યેક આરોપીને 2 વર્ષની સાદી કેદ તથા રૂ.1500/-નો દંડ કરવામાં આવેલ છે.                                   

જામનગર સહિત છ મહાનગરપાલીકાના મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

0

જામનગર માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અને બીજા અઢી વર્ષ માટે એસસી જાહેર

છ કોર્પોરેશનના મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

પ્રથમ અઢી અને બાકીના અઢી વર્ષ માટે રિઝર્વેશન
અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ એસસી મેયર
બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામચ
બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ
બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ
બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત
બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસ
જામનગર માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત
બીજા અઢી વર્ષ માટે એસસી

દેવભૂમિ દ્વારકામાં સંધ પ્રચારક હરીભાઇ આધુનિક નું નિધન : સાંસદે આપી શ્રદ્ધાંજલિ

દેવભૂમિ દ્વારકામાં હરીભાઇ આધુનિક નુ અવસાન થતા શ્રદ્ધાંજલિ-પુષ્પાંજલિ પાઠવતા સંસદસભ્ય પુનમબેન માડમ-અંતિમ દર્શન કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૦ ફેબ્રુઆરી ૨૧ શ્રી કૃષ્ણ કર્મભૂમિ દ્વારકાના,ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ , સંનિષ્ઠ અને પ્રેરક કાર્યકર્તા, સંઘના પ્રચારક , આજીવન સેવા અને સાદગીના ભેખધારી,ધર્મ અને સંસ્કૃતિના પથદર્શક શ્રી હરિભાઇ આધુનિક ( હરિબાપા) ના નિધનથી સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમએ ઘેરો શોક અનુભવ્યો છે

આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રાર્થના કરી હતી કે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને દિવ્ય ગતિ અને સ્વજનો-સમર્થકો ને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે આજીવન સેવાના ભેખધારી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને સંનિષ્ઠ કર્યકર્તા હરિભાઇ આધુનિક ( હરિદાદા) નુ દુખદ નિધન થતા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ, સદગતના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

WHOની તપાસમાં ખુલાસો, ચીનના વુહાનમાંથી જ આખી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ

0

કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને સાબિતી મળી

નવી દિલ્હી : કોરોના વાયરસક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે કહ્યું કે તપાસ દળને એ વાતની પાકી સાબિતી મળી છે કે ચીનના વુહાન હુઆનન માર્કેટમાંથી જ વાયરસ દુનિયામાં ફેલાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના બેન એમ્બાર્કે કહ્યું કે ટીમને ડિસેમ્બર 2019 પહેલા વુહાન કે કોઈ બીજા સ્થળે કોરોના વાયરસ સંક્રમણની કોઈ સાબિતી મળી નથી પણ તપાસ દળને ડિસેમ્બર 2019માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયો તેની સાબિતી મળી છે.
બેન એમ્બાર્કે કહ્યું કે હાલમાં વુહાન ઇન્વેસ્ટિગેશને ઘણી બધી જાણકારીઓનો ખુલાસો કર્યો છે. જોકે વાયરસ સંક્રમણના કારણે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈ નાટકીય ફેરફાર આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તેની માહિતી મેળવવા માટે ઠઇંઘની 14 સભ્યોની ટીમ ચીનના વુહાનમાં ગઈ હતી. ચીનના વુહાનમાં નવેમ્બર 2019માં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
ઠઇંઘની ટીમના સભ્ય અને ન્યૂયોર્કથી સંબંધ રાખનાર જંતુ વિજ્ઞાની પીટર દાસ્જાકે કહ્યું કે તપાસ દળને મહામારી ફેલવામાં વુહાન સી ફૂડ માર્કેટની ભૂમિકા વિશે મહત્વની સાબિતી હાથ લાગી છે. પીટરના મતે 14 સભ્યોની ઠઇંઘ ટીમે ચીનના વિશેષજ્ઞો સાથે મળીને કામ કર્યું અને વુહાનના મહત્વપૂર્ણ હોટ સ્પોટનો પ્રવાસ કરીને મહત્વની સાબિતી મેળવી જેથી ખબર પડે કે વાસ્તવમાં વુહાનમાં શું થયું હતું.

દેશદેવી ઇમ્પેક્ટ: જામનગર-સ્વર્ગની સીડી પર મનપાનો હથોડો

0

સ્વર્ગની સીડી પર મનપાનો હથોડો

દેશદેવી ઇમ્પેક્ટ

જામનગર શહેરના ધનવંતરી ગ્રાઉન્ડની સામે આવેલ યુનિક શોપિંગ સેન્ટરમાં કોઈ આસામી એ ગેરકાયદેસર અડચણરૂપ સીડી ખડકી દેતા આજુબાજુના દુકાનદારોમાં રોષ ફાટી નીકળેલ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિકાલ આવ્યો ન હતો આ અંગેનો અહેવાલ તારીખ 2 ના રોજ દેશદેવી ન્યુઝ માં પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક અસરથી તે જ દિવસે ઉપરોક્ત સીડીના આસામી ને ગેરકાયદેસર સીડી દૂર કરવા અંગેની નોટિસ ફટકારી હતી તેમ છતાં આસામી એ ગેરકાયદેસર સીડી દૂર ન કરતા મનપાની એસ્ટેટના કંટ્રોલીગ અધિકારી મુકેશ વરણવારની સૂચનાથી એસ્ટેટ વિભાગના દિક્ષિત,રાજભા ચાવડા અને સુનીલ ભાનુશાળી, કુલદીપસિહ પરમાર સહીતની ટીમ દ્વારા આજે સવારે ગેરકાયદેસર સીડી ને બિન ઉપયોગી કરવામાં આવી હતી.

કનસુમરામાં કેમિકલયુક્ત પાણીના તલાવડા ગ્રામજનોમાં રોષ

0

કનસુમરામાં કેમિકલયુક્ત પાણીના તલાવડા ગ્રામજનોમાં રોષ

શહેર નજીક આવેલ કનસુમરા માં ઔદ્યોગિક એકમનો દૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરતા ત્યાં કેમિકલયુક્ત દૂષિત પાણીના તલાવડા બની ગયા છે. જ્યારે આ વિસ્તારના પાણીના તળ ખરાબ થઈ જતા લોકોમાં રોષ છે અને તંત્ર પાસે કડક પગલાં ભરવાની માંગ કરાઇ છે.

જામનગર શહેરના કનસુમરા ગામ માં વિશ્વનાથ ઇન્ડસ્ટ્રીયલ આવેલ છે કેમિકલયુક્ત પાણીના નિકાલની જગ્યાએ જાહેરમાં છોડી દેવામાં આવે છે પરિણામે દૂષિત પાણીના ઠેરઠેર તલાવડા બની ગયા છે.

જેના કારણે કનસુમરા ગામ આજુબાજુ લીલા કેમિકલયુક્ત પાણીના તળાવ બની ગયા છે અને જમીનના તર દુષિત થઈ ગયા છે પરીણામે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અવાર નવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ વિભાગ આ અંગે કોઇ પગલાં લેતું નથી જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય તેવી સંભાવના દર્શાવામાં આવી રહી છે.

જામનગરમાં ખાનગી બસ નીચે બાઈક ઘુસી ગયું…. પતિ ઇજાગ્રસ્ત..પત્ની બાળકનો ચમત્કારી બચાવ….

0

જામનગરમાં ખાનગી બસ નીચે બાઈક ઘુસી ગયું…. પતિ ઇજાગ્રસ્ત..પત્ની બાળકનો ચમત્કારી બચાવ….

• જામનગરમાં બાઈક ખાનગી બસ વચ્ચે અકસ્માત

જામનગરમાં સાત રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી ખાનગી બસ નીચે બાઈક સવાર દંપતી અને એક બાળકનો અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે જ્યારે બાઈક ચાલકને પત્ની અને બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે….

• બાઈક સવાર દંપતીનો આબાદ બચાવ…
જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે વાહનો ભારે અવરજવર થતી હોય છે ખાસ કરીને અહીંથી ખાનગી બસો નો ધસારો વધુ જોવા મળતું હોય છે જો કે સાંજના સમયે જામનગર શહેરમાં બાઈક પર જઈ રહેલા દંપતિ નો અકસ્માત સર્જાયો હતો અને એકાએક બાઈક ખાનગી બસ નીચે ઘૂસી ગયું હતું…..

• બાઈક ખાનગી બસ નીચે ઘુસી ગયુ

સમગ્ર અકસ્માતમાં બાઇક સવાર નહી જાતા તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે નાનું બાળક અને બાઇક સવાર ની પત્ની નો ચમત્કારિક રીતે બચાવ થયો છે આમ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી હતા…

જામનગરના શાપરમાં CNG ગેસ ભરવા આવેલી કારમાં લાગી ભીષણ આગ….કાર બળીને ખાખ…

0

જામનગરના શાપરમાં CNG ગેસ ભરવા આવેલી કારમાં લાગી ભીષણ આગ….કાર બળીને ખાખ…

• CNG પંપ પર કારમાં લાગી આગ

જામનગરના શાપરમાં સીએનજી ગેસ માં ગેસ પર આવેલી કારમાં આગ લાગી હતી અને આગ લાગતા જ આવતા તફરીનો માહોલ સર્જાયો હતો મહત્વનું છે કે સીએનજી પેટ્રોલ પંપ આગની ઝપેટમાં આવ્યા પહેલાં જ જે કારમાં આગ લાગી હતી તે કારને પેટ્રોલ પંપ થી દુર લઇ જવામાં આવી હતી જોકે કારમાં લાગેલી ભીષણ આગ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને દૂર-દૂર સુધી લોકો આગના ધુમાડા જોઈ શકે તેવા દ્રશ્યો સર્જાયા હતા…

• આગમાં કાર બળીને ખાખ… અફરાતફરીનો માહોલ સર્જાયો

હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા.. આમાં લગતી કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી પણ આગ આગ માં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ છે….

પેટ્રોલ પમ્પ અને સીએનજી પમ્પ પર આગજનીના અવારનવાર ઘટનાઓ બની રહી છે..

error: Copying and use of the content of the website is considered as illegal activity.