WHOની તપાસમાં ખુલાસો, ચીનના વુહાનમાંથી જ આખી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ

0
773

કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને સાબિતી મળી

નવી દિલ્હી : કોરોના વાયરસક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે કહ્યું કે તપાસ દળને એ વાતની પાકી સાબિતી મળી છે કે ચીનના વુહાન હુઆનન માર્કેટમાંથી જ વાયરસ દુનિયામાં ફેલાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના બેન એમ્બાર્કે કહ્યું કે ટીમને ડિસેમ્બર 2019 પહેલા વુહાન કે કોઈ બીજા સ્થળે કોરોના વાયરસ સંક્રમણની કોઈ સાબિતી મળી નથી પણ તપાસ દળને ડિસેમ્બર 2019માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયો તેની સાબિતી મળી છે.
બેન એમ્બાર્કે કહ્યું કે હાલમાં વુહાન ઇન્વેસ્ટિગેશને ઘણી બધી જાણકારીઓનો ખુલાસો કર્યો છે. જોકે વાયરસ સંક્રમણના કારણે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈ નાટકીય ફેરફાર આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તેની માહિતી મેળવવા માટે ઠઇંઘની 14 સભ્યોની ટીમ ચીનના વુહાનમાં ગઈ હતી. ચીનના વુહાનમાં નવેમ્બર 2019માં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
ઠઇંઘની ટીમના સભ્ય અને ન્યૂયોર્કથી સંબંધ રાખનાર જંતુ વિજ્ઞાની પીટર દાસ્જાકે કહ્યું કે તપાસ દળને મહામારી ફેલવામાં વુહાન સી ફૂડ માર્કેટની ભૂમિકા વિશે મહત્વની સાબિતી હાથ લાગી છે. પીટરના મતે 14 સભ્યોની ઠઇંઘ ટીમે ચીનના વિશેષજ્ઞો સાથે મળીને કામ કર્યું અને વુહાનના મહત્વપૂર્ણ હોટ સ્પોટનો પ્રવાસ કરીને મહત્વની સાબિતી મેળવી જેથી ખબર પડે કે વાસ્તવમાં વુહાનમાં શું થયું હતું.