જામનગરના ગોકુલધામ સોસાયટીમાં રહેતતી એક કોલેજીયન યુવતીને નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જૂન ર૫, જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર -૨ માં રહેતી અને પંચવટી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કેસરબેન ગોવિંદભાઈ વાટલીયા નામના ૧૮ વર્ષની કોલેજીયન યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા કપડાની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે, અને પરિવારમાં કરુણાંતિકા છવાઈ છે.
આ બનાવ અંગે મૃતક યુવતી ના પિતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાટલીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડીવીઝનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને વિદ્યાર્થીનીના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વિદ્યાર્થી યુવતી એ તાજેતરમાં નીટની પરીક્ષા આપી હતી, અને તેનું રીઝલ્ટ આવ્યું હતું, જેમાં તેને સારા માર્ક્સ આવ્યા ન હતા, તેથી તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ખોટા વિચારો કરતી હતી. દરમિયાન ગઈકાલે તેણીએ ગળાફાંસો ખાઈ લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે બનાવને લઈને મૃતક ના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તેમજ અન્ય હોદ્દેદારો ઉપરાંત કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું, તેમજ સ્કૂલ બેગ, પુસ્તકો વગેરેની ભેટ શોગાદો અપાઈ હતી.
આ કાર્યક્રમ માં મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, આસી. કમિશનર ભાવેશભાઈ જાની, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ તેમન સ્થાનિક નગર સેવક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ તકે આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ઉત્સાહભેર પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત વર્ષ દરમિયાન અભ્યાસ માં સારા ગુણ મેળવનાર વિધાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર શાળા પ્રવેશ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અગ્રણીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, જૂન સ ૨૫ જામનગરમાં સાધના કોલોની નજીક જમાઈ પર વિસ્તારમાં આવેલી એક આંગણવાડી ને કોઈ તસકરો એ નિશાન બનાવી લીધી હતી, અને અંદરથી માલ સામાનની ચોરી કરી લઈ ગયા નો બનાવ સામે આવતાં દોડધામ થઈ છે.
કોઈ તસકરો એ આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, ત્યારબાદ અંદર રાખવામાં આવેલા રાંધણ ગેસના બે બાટલા, અને એક ચૂલો, ઉપરાંત ૧૫૦ કિલો ચોખા અને તેલનો ડબ્બો સહિતની સામગ્રી તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે આજે સવારે આંગણવાડી ખોલવામાં આવી, ત્યારે ધ્યાનમાં આવતાં પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે, અને સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે.
