Sunday, October 11, 2026
Home Blog Page 68

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ૧૨૧ વર્ષ થી પરંપરાગત લેવાતો ‘હુશૈની ચોકારો’ નિહાળવા જનમેદની ઉમટી

0

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ૧૨૧ વર્ષ થી પરંપરાગત લેવાતો ‘હુશૈની ચોકારો’ નિહાળવા મોડી રાત્રી સુધી જનમેદની ઉમટી પડી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જુલાઈ ૨૫, જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા ૧૨૧ વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે. ગત બુધવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
આ પરંપરાગત ‘હુસૈની ચોકારો’ સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા ‘હુસૈની ચોકારા’ નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે ૧:૦૦ વાગ્યે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. આ ‘હુસૈની ચોકારા’ વાઘેર સમાજ ના પ્રમુખ ગની પટેલ ના માર્ગદર્શન હેઠળ વાઘેર ની સમાજ ની કારોબારીના સભ્યો સતત ખડેપગે રહીને ‘હુસૈની ચોકારા’ નું આયોજન કરે છે.

જામનગર થી બાબા બરફાની ના દર્શનાર્થે અમરનાથ યાત્રા નો પ્રથમ કાફલો રવાના

0

જામનગર થી બાબા બરફાની ના દર્શનાર્થે અમરનાથ યાત્રા નો પ્રથમ કાફલો રવાના થયો

  • ચાલુ વર્ષે જામનગર થી અમરનાથ યાત્રા માટે ૭૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર જુલાઈ ૨૫ , બર્ફીલી પહાડીઓ માં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શન નો તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગર થી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો. ચાલુ વર્ષે જામનગર થી અમરનાથ જવા માટે ૭૦૦ થી વધુ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન થયા છે.અમરનાથ યાત્રાનો તા. ૩-જુલાઈ થી પ્રારંભ થનાર છે. આ યાત્રા ૩૮ દિવસ સુધી ચાલનાર છે. પ્રતિવર્ષ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ કઠીન યાત્રા કરીને દર્શન કરવા આવે છે.જામનગર શહેરમાંથી ગઈકાલે પ્રથમ કાફલો અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. જામનગર ના હિરેન હિરપરા, મનસુખભાઈ રાબડીયા, કિશોરભાઈ સંઘાણી સહિત યાત્રીઓએ હર-હર મહાદેવ ના નાદ સાથે અમરનાથ ની યાત્રા નો પ્રારંભ કર્યો હતો.વિમાન માર્ગે જનારાઓ શ્રીનગર પહોંચ્યા છે. જ્યારે ટ્રેન મારફત જનારાઓ આજે મોડી સાંજે બાલતાલ પહોંચ્યા છે. ગુરુવારે સવારે આ યાત્રાનો પ્રારંભ થનાર છે. મળતી માહિતી મુજબ જામનગરથી અત્યાર સુધીમાં સાડા સાતસો લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં વાઇઝ શરીફના કાર્યક્રમ દરમીયાન રાષ્ટ્રપ્રેમનો રંગ છવાયો

0

જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં વાઇઝ શરીફના કાર્યક્રમ દરમીયાન રાષ્ટ્રપ્રેમનો રંગ છવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ જુલાઈ ૨૫, કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોછાવર કરનાર ‘હઝરત ઈમામ હુસૈન’ ની યાદમાં દર વર્ષે ઈસ્લામીક કેલેન્ડર ના પ્રથમ માસ મહોરમ માં સમગ્ર વિશ્વ ના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વ નિમિતે તકરીર, ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવતું હોય છે.ત્યારે જામનગર શહેર ઉપરાંત જીલ્લામાં ઠેર-ઠેર તકરીર, આમ ન્યાઝ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી માતમ ના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં જામનગર શહેરના કિશાન ચોક રોડ નજીક આવેલ સુમરાચાલી વિસ્તારમાં ‘હુશેની યંગ કમિટી’ દ્વારા ‘યાદે કરબલા’ વાઇઝમાં જામનગર શહેરના મશ્કરો માઅરૂફ આલીમ ‘ફૈઝુલહસન સાહેબ’ દ્વારા પોતાના શાનદાર અવાઝમાં તકરીર ફરમાવી રહ્યા છે, અને આ તકરીર સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનો દરરોજ આવે છે.
દરમિયાન ગઈકાલે મંગળવાર ની રાત્રી ના રોજ હુશેની યંગ કમિટી દ્વારા ‘રાષ્ટ્રીય ધ્વજ’ ની થીમ ઉપર સ્ટેજનું ડેકોરેશન કરીને મુસ્લિમ સમાજના લોકોએ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.

જામનગરના નારણપર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી : બે સામે ફોજદારી

0

જામનગર તાલુકાના નારણપર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધા બાદ ભાનમાં આવતાં પોલીસે નિવેદન નોંધ્યું

  • રીક્ષા ચાલક યુવાને બીમારી અર્થે બે વ્યાજખોરો પાસેથી ૧૦ ટકા લેખે નાણાં વ્યાજે લીધા બાદ મકાન પણ ગીરવે મુકાઇ હોવાની કબૂલાત

  • વ્યાજખોરો ને ત્રણ ગણા નાણા ચૂકવી દીધા છતાં ધમકી અપાતાં ઝેર પીધું હોવાથી પોલીસે બે વ્યાજખોરો સામે ગુન્હો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ જુલાઈ ૨૫, જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા ૨૭ વર્ષ ના રીક્ષા ચાલક યુવાને બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી. જે ભાનમાં આવી જતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ નારણપર ગામના જ બે વ્યાજ ખોરો સામે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નારણપર ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા મિલન પાલાભાઈ ખરા નામના સત્યાવીસ વર્ષીય યુવાને પરમદીને રાતે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યો હતો. જેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે યુવાન ગઈકાલે ભાનમાં આવ્યો હતો, ત્યારબાદ પંચકોષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ. ડી.જી. ઝાલા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં પોતે નારણપર ગામના જ બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. નારણપર ગામના કલ્પેશ ઉર્ફે લાલો કાંતિભાઈ લખુભાઈ ચાંદ્રા પાસેથી પોતાની બીમારી સબન આજથી પાંચ વર્ષ પહેલા ૧લાખ ૪૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા જેનું ત્રણ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ પઠાણી ઉઘરાણી કરાતી હતી.જ્યારે આજથી બે વર્ષ પહેલા દિનેશભાઈ લખુભાઈ નંદા નામના નારણપર ગામના શખ્સ પાસેથી ૫૦ હજાર રૂપિયા ૧૦ ટકા લેખે લીધા હતા, જેન પણ વ્યાજ અને મૂળ રકમ ચૂકવી દીધી હતી. એક તબક્કે પોતાનું મકાન ગીરવે રાખીને તેના પરથી લોન મેળવી બંને વ્યાજખોરો ને પૈસા ચૂકવ્યા છતાં પણ હજુ ધમકી અપાતી હતી અને વધુ મુદ્દલ રકમ ની વ્યાજની માંગણી કરાતાં આખરે બંનેના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધા નું કબુલ્યું હોવાથી પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર સહિત રાજ્યભરમાં અતિચકચારી બનેલા જી.જી હોસ્પિટલના યૌન શોષણ કાંડમાં આરોપી નિર્દોષ

0

જામનગર જી.જી હોસ્પિટલના અતીચકચારી કોવીડ કાળમાં યુવતીઓના યૌનશોષણ પ્રકરણમાં એચ.આર.મેનેજર એલ.બી પ્રજાપતીનો નિદોર્ષ છુટકારો

  • કોવીડ સમયે અતી ચકચારી બનેલા સેકસ કાંડ જામનગર સહિત રાજ્યભરમાં ટોપ ઈન ટાઉન થયેલ

  • કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર ફિઝિકલ રિલેશન રાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો

  • સરકાર દ્વારા ડીન ડેન્ટલ કોલેજ, SDM તથા ASP ની સ્પેશ્યલ કમીટી રચવામાં આવેલ હતી અને તે સમયના તત્કાલીન CM પણ જામનગર દોડી આવ્યા હતા

  • આ પ્રકરણમાં અનેક રાજકીય આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવેલ હતા.

  • ફરીયાદીઓને કોવિડ કાળ દરમિયાન કોઈ જ નોટીસ વગર છુટા કરવામાં આવેલ હતા : એડવોકેટ :-રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૧ જુલાઇ ૨૫ જામનગર અતી ચકચારી કેસની હકિક્ત એવી છે કે, જુન ૨૦૨૧માં જામનગર ખાતે અચાનક અતી ચકચારી પ્રકરણ જી.જી.હોસ્પિટલ ખાતે કોવીડ શાખામાં મહીલાઓ અને અન્ય સુપરવાઈઝરો ધ્વારા કલેકટર સમક્ષ આવેદન આપી અને જામનગર કોવીડ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધાઓ વિશે માહીતીઓ આપેલ જે માહીતીઓ મળતા તે સમયના મુખ્યમંત્રી દોડીને જામનગર તાત્કાલીક આવેલ હતા

કલેક્ટર શ્રીએ એક ગેઝેટેડ ઓફિસરોની ટીમ બનાવેલ અને આ ટીમ ધ્વારા આ કોવીડ હોસ્પિટલમાં કામ કરતા એટેન્ડન્ટ ત્થા કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ જે નિવેદનો અને તપાસમાં આ કોવીડ હોસ્પિટલની આડમાં એક સેકસ કાંડ ચાલતું હોય જે બાબતનો ધટક સ્ફોટ થતાં અલગ અલગ રાજકીય આગેવાનો અને તપાસ ટીમ  દ્વારા આ હોસ્પિટલના સુપરવાઈઝર અકબરઅલી નાયર તથા એચ.આર. મેનેજર એલ.બી.પ્રજાપતી વિરૂધ્ધ એવી હકિકત મળેલ કે, આ સુપરવાઈઝર અને એચ.આર.મેનેજરની મીલીભગતથી આ હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓને છેડતી કરેલ હોય અને તેમને દબાણમાં નોકરી કરવા માટે મજબુર કરેલ હોવાની હકિકતો બહાર આવેલ અને ભોગ બનનાર દ્વારા ફરીયાદ જાહેર કરેલ કે, તેમાં તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને તેવી હકિક્ત બહાર આવેલ કે, ભોગબનનારને મોર્નીંગ શિફટમાં તેમના પારીવારીક કારણોથી અનુકુળ ન હોવાના કારણે તેઓ હાલના અરજદાર કે, જેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમને મળેલ, તા.૦૫/૧૨/૨૦૨૦ના રોજ ભોગબનનાર હાલના અરજદારને મળેલ, અને હાલના અરજદારે તેમને ‘નાઈટ શીફટમાં માત્ર અને મેરીડ સ્ત્રીને રાખવામાં આવતું હોવાનું જણાવેલ હતું,

જેથી ભોગબનનાર દિવસના સમયની નોકરીમાં ચાલું રહેલ, અને મોર્નીંગ સીફટમાં આ કામના અન્ય આરોપી અલી તેમના પાસે આવી અને રીલેશન હોય તે રીતે બહેવ કરતા અને નાઈટ ડ્યુટી દરમ્યાન રિલેશન રાખવા માટે જણાવતા, અને સહ આરોપી અલી ફોટો ડયુડી દરમ્યાન ભોગબનનારના પાડી અને તેમના પાસેથી બિભત્સ માંગણી કરતા” તેવી હકિક્તો નિવેદનોમાં લેવામાં આવેલ અને આરોપી એલ.બી. દ્વારા અન્ય એક મકાન આવાસમાં રાખવામાં આવેલ ત્યાં લઈ જઈ અને યુવતીઓના યૌનશોષણ કરતા હોવાની હકિકતો પણ બહાર આવેલ હતી,

આ કેશ ચાલી જતાં તમો સાક્ષીઓના નિવેદનો લેવામાં આવેલ અને કેશ ચાલી ગયેલ, જેમાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપી એલ.બી.પ્રજાપતી ઉપર અગાઉ પણ બળાત્કારનો કેશ થયેલ છે, અને આ કામના તમામ સાીઓએ આરોપીને ઓળખી બતાવેલ છે અને તેમના દ્વારા અત્યાચાર આપવામાં આવતો હતો, તે તમામ હકિકતો સામે આવેલ હોય, તેથી આરોપીને મહતમ સજા આપવી જોઈએ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ છે કે, માત્ર અને માત્ર ચકચારી પ્રકરણ થયેલ હોય, તેથી જ આરોપીએ યોનશોષણ કરેલ હોવાનું સાબીત ન માની શકાય, અને બિજું એકીસાથે કોવીડકાળ પુર્ણ થયા બાદ તમામને કોઈ જ નોટીસ વગર છુટા કરવામાં આવેલ હતા, જે વિસ્ફોટ થતાં હાલના આરોપી તે એચ.આ૨.મેનેજર હોય, તેમને ટારગેટ કરવામાં આવેલ છે, અને કોઈપણ પુરાવો એવો રેકર્ડ ઉપર આવેલ નથી કે, જેનાથી છેડતી થયેલ હોય કે, યૌનશોષણ થયેલ હોય તેવું સાબીત થઈ શકે, તેથી આ આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ, નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલ માન્ય રાખી અને આરોપી એચ.આર.મેનેજર લોમેશ પ્રજાપતીને નિદોષ જાહેર કરી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, ત્થા રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડીયા ત્થા કરણ પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર

0

જામનગરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર

  • પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી મહિલાઓને આયાત કરાઇ: બે પુરુષ ગ્રાહકો દરોડા સમયે મળી આવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૫, જામનગર શહેરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર જાગી છે. પુરુષ ગ્રાહકોને હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી કેટલીક મહિલાઓને બોલાવીને ગ્રાહકોની હવસ સંતોષવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં મહિલા સંચાલકની સાથે બે પુરુષ ગ્રાહકો પણ મળી આવ્યા છે. જે તમામ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ દરોડા ને લઈને ભારે ચકચાર જાગી છે.જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર- ૯ ના છેડે યાદવ પાનની બાજુની શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧ નંબરના ફ્લેટમાં ભાડાનું મકાન રાખીને રહેતી બેન સોની (ઉંમર વર્ષ ૫૦) કે જે પોતાના ભાડા ના ફ્લેટમાં પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે બહારથી સ્ત્રીઓને મંગાવીને કુટણખાનું ચલાવી રહી છે.જે ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે રવિવારે બપોરે ૪.૩૦ વાગ્યાના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મહિલા સંચાલક બેન સોની દ્વારા બે પુરુષ ગ્રાહકો, કે જે જામનગરમાં વિકાસગ્રહ રોડ પર રહેતા નિતેશ શાંતિલાલ વસા જૈન વાણીયા (૫૪ વર્ષ ) તેમજ જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ (૩૫ વર્ષ) અલગ અલગ રૂમમાં બે સ્ત્રીઓની સાથે શરીર માણી રહેલા મળી આવ્યા હતા.જે બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિ નું નેટવર્ક ચલાવવા માટે અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે આયાત કરવામાં આવી હતી, અને ૧,૦૦૦ થી વધુ ની રકમ પ્રત્યેક પાસે ઉઘરાવીને હવસ સંતોષોમાં આવતી હતી.

જેમાં અમુક રકમ સંચાલક મહિલા પોતાની પાસે રાખતી હતી, જ્યારે બાકી ની રકમ બહારથી આયાત થયેલી સ્ત્રીઓને અપાતી હતી. પોલીસે પાડેલા દરોડા દરમિયાન મળી આવેલા બંને પુરુષ ગ્રાહકો તેમજ સંચાલક મહિલા બેન સોની ત્રણેય સામે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને સરકાર તરફે સીટી બી. ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. પ્રિન્સાબેન કેતનભાઇ ગુઢકા ફરિયાદી બન્યા છે, જેમાં ત્રણેય સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ ૩(૧), ૪ (૧) અને પ (૧-એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને બનાવના સ્થળેથી રોકડ રકમ ઉપરાંત કોન્ડમ સહિતનું સાહિત્ય અને મોબાઈલ ફોન વગેરે મળી ૩૫,૦૨૦ ની માલમત્તા કબજે કરી લેવામાં આવી છે. પોલીસની આદરોડાની કાર્યવાહી સમયે આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવાર ને આલેલો ચાંદી નો તાજીયો

0

હાલાર ની આન-બાન અને શાન એટલે જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવાર ને આલેલો ચાંદી નો તાજીયો

  • આશરે ૧૯૦ કિલો ચાંદી થી તૈયાર કરાયેલા વિશ્વ પ્રસિદ્ધ ચાંદીના તાજીયામાં માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે તેવી માનતા રખાય છે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૫, ઇસ્લામી વર્ષ નો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે.મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહ્યો છે. તાજીયા ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમ એ ‘હઝરત ઇમામ હસન’ અને ‘હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ’ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’ નો તહેવાર છે.

મોહરમ ઇસ્લામી વર્ષ નો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબ થી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. જામનગર શહેર માં પરવાનાવાળા તાજીયા કુલ ૨૯ છે, અને ખાસ કરીને જામનગરમાં ચાંદીનો તાજિયો સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા ને જોવા માટે વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાને ૧ નંબરનો પરવાનો આપેલો છે અને ચાંદી તાજિયાનો જાણવા જેવો ઇતિહાસ પણ છે.

આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આપ્યો છે. એવુ કહેવાય છે કે, જામરાજવી ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી, જે પુર્ણ થતાં તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન ૧૯૦ કિલો છે. મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો ઉમટી પડે છે.

આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોડખાપણ પણ દૂર થાય છે.મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા અનેક તાજીયા પડ માં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીત દૂર-દૂર થી લોકો આવે છે.

લાલપુરના બબરજર ગામ પાસે ત્રણ સવારી બાઇક સ્લીપ થતાં ૨ ના મોત : ૧ ગંભીર

0

લાલપુરના બબરજર ગામ પાસે ત્રણ સવારી બાઇક સ્લીપ થઈને પુલ પરથી નીચે ખાબકતાં બે શ્રમિકોના અંતરિયાળ મૃત્યુ : અન્ય એક ને ગંભીર ઈજા

  • લાલપુરના ગોવાણા ગામમાં ખેત મજૂરી કરતા ત્રણ પર પ્રાંતિય શ્રમિકોને બબરજર થી ગોવાણા ગામે જતી વખતે નડયો અકસ્માત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જૂન ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામની ગોલાઈ પાસે ગઈકાલે મોડી સાંજે ત્રીપલ સવારી બાઇક પૂલની દિવાલ સાથે ટકરાઈને નીચે ખાબક્યું હતું, જ્યાં પથ્થરો પડ્યા હોવાથી બાઇક ચાલક સહિત બે પર પ્રાંતિય યુવાનોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે ત્રીજા યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતની જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલે પહોંચી ગઈ હતી, અને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના મનાવર જિલ્લાના ગોરાડીયા ગામના વતની અને બાઇક ના ચાલક તેમજ મૃત્યુ પામનાર દયારામ અનસીંહ ડાવર (ઉ.વ.૪૦) કે જે ઇજા પામનાર અમરસિંહ સીતારામ વાસ્કેલનુ એમ.પી.-૧૧-એન.એ.-૪૦૨૯ નંબર નું બાઇક લઈને તેના ઉપર ત્રણ સવારી માં પોતાની સાથે સાવન રાજુભાઇ વાસ્કેલ (ઉ.વ.૩૫) તથા અમરસિંહ સીતારામ વાસ્કેલ (ઉ.વ.૪૦) ને બેસાડીને બબરઝર ગામ તરફથી ગોવાણા તરફ આવતા હતા.

જે દરમિયાન ગઈકાલે સાંજે આશરે ૬.૩૦ વાગ્યાના આરસામાં પોતે પોતાનુ મો.સા. પુર ઝડપે બેફિકરાયથી ચલાવી મોટર સાઇકલને પુલની પાળી સાથે ભટકાડી ત્રણેય બાઇક સાથે નીચે પથ્થરવાળી જગ્યામાં પડતાં પોતે તથા સાવન રાજુભાઇ વાસ્કેલને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. તથા અમરસિંહ સીતારામ વાસ્કેલને શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજાઓ થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.

તેની સાથે જ મજૂરી કામ કરતા અને તેના કુટુંબી કૈલાશ દયારામભાઈ વાસ્કેલે પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ અને સ્ટાફના એ.એસ.આઈ. ડી.ડી. જાડેજા તથા અન્ય ટીમ ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને બે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે ઇજાગ્રસ્ત ણી નિવેદન નોંધ્યું છે.

જામનગરમાં બહુચર્ચિત હિટ એન્ડ રન જેવી ઘટના, ૪ લોકોના મોત પ્રકરણમાં ડ્રાઈવર નિર્દોષ

0

જામનગર નજીક પગપાળા ચાલીને જતાં સંધને લાયસન્સ વગર મોટરકાર ચલાવી અને હડફેટે લેતા ૪ વ્યકિતના મુત્યુ કરનાર ડ્રાઈવરને નિર્દોષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

  • અમદાવાદના બહુચર્ચિત તથ્ય પટેલ જેવી હીટ એન્ડ રન ની ઘટના

  • બનાવ રાત્રીના અંધારામાં બન્યો છે. આરોપીને કોઈએ નજરે જોયો નથી : એડવોકેટ રાજેશ ગોસાઈ

  • જામનગર દ્વારકા રોડ ઉપર કાર ચાલક દ્વારા અકસ્માત કરી અને નાશી જવાના કેશમાં આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

દેશ દેવી ન્યૂઝ તા. ૨૯ જૂન ૨૫ જામનગર આ કેસની હકિકત એવી છે કે, નવેમ્બર માસમાં રમેશભાઈ ચતુરભાઈ ભાડજા ત્થા કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા ત્યા પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા તથા પ્રાણજીવનભાઈ રતીલાલ ઠોરીયા વિગેરે ૧૫ લોકોનો સંધ મોરબીથી દ્વારકા જવા રવાના થયેલ હોય તેમના સાથે પ્રતિક ત્થા પ્રિન્સ વાસુભાઈ અધારા વિગેરે ટ્રેકટરમાં ત્થા રમેશભાઈ અધારા ત્યા રમેશભાઈ ડાયાભાઈ અગોલા તેમજ અન્ય લોકો આ સંધની મદદમાં ટ્રેક્ટરમાં આગળ ચાલતા હતા

તે દરમ્યાન સવારના છ વાગ્યાના આસપાસ ગાગવા પાટીયા પાસે હાઈવે રોડ ઉપર બ્રેઝા કાર વાળાઓએ પોતાની બ્રેઝા કાર પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી અને આ સંધને હડફેટે લીધા હતા , તેમાં ઘટના સ્થળે જ કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા ત્થા પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા ત્થા રમેશભાઈ ભાડજા ત્થા પ્રાણજીવનભાઈ ઠોરીયાનુંનું મૃત્યુ નિપજ્યું હતું અને આ ઘટના બનેલ ત્યારે સ્થળ ઉપર ભાવીકાબેન રમેશભાઈ અગોલાએ આ અકસ્માત નજરે જોએલ અને તેમને વર્ણન કરેલ કે, બ્રેઝા કાર નં.જી.જે.-૦૨-ડી.એમ.-પ૯૧૮ના ચાલકે પોતાની મોટરકાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અને રોડની સાઈડમાં ચાલતા કરશનભાઈ ત્થા પરેશભાઈ ત્થા રમેશભાઈ અને પ્રાણજીવનભાઈને હડફેટે લેતા તેઓ હવામાં ઉછળીને ફેકાયેલ અને કાર ચાલક પોતાની કાર થોડે આગળ રાખી અને નાશી ભાગી ગયેલ, આ હકિક્ત જાહેર થતાં અકસ્માતમાં મરણજનાર રમેશભાઈ ભાડજાના પુત્ર કેવીનભાઈ ભાડજા દ્વારા મેધપર પડાણા પોલીસ સ્ટેશનમાં મારૂતી સુઝુકી બ્રેઝા કાર નં. જી.જે.-૦૨-ડી.એમ.-૫૯૧૮ના ચાલકના ડ્રાઈવર સામે ફરીયાદ જાહેર કરી હતી

તે ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન આરોપી પાસે કોઈ લાયસન્સ ન હોવાનું ખુલેલ, અને કેશ ચાલી ગયેલ તેમાં નજરે જોનાર સાક્ષી તથા આ સંધમાં સાથે હતા તે તમામની જુબાની લેવામાં આવેલ અને તે તમામ વ્યકિતઓએ અકસ્માત જે બનેલ તે રીતે જુબાની આપેલ અને ત્યારબાદ આર.ટી.ઓ. અને એફ.એસ.એલ.ને તપાસવામાં આવેલ, ત્યારબાદ દલીલમાં સરકાર પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, અકસ્માત અનેક લોકોએ નજરે જોએલ છે, અને આ તમામને તપાસમાં આવેલ છે અને તમામની જુબાની તે તેમના નિવેદન મુજબ અને અકસ્માતની તમામ સચોટ માહીતી જાહેર કરે છે અને આ કામે આર.ટી.ઓ.ને પણ તપાસમાં આવેલ છે, અને આ અકસ્માતમાં આરોપી પાસે કોઈ વેલીડ લાયસન્સ પણ ન હોવાનું રેકર્ડ ઉપર આવેલ છે, આ રીતે જયારે હીટ એન્ડ રનના બનાવો બને છે ત્યારે આરોપીને ખુબજ સચોટ અને દાખલો બેસે તે રીતે પુરેપુરી સજા કરવા માટે દલીલો કરેલ

તેની સામે આરોપી પક્ષના ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આ બનાવમાં કોઈ નજરે જોનારે આરોપીને જાએલ નથી અને આ બનાવ અંધારામાં બનેલ છે તેનો પણ તમામે સ્વીકાર કરેલ છે અને આ ચાલક કોણ હતું તે પણ કોઈના નિવેદનમાં ખુલેલ નથી, અને કોઈ જ વ્યકિતએ આરોપીને એટલે કે, કાર ચાલકને જાએલ નથી, તે સંજોગોમાં આ આરોપીને જે પકડી અને ચાર્જશીટ દાખલ કરેલ છે, તેને જ આ અકસ્માત કર્યો છે, તે અનુમાન કહી શકાય અને અનુમાનના આધારે કોઈને દંડી શકાય નહી આ આરોપીએ જ અકસ્માત કરેલ છે, તેવો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, અને અમારો બચાવ પણ આ આરોપી કાર ચલાવતો ન હતો અને આ આરોપી પાસે કોઈ કારનું લાયસન્સ જ નથી, તે તથ્ય છે અને ખોટી રીતે સંડોવી દીધેલ છે, તે બચાવ માનવો જોઈએ અને આરોપીને છોડી મુકવો જોઈએ અને ફોજદારી સિધ્ધાંતો મુજબ ફરીયાદ પક્ષ દ્વારા તેમનો કેશ નિઃશંક પણે સાબીત કરવો પડે ત્યારે ટ્રાયલ દરમયાન આ તમામ શંકાઓ ઉત્પન્ન કરવામાં આવેલ છે, તેથી આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ, આમ નામ અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી અર્જુનજી અમરાજી ઠોકરને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં મેમણ વેપારીને સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ખાવી ભારે પડી : બે સામે ગુનો નોંધાયો

0

જામનગરના એક વેપારીને તેની સ્ત્રી મિત્ર સાથેના ફોટા વાયરલ નહિ કરવા માટે રૂપિયા ૫૦,૦૦૦ પડાવી લેનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

  • ચોકલેટ ની દુકાન ના વેપારી સહિત બે શખ્સોએ વધુ એક લાખની માંગણી કરતાં નહીં આપવાથી સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ કરી દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ જૂન ૨૫, જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો છે. અને મામલા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ફ્રુટના વેપારીને બ્લેકમેઇલ કરી સૌપ્રથમ બે શખ્સોએ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા પછી વધુ એક લાખની માંગણી કરતાં નહીં આપવાથી વિડીયો વાયરલ કર્યો હતો. પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા ફારૂકભાઈ કાદર ભાઈ નામના મેમણ વેપારી કે જેઓએ પોતાની પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ પડાવી લેવા અંગે તેમજ વધુ રૂપિયા એક લાખની માંગણી કરતાં તે રકમ ન આપી હોવાથી પોતાનો અને પોતાની સ્ત્રી મિત્ર નો વિડીયો વાયરલ કરી દેનાર ડ્રાય ફ્રુટ- ચોકલેટના વેપારી અબ્દુલ સતાર ઉર્ફે અબુ કાસમભાઇ લાખાણી અને તેના માણસ સમીર રાવકડા સંધિ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફૂટના વેપારી અગાઉ પોતાની સ્ત્રી મિત્ર સાથે આરોપીની દિગ્વિજય પ્લોટમાં આવેલી ફાઈવ સ્ટાર નામની ચોકલેટ ની દુકાન માં ચોકલેટની ખરીદી કરવા માટે ગયા હતા, ત્યારે પોતાની સ્ત્રી મિત્ર સાથે એકબીજાને મોટુ અડાડીને ચોકલેટ ખાધી હતી, જેનો વિડીયો ફૂટેજ બનાવીને દુકાનદાર અબ્દુલ સતાર ફરિયાદીની દુકાને પહોંચ્યો હતો, અને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બતાવી સમાજમાં બદનામ કરવાનો ડર દેખાડીને ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આઠ દિવસ પછી ફરીથી અબ્દુલ સતાર પોતાના માણસ સમીર રાવકડાને લઈને દુકાને પહોંચ્યા હતા, અને જૂનો બીજો વીડિયો પણ છે. તે વિડીયો પણ વાયરલ ન કરવો હોય તો અમને બંનેને વધુ એક લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરી હતી. જેથી વેપારીએ હવે પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જેથી બંને આરોપીઓ ધમકી આપીને જતા રહ્યા હતા.

ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દીધો હતો. તાજેતરમાં વેપારીને તેના મિત્રએ જણાવ્યું હતું કે તારો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, અને સ્ત્રી સાથે ચોકલેટ ખાય છે, તે પ્રકાર નો વિડીયો ફરે છે. જેથી આખરે વેપારી દ્વારા મામલાને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના સમગ્ર બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.