Sunday, October 11, 2026
Home Blog Page 67

જામજોધપુર ટાઉન માંથી એક વિદ્યાર્થીની પોતાના ઘેરથી એકાએક લાપતા

0

જામજોધપુર ટાઉન માંથી એક વિદ્યાર્થીની પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જુલાઇ ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન માં રહેતી ક્રિષ્નાબેન દિવ્યેશભાઈ ભલસોડ નામની ૨૦ વર્ષની વિદ્યાર્થીની કે જે પોતે ભગવતી પરા મેઇન રોડ પર રહે છે, અને પરમદીને પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કરી હતી. અને સગા સંબંધીઓ વગેરે ને ત્યાં તપાસ કરી લીધા બાદ પણ તેણેનો કોઈ પત્તો નહીં સાંપડયો ન હતો.

આખરે તેણી ના પિતા દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલસોડ દ્વારા જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમ નોંધ કરાવતાં જામજોધપુર પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

લાલપુરના બબરજર ગામે ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો હાથ ફેરો

0

લાલપુરના બબરજર ગામે ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો હાથ ફેરો

  • તસ્કર ૮૦,૦૦૦ ની કિંમત ના કોપર કેબલ ઉઠાવી ગયા , જયારે દોઢ લાખની કિંમતના એલ્યુમિનિયમ કેબલને તોડી નાખી નુકસાન પહોંચાડ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯, જુલાઈ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામમાં એક ખાનગી કંપનીનો ૨૧ મેગા વોટનો સોલાર પ્લાન્ટ આવેલો છે. જેમાં ગત ૬ તારીખે રાત્રિ દરમિયાન કોઈ તસકારોએ પ્રવેશ મેળવી લીધો હતો, અને અંદરથી રૂપિયા ૮૦ હજારની કિંમતના ૨,૪૦૦ મીટર કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.

આ ઉપરાંત કરો એ એલ્યુમિનિયમના એમ.એમ. ના ડી.સી. કેબલ કે જેની અંદાજિત દોઢ લાખ રૂપિયા થાય છે તેના ટુકડા કરી કાપી નાખી નુકસાની પહોંચાડી હતી.જેથી આ મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખાનગી કંપનીના સિક્યુરિટી અધિકારી જીગરભાઈ જતીન્દ્રભાઈ ત્રિવેદીએ લાલપુર પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે લાલપુર ના એ. એસ. આઈ. ડી.ડી. જાડેજા અને તેઓની ટીમે સ્થળ પર પહોંચી જઈ પંચનામુ વગેરે કર્યું છે, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.

જામનગરની બેંકના ATM માં નાણાં નહીં ભરી રૂપિયા ૩૧.૩૬ લાખની છેતરપિંડી કરનાર ખાનગી કંપનીના બે કસ્ટોડિયલ ગિરફ્તાર

0

જામનગરની બેંકના ATM માં નાણાં નહીં ભરી રૂપિયા ૩૧.૩૬ લાખની છેતરપિંડી કરનાર ખાનગી કંપનીના બે કસ્ટોડિયલ ગિરફ્તાર : જેલ હવાલે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૫, જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમજ ધ્રોળ ની બેન્કના એટીએમ માં નાણાં જમા નહિ કરાવી રૂપિયા ૩૧.૩૬ લાખ ની છેતરપિંડી કરવા અંગે ના પ્રકરણમાં સંડોવાયેલા ખાનગી કંપનીના બે કસ્ટોડિયલની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને બન્ને ને જેલહવાલે કરાયા છે. રાજકોટની એક ખાનગી કંપની મા કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશીએ જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમ માં નાણા જમા નહીં કરાવી કુલ ૩૧.૩૬ લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમ માં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપની ને સોંપવામાં આવી હતી, અને આ ખાનગી કંપનીના બન્ને કર્મચારીઓએ જામનગર શહેરના લીમડા લાઈન, રણજીત સાગર રોડ, પટેલ કોલોની સામે આવેલી એસ.બી.આઈ. ની કચેરી, નવાગામ ઘેડમા આવેલી બ્રાન્ચ, અને દરેડ તેમજ ધ્રોળ ની બ્રાન્ચમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન રૂપિયા ૩૧.૩૬ લાખની રકમ જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગ માં વાપરી નાખી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ જે.પી. સોઢાએ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, અને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે બન્ને આરોપીઓને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.

કાલાવડના ટોડા ગામ પાસે આજે વહેલી સવારે એક કાર અકસ્માતે પુલ પરથી નીચે ખાબકી

0

કાલાવડ તાલુકાના ટોડા ગામ પાસે આજે વહેલી સવારે એક કાર અકસ્માતે પુલ પરથી નીચે ખાબકી : સદભાગ્યે જાનહાની ટળી : ગ્રામજનો મદદે આવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામ પાસે આવેલા એક પુલ પરથી આજે સવારે અકસ્માતે એક કાર નીચે ખબકી હતી, અને પાણીમાં ઉંધા માથે પડી હતી.પરંતુ સદભાગ્યે કારમાં બેઠેલી વ્યક્તિ બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, અને ચમત્કારી બચાવ થયો હતો. કાર ઊંધી પડીને પાણીમાં ડૂબી હતી, અને માત્ર ટાયર બહાર દેખાતા હતા.આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા, અને દોરડા નાખ્યા હતા. ત્યારબાદ એક જેસીબી મશીન ને બોલાવી લઈને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી.

જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના પી.ટી. જાડેજાની ધરપકડના વિરોધમાં આજે રેલીનું આયોજન

0

જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના પી.ટી. જાડેજાની ધરપકડના વિરોધમાં આજે રેલીનું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ર૫, રાજપુત સમાજને થઈ રહેલા કથિત હળાહળ અન્યાય તેમજ રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની કરવામાં આવેલી ધરપકડ તથા તેમની સામે હાથ ધરવામાં આવેલી પાસાની કાર્યવાહી સંદર્ભે સમગ્ર રાજ્ય સાથે જામનગર અને દેવભમિ દ્વારકા જિલ્લામાં પણ વિરોધની લાગણી જોવા મળી રહી છે.

જેને અનુલક્ષીને આજ મંગળવાર તા. ૮ જુલાઈના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તેથી તથા આવેદન પત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે બપોરે ૪ વાગ્યે જામનગરમાં ક્રિકેટ બંગલો નજીક આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી રેલીની શરૂઆત થશે. જે-જુદા જુદા માર્ગ ઉપર ફરી અને જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે. આ રેલીમાં-સહભાગી થવા સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના-આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોને જામનગર રાજપૂત-સેવા સમાજ તેમજ સર્વે સંસ્થા વતી અનુંરોધ કરાયો છે.

જામનગરમાં કેટરર્સ નું કામ કરતા વણિકને ચાર શખ્સોએ તિક્ષણ હથિયાર સાથે ઢીંબી નાંખ્યો

0

જામનગરના કેટરર્સના ધંધાર્થીને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

  • ૪ શખ્સોએ લોખંડના છરા પાઇપ-ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખતાં ૧૫ ટાંકા લેવા પડ્યા: અન્ય એક યુવાનને પણ માર માર્યો

  • આરોપી :-(૧) સંજય પ્રફુલભાઇ વાઘેલા (૨) પ્રફુલભાઇ વાઘેલા (૩) નીતીન વાઘેલા (૪) પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઇ વાઘેલા રહે.બધા શંકર ટેકરી, જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫ જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા રાકેશ નિરંજનભાઇ વસા નામના વણિક કેટરર્સ યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે ૪ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ફ્રેક્ચર કરી નાખ્યા છે. ઉપરાંત માથામાં પણ લોખન્ડ ના છરા નો પ્રહાર કર્યો હોવાથી ૧૫ ટાંકા લેવા પડ્યા છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છેજામનગર ન કેટરર્સ ના ધંધાર્થી રાકેશ વસાએ જામનગરના સંજય પ્રફુલભાઈ વાઘેલા ઉર્ફે બાઠીયા નામના શખ્સને સંબંધદાવે હાથ ઉછીના ૭૦,૦૦૦ રૂપિયા આપેલા હતા, જે રૂપિયા આપવામાં છેલ્લા છ મહિનાથી સંજય બાઠીયો ઠાગાઠૈયા કરતો હતો, અને મોબાઈલ રીસીવ કરતો ન હતો, ઉપરાંત પોતાના ઘરના સરનામાં પણ બદલી નાખતો હતો.દરમિયાન ગઈકાલે રાત્રે કેટરરના ધંધાર્થી રાકેશ વસાને સંજય બાઠીયાનો ભેટો થઈ જતાં તેણે પૈસાની માંગણી કરી હતી.કેટર્સના ધંધાર્થીને સંજય બાઠિયા એ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને તકરાર કરી હતી ત્યારબાદ આ હુમલો કરી દીધો હતો. જેની સાથે ઉભેલા મિત્ર ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા ને પણ ધોકા પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેઓને પણ સારવાર લેવી પડી છે. એ જેસમગ્ર મામલાની જાણ થતા સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો.

પોલીસે રાકેશભાઈ વસા ની ફરિયાદ ના આધારે હુમલાખોર આરોપી સંજય પ્રફુલભાઈ વાઘેલા, ઉપરાંત તેના પિતા પ્રફુલભાઈ વાઘેલા, નીતિન વાઘેલા, અને પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ વાઘેલા સામે સીટી સી ડીવી પો.સ્ટે. BNS કલમ ૧૧૮ (૧), ૧૧૫ (૨), ૩૨૪ (૪), ૩૫૨,૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ (૧) મુજબ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના દરબારગઢ સર્કલમાં મુખ્ય લાયસન્સ વાળા ચાર તાજીયા એકત્ર થતાં મુસ્લિમ સમુદાય ઊંમટી પડ્યો

0

જામનગરના દરબારગઢ સર્કલમાં મુખ્ય લાયસન્સ વાળા ચાર તાજીયા એકત્ર થતાં મુસ્લિમ સમુદાય ઊંમટી પડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫, જામનગર શહેરમાં ગઈકાલે મહોરમના તહેવારને અનુલક્ષીને મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા નું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, અને શહેરના મુખ્ય લાઇસન્સ વાળા ચાર તાજીયાઓ મોડી રાત્રે પડમાં આવ્યા હતા, દરબારગઢ સર્કલમાં પહોંચ્યા હતા.જે ચારેય તાજીયાઓને એક લાઈનમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર દરબારગઢ સર્કલ નો વિસ્તાર મુસ્લિમ બિરાદરો થી ખીચોખીચ ભરાઇ ગયો હતો, જે માનવસમુદાય અને લાઇટિંગથી ઝળહળતા તાજીયા ની કતાર ની ડ્રોનના માધ્યમથી લેવાયેલી તસવીર.

જામનગરના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં અડધું ગરકાવ

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર ફરી ધસમસતા પાણી ના પ્રવાહમાં અડધું ગરકાવ થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫, જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં રવિવારે ફરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી જતાં ડેમ પૂન: ઓવરફ્લો થયો હતો, અને તે પાણી નો જથ્થો દરેડ ની કેનાલ તરફ આવ્યો હતો.લાલપુર ના ગ્રામ્ય પંથકના રવિવારે બપોર દરમિયાન પડેલા વરસાદના કારણે દરેડની નદીમાં પૂર આવ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ દરેડ નજીક આવેલા ખોડીયાર મંદિરના પરિસરમાં આવી પહોંચ્યો હતો. એક તબક્કે પાણીનો મોટો પ્રવાહ આવી જતાં દરેડ નું ખોડીયાર મંદિર ફરી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અને મંદિર પરિસરમાં પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. રવિવારની રજા હોવાથી લોકો મોટી સંખ્યામાં ચેકડેમના કાંઠે અને મંદિર પાસે એકત્ર થયા હતા. અને આ નજારો નિહાળ્યો હતો. જોકે પોલીસ તંત્રએ સુરક્ષાના ભાગરૂપે કોઈને નીચે જવા દીધા ન હતા.

લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીથી મૃત્યુ પામેલા બન્ને શ્રમિકોના મૃતદેહોને તેઓના વતનમાં લઈ જવાયા

0

લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીથી મૃત્યુ પામેલા બન્ને પર પ્રાંતિય શ્રમિકોના મૃતદેહોને તેઓના વતનમાં લઈ જવાયા

  • અન્ય બે મજુરો દાજી જતા સારવાર હેઠળ ખસેડાયા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૪, જુલાઈ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં ગઈકાલે બપોરે વરસાદી વીજળી પડવાના કારણે મધ્યપ્રદેશના રહેવાસી કરણ ધ્યાનસીંગ ડાવર (ઉંમર વર્ષ ૩૦) તેમજ ભૂરસિંગ બાટલીયા વાસ્કેલ આદિવાસી ભીલ (ઉંમર વર્ષ ૩૫) કે જે બંને શ્રમિકોના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.જે બંને મૃતદેહોનો લાલપુરના એસ.આઈ. ડી.ડી. જાડેજા અને તેઓની ટીમે કબજો સંભાળ્યો હતો, અને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, ત્યારબાદ મૃતકના અન્ય કુટુંબીઓ વગેરે દ્વારા બન્ને મૃતકો ને અંતિમવિધિ કરવા માટે તેઓના વતન મધ્ય પ્રદેશ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી સમયે ભારે ગમગીની છવાઈ હતી.

જામનગરનાં તરૂણ મીત સિંધવને ગુજરાતી ઇન્સ્ટા -૨૦૨૫ એવોર્ડ એનાયત થયો

0

જામનગરનાં તરૂણ મીત સિંધવને ગુજરાતી ઇન્સ્ટા -૨૦૨૫ એવોર્ડ એનાયત થયો

  • ખુબજ નાની વયે મોડલ તરીકે સોશ્યલ મિડિયામાં મેળવી ખ્યાતિ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩, જુલાઇ ૨૫ તાજેતરમાં રાજકોટમાં લોટસ ઇવેન્ટ્સનાં ઓર્ગેનાઇઝર મીનાક્ષી સાગર તથા તેમની ટીમ દ્વારા ‘ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ ૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલા ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગરનાં ૧૫ વર્ષીય મીત સિંધવને પણ ‘સુપર મોડેલ એવોર્ડ ૨૦૨૫’ એનાયત કરવામાં આવ્યો હતો.મીત તરૂણાવસ્થામાં જ મોડેલ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યો છે. તાજેતરમાં જામનગરનાં ન્યુ લાઈફ રિસોર્ટમાં યોજાયેલા ગુજરાતનાં સૌથી આઇકોનિક કહી શકાય એવા ફેશન શો માં પણ તેણે રેમ્પ વોક કર્યુ હતું, અને ફર્સ્ટ રનર આપનો ખિતાબ કબ્જે કર્યો હતો. મીત ને સુપરમોડેલ એવોર્ડ એનાયત થતા પિતા કલ્પેશભાઇ તથા મેઘનાબેન દ્વારા તેને મોડલીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા આપવામાં આવેલું પ્રોત્સાહન સાર્થક સાબિત થયું છે. મીતે એવોર્ડ મેળવતા સમગ્ર સિંધવ પરીવારનાં ગૌરવમાં વધારો થયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.