Friday, October 16, 2026
Home Blog Page 269

મુખ્યમંત્રીએ જામનગરમાં ઉભા કરેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

0

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં ઊભા કરવામાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

  • મુખ્યમંત્રીએ પશુધન માટે તૈયાર કરવામાં આવેલ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના શેડસ, રહેઠાણની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
  • પશુઓની યોગ્ય રીતે તાકીદે સારવાર તેમજ વેક્સિનેશન કરવામાં આવે તે અંગે અધિકારીઓને સૂચનો કર્યા
  • રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ સેન્ટરમાં પશુઓનું વેક્સિનેશન તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ ઓગસ્ટ ૨૨ જામનગર રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રી એ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50 હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.જામનગર જિલ્લામાં નોંધાયેલા 138176 પશુધન પૈકી અત્યાર સુધી 110456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.મુખ્યમંત્રી ની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લગઝરી કારમાં બકરા ઉઠાતંરી કરતી “બકરાચોર” ગેંગનો પર્દાફાશ : પાંચ જબ્બે

0

કાલાવડ પંથકમાં બકરા ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ: પાંચની ધરપકડ

  • આરોપી:-નીલેશ મનુભાઈ પરમાર , નવઘણ શામજીભાઈ સિંધવ , ભુરા શામજીભાઈ સિંધવ , બાલા નાનજીભાઈ સિંધવ, આકાશ જયસિંગભાઈ
  • કારમાં આવી શખસો વાડામાંથી બકરાઓ ચોરી કરીને નાશી છુટતા
  • કાલાવડ પંથકમાંથી બકરાની ચોરી કરીને કતલખાને ધકેલતી રાજકોટની ટોળકી ઝબ્બે : મુખ્ય આરોપીનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ આરંભી

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૫ ઓગસ્ટ ૨૨ જામનગરના કાલાવડ પંથકમાંથી ઘેટા – બકરાની કારમાં ચોરી કરીને કતલખાને પહોંચાડતી રાજકોટની ટોળકીને પોલીસે ઝડપી લીધી છે . જેમાં મુખ્ય આરોપીનું નામ ખુલતાં પોલીસે તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.મોટાવડાળામાંથી નાના – મોટા બકરા બકરી નાના -મોટા ૭ રૂા .૪૮ હજારની કિંમતનાની ચોરી થઈ હતી . જે અંગેની નોંધાયેલી ફરિયાદના આધારે કાલવડ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આણંદપર ગામ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી અને રાજકોટ તરફથી કારમાં આવતાં નીલેશ મનુભાઈ પરમાર , નવઘણ શામજીભાઈ સિંધવ , ભુરા શામજીભાઈ સિંધવ , બાલા નાનજીભાઈ સિંધવ અને આકાશ જયસિંગભાઈ ( રે.રાજકોટ આજીડેમ ચોકડી પાસે ) ને ઝડપી લીધા હતાતેના કબ્જામાંથી કાર કબ્જે કરી હતી અને તેની પુછપરછ કરતાં મુખ્ય આરોપી તરીકે પ્રતાપ કેદાભાઈ ચૌહાણનું નામ ખુલતાં પોલીસે ફરાર જાહેર કર્યો છે . આ શખસો બકરાઓની ચોરી કરીને કતલખાને વેંચી દેતા હોવાની પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે

જામનગરના 483માં જન્મદિવસે ઉત્સાહભેર ‘ખાંભી પૂજન’

0

જામનગરના 483માં જન્મદિવસે ઉત્સાહભેર ‘ખાંભી પૂજન’

  • ધારાસભ્ય, શહેર પ્રમુખ તથા જામનગર શહેર-જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા ખાંભી પૂજન કરાયું
  • જામ્યુકો દ્વારા જામનગરના ના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક યોજાઇ
  • જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા પણ ઉપસ્થિત રહ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર ૪ ઓગસ્ટ ૨૨ ઐતિહાસિક ધરોહર ધરાવતા જામનગર શહેરના આજે 483માં જન્મદિવસ નિમિત્તે ‘નવાનગર’ની સ્થાપના વખતે મુકાયેલ ખાંભીનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામાં રાજપુત યુવા સંઘ દ્વારા નગરના 483 મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી પદયાત્રા યોજી હતી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ગરાસીયા દરબાર સમાજના અગ્રગણીઓની ઉપસ્થિતિમાં ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના પદાધિકારી સહિતના રાજકીય અને સામાજીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તેના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન ડિમ્પલ રાવલ રહ્યા હતા તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલ જામનગરની સ્થાપના થયેલ હોય તે ખાંભીનું પૂજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, AMC બી.જે.પંડ્યા, સિવિલ શાખાના સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા મહામંત્રી રેખાબેન વેગડ, શહેર ઉપાધ્યક્ષ ધરતીબેન ઉમરાણીયા, શહેર યોગકોચ રાજશ્રી પટેલ, શિક્ષણ સમિતીના પ્રજ્ઞનાબા સોઢા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, તમામ વોર્ડના કોર્પોરેટરો, યુસીડી વિભાગના મેનેજરો, સમાજ સંગઠનો, આરક્યોલોજી વિભાગના ક્યુરેટર હેરિટેજ વોક અને ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા પણ ઉપસ્થિત રહી ખાંભી પૂજન કર્યુ હતુ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાઈ હતી. આ હેરિટેજ વોક માં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોકમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં અંદાજિત 3000 થી 3500 જેટલા સંસ્થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.

આ હેરિટેજ વોક ની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ખંભાળિયા ગેટ થી પ્રસ્થાન કરાવ્યું હતું  તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેખ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ લાખોટા લેક ગેટ નંબર 6 થી માંડવી થઈ ટાવર દરબાર ગઢ ખાતે પહોંચ્યું હતું દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઈ હતી.

દારૂડિયા પતિનું ઢીમ ઢાળી દેતી પત્નિ: ચારિત્ર્યની શંકા બની કારણભૂત

કોઠાવિસોત્રી ગામે દારૂડિયા પતિનું ઢીમ ઢાળી દેતી પત્નિ.

  • શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો.
  • પત્નિ ઉપર ચારિત્ર્યની શંકા કરતા હત્યા થયાનો ખુલાસો
  • દેશ દેવી ન્યુઝે ગઇકાલે રહસ્યમયી મોત અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો

દેશ દેવી ન્યુઝ o૩ ઓગસ્ટ ૨૨ જામનગર: ખંભાળિયા તાલુકાના સલાયા પાસેના કોઠાવિસોત્રી ગામે એક વૃદ્ધનું તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સાથે પોલીસે પેનલ પીએમ અર્થે જામનગર ખસેડયો હતો.પીએમ રીપોર્ટના આધારે આ વૃઘ્ધની હત્યા થયાનું જાણવા મળ્યું હતું, બાદમાં પોલીસ તપાસમાં પત્નિએ જ વૃઘ્ધ પતિનું ઢીમ ઢાળી દીધાનું જાણવા મળેલ છે. મૃતક લાલજીભાઈ રણછોડભાઈને દારૂ પીવાની ટેવ હોય અને પત્નિ ઉપર ચારિત્ર્યની શંકા કરતા હોય જેનાથી કંટાળી પત્નિએ જ પોતાના પતિની હત્યા કર્યાનું જાણવા મળેલ છે.આ પહેલાના અહેવાલ મુજબ, ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ (ઉ.વ.65) નામના વૃદ્ધ બપોરે તેમના ઘરેથી મૃત:પ્રાય હાલતમાં મળી આવ્યા હતા. જે બનાવની મૃતકના પરિજને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી હત્યાની આશંકા ઉઠતા તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

કાલાવડમાં બે પરિવાર વચ્ચે બબાલમાં મારામારી: સામ-સામી ફરિયાદ

0

કાલાવડમાં બે પરિવાર વચ્ચે બબાલમાં મારામારી: સામ-સામી ફરિયાદ

  • જાહેર રસ્તા પર લઘુશંકા કરતા હોવાથી મહિલાઓને તકલીફ બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
  • સામાપક્ષે વીડિયો બનાવવાની બાબતે ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો 

દેશ દેવી ન્યુઝ જામનગર: ૦૩ ઓગસ્ટ ૨૨ કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતાં અને વાણંદ કામ કરતાં હિતેશ લીંબાણી નામના યુવાનના ઘરે સોમવારે રાત્રિના સમયે બાબુ લખુ ઝીંઝુવાડિયા, પ્રકાશ બાબુ ઝીંઝુવાડિયા અને ભાવેશ બાબુ ઝીંઝુવાડિયા નામના ત્રણ શખ્સોએ ઘરે આવીને ‘તારી વાણંદની કેબિન અમારા ઘરે જવાના રસ્તામાં આવતી હોય અને ત્યાં લોકો વાહન પાર્ક કરી કેબિન પાછળ લઘુશંકા કરતા હોય છે જેના કારણે આ રસ્તા પરથી બેન-દિકરીઓને નિકળવામાં મુશ્કેલી પડે છે તેથી તું તારી દુકાન બંધ કરીને જતો રહે’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.સામાપક્ષે વાણંદની કેબિનનો વીડિયો ઉતારેલ હોય જે બાબતે સમજાવવા જતા હિતેશ જગદીશ લીંબાણી, કેતન જગદીશ લીંબાણી અને જગદીશ લીંબાણી નામના ત્રણ શખ્સોએ ધારિયા વડે બાબુ લખુ ઉપર હુમલો કરી પગમાં ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હિતેશ લીંબાણી અને બાબુ ઝીંઝુવાડિયાની સામસામી હુમલાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

અલિયાબાડા ગામે સગીરા પર બે શખ્સે દુષ્કર્મ આચર્યું : સગીરા બની ગર્ભવતી

0

અલિયાબાડા ગામે સગીરા પર બે શખ્સે દુષ્કર્મ આચર્યું

  • સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો: પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધી અટક કરી
  • ફેન્ડશીપના બહાને અલગ- અલગ સ્થળે ફેરવી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતા ભારે ખળભળાટ
  • અલીયાના મૂકેશ અને હરપાલ નું કારસ્તાન

દેશ દેવી ન્યુઝ જામનગર o૨ ઓગસ્ટ ૨૨ જામનગર: જામનગર નજીકના અલિયાબાડા ગામે રહેતા બે યુવાન દ્વારા સગીર યુવતીને લલચાવી ફોસલાવીને ધાક ધમકી આપીને વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા સગર્ભા બની જતા ભાંડો ફૂટ્યો હતો અને બંને શખ્સ સામે સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી બંને શખ્સની અટક કરી તેમને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.જામનગર નજીકના ગામે રહેતા પરિવારની 15 વર્ષ અને 7 મહિનાની સગીર વયની પુત્રીને અલિયાબાડા ગામે રહેતા હરપાલસિંહ ઉર્ફે હપલી જાડેજા અને કિશન મકવાણા નામના બે શખ્સે તા.1-9-2021 થી અત્યાર સુધી વારંવાર લલચાવી ફોસલાવી ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.આથી સગીરા ગર્ભવતી બની ગઇ હતી. જે અંગે તેની માતાને જાણ થતાં આખું પ્રકરણ બહાર આવ્યું હતું. આ બનાવ અંગે સગીરાની માતાએ બંને શખ્સ સામે પંચ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હરપાલસિંહ અને કિશન મકવાણાની અટક કરી હતી.

જામનગરના કુંભારવાડામાં સામુ જોવા બાબતે પાડોશીનો પિતા -પુત્રી ઉપર હુમલો

0

જામનગર શહેરના કુંભારવાડામાં સામુ જોવા બાબતે પાડોશીનો પિતા -પુત્રી ઉપર હુમલો

  • આરોપી: (૧) રેશ્મા અશગરભાઈ પટ્ટણી (૨) આદિલ અશગરભાઈ પટ્ટણી (૩) નિલોફર અશગરભાઈ પટ્ટણી રહે બધા નાગનાથ ગેઇટ કુંભારવાડો જામનગર
  • સુત્રોમાથી મળતી માહિતી મુજબ આદિલ અને નિલોફર બંને ભાઈ બહેન મીડીયમ ઇગ્લિશ સાથે ”ટોપર એન્જીનયર” છે તથા અમદાવાદ અને બરોડા ખાતે IPSની તૈયારી કરતા હોય, અને બનાવના દિવસે સવારે રજા હોવાથી ઘરે આવ્યા હતા અને કોમન ચાલ ( રસ્તામાં) વાહન પાર્ક કરવા બાબતે ઘણા સમયથી રકજક ચાલતી હતી જે બપોર બાદ મામલો બિચક્યો હોવાનું જાણવા મળેલ છે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧. ઓગસ્ટ ૨૨ શહેરના કુંભારવાડામાં સામે જોવા બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશીઓએ પિતા – પુત્રી ઉપર કરેલા હુમલોથી તે વિસ્તારમાં અફડા – તફડી મચી જવા ભારે પામી છે.

શહેરના કુંભારવાડામાં આજે બપોર પછીના સમયે સામે જોવા બાબતે બે મુસ્લીમ પાડોશી વચ્ચે બોલાચાલી થવા પામી હતી જે બાદ એક પક્ષે બેટ વડે હુમલો કરીને નાસીર હુશેનખાન પઠાણ અને તેમની દિકરી સફીનાબેન ઉપર હુમલો કરીને પિતા – પુત્રીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા બુમોથી તે વિસ્તારમાં ભારે અફડા – તફડી મચી જવા પામી હતી . બાદમાં આજુબાજુના વિસ્તારવાસીઓ એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્તો પિતા – પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યારે આ ઘટનાની પોલીસને જાણ થતાં સીટી – એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે અને શહેનાઝ બેન પઠાણની ફરીયાદ પરથી પોલીસે IPC કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ માતા, પુત્રી, પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના રાજગોર ફળીમાં પૂર્વ નગરસેવિકા તથા તેના પતિને પુત્ર દ્વારા મારી નાખવાની ધમકી: ભારે ચકચાર 

0

જામનગરમાં ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી બાબતમાં પૂર્વ નગરસેવિકા તથા તેના પતિને પુત્ર દ્વારા મારી નાખવાની ધમકી 

  • માતાપિતાને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપતા ભારે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૩૧ જુલાઈ ૨૨ જામનગર શહેરના રાજગોર ફળી વિસ્તારમાં રહેતા પૂર્વ મહિલા  કોર્પોરેટર નયનાબેનનો પુત્ર જીગર કલ્યાણીએ પ્રકાશ્યું છે ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં માતા – પિતાને જ છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.જામનગરમાં રાજગોર કળી શેરી નંબર – ૨ માં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર નયનાબેન કલ્યાણીના પતિ ભરતભાઈ મોહનભાઈ કળ્યાણી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર સામે છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના રાજગોર ફળી શેરી નં-૨ “પ્રશાંત” પંજાબ બેંક વાળી શેરીમાં રહેતા ફરિયાદી ભરતભાઈ કલ્યાણીનો પુત્ર અવાર-નવાર ઝઘડા કરતો રહે છે. ઘરમાં જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાના મામલે જીગરે પોતાના માતા પિતા સાથે ભારે જીભાજોડી કરી હતી અને પુત્રનો પીતો જતા બંનેને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતોઆથી પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે IPC કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬( ૨) તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ જીગર કલ્યાણી સામે ગુનોનોંધી વધુ તપાસ કરી છે.

જામનગરમાં ગાયોના રજડતા મૃતદેહને લઈ ક્રોંગ્રેસ પ્રમુખ લાલઘુમ: સતાનો નશો ચૂર થવાનો શ્રાપ આપ્યો : જુવો Video

0

ગાયોના રજડતા મૃતદેહને લઈ ક્રોંગ્રેસ પ્રમુખ લાલઘુમ: સતાનો નશો ચૂર થવાના આપ્યા શ્રાપ

  • શહેરમાં લમ્પીરોગમાં મૃત્યુ પામેલ ગૌવંશોને શ્વાનના હવાલે કરી દેતા મનપા ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
  • કોર્પોરેશનના બે ડો.વચ્ચે થયેલ વાતચીતનું રેકોડીંગ થયું હતું વાઈરલ ત્યા ગાયોને લઈ નવો વિવાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧-ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં હાહાકાર મચાવી રહેલ લંપી રોગથી ગૌવંશોના ટપો-ટપ મોત થઈ રહ્યા છે. બીજી બાજુ તંત્રની ધોરબેદરકારી સામે આવી રહી છે. તેવામાં મનપા દ્વારા શહેરમાં મૃત્યુ પામેલ ગૌવંશોને શ્વાનના હવાલે કરી દેતા હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઇ છે.જામનગર શહેર કોંગ્રસ પ્રમુખ દિગુભા જાડેજા આજરોજ વહેલી સવારે ઠેબા ચોકડી નજીક મનપા દ્વારા મૃત્યુ પામેલ ગાયોના નિકાલની જગ્યાએ પહોંચી જતા વિહામણા દ્રશ્યો સામે આવ્યા છે. લંપી રોગથી ગૌવંશોને બચાવવા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે શહેરમાં જીવલેણ લંપી રોગથી મૃત્યુ પામેલ ગૌવંશોનો આડેઘડ નિકાલ કરવામાં આવતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉગ્યો છે. દિગુભા જાડેજાએ વિશેષમાં જણાવ્યું કે ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે.અને આ હિન્દુની આ માતાની આવી દયનીય હાલત સ્થળ પરના દ્રશ્યો જોઈ દિગુભા જાડેજા ભાવુક થઈ સતાપક્ષને આડે હાથ લિધા હતા અને નશો ચૂર થવાના શ્રાપ આપ્યા હતા શ્રાવણ માસ જેવા પવિત્ર માસમાં ગાયોની આવી હાલત સ્થળ પરના દ્રશ્યો એ તંત્રની પોલ ખોલી નાખી છે.અને ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ પહેલા જામનગર મહાનગર પાલિકાના પશુ ડોક્ટર ગોધાણીનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં વેકસીનને બદલે પાણી ભરેલા ઇન્જેક્શન દેવામાં આવતા જામનગર સહિત ગુજરાતભરમાં દેકારો બોલી ગયો હતો હજુ વિવાદ સમ્યો નથી ત્યા ગોવંશોના ઓડેઘડ નિકાલ કરતા વિવાદ વર્ક્યો છે.

જામજોધપુરના બમથીયા ગામમાં ‘યે ઇશ્ક નહીં આસાન’ જેવી સ્ટોરી: 9 સામે માર માર્યાંની રાવ

0

જામજોધપુરના બમથીયામાં ‘યે ઇશ્ક નહીં આસાન’ જેવી સ્ટોરી

  • બે પ્રેમીના લગ્ન પરિવારને મંજુર ન હોય,પ્રેમિકાના પરિવારના નવ શખ્સોએ પ્રેમીના ભાઈ અને પિતાનું અપહરણ કરી ઢોરમાર માર્યો
  • પંચકોશી એ. ડિવિઝન નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ નવની ધરપકડ
  • હુમલામાં વપરાયેલા લાકડાના ધોકા, પ્લાસ્ટિકના પાઇપ, એક બોલેરો કાર, તથા અન્ય એક કાર વગેરે કબજે કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: ૩૦ જુલાઇ ૨૨ જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતી એક યુવતી નું ગત 21 તારીખે અપહરણ થઈ ગયું હતું અને તેણીને મનોજ દિલીપભાઈ ખરા નામનો યુવાન લગ્ન કરવાના ઈરાદાથી લઈ ગયો હતો. અને બંને પુખ્ત વયના હોવાથી તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. જે લગ્ન સંબંધ પ્રેમિકાના પરિવારને પસંદ ન હોવાથી પ્રેમિકા ના મામા લલોઈ ગામના મુકેશ વાલાભાઈ ખરા તથા તેના અન્ય મળતીયાઓ વગેરે 24મી તારીખે જામનગર તાલુકાના બાવરીયા ગામમાં આવીને પ્રેમી યુવાન મનોજના ભાઈ સાગર દિલીપભાઈ ખરા તથા તેના પિતા દિલીપભાઈ ખરાને દરેડ જી.આઈ.ડી.સી. માં બોલાવ્યા પછી તેઓને એક બોલેરો અને એક કારમાં અપહરણ કરીને લઈ જવાયા હતા, અને રાજકોટ જિલ્લાના માખીયાળા ગામના વતની દીલા ખીમાભાઇ બગડા કે જે ખેતી કામ કરે છે, તેની વાડીએ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પિતા પુત્રને ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત સાગર ના બહેન બનેવી કે જેઓ પણ નજીકમાં રહેતા હોવાથી તેઓને ફોન કરીને વાડીએ બોલાવી લીધા હતા. જ્યાં અપહરણનું વેર વાળવાના ભાગરૂપે દિલા ખીમા બગડાએ અપહરણ કરી જનારી યુવાની બહેનને ધરાર એક રૂમમાં ઢસડી જઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.આખરે ગઈકાલે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ સમક્ષ પહોંચ્યો હતો, અને પોલીસે સાગર ખરાની ફરિયાદ ના આધારે આઇપીસી કલમ 365, 342, 323, 504, 143,147,148 તેમજ જી.પી.એક્ટ કલમ 135- 1 મુજબ ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં સાગરના અને તેના પિતાના અપહરણ અને મારકુટના ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા પ્રેમિકાના મામા મુકેશ વાલાભાઈ ખરા, ઉપરાંત વિક્રમ બગડા, વિરમ પાલા બગડા, દેવા ગોવા બગડા,દિલા ખીમા બગડા, જમન પાલા ખરા, ધનસુખ મેઘા ખરા, પ્રવિણ ગાંગા તેમજ વિક્રમનો મિત્ર ભોલાભાઈ વગેરે ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા લાકડાના ધોકા, પ્લાસ્ટિકના પાઇપ, એક બોલેરો કાર, તથા અન્ય એક કાર વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત દિલા ખીમા બગડા એ દુષ્કર્મ ગુજાયું હોવાથી તેની સામે કલમ 376 નો ઉમેરો કરાયો છે. જે મહિલાની પણ તબીબી ચકાસણી કરી લેવામાં આવી છે. જે તમામ આરોપીઓની અટકાયત કરી લીધા પછી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.