Friday, October 16, 2026
Home Blog Page 270

જામનગરમાં ગૌવંશને મોતના મોંમાં ધકેલનાર વિવાદીત ડો.ગોધાણીની ધરપકડ કરો: વિક્રમ માડમ : સાંભળો Audio

0

જામનગરમાં લમ્પી રોગ વિરૂઘ્ધ બેદરકારી દાખવનાર વિવાદીત ડો.ગોધાણીની ધરપકડ કરો: વિક્રમ માડમ

જામનગરમાં લમ્પી વાયરસની વેક્સીનમાં મોટું કૌભાંડની ઓડિયો ક્લિપ મીડિયા સમક્ષ રજૂ કરતા ધારાસભ્ય: તંત્ર હરકતમાં : ગોધાણી થયા ઘરભેગા

જામનગર શહેરમાં 2000 ગાયોના મોત થયા, રસી ન હોવાનું ખુદ તબીબ કબૂલે છે.

ડો. ગોધાણીને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ કરતા  મ્યુનિસિપલ કમિશ્ર્નર

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૮ જુલાઇ ૨૨ જામનગર સહિત રાજયના અનેક શહેરોમાં પશુઓ માટે ખતરનાક એવા ‘લમ્પી’ વાયરસથી અગણિત ગાયોના જીવ ગયા હોય ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જામનગરમાં આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુરૂવારે સાંજે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જામનગરમાં ‘લમ્પી’ રોગથી ગાયોને બચાવવા ચાલી રહેલા રસીકરણ અંગે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ગુરૂવારે સાંજે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને લમ્પી રોગ વિરૂઘ્ધ ચાલી રહેલા રસીકરણમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરતી એક ઓડિયો ક્લિપ રજૂ કરી હતી જેના સમગ્ર શહરેમાં ખળભળાટ મચી ગયો હતો અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓમાં સળવળાટ વ્યાપી ગયો હતો.

પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જામ્યુકો સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખામાં પશુ ડોકટર તરીકે ફરજ બજાવતાં ડો.એમ.એમ.ગોધાણી 5ર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોતાની ફરજમાં બેદારકારી અને ગાયોના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી દાખવવા બદલ આ ડોક્ટરની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી.વિક્રમ માડમે આરોપ લગાવ્યો કે ગાયો ને રસી આપ્યા વિના જ શિંગડા પર લાલ કલર કરવામાં આવે છે. લમ્પી વાઇરસના કારણે જામનગર શહેરમાં 2000 ગાયોના મોત થયા છે. રસી ન હોવાનું ખુદ તબીબ કબૂલે છે. અત્યાર સુધી ઘેટાઓને આપવાની રસી આપવામાં આવતી હતી. બે દિવસથી ગાયને આપવાની રસી આપવામાં આવે છે.

પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય માડમે રાજય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, રાજય સરકાર ગાયોમાં ફેલાતા લમ્પી રોગ વિશે ગંભીર બને અને પૂરતી રસીની વ્યવસ્થા કરે.

કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો કે પશુઓને લમ્પી વાયરસની વેક્સીનના બદલે મીઠા વાળું પાણી આપવામાં આવે છે. વિક્રમ માડમે આ દાવો બે સરકારી વેટરનીટી ડોક્ટર વચ્ચેની એક ટેલિફોનિક વાતચીતના આધારે કર્યો છે. આ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ વિક્રમ માડમે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.

આ ઓડિયો ક્લિપમાં જામનગર મહાનગરપાલિકાના પશુતબીબ ડો.એમ.એમ.ગોધાણી અને ડો. સોલંકી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. આ ઓડિયોમાં ડો.એમ.એમ.ગોધાણી કહી રહ્યાં છે કે માણસોને લાગવું જોઈ કે રસીકરણ કરીએ છીએ. નોર્મલ પાણીથી રસીકરણ કરો. વેક્સિનને બદલે સામાન્ય બાટલાનું પાણી આપી દેવા ડોકટર ગોધાણી કહી રહ્યાં છે. એક તરફ પશુઓમાં લમ્પી વાઇરસ નો હાહાકાર છે તો બીજી તરફ જામનગર મનપાના તબીબ ગોધાણી સાદા પાણીના ઇન્જેક્શન આપવા કહે છે વિવાદીત ડો.ગોધાણીને તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ્દ કરી છુટા કરાતા ખળભળાટ મચી જવા પામેલ હતો

બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગ આકારા પાણીએ: 2 SPની બદલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ

0

બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસ અધિકારી-કર્મીઓ ઉપર તવાઇ : 2 એસ.પી.ની બદલી, 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ: ઘરે ઘરે માતમ

જામનગરના પૂર્વ SP અને વરિષ્ઠ આઈપીએસ સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૮ જુલાઇ ૨૨ ગાંધીનગર: બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડના 2 આઇપીએસ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદના એસ.પી. કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ છે.6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. એ સિવાય અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલ, બોટાદના ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના પીએસઆઇ ભગીરથસિંહ વાળા અને રાણપુરના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા છે.

જુઓ કોની બદલી કરાઇ અને કોને સસ્પેન્ડ કરાયા?

  1. બોટાદ એસ.પી.કરણરાજ વાઘેલાની બદલી કરાઇ
  2. અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ
  • અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા
  • બોટાદ ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા
  • ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા
  • બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા
  • રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા
  • પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા

બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે

નોંધનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે.

જામનગર પોલિસ દ્વારા ઈ-FIR અંગે વિદ્યાર્થી માટેનો સેમિનાર યોજાયો

0

જામનગર પોલીસ જીલ્લા પોલીસ દ્વારા સરકાર દ્વારા ચાલુ કરેલ ઈ – એફ.આઈ.આર . સુવીધા અંગે વિદ્યાર્થીઓનો સેમીનાર લેવામા આવ્યો

હવે વાહનચોરી, મોબાઇલ ચોરીની ફરિયાદ ઓનલાઇન: ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી પડે: SP પ્રેમસુખ ડેલુ

દેશ દેવી ન્યુઝ ૨૭ જુલાઈ ૨૨ જામનગર તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આમ પ્રજાને વાહન તેમજ મોબાઈલ ચોરીના કીસ્સામા પોલીસ સ્ટેશન જવુ ન પડે અને આમ નાગરીક પોતાની ફરીયાદ ઘરે બેઠા કરી શકે તે માટે ઈ – એફ.આઈ.આર . ની સુવીધા ચાલુ કરવામા આવેલ છે. જેમાં કોઈ પ્રજાજનનો મોબાઈલ ચોરી થઈ જાય કે વાહન ચોરી થઈ જાય અને આ ચોરી કોને કરેલ છે તેની તેના માલીકને જાણ ન હોય એટલે કે આરોપી અજ્ઞાત હોય તેવા કીસ્સામાં આમ પ્રજાજન આ ઈ- FIR સુવીધાનો લાભ લઈ શકે છે અને તેના માટે તેઓએ શુ પ્રક્રીયા કરવાની છે અને આ ઈ – એફ.આઈ.આર . કેવી રીતે થઈ શકે તેની જાણકારી લોકોને મળે તે હેતુથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ધન્વન્તરી ઓડીટોરીયમ હોલ ખાતે હરીયા સ્કુલ , એસ.વી.ઈ.ટી. કોલેજ , મહીલા કોલેજ , એસ.બી.શર્મા સ્કુલ , પ્રાઈમ સ્કુલ , ડી.કે.વી.કોલેજ , આયુર્વેદીક કોલેજ ના વિદ્યાર્થીઓનો એક સેમીનાર રાખવામા આવેલ જેમા આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તેઓને આ સુવીધાનો લાભ તેઓ કઈ રીતે લઈ શકશે અને કેવા સંજોગોમા ઈ – એફ.આઈ.આર . થઈ શકે તેવી તમામ વિગત તેઓને સમજાવી જાણકારી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા આપવામા આવેલ હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ ,નાયબ પોલિસ અધીક્ષક એમ.બી.સોલંકી , કુણાલ દેસાઈ , જયવીરસિંહ એન. ઝાલા તેમજ પોલીસ ઈન્સ એમ.જે.જલુ , કે.જે.ભોયે , કે.એલ.ગાધે તેમજ અન્ય પોલીસ અધીકારીઓ ઉપસ્થીત રહેલ હતા .

જામનગર જી.જી.હોસ્પિટલનું દિલ્હીથી ખાસ આવેલ NABH ની ટીમ દ્વારા નિરિક્ષણ

0

જામનગર જી.જી.હોસ્પિટલનું દિલ્હીથી ખાસ આવેલ એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા નિરિક્ષણ

હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૭ જુલાઇ ૨૨ જામનગર  શહેરની જી.જી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું નકકી કરાશે.
નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રિવાઈડર ના બે અધિકારીઓ દ્વારા આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ નોંધાવવા થી લઈ ને દાખલ થનાર દર્દીઓને અપાતી સારવાર તેમજ અલગ અલગ વિભાગોમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક કામગીરીની પ્રક્રિયાઓ, તેમજ જુદા જુદા વોર્ડમાં દર્દીઓ માટેની સુવિધા, તથા સારવાર માટે આવનારા દર્દીઓની સુખાકારીની વ્યવસ્થા સહિતની માળખાગત પ્રાથમિક સુવિધા સહિતની બાબતોનું સર્વે કરીને તેનો સર્ટીફીકેટ અપાતું હોય છે.

જે સંસ્થાના અધિકારીઓની ટીમ આજે સવારે જામનગર આવી પહોંચી હતી, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, ઉપરાંત જુદા જુદા વોર્ડના ડો. અજય તન્ના અને ડો. હેમાંગ વસાવડા દ્વારા સ્વાગત કરાયું હતું, અને તેઓને સાથે રાખીને જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડ અને વિભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું .જી.જી. હોસ્પિટલના 700 બેડ સાથે ના નવા વોર્ડ, ઉપરાંત બાળકો માટેના 200 બેડની સુવિધા વાળા વિભાગ, કેન્સર વિભાગ સહિતના અલગ અલગ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી.આ ટીમ દ્વારા હોસ્પિટલની તમામ સુવિધાઓ અને સેવાઓનું બારીકીથી નિરીક્ષણ કરશે અને તેના આધારે માર્ક આપશે અને જામનગરની હોસ્પિટલનું સ્તર નક્કી કરશે. આ ટીમ હોસ્પિટલની મુલાકાતે હોવાથી હોસ્પિટલના અધિક્ષક, તમામ ફેકલ્ટીના ઇંઘઉ, નર્સિંગ સ્ટાફ સહીત તમામ હોપિટલના અધિકારીઓ હાજર રહ્યા હતા.

જામનગરનો જાણીતો કેટરર્સ જમવાનું પીરસતા-પીરસતા: દારૂ પીરસતો થયો

0

જામનગરના કડિયાવાડમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી લેતી એલસીબી

અંગ્રેજી શરાબની 65 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 31,000 ના મુદામાલ સાથે આરોપીને રાકેશ વસાની ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૫ જુલાઇ ૨૨ : જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂનાઓની સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં કડીયાવાડ, કોટફળીમાં રહેતા આરોપી રાકેશભાઇ નિરંજનભાઇ વસાના રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- 65 કિ.રૂ. 26,000 તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. 5000 મળી કુલ રૂ. 31,000 નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર સલીમ ઉર્ફે બાબર હાજીઇસ્માઇલ કુરેશી (રહે, ધોરાજી જી.રાજકોટ વાળા)ને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ કે.કે.ગોહીલની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ કરણવા ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિદ્ધ જાડેજા, ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરમાં ભૂતિઓ બંગલો બન્યો મોત બંગલો : વધુ એક ભોગ લેવાયો: સિલસિલો યથાવત

0

જામનગરના ભૂતિયા બંગલાના પાણીના ખાડામાં ઝંપલાવી યુવાને જિંદગી ટુંકાવી

થોડા દિવસ પહેલા નેપાળી બાળકે જીવ ગુમાવ્યો હતો છતાં ખાડો ન બૂરવામાં આવતા લોકોમાં રોષ: નિંભરતંત્ર નિદ્રામાં: મોતનો સિલસિલો યથાવત

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૫ જુલાઈ ૨૨. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11 માં રહેતો અને હોલસેલનો વેપારી પ્રેમ દીપકભાઈ થાવરાણી (ઉ.વ.22) નામનો યુવક તેના ઘરેથી નીકળ્યા પછી લાપતા બન્યો હતો તેનું બાઈક- મોબાઈલ અને ચાવી પંચવટી મેઇન રોડ પર પાર્ક કરેલું મળી આવ્યા હતા. જેથી તેની નજીકની દુકાનના સીસીટીવી કેમેરા વગેરેમાં ચેકિંગ કરતાં ભૂતિયા બંગલા પાસે આવેલા પાણીના ખાડા તરફ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી પરિવારજનો દ્વારા જાણ કરાતા ફાયર ટીમે સાંજે 6.45 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ લાપતા બનેલા યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. ત્યારબાદ રવિવારે સવારે યુવકનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું જણાતા ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલ સજજનસિંહ જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા દીપકભાઈ થાવરાણીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી તેમજ વધુમાં મળતી વિગત મુજબ મૃતક યુવાન તેઓનો એકનો એક પુત્ર હતો અને પિતા સાથે વેપારમાં મદદ કરાવતો હતો અને અપરણિત હતો. તેણે કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું, તે જાણી શકાયું નથી. છેલ્લા કેટલાક સમયથી પોતે ગુમસૂમ રહેતો હતો. આ ઘટનાથી માતા-પિતા હતપ્રભ બની ગયા છે.

મંગલબાગમાં અડધી રાત્રે કારમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી: આરોપી ગાડી મૂકી ફરાર જુવો LIVE VIDEO

0

મંગલબાગ શેરી નં-૧માં અડધી રાત્રે ગાડી પાર્ક કરી દારૂની મહેફિલ માણતા પોલીસ પ્રગટી : નાશભાગ

સ્વીફ્ટ કારમાં બેસીને દારૂની મહેફિલ માણતા હોવાની સ્થાનિકે કંટ્રોલમાં ફોન કરતા પોલિસ દોડી ગઈ : દારૂડીયા ગાડી મૂકી ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૪ જુલાઇ ૨૨ જામનગર શહેરના મંગલબાગ શેરી નંબર – ૧ માં રેડ કલર swift કારમાં દારૂની મહેફિલ મળતા હોવાની સ્થાનીકે પોલીસ કેટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી પોલીસને આવતી જોઈ દારૂડીયા ગાડી અને ઇંગ્લિશ દારૂની બોટલ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે સ્વીફટ કાર નો કબ્જો સંભાળી આરોપીની શોધખોળ આદરી છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુરુદ્વારા નજીકના મંગલબાગ શેરી નંબર એકમાં કોઈઅજાણ્યા શખ્સો ગાડી પાર્ક કરીને દારૂની મેહફીલ માણતા હોય અને બેફામ વાણી-વિલાસ કરતા દેકારો બોલી ગયો હતો જેથી આજુબાજુના પાડોશી જાગી જઈ દારૂડીયાને ટપારતા મામલો ગરમાયો હતો તેવામાં કોઈએ પોલીસને જાણ કરતા સીટી-બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી પોલીસને જોઈ દારૂડીયાઓએ મુઠીયો વાળી ભાગી છૂટ્યા હતા તેથી પોલીસે ગાડીની અંદર તપાસ કરતા દારૂની બોટલ ગ્લાસ સહિતની વસ્તુઓ મળી આવતા સ્વીફ્ટ કારને સીટી-બી ડિવિઝન ખાતે લઇ જવામાં આવી હતી

જામનગરમાં પત્નીએ પતિને જાહેરમાં લમધાર્યો : પારિવારિક ઝઘડો પહોંચ્યો રોડ પર જુવો Live VIDEO

0

જામનગરમાં પત્નીએ પતિને જાહેરમાં લમધાર્યો : પારિવારિક ઝઘડાનું કારણ અકબંધ

  • જામનગર વિભાજી સ્કૂલ સામે અપના બજાર પાસે પતિ-પત્નિની જાહેરમાં મારામારી વિડીઓ થયો વાઈરલ
  • પરણિતા..તું બીજી સ્ત્રીને રાખીને બેઠો છો આક્ષેપો સાથે બોલાવી જાહેરમાં બધળાટી : તારી ‘માં’ યે મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે.
  • જામનગરમાં અપના બજાર પાસે જાહેરમાં પતિ પત્ની ધમાલ: ઘરનો મામલે બજાર પહોચ્યો: પોલિસ દોડી જતા સમજાવટથી મામલો થાળે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ જુલાઇ ૨૨ જામનગર શહેરના વિભાજી સ્કુલ, અપના બજાર પાસે પરસ્ત્રીને લઈ પત્નીએ પતિને જાહેરમાં લમધાર્યો જાહેર રોડ ઉપર મારામારી થતા તમાસો જોવા રાહદારીઓના ટોળે- ટોળાઓ એકઠા થયા હતા.

જામનગર શહેરના અપના બજાર પાસે હાલ સાંજના ભાગે પતિપત્નિ વચ્ચે મારામારીનો એક વિડીઓ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દંપતિ વચ્ચે કોઈ કારણોસર ફોન પર ઉગ્ર બોલાચાલી થયા બાદ પોતાનો પતિ વિભાજી સ્કુલ પાસે હોય, તેથી રણચંડી બની વિફરેલી પત્ની અચાનક આવી જતા થોડી વાર ઉગ્ર બોલાચાલી બાદ પત્નિએ પતિનો કાઠણો પકડીને તું બીજી રાખીને બેઠો છું તારી બેન દવા પી ગઈ એમાં મારો શું વાંક,તારી માં એ મારૂ જીવવાનું હરામ કરી નાખ્યું છે. સવારથી કચ-કચ કરીને મારી જીંદગી બગાડી નાખી છે. તારે ઓલી ભેગુ રેવું છે. એમ હુ મરીશ અને તને સાથે લઈ જઈશ હાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ.! પરંતુ સમગ્ર બનાવમાં પતિએ મૌન રહેવું વ્યાજબી સમજ્યું હતુ તેવામાં કોઈને પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને બનેને સમજાવતા મામલો થાળે પડ્યો હતો પરંતુ જાહેરમાં બધળાટી બોલ્યાનો વિડીઓ વાઈરલ થતા શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે.

કલ્યાણપૂર પંથકમાં મહિલાની ઘાતકી હત્યા: 5 સામે 302

કલ્યાણપૂર પંથકમાં મહિલાની ઘાતકી હત્યા: મહિલાનું મૃત્યુ કુદરતી રીતે દર્શાવી તાબડતોબ અંતિમવિધિ કરાઇ

મહિલાના શરીર પર રહેલા ઈજાના નિશાન હોય પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી

મૃતકની પુત્રીએ તેના મોટા બાપુ, કાકા તથા ત્રણ મામાના સામે નોંધાવી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ જુલાઈ ૨૨ ખંભાળિયા કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેતા સુમરીબેન સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયા નામના મહિલા ગત તારીખ 20 મીના રોજ સવારના સમયે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ મૃતકના સંબંધી એવા અને સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાના પુત્રી કે જેમના લગ્ન પોરબંદર તાલુકાના ખાપટ ગામે થયા હતા, તે ભૂમિબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ મુરુભાઈ ગોરાણીયા (ઉ.વ. 19) ને તેણીના મોટા બા સંતોકબેને ફોન મારફતે કરી તાકીદે ખાપટ ગામેથી ચંદ્રવાડા ગામે બોલાવ્યા હતા.ચંદ્રાવાડા પહોંચેલા ભૂમિબેન તથા તેમની સાથે આવેલા તેમના પતિ પરબતભાઈ ઉર્ફે પાર્થને તેમના પરિવારજનો દ્વારા સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાનું અવસાન હૃદય રોગના હુમલાના કારણે થયાનું જણાવી, મૃતકના અંતિમ સંસ્કાર ચંદ્રવાડા ગામના સ્મશાને કરવાના બદલે ઝડપભેર પોરબંદર ખાતે કરી દેવામાં આવ્યા હતા.

આ દરમિયાન ભૂમિબેનને મૃતકનો આખું શરીર જોવા દેવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં, તેણીના શરીરના ભાગોમાં ઈજાના નિશાન તથા માથાના ભાગે લોહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ સ્થળે મૃતકના પથારી કે ગાદલુ-ગોદડા વિગેરે પણ જોવા મળ્યા ન હતા. જેથી આ ચીજ-વસ્તુઓ સગે-વગે કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જોયું હતું. બાદમાં ભૂમિબેનને મૃતક સુમરીબેનના મોઢામાં ગંગાજળ આપી, તાકીદે પોરબંદર ખાતે સુમરીબેનનો મૃતદેહ અગ્નિદા માટે મોકલાવી આપવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકની આશંકા દર્શાવી ભૂમિબેનના માતા સુમરીબેનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અંગેની શંકા ભૂમિબેન ગોરાણીયા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં દર્શાવવામાં આવી હતી. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ મથકના સુમરીબેનનું કુદરતી મૃત્યુ નહીં પણ તેણીની હત્યા કરવામાં આવી હોવા અંગેની ધોરણસર ફરિયાદ ભૂમીબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ ગોરાણીયા દ્વારા નોંધાવવામાં આવી છે. હત્યાના આ બનાવમાં શકદાર તરીકે ભૂમિબેનના મોટા બાપુ એવા ચંદ્રવાડા ગામના રહીશ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા તથા ગોરાણા ગામે રહેતા તેણીના મામા અરજણભાઈ જીવણભાઈ ગોરાણીયા, અરશીભાઈ જીવણભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ જીવણભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનોના નામ જાહેર કરવામાં આવ્યા છે.આ વચ્ચે ભૂમિબેનના જણાવાયા મુજબ તેણીના મામાએ અગાઉ પણ ખૂનનો ગુનો આચર્યો હતો.

આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે કાનાભાઈ નાગાભાઈ, બાલુભાઈ નાગાભાઈ, અરજણભાઈ જીવણભાઈ, અરશીભાઈ જીવણભાઈ તથા રામદેભાઈ જીવણભાઈને હત્યાના બનાવમાં શકદાર ગણી, આઈ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે

જોડીયાના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ અર્થે SP પહોંચ્યા: આરોપી ‘ન’ મળ્યો પરંતુ લાખોની વીજ ચોરી ઝડપાઈ

0

જોડિયામાં ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ આરોપીના ઘરે તપાસ અર્થે એસ.પી.ડેલું સહિતની ટીમ: આરોપીના ઘરમાં વીજચોરી ઝડપાતા કનેકશન કટ્ટ!

જીલ્લા પોલીસવડા ડેેલું સહિત ટીમ જોડિયા પૂછપરછ અર્થે પહોંચી’તી

પુછપરછ દરમ્યાન વીજ ચોરી જણાતા PGVCLને તપાસ કરવા જણાવ્યું.

પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા વીજ ચોરી ઝડપાઇ, વીજજોડાણ કાપી નંખાયું

ડ્રગ્સ પ્રકરણના આરોપીઓ : (૧) ઇશા હુશેન રાવ (રહે.મોટોવાસ-જોડીયા) (૨)મુખ્તાર ઉર્ફે જબ્બાર નુરમામદ રાવ (રહે.મેઇન બજર-જોડીયા)

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૨ જુલાઈ ૨૨ જામનગર જીલ્લાના જોડિયા ગામના વતની અને મોરબી પંથકના જીંજુડા ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા શખસના ઘરે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સહિતના પોલીસ આરોપીના ઘરે તપાસ અર્થે ગઇ હોય, દમ્યાન એસ.પી.ડેલુંને આરોપીના ઘરનું લાઇટ બીલ ખૂબ જ ઓછું હોય જેના ઉપરથી શંકા જતા એસ.પી.એ તાત્કાલિક પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી આ અંગે તપાસ કરવા જણાવ્યું હોય અને પીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક ઉપરોકત્ત આરોપીના ઘરે પહોંચીને તપાસ કરતા મોટી વીજચોરી થયાનું બહાર આવ્યું હતું. જે અંગે પીજીવીસીએલ પણ કડક કાર્યવાહી હાથ ધરતાં આરોપી શખસના ઘરનું વીજજોડાણ કટ કરી નાંખ્યું હતું.આ પ્રકરણની વિસ્તૃત વિગત મુજબ, જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ આજરોજ જોડીયા પોલીસ સ્ટેશન વીસ્તારમા આવેલ દરીયાય કાઠા વીસ્તારની વીઝીટમા નીકળેલ હતા તે દરમ્યાન મોરબી જીલ્લાના જીંજુડા ગામે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો પકડેલ જે ગુજરાત એ.ટી.એસ.ના ગુન્હા નંબર 05/2021 એન.ડી.પી.એસ. એકટ કલમ 8 સી, 22સી, 23સી, 25, 29 મુજબથી ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હામા પકડાયેલ આરોપીઓમા બે આરોપી જોડીયાના હોય અને એક ફરાર આરોપી ઇશા હુશૈન રાવ (રહે.જોડીયા ટાઉન મોટોવાસ) હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા જામનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.વી. વીંછી  તથા તેની ટીમ તથા જોડીયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.આર સિસોદીયા તથા તેની ટીમ દ્વારા સંયુકત રીતે જોડીયા ગામમાં આ ફરાર આરોપી ઇશા હુશેન રાવ (રહે.મોટોવાસ જોડીયા) તથા મુખ્તાર ઉર્ફે જબ્બાર નુરમામદ રાવના (રહે.મેઇન બજર જોડીયા)ના રહેણાંકે ઉપરોક્ત ટીમ સાથે પુછપરછ માટે જતા ફરારી આરોપી ઇશા હુશેન રાવ ઘરે હાજર મળી આવેલ નહી પરંતુ તે બંનેના રહેણાંકના આધાર માંગતા વીજળીનુ લાઇટ બીલ રજુ કરેલ જેથી લાઇટ બીલમાં બીલની રકમ નજીવી દર્શાવેલ હોય જેથી મકાન જોતા મોટુ હોય જે મકાન પ્રમાણે લાઇટ બીલ ખુબ ઓછુ હોય જેથી વીજચોરીની શંકા જતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી બન્નેના મકાનામા તપાસ કરાવતા મીટરમાં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનુ સામે આવતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનુ વીજ જોડાણ કાપી નાખેલ છે.

આ કામગીરી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઇ. આર.વી. વીંછી તથા પો.સબ.ઇન્સ. કે.આર સિસોદીયા તથા એસ.ઓ.જી. ટીમ તથા જોડીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. જી.જી.જાડેજા તથા વી.વી.બકુત્રા વિ. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.